________________
(૩) શિક્ષણની વ્યવસ્થા કરવી. (૪) દાક્તરી સારવારની વ્યવસ્થા કરવી. (૫) આર્થિક વિકાસ કરવો.
(૬) પ્રાથમિક આવશ્યકતાઓ :- ઘર, વસ્ત્ર, ભોજન વગેરેની વ્યવસ્થા કરવી.
(૭) ન્યાયની વ્યવસ્થા કરવી. રાષ્ટ્રધર્મનોવિકાસઃ
રાષ્ટ્રીય કર્તવ્યોની પૂર્તિ રાષ્ટ્રધર્મનાં વિવિધ વિધિ-વિધાનો દ્વારા કરી શકાય છે. ધર્મનાં વિધિ-વિધાનો એની સંપૂતિ નથી કરી શકતાં. રાષ્ટ્રનો સવાંગી વિકાસ ન થઈ શકવાને કારણે, કૂવો ખોદાવવો પણ ધર્મ બની ગયો. દવાખાનાં ખોલાવવાં, ધર્મશાળાઓ બનાવવી એ પણ ધર્મ ગણાયો અને આ ધર્મના અધિકારી પણ એ લોકો બન્યા, જેમની પાસે પૈસો હતો. દરેક જરૂરી કર્તવ્યની પૂર્તિ માટે સ્વર્ગના પ્રલોભનને જોડી દેવાયું અને તેને ધર્મના આસન ઉપર બેસાડી દેવાયું. પરિણામે આવશ્યકતાઓની પૂર્તિ ધનવાનોની કૃપા ઉપર નિર્ધારિત બનવા માંડી, રાષ્ટ્રીય કર્તવ્યની ચેતના તેની સાથે ન જોડાઈ શકી. પ્રત્યેક સામાજિક કર્તવ્ય અને રાષ્ટ્રીય કર્તવ્યની સાથે નૈતિકતાની ચેતના જોડાય, તે અપેક્ષિત. છે, પરંતુ તે કર્તવ્યો ધર્મની સાથે- ધર્મના નામે અથવા ધર્મના પ્રલોભન દ્વારા સંચાલિત ન હોવા જોઈએ, જેથી સમાજ અને રાષ્ટ્રના ઉદ્દેશ તથા ધર્મના ઉદ્દેશની સ્વતંત્રતા જળવાઈ રહે, સુરક્ષિત રહી શકે.
સર્વોત્તમ વિકલ્પ
સમાજ-ધર્મ સમાજના પ્રત્યેક સભ્ય માટે સમાન છે. રાષ્ટ્ર-ધર્મ રાષ્ટ્રના દરેક નાગરિક માટે સમાન છે. ઉપાસનાનો માર્ગ સહુકોઈનો સમાન નથી હોતો. ભિન્ન-ભિન્ન ધર્મો અને તેમની ભિન્ન-ભિન્ન માન્યતાઓ. પછી સમાજ અને રાષ્ટ્ર કયા ધર્મ દ્વારા શાસિત બને (સંચાલિત બને) આ પ્રશ્ન જટિલ બની રહે છે. ઇતિહાસ સાક્ષી છે કે ધર્મ દ્વારા શાસિત રાજ્યોમાં પોતાનાથી વિરુદ્ધ ધર્મના સમ્પ્રદાયના લોકો ઉપર અમાનવીય અત્યાચારો થયેલા છે. ધાર્મિક ઉન્માદ અને સત્તાનો ઉન્માદ બંને એકસાથે જાગે તો તે અણુશસ્ત્રોથી પણ ભયંકર બની જાય છે.
સમાજ અથવા રાષ્ટ્ર નૈતિકતા અને ચારિત્ર્યધર્મથી શાસિત હોય એ વિકલ્પ પણ સર્વથા નિર્દોષ નથી. નૈતિકતા અને ચારિત્ર્યધર્મ સ્વૈચ્છિક છે. તેમને કાયદાની જેમ અનિવાર્ય (ફરજિયાત) ન બનાવી શકાય અને જો
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજu૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org