SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાનો વિકાસ ત્રીજું સૂત્ર છે કરુણાનો વિકાસ. કરુણા સમાજવ્યવસ્થાનું પ્રમુખ તત્ત્વ છે. જે વ્યક્તિમાં કરુણાની ચેતના જાગે છે, તે માનવીનો દષ્ટિકોણ બદલાઈ જાય છે. કરુણાનો વિકાસ નથી થયો માટે જ એક વ્યક્તિ બીજી વ્યક્તિને સહયોગ નથી આપતી. જો કરુણાનો વિકાસ થઈ જાય, તો એક મિલમાલિક, મજૂર પ્રત્યે ક્યારેય કૂર વ્યવહાર ન કરે, તે મજૂરનું શોષણ ન કરે અને તેને પોતાના સમાન સમજે. - શ્રીમદ્ રાજચંદ્ર વિચાર્યું. મેં જેની સાથે સોદો કર્યો છે, તેને નુકસાન આપનારો છે. આમ કહીને તેઓએ એગ્રીમેન્ટ ફાડી નાંખ્યો. “રાજચંદ્ર દૂધ પી શકે છે, કોઈનું લોહી હરગીજ નહીં !” આ છે કરણાં, પ્રેમ, લાગણી. સામાજિક સંબંધોનું સૌથી મોટું સૂત્ર છે : “કરુણા.” સ્વામી, સેવક, શેઠ, નોકર વગેરે તમામ સંબંધોનું સૂત્ર આ જ હોવું જોઈએ. શ્રમ અને ચૂકવણીનું સમતોલન ચોથું સૂત્ર છે : શ્રમ અને ચૂકવણી- મજૂરી-વેતનમાં સંતુલન. શ્રમ અને ચૂકવણીમાં સામંજસ્ય ન હોય તો કડવાશ પેદા થાય છે. એક સૂત્ર છે, જેટલું કામ તેટલાં દામ.” આ જ મોટી વાત છે. એક કુટુમ્બમાં દસ સભ્યો છે અને બીજા એકમાં ફક્ત ત્રણ જ સભ્યો છે. કામ બંનેએ બરાબર કર્યું તેથી દામ પણ બરોબર મળશે જ. આ પરિસ્થિતિ કેવી રીતે ચાલશે ? આ વિષમતા મોટી સમસ્યા સર્જી શકે છે. તેથી બીજું સૂત્ર રજૂ થયું, “આવશ્યકતા અનુસાર દામ” આનાથી પણ સમસ્યા ઉકલી શકી નહીં. શ્રમ અને તેની કિંમતની સંગતિ-સમાનતા કેવી રીતે થાય ? એમાં સંતુલન કઈ રીતે થઈ શકે ? જ્યારે આપણે અહિંસાની દષ્ટિએ વિચારીએ ત્યારે આ સૂત્રને મુખ્ય ગણવું જોઈએ. કોઈપણ માણસ ભૂખ્યો ન રહે એવી વ્યવસ્થા થવી જોઈએ. એનું તાત્પર્ય એ કે, “શ્રમ પ્રત્યે નિષ્ઠાનો વિકાસ થવો જોઈએ, શ્રમની પૂજા થવી જોઈએ.” એવું ના થવું જોઈએ કે એક વ્યક્તિ કમાય ને બાકીનાં બધાં ખાય. બીમાર-અસહાય-લાચાર વ્યક્તિ સિવાય જે માણસો ખાય છે તે દરેક ક્ષમતા અનુસાર શ્રમ કરવો જોઈએ જ. દરેક વ્યક્તિ આ સંકલ્પ કરે, તો એક સમાધાન અવશ્ય મળી રહે. તેરાપંથ ધર્મસંઘમાં સમાન ભાગીદારીની વ્યવસ્થા છે. પચાસ સાધુ હોય તો બધાએ પોતાની ગોચરીએ (ભિક્ષા લેવા) જવું પડે જ. બધા જ ગોચરી એ જાય છે જ. શ્રમના સમાન ભાગીદાર બને છે. તેમજ, સમાન ભાગીદારીનું અતિક્રમણ પણ ન જ થવું જોઈએ. જ્યાં સામાજિક લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy