________________
અણવતઃ લોકતંત્રનું સ્વાસ્થસૂત્ર
સ્વતંત્રતા, સમાનતા, સહયોગ, સહાનુભૂતિ અને સહિષ્ણુતા આ પાંચેય સમાજ-વ્યવસ્થાના મૌલિક આધાર છે. અણુવ્રતના સંદર્ભમાં તેમની મીમાંસા આવશ્યક છે. અણુવ્રત વગર સ્વતંત્રતાની વાત ફળતી નથી. જ્યાં સુધી જીવનમાં અહિંસા, સત્ય અને ઈચ્છા-પરિમાણનો વિકાસ ન થાય,
ત્યાં સુધી વ્યકિત કોઈને સ્વતંત્ર નથી રહેતા દેતી. જો અણુવ્રતનાં આ તત્ત્વો નહીં હોય, તો સમાજ-વ્યવસ્થા ચાલી નહિ શકે. જો સમાનતા અને સહિષ્ણુતા નહિ હોય, તો સમાજવ્યવસ્થાનું સમ્યફ સંયોજન કઈ રીતે થઈ શકશે ? આ તમામ તત્ત્વોના વિકાસ માટે અણવ્રતની અનિવાર્યતા છે. અને આ તમામ તત્ત્વો પ્રત્યે આપણી શ્રદ્ધા નહીં હોય, તો સમાજવ્યવસ્થાના મૂળ આધાર અપંગ બની જશે. આજે સમાજની જે નૈતિકતા છે, તે સમાજવ્યવસ્થાના મૂળ આધાર પર જ વજપાત કરી રહેલ છે પોતાના પગ ઉપર જ પોતાના હાથે જ કુહાડી ચલાવી રહેલ છે. કરોડો લોકો એવા છે જેમને કોઈ ખરાબ કામ નથી કરવાં, પરંતુ તેઓને ખ્યાલ નથી હોતો કે તેઓ અંધારામાં જ છે. આવા લોકો માટે અણુવ્રત આલોક દીપનું કામ કરે છે. એની વ્યાપકતામાં સમાજના અસ્તિત્વ અને તેની અસ્મિતા જાળવી રાખવાનું સામર્થ્ય નિહિત અવશ્ય છે જ . આ જ લોકતંત્રના સ્વાથ્યનું સૂત્ર છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org