________________
પરિવર્તનું સૂત્રઃ અનિત્યતા
ધર્મમાં જે સૂત્રો રજૂ થયાં તે હૃદય-પરિવર્તનનાં સૂત્રો છે. ધર્મનું એક સૂત્ર છે : અનિત્યતા. જે પદાર્થ સાથે તમારો સંયોગ થયો છે, તેનાથી નિશ્ચિત વિયોગ થવાનો છે જ. આ અનિત્યતાની ઝાંખી કરાવવામાં આવી. અનુભૂતિ માટે એક માધ્યમ બન્યું. મૃત્યુનો સાક્ષાત્કાર. કહેવાયું કે : મૃત્યુ આવે છે ત્યારે બધા જ પદાર્થો અહીં જ રહી જાય છે. કંઈ જ સાથે નથી આવતું. આ તથ્ય અનિત્યતા તરફ ઉશ્રેરિત કરનારું છે. અનિત્યતાના પ્રશિક્ષણની ખૂબ લાંબી પરમ્પરા ચાલી છે અને હજુ ચાલે છે. આ ભાવનાને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં અવતરિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે કે અનુભવ કરો, બધું જ અનિત્ય છે. જેનો સંયોગ થયો છે, તેનો વિયોગ નિશ્ચિત છે. બધું જ છૂટી જશે. અનિત્યતાના આ સૂત્રે હૃદય-પરિર્વતનને શક્ય બનાવ્યું છે.
એકત્વ બોધ
બીજું સૂત્ર બન્યું- એકત્વનું. કહેવામાં આવ્યું કે તમે એકલા આવ્યા છો, એકલા જવાના છો. જ્યારે જન્મ્યા ત્યારે કંઈ જ સાથે નથી લાવ્યા અને જ્યારે મરશો ત્યારે પણ સાથે કંઈ જ નહિ આવે. આ ક્ષણિક સંયોગને યથાર્થ કેમ માનો છો ? એને જ સત્ય કેમ સમજી રહ્યા છો ? આ સંયોગ છે, માત્ર ઉપયોગ માટે જ છે. તેના સિવાય તેનું બીજું કંઈ જ મૂલ્ય નથી. આ એકત્વ બોધે હૃદયપરિવર્તનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું.
અન્યત્વ-બોધ - ત્રીજું સૂત્ર રજૂ થયું ઃ અન્યત્ય બોધનું. એ સાચું છે કે પદાર્થ વિના આપણું કામ નથી ચાલતું. માણસ પદાર્થ પર એટલો આશ્રિત છે કે બીજું કંઈ દેખતો જ નથી.આપણી ઈન્દ્રિયોનું સત્ય પદાર્થોતીત નથી. ઈન્દ્રિયોની બધી જ શક્તિ પદાર્થ તરફ પ્રસ્થિત છે. આપણા જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે ઈન્દ્રિયો અને તે પદાર્થ-આસક્ત છે. પછી તેમના પત્યે આપણી આસક્તિ પ્રબળ કેમ ? ઈન્દ્રિય ચેતના પદાર્થ તરફ જઈ રહી છે. આ સ્થિતિમાં પણ ધર્મે આ સત્ય રજૂ કર્યું કે પદાર્થ ઉપયોગી છે. જીવનયાત્રા પદાર્થ ઉપર અવલંબિત છે. આ બધું હોવા છતાં તમે પદાર્થ નથી. પદાર્થ વચ્ચે જીવવા છતાં તમે પદાર્થ નથી. તમે પદાતિત છો, ચેતન છો. આ અન્યત્વ ભાવે પદાર્થ પ્રત્યેની ઊંડી આસક્તિ દૂર કરવામાં યોગદાન આપ્યું. હૃદય-પરિર્વતનું એક સૂત્ર બની ગયું, ભેદ વિજ્ઞાન. જ્યારે આપણે એ અનુભૂતિમાં જઈએ છીએ કે, “હું પદાર્થ નથી' ત્યારે તમામ મુશ્કેલીઓ દૂર થવા માંડે છે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org