________________
પર. અહિંસાનું પ્રશિક્ષણ છે : ભાવજગતનું પ્રશિક્ષણ. એનો સંબંધ સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્ય-વ્યવસ્થા સાથે તો છે જ, પરંતુ સહુથી ગાઢ સંબંધ છે: ભાવ-જગત સાથે.
અહમનું શુદ્ધીકરણ
અહિંસાના પ્રશિક્ષણનું સૌથી પ્રથમ સોપાન છે : અહંનું વિસર્જન, અહંનું શુદ્ધીકરણ. એનું પરિણામ એ આવશે કે સમાનતાની વૃત્તિ આપોઆપ જાગી જશે. વિષમતા કોણ પેદા કરે છે ? વિષમતાનું મુખ્ય કારણ છે : અહમુ-અહંકાર. આધુનિક વિજ્ઞાનની શોધખોળોનો નિષ્કર્ષ છે : ઉત્તેજના, ઉતાવળ, શીઘ્રતા અને ઝડપથી આગળ વધવાની ચે. આ તમામ બાબતો હૃદયરોગને જન્મ આપે છે. અહંકારના વિસર્જન-વિલયનું પ્રશિક્ષણ અપાય અને તેને અનુકૂળ અર્થવ્યવસ્થાની વાત વિચારાય તો સમાનતાની દષ્ટિ જાગ્રત થતી જશે. સમાનતાની દષ્ટિ વધતી જશે, તો વિષમતાની વાત ઘટતી જશે. અહિંસક સમાજરચનાની બાબતમાં એક નવો વિકલ્પ આપણી સમક્ષ આવશે.
પરસ્પરતાનો દષ્ટિકોણ
બીજી સમસ્યા છે વ્યક્તિવાદી દષ્ટિકોણની. એના શુદ્ધીકરણનું સૂત્ર છે : પરસ્પરોપગ્રહ- પરસ્પરતાનો દ્રષ્ટિકોણ જાગૃત કરવો. એક માનવી બીજા માનવી વગર નથી રહી શકતો, એક માનવી બીજાનો આધાર લીધા વગર નથી જીવી શકતો. આ સચ્ચાઈના અસ્વીકારને કારણે જ સમાજ બીમાર પડ્યો છે. એક પગ ચાલે અને બીજો આગળ ન વધે તો શું થાય ? ગતિ રોકાઈ જાય છે, અવરોધાય છે. આપેક્ષતા અને પરસ્પરતાનું હોવું જરૂરી છે. આચાર્ય ઉમાસ્વાતિનું આ કથન “પરસ્પરોપગ્રહો ગીવાનામ્ આ જ સત્યનું દર્શન કરાવે છે.
ત્યાગની ચેતનાનું પ્રશિક્ષણ
ત્રીજું તત્ત્વ છે ? ત્યાગની વૃત્તિનું પ્રશિક્ષણ. આજે ભોગવાદી દષ્ટિકોણને પ્રબળ બનવાનો ખૂબ મોટો મોકો મળ્યો છે. એવી ધારણા બની ગઈ કે જીવનનો સાર છે : પદાર્થ. પરંતુ આ ખોટી ધારણાને તોડવી પડશે. ભોગ જીવનની અનિવાર્યતા છે, તો ત્યાગ જીવનનું આભૂષણ છે- અલંકરણ છે. પોઝીટિવ અને નેગેટિવ- બંનેનો યોગ થાય ત્યારે જ વીજળી પ્રગટે છે. તેથી જ ભોગની સાથે સાથે ત્યાગ એટલો જ જરૂરી છે.
વિસર્જન
ચોથું તત્ત્વ છે : વિસર્જન. અભ્યાસ દ્વારા આ વૃત્તિને ગાડી શકાય. ધનનું અર્જન કરો તો, તેના અમુક અંશનું- ભાગનું વિસર્જન પણ
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org