Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Folclta ગ્રંથ બીજો રમણલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ જન્મ :તા. ૩-૧૨-૧૯૨૬ દેહવિલય :તા. ૨૪-૧૦-૨૦૦૫ પિતા : શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ માતા : શ્રીમતી રેવાબહેન ચી. શાહ જન્મ અને પ્રાથમિક શાળાનું શિક્ષણ વડોદરા પાસે ગામ પાદરામાં. માધ્યમિક શિક્ષણ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એમ. એ. અને પીએચ. ડી.નો અભ્યાસ, એ જ કૉલેજમાં ૨૦ વર્ષ ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઉપરાંત N.C.C.માં મેજરની પદવી. મુંબઈ યુનિવર્સિટીમાં ૧૮ વર્ષ ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ. ૧૮ વિદ્યાર્થીઓને પીએચ. ડી.નું માર્ગદર્શન આપ્યું. જૈન દર્શનના પરમ આરાધક અને અભ્યાસી શ્રી રાકેશભાઈ ઝવેરીને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પીએચ. ડી.માટે માર્ગદર્શન આપ્યું. વિશ્વ પ્રવાસી ડૉ. રમણભાઈ ચી. શાહના ‘પાસપોર્ટની પાંખે’ અને અન્ય પુસ્તકો સાહિત્ય જગતમાં સારો આવકાર પામ્યાં છે. ગુજરાતી સાહિત્ય તેમજ સાંપ્રત સમયની સમસ્યા વિષયક લેખો અને વિશેષત: જૈન ધર્મ વિષયક લેખો માટે કેટલીક સંસ્થાઓએ તેમને સુવર્ણ ચંદ્રક અને પારિતોષિકથી નવાજ્યા છે. તેઓશ્રીએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં કારોબારીના સભ્ય તરીકે, પ્રમુખ તરીકે, વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે દીર્ઘ અને યશસ્વી સેવા આપી. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન યુવક સંઘ દ્વારા [અનુસંધાન પાછળના ફ્લૅપ પ૨] Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ-ગ્રંથશ્રેણી ગ્રંથ છવીસમો જિનતત્ત્વ ગ્રંથ બીજો લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ JINATATTVA : VOLUME II (Parts VI to ix) (A Collection of Articles on Jain subjects) by DR. RAMANLAL C. SHAH Published by - SHREE MUMBAI JAIN YUVAK SANGH 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400 004. (INDIA) Price : RS. 240/મૂલ્ય : ૨૪0-00 પ્રથમ આવૃત્તિ : ઑગસ્ટ ૨૦૦૭ NO COPYRIGHT પ્રકાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મીનાર, ખેતીવાડી, મુંબઈ-૪00 008 મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪OO O૦૨ ૭ ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહીં. મુંબઈ રમણલાલ ચી. શાહ તા. ૧-૧-૧૯૯૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પરમ ઉપકારી પરમ પૂજ્ય આગમપ્રભાકર “શ્રુતશીલ-વારિધિ’ શ્રીમદ્ પુણ્યવિજયજી મહારાજ સાહેબને સાદર વંદના સાથે - રમણભાઈ ચી. શાહ વતી - તારાબહેન ૨. શાહ - Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં અત્યાર સુધીમાં સ્વ. ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત જિનતત્ત્વના ૧ થી ૮ ભાગ પ્રકાશિત થયા છે. | જિનતત્ત્વના આ ભાગોમાંથી ભાગ ૧ થી પ ભાગ એક જ ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે. એની બીજી આવૃત્તિ પણ ઉપલબ્ધ થશે. જિનતત્ત્વ ભાગ ૬, ૭, ૮ અને પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા જૈનધર્મ વિષયક લેખોનો સમાવેશ ગ્રંથ-૨માં પ્રકાશિત થતાં વાંચકોને સરળતા રહેશે. વાંચકોની સુવિધા માટે ગ્રંથ પહેલાની વિષય સૂચિ ગ્રંથ બીજામાં પાછળનાં પાનાં પર આપી છે અને ગ્રંથ બીજાની વિષયસૂચિ ગ્રંથ પહેલામાં પાછળ આપી છે. જેથી વાંચકને સમગ્રપણે વિષયોનો ખયાલ રહે, આ લેખોમાં કંઈ પણ શરતચૂક થઈ હોય, વિગતદોષ રહી ગયા હોય, મુદ્રણની ક્યાંક અશુદ્ધિ રહી ગઈ હોય અથવા ક્યાંક જિનાજ્ઞાવિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો તે માટે મિચ્છામિ દુક્કડમ્. આ લેખો કોઈકને પણ પ્રેરણારૂપ થશે તો ડૉ. રમણભાઈનો લેખન પ્રયાસ સાર્થક થશે. આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો તથા સરસ પ્રકાશન-આયોજન માટે ચંદ્રિકા પ્રિન્ટરીનો આભાર માનું છું. પુસ્તકના મુખપૃષ્ઠનું સુંદર ચિત્ર આપવા માટે શ્રી પ્રેમલભાઈ કાપડિયાનો પણ આભાર માનું છું. મુંબઈ તારાબહેન રમણલાલ શાહ તા. ૧૫-૦૮-૨૦૦૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકી સંગ્રહ * શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ * ગુલામાંના મુક્તિદાતા * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૯ દેમચંદ્રાચાર્ય * શ્રી મોહનલાલજી મહારાજ * વંદનીય હૃદયસ્પર્શ * શેઠ મોતીશાહ * પ્રભાવ કવિરો, ભાગ ૧ થી ૬ % બેરરથી બ્રિગેડિયર * તિવિહાણ વંદામિ જ પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર * એવરેસ્ટનું આરોહણ પ્રદેશ જય વિજયના * રાણ ૬ ૫ર તીર્થ - પાસપોર્ટની પાંખે -- ભાગ-૧ * ઉત્ત- ધવની શોધ સફર - પાસપૉર્ટની પાંખ -- ઉત્તરાલેખન ભાગ-૨ * ન્યૂઝીલ ૯ પાસપૉર્ટની પાંખે -- ભાગ-૩ * ઑસ્ટ્રેલિયા નિબંધ * સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫ અભિચિંતના સાહિત્ય-વિવેચન - ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) * નરસિહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ૪૯ સમયસુંદર * બુંગા શુમિ * પડિલેહા * ક્રિતિકા. * ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય * નળ-દમયંતીની કથાનો વિકાસ ૪ ગુર્જર ફાગુ સાહિત્ય સંશોધન સંપાદન * નલ કવદંતી રાસ (સમસુંદરત). એક જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિ કૃત). - મૃગાવતીચરિત્ર ચોપાઇ (સમયસુંદરકૃત) – નલ વદની પ્રબંધ (ગુણવિનયકૃત) * થાવસ્થાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) * નલરાય દવદંતી ચરિત્ર (ષિવર્ધનસૂરિ કૃત) * Page #8 -------------------------------------------------------------------------- ________________ * * * ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) * બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકત અને ક્ષમા કલ્યાણકૃત) * નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખર કૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન * જૈન ધર્મ (છઠુઠી આવૃત્તિ) * જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) * જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) * બૌદ્ધ ધર્મ * જિનતત્ત્વ, ભાગ ૧ થી ૮ * નિર્નવવાદ કફ્યુશિયસનો નીતિધર્મ * તાઓ દર્શન * વીરપ્રભુનાં વચનો-ભાગ ૧-૨ જ અધ્યાત્મસાર, ભાગ ૧ ૨-૩ – અધ્યાત્મસાર - જ્ઞાનસાર * Buddhism – An Intorduction * JinaVachana * Shraman Bhagwan Mahavir & Jainismi સંક્ષેપ સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ જ રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી). » ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલહી) સંપાદન (અન્ય સાથે) * મનીષા જ શ્રેષ્ઠ નિબંધિકાઓ ઝલ શબ્દલો ક * ચિંતનયાત્રા * નીરાજના * અક્ષરા અ અવગાહન * જીવનદર્પણ * કવિતાલહરી સમયચિંતન ૪ તત્ત્વવિચાર અને અભિવંદના મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી » જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ * શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ ૯ શ્રીમદ યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ * એન. સી. સી. :: જૈન લગ્નવિધિ ડૉ. રમણલાલ ચી. શાહ – સાહિત્ય સૌરભ ગ્રંથ શ્રેણી ૯ ગ્રંથ-૧ – જૈન ધર્મદર્શન ૪ ગ્રંથ-૫ – પ્રવાસદર્શન * ગ્રંથ-૨ – જૈન આચારદર્શન * ગ્રંથ-૬ – સાંપ્રત સમાજદર્શન ૯ ગ્રંથ-૩ – ચરિત્ર દર્શન ગ્રંથ-૭ – શ્રત ઉપાસક * ગ્રંથ-૪ – સાહિત્યદર્શન ડી. રમણલાલ ચી. શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ભાગ ૬ ૧. અદત્તાદાન વિરમણ ૨. અવધિજ્ઞાન ૩. સિદ્ધ પરમાત્મા ભાગ ૭ ૮૧ ૧૦૨ ૧ ૧ ૧ ૧૨૯ ૪. વિનય આર્જવ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ઇરિયાવહી (ઐર્યાપથિકી) જૈન દર્શનમાં કાળની વિભાવના ૯. તા ૨૧માં સૂર – આચાર્યપદનો આદર્શ ૧૦. દસમો ગ્રહ પરિગ્રહ ૧ ૧. નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૮. ૧ ૪૧ ૧ ૫) ૧૭૦ ૧૮૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૮ ૧૨. નમો લોએ સવ્વસાહૂણં ૧૩. નિર્ગોદ ૧૪. અગિયાર ઉપાસક ૧૫. પુદ્ગલ પરાવર્ત ૧૬. લેશ્યા ૧૭. અનર્થદંડ વિરમણ -- ભાગ ૯ ૧૮. જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૧૯. माणं मद्दवया जिणे । અમદાન ૨૦. ૨૧. ૨૨. મારી મમફ સંસારે પ્રતિમાઓ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વષ્ટિ આશાતના અને અંતરાય ૨૩. ૨૪. સાધર્મિક વાત્સલ્ય ૨૫. યાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ ‘આચારાંગ’ વિશે અભિનવ પ્રકાશન ૨૬. ૨૦૦ ૨૧૮ ૨૩૨. ૨૪૯ ૨૬૪ ૨૮૫ ૩૦૧ ૩૦૮ ૩૧૬ ૩૨૪ 333 ૩૩૯ ૩૪૫ ૩૫૫ ૩૫૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ જૈન ધર્મમાં સંયમની આરાધના માટે, સમ્યફ આચાર માટે સાધુઓનાં પાંચ મહાવ્રત બતાવવામાં આવ્યાં છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચ મહાવ્રત ગૃહસ્થોએ અમુક અંશે પાળવાનાં હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. આ પાંચ વ્રતમાં ત્રીજું વ્રત છે અસ્તેય વ્રત અથવા અદત્તાદાન-વિરમણ વ્રત. સ્થૂલ ચોરી ન કરવી એટલી જ વાત નથી. ન આપેલું ગ્રહણ ન કરવું ત્યાં સુધી આ વ્રતના વિષયને વિસ્તારવામાં આવ્યો છે અને એની સૂક્ષ્મ ભાવનાને તો એથી પણ વધુ ઊંચે લઈ જવામાં આવી છે. વત્તાવાને તેયમ્ | – અદત્તાદાન એટલે ચોરી એવી સામાન્ય વ્યાખ્યા આપવામાં આવે છે, પરંતુ એમાં એથી વિશેષ અર્થ રહેલો છે. “સર્વાર્થસિદ્ધિમાં કહ્યું છે : यत्र संक्लेशपरिणामेन प्रवृत्तिस्तत्रस्तेयं भवति, बाह्यवस्तुनो ग्रहणे चाग्रहणे ૨ | બાહ્ય સ્થૂલ વસ્તુનું ગ્રહણ હોય કે ન હોય, પરંતુ જ્યાં સંકલેશ પરિણામની પ્રવૃત્તિ થતી હોય તે ચોરી છે. આમ, અસ્તેય કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દમાં વધારે વ્યાપક, ગહન અને સૂક્ષ્મ અર્થ રહેલો છે. દત્ત એટલે આપેલું. અદત્ત એટલે કોઈએ નહીં આપેલું. આદાન એટલે ગ્રહણ કરવું. વિરમણ એટલે અટકવું. આમ, કોઈએ પોતાને નહીં આપેલી એવી વસ્તુનું ગ્રહણ ન કરવું એટલે અદત્તાદાન વિરમણ. વ્રત તરીકે “અચૌર્ય” કે “અસ્તેય' શબ્દ કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દ વધારે ગંભીર અને ગૌરવવાળો છે અને સાધકને માટે તો એ જ શબ્દ વધુ ઉચિત છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ અદત્તાદાન અથવા ચોરી માટે “પ્રશ્ન વ્યાકરણ'માં જુદા જુદા સમાન્તર અર્થ કે ભાવવાળા પ્રાકૃત શબ્દો આપ્યા છે. જેમ કે, ચોરિકર્ક (ચોરી), પરહર્ડ (બીજાની વસ્તુ ભોળવીને ચાલાકીથી પડાવી લેવી), કૂરિક (નિર્દય બનીને, ધમકી આપીને છીનવી લેવું), પરલાભ (મહેનત કર્યા વિના બીજાનો લાભ ઉઠાવવો), અસંક્રમ (બીજાની વસ્તુ લેવામાં સંયમરહિત બનવું), લોલિક (બીજાની આકર્ષક વસ્તુ જોઈ તે મેળવી લેવા લાલચુ બનવું), અવહાર (દુષ્ટતા, અવિનય કે ઉદ્ધતાઈથી બીજાની વસ્તુ પડાવી લેવી) હત્થલધુત્તર્ણ (બીજાને ન દેખાય એ રીતે હાથની લાઘવતાથી કામ પતાવી લેવું જેમ કે, ખિસ્સાકાતરુઓ કરે છે તેમ), અપચ્ચઓ (વિશ્વાસઘાત કરવો), કુલમસી (પોતાના કુટુંબને કલંક લગાડનારું કામ) વગેરે. માણસ સ્વભાવથી ચોર નથી, માટે ચોરી ન કરવાની બાબતને વ્રતનું સ્વરૂપ આપવાની જરૂર નથી એવી દલીલ કોઈ કરે તો તે નિરર્થક છે. આ વતની જે સૂક્ષ્મ મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે તેનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો લાગ્યા વગર રહેશે નહીં કે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, સામાજિક દૃષ્ટિએ પણ આ વ્રતની ભાવના મનુષ્યજીવન માટે ઘણી ઉપકારક છે. અદત્તાદાન વિરમણ વ્રત પાંચ મહાવ્રતમાં બરાબર મધ્યમાં આવે છે. પહેલાં બે વ્રતના પોષણ અર્થે જ આ ત્રીજું વ્રત પણ બતાવવામાં આવ્યું છે. અહિંસા અને સત્ય સાથે અસ્તેય વ્રત ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. પહેલાં બે વ્રતનું કે બેમાંથી કોઈ એકનું બરાબર પાલન કરી ન શકનાર વ્યક્તિ આ ત્રીજું વ્રત પણ બરાબર પાળી ન શકે. આ ત્રીજા વ્રતનું પાલન કરનાર પહેલાં બે વ્રતમાં દૃઢ રહી શકે છે. વળી જેઓ આ ત્રીજું વ્રત સ્થળ અને સૂક્ષ્મ દૃષ્ટિએ બરાબર પાળે છે તેઓને માટે ચોથા અને પાંચમા વ્રતનું પાલન સરળ બની જાય છે. પાંચ મહાવ્રતોમાં અસ્તેય વ્રતને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે તે સકારણ છે એમ વિવિધ દૃષ્ટિબિંદુથી જોતાં જણાશે. વ્રતભંગ કરનાર લોકોની સંખ્યાના પ્રમાણની દૃષ્ટિએ જોઈએ તો પણ તે યોગ્ય જણાશે. દુનિયામાં અપરિગ્રહ વ્રતનો ભંગ કરનાર માણસો કરતાં બ્રહ્મચર્ય અથવા સ્વદારાસંતોષના વ્રતનો ભંગ કરનાર લોકો વધુ હશે. એથી વધુ લોકો અસ્તેય વ્રતનો ભંગ કરનાર, એથી વધુ અસત્ય બોલનાર અને એથી વધુ સ્કૂલ-સૂક્ષ્મ હિંસા કરનાર લોકો હશે. Page #13 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ ૩ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચાર ગતિના જીવોમાંથી ચોરીની સૌથી વધુ શક્યતા મનુષ્યભવમાં જ છે. મનુષ્યભવમાં જ જેમ એક ત૨ફ જીવને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્તમોત્તમ આરાધના કરી મોક્ષગતિ પ્રાપ્ત ક૨વાની શક્યતા રહેલી છે, તેમ બીજી બાજુ ગરીબી, બેકારી, વેર લેવાની વૃત્તિ વગેરે તથા રાગદ્વેષથી પ્રેરાઈને ચોરીનું ભારેમાં ભારે દુષ્કર્મ ક૨વાની શક્યતા રહેલી છે. મનુષ્યનું કુટિલ ચિત્ત અણહકનું મેળવવાના અનેક રસ્તા શોધી કાઢે છે અને તે મેળવીને તેમાં રાચે છે. જેમ જમાનો આગળ વધતો જાય તેમ તેમ ચોરી કરવાના નવા નવા પ્રકારો, નવા નવા પ્રયોગો, યુક્તિ-પ્રયુક્તિઓ વગેરે શોધાતાં રહે છે. આવાં કામોમાં પણ મનુષ્યનું ફળદ્રુપ ભેજું વિવિધ રીતે કામ કરવા લાગે છે. અત્યારે દુનિયાભરમાં વૈજ્ઞાનિક પ્રગતિને કારણે ઇલેક્ટ્રોનિક સાધનો અમલમાં આવ્યાં છે. કૉમ્પ્યૂટરે દુનિયાભરમાં ઘણી મોટી ક્રાંતિ આણી છે અને ઘણાં બધાં કામો સ૨ળ બનાવી દીધાં છે. બીજી બાજુ કૉમ્પ્યૂટ૨ને કારણે દુનિયાના પ્રગતિશીલ સમૃદ્ધ દેશોમાં પણ માહિતીની ચોરી ઘણી વધી ગઈ છે. બૅન્કોનાં ખાતાંઓમાંથી ઉઠાંતરી કરવાના કિસ્સા પણ ઘણા વધી ગયા છે. Electronic Fraud એ આધુનિક જગતનો અદત્તાદાનરૂપી એક મોટો રોગ છે. ચોરીનો વિષય ઘણો વિશાળ છે. એના પ્રકારો અનેક છે અને વખતોવખત નવા નવા શોધાતા જાય છે. ચોરી વિનાનો માનવજાતનો ઇતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધાં જ માણસો ધનવાન, સુખી અને સાધનસંપન્ન હોય તો પણ દુનિયામાંથી ચોરી નિર્મૂળ ન થઈ શકે, કારણ કે અનાદિકાળના એ સંસ્કાર છે. આ તો સ્કૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી. જ્યાં સુધી મોહ, લોભ જેવા કષાયો છે, ચીજવસ્તુઓ માટેની આસક્તિ છે, સંગ્રહવૃત્તિ છે, ત્યાં સુધી ચોરી રહેવાની. રાજ્યો દ્વારા સજા થવાના ભયને લીધે, અને ચોકી-પહેરાને લીધે ઘણી ચોરી અટકે છે. વળી માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતાં અટકાવ્યા છે. માનવજાત ઉપર આ રીતે તાળાનો ઉપકાર ઘણો મોટો છે. બીજી બાજુ તાળું એ માનવજાતનું કલંક છે, કારણ કે તે અવિશ્વાસનું પ્રતીક છે. ચોરી કરવાનાં જે કેટલાંક કારણો છે તેમાંનું એક મુખ્ય કારણ છે લોભ. લોભી માણસ ક્યારે ચોરી કરશે તે કહી શકાય નહીં. ભગવાન મહાવીરે Page #14 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે : रुवे अतित्ते परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुट्ठि । अतुट्टिदोसेण दही परंस्स । लोभाविले आययई अदत्तं ।। મિનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું ન દીધેલું પણ ગ્રહણ કરે છે.] तम्हाभिभूयस्स अदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्ढई लोभदोषा तत्थावि दुक्खा न विमुच्चई से ।। તૃિષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભથી આકર્ષાઈને માયા અને અસત્યના દોષોને વધારી મૂકે છે, છતાં તે દુ:ખથી છૂટી શકતો નથી.] मोसस्स पच्छा य परत्थओ च पओगकाले य दुही दुरंते । एयं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ।। [ જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે તેમજ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનારો હંમેશાં અસહાય અને દુઃખથી પીડિત રહે છે. કેટલાક સાધારણ સ્થિતિના માણસોને કોઈ વાડીમાંથી, મંદિરમાંથી કે કોઈ સંસ્થામાંથી શ્રીફળ, સોપારી, પેંડા, લાડુ, ફળ-ફળાદિ મફત મળતાં હોય તો પછી એવું મફત મેળવવાની તેમને આદત પડી જાય છે. એવી વસ્તુ માટે પછી નાણાં ખર્ચવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને ગમતું નથી. એમ કરતાં કરતાં એમનામાં પણ એવી નાનીનાની ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવ પડી જાય છે. એટલા માટે પોતાને કોઈ વસ્તુ હકપૂર્વક મફત મળતી હોય તો પણ એવી વસ્તુ દીર્ઘકાળ સુધી મફત મેળવવી ન જોઈએ કે જેથી એના ખોટા સંસ્કાર પોતાના જીવનમાં ઊંડા ઊતરે. Page #15 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ માત્ર ગરીબ લોકો જ ચોરી કરે છે એવું નથી, શ્રીમંતો પણ ચોરી કરે છે. શ્રીમંતો એમના પ્રકારની વેપાર-ધંધામાં ચોરી કરે છે. કેટલીક વાર વ્યવહારમાં ચોરીના નામને પાત્ર ન ગણાય એવી અથવા રાજ્યના કાયદા દ્વારા સજા ન થાય એવી તેઓની ચોરી હોંશિયારી, આવડત, કુનેહમાં ખપાવવામાં આવે છે. નાનીનાની ચીજવસ્તુઓની શ્રીમંતો કે સાધનસંપન્ન સુખી લોકો દ્વારા જે ચોરી થાય છે એનો તો વળી વિષય જ જુદો છે. ચોરી એ ગુનો છે એવા ભયથી ઘણા અટકે છે. પરંતુ કેટલાકને નાનપણથી કે મોટી વયે વારંવાર ચોરી કરવાનું મન થાય છે. વખત જતાં ચોરી એમને માટે વ્યસનરૂપ બની જાય છે. અને એથી આગળ જતાં ચોરી એમને માટે માનસિક રોગ બની જાય છે. આવા રોગને “કલેપ્ટોમેનિયા' (Kleptomania) કહે છે. આવી નાનીનાની ચોરી પુરુષો કરતાં મહિલાઓ વધારે કરે છે. નાનીનાની ચોરી કરવામાં એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહીં પણ અશુદ્ધ, વિકૃત પ્રકારનો હોય છે. વખત જતાં એ એક પ્રકારની ગ્રંથિરૂપે બંધાઈ જાય છે. એથી પોતે જ્યાં સુધી ચોરી ન કરે ત્યાં સુધી ચેન પડતું નથી. આવી ગ્રંથિમાંથી સહેલાઈથી છૂટાતું નથી. નાની મનગમતી વસ્તુ સંતાડીને લઈ લેવી એ તેમની કુદરતી ટેવ બની જાય છે. શ્રીમંતોને એવી કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી, પરંતુ કંઈક ચોરીને મફત મેળવ્યાનો હલકી કોટિનો આનંદ તેમને માટે જુદો જ હોય છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટોરમાં Shop-Liftingના બનાવો વારંવાર બનતા હોય છે. એમાં પકડાઈ જનાર વ્યક્તિઓ એકંદરે સુખી ઘરની હોય છે. છેતરપિંડીની કલામાં વાણિયા લોકો જૂના વખતથી જાણીતા છે. મીઠું મીઠું બોલવું, વધારે કહીને ઓછું આપવું, તક સાધીને બીજાને શીશામાં ઉતારી દેવો વગેરે પ્રકારની આવડત વણિક લોકોને ઘણી હોય છે. વાણિયાના લોહીમાં જ આ વસ્તુ ઊતરી આવે છે. એથી જ વાણિયાની “લુચ્ચા' તરીકેની છાપ જમાનાજૂની છે. કવિઓએ પણ વણિકનાં શબ્દચિત્રો જૂના વખતમાં દોર્યા છે. જેમ કે : लौल्येन किंचित्कलया य किंचित् । मापेन किंचित्तुलया च किंचित् ।। किंचिच्च किंचिच्च समाहरंति । प्रत्यक्ष चोरा वणिजा भवंति ।। Page #16 -------------------------------------------------------------------------- ________________ જિનતત્વ કેિટલુંક લટકાં-મટકાં કરીને, કેટલુંક કલા વડે (એટલે બીજાને ન દેખાય એવી કુશળતાથી), કેટલુંક માપમાં ઘાલમેલ કરીને, કેટલુંક તોલમાં વધઘટ કરીને, એમ વણિક કંઈક કંઈક હરણ કરી લે છે. માટે વણિક પ્રત્યક્ષ ચોર છે એમ જ સમજવું આવો જ બીજો એક શ્લોક પણ છે : अधीते यत्किचित्तदपि मुषितं ग्राहकजनं । मृदु ब्रूते यद्धा तदपि विवशीकत्तुमपरं ।। प्रदत्ते यत्किचित्तदपि समुपादातुमधिकं । प्रपंचोयं वृत्तेरहह गहनं कोऽपि वणिजां ।। [વણિક જે કંઈ કહે તે ગ્રાહકને છેતરવા માટે જ હોય છે. વણિક મીઠું મીઠું બોલે તે પણ ગ્રાહકને વશ કરવા માટે જ હોય છે. વળી ગ્રાહકને જો થોડું કંઈક મફત આપે તે તેનો વધારે ભાવ લેવા માટે જ છે એમ જાણવું. આમ, વણિકના વેપારનો પ્રપંચ ખરેખર ઘણો ઊંડો હોય છે.] આમ, વેપારધંધામાં જેમ વણિક લોકો કુશળ ગણાય છે તેમ છેતરપિંડીની બાબતમાં પણ વાણિયા લોકોની શાખ જૂના વખતથી જ બગડેલી છે. આપણામાં જેમ વાણિયા લોકો તેમ દુનિયાના જુદા જુદા દેશોમાં પ્રજાના અમુક વર્ગના લોકો વેપારધંધામાં લુચ્ચાં અને અપ્રમાણિક ગણાતા હોય છે. જેઓ છેતરપિંડી કરે છે તેઓ બીજાને દુ:ખ પહોંચાડે છે. જેનું ધન ચોરાઈ જાય છે તે આપત્તિમાં આવી પડે છે. આવી રીતે બહુ દુ:ખી થયેલો માણસ ક્યારેક આપઘાત કરી બેસે છે. અદત્તના ચાર મુખ્ય પ્રકારો આગમોમાં બતાવવામાં આવ્યા છે. પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે : सामी - जीवादत्तं तित्थयरेणं तहेव य गुरुहिं । वमदत्तसरुवं परुवियं आगमधरेहिं ।। (સ્વામી-અદત્ત, જીવ-અદત્ત, દેવ-અદત્ત અને ગુરુ-અદત્ત-ચોરીનાં આ ચાર સ્વરૂપ આગમધર જ્ઞાનીઓએ બતાવ્યાં છે.). ૧. સ્વામી અદત્ત – જેની માલિકીની જે વસ્તુ હોય તે તેના આપ્યા વગર લેવી તે સ્વામી અદત્ત છે. મોટી વસ્તુઓની બાબતની દષ્ટિએ આ ચોરી છે. પરંતુ નાની નાની ચીજવસ્તુઓ પણ તેના માલિકની રજા વગર ન લેવી જોઈએ. સાધુઓએ પણ ઉપાશ્રય કે મકાનનો ઉપયોગ તેના સંઘની, ટ્રસ્ટની કે Page #17 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ માલિકની રજા લીધા વિના ન કરવો જોઈએ. ૨. જીવ અદત્ત - જીવ અદત્ત એટલે જીવે પોતે નહીં આપેલું. જે વસ્તુમાં જીવ હોય તે વસ્તુ ગ્રહણ કરવી તે જીવ અદત્ત. આ ખાસ કરીને મુનિભગવંતોને લાગુ પડે છે, કેમ કે સચિત્ત વસ્તુનો ત્યાગ તેઓએ કરવાનો હોય છે. કોઈ જીવની હત્યા કરવામાં આવે તો તેમાં હિંસા ઉપરાંત જીવ અદત્તનો દોષ લાગે. ૩. તીર્થકર અદત્ત - એટલે તીર્થકરોએ ન આપેલું એવું ગ્રહણ કરવું તે. વસ્તુત: તીર્થંકર પરમાત્માઓ મોક્ષમાં બિરાજમાન છે અને મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન હોય તો પણ તેઓને કશું આપવા લેવાનો વ્યવહાર રહેતો નથી એટલે અહીં “તીર્થકર અદત્ત” શબ્દ લક્ષણાથી લેવાનો છે અને તેનો મર્મ એ છે કે તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી વિપરીત કાર્ય કરવામાં “તીર્થકર અદત્ત'નો દોષ લાગે છે. ૪. ગુરુ અદત્ત- ગુરુએ ન આપેલી એવી વસ્તુ ગ્રહણ કરવી તે ગુરુ અદત્ત કહેવાય. મુનિઓને પોતાના પંચમહાવ્રતધારી ગુરુએ ગોચરી, ઉપકરણો વગેરેની બાબતમાં જે ન આપ્યું હોય તે ન લેવું એ દોષમાંથી સ્થૂળ વ્યવહારની દૃષ્ટિએ બચવાનું છે. પરંતુ વિશેષાર્થ તરીકે તો મુનિઓએ તેમજ ગૃહસ્થોએ પોતાના પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતોની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ ગુરુ અદત્તનો દોષ ગણાય છે. એવા દોષથી બચવું જોઈએ. ચોરીના પ્રકારોનું જૈન પારિભાષિક પદ્ધતિએ એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ૧. દ્રવ્ય ચોરી – દ્રવ્ય એટલે સ્થૂલ પદાર્થ, દ્રવ્ય ચોરી એટલે રોકડ નાણાં, ઘરેણાં, ચીજ-વસ્તુઓની ચોરી કરવી તે. એમાં ખોટાં તોલમાપથી, ભેળસેળથી, ખોટાં બિલ બનાવી, હિસાબમાં ઘાલમેલ કરી કે ખાનગીમાં પોતાનું કમિશન રખાવી કે સરકારી કરવેરા ન ભરી કે ખોટી રીતે ઓછા ભરી જે નાણાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ થાય છે તે પણ દ્રવ્ય ચોરી છે. ૨. ક્ષેત્ર ચોરી – એટલે જમીન, ખેતર વગેરેના વેચાણમાં અપ્રામાણિકતા આચરવી, કોઈની જમીન દબાવી લેવી, નધણિયાતી જમીન પચાવી પાડવી વગેરે ક્ષેત્ર ચોરી તરીકે ગણાય. તદુપરાંત ગ્રામ, નગર, વન, ઉદ્યાન વગેરેમાં રહીને ચોરી કરવી તે પણ ક્ષેત્ર ચોરી તરીકે ઓળખાય છે. ૩. કાલ ચોરી – એટલે નિશ્ચિત કાલે, દિવસે કે રાત્રે ચોરી કરવી તે કાલ Page #18 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ચોરી. તદુપરાંત નિયમ કરતાં ઓછા કલાક કામ કરવું, નોકર પાસે વધારે કલાક કામ કરાવી લેવું, જાણી જોઈને કામ વિલંબમાં નાખી દેવું, પગારનાં, બિલનાં કે બીજા નાણાં ચૂકવવાનાં હોય તેના કરતાં મોડાં ચૂકવવાં, વ્યાજ ગણતી વખતે અમુક દિવસો કાપી લેવા કે દિવસોના ખોટા આંકડા બતાવવા ઇત્યાદિ પ્રકારે પોતાના હક કરતાં વધુ ધનપ્રાપ્તિ કરી લેવી તે કાલ ચોરી છે. ૪. ભાવ ચોરી – ચોરી કરવાની શક્યતા ન હોય છતાં મનમાં ચોરી કરવાના ભાવનું સેવન કરવું તે ભાવ ચોરી. વળી બીજાના ભાવ કે વિચારને પોતાના તરીકે બતાવવાની વૃત્તિ કવિ, લેખકોને કેટલીક વાર થાય છે. આ પ્રકારની ઉઠાંતરી તે પણ ભાવ ચોરી છે. વાક્ય કે ગાથાનો જાણી જોઈને જુદો અર્થ કરવો તે પણ ભાવ ચોરી છે. ચોરીના પ્રકાર નીચે પ્રમાણે પણ બતાવવામાં આવે છે : (૧) અચિત્તની ચોરી અને (૨) સચિત્તની ચોરી ૧. અચિત્તની ચોરી – એટલે નિર્જીવ ચીજવસ્તુઓની ચોરી. ધન, ઘરેણાં, કિંમતી ચીજવસ્તુઓ, સાધનો, ઉપકરણો, ચિત્રો, ગ્રંથો વગેરેની ચોરી તે અચિત્તની ચોરી છે. કેટલીક ચોરી નિર્ધન માણસો દ્વારા પોતાની આજીવિકા માટે થાય છે. કેટલીક દુર્લભ વસ્તુઓની ચોરી અછતના વખતમાં થાય છે. કેટલીક આકર્ષક વસ્તુઓની ચોરી માત્ર લાલસા કે વાસનાથી પ્રેરાઈને કરાય છે. ઘરેણાં વગેરેની ચોરી સાધનસંપન્ન મહિલાઓ દ્વારા જ્યારે થાય છે ત્યારે તે આવા આશયથી થાય છે. કેટલીક કલાકૃતિઓની ચોરી તેના સંગ્રહકારો કે તેના દલાલો દ્વારા થતી હોય છે. અચિત્તની ચોરીનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. ૨. સચિત્તની ચોરી - સચિત્તની ચોરી એટલે જીવની ચોરી. પ્રાણીઓની ચોરીમાં પાળેલાં ગાય, ભેંસ, ઘેટાં, બકરી, કૂતરાં, બિલાડી વગેરેને ઉપાડી જવાની અને એના પૈસા ઉપજાવવાની ઘટનાઓ દુનિયામાં બધે જ બને છે. પશુ-પંખીઓની દાણચોરીની ઘટના પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધી ગઈ છે. પાળેલી ગાયો કે ભેંસોને ઉપાડી જઈ તેના શિંગડાંને રસાયણ લગાડી ગરમ કરી એના આકાર બદલી નાખવામાં આવે છે કે જેથી તે ઓળખી ન શકાય. દાસ, નોકર, ચાકર, રસોઈયા, મુનીમ વગેરેને વધુ લાલચ આપી લઈ જવાના બનાવો બને છે. કોઈકની પત્નીને ઉઠાવી જવાની ઘટનાઓ પણ પ્રાગૈતિહાસિક કાળથી જાણીતી છે. સીતાહરણ, ઓખાહરણ, રૂકિમણીહરણ, સંયુક્તાહરણ જેવી ઘટનાઓ સુપ્રસિદ્ધ છે. પુરુષોને ઉપાડી જવાની ઘટનાઓ પણ બને છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ શિષ્યોની ચોરી ધર્મના ક્ષેત્રે જાણીતી છે. આમ, સચિત્તની ચોરીનું ક્ષેત્ર પણ ઘણું મોટું છે. સ્થૂલ મોટી ચોરીના મુખ્ય પાંચ પ્રકાર બતાવતાં શ્રાવક પ્રતિક્રમણમાં કહ્યું છે : अदिन्नादाणं पंचविहे पण्णत्तं तं जहा-खत्तनणणं, गंठिभेयणं, जंतुग्धाडणं, पडियवत्थूहरणं, ससामियवत्थूहरणं । અદિન્નાદાન એટલે કે ચોરીના પાંચ પ્રકાર છે. (૧) ખર-ખણણ (૨) ગંઠિભેયણ (૩) જંતુષ્પાડણ (૪) પડિયવસ્થૂહરણ અને (૫) સસામિયવયૂહરણ. ૧. ખત્તખણણ – એટલે ખાતર પાડવું. જૂના વખતમાં આ પ્રકારની ઘટના વિશેષ બનતી. જ્યારે ઇલેક્ટ્રિક દીવાબત્તી હતાં નહીં, ત્યારે અંધારાનો લાભ લઈ રાત્રિ દરમિયાન ચોર લોકો ઘરની પાછળની ભીંતમાં બાકોરું પાડી, ઘરમાં ઘૂસીને ચોરી કરી જતા. અંધકાર, અમાસની રાત્રિ એ ચોરને માટે આશીર્વાદરૂપ ગણાતી. આ પ્રકારની ચોરીને “ખાતર પાડવું કહેવાય છે. એવી ચોરીનું પ્રમાણ હવે નહીંવત્ રહ્યું છે, પરંતુ ઘરનાં બારણાં તોડીને, ઉઘાડીને ચોરી કરવાની ઘટના હજુ બન્યા કરે છે. ૨. ગંઠિભેયણ – ગાંઠ છોડીને અંદરથી વસ્તુ કાઢી લેવી. જૂના વખતમાં જ્યારે તાળાં નહોતાં અથવા ઓછાં હતાં ત્યારે લોકો પોટલી, પોટલાં, ગાંસડી વગેરે કરતા અને ઉપર ગાંઠ મજબૂત મારતા. એવી ગઠરી છોડીને એમાંથી વસ્તુઓ ચોરી લેવાના કિસ્સા બનતા. વર્તમાન સમયમાં પણ બેગ કે પેટી ખોલીને તેમાંથી ચોરી કરી લેવાના કિસ્સા બને છે. ૩. જંતુગ્ધાડાં – એટલે યંત્ર ઉઘાડવું, તાળું તોડવું. જૂના વખતમાં યંત્રના પ્રકારની રચનાઓ માણસો પોતાનાં ઘર-દુકાનમાં કરાવતા. એને સંચ કહેતા. એવી ગુપ્ત રચના ક્યાં છે તેની બીજાને ખબર ન પડતી અને ખબર પડે તો તે કેમ ઉઘાડવું તે આવડે નહીં. એવી રચનાઓ પણ હોશિયાર ચોર ઉધાડતા. એવા સંચ હવે બહુ રહ્યાં નહીં. તાળાં-તિજોરી આવ્યાં. તે પણ ઉઘાડીને ચોરી કરી લેનાર માણસો દુનિયામાં ઓછા નથી. ૪. પડિયવસ્થૂહરણ – એટલે કોઈની પડી ગયેલી વસ્તુ ઉઠાવી લેવી. માણસનો ચોરી કરવાનો સ્પષ્ટ આશય ન હોય અથવા પોતે ચોરી કરવા નીકળ્યો ન હોય, પણ કોઈ જગ્યાએ કોઈની કિંમતી ચીજવસ્તુ પડી ગઈ હોય Page #20 -------------------------------------------------------------------------- ________________ જિનતત્વ તો તે ઉઠાવી લઈને પોતાના ખિસ્સામાં મૂકી દેવાની ઇચ્છા ઉપર કાબૂ રાખવાનું સરળ નથી. સારા સંસ્કાર હોય તો જ આવી ઇચ્છા ન થાય. ૫. સસામિયવયૂહરણ –– એટલે કે કોઈ ચીજવસ્તુ તેના સ્વામીની પાસે હોય અથવા એના સ્વામીની ત્યાં ઉપસ્થિતિ હોય, તેવે વખતે એવી વસ્તુ છીનવી લઈને કે ઉપાડી લઈને ભાગી જવું તે ઉઘાડી ચોરી અથવા લૂંટ છે. ચોરીનો આ પણ એક પ્રકાર છે. અહીં આ જે પાંચ પ્રકાર બતાવ્યા છે તે એવાં ગંભીર છે કે જે રાજ્યની દૃષ્ટિએ અપરાધરૂપ છે, ગુનો છે અને તે સજાને પાત્ર છે. આ સ્થૂલ મોટી ચોરી તે અદત્તાદાન વિરમણ વ્રતના ભંગરૂપ છે. મોટી ચોરીના આ પાંચ પ્રકાર ઉપરાંત દેશકાળ અનુસાર બીજા પણ પ્રકારો હોઈ શકે છે. રાજ્યના કાયદાની દૃષ્ટિએ સજાપાત્ર હોય એવી ચોરીના અન્ય પ્રકારો પણ આમાં ઉમેરી શકાય. ચોરીના આ ગંભીર પ્રકારો ઉપરાંત એથી થોડા ઓછા ગંભીર પ્રકારો છે જે વ્રતને દૂષણ લગાડવા બરાબર છે. એની ગણના અતિચારમાં કરવામાં આવે છે. અસ્તેયવ્રતના પાંચ અતિચાર બતાવતાં ‘તત્ત્વાર્થસૂત્ર'માં કહ્યું છે : स्तेनप्रयोग तदाहृतादान -विरुद्धराज्यातिक्रम हीनाधिकमानोन्मान --- प्रतिरूपक વ્યવહાર : | (૧) સ્તન પ્રયોગ (૨) તદાઢતાદાન (૩) વિરુદ્ધ રાજ્યોતિક્રમ (૪) હીનાધિકમાનોન્માન અને (૫) પ્રતિરૂપક એ અસ્તેય વ્રતના અતિચાર છે. અનાચાર કરતાં અતિચારમાં દોષની માત્રા થોડી ઓછી હોય છે. જોકે અસ્તેય વ્રતના અતિચાર એવા છે કે તેનું આચરણ કરનાર ક્યારે મર્યાદાનો ભંગ કરીને અનાચાર આચરશે તે કહી શકાય નહીં. ૧. સ્તન પ્રયોગ – એટલે ચોરને ચોરી કરવાના પ્રયોગો બતાવે, તેને હિંમત આપે, ઉત્તેજન આપે, તેને હથિયાર, ચીજવસ્તુઓ, અન્ન, વરત્ર, આશ્રય વગેરે પૂરાં પાડે. ૨. તદાહતાદાન – એટલે ચોર ચોરી કરીને જે માલ લાવ્યો હોય તે લેવો. એ તો કુદરતી જ છે કે ચોરીનો માલ સસ્તો મળે, કારણ કે ચોરને થોડી મહેનતે-થોડા જોખમે ઘણી કિંમતી વસ્તુઓ મળી જાય છે. વળી પકડાઈ જવાની બીકે ચોરને તે વસ્તુઓ વેચી દેવાની ઉતાવળ હોય છે. એકંદરે ચોરીના માલ માટે ચોર લોકો બજારની વધઘટની બહુ રાહ ન જુએ કે માલને વધુ વખત પકડી ન રાખે. આથી ચોરીનો માલ બજારભાવ કરતાં ઘણો સસ્તો મળે. એથી Page #21 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ એના વેચાણમાંથી નફો સારો મળે. કેટલાયે વેપારીઓને ચોરીના માલની લેવેચની ફાવટ આવી જાય છે. ૩. વિરુદ્ધરાજ્યાતિક્રમ – એટલે રાજ્યના કાયદાની વિરુદ્ધ કાર્ય કરીને કમાવું. આ એક ગંભીર પ્રકારની ચોરી છે અને ક્યારે તે અતિચારમાંથી અનાચારમાં પરિણમે અને સજાને પાત્ર થાય તે કહી શકાય નહીં. પોતાના જ રાજ્યમાં સરકારી કરવેરાની ચોરી કરવાની વૃત્તિ દુનિયાના બધા દેશોમાં ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળશે. બે રાષ્ટ્રો વચ્ચેના કાયદાઓનું ઉલ્લંઘન કરી દાણ (જકાત) ભર્યા વગર ચોરી કરવી તે દાણચોરી છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતાં સસ્તી-મોંઘી વસ્તુની ખાનગીમાં હેરાફેરી કરીને કમાવાની પ્રવૃત્તિ દુનિયાભરમાં ઘણી વધી ગઈ છે. ૪. હીનાધિકમાનોન્માન – તોલ અને માપમાં તે લેવાનાં જુદાં અને આપવાનાં જુદાં રાખીને એવી છેતરપિંડી કરીને કમાવાની લાલચને માણસ સહેલાઈથી જતી કરી શકતો નથી. તોલમાપમાં ઓછું આપી પોતે બરાબર આપે છે એવા ભ્રમમાં ઘરાકને રાખવાની કળા ઘણા વેપારીઓ કે ગુમાસ્તાઓ હસ્તગત કરી લે છે. ઘણા સુધરેલા સમૃદ્ધ દેશોમાં આ પ્રકારની ગેરરીતિ હવે અટકી ગઈ છે. પરંતુ અનાદિ કાળથી ચાલી આવેલી આવી ગેરરીતિ હજુ પણ પછાત ગરીબ દેશોમાં ચાલુ છે. જેઓ આવી રીતે કમાવાની વૃત્તિ રાખે છે તેની જાણ ઘરાકોને મોડીવહેલી થયા વગર રહેતી નથી અને એક વખત અવિશ્વાસ જન્મે એટલે સરવાળે એના વેપારને નુકસાન પહોંચે છે. આવી બાબતમાં પ્રામાણિકતા રાખી, પોતાની શાખ જન્માવી માણસ વધુ કમાઈ શકે છે. પ. પ્રતિરૂપક – એટલે તેના જેવી હલકી વસ્તુ ભેળવીને લાભ ઉઠાવવો. અનાજ, ઘી, દૂધ, તેલ, મરી-મસાલા, દવાઓ, રેતી-ચૂનો, સિમેન્ટ, પેટ્રોલ વગેરે પ્રત્યેક વસ્તુમાં બનાવટ થઈ શકે છે. માણસની બુદ્ધિ જ્યારે અવળે રસ્તે ચાલે છે અને દગો કરીને કમાઈ લેવાની વૃત્તિ જોર કરે છે ત્યારે ભેળસેળ કરવાનું એને મન થાય છે. “વંદિતુ સૂત્રમાં ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચાર વિશે નીચે પ્રમાણે ગાથા આપવામાં આવી છે : तेनाहडप्पओगे तप्पडिरूवे विरुद्ध गमणे अ । कूड तूल्ल कूडमाणे पडिक्कमे देसिअं सब्बं ।। (સ્તનાહ્યત, સ્તનપ્રયોગ, તતિરૂપ, વિરુદ્ધગમન, કૂટ તોલમાપ એ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિનતત્ત્વ પાંચ અતિચારનું હું પ્રતિક્રમણ કરું છું.) પ્રતિક્રમણમાં શ્રાવકો માટેના આ વ્રતના અતિચારો કેવા કેવા છે તે વર્ણવતાં કહ્યું છે : ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર. તેનાહડપ્પાઓગે ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી, ચોર-ઝાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યોતિક્રમ કીધો, નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં, ફૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યા, દાણચોરી કીધી, લુણહીને લેખે વરસ્યો, સાટે લાંચ લીધી, કુડો કરતો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી પારંગ કૂડાં કીધાં, દાંડી ચડાવી, લહકે-ત્રહકે, કૂડાંકાટલાં માન-માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણહીને દીધું, જુદી ગાંઠ કીધી, થાપણ ઓળવી, કુણહીને લેખે-પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી.” ચોરી કરનાર, ચોરી કરાવનાર અને ચોરી કરનારની અનુમોદના કરનાર એ ત્રણે અદત્તાદાન, ચૌર્યકર્મના દોષી છે. આ મુખ્ય ત્રણ પ્રકારનું વિગતવાર પૃથક્કરણ કરીને ચોરના નીચે પ્રમાણે પ્રકાર બતાવવામાં આવે છે. શાસ્ત્રકાર લખે છે : चौरश्चौरापको मंत्री भेदज्ञः काणकक्रयी । अन्नदः स्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः ।। ચોરના આ રીતે સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમ કે : (૧) ચોર – જે ચોરી કરે છે તે ચોર. (૨) ચૌરાપક – ચોરોની સાથે રહેનારો, ચોરને ચોરી માટે જરૂરી વસ્તુઓ લાવી આપનારો. (૩) મંત્રી – ચોરની સાથે મંત્રણા કરનાર. તેને રસ્તા અને યુક્તિપ્રયુક્તિ બતાવનાર, અમુક ચોરીમાં રહેલાં લાભાલાભ સમજાવનાર, ચોરને શુકન-અપશુકન કહેનાર, ચોરી કરવા માટે સંમતિ આપનાર, ઇત્યાદિ. (૪) ભેદજ્ઞ – ચોરી વિશે જરૂરી માહિતી મેળવી આપનારો. અમુક રસ્તામાં, અમુક ઘરમાં આજે કોઈ નથી. અમુક કબાટમાં ઘરેણાં છે. તેની ચાવી અમુક જગ્યાએ રહે છે. અમુક વખતે માલિક આવે છે અને અમુક વખતે બહાર જાય છે. આવી આવી ગુપ્ત માહિતી મેળવીને તે ચોરને જણાવનાર તે ભેદશ. Page #23 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ (૫) કાણકથી – આ ચોરીનો માલ છે એ જાણીને તે સસ્તા ભાવે લઈ લેનાર અને તે વેચીને નફો કમાનાર એટલે કે ચોરે ચોરેલી વસ્તુઓનો વેપારધંધો કરનાર. (૯) અન્નદ – ચોરને ખાવાનું આપનાર. (૭) સ્થાનદ – ચોરને પોતાને ઘરે આશ્રય આપનાર, ચોરને સંતાવા માટે કોઈ સ્થાને વ્યવસ્થા કરાવી આપનાર. જાતે ચોરી ન કરવી પણ વિવિધ હેતુ માટે વિવિધ રીતે ચોર લોકોની સાથે સંલગ્ન રહેનાર અને સહાય કરનાર માણસ પણ ચોર જેવો જ ગણાય. શ્રી અભયદેવસૂરિએ એવી જાતના ચોરના ૧૮ પ્રકાર જણાવ્યા છે. અદત્તાદાન વિરમણ વ્રતના જે અતિચારો છે તે અતિચારો પણ શ્રાવકે ત્યજવા જોઈએ. એ અતિચાર પણ પોતાનાથી ન થાય એવી સાવધાની રાખવા માટે ચોરીની જે અઢાર પ્રસૂતિઓ અથવા ચોરીની જનની ગણાવવામાં આવે છે, તેનું સેવન શ્રાવકે ન કરવું જોઈએ. ચોરીના આવા અઢાર પ્રકાર અથવા આ અઢાર પ્રસૂતિ તે નીચે પ્રમાણે છે : भलनं कुशलं तर्जा राजभोग्याऽवलोकनं । अमार्गदर्शनं राय्या पदभंगस्तथैव च ।। विश्रामपादपतनं चासनं गोपनं तथा । खंडस्य खादनं चैव तथान्य न्महाराजिकं ।। पट्यग्न्युदकरज्जूनां प्रदानं ज्ञानपूर्वकं । एताः प्रसूतयोज्ञेया अष्टादश मनीषिभिः ।। ૧. ભલન ૨. કુશલ ૩. તર્જા ૪. રાજભોગ ૫. અવલોકન ક અમાર્ગદર્શન ૭. શયા ૮. પદભંગ ૯. વિશ્રામ ૧૦. પાદપતન ૧૧. આસન ૧૨. ગોપન ૧૩. ખંડખાદન ૧૪. માહારાજિક ૧૫. પટ્ટી ૧૧. અગ્નિ ૧૭. ઉદક ૧૮. રજુ. ૧. ભલન – એટલે ચોરોની સાથે ભળી જવું. ચોરને કહે કે “તું ચિંતા કરીશ નહીં, હું તારી સાથે જ છું. તને કંઈ થાય તો હું બેઠો છું.' આવાં આવાં ગુપ્ત વચનથી ચોરને પ્રોત્સાહિત કરે અને બહારથી પોતે અજાણ હોય તેવો દિખાવ કરે. ૨. કુશલ – એટલે ચોરી કરનારને તેમની ક્ષેમ કુશળતા વિશે પૂછે, તેમનાં સુખદુ:ખની વાતથી પોતાને માહિતગાર રાખે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનતત્ત્વ ૩. તર્જા – એટલે હસ્તાદિકની ચેષ્ટા. આંગળીઓના અમુક પ્રકારના સંકેતો ચોરની સાથે નક્કી કરી વખત આવ્યે તેવા ઇશારાથી ચોરને માહિતગાર કરવા કે સાવધાન કરવા. ૪. રાજભોગ્ય – એટલે જે દ્રવ્યના ભોગનો અધિકાર રાજ્યનો હોય અર્થાત્ કરવેરારૂપ હોય તે ભાગ રાજ્યને ન આપવો. ચીજવસ્તુઓના સોદાઓમાં સરકારી કરવેરા બચાવવા માટે ભાવ ઓછા બતાવવા, માલ હલકો બતાવવો વગેરે પ્રકારની કરચોરી કરવી. (રાજભોગ્ય’ શબ્દને બદલે રાજભોગ” શબ્દ પણ પ્રયોજાય છે, પણ અર્થ એનો એ જ રહે છે.) ૫. અવલોકન – અવલોકન કરીને ચોરને ચોરી કરવાનાં ઠેકાણાં બતાવે. ચોરીના માલનું અવલોકન કરે એટલે કે એનું સાવચેતીપૂર્વક ધ્યાન કરે, ચોરને પણ ફસાવવાની દૃષ્ટિએ, તેનો ચોરેલો માલ મફતમાં પડાવી લેવા માટે સૂક્ષ્મ અવલોકન કરી યુક્તિ પ્રયુક્તિઓ વિચારે. ક. અમાર્ગદર્શન – ચોર ચોરી કરવા માટે જે દિશામાં ગયા હોય અથવા ચોરી કરીને જે માર્ગે ભાગી ગયા હોય તે વખતે પોતાને ખબર હોવા છતાં ચોરને પકડવા નીકળેલાને જાણીજોઈને અવળી દિશા બતાવવી. ૭. શય્યા – ચોર ચોરી કરીને રાતના વખતે આવ્યો હોય અથવા હજુ તેના ચોરી કરવાનો સમય ન થયો હોય ત્યાં સુધી તેને સૂવા માટે પોતાના ઘરમાં, દુકાનમાં, વખારમાં કારખાના વગેરેમાં, સગવડ કરી આપવી. ૮. પદભંગ – પદભંગ એટલે પગલાં ભૂંસવાં અથવા પગ ભાંગવો. ચોર ચોરી કરવા ગયો હોય અને ક્યાંકથી કૂદતાં પગ ભાંગી ગયો હોય અથવા પગે બહુ વાગ્યું હોય અને ચલાતું ન હોય ત્યારે તેને પોતાના મુકામે પહોંચાડવા માટે વાહન વગેરેની વ્યવસ્થા કરી આપવી. વળી, જૂના વખતમાં અને હજુ પણ નાનાં ગામડાંઓમાં ધૂળમાં ચોરના પગલાં પડ્યાં હોય અને સિપાઈઓ કે બીજા તે પગલાંને અનુસરી પગેરું શોધવાનો પ્રયત્ન કરે તે પહેલાં પોતે ચાલીને અથળા ગાય-ભેંસને ચલાવીને એ પગલાં ભૂંસવાનો પ્રયત્ન કરવો કે જેથી ચોર કયા માર્ગે ગયો છે તે પકડાય નહીં. ૯. વિશ્રામ – ચોર ચોરી કરીને આવ્યો હોય અને થાકી ગયો હોય તો તેને આરામ કરવા માટે પોતાને ત્યાં સગવડ કરી આપવી. ૧૦. પાદપતન – એટલે પગમાં પડવું. ચોરીના માલથી પોતાને એટલો બધો લાભ થતો હોય કે પોતે અને સ્વજનો ચોર પ્રત્યે કે ચોરોના સરદાર પ્રત્યે Page #25 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ અત્યંત ગૌરવપૂર્વક જુએ, એને આદરમાન આપે અને તે એટલી હદ સુધી કે ચોરના પગમાં પડીને નમન કરે. ૧૧. આસન – ચોરને બેસવા માટે આસન આપે. જરૂર પડે તો પોતે ઊભા થઈ જાય અને ચોરને બેસવા માટે આસન આપે. આ રીતે ચોરની આગતાસ્વાગતા કરે. ૧૨. ગોપન - ચોરને પોતાને ત્યાં સંતાડવો તે ગોપન. તદુપરાંત ચોર પોતાને ત્યાં હોય અથવા ચોર ક્યાં સંતાયો તેની પોતાને ખબર હોય છતાં એ વાતનું ગોપન કરવું. ૧૩. ખંડખાદન – ચોરને મિષ્ટાન્ન વગેરે ખવડાવવાં. ચોરની મહેમાનગતિ માટે સરસ ભોજન કરાવવાં, ચોરની સાથે જમવા બેસવું, ચોરને સરસ ભાતું બાંધી આપવું, ઇત્યાદિ. ૧૪. માહારાજિક – એટલે રાજાયોગ્ય હોય એટલી હદ સુધીનું એટલે કે રાજ્યને વાંધો ન હોય ત્યાં સુધી ચોરને માનસન્માન આપવું. (પાઠાંતર મોહરાજિક' હોય તો મોહાંધ બનીને ચોરને એવી સલાહસૂચના આપવી એવો અર્થ પણ ઘટાવાય છે.) ૧૫. પટ્ટી – ચોરને હાથપગ ધોવા માટે સાબુ, તેલ, વસ્ત્ર વગેરે આપવાં. ૧૬. અગ્નિ – ચોરને રસોઈ વગેરે કરવા માટે અગ્નિ આપવો અથવા એના શરીરે ક્યાંય દુ:ખતું હોય તો તે માટે શેક કરવા માટે અગ્નિની વ્યવસ્થા કરી આપવી. ૧૭. ઉદક – ચોરને પીવા માટે પાણી આપવું, તે થાકેલો હોય તો સ્નાન વગેરે માટે ઠંડું કે ગરમ પાણી આપવું. ૧૮. રજુ – એટલે દોરડું. ચોરીનો માલ બાંધવા માટે દોરી-દોરડાં આપવાં. માલ મેડા પર ચડાવવો હોય તો તે માટે દોરડાની વ્યવસ્થા કરી આપવી. ચોર ઘોડો, બળદ, બકરી વગેરે ચોરી લાવ્યાં હોય તો તેને બાંધવા માટે દોરડું આપવું. આમ, ચોરી કરવાના અને ચોરને સહાય કરવાના અનેક પ્રકારો છે. જેઓને સદાચારી જીવન શાંતિપૂર્વક જીવવું હોય તેઓએ પોતાની જાતને આવી હલકી અને પાપરૂપ પ્રવૃત્તિમાં જોડવી ન જોઈએ. બાર વ્રતની પૂજામાં શ્રી વીરવિજયજી મહારાજે ઉપદેશાત્મક શૈલીએ ચોરી ન કરવા વિશેષ સરસ સમજાવતાં કહ્યું છે : Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જિનતત્વ સ્વામી અદત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરિએ રે. ચિત્ત ચોખે ચોરી નવ કરીએ રે. નવ કરીએ તો ભવજળ તરીએ રે. સાત પ્રકારે ચોર કહ્યા છે. તૃણ, તુષ માત્ર કર ન ધરીએ રે. રાજદંડ ઉપજે તે ચોરી, નાનું પડયું વળી વિસરીએ રે. કૂડે તોલે કૂડે માપે, અતિચારે, નવિ અતિચારીએ રે. આ ભવ પરભવ ચોરી કરતાં વધ બંધન જીવિત હરીએ રે. ચોરીનું ધન ન ઠરે ઘરમાં ચોર સદા ભૂખે મરીએ રે. ચોરનો કોઈ ધણી નવિ હોવે, પાસે બેઠા પણ ડરીએ રે. પરધન લેતાં પ્રાણ જ લીધા પંચેન્દ્રિય હત્યા વરીએ રે. જગતમાં બધા જ ધર્મોએ ચોરીની નિંદા કરી છે. પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે : अदत्तादाणं अकिंत्तिकरणं अणज्जं साहुगरणिज्जं पियजणमित्तजण - भेदविप्पीतिकारकं रागदोसबहुलं । [અદત્તાદાન (ચોરી) એ અપકીર્તિ કરાવનારું અનાર્ય કાર્ય છે, બધા જ સાધુ-સંતોએ એની નિંદા કરી છે, પ્રિયજનો અને મિત્રોમાં એ અપ્રીતિ અને ભેદભાવ કરાવનાર, ફાટફૂટ પડાવનાર છે અને રાગદ્વેષથી તે ભરપૂર છે.] ચોરી કરતાં પકડાયેલાને એનાં કડવાં ફળ ભોગવવાં જ પડે છે. આ એક એવું પાપ છે કે જો તે પકડાય તો આ ભવમાં જ તેના ફળ ભોગવવાનાં આવે છે. સામાન્ય જનસમૂહની ખાસિયત એવી છે કે ચોરી કરતાં કોઈને જોતાં કે પકડાઈ જતાં લોકો ચોરને મારવા લાગે છે. ક્યારેક તો લોકો ભેગા મળીને એટલું બધું મારે છે કે ચોર ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે છે. ચોર ચોરી કરીને ભાગી જાય, પરંતુ પાછળથી જ્યારે પકડાય છે અને એની ચોરી પુરવાર થાય છે ત્યારે Page #27 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ એને સજા થાય છે. એ સજા જેલની હોય છે અને ઘણી મોટી ભયંકર ચોરીમાં તો દેહાંતદંડની સજા પણ થાય છે. ઉશ્કેરાયેલો ચોર કોઈનું ખૂન પણ કરી બેસે છે તો એને ચોરી અને ખૂનની ભેગી સજા થાય છે. દાણચોરી કરનાર કે લશ્કરની ગુપ્ત માહિતીની ચોરી કરનાર, જાસૂસી કરનાર બીજા રાજ્યના ચોરને આવી દેહાંતદંડની સજા સવિશેષ થાય છે. આમ તાડન, મારણ, બંધન અને વધ એ આ ભવમાં જ મળતું ચોરીનું ફળ છે. કહ્યું છે કે : चौर्यपापद्रुमस्येह वधबन्धादिकं फलम् । जायते परलोके तु फलं नरक वेदना । [ચોરીરૂપી પાપવૃક્ષનાં ફળ આ જન્મમાં વધ, બંધન વગેરે રૂપે થાય છે. અને પરલોકમાં નરકની વેદનારૂપી ફળ થાય છે.] અપયશ અને અવિશ્વાસ એ ચોરને થતી સામાજિક સજા છે. ચોરી કરનાર માણસની આબરૂ ખલાસ થઈ જાય છે. વ્યવસાયમાં તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. ખુદ ચોર પણ બીજા ચોરનો વિશ્વાસ કરતો નથી. કૌટુંબિક તથા સામાજિક દૃષ્ટિએ પણ એને ઘણું સહન કરવાનું આવે છે. ક્યારેક પોતાની થયેલી અપકીર્તિ માટે માણસને એટલું બધું લાગી આવે છે કે તે આપઘાત કરવા સુધીનું પગલું ભરી બેસે છે. ચોરી કરનાર વ્યક્તિ તો સમાજમાં બદનામ થાય છે. પરંતુ ચોર લોકોની સાથે સંગત રાખનારા અથવા ચોરની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે વ્યવહાર રાખનારાઓની પ્રતિષ્ઠા પણ જોખમાય છે. પોતાના કુટુંબની એક વ્યક્તિ ચોરી કરતાં પકડાય તો સમગ્ર કુટુંબને ઘણી બધી બાબતોમાં સહન કરવાનું આવે છે. ચોરી એક વાર કે ઘણી વાર કરે અને પોતે જીવનના અંત સુધી પકડાય નહીં તો પણ પોતે કરેલાં પાપનું, અશુભ કર્મનું ફળ તો આ ભવમાં કે પરભવમાં ભોગવવાનું આવે છે. એ દુઃખ ઘણી જુદી જુદી રીતે આવી શકે છે. દરિદ્રતા, દૌર્બલ્ય, કુટુંબ-કલેશ, શારીરિક પીડા વગેરે રૂપે પણ એ ફળ ભોગવવાનાં આવે છે. શ્વે જ રિદ્રવં નામ પૌતો નર. | ચોરી કરનાર મનુષ્ય છેવટે દુર્ભાગ્ય અને દરિદ્રતા પામે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે : इहएव खरारोहण गिरहा धिक्कार मरण पज्जतं । दुःखं तक्कर पुरिसा लहंति निरयं परभवम्मि ।। Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જિનતત્વ निरयाऊ उ वहता केवट्टाकुक्कुट मंट बहिरंधा । चोरिक्क वसण निहया हुंति नरा भव सहस्सेसु ।। [ચોરને આ ભવમાં ગધેડા પર બેસવાનો વખત આવે, તેની નિંદા થાય અને મરણ પર્યત સૌ કોઈ તેને ધિક્કારે. ચોર લોકો આ ભવમાં એવાં ભયંકર દુ:ખો પામે અને પરભવને વિશે તો નરકગતિ જ પામે. વળી, તે ચોર પુરુષનો જીવ નરકગતિમાંથી નીકળીને લૂલો, લંગડો, બહેરો, આંધળો થાય. ચોરી કરવારૂપ વ્યસનથી હણાયેલા તે પુરુષો હજારો ભવને વિશે તે રીતે દુ:ખી થાય.] “જ્ઞાનાર્ણવ'માં કહ્યું છે : विशन्ति नरकं धोरं दुःखज्वालाकरालितं । असूत्र नियते मूढाः प्राणिनश्यौर्यचर्विताः ।। [ચોરી કરવાવાળો મૂઢ માણસ દુ:ખરૂપી જ્વાળાથી કરાલ એવા નરકમાં નિશ્ચિતપણે પ્રવેશે છે.] गणा गौणत्वमायान्ति याति विद्या विडम्बनाम ।। चौर्यणाऽकीर्तयः पुसां शिरस्यादधते पदम् ।। [ચોરી કરવાથી માણસના સગુણો ગૌણ બની જાય છે, એની વિદ્યાની વિડંબના થાય છે, અને અપકીર્તિ એના માથા ઉપર ચડી બેસે છે.] ચોરીની સાથે કેટલીક દુવૃત્તિઓ સહજ રીતે સંકળાયેલી હોય છે. બીજાને ત્રાસ આપવો, ભય બતાવવો, નિર્દય થવું, ખૂન કરવું, આગ લગાડવી, પરસ્પર કલેશ ઉત્પન્ન કરાવવો, લોભ, આસક્તિ, અતૃપ્ત વાસના, અપયશ, અનાર્યતા, દિવસ-રાતના કાળની વિષમતા, છળ, પ્રપંચ, ચિંતા, તર્કવિતર્ક, કપટ, ધૂર્તતા, શઠતા, મદિરાપાન, મંત્રતંત્રના પ્રયોગો, સંતોથી વિમુખતા, પાપાચરણની ઉત્તરોત્તર વૃદ્ધિ, અવિશ્વાસ, વૈરવૃદ્ધિ, માંહોમાંહે મારામારી, અને છેવટે મૃત્યુ અને નરકગતિ સુધીની શક્યતાઓ તેમાં રહેલી છે. ચોરીની શિક્ષા જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી હોય છે. કોઈ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં ચોરી માટે સજા ન હોય. સમાજવ્યવસ્થા માટે તથા ન્યાયતંત્રના પ્રવર્તન માટે ચોરીના અપરાધીને સજા થવી જરૂરી છે. વળી, ચોરી કરનારને લોકો મારતા પણ હોય છે. આથી ચોરી કરનારના મનમાં ભય રહે છે. કેટલાયે માણસો આવા ભયને કારણે ચોરી નથી કરતા. પરંતુ એમ કરતાં કરતાં જ ચોરી કરીને કોઈ વસ્તુ મેળવવા માટેની એમની પ્રીતિ ઘટી જાય Page #29 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ છે. નાનાં બાળકોમાં પણ સારા સંસ્કાર પડ્યા હોય તો પરાઈ વસ્તુ ચોરી લેવાનું કુદરતી રીતે જ એમને મન નહીં થાય. કેટલાક લોકો ચોરી કરે છે, પણ એ રકમમાંથી સારું દાન પણ આપે છે અને દલીલ કરતાં કહે છે કે, “અમારે સંજોગાનુસાર ચોરી કરવી પડે છે. પણ અમે દાન આપીને કેટલાંયે ગરીબ કુટુંબોનું ભરણપોષણ પણ કરીએ છીએ. અમે જો ચોરી ન કરીએ તો એ કુટુંબોને ભૂખે મરવાનો વખત આવે.” આવી દલીલ કરવી તે નર્યું અજ્ઞાન છે. એમાં માત્ર સ્વબચાવ માટે કુતર્ક રહેલો છે. ન્યાયથી ધન ઉપાર્જન કરવું એ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. એ જો ચૂક્યા તો પછી બીજી બાબતોમાં ક્યારે મર્યાદા ચૂકી જવાશે તે કહી શકાય નહીં. દાનનું પુણ્ય તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ એ પહેલાં ચોરીનું પાપ તો અવશ્ય થાય છે, જે ભોગવ્યા વગર છૂટકો નથી. ઇરાદાપૂર્વક માણસે ચોરી ન કરી હોય પણ કોઈની પડી ગયેલી કે ભુલાઈ ગયેલી વસ્તુ રસ્તામાંથી જડે તો તે ઉપાડી લેવા માટે માણસનું મન લલચાય છે. આવી બિનવારસી, unclaimed ચીજવસ્તુ પણ પ્રામાણિક માણસે ગ્રહણ ન કરવી જોઈએ. શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં કહ્યું છે : पतितं विस्मृतं नंष्टं स्थितं स्थापितमाहितम । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः ।। [પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, નષ્ટ થઈ ગયેલું, ખોવાઈ ગયેલું વગેરે પ્રકારનું, ઘરમાં રહેલું, બીજે ક્યાંક રાખેલું એવું બીજાનું ધન સારી મતિવાળાએ ક્યારેય ન લેવું જોઈએ.] મહાભારતમાં પણ કહ્યું છે : यावज्जठरं भ्रियते तावत् स्वत्वं हि देहिनाम् । अधिकं योऽभिमन्यते सस्तेनो दण्डमर्हति ।। પોતાનું પેટ ભરવાને માટે જેટલું જોઈએ તેટલા ઉપર જ પ્રાણીઓનો અધિકાર (સ્વત્વ) છે. એથી વધારે મેળવવાની જે અભિલાષા કરે છે તે ચોર છે અને તે સજાને પાત્ર છે. अन्यायप्रभवं वित्तं मा गृहाण कदाचन । वरभस्तु तदादाने लाभैवास्तुदूषणम् ।। [અન્યાયથી ઉત્પન્ન થયેલું ધન ક્યારેય મેળવવું નહીં. તે મેળવવામાં ફક્ત Page #30 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૦ લાભ જ દેખાતો હોય ને તે સિવાય બીજી કોઈ વસ્તુની સંભાવના ન હોય તો પણ તે ન ગ્રહણ કરવું.] नीतिं मनः परित्यज्य कुमार्ग यदि धावते । सर्वनाशं विजानीहि तदा निकट संस्थितम् ।। [જ્યારે ચિત્ત નીતિનો ત્યાગ કરીને અનીતિના કુમાર્ગ તરફ ધસે છે તો સમજવું કે સર્વનાશ નિકટ રહેલો છે.] લોકવ્યવહારમાં પણ સુભાષિતકારે કહ્યું છે : अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति । प्राप्ते चैकादशे वर्षे समूलं च विनश्यति ।। [અન્યાયથી મેળવેલું ધન દસ વર્ષ સુધી ટકે છે, અગિયાર વર્ષ થતાં તો મૂળ સાથે તે નાશ પામે છે.] શાસ્ત્રકારોએ ચોરીની નિંદા તો ત્યાં સુધી કરી છે કે એક અપેક્ષાએ હરણ કે ડુક્કરનો ઘાત કરનાર કે પરસ્ત્રીગમન કરનારના પાપ કરતાં પણ ચોરીનું પાપ ઘણું મોટું છે. પોતાના હકનું જે નથી તેવું કશું જ પોતાને જોઈતું નથી અને કોઈએ વિધિસર ન આપેલી કોઈ પણ ચીજવસ્તુ પોતાને ખપતી નથી એવી અંતરમાં ભાવના રહે તો તેવી વ્યક્તિનું જીવન આ બાબતમાં સહજ રીતે શુદ્ધ રહે છે. જેઓ રાજ્યભય કે સામાજિક અપજશને લીધે ચોરી કરતા નથી તેના કરતાં પકડાયા વગર ચોરી કરવાની સરસ તક મળી હોય છતાં માણસ ચોરી ન કરે તે વધુ ચડિયાતો છે. અંતરમાં ત્યાગ અને નિ:સ્પૃહીપણું સતત જાગૃત હોય તો જ આમ બની શકે છે. ધર્મશ્રદ્ધાથી એવા ગુણો વધુ દૃઢ થાય છે. ભગવાન મહાવીરે તો કહ્યું છે કે સાધુઓએ તો આ વ્રત એટલી હદ સુધી પાળવું જોઈએ કે પોતે રસ્તામાં વિહાર કરતા ચાલ્યા જતા હોય અને તે વખતે દાંતમાં કંઈ કચરો ભરાયો હોય અને દુઃખવા આવે તે વખતે દંતશોધન તરીકે ઝાડ પરથી તોડીને કે નીચે પડેલી વીણીને નાનીસરખી ડાંખળી લઈને દાંતખોતરણી તરીકે ઉપયોગ કરે તો પણ અદત્તાદાન વિરમણ વ્રત દૂષિત થાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : अदत्तस्स विवज्जणं दंतसोहणमाइस्स उणवज्जेसाणिज्जतस्स गिण्हाणा अदि दुक्करं ।। Page #31 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-વિરમણ ૨૧ [દાંત ખોતરવાની સળી પણ અદત્ત હોય તો ન લેવી જોઈએ. આપેલી વસ્તુ પણ અનવધ્ય અને એષણીય હોય તે જ ગ્રહણ કરવાનું વ્રત ઘણું કઠિન છે .. અદત્તાદાન વિરમણની ભાવનાને જૈન ધર્મ એટલી ઊંચાઈએ લઈ જાય છે કે ‘પ્રશ્ન વ્યાકરણ'માં તો ત્યાં સુધી કહ્યું છે કે અવિમાની, અસંહવુડું... અપ્પમાળમો... એ તારિસ! નાનાહ! વયમિન્ । જે અસંવિભાગી છે, અસંગ્રહરુચિ છે, જે અપ્રમાણભોગી છે તે આ અદત્તાદાન વિરમણ વ્રતની સાચી આરાધના કરી શકતો નથી. વળી કહ્યું છે : સંવિમાસીને સંગઠોજીસને જે સંવિભાગશીલ છે અને સંગ્રહ તથા ઉપગ્રહમાં કુશળ છે તે આ વ્રતની સારી રીતે આરાધના કરી શકે છે. પોતે પ્રાપ્ત કરેલાં ધનસંપત્તિમાં કે નાનીમોટી ચીજવસ્તુઓમાં કે ભોજનાદિની સામગ્રીમાં જે બીજાનો ભાગ રાખતો નથી, જે સંગ્રહ રુચિવાળો નથી એટલે કે બીજાને માટે ઓછું-વત્તું બચાવવાની વૃત્તિવાળો નથી, જે અમર્યાદ ભોગપભોગમાં રાચે છે, પોતાની આવશ્યકતા કરતાં વધુ ભોગવવાની ઇચ્છા રાખે છે તે અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ જે પોતાનું કમાયેલું ધન બધું જ એકમાત્ર પોતે જ ખાય છે તે સમાજનો ચોર છે. દુનિયાના કોઈ ધર્મમાં અસ્તેય વ્રતની આવી ઊંચી ભાવના બતાવવામાં આવી નથી. વ્યક્તિગત કક્ષાએ કેટલાયે એવા જૈનો હશે કે જે આવી સ્વાર્થી વૃત્તિવાળા હશે. એવા અન્ય ધર્મમાં પણ જોવા મળશે. પરંતુ તેથી ધર્મની આ ઊંચી ભાવના અયોગ્ય છે એમ ન કહી શકાય. આ ભાવના તે સમાજજીવનનો એક ઊંચો આદર્શ તો છે જ, પરંતુ મોક્ષમાર્ગના સાધક માટે પણ એ ભાવના એટલી જ ઉપયોગી છે. એ ભાવનાને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ ક૨ના૨ને અને મોક્ષમાર્ગના સાચા સાધકને એમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું જણાશે. ભગવાન મહાવીરે જેમનું સામાયિક વ્રત વખાણ્યું છે એવા પુણિયા શ્રાવકની અદત્તાદાન વિરમણ વ્રતની સાધના એટલી ઊંચી કોટિની હતી કે પોતે તો કશું એવું ગ્રહણ ન કર્યું હોય, પણ પોતાના ઘરમાં અજાણતાં કશું આવી ગયું હોય તો પણ સામાયિક દરમિયાન એમના ચિત્તની સ્થિરતામાં વિક્ષેપ પડતો અને પોતાને તરત વહેમ પડતો કે કશુંક અદત્ત ઘરમાં આવી ગયું છે.' ચોરીનું પાપ ઘણું મોટું છે અને વિપાકે ઘણું દુ:ખ આપે એવું છે, તો પણ એવું નથી કે એ પાપમાંથી નિવૃત્ત ન થઈ શકાય. એક વખત ચોરી કરી એટલે આખી જિંદગી નકામી થઈ ગઈ એવું નથી. ચોરીની પોતે કરેલી ભૂલ માણસને Page #32 -------------------------------------------------------------------------- ________________ 2. જિનતત્વ સમજાઈ જાય અને તેને માટે પશ્ચાતાપ કરી પ્રાયશ્ચિત લે તો તે પોતાના જીવનને સુધારી શકે છે. એવા જીવો પોતાના આત્માનું અવશ્ય કલ્યાણ કરી શકે છે, અરે ! તદ્દભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવી શકે છે. રોહિણેય ચોર, દઢપ્રહારી, પ્રભવ ચોર (જે પછીથી જંબુસ્વામીની સાથે દીક્ષા લઈ એમની પાટે પ્રભવસ્વામી તરીકે આવે છે) વગેરેનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે. સાધુ ભગવંતોએ મહાવ્રતોનું પાલન મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ કોટિએ કરવાનું હોય છે. આ ત્રીજા મહાવ્રત માટે શાસ્ત્રમાં પાંચ ભાવના બતાવવામાં આવી છે. मितोचिताभ्यनुज्ञातग्रहणान्यग्रहोऽन्यथा । संतोषो भफ्ततपाने च तृतीयव्रतभावना: ।। સાધુઓએ અસ્તેય મહાવ્રતનું પાલન કરવાનું છે. એટલે તેઓએ પોતાના આહારની બાબતમાં પણ આ વ્રતનું પાલન બરાબર થાય એ માટે નીચેની પાંચ પ્રકારની ભાવનાનું સચ્ચાઈપૂર્વક સેવન કરવાનું હોય છે : ૧. મિત આહાર – સાધુઓએ પરિમિત આહાર લેવાનો હોય છે. પેટ ભરીને જમવું એ સાધુનું લક્ષણ નથી. એથી પ્રમાદ અને અસંયમ તરફ ચિત્ત દોડે છે. પરિમિત આહારથી સંયમનું પાલન સારી રીતે થઈ શકે છે અને પ્રમાદ વગેરે પણ રહેતાં નથી. સ્વાધ્યાય, ધ્યાન, ધર્મક્રિયા વગેરેમાં ચિત્ત પ્રસન્નતાપૂર્વક પરોવાયેલું રહે છે. જે સાધુઓ અપરિમિત આહાર કરે છે તેઓ સીધી કે આડકતરી રીતે અસ્તેય મહાવ્રતની ભાવનાનું ખંડન કરે છે. ૨. ઉચિત આહાર - ગૃહસ્થ કરતાં પણ સાધુઓએ પોતાના આહારની બાબતમાં વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી ચીવટ રાખવાની હોય છે. ગૃહસ્થો માટે અનંતકાય, અભક્ષ્ય વગેરે આહાર જે ગણાય છે તે સાધુઓ માટે વર્યુ છે જ, પરંતુ રસલોલુપતા વધે, વિકાર ઉત્પન્ન થાય એવો આહાર પણ સાધુ માટે વર્યુ છે. વળી પોતાના શરીરની પ્રકૃતિને પણ લક્ષમાં રાખી એવો યોગ્ય આહાર જ સાધુએ લેવો જોઈએ. ૩. અભ્યનુજ્ઞાતગ્રહણ – સાધુઓએ પોતાના આચારનું બરાબર પાલન કરવું હોય તો શ્રાવકો પધારવા માટે વિનંતી કરે તે પછી જ તેમને ત્યાં આહાર લેવા – ગોચરી વહોરવા જવું જોઈએ. ૫. ભક્તપાન સંતોષ – સાધુઓએ પોતાને ગોચરીમાં જે પ્રકારનો આહાર જેટલા પ્રમાણમાં મળ્યો હોય તેમાં સંતોષ માનવો જોઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અદત્તાદાન-વિરમણ જેમ આહાર માટે તેમ પોતાનાં ઉપકરણો માટે પણ અચૌર્ય વ્રતના સૂક્ષ્મ પાલન અર્થે સાધુઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે (૧) સાધુએ પોતાને માટે જરૂરી એવાં ઉપકરણો એના સ્વામીની રજા વગર લેવાં નહીં. (૨) સ્વામીની રજાથી મેળવેલાં ઉપકરણોમાં પણ આસક્તિ રાખવી નહીં. (૩) ઉપકરણો આપનાર ભક્ત ગમે તેટલાં ઉપકરણો આપવાનો આગ્રહ રાખે, પણ પોતાના ખપ કરતાં વધુ ઉપકરણો લેવાં નહીં. લેવા માટે મોઢેથી ના કહેવી પણ મનમાં લાલચ કે આસક્તિ રાખવી એવું પણ ન કરવું. (૪) પોતાને જે ઉપકરણો જોઈતાં હોય તે ઉપકરણો શા માટે જોઈએ છે તે વિશેના પ્રયોજનની આપનાર આગળ સ્પષ્ટતા કરવી અને (૫) પોતાના સંયમની અને જ્ઞાનની આરાધના અર્થે તરત ઉપયોગમાં આવે એવાં જ ઉપકરણો લેવાં. કોઈક ઉપકરણ ભવિષ્યમાં કદાચ ક્યારેક કામ લાગશે એવા આશયથી લેવું નહીં. બિનજરૂરી કે વધારાનાં ઉપકરણો તરીકે કોઈ ઉપકરણ લેવું નહીં. જેમ આહાર અને ઉપકરણની બાબતમાં તેમ ઉપાશ્રયાદિ સ્થાનની બાબતમાં પણ એવી ઊંચી ભાવના સાધુઓએ સેવવી જોઈએ કે અદત્તાદાનનો સૂક્ષ્મ દોષ પણ લાગે નહીં. શાસ્ત્રકારોએ તો સાધુઓ માટેના અદત્તાદાન વિરમણ મહાવ્રતની આથી પણ વધુ સૂક્ષ્મ વિચારણા કરી છે. જેમ કે, જીવ કર્મ બાંધે છે ત્યારે કાર્પણ વર્ગણાના પુગલ પરમાણુઓ એના આત્મપ્રદેશોમાં આવીને ચોંટે છે. આ પુદ્ગલ પરમાણુઓ કોઈએ આપ્યા નથી એટલે અદત્ત છે. જીવ એને ગ્રહણ કરે છે. તો જીવને અદત્તાદાનનો દોષ લાગે કે નહીં ? આ શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકારો કહે છે કે ના, જીવને અદત્તાદાનનો દોષ લાગે નહીં, કારણ કે જ્યાં દેવાની અને લેવાની ક્રિયાનો સંભવ હોઈ શકે ત્યાં દોષ લાગે. દેવાની ક્રિયા વગર લેવાની ક્રિયા ન થઈ શકે. પરંતુ કર્મબંધનમાં દેવાની ક્રિયા નથી હોતી એટલે લેવાની ક્રિયા પણ ગણી શકાય નહીં – એટલે ત્યાં અદત્તાદાનનો દોષ લાગે નહીં. એવી જ રીતે આ કર્મબંધનમાં શુભ કર્મ બાંધી કોઈ જીવ પુણ્યોપાર્જન કરે તો તેને “પ્રશસ્ત ચોરી' પણ કહી શકાય નહીં કે અશુભ કર્મ બાંધી પાપોપાર્જન કરે તો તે “અપ્રશસ્ત ચોરી' કહી શકાય નહીં, કારણ કે તે બંનેમાં દેવા-લેવાની ક્રિયાનો સંભવ હોતો નથી. કોઈના ઘરમાં એની રજા વિના પ્રવેશવું એમાં પણ અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ થાય છે. સાધુઓએ તો આ વ્રતનું વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી પાલન કરવાનું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જિનતત્વ હોય છે. કોઈના ઘરનું બારણું ઉઘાડું હોય તો પણ સાધુએ બહારથી “ધર્મલાભ” કે એવા શબ્દો બોલી, પોતાની જાણ કર્યા પછી જ, ગૃહસ્થ પુરુષ કે સ્ત્રી બોલાવે તે પછી જ ઘરમાં પ્રવેશવું જોઈએ. જો પોતાની મેળે દરવાજો ખોલીને દાખલ થાય અથવા ખુલ્લા દરવાજામાં સીધેસીધા દાખલ થઈ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય છે. અહીં કોઈક પ્રશ્ન કરે કે કેટલાંક નગરોને કોટ અને તેનો દરવાજો હોય છે અથવા નગરમાં પોળ કે શેરીના દરવાજા હોય છે. તો એ દરવાજામાંથી સાધુ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય કે નહીં ? એનો ઉત્તર એ છે કે એ દરવાજા સાર્વજનિક હોય છે. ત્યાં કોઈ અટકાવનાર કે રજા આપનાર હોતું નથી. એટલે એવા સાર્વજનિક દરવાજામાં દાખલ થવામાં સાધુને કોઈ દોષ લાગતો નથી. આમ, અદત્તાદાન વિરમણ વ્રતની ઘણી સૂક્ષ્મ મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. જેઓ આ વ્રતનું સ્થૂલ અને સૂક્ષ્મ એમ ઉભય દષ્ટિએ સરસ પાલન કરે છે તેને વ્યાપારિક જગતમાં તો યશ, અનુકૂળતા, નિર્ભયતા ઇત્યાદિ સાંપડે છે, પણ સાથે સાથે તેવા મહાત્માઓના જીવનમાં લબ્ધિ સિદ્ધિ પણ પ્રગટ થાય છે. જોકે તેઓ તેના તરફ આકર્ષાતા નથી. આવા મહર્ષિઓનો એક શબ્દ નીકળતાં ભક્તો ધનના ઢગલા કરવા તૈયાર થઈ જાય છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે : अस्तेय प्रतिष्ठायां सर्व रत्नोपस्थानम् ।। અસ્તેય વ્રતની જેના જીવનમાં પ્રતિષ્ઠા થાય છે તે વ્યક્તિને સર્વ રત્નોનાં સ્થાન દેખાય છે. અર્થાત જેઓએ અચૌર્ય વ્રતની ઉત્તમ સાધના કરી હોય છે તેઓને લક્ષ્મી સામેથી આવીને મળે છે. ચોરી નાની હોય કે મોટી, એ પાપ છે એ નિશ્ચિત છે. જેઓ સદાચારી જીવન જીવવા ઇચ્છતા હોય તેઓએ તો આવી નાની કે મોટી ચોરીથી દૂર જ રહેવું રહ્યું. પરંતુ એથી આગળ વધીને સાધકે તો લોભ, લાલચ, આસક્તિ ઇત્યાદિ ઉપર સંયમ મેળવી અદત્તાદાનથી વિરમવું જોઈએ. તે માટે સંતોષ એ ઉત્તમ માર્ગ છે. જ્યાં સુધી ચિત્તમાં આશા, અપેક્ષા, સ્પૃહા, ઇચ્છા, તૃષ્ણા વગેરે ઉદ્દભવે છે ત્યાં સુધી અસંતોષ રહ્યા કરે છે. ચિત્તમાં સ્પૃહા ઉદભવે તો તેને વાળી લેવી જોઈએ, પરંતુ આત્મશક્તિને સતત અભ્યાસથી એવી ફોરવવી જોઈએ કે એક વખત નિ:સ્પૃહત્વ આવે એટલે જગતના સર્વ પદાર્થો કાંકરા જેવા કે તણખલા જેવા લાગે. નિ:સ્પૃહસ્ય 7 કાન્ ! નિ:સ્પૃહત્વમાંથી જે માનસિક સુખ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અદાધન-વિરમણ પ્રાપ્ત થાય છે તે કેવું હોય છે તે તો અનુભવથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે : भूशय्या भक्ष्यमशनं जीर्णवासो वनं गृहम् । तथापि नि:स्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ।। {ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષા મેળવીને ખાવાનું હોય, પહેરવાને જીર્ણ વસ્ત્ર હોય અને વન એ જ ઘર હોય તો પણ સાચો નિ:સ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવી શકે છે. ] Page #36 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન જૈન ધર્મમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. જીવો પોતાની ઇન્દ્રિયોની અને મનની મદદથી જે જાણે તથા દેખે એવા વિષયો મતિજ્ઞાનમાં અને શ્રુતજ્ઞાનમાં આવી જાય છે. ઇન્દ્રિયો અને મનની મદદ વગર, માત્ર આત્માની શુદ્ધિ અને નિર્મળતાથી, સંયમની આરાધનાથી સ્વયમેવ પ્રગટ થાય એવાં અતીન્દ્રિય અને મનાતીત જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ગણાય છે. ઘાતિ કર્મોના ક્ષયોપશયથી અવધિ અને મન :પર્યવ ઉત્પન્ન થાય છે અને ઘાતિ કર્મોના સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જીવને જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે ફક્ત એ એક જ જ્ઞાન રહે છે, બાકીનાં ચારે જ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. કેવળજ્ઞાનમાં એ ચારે જ્ઞાનનો વિલય થઈ જાય છે. જે જીવને કેવળજ્ઞાન પ્રગટ થાય એ જીવ એ જ ભવે મોક્ષગતિ પામે છે. કેવળજ્ઞાન પછી પુનર્જન્મ નથી. “અવધિ” શબ્દ ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં “દિ' શબ્દ આવ્યો છે. અવધિજ્ઞાન માટે ઓહિસાણ શબ્દ પ્રાકૃતમાં વપરાય છે. અવધિ શબ્દનો એક અર્થ થાય છે મર્યાદા, સીમા. આથી કુંદકુંદાચાર્યે અવધિજ્ઞાનનો સમાજ્ઞાન તરીકે ઉલ્લેખ કર્યો છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ “અવધિ’ શબ્દ સવ + આ ઉપરથી બનેલો છે. આવા એટલે નીચે અને ઘા એટલે વધતું જતું. ૩ઘો વિસ્તારમાન ઘવતત્ય | ક્ષેત્રની દૃષ્ટિએ અવધિજ્ઞાન, એકંદરે ઉપરની દિશામાં જેટલું વિસ્તાર પામતું હોય છે, તેના કરતાં નીચેની દિશામાં વધુ વિસ્તાર પામે છે. માટે એને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. “અવધિ' શબ્દનો માત્ર મર્યાદા એટલો જ અર્થ Page #37 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૨૭ લઈએ તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચારે જ્ઞાન મર્યાદાવાળાં છે, સાધિ છે. એક કેવળજ્ઞાન જ અમર્યાદ, નિરવધિ છે. એટલે ‘અવધિ’ શબ્દના બંને અર્થ લેવા વધુ યોગ્ય છે. અવધિજ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે છે : ઇન્દ્રિયો અને મનની મદદ વિના અમુક મર્યાદા સુધી રૂપી દ્રવ્યો-પદાર્થોનું જેના વડે જ્ઞાન થાય છે તેને અધિ જ્ઞાન કહેવામાં આવે છે, द्रव्याणि मूर्तिमन्त्येव विषयो यस्य सर्वतः । नैयत्यरहितं ज्ञानं तत्स्यादवधिलक्षणम् ।। અવધિજ્ઞાનની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : (१) अवशब्दोऽध शब्दार्थः अब अधो विस्तृतं वस्तु धीयते परिच्छिद्यतेऽनेनेत्यवधिः । (२) अवधिर्मर्यादा रूपष्वेव द्रव्येषु परिच्छेदक्रतया प्रवत्तिरूपा तदुपलक्षितं ज्ञानमप्यवधिः । (રૂ) અવધાનમાત્માનોડર્થ : સાક્ષાત્કારળ વ્યાપારોઅવધિ: 1 જ્ઞાનના બે પ્રકાર બતાવવામાં આવે છે : (૧) પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. મન અને ઇન્દ્રિયોના આલંબન વિના, આત્મા પોતાના ઉપયોગથી દ્રવ્યોને, પદાર્થોને સાક્ષાત્ દેખે અને જાણે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. મન અને ઇન્દ્રિયોની સહાયથી જે જ્ઞાન હોય તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે. કેવલી ભગવંતો છ દ્રવ્ય પ્રત્યક્ષપણે જાણે છે તથા દેખે છે. એટલે કેવળજ્ઞાન સર્વથી પ્રત્યક્ષજ્ઞાન છે. મન:પર્યવજ્ઞાની મનોવર્ગણના ૫૨માણુઓને પ્રત્યક્ષજ્ઞાન છે. મન:પર્યવજ્ઞાની મનોવર્ગણના પરમાણુઓને પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે તથા અવધિજ્ઞાની પુદ્ગલ દ્રવ્યને પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે. એટલે મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન દેશપ્રત્યક્ષ જ્ઞાન છે. વર્તમાન સમયમાં ટેલિવિઝનની શોધે દુનિયામાં ઘણી મોટી ક્રાંતિ કરી છે. તેવી જ રીતે કમ્પ્યૂટરની શોધે પણ કર્યું છે. એથી વેપાર-ઉદ્યોગમાં ઘણાં પરિવર્તનો આવી ગયાં છે. જીવનશૈલી ઉપર એનો ઘણો બધો પ્રભાવ પડ્યો છે. જોકે ટેલિવિઝન અને અવધિજ્ઞાન વચ્ચે લાખ યોજનનું અંતર છે, તો પણ અવધિજ્ઞાનને સમજવામાં ટેલિવિઝનનું ઉદાહરણ કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જિનતત્ત્વ અલબત્ત, આધ્યાત્મિક દૃષ્ટિએ ટી. વી ના માધ્યમની ઉપયોગિતાનું કોઈ પણ રીતે સમર્થન કે અનુમોદન થઈ શકે નહીં. મનુષ્યની દૃષ્ટિને મર્યાદા છે. પોતાના જ ઘરના બીજા ખંડમાં બનતી વસ્તને તે નજરોનજર જોઈ શકતો નથી કે તેવી રીતે હજારો માઈલ દૂર બની રહેલી ઘટનાને પણ જોઈ શકતો નથી. પણ હવે ટી. વી. કેમેરાની મદદથી માણસ પોતાના ખંડમાં બેઠાં બેઠાં ઘરના બીજા ખંડોમાં શું થઈ રહ્યું છે, દરવાજે કોણ આવ્યું છે તે પ્રત્યક્ષ જોઈ શકે છે. ટી.વી. કેમેરાની મદદ વડે પંદર-પચીસ માળના મોટા સ્ટોરમાં એના સંચાલક પ્રત્યેક વિભાગમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકે છે. શાળા કે કૉલેજના આચાર્ય પ્રત્યેક વર્ગમાં શિક્ષક શું ભણાવે છે અને વિદ્યાર્થીઓ શું કરે છે તે જોઈ શકે છે. માણસ પોતાના ખંડમાં બેઠાં બેઠાં ટી. વી. સેટ ઉપર હજારો માઈલ દૂર રમાતી મેચ તત્ક્ષણ નજરે નિહાળી શકે છે. એક દેશમાં રમાતી એક પ્રકારની મેચ ન ગમતી હોય તો બટન દબાવીને બીજા દેશની બીજી મેચ આવતી હોય તો તે જોઈ શકે છે. વીડિયોની મદદથી ધારે ત્યારે રેકોર્ડ કરેલા જૂના કોઈ પ્રસંગને જોઈ શકે છે. ટી. વી. અને વીડિયોની જેટલી સગવડ વધારે તે પ્રમાણે તેટલાં ક્ષેત્ર અને કાળનો અવકાશ વધારે. આમ છતાં વૈજ્ઞાનિક સાધનો પર અવલંબિત ટી. વી. એ ટી. વી. છે. અને અવધિજ્ઞાન તે અવધિજ્ઞાન છે. મન અને ઇન્દ્રિયોની મદદથી ટી. વી.નાં દશ્યોને જોઈ શકાય નથી. અવધિજ્ઞાન મન અને ઇન્દ્રિયોની મદદ વિના, રૂપી દ્રવ્યોને આત્મભાવથી સાક્ષાત્ જોઈ શકે છે. અંધ મનુષ્ય ટી. વી ના દશ્યને જોઈ શકતો નથી. પણ મનુષ્ય ઇન્દ્રિયોની સહાય વિના અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને પોતાના જ્ઞાનગોચર વિષયને જોઈ શકે છે. ટી.વી. અને વીડિયો દ્વારા વર્તમાનમાં બનતી અને ભૂતકાળની ફક્ત રેકોર્ડ કરેલી ઘટનાઓ જોઈ શકાય છે. ભવિષ્યકાળની અનાગતની ઘટનાઓ જોઈ શકાતી નથી. અવધિજ્ઞાન દ્વારા અનાગત કાળનાં દ્રવ્યો – પદાર્થોને પણ જોઈ શકાય છે. ટી. વી.નાં દૃશ્યો પડદા ઉપર હોય છે. અવધિજ્ઞાન દ્વારા તે સાક્ષાત્ જોઈ શકાય છે. આમ, ટી. વી. અવધિજ્ઞાનનો કિંચિત અણસાર આપી શકે છે, પરંતુ અવધિજ્ઞાનનું સ્થાન તે ક્યારેય નહીં લઈ શકે. અવધિજ્ઞાન જન્મથી અને ગુણથી એમ બે રીતે પ્રાપ્ત થાય છે. જે જન્મથી પ્રાપ્ત થાય છે તેને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ગુણથી પ્રગટ થતું અવધિજ્ઞાન તે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન (૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન – ‘તત્ત્વાર્થસૂત્ર'માં કહ્યું છે : ભવપ્રત્યયો નવેવાનાં । દેવલોકમાં દેવતાઓને અને નરક ગતિમાં નારકી જીવોને જન્મથી અવધિજ્ઞાન થાય છે. દરેક ગતિની કોઈ વિશિષ્ટતા હોય છે. મનુષ્ય ગતિ શ્રેષ્ઠ હોવા છતાં બધી જ શક્તિઓ મનુષ્યને જન્મથી પ્રાપ્ત થાય છે એવું નથી. પક્ષી તરીકે જીવને જન્મ મળે એટલે ઊડવાનું એને માટે સહજ છે. મનુષ્ય એ રીતે ઊડી શકતો નથી. કૂતરાની સૂંઘવાની શક્તિ કે ઘૂવડની અંધારામાં જોવાની શક્તિ એ યોનિને કારણે છે, યોનિ-પ્રત્યય છે. તે જ પ્રમાણે દેવગતિમાં કે નરકગતિમાં ઉત્પન્ન થતા સર્વ જીવોને પોતપોતાની ગતિ અને પૂર્વ કર્મના ક્ષયોપરામ અનુસાર નાનું-મોટું અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. મનુષ્યગતિમાં ફક્ત તીર્થંકરના જીવને ચ્યવન—જન્મથી અવધિજ્ઞાન હોય છે. અન્ય સર્વ મનુષ્યો માટે અવધિજ્ઞાન જન્મથી પ્રાપ્ત થતું નથી. ભવપ્રત્યયિક અવધિજ્ઞાનમાં પણ ક્ષયોપશમનું તત્ત્વ આવે જ છે. જો તેમ ન હોય તો દેવગતિમાં અને નરકકગતિમાં દરેકનું અવધિજ્ઞાન એક સરખું જ હોય. પરંતુ એકસરખું નથી હોતું એ બતાવે છે કે તે ક્ષયોપશમ અનુસાર છે. (૨) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન–મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોને આ અવધિજ્ઞાન થાય છે. તે દરેકને થાય તેવું નથી. જેનામાં તેને યોગ્ય ગુણનો વિકાસ થાય તેને આ જ્ઞાન થાય છે. વસ્તુત: તે તે પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી (ચારે ઘાતિ કર્મોના ક્ષયથી) કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અવધિજ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે. પાપ અઢાર પ્રકારે બંધાય છે અને બ્યાશી પ્રકારે ભોગવાય છે. તેમાં જે પાપકર્મના ઉદયથી અવધિજ્ઞાનનું આચ્છદન થાય છે તેને અવધિજ્ઞાનાવરણીય પાપકર્મ કહેવામાં આવે છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકાર છે : (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતિ અને (૬) અપ્રતિપાતિ. ૨૯ (૧) અનુગામી-જે સ્થાનકે જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાનકથી જીવ અન્યત્ર જાય તો સાથે સાથે અવધિજ્ઞાન પણ જાય. એને માટે લોચનનું ઉદાહરણ આપવામાં આવે છે. માણસનાં લોચન માણસ જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ હોય. અથવા સૂર્ય અને સૂર્યપ્રકાશનું ઉદાહરણ આપવામાં આવે. જ્યાં સૂર્ય જાય ત્યાં સાથે એનો પ્રકાશ પણ જાય તેવું આ અવધિજ્ઞાન છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જિનતત્ત્વ (૨) અનનુગામી – જે સ્થાનકે જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાનકમાં એ જીવ હોય ત્યાં સુધી તે જ્ઞાન હોય, પણ જીવ અન્યત્ર જાય ત્યારે તેની સાથે તેનું અવધિજ્ઞાન ન જાય. એને માટે શૃંખલાથી બાંધેલા દીપકનું ઉદાહરણ આપવામાં આવે. માણસ બહાર જાય ત્યારે ઘરમાં બાંધેલો દીવો સાથે બહાર ન જાય. (૩) વર્ધમાન-સંયમની જેમ જેમ શુદ્ધિ વધતી જાય, ચિત્તમાં પ્રશસ્ત અને પ્રશસ્તતર અધ્યવસાયો થતા જાય તેમ તેમ અવધિજ્ઞાન વધતું જાય. અવધિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થયું હોય ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગે ક્ષેત્રને જાણે અને દેખે. પછી અવધિજ્ઞાન વધતું ચાલે તે ત્યાં સુધી પહોંચી શકે કે અલોકને વિશે પણ લોક જેવડા અસંખ્યાતા ખંડક દેખે. આ વર્ધમાન અવધિજ્ઞાન માટે ઇંધણ અને અગ્નિનું અથવા દાવાનળનું ઉદાહરણ આપવામાં આવે છે. અગ્નિમાં જેમ જેમ ઇંધણ નાખવામાં આવે તેમ તેમ અગ્નિ વધતો જાય, તેવી રીતે આ પ્રકારનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય. (૪) હીયમાન–અગાઉ શુભ અધ્યવસાયો અને સંયમની શુદ્ધિ સાથે વધેલું અવધિજ્ઞાન પછી અશુભ અધ્યવસાયોને કારણે અને સંયમની શિથિલતાને કારણે ઘટવા લાગે. આ હીયમાન અવધિજ્ઞાન ધીમે ધીમે ઘટતું જાય. એને માટે અગ્નિશિખાનું ઉદાહરણ આપવામાં આવે છે. દીવાની જ્યોત ક્રમે ક્રમે નાની થઈ છેવટે અંગુલના અસંખ્યાતા ભાગ જેટલી રહે. (૫) પ્રતિપાતિ-પ્રતિપાતિ એટલે કે પાછું પડવું. જે અવધિજ્ઞાન સંખ્યાતા કે અસંખ્યાતા યોજના સુધી જાણે અને દેખે, અરે ઠેઠ સમગ્ર લોક સુધી દેખી શકે, પણ પછી તે અચાનક પડે અને ચાલ્યું જાય. એને માટે પવનના ઝપાટાથી ઓલવાઈ જતા દીવાનું ઉદાહરણ આપવામાં આવે છે. હીયમાન અવધિજ્ઞાન અને પ્રતિપાતિ અવધિજ્ઞાન વચ્ચે તફાવત એ છે કે હીયમાન અવધિજ્ઞાન ધીમે ધીમે ઘટતું જાય છે, ત્યારે પ્રતિપાતિ અવધિજ્ઞાન સમકાળે એક ઝપાટે સામટું ચાલ્યું જાય છે. (૯) અપ્રતિપાતિ-અપ્રતિપાતિ એટલે જે પાછું ન પડે તે. આ અવધિજ્ઞાન સમગ્ર લોકને જોવા ઉપરાંત અલોકનો ઓછામાં ઓછો એક પ્રદેશ દેખે. અપ્રતિપાતિ અવધિજ્ઞાન અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. એટલે કે અપ્રતિપાતિ અવધિજ્ઞાન જેને થાય તેને ત્યાર પછી તે જ ભવમાં કેવળજ્ઞાન અવશ્ય થાય જ. Page #41 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૩૧ આમ, અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેવળજ્ઞાન થવાના અંતમુહૂર્ત પહેલાં પ્રગટ થાય છે. આ અપ્રતિપાતિ અવધિજ્ઞાનને પરમાવધિજ્ઞાન પણ કહેવામાં આવે છે. પરમાવધિજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અવશ્ય થાય છે. તે માટે ઉપમા આપવામાં આવે છે કે પરમાવધિજ્ઞાન પરોઢ જેવું છે અને કેવળજ્ઞાન સૂર્યપ્રકાશ જેવું છે. કેવળજ્ઞાનરૂપી સૂર્યપ્રકાશનો ઉદય થાય તે પહેલાં પરોઢની પ્રભા ફૂટે એના જેવું પરમાવધિજ્ઞાન છે. તત્ત્વાર્થસૂત્ર'માં વાચક ઉમાસ્વાતિએ (અધ્ય. ૧ સૂત્ર ૨૩માં) અવધિજ્ઞાનના છ ભેદ નીચે પ્રમાણે બતાવ્યા છે : (૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) હીયમાન, (૪) વર્ધમાન (૫) અનવસ્થિત અને (ક) અવસ્થિત. પહેલા ચાર ભેદ કર્મગ્રંથ પ્રમાણે છે. અનવસ્થિત એટલે ઉત્પન્ન થાય, વધે ઘટે, ઉત્પન્ન થયેલું ચાલ્યું પણ જાય. અવસ્થિત એટલે જેટલું અવધિજ્ઞાન હોય તેટલું કેવળજ્ઞાન પર્યત કાયમ રહે. અનવસ્થિતમાં પ્રતિપાતિનો સમાવેશ થઈ જાય છે અને અવસ્થિતમાં અપ્રતિપાતિનો સમાવેશ થઈ જાય છે. અનવસ્થિત માટે વાયુથી પાણીમાં ઊઠતા તરંગોની વધઘટનું ઉદાહરણ આપવામાં આવે છે અને અવસ્થિત માટે શરીર ઉપર થયેલા અને કાયમ એટલા અને એકસરખા જ રહેતા મસાનું ઉદાહરણ આપવામાં આવે છે. , ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્ય અને ઉત્કૃષ્ઠ કેટલું દેખે અને જાણે તે નીચે પ્રમાણે છે : (૧) અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે અનંતારૂપી દ્રવ્ય દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્યને જાણે અને દેખી શકે. (૨) ક્ષેત્રની દૃષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે અલોકને વિશે લોક જેવડાં અસંખ્યાતા ખંડક દેખે અને જાણે. (૩) કાળની દૃષ્ટિએ અવધિજ્ઞાનની જઘન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ઉત્સર્પિણી તથા અવસર્પિણી સુધી, અતીત કાળ અને અનાગત કાળ દેખે અને જાણે. (૪) ભાવની દૃષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યથી અનંતા ભાવ દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે પણ અનંતા ભાવ દેખે અને જાણે. (સર્વ ભાવનો અનંતમો ભાગ પણ દેખે અને જાણે.) Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જિનતત્ત્વ આમ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી જેટલું જેટલું દેખે અને જાણે તે દરેકનો જુદો જુદો એક એક ભેદ ગણીએ તો અવધિજ્ઞાનના અસંખ્યાત ભેદો છે એમ કહેવાય. એટલે જ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : संख्याइयाओ खलु ओहिन्नाणस्स सवपयडीओ । काई भव पच्चइया खओवसमियाओ काओअवि ।। અવધિજ્ઞાનની સર્વ પ્રકૃતિઓ (સર્વ ભેદો) સંખ્યાતીત અર્થાત્ અસંખ્ય છે. કેટલાક ભેદો ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષયોપશમ પ્રત્યાયિક છે. આમ, ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એવા બે મુખ્ય પ્રકારોના પેટા પ્રકારોનો વિચાર કરતાં ઠેઠ અસંખ્યાતા ભેદ કે પ્રકારો સુધી પહોંચી શકાય. જો અવધિજ્ઞાનના આ રીતે અસંખ્યાતા પ્રકારો હોય તો એ બધાનું વર્ણન કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. એટલા માટે નિર્યુક્તિકાર કહે છે : कत्तो मे वण्णे सत्ती ओहिस्स सबपयडीओ ? (અવધિજ્ઞાનની સર્વ પ્રકૃતિઓ વર્ણવવાની મારામાં શક્તિ ક્યાંથી હોય ?) ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કોઈકનું અવધિજ્ઞાન સ્થિર રહે અને કોઈકના અવધિજ્ઞાનમાં પોતપોતાના ક્ષયોપશમ અનુસાર વધઘટ પણ થાય. એકંદરે સર્વવિરતિધર એવા સાધુઓના અવધિજ્ઞાનને ક્ષેત્રાદિની દૃષ્ટિએ અવકાશ વધુ રહે. તેમ છતાં કોઈ ગૃહસ્થ શ્રાવકને કોઈ સાધુ કરતાં વધુ અવધિજ્ઞાન ન સંભવી શકે એવું નથી. ગૌતમસ્વામી અને આનંદ શ્રાવકનો પ્રસંગ એ માટે જાણીતો છે. આનંદ શ્રાવકે દીક્ષા નહોતી લીધી પણ ધર્મારાધના તરફ તેમનું જીવન વળ્યું હતું. કુટુંબની જવાબદારી પુત્રને સોંપી પોતે પૌષધશાળામાં ધર્મધ્યાનમાં સમય વીતાવતા હતા. એમ કરતાં એમણે આમરણ અનશન વ્રત સ્વીકાર્યું. એ વખતે ભગવાન મહાવીર પોતાના ગણધરો અને શિષ્યો સાથે વાણિજ્યગ્રામ પધાર્યા હતા. ગૌતમસ્વામી છઠ્ઠના પારણા માટે બપોરે ગોચરી વહોરવા નીકળ્યા હતા. રસ્તામાં એમને થયું કે, “આનંદશ્રાવકની શાતા પૂછવા માટે પૌષધશાળામાં પણ જોઈ આવું.' તેઓ ત્યાં ગયા. આનંદ શ્રાવક અનશનને લીધે અશક્ત થઈ ગયા હતા. ગૌતમસ્વામીને આવેલા જોઈ તેમને અત્યંત હર્ષ થયો. તેમણે ગૌતમસ્વામીને વંદન કર્યા. પછી પોતાને થયેલા અવધિજ્ઞાનની Page #43 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૩૩ વાત કરી. ગૌતમસ્વામીએ કહ્યું, “આનંદ ! ગૃહસ્થને અવધિજ્ઞાન જરૂર થાય, પણ તમે કહો છો તેટલા વ્યાપક ક્ષેત્રનું ન થાય.” આનંદ શ્રાવકે કહ્યું કે, પોતે જે કહ્યું છે તે સાચું છે, એટલે ગૌતમસ્વામીએ કહ્યું, “આનંદ ! તમે અસત્યવચન બોલો છો, માટે મિચ્છામિ દુક્કડ આપવો ઘટે.” આનંદ શ્રાવકે કહ્યું, “મારી સાચી વાતને આપ ખોટી કહો છો તો મિચ્છામિ દુક્કડું આપને દેવો ઘટે.” ગૌતમસ્વામીને થયું કે અમારા બેમાં કોણ સાચું એ તો ભગવાન મહાવીર જ કહી શકે. તેઓ ભગવાન પાસે પહોંચ્યા અને બધી વાત કહી. ભગવાને કહ્યું, ગૌતમ ! આનંદ શ્રાવકની વાત સાચી છે. ગૃહસ્થને એટલું વ્યાપક અવધિજ્ઞાન થઈ શકે માટે મિચ્છામિ દુક્કડં તમારે આપવો ઘટે.' આ સાંભળીને ગૌતમસ્વામી ગોચરી પણ વાપરવા ન બેઠા અને આનંદ શ્રાવક પાસે પહોંચ્યા અને પોતાની ભૂલ માટે મિચ્છામિ દુક્કડું કહી આનંદ શ્રાવકની ક્ષમા માગી. વર્ધમાન અને હીયમાન પ્રકારના અવધિજ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેમાં વધઘટ થાય છે. પ્રશ્ન એ થાય છે કે શું એ બધાં એકસાથે વધે અને એકસાથે ઘટે કે એમાં કોઈ નિયમ છે ? નિર્યુક્તિકાર કહે છે : कालो चउण्ह वडढी, कालो भइयव्बो खेत्त वुड्ढीण । वुड्ढीय दब्ब पज्जव्व भइयब्बा खेत्त-कालाउ । (કાળની વૃદ્ધિમાં ક્ષેત્રાદિ ચારેની વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થયે કાળની ભજના જાણવી. દ્રવ્યપર્યાયની વૃદ્ધિ થયે ક્ષેત્રકાળની વૃદ્ધિ ભજનાઓ જાણવી.) सहमो य होइ कालो तत्तो सुहमतरयं इवइ खेत्तं । अंगुलसेढीमेत्ते ओसप्पिणीओ असंरवेज्जा ।। (કાળ સૂક્ષ્મ છે અને તેનાથી ક્ષેત્ર વધારે સૂક્ષ્મ છે, કારણ કે અંગુલ પ્રમાણ શ્રેણી માત્રમાં અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા પ્રદેશો છે.) કાળ પોતે સૂક્ષ્મ છે. કાળથી ક્ષેત્ર વધુ સૂક્ષ્મ છે. ક્ષેત્રથી દ્રવ્ય વધુ સૂક્ષ્મ છે અને દ્રવ્યપર્યાયો એથી વધુ સૂક્ષ્મ છે. ક્ષયોપશમને કારણે અવધિજ્ઞાનીનો જો કાળનો માત્ર એક જ “સમય” વધે તો ક્ષેત્રના ઘણા પ્રદેશો વધે છે અને ક્ષેત્રની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિ અવશ્ય થાય છે કારણ કે દરેક આકાશપ્રદેશે દ્રવ્યની પ્રચુરતા હોય છે અને દ્રવ્યની વૃદ્ધિ થવાથી પર્યાયોની વૃદ્ધિ થાય છે, કારણ કે દરેક દ્રવ્યમાં પર્યાયોની બહુલતા હોય છે. બીજી બાજુ અવધિજ્ઞાનીના અવધિંગોચર ક્ષેત્રની જો વૃદ્ધિ થાય તો કાળની ભજના જાણવી એટલે કે કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. જો Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનતત્વ ૩૪ ક્ષેત્રની ઘણીબધી વૃદ્ધિ હોય તો કાળની વૃદ્ધિ થાય, પણ જો ક્ષેત્રની જરાક જેટલી જ વૃદ્ધિ થાય તો કાળની વૃદ્ધિ ન થાય. કારણ કે અંગુલ જેટલું ક્ષેત્ર જો વધે અને તે પ્રમાણે કાળની વૃદ્ધિ થાય તો અસંખ્યાત ઉત્સર્પિણી જેટલો કાળ વધી જાય. અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા પ્રદેશો છે તેમાંથી દરેક સમયે એક પ્રદેશ અપહરીએ તો અસંખ્યાત અવસર્પિણી જેટલો કાળ વધી જાય. અવધિગોચર ક્ષેત્રવૃદ્ધિ થયે દ્રવ્યપર્યાયો અવશ્ય વધે છે, પરંતુ દ્રવ્યપર્યાયો વધે ત્યારે ક્ષેત્રની વૃદ્ધિ થાય કે ન પણ થાય. અવધિજ્ઞાનના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે. ક્ષેત્રની દૃષ્ટિએ દરેકનું અવધિજ્ઞાન એકસરખા માપનું નથી હોતું. વળી જેટલા ક્ષેત્રનું અવધિજ્ઞાન હોય તે ક્ષેત્રનો આકાર દરેકને માટે એકસરખો નથી હોતો. જઘન્ય અવધિજ્ઞાન સ્તિક (બિન્દુ) આકારે ગોળ હોય છે. મધ્યમ અવધિજ્ઞાનના ક્ષેત્રના અનેક આકાર હોય છે. કેવા કેવા આકારે તે હોય છે તેનાં કેટલાંક ઉદાહરણો આપતાં આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : तप्पागारे पल्लग पडहग झल्लरी मुइंग पुष्फ-जये । तिरिय मणयाण ओही नाणाविहसंठिओ भणिओ ।। ત્રાપો, પલ્ય, પડહ, ઝલ્લરી, મૃદંગ, પુષ્પગંગેરી અને યવનાલકના આકારે તથા મનુષ્ય અને તિર્યંચને વિવિધ આકારે અવધિજ્ઞાન હોય છે. (૧) નારકીનું અવધિજ્ઞાન પાણી ઉપર તરવાના ત્રાપા-તરાપાના આકાર જેવું હોય છે. (૨) ભુવનપતિ દેવોનું અવધિજ્ઞાન પલ્પ (પ્યાલા)ના આકારે હોય છે. (૩) વ્યંતરદેવોનું અવધિજ્ઞાન પડહ (ઢોલ)ના આકારવાળું હોય છે. (૪) જ્યોતિષી દેવોનું અવધિજ્ઞાન ઝલ્લરી (ઝાલર)ના આકાર જેવું હોય છે. (૫) બાર દેવલોકના દેવોનું અવધિજ્ઞાન મૃદંગના આકારનું હોય છે. (૬) નવ રૈવેયકના દેવોનું અવધિજ્ઞાન પુષ્પગંગેરી (ફૂલથી ભરેલી ચંગેરી)ના આકાર જેવું હોય છે. (૭) અનુત્તર દેવોનું અવધિજ્ઞાન યચનાલકના આકારનું હોય છે. યવનાલક એટલે સરકંચૂઓ અથળા ગલકંચૂઓ. એનો આકાર તુરકણી જે Page #45 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન પહેરણો પહેરે એવો હોય છે. દેવ અને નારકીના અવધિજ્ઞાનના ક્ષેત્રનો આકાર હંમેશાં એવો ને એવો જ રહે છે. એ આકાર બીજા આકારમાં પરિણમતો નથી. (૮) તિર્યંચ અને મનુષ્યનું અવધિજ્ઞાન, ક્ષેત્રની દૃષ્ટિએ વિવિધ પ્રકારના સંસ્થાનવાળું – આકારવાળું હોય છે. વળી, જે આકાર હોય તે બીજા આકારમાં પરિણમી શકે છે. અલબત્ત, કોઈને એનો એ જ આકાર જીવનપર્યત-કાયમ માટે પણ રહી શકે છે. ક્ષેત્રમાં કોણ કઈ દિશામાં વધારે જોઈ શકે છે તે વિશે કહેવાયું છે કે ભુવનપતિ અને વ્યંતર દેવોને ઊર્ધ્વ દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે. વૈમાનિક દેવોને અધોદિશામાં તથા નારકી અને જ્યોતિષી દેવોને તિરછી દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે. ઔદારિક શરીરવાળા તિર્યંચ અને મનુષ્યોને વિવિધ પ્રકારે વિવિધ દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે, જેમ કે કોઈને ઊર્ધ્વ દિશામાં વધારે હોય તો કોઈને અધોદિશામાં કે તિરછી દિશામાં વધારે હોય છે. મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન વલયાકારે પણ હોય છે. દેવલોકના દેવો પોતાના અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જોઈ શકે તે નીચે પ્રમાણે છે : (૧) સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો રત્નપ્રભા નામની પ્રથમ નરકના નીચેના ભાગ સુધી અવધિજ્ઞાન વડે જોઈ શકે છે. (૨) સનતકુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવો શર્કરામભા નામની બીજી નરક પર્યત જઈ શકે. (૩) બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવો ત્રીજી વાલુકાપ્રભા નામની નરક સુધી જોઈ શકે. (૪) શુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવો ચોથી પંકપ્રભા નરક સુધી જોઈ શકે. (પ) આનત, પ્રાણત, આરણ અને અય્યત એ ચાર દેવલોકના દેવો પાંચમી ધૂમપ્રભા નામની નરક સુધી જોઈ શકે. (૬) ત્રણ નીચેના અને ત્રણ મધ્યના એમ છ રૈવેયકના દેવો તમઃ પ્રભા નામની છઠ્ઠી નરક સુધી જોઈ શકે. (૭) ઉપરના ત્રણ નૈવેયકના દેવો તમસ્તમપ્રભા નામની સાતમી નરક સુધી જોઈ શકે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જિનતત્ત્વ (૮) પાંચ અનુત્તર વિમાનના દેવો પોતાના અવધિજ્ઞાન વડે સંપૂર્ણ લોકનાડી જોઈ શકે છે. બધા દેવલોકમાં જેમ જેમ ઉપર ઉપરના દેવલોકનો વિચાર કરીએ તેમ તેમ તે દેવો નીચેની અને તિરછી દિશામાં ઉત્તરોત્તર વધુ અને વધુ ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જોઈ શકે. અલબત્ત, ઊર્ધ્વ દિશામાં બધા દેવો સ્વકલ્પના તૃપાદિ-ધ્વજાદિ પયંત અવધિજ્ઞાન વડે જોઈ શકે, તેથી ઉપર ન જોઈ શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્કૃષ્ઠ અવધિજ્ઞાન મનુષ્યોને જ હોય છે. દેવ, નારકી કે તિર્યંચને તે નથી હોતું. જધન્ય અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય છે. દેવ અને નારકીને તે નથી હોતું. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના બે પ્રકાર છે : (૧) સંપૂર્ણ લોકને અને લોકમાત્રને જોનાર અવધિજ્ઞાન. (૨) સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં પણ જોનાર અવધિજ્ઞાન. તેમાં સંપૂર્ણ લોકમાત્રને જોનાર અવધિજ્ઞાન પ્રતિપાતિ હોય છે અને સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં એક પ્રદેશ જેટલું વધુ જોનાર અવધિજ્ઞાન અપ્રતિપાતિ હોય છે. વિશેષાવશ્યક ભાષ્યમે કહ્યું છે. उक्कासो मणुएसुं मणुस्स-तेरिच्छिएसुं य जहण्णो । उक्कोस लोगमेत्तो पडिवाइ परं अपडिवाइ । અલબત્ત, અલોકમાં આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્ય નથી એટલે જોવાપણું પણ રહેતું નથી. તો પણ અવધિજ્ઞાનના એ સામર્થ્યને દર્શાવવા એ પ્રમાણે કહેવાય છે. નારકીના જીવો, ક્ષેત્રની દૃષ્ટિએ પોતપોતાના અવધિજ્ઞાન વડે કેટલું ઉત્કૃષ્ટ અને કેટલું જઘન્ય જોઈ શકે; તે નીચે પ્રમાણે છે : નરકનું નામ ઉત્કૃષ્ટ ક્ષેત્રપ્રમાણ ૧. રત્નપ્રભા એક યોજન (ચાર ગાઉ) પર્યત ૨. શર્કરા પ્રભા સાડા ત્રણ ગાઉ પર્યત ૩. વાલુકાપ્રભા ત્રણ ગાઉ પયત ૪. પંકપ્રભા અઢી ગાઉ પર્યત ૫. ધૂમપ્રભા બે ગાઉ પર્યત ૬. તમઃ પ્રભા દોઢ ગાઉ પર્વત ૭. તમસ્તમઃ પ્રભા એક ગાઉ પર્યંત Page #47 -------------------------------------------------------------------------- ________________ અથશાન નરકનું નામ જઘન્ય ક્ષેત્રપ્રમાણ ૧. રત્નપ્રભા સાડા ત્રણ ગાઉ પર્યત ૨. શર્કરામભા ત્રણ ગાઉ પર્યત ૩. વાલુકાપ્રભા અઢી ગાઉ પર્યત ૪. પંકપ્રભા બે ગાઉ પર્યત ૫. ધૂમપ્રભા દોઢ ગાઉ પર્યત ૬. તમ:પ્રભા એક ગાઉ પર્યત ૭. તમસ્તમઃ પ્રભા અડધો ગાઉ પર્યત મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમ્યક્તસહિત હોઈ શકે છે અને સમ્યક્વરહિત પણ હોઈ શકે છે. મિથ્યાદષ્ટિ જીવને પણ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન હોઈ શકે છે. આમ, આ ત્રણે જ્ઞાનનાં પ્રતિપક્ષી જ્ઞાન પણ હોઈ શકે છે. એટલે કે મિથ્યા-મતિજ્ઞાન, મિથ્યા-શ્રુતજ્ઞાન અને મિથ્યા-અવધિજ્ઞાન પણ હોય છે. મન:પર્યવજ્ઞાન મિથ્યાત્વીને હોઈ શકતું નથી. કેવળજ્ઞાનમાં તો મિથ્યાત્વનો પ્રશ્ન જ હોતો નથી. ફક્ત સમકિતી જીવને જ મન:પર્યવ જ્ઞાન થઈ શકે છે. મિથ્યાષ્ટિ જીવને અવધિજ્ઞાન થાય જ નહીં એમ કહેવું યથાર્થ નથી. મિથ્યાદષ્ટિ જીવને અવધિજ્ઞાન અવશ્ય થઈ શકે, પરંતુ તે મલિન હોય, ધૂંધળું હોય, અસ્પષ્ટ હોય. ક્યારેક તે અવળું-સવળું પણ દેખે. એટલા માટે મિથ્યાદૃષ્ટિ જીવના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવે છે. એટલે વિર્ભાગજ્ઞાન એ અવધિજ્ઞાનનો જ એક પ્રકાર છે. મન:પર્યવજ્ઞાનને ક્રમમાં અવધિજ્ઞાન પછી મૂકવામાં આવ્યું છે, કારણ કે અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે. અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી પદાર્થોનો છે. એ દૃષ્ટિએ ચૌદ રાજલોકના સર્વપદાર્થો-દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય બને છે તથા શક્તિની દૃષ્ટિએ તો અલોક પણ અવધિજ્ઞાનીનો વિષય બની શકે છે. એ રીતે સમગ્ર લોકાલોક અવધિજ્ઞાનનો વિષય છે. મન:પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ પૂરતો છે. ચૌદ રાજલોકમાં મનોવર્ગણાના પુદ્ગલ પરમાણુઓનું પ્રમાણ એટલું બધું અલ્પ છે કે સર્વાવધિજ્ઞાનના અનંતમા ભાગ જેટલો વિષય મન:પર્યવજ્ઞાનનો છે. આમ, વિષયની દૃષ્ટિએ અવધિજ્ઞાન મોટું છે, પરંતુ સ્વરૂપની દષ્ટિએ મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે કારણ કે મન:પર્યવજ્ઞાન પોતાના વિષયના અનેકગણા પર્યાયોને જાણે છે. આમ, Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જિનતત્ત્વ મન:પર્યવજ્ઞાનનો વિષય ઘણો નાનો હોવા છતાં તે વધુ સૂક્ષ્મ છે અને વધુ શુદ્ધ છે. માટે મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે. વળી, વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષયની દૃષ્ટિએ પણ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં ભેદ છે. અવધિજ્ઞાન જન્મથી પણ હોઈ શકે છે, અર્થાત્ ભવપ્રત્યય કે યોનિપ્રત્યય પણ હોઈ શકે છે. દેવો, નરકના જીવો તથા તીર્થકર ભગવાનને જન્મથી અવધિજ્ઞાન હોય છે. વળી, અવધિજ્ઞાન સંયમની વિશુદ્ધિથી કે તેવા પ્રકારના પ્રબળ ક્ષયોપશમથી પણ પ્રગટ થાય છે. મન:પર્યવજ્ઞાન જન્મથી મન:પર્યવજ્ઞાન હોતું નથી. વિશિષ્ટ સંયમની આરાધનાથી અર્થાત્ સંયમની વિશુદ્ધિથી જ તે ઉત્પન્ન થાય છે. તીર્થકર ભગવાનને પણ જન્મથી મન:પર્યવજ્ઞાન હોતું નથી. તેઓ જ્યારે દીક્ષિત થાય છે ત્યારે જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ દૃષ્ટિએ અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કરતાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને વિશેષ શક્તિને કારણે ક્રમમાં ચડિયાતાં બતાવવામાં આવે છે, તો પણ એક અપેક્ષાએ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું જેટલું મહત્ત્વ છે તેટલું અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનું મહત્ત્વ નથી. કેવળજ્ઞાન માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેટલી આવશ્યકતા છે, તેટલી અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની નથી. કોઈ જીવ ક્યારેય મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. કેવળજ્ઞાનની ઉત્પત્તિ પૂર્વવર્તી શ્રુતજ્ઞાનરૂપી કારણથી થાય છે એમ મનાય છે. કોઈક જીવોને સીધું જ કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. શાસ્ત્રોમાં એવાં કેટલાંયે ઉદાહરણો છે. આમ, મોક્ષમાર્ગમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની કોઈ અનિવાર્ય આવશ્યકતા નથી. અલબત્ત, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનથી જીવને પોતાના આત્માની વિશદ્ધિની પ્રતીતિ થઈ શકે. અવધિજ્ઞાન અને વિશેષત: મન:પર્યવજ્ઞાન આત્માની વિશુદ્ધત્તર સ્થિતિનાં દ્યોતક છે. શું પંચમ કાળમાં અવધિજ્ઞાન ન થઈ શકે ? આ વિશે કેટલુંક મતાન્તર છે. કેટલાકને મતે હાલ પણ અવધિજ્ઞાનની અત્યંત અલ્પ પ્રમાણમાં પણ શક્યતા છે. કેટલાકને મતે એવી કોઈ શક્યતા નથી. એટલું તો નક્કી છે કે આ કાળમાં આ ક્ષેત્રમાં કેવળજ્ઞાન નથી. જો તેમ છે, તો પરમાવધિજ્ઞાન કે જે અંતે કેવળજ્ઞાનમાં જ પરિણમે છે તે ક્યાંથી હોઈ શકે ? એટલે એટલું તો નિશ્ચિત જ છે કે આ કાળમાં પરમાવધિજ્ઞાન નથી. મન:પર્યવજ્ઞાનનો આ કાળમાં વિચ્છેદ થયો છે તે વિશે પણ સર્વ શાસ્ત્રકારો સંમત છે, કારણ કે તે પ્રાપ્ત થવા Page #49 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ૩૯ માટે જોઈતી સંયમની તેટલી વિશુદ્ધિ અને આત્માની તેવી શક્તિ આ કાળમાં જણાતી નથી. દિગંબર ગ્રંથ મહાપુરાણમાં એવું વર્ણન આવે છે કે ભરત ચક્રવર્તીને પરિમંડળથી ઘેરાયેલો ચંદ્ર સ્વપ્નમાં દેખાય છે. તેનો અર્થ કરતાં ઋષભદેવ ભગવાન કહે છે કે પંચમ કાળમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન કોઈને નહીં થાય એમ તે સૂચવે છે. બીજી બાજુ “તિલોયપણતિ” ગ્રંથમાં કહેવાયું છે કે દુષમકાળમાં અમુક હજાર વર્ષે જ્યારે જ્યારે સાધુઓની ગોચરી ઉપર કરવેરા નખાશે અને સાધુઓ ગોચરી વાપર્યા વિના તે પ્રદેશ છોડીને ચાલી નીકળશે ત્યારે તેમાંના કોઈ એક સાધુને અવધિજ્ઞાન થશે એટલે કે હજારો વર્ષે એકાદ જણને અવધિજ્ઞાન થાય તો થાય. વર્તમાનમાં કોઈક મહાત્માઓને અવધિજ્ઞાન થયું છે એવી વાત સાંભળીએ છીએ, પરંતુ તે માની લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. કેટલાક વચનસિદ્ધ મહાત્માઓનાં વચન કે વર્ણન સાચાં પડે છે, પરંતુ વચનસિદ્ધિ અને અવધિજ્ઞાનને એક માની લેવાની ભૂલ ન થવી જોઈએ. અવધિજ્ઞાનીનું તે જ્ઞાનના ઉપયોગ દ્વારા કહેલું વચન અવશ્ય સત્ય હોય છે, પરંતુ વચનસિદ્ધિ હોય ત્યાં અવધિજ્ઞાન હોય જ એમ માની ન લેવું જોઈએ. કેટલાક મહાત્માઓએ કરેલી આગાહી સાચી પડતી હોય છે. આવી કેટલીક આગાહી માત્ર અનુમાનથી જ કરેલી હોય છે. અનુમાન એ ચિત્તનો વ્યાપાર છે. કેટલાકની અનુમાનશક્તિ નિર્મળ હૃદય, તીવ્ર અવલોકનશક્તિ તથા તર્ક વગેરેને કારણે એટલી બધી સરસ હોય છે કે તેઓ તેને આધારે જે કહે તે સાચું પડતું જણાય. તેવી રીતે કેટલીક વ્યક્તિઓ આંતરસ્કુરણા (Intution)ને આધારે આગાહી કરતી હોય છે અને એવી આગાહી પણ સાચી પડતી હોય છે. પરંતુ અનુમાનશક્તિને આધારે કે આંતરસ્કુરણાને આધારે કરેલી આગાહીને અવધિજ્ઞાન માનવાની ભૂલ ન કરવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં બનેલી, બનતી કે બનનારી ઘટનાને પોતાની કલ્પના વડે આંતરચક્ષુ સમક્ષ ખડી કરી શકે છે, તે પ્રમાણે વર્ણવે છે અને એ કેટલીકવાર સાચી ઠરે છે, પરંતુ એવી રીતે કરેલો માનસિક કલ્પના વ્યાપાર ગમે તેટલો તાદશ હોય તો પણ તે અવધિજ્ઞાન નથી. અનુમાનશક્તિ, કલ્પનાબાપાર ઇત્યાદિ મનની મદદથી થાય છે. મતિજ્ઞાનનો એ વિષય બને છે. એને અવધિજ્ઞાન માની ન શકાય. કેટલાક મહાત્માઓની ચમત્કારશક્તિને ઉપસાવવા એમના શિષ્યો કે અનુયાયીઓ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જિનતત્ત્વ તરફથી, ક્યારેક તો ખુદ મહાત્માની જ પ્રેરણાથી આવી કેટલીક ઘટનાઓને અવધિજ્ઞાન તરીકે ઠસાવવાનો હેતુપૂર્વક પ્રયાસ થતો હોય ત્યારે વિચારશીલ માણસે તેથી ભોળવાઈ જવું ન જોઈએ. આ કાળમાં અવધિજ્ઞાન જેને-તેને થઈ શકે એવું અવધિજ્ઞાનનું સ્વરૂપ નથી. કોઈ પોતાને અવધિજ્ઞાન થયું છે તેવો દાવો કરે અથવા બીજાને થયું છે એવો દાવો કરે તો પ્રત્યક્ષ કસોટી વિના તેવી વાત સ્વીકારવી ન જોઈએ. ગતાનગતિક ચાલી આવતી વાતને પણ માનવાની ઉતાવળ ન કરવી જોઈએ. તત્ત્વમાં જેમને શ્રદ્ધા છે તેમને માટે આ બહુ જ જરૂરી છે. કોઈનો પણ અનાદર કર્યા વિના યથાતથ્ય પામવાની કોશિશ કરવી જોઈએ. Page #51 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ, નિર્વાણ, સિદ્ધદશા. જીવની એ ઉચ્ચતમ અવસ્થા છે. સિદ્ધાવસ્થા ઉચ્ચતમ હોવા છતાં નવકારમંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને અને પછી બીજો નમસ્કાર સિદ્ધ પરમાત્માને કરવામાં આવે છે એમાં પણ રહસ્ય રહેલું છે. જન્મ-જન્માન્તરમાં માનનારાં, સંસારના ભવભ્રમણમાંથી મુક્તિ મેળવવાના અંતિમ ધ્યેયમાં માનનારાં ભારતીય દર્શનોમાં જીવ કેવી રીતે ભવભ્રમણમાંથી મુક્તિ પામે છે, તેની શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધાવસ્થા કેવી હોય છે અને તેનું અંતિમ પરિણામ કેવી રીતે કેવા પ્રકારનું આવે છે, તે વિશેની ભિન્ન ભિન્ન માન્યતા રહેલી છે. તેમાં જૈન દર્શનની માન્યતા અનોખી છે. સિદ્ધ' શબ્દ ઘણાં દર્શનોમાં વપરાયો છે, પણ એની પણ જુદી જુદી અર્થચ્છાયા છે. સિદ્ધ' શબ્દના સામાન્ય અર્થો થાય છે : કૃતકૃત્ય, નિષ્પન્ન, પરિપૂર્ણ, દિવ્ય, સંપ્રાપ્ત, સજ્જ, પરિપક્વ, અમર ઇત્યાદિ. કેટલાંક અન્ય દર્શનોમાં જે વ્યક્તિ લબ્ધિસિદ્ધિયુક્ત હોય તેને “સિદ્ધ' કહેવામાં આવે છે. અમુક મહાત્મા સિદ્ધ પુરુષ' છે, એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એનો અર્થ એટલો જ કે તેઓ કોઈક સિદ્ધિવાળા આત્મદર્શી મહાત્મા છે અને તેમને દુન્યવી વસ્તુઓ મેળવવા માટે કોઈપણ પ્રકારની વાસના કે પરતંત્રતા રહેતી નથી. વિશાળ અર્થમાં, જેઓ પોતાના પ્રયોજનને કે ધ્યેયને પાર પાડે છે તેઓ તે તે વિષયના સિદ્ધ કહેવાય છે. પોતાનું કાર્ય કરવામાં જેઓ અત્યંત કુશળ હોય છે તેઓને Page #52 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૪૨ જિનતત્ત્વ સિદ્ધહસ્ત કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના સિદ્ધોનો નિર્દેશ નીચેની ગાથામાં કરવામાં આવ્યો છે : कम्मे सिप्पे अ विज्जा य, मंते योगे अ आगमे अत्थ जत्ता अभिप्पाऐ तवे कम्मकनऐ इय કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ તથા કર્મક્ષયસિદ્ધ એમ ઘણા પ્રકારના સિદ્ધ હોય છે. અર્થસિદ્ધ તરીકે મમ્મણ શેઠનું, અભિપ્રાયસિદ્ધ તરીકે અભયકુમારનું, તપસિદ્ધ તરીકે દઢપ્રહારીનું ઉદાહરણ આપી શકાય. આ પ્રકારના સિદ્ધોમાં નામસિદ્ધ, સ્થાપનાસિદ્ધ વગેરે પ્રકારો ઉમેરીને ચૌદ પ્રકારના સિદ્ધ ગણાવવામાં આવે છે, જેમ કે, ૧. નામસિદ્ધ, ૨. સ્થાપનાસિદ્ધ, ૩. દ્રવ્યસિદ્ધ, ૪. કર્મસિદ્ધ, ૫. શિલ્પસિદ્ધ, ૬. વિદ્યાસિદ્ધ, ૭. મંત્રસિદ્ધ, ૮. યોગસિદ્ધ, ૯. આગમસિદ્ધ, ૧૦. અર્થસિદ્ધ, ૧૧. બુદ્ધિસિદ્ધ, ૧૨. યાત્રાસિદ્ધ, ૧૩. તપસિદ્ધ, ૧૪. કર્મક્ષયસિદ્ધ. આ બધા પ્રકારના સિદ્ધોમાં કેટલાકની સિદ્ધિ લૌકિક પ્રકારની હોય છે. વળી એવા કેટલાકની સિદ્ધિ તો ભવભ્રમણ વધારનારી હોય છે, પરંતુ આ બધામાં સર્વોચ્ચ સિદ્ધ તે “કર્મક્ષયસિદ્ધ’ છે. આધ્યાત્મિક ક્ષેત્રે તો તે જ સાચા સિદ્ધ છે. પંચ પરમેષ્ઠિમાં જેમને આપણે નમસ્કાર કરીએ છીએ તે આ કર્મક્ષયસિદ્ધ' છે, સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ' શબ્દની જુદી જુદી વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે ? सिद्ध निट्टिए सयलपओणजाऐ ऐऐसिमिति सिद्धाः । [ સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયાં છે, જેમનાં સકલ પ્રયોજનોનો સમૂહ તે સિદ્ધો કહેવાય. ] * * * सितं – बद्धमष्टप्रकारं कर्मेन्धनं ध्यातं-दग्धं जाज्वल्यमान शुकलध्यानानलेन ચન્ને સિદ્ધાઃ ! [ જાજવલ્યમાન એવા શુકલ ધ્યાનથી જેમણે કર્મરૂપી ઇંધણોને બાળી નાખ્યાં છે તે સિદ્ધો છે. ]. * * * सेन्धन्तिस्म अपुनरावृत्या निवृत्तिपुरीमगच्छन् । Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સિદ્ધ પરમાત્મા [ જ્યાંથી પાછા ફરવાનું નથી એવી નિવૃત્તિપુરીમાં જેઓ સદાને માટે ગયા છે તે સિદ્ધો છે. ] * * * निरुपमसुखाणि सिद्धाणि ऐसिं ति सिद्धाः । [ જેમનાં નિરુપમ સુખ સિદ્ધ થયાં છે તે સિદ્ધ . ] अठ्ठपयारकम्मक्खऐण सिद्धिसद्दाम ऐसिं तिं सिद्धाः । [આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધો. ] * * * सियं-बद्धं कम्मं झायं भसमीभूयमेऐसिमिति सिद्धाः ।। [ સિત એટલે બદ્ધ અર્થાત્ જેમનાં ઉપાર્જન કરેલાં બધાં જ કર્મો ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો. ] * * * सिध्यन्तिस्म-निष्ठितार्था भवन्तिस्म । [ જેમને બધાં જ કાર્યો હવે નિષ્ઠિત અર્થાત્ સંપન્ન થઈ ગયાં છે તે સિદ્ધ सेधन्ते स्म-शासितारोऽभवंन् माङ्गलयरुपतां वाऽनुभवन्ति स्मेति सिद्धा । [ જેઓ આત્માનુશાસક છે તથા માંગલ્યરૂપનો અનુભવ કરે છે તેઓ સિદ્ધ છે. ] सिद्धाः नित्या अपर्यवसानस्थितिकत्वात् प्रख्याता वा भूव्यैरुपलब्धगुणा संदोहत्वात् । [ જેઓ નિત્ય અર્થાત્ અપર્યવસિત છે તે સિદ્ધ છે. જેઓ ભવ્ય જીવો દ્વારા ગુણસંદોહને કારણે પ્રખ્યાત છે તે સિદ્ધ છે. ] * * * સિદ્ધા-નિત્યા ! [ સિદ્ધો અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી “નિત્ય' કહેવાય છે. ] * * * Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સિદ્ધા વ્યતા । [સિદ્ધો પોતાના અનંત ગુણોને કારણે ભવ્ય જીવોમાં પ્રસિદ્ધ અર્થાત્ પ્રખ્યાત હોય છે. ] वधू त्यां षिधू संराधौ *** પાછા ન આવવું પડે એ રીતે ગયેલા તે સિદ્ધો. *** — સિદ્ધ થયેલા, નિષ્ઠિતાર્થ થયેલા. *** વિધૂ શાસ્ત્રમાંમત્યયો : જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્યરૂપ થયા છે. ‘સિદ્ધ’ની જુદી જુદી વ્યાખ્યાઓના અર્થનો સમાવેશ કરતી નીચેની ગાથા શાસ્ત્રકારે આપેલી છે : ध्यातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृत्तिसौधमुर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ।। જિનતત્ત્વ [ જેઓએ પૂર્વે બાંધેલાં પ્રાચીન કર્મોને બાળી નાખ્યાં છે, જેઓ મુક્તિરૂપી મહેલની ટોચે પહોંચી ગયા છે, જેઓ જગતના જીવોને માટે મુક્તિમાર્ગનું અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, તથા જેમના સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે એવા શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ. ] સિદ્ધ, પ૨માત્મા માટે શાસ્ત્રકારોએ પર્યાયવાચક ભિન્ન ભિન્ન શબ્દો વિશિષ્ટ અર્થચ્છાયા સાથે પ્રયોજ્યા છે. ‘સિદ્ધાણં બુદ્ધાણં'ની પહેલી ગાથામાં કહ્યું છે : सिद्धाणं बुद्धाणं पारगयाणं, परंपरगयाणं लोएग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं । આમ, સિદ્ધ-બુદ્ધ, પારગત, પરંપરાગત, લોકાગ્રગત, મુક્ત, ઉન્મુક્ત, અજર, અમર, અચલ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અશરીરી ઇત્યાદિ શબ્દો સિદ્ધ ૫૨માત્મા માટે પ્રયોજ્યા છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સિદ્ધ પરમાત્મા સિદ્ધ પરમાત્માઓ જે ગતિ પ્રાપ્ત કરે છે તે સિદ્ધગતિના પર્યાયરૂપ જુદા જુદા શબ્દો શાસ્ત્રકારોએ પ્રયોજ્યા છે. તે આ પ્રમાણે છે : (૧) મોક્ષ, (૨) મુક્તિ, (૩) નિર્વાણ, (૪) સિદ્ધિ સિદ્ધગતિ-સિદ્ધિગતિ, સિદ્ધદશા, (૫) કૈવલ્ય, (૬) અપવર્ગ, (૭) અપુનર્ભવ, (૮) શિવ, (૯) અમૃતપદ, (૧૦) નિઃશ્રેયસ, (૧૧) શ્રેયસ, (૧૨) મહાનંદ, (૧૩) બ્રહ્મ, (૧૪) નિર્માણ, (૧૫) નિવૃત્તિ, (૧૬) મહોદય, (૧૭) અક્ષર, (૧૮) સર્વકર્મક્ષય, (૧૯) સર્વદુઃખલય, (૨૦) પંચમ ગતિ. આ બધી વ્યાખ્યાઓ ઉપરથી સિદ્ધ પરમાત્મા અને સિદ્ધિગતિનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકારો કહે છે : णठ्ठठ्ठकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा लोयग्गठिया णिच्चा सिद्धा ते एरिसा होंति [જેઓએ આઠ કર્મોનાં બંધનો નષ્ટ કરી નાખ્યાં છે, આઠ મહાગુણોથી યુક્ત છે, પરમ છે, લોકાગ્રે સ્થિત છે તથા નિત્ય છે એવા સિદ્ધ પરમાત્મા હોય છે. ] આચારાંગસૂત્ર (૧/૫/૬)માં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વર્ણવતાં કહેવાયું છે : सब्बे सरा नयटुंति तक्का जत्थ न विज्जई मइ तत्थ ण गाहिया, आए अप्पइठ्ठाणस्स ख्नेयन्ने જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે (અર્થાત્ શબ્દો વર્ણન કરવાને સમર્થ નથી), જ્યાં તર્ક (કલ્પના) પહોંચી શકતી નથી, બુદ્ધિને જે ગ્રાહ્ય નથી એવી સિદ્ધાવસ્થા છે. આવી સકલ કર્મથી રહિત અવસ્થામાં માત્ર ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજે છે. જીવને કર્મ અનાદિ કાળથી વળગેલાં હોય છે. સિદ્ધ ભગવંતો જ્યારથી કર્મરહિત થયા હોય છે, ત્યારથી એમની એ કર્મરહિત અવસ્થા પછી તો અનંત કાળ સુધી રહેવાની છે. એટલે સિદ્ધદશા સાદિઅનંતના પ્રકારની હોય છે. સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તાત્માઓ કેવા હોય છે ? કેવા નથી હોતા ? તે જાણવાથી તેનો કંઈક ખ્યાલ આવી શકે. આચારાંગસૂત્રમાં કહેવાયું છે : से ण दीहे ण हस्से ण वट्टे ण तंसे ण चउरंसे ण परिमंडले ण आइतंसे ण किण्हे ण नीले ण लोहिए ण नीले ण लोहिऐ ण हालिदे ण सुक्किले ण सुरभिगंधे ण Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જિનતત્ત્વ दुरभिगंधे ण तित्ते ण कडुऐ ण कसाऐ ण एंबिले ण कऽखडे ण मउण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिष्धे ण लुक्ख ण काउ ण रुदे ण संगे ण इत्थी ण पुरिसे ण अन्नहा, परिणे सण्ण उवमा ण विज्जति अरुवीसत्ता अपयस्स पयणत्थि सै ण सदे ण रुवे ण गंधे ण रसे ण फासे इच्चेव तिबेमि. - સિદ્ધાવસ્થાના જીવો દીર્ધ નથી, હૃસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, પરિમંડલ (કંકણ)ના આકારના નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધિત નથી, દુર્ગધવળા નથી, તીખા નથી, કડવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મધુર નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી, કર્કશ નથી, મૃદુ નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. એટલે જ તેઓને માટે કોઈ ઉપમા નથી. તેઓ અરૂપી સત્તા છે અને અલક્ષ્ય છે. તેઓનું વર્ણન કરવાને કોઈ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી. આમ, સિદ્ધ ભગવંતોને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી, કે તેમની ઉપમા આપવા માટે, સરખાવવા માટે કોઈ પૌદ્દિગલક પદાર્થ નથી. આમ છતાં, અન્ય પક્ષે જોઈએ તો તેઓ અનંત ગુણથી યુક્ત છે. એમાં પણ એમના આઠ મુખ્ય ગુણ બતાવવામાં આવે છે. એ આઠ ગુણ તે આઠ કર્મના ક્ષયથી પ્રગટ થતા ગુણ છે. શાસ્ત્રકાર કહે છે : दीहकालरयं जं तु कम्मं से सियमट्ठहा सियं धंतं ति सिद्धस्स सिद्धत्तमुवजायइ [ દીર્ધકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાખ્યાં છે, તે આત્મા સિદ્ધપણાને પ્રાપ્ત કરે છે. ] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદની પૂજા'માં સિદ્ધપદ માટે કહ્યું છે : કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધ થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા. શાસ્ત્રકાર લખે છે : अष्टकर्म क्षयं कृत्वा शुक्लध्यानानलेन यैः चिदानंदमया मुक्ता: सिद्धाः सिद्ध प्रयोजनाः ।। Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સિદ્ધ પરમાત્મા अतुल सुख संपन्न: विदेहा अजरामर: भवे जन्मे कुतस्तेषां कर्मबीजं न विद्यते ।। [ જેમણે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેઓ ચિદાનંદમય સ્વરૂપ બન્યા છે, જેઓ મુક્ત થયા છે, જેમણે સર્વ પ્રયોજનો સિદ્ધ કર્યા છે, તે સિદ્ધ પરમાત્મા છે. જેઓ અતુલ સુખને પામ્યા છે, જેઓ દેહરહિત છે, જેઓ અજર અને અમર છે, જેમને હવે કર્મરૂપી કોઈ બીજ રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માનો સંસારમાં હવે ફરીથી જન્મ ક્યાંથી થાય ? ] સિરિસિરિવાલકહા'માં કહ્યું છે તે પ્રમાણે સિદ્ધ ભગવંતો અનંત ગુણવાળ અથવા એકત્રીસ ગુણવાળા અથવા આઠ ગુણવાળા તથા અનંત ચતુષ્કયવાળા છે. जेणंतगुणा विगुणा इगतीस गुणा अ अहव अट्ठगणा । सिद्धाणंत चउक्का ते सिद्धा दिंतु मे सिद्धिं ।। સિદ્ધ પરમાત્માના આઠ મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત સુખ (અવ્યાબાધ સુખ), (૪) અનંત ચારિત્ર (ક્ષાયિક સમ્યકત્વ) (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુ અને (૮) અનંત વીર્ય. આ આઠ ગુણમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ ચાર ગુણને અનંત ચતુષ્ક (ચતુષ્ટય) તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધ ભગવંતનો કયો ગુણ કયા કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થાય છે તે જોઈએ : (૧) અનંત જ્ઞાન – જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળજ્ઞાન – અનંતજ્ઞાન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સમસ્ત સ્વરૂપને જાણી શકાય છે. (૨) અનંત દર્શન-દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળ દર્શન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સ્વરૂપને સામાન્ય ધર્મથી જોઈ શકાય છે. (૩) અવ્યાબાધ દશા – વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આ ગુણથી સર્વ પ્રકારની પીડાથી રહિતપણું-નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. અવ્યાબાધ સુખમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. પુદ્ગલના સંયોગથી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪. જિનતત્ત્વ જે સુખ પ્રાપ્ત થાય છે તે સાંયોગિક સુખ હોવાથી તે બાધાસહિત, વિનશ્વર હોય છે. સિદ્ધ દશામાં અસાંયોગિક સુખ હોવાથી તેમાં બાધા થવાનો કોઈ જ સંભવ રહેતો નથી. માટે આ અવ્યાબાધ સુખ સહજ સ્વભાવરૂપ, અનંત હોય છે. (૪) અનંત ચારિત્ર-મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. દર્શન મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતા (યથાખ્યાત ચારિત્ર)નો ગુણ પ્રગટ થાય છે. આથી સિદ્ધ પરમાત્મા સ્વ-સ્વભાવરૂપ ચારિત્રમાં અનંતકાળને માટે અવસ્થિત રહે છે. (૫) અક્ષય સ્થિતિ – આયુષ્ય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. સિદ્ધના જીવોને જન્મ, જરા, મૃત્યુ હોતાં નથી. આ ગુણથી અજરામર અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અનંતકાળ સુધી તેઓ પોતાની આ શુદ્ધ સ્થિતિમાં રહે છે. (૬) અરૂપિત્વ – નામકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. નામકર્મનો નાશ થવાથી તેની સથે જોડાયેલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દનો પણ નાશ થાય છે. આત્મા સર્વ પ્રકારના સ્થૂલ રૂપમાંથી મુક્ત બને છે એટલે કે અરૂપીપણું પ્રાપ્ત કરે છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અતીન્દ્રિય હોય છે. તેઓ નિરંજન અવસ્થામાં હોય છે. આથી જ એક જ સ્થળે સિદ્ધ પરમાત્મા ગમે તેટલી સંખ્યામાં સ્થિતિ કરી શકે છે. તેઓ અરૂપી હોવાથી તેમનું અરૂપીપણું ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવમાં આવી શકતું નથી. (૭) અગુરુલઘુત્વ – ગોત્ર કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી ભારે કે હળવો, ઊંચો કે નીચો ઈત્યાદિ પ્રકારના વ્યવહારથી રહિત એવી અવસ્થા આત્મા પ્રાપ્ત કરે છે. જો ગુરુત્વ રહે તો આત્મા લોઢાના ગોળાની જેમ નીચે પડી જાય અને જો લઘુત્વ રહે તો આકડાના તૂલની જેમ હવામાં ગમે ત્યાં ઊંચે ઊડ્યાં કરે. - (૮) અનંત વીર્ય – અંતરાય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી આત્મા અનંત શક્તિવંત બને છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો નાશ થતાં આત્મામાં અનંત વીર્યાદિ પાંચ પ્રકારની ક્ષાયિક શક્તિ લબ્ધિ, ઉત્પન્ન થાય છે. એ શક્તિ કેવી છે ? સિદ્ધ પરમાત્મા પોતાની શક્તિથી સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરવા સમર્થ હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્મા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સિદ્ધ પરમાત્મા પોતાની તેવી શક્તિ કદી ફોરવતા નથી કારણ કે પુદગલ સાથેની પ્રવૃત્તિ હવે તેમને રહેતી નથી. વળી તેઓને તેમ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. આ શક્તિથી જ તેઓના આત્મિક ગુણોમાં જરા પણ પરિવર્તન થતું નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિ નવકાર ભાસમાં નવકાર મંત્રના બીજા પદનો મહિમા વર્ણવતાં સિદ્ધ પરમાત્માના આઠ ગુણ આઠ કર્મના ક્ષયથી પ્રગટ થાય છે તે દર્શાવતાં લખે છે : નમો સિદ્ધાણં બીજે પદે રે લોલ, જેમાં ગુણ છે આઠ રે. શુકલ ધ્યાન અનલે કરી રે લોલ, કેવળજ્ઞાન અનંત રે. દર્શનાવરણ ક્ષયથી થયો રે લોલ, કેવલ દર્શન કંત રે. અખય અનંત સુખ સહજથી રે લોલ, વેદની કર્મનો નાશ કરે. મોહની કર્મે નિરમતું રે લોલ, ક્ષાયિક સમક્તિ વાસ રે. અખયથિતિ ગુણ ઉપનો રે લાલ. આયુકર્મ અભાવિ રે. નામકર્મક્ષયે નીપનો રે લાલ, રૂપાદિક ગત ભાવ રે. અગુરુલઘુગુણ ઉપનો રે લાલ. ન રહ્યો કોઈ વિભાવ રે. ગોત્ર કર્મક્ષયે નીપનો રે લોલ, નિજ પર્યાય સ્વભાવ રે. અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ્યો અંતરાય નાસ રે. આઠ કર્મ નાશ થયો રે લોલ, અનંત અખય સુખવાસ રે. સિદ્ધ પરમાત્માના આ જ આઠ ગુણ કેટલાક ભિન્ન શબ્દો દ્વારા દર્શાવવામાં આવે છે. ઉ. ત. सम्मतणाण-दसण-वीर्य सुहुम तहेव अवगहणं । अगुरुलधु अव्वाबाह्या अट्ट गुणा होंति सिद्धाणं ।। Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૦ જિનતત્ત્વ સમક્તિ દર્શન, જ્ઞાન, અગુરુલઘુ અવગાહના, સૂક્ષ્મ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે. સિદ્ધના આઠ ગુણ આ પ્રકારે ગણાવવામાં આવે છે : (૧) ક્ષાયિક સમ્યક્ત (૨) અનંત દર્શન (૩) અનંત જ્ઞાન (૪) અગુરુલઘુત્વ, (પ) અવગાહન ' (૯) સૂક્ષ્મત્વ, (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ. સમવ સૂત્રમાં આઠ પ્રકારનાં કર્મોની કુલ એકત્રીસ પ્રકારની મુખ્ય પ્રકૃતિ બતાવી એદ્ધના એમ એકત્રીસ ગુણોનો નીચે પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે. न परिसणंमि चत्तारि, आउए पंच आईमे अंते __ से : दो दो भेया रवीणाभिलावेण इगतीसं નિવ ગુણ દર્શન વરણીયના ક્ષયથી, ચાર આયુષ્ય કર્મના ક્ષયથી; પાંચ અંતરાય કર્મના ક્ષયથી અને બાકીનાં કર્મોના પ્રત્યેક ક્ષયથી બે બે એમ એકત્રીસ ગુણ થાય છે.] સિદ્ધ ભગવંતોએ આ કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. એ આઠ કર્મના નીચે પ્રમાણે મુખ્ય એકત્રીસ પેટા પ્રકારો ગણાવવામાં આવે છે. એ કર્મથી સિદ્ધ ભગવંતો હોવાથી એ રહિતપણું તેમના ગુણ તરીકે દર્શાવાય છે. (૧) પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મથી રહિત (૨) નવ પ્રકારનાં દર્શનાવરણીય કર્મથી રહિત (૩) બે પ્રકારનાં વેદનીય કર્મથી રહિત (૪) બે પ્રકારનાં મોહનીય કર્મથી રહિત (૫) ચાર પ્રકારનાં આય કર્મથી રહિત (૯) બે પ્રકારનાં નામ કર્મથી રહિત (૭) બે પ્રકારનાં ગોત્ર કર્મથી રહિત (૮) પાંચ પ્રકારનાં અંતરાય કર્મથી રહિત આમ, કુલ ૩૧ પ્રકારનાં કર્મથી રહિત હોવાથી ૩૧ ગુણ થાય છે. સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ અન્ય રીતે પણ ગણાવવામાં આવે છે. સિદ્ધ ભગવંતોમાં નીચેનાં એકત્રીસ પદાર્થો કે લક્ષણો નથી હોતાં. તેનાથી રહિતપણું તે તેમના ગુણ તરીકે દર્શાવાય છે. આ એકત્રીસ વસ્તુ નીચે પ્રમાણે છે : ૧. પાંચ પ્રકારનાં સંસ્થાન – (૧. વાટલું, ૨. ત્રિખૂણ, ૩. ચોખૂણ, Page #61 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ૪. લાંબું, ૫. પરિમંડલ). ૨. પાંચ વર્ણ (૧. શ્વેત, ૨. લીલો, ૩. પીળો, ૪. રાતો, ૫. કાળો) ૩. બે પ્રકારની ગંધ (સુગંધ અને દુર્ગધ) ૪. પાંચ રસ (૧. ખાટો, ૨, ખારો, ૩. તીખો, ૪. તૂરો, ૫. મધુર) ૫. આઠ સ્પર્શ (૧. ટાઢો, ૨. ઊનો, ૩. લૂખો, ૪, ચોપડો, ૫. હળવો, ૬. ભારે, ૭. સુંવાળો, ૮. બરછટ) ૩. એક શરીર-કાયયોગ છે. ત્રણ વેદ (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) ૮. એક પદાર્થ (પદાર્થસંગ) ૯. એક પુનર્જન્મ (ફરીથી જન્મ લેવો તે) આમ કુલ એકત્રીસ વસ્તુથી રહિત હોવાથી પ્રગટતા તે એકત્રીસ ગુણ આ રીતે પણ ગણાવવામાં આવે છે. આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાતિ કર્મો છે અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાત કર્યો છે. ચાર ઘાતિ કર્મો આત્માનો ઘાત કરનારાં છે. ઘાતિ કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અરિહંત પરમાત્મા ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટ થતાં તીર્થ પ્રવર્તાવે છે. એમને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મોનો ક્ષય કરવાનો બાકી હોય છે. સિદ્ધ પરમાત્માએ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠે કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દૃષ્ટિએ, મોક્ષગતિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અકર્મા અને અવિનાશી છે. અરિહંત પરમાત્મા દેહધારી હોય છે. અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતિ કર્મ ઉદયમાં વર્તતાં હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્મા છે. અરિહંત પરમાત્માને હજુ નિર્વાણપદ પામવાનું, સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળ શરીરભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી. પરંતુ અશરીરી સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે અર્થાત્ અવિનાશી છે. આમ, સિદ્ધ પરમાત્મા ચડિયાતા હોવા છતાં નવકારમંત્રમાં આપણે સર્વપ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને જ કરીએ છીએ કારણ કે સિદ્ધ Page #62 -------------------------------------------------------------------------- ________________ પર જિનતત્વ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા જ છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવે છે અને જીવોને મોક્ષમાર્ગ બતાવે છે અને એ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા ન હોય તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાતો હોય. સિદ્ધગતિ એટલે શું એની પણ એને ખબર ન હોય. આમ, સિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અરિહંત પરમાત્મા હોવાથી અરિહંત પરમાત્માને આપણે પહેલો નમસ્કાર કરીએ છીએ. વળી, અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને દેશના આપી, ધર્મબોધ પમાડી મોક્ષમાર્ગ તરફ લઈ જાય છે તેની સાથે તેમનું પોતાનું લક્ષ્ય પણ નિર્વાણપદ, સિદ્ધગતિ પ્રાપ્ત કરવાનું હોય છે. વળી તેઓ પોતે જ્યારે સ્વયંદીક્ષિત થાય છે ત્યારે સિદ્ધ ભગવંતોની સાક્ષીએ થાય છે અને “નમો સિદ્ધાણં' બોલીને સામાયિક વ્રત ઉચ્ચરે છે. સિદ્ધત્વની પ્રાપ્તિ એ જો અરિહંત ભગવાનનું અંતિમ ધ્યેય ન હોય અને જીવોને તેઓ જો મોક્ષમાર્ગ ન બતાવે તો તેમનું અરિહંતપણું રહેતું નથી. વ્યવહારદૃષ્ટિએ જોઈએ તો અરિહંત પરમાત્મા દેહધારી હોવાથી સાકારી પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી છે અને તેથી અદષ્ટ છે. એ દષ્ટિએ તેઓ નિરાકારી છે (તેમની અવગાહના આકારવાળી હોય છે.) એટલે પ્રથમ ભક્તિ સાકારી પરમાત્માની અને પછી નિરાકારી પરમાત્માની ભક્તિ એ ક્રમ જીવ માટે ગ્રહણ કરવો સરળ છે. એટલે નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર છે તે યોગ્ય છે. નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ સદેવમાં, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ સદ્ગુરુમાં અને ચૂલિકાનાં ચાર પદનો સમાવેશ સધર્મમાં કરવામાં આવે છે. આમ, અરિહંત અને સિદ્ધ બંનેનો સમાવેશ સદેવમાં થતો હોવાથી દેવત્વની દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધ બંનેને સરખા ગણી શકાય. - પાંચ પરમેષ્ઠિનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે છે : (૧) સિદ્ધ અને (૨) સંયતિ. સિદ્ધમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ કરાય છે અને સંયતિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ કરાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર (૨૦/૧)માં કહ્યું છે : सिद्धाणं णमो किच्छा, संजयाणं धं भावओ । अत्थषम्णगंड तच्च आणुसहि सुणेह ये ।। Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૩ સિદ્ધ પરમાત્મા અહીં અરિહંત ભગવાનનો “સિદ્ધ'માં સમાવેશ કર્યો હોવાથી સિદ્ધના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ભાષક સિદ્ધ એટલે જેઓ બોલતા હોય, વાણીનો ઉપયોગ દેશના આપવા માટે કરતા હોય તે. અરિહંત ભગવાનનું અંતિમ લક્ષ્ય સિદ્ધગતિનું હોય છે અને તીર્થંકર પદ પૂર્ણ થતાં તેઓ તે જ ભવમાં ભવિષ્યમાં સિદ્ધગતિ અવશ્ય પામવાના જ છે માટે તેમને ભાષક સિદ્ધ તરીકે ઓળખવામાં આવ્યા છે. (૨) અભાષક સિદ્ધ એટલે આઠે કર્મોનો ક્ષય કરીને જેઓ અશરીરી બન્યા છે અને જેમને હવે બોલવાનું રહેતું નથી તે સિદ્ધ ભગવંતો. અરિહંત પરમાત્માની પ્રતિમાપૂજા તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવાની હોય છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં, કેવળજ્ઞાન પૂર્વે, ઊઠતાં, બેસતાં, ચાલતાં એમ વિવિધ સ્થિતિમાં વિવિધ આકારે જોવા મળે અને તીર્થ પ્રવર્તાવ્યા પછી પણ વિવિધ આકારે જોવા મળે. પરંતુ તેઓ ફક્ત પર્યકાસને અથવા કાયોત્સર્ગ મુદ્રાએ જ નિર્વાણ પામે, સિદ્ધગતિ પામે. એટલે તીર્થંકર ભગવાનની પ્રતિમા આ બે અવસ્થામાં જ હોય. તીર્થકર ભગવાન સમવસરણમાં પાદપીઠ ઉપર પગ રાખીને દેશના આપતા હોય છે, તો પણ તેમની પ્રતિમાને પૂજા તો તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવામાં આવે છે. જે તીર્થકર ભગવાન હજુ નિર્વાણ નથી પામ્યા એવા વીસ વિહરમાન જિનેશ્વરોની તથા અનાગત તીર્થકરોની પ્રતિમા પણ નિર્વાણમુદ્રામાં જ કરવામાં આવે છે. આમ, બધી દૃષ્ટિએ વિચારતાં અરિહંત અને સિદ્ધ એ બે પદ લગભગ એકબીજાના પર્યાય જેવાં હોવાથી નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરાય તે જ સર્વથા ઉચિત છે. જગતના જીવોમાં કર્મની વિચિત્ર લીલાને કારણે અનંત પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. એમાં એટલી જ અસમાનતા, વિષમતા, વિચિત્રતા રહેલી છે. સિદ્ધ દશામાં સર્વ જીવો સમાન છે. તીર્થંકર ભગવાન સિદ્ધ થાય કે સામાન્ય કેવલી સિદ્ધ થાય, તેમની સિદ્ધ દશામાં ઊંચનીચપણું કે અસમાનતા નથી. વ્યવહારમાં દાખલો આપવામાં આવે છે કે જેમ રાજા અને ભિખારીના જીવનમાં આભજમીનનો ફરક હોય છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી ચિતા પર ચડેલાં બંનેનાં શબ વચ્ચે એવું કોઈ અંતર નથી તેમ જુદા જુદા જીવો ગમે તે પ્રકારનાં જન્મમરણ કરીને આવ્યા હોય અથવા ગમે તે ભેદે સિદ્ધગતિ પામ્યા હોય, પણ સિદ્ધ દશામાં તેઓ બધા સરખા જ છે. તેઓ સર્વ સરખું જ શિવસુખ અનુભવે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ કેવા પ્રકારના જીવો કેવી રીતે સિદ્ધગતિ પામે છે તેને આધારે સિદ્ધના પંદર પ્રકારો બતાવવામાં આવે છે. સૂત્રમાં કહ્યું છે, સિદ્ધા જળવિજ્ઞા પળતા’. નવતત્ત્વ પ્રકરણ'માં કહ્યું છે : जिण अजिण तित्थऽतित्था गिहि अन्न सलिंग थी नर नपुंसा ।। पत्तेयसयंबुद्धा बुद्धाबोहिय इक्क - णिकवा य ।। સિદ્ધોના પંદર પ્રકાર નીચે પ્રમાણે છે : ૫૪ (૧) તીર્થસિદ્ધ – તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય ઉ. ત. ગણધરો સર્વ તીર્થસિદ્ધ હોય છે. (૨) અતીર્થસિદ્ધ તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં અથવા તીર્થનો વિચ્છેદ થઈ ગયા પછી જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. ઉ. ત. ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવી અતીર્થસિદ્ધ કહેવાય છે. (૩) તીર્થંકરસિદ્ધ (જિનસિદ્ધ) જેઓ તીર્થંકરપદ પામીને, તીર્થ પ્રવર્તાવ્યા પછી સિદ્ધગતિ પામે તે ‘તીર્થંકર સિદ્ધ' કહેવાય. ઉ. ત. નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીરસ્વામી વગેરે તીર્થંકર સિદ્ધ કહેવાય. (૪) અતીર્થંકર સિદ્ઘ (અજિનસિદ્ધ) જે સામાન્ય કેવળીઓ હોય તે સિદ્ધ ગતિ પામે તેમને અતીર્થંકર સિદ્ધ કહેવામાં આવે છે. - (૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ જાતિ સ્મરણાદિ જ્ઞાન થતાં, ગુરુ વિના સ્વયં દીક્ષા ધારણ કરીને જેઓ સિદ્ધ થાય તે સ્વયંસંબુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ. ત. કપિલ મુનિ. --- (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ – જેઓ ધજા, વૃક્ષ, વૃષભ કે એવા કોઈ પદાર્થને અથવા વ્યક્તિને કે સ્થળ વગેરે જોઈને અનિત્યાદિ ભાવના ભાવતાં ભાવતાં સ્વયં દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ. ત. કરકંડુ મુનિ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ હતા. (૭) બુદ્ધબોધિત સિદ્ધ – જેઓ દીક્ષા લઈ આચાર્યાદિના પ્રતિબોધથી આત્મવિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - વેદ વિકારનો ક્ષય કરી, માત્ર સ્ત્રીના અવયવરૂપ Page #65 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા նն શરીરથી સિદ્ધ થાય તે ‘સ્ત્રીલિંગ સિદ્ધ’ કહેવાય. ઉ. ત. ચંદનબાળા, મૃગાવતી વગેરે સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. (૯) પુરુષલિંગ સિદ્ધ વેદ વિકારનો ક્ષય કરી, માત્ર પુરુષના અવયવરૂપ શરીરથી સિદ્ધ થાય તે ‘પુરુષલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ. ત. ગૌતમસ્વામી વગેરે ગણધરો પુરુષલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર નપુંસક એવા શરીરથી સિદ્ધ થાય તે ‘નપુંસકલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉં. ત. ગાંગેય મુનિ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૧) સ્વલિંગ સિદ્ધ સર્વવિરતિધર સાધુ, જેઓ મુહપત્તિ રજોહરણ ઇત્યાદિ સાધુનાં વેશ- ચિહ્ન ધારણ કરનાર સિદ્ધ થાય તે ‘સ્વલિંગ સિદ્ધ’ કહેવાય. ઉ. ત. જૈન સાધુઓ સ્વલિંગ સિદ્ધ કહેવાય. (૧૨) અન્યલિંગ સિદ્ધ કોઈક વ્યક્તિ જૈન ધર્મની ન હોય, અન્ય ધર્મની હોય, અન્ય પ્રકારનો વેષ ધારણ કર્યો હોય પરંતુ દુષ્કર તપ વગેરે કરી વિભંગજ્ઞાની થાય અને સંસારનું સ્વરૂપ તથા તત્ત્વ સમજાતાં, વિશુદ્ધ પરિણામે ચડતાં ચડતાં પરમ અવધિએ પહોંચે અને કેવળજ્ઞાન પામે અને આયુષ્ય પૂર્ણ થવામાં હોય અને સાધુનો વેશ ધારણ કરવા પહેલાં સિદ્ધ થાય તે ‘અન્યલિંગ સિદ્ધ’ કહેવાય. ઉ. ત. વલ્કલચીરી ‘અન્યલિંગ સિદ્ધ’ કહેવાય છે. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ-સવવિરતિધર સાધુ ન થયા હોય અને જેમને ગૃહસ્થપણામાં ધર્માચરણ કરતાં કરતાં, વિશુદ્ધ ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન થાય અને સિદ્ધ થાય તે ‘ગૃહસ્થલિંગ સિદ્ધ' કહેવાય. ઉ. ત. ભરત ચક્રવર્તી ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૪) એક સિદ્ધ એક સમયમાં ફક્ત એક સિદ્ધ થાય તે એક સિદ્ધ કહેવાય. ઉ. ત. મહાવીરસ્વામી એક સિદ્ધ કહેવાય. (૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં એક સાથે બેથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય. ઉ. ત. ઋષભદેવ ભગવાન અનેક સિદ્ધ કહેવાય છે. એક સમયમાં ૧૦૮થી વધુ સિદ્ધ થાય નહીં. (દિગંબરો સ્ત્રીલિંગ સિદ્ધ અને નપુસંકલિંગ સિદ્ધમાં માનતા નથી. તદુપરાંત અન્ય લિંગમાં પણ કેટલાક માનતા નથી અથવા માને છે તો જુદી રીતે ઘટાવે છે.) શ્રી સિદ્ધ પરમાત્માનો મહિમા અને એમનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં - Page #66 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ શાસ્ત્રકાર કહે છે : असरीरा जीवधणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लकरवणमेअं तु सिद्धाणं ।। केवलनाणुवउत्ता जाणंती सवभावगुणभावे । पासंति सबओ खलु केवल दिट्ठीहिणंताहिं ।। [ અશરીરી (શરીર વિનાના), જીવના પ્રદેશો વડે ધન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધોનું લક્ષણ છે. તેઓ કેવળજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદષ્ટિ વડે જોઈ રહ્યા છે. ] સિદ્ધ ભગવંતો અમૂર્ત છે, અદષ્ટ છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે અને તેમની અવગાહના તેમના ચરમ શરીર અનુસાર હોય છે માટે તેઓ સાકારી છે. સિદ્ધ ભગવાનનું વર્ણન કરતાં કહેવાયું છે : અરૂપી, અવિનાશી, નિરંજન, ક્યું આકાશી, અનંત ગુણની રાશિ અકેક પરદેસે છે. અસંખ્ય પ્રદે એમ ઉપયોગ વ્યક્તિ તેમ સ્વભાવ ભોગીએમ સદા પરમાનંદ છે. અચળ, અલખ સિદ્ધ અગમ વિમળ બુદ્ધ નિરાકાર નવિકાર ગુણ ગુણમાં રહે. પરગુણે નહીં કદા નિજ ગુણે રહે સદા પર્યાય તે ફિરે તદા દ્રવ્ય સ્થિર સિદ્ધ છે. સિરિ સિરિવાલ કહા'માં શ્રી રત્નશેખરસૂરિ કહે છે : जे अ अणंता अपुणष्भवाय असरीरया अणाबाधा । दंसण नाणुवउत्ता ते सिद्धा दितु मे सिद्धिं ।। [જે અનંત છે, અપુનર્ભવ છે, અશરીર છે, અવ્યાબાધ છે, દર્શનશાનથી ઉપયુક્ત છે તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. ] જીવવિચાર પ્રકરણમાં કહ્યું છે : सिद्धाणं नत्थि देहो न आउ कम्मं न पाण जोणीओ । साइ अनंता तेसिं ठिइ जिणिंदागमे भणिआ ।। [ સિદ્ધ ભગવંતોને દેહ નથી, આયુષ્ય નથી, કર્મ નથી, દ્રવ્ય પ્રાણ નથી અને યોનિ નથી, તેમની સાદિ અનંત સ્થિતિ જિનેશ્વરના આગમમાં કહી છે.] Page #67 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા અજ અવિનાશી, અકલ, અજરામર, કેવલદંસણ નાણીજી, અવ્યા બાધ, અનંત વીરજ, સિદ્ધ પ્રણામો ગુણખાણીજી.. આમ, ગતિરહિતતા, ઇન્દ્રિયરહિતતા, શરીરરહિતતા, યોગરહિતતા, વેદરહિતતા, નામરહિતતા, ગોત્રરહિતતા, આયુરહિતતા ઇત્યાદિ સિદ્ધ ભગવંતોનાં લક્ષણો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદજીની પૂજામાં લખ્યું છે : સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી, અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી. જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી, સ્વદ્રવ્યશે સ્વકાલભાવે, ગુણ અનંતા આદરી. સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પરભણી, મુનિરાજ માનસીંસ સમવડ, નમો સિદ્ધ મહામુણી. સિદ્ધ ભગવંતો સકલ કર્મનો ક્ષય કરી પોતાના શદ્ધ સ્વરૂપને પામે છે. તેઓ જ્ઞાયક સ્વભાવમાં રમણ કરે છે. હવે તેમને વૈભાવિક દશા રહેતી નથી. તેઓ આત્મસંપત્તિવાળા રાજા છે. તેમની આત્મસંપત્તિ પ્રભુતામય છે. હવે તેઓને બીજા કશા ઉપર આધાર રાખવાનો રહેતો નથી. તેઓના એક એક ગુણનો જો ગહનતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સ્વ- દ્રવ્યથી, સ્વ-ક્ષેત્રથી, સ્વ-કાલથી અને સ્વ-ભાવથી સિદ્ધ ભગવંતોમાં અનંત ગુણો હોય છે. વળી સિદ્ધ ભગવંતોને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પરિણતિ થયેલી છે તથા અશરીરત્વ, નિરંજનવ વગેરે શુદ્ધપર્યાયોની પણ પરિણતિ થયેલી છે. આ પરિણતિ શાશ્વત કાળ માટે થયેલી છે. શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે : सिद्धानुभूत कर्म प्रकृति समुदयान साधितात्म स्वभावन् । वन्दे सिद्धि प्रसिद्धये तयमुनम गुणा प्रग्रहवाकृष्टि तुष्टः ।। सिद्धिः स्वात्मोपलब्धिः प्रगुण गुणगणोच्छादि दोषापहराद् । योग्योपादानयुक्त्या हषद इह यथा हेमभावोपलब्धिः ॥ ( જેમણે સર્વ કર્મપ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ કર્યો છે અને પોતાના સ્વભાવને (નિજસ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. એમના જેવા અનંત ગુણોને ધારણ કરનાર મારો આત્મા પણ છે. જેમ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જિનતત્વ સુવર્ણ અગ્નિ વગેરે દ્વારા શુદ્ધ થઈને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે તેમ હું પણ દોષોને દૂર કરી, ગુણોનો ઉત્કર્ષ કરી, યોગ્ય ઉપાદાન મેળવીને મારા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી શકું છું. ] આઠ કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક સમ્યક્ત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધત્વ, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ એ આઠ ગુણ પ્રગટ થાય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ઉમેરી તે બાર ગુણ પણ ગણાવવામાં આવે છે. આમ, સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વ કર્મથી મુક્ત છે, અપુનર્ભવ છે, અશરીર છે, જ્ઞાનશરીર છે, જ્યોતિરૂપ છે, નિરંજન છે, નિત્ય છે, શાશ્વત છે, કૃતકૃત્ય છે, અનવધ છે, અકલ છે, અસંગ છે, નિર્મમ-નિર્વિકાર છે, અવ્યય છે, અક્ષય છે, અવ્યાબાધ છે, સ્વતંત્ર છે, પરમ પ્રભુત્વને પ્રાપ્ત કરનાર છે, શુદ્ધ ચેતનામય છે, કેવળ જ્ઞાનના અને કેવળ દર્શનના ઉપયોગથી યુક્ત છે, જ્ઞાતાદૃષ્ટા છે, પરમ શાન્તિમય છે, નિષ્કપ છે, લોકાગ્રે સ્થિત છે, સ્વસ્વરૂપમાં લીન છે, સર્વથા દુઃખરહિત છે તથા અનંત સુખના ભોક્તા છે. કર્મમુક્તિ થતાં આ મુક્તાત્માઓ દેહ છોડીને શું કરે છે ? તેઓ સીધા ઊર્ધ્વગમન કરી બીજા સમયે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવપદજીની પૂજા'માં સિદ્ધપદ માટે કહ્યું છે : ત્રિભાગોન દેહાવગાહત્મ દેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા, સદાનંદ સૌખ્યાશ્રિતા જ્યોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા, ચાર ધાતિ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામેલા તીર્થકરોના કે સામાન્ય કેવલીના જીવો બાકીનાં ચાર અઘાતિ કર્મનો જ્યારે ક્ષય કરે અને મુક્તિ પામે ત્યારે તેઓ ક્યારે, શા માટે અને કેવી રીતે લોકાગ્રે પહોંચી જાય છે તે પણ બહુ સૂક્ષ્મ વિચારણીય વિષય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રીપાળ રાસ'માં લખે છે : સમય પએસ અણફરસી, ચરમ વિભાગ વિશેષ અવગાહન લહી જે શિવ પહોતા, સિદ્ધ નમો તે અશેષ રે. પૂર્વ પ્રયોગ ને ગત પરિણામે, બંધન છેદ અસંગ, સમય એક ઊર્ધ્વ ગતિ જે હતી તે સિદ્ધ પ્રણામો સંત રે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પહ સિદ્ધ પરમાત્મા નિર્મળ સિદ્ધશિલાની ઉપરે જોયણ એક લોગત, આદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણામો રંગ રે. તેરમે – સયોગી કેવલીના – ગુણસ્થાનકેથી જીવ ચૌદમા અયોગી કેવલીના ગુણ સ્થાનકે પહોંચે છે ત્યારે અંત સમયે યોગનિરોધ અને શૈલેશીકરણ કરવાને કારણે તેના એ ચરમ શરીરમાં નાસિકાદિ છિદ્રોવાળી, પોલાણવાળી જગ્યામાં આત્મપ્રદેશો ધન બનતાં શરીરનો એક તૃતીયાંશ જેટલો ભાગ ઓછો થાય છે અને બે તૃતીયાંશ જેટલી થયેલી આત્મજ્યોતિ સીધી ઊર્ધ્વગમન કરી સિદ્ધશિલાની ઉપર પહોંચે છે. એમાં કેટલી વાર લાગે છે ? જીવ બીજા જ સમયે ત્યાં પહોંચી જાય છે. વચ્ચે એક સમયનું પણ આંતરું પડતું નથી. મુક્તાત્મા અસ્પૃશદ્ ગતિએ ત્યાં પહોંચે છે. એક પણ આકાશ પ્રદેશને સ્પર્શ કર્યા વિના તે જાય છે. (જો સિદ્ધાત્મા એક એક આકાશપ્રદેશને એક “સમય” જેટલો અલ્પતમ કાળ સ્પર્શીને સાત રાજલોક ઉપર જાય તો તેમ કરવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી જેટલો કાળ સિદ્ધશિલા ઉપર પહોંચતાં લાગે) સ્પર્શ કરવાનું તેમને હવે કોઈ પ્રયોજન કે કારણ હોતું નથી. સંસારી જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તો તેને લઈ જનાર કર્મ છે. પરંતુ મુક્તિ પામનાર જીવોને તો કોઈ જ કર્મ રહ્યાં નહીં તો તેમની ઊર્ધ્વગતિ કેવી રીતે થઈ શકે ? એનો ઉત્તર એ છે કે દેહરહિત વિશુદ્ધ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે. “તત્ત્વાર્થસૂત્ર'માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : पूर्वप्रयोगादसंगत्वाद् बन्धच्छेदात्तथागतिपरिणामाच्च । आबिद्धकुलालचक्रव्यपगतले पालाबुवदे रण्डबीज वदग्निशिरवावच्च । આ સૂત્રમાં સિદ્ધોની ઊર્ધ્વગતિ માટે ચાર હેતુ અને દૃષ્ટાંત દર્શાવવામાં આવ્યાં છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઉપરની કડીમાં શાસ્ત્રાનુસાર આ ચાર કારણનો નિર્દેશ કર્યો છે. (૧) પૂર્વપ્રયોગ, (૨) ગતિપરિણામ, (૩) બંધનછેદ અને (૪) અસંગ. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ ચાર હેતુઓ સમજાવવામાં આવ્યા છે, અને તેનાં દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. (૧) પૂર્વપ્રયોગ – એ માટે બાણની ગતિ અથવા કુંભારના ચાકડાની ગતિનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ધનુષ્યમાંથી બાણ છૂટીને ગતિ કરે છે, પણ તે પૂર્વે કશુંક કરવામાં આવ્યું હોય તો જ બાણ છૂટે. બાણ છોડતાં પહેલાં ધનુષ્યની પણછ ખેંચવામાં આવે છે. એથી ધનુષ્ય પણ વાંકું વળે છે અને પણછ Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉo જિનતવ પણ વાંકી ખેંચાય છે. આ પૂર્વપ્રયોગ પછી પણછ અને ધનુષ્ય પોતાના મૂળ સ્થાને આવે કે તરત બાણ છૂટીને ગતિ કરે છે. બાણને પણછનો જે ધક્કો વાગે છે તે તેનો પૂર્વપ્રયોગ છે, તેવી રીતે કુંભારના ચાકડામાં દાંડો ભરાવી તેને જોરથી ફેરવવામાં આવે છે. પછી દાંડો કાઢી લીધા પછી પણ ચાકડો ઘણી વાર સુધી ફરતો રહે છે, એમાં દાંડા વડે ચાકડાને ફેરવવો તે એનો પૂર્વપ્રયોગ છે. આવી જ રીતે સર્વથા કર્મમુક્ત થવું એ જીવનો પૂર્વપ્રયોગ છે. એમ થતાં મુક્ત જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૨) ગતિ પરિણામ – એ માટે અગ્નિની વાળા અને ધુમાડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. જ્યારે આગ લાગે છે ત્યારે એની વાળા અને ધુમાડો સ્વભાવથી સહજ રીતે જ ઊંચે ગતિ કરે છે. તેવી રીતે જીવ સંપૂર્ણ. કર્મક્ષય કરે છે ત્યારે એના પરિણામરૂપી સ્વભાવથી સહજ રીતે ઊર્ધ્વગતિ કરે છે. (૩) બંધન-છેદ – એ માટે એરંડાના મીંજનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એરંડાના છોડ ઉપર એનું ફળ પાકે છે. એમાં એનું મીંજ રહેલું હોય છે. આ ફળ ડાળીના છેડા ઉપર રહેલું હોય છે, અને છેડો નીચેના કોશને લાગેલો હોય છે. જ્યારે કોશ સુકાઈ જાય છે ત્યારે જ મીંજ ફટાક કરતું છૂટું પડે છે અને ઊંચે ઊડે છે બંધન - છેદનું બીજું દૃષ્ટાંત વૃક્ષની ડાળીનું આપવામાં આવે છે. વૃક્ષની ડાળીને નીચે નમાવી, દોરીથી બાંધવામાં આવે તો તે નીચે બંધાયેલી રહે છે. પરંતુ દોરીને જો છેદી નાખવામાં આવે તો બંધન જતું રહેતાં ડાળી પોતાની મેળે તરત ઊંચે જતી રહે છે. આવી રીતે જીવને કર્મબંધન છેદાઈ જતાં તે સહજ રીતે ઊંચે ગતિ કરે છે એ એનો સ્વભાવ છે. (૪) અસંગ-એ માટે માટીથી લપેડેલા તુંબડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તુંબડું પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ એના ઉપર જો માટીનો થોડો લેપ કરવામાં આવે અને પછી એને પાણીમાં મુકવામાં આવે તો માટીના સંગથી એ તળિયે ડુબી જશે. પરંતુ જેમ જેમ માટી ઓગળતી જશે તેમ તેમ એ ઉપર આવતું જશે અને બધી જ માટી ઓગળતાં તે માટીથી અસંગ થઈ પાણીમાં ઉપર તરવા લાગશે. એ પ્રમાણે કર્મરૂપી મલ આત્મામાંથી પૂરેપૂરો નીકળી જતાં આત્મા Page #71 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ૩૧ કર્મમલથી અસંગ બની ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગમન કરીને વિશુદ્ધ આત્મા ક્યાં જાય છે ? ચૌદ રાજલોકમાં ઉપરના ભાગમાં આવેલી સિદ્ધશિલાની ઉપર શાશ્વત કાળને માટે તે સ્થિર, અચલ થઈ જાય છે. ત્યાંથી એને હવે પાછા સંસારમાં ફરવાનું નથી. મોક્ષે ગયેલા આત્માઓને પાછું ફરવાનું નથી એ તત્ત્વ અન્ય કેટલાંક દર્શનોને પણ માન્ય છે. બૃહદ્ આરણ્યક ઉપનિષદૂમાં કહ્યું છે : तेषु ब्रह्मलोकेषु परापरावतो वसन्ति । तेषां न पुनरावृत्तिः । [ એ બ્રહ્મલોકમાં મુક્ત આત્માઓ અનંતકાળ સુધી નિવાસ કરે છે. તેઓનું સંસારમાં પુનરાગમન થતું નથી.] એવી જ રીતે ‘પ્રશ્નોપનિષદ્'માં પણ કહ્યું છે કે મુક્ત આત્માઓ ત્યાં જાય છે કે જ્યાંથી સંસારમાં પણ પાછા આવવાનું હોતું નથી. एतस्मान्न पुनरावर्तन्ते । [એ સ્થાનથી મુક્ત આત્માઓ ફરીથી ભવભ્રમણમાં આવતા નથી.] હિંદુ ધર્મમાં મુક્તાત્માઓના આ સ્થાનને બ્રહ્મલોક તરીકે ઓળખવામાં આવે છે. જૈન દર્શનમાં સમગ્ર વિશ્વનો નકશો આપી તેમાં સિદ્ધશિલાનું સ્થાન બતાવવામાં આવ્યું છે. કેવી છે આ સિદ્ધશિલા ? શાસ્ત્રકારો વર્ણવે છે ઃ तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा I प्राग्भार् नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ।। (અંતિમોપદેશ કારિકા) महा उज्जवल निर्मल गोक्षीरहार संकास पांडुरा । उत्तान छत्र संस्थान संस्थिता भणिता जिनवरेन्द्रैः | एदाए बहुमज्झे श्वेतं णामेण ईसिपष्मारं अज्जुण सुवण्ण सरिसं णाणारयणेहिं परिपुण्णं । उत्ताणधवल छत्तोवमाण संहाणसुंदर एदं I पंचत्तालं जोयणया अंगुलं पि यंताम्मि || (તિલોયપણત્તિ) સિદ્ધશિલાને પ્રાભાર અથવા ઇશત્પ્રાક્ભાર પણ કહેવામાં આવે છે. સિદ્ધશિલા માટે બીજાં પણ કેટલાંક નામો છે, જેમ કે (૧) ઇસીતિવા, (૨) ઇસીપ્રભારાતિવા, (૩) તણુતિવા, (૪) તણુયરિયતિવા, (૫) સિદ્ધિતિવા, (૬) સિદ્ધાલયતિવા, (૭) મુત્તિતિવા, (૮) મુત્તાલયતિવા, (૯) લોયન્ગતિવા, Page #72 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ (૧૦) લોયગ્ન થભિયાતિવા, (૧૧) લોયગ્ન બુઝમાનતિવા, (૧૨) સવ્વપાણભૂયજીવ સર સુહાવહાતિવા. શ્રી લલિતવિજયજી મહારાજે સિદ્ધશિલાનો પરિચય મનહર છંદમાં પોતે લખેલી નીચેની કાવ્યપંક્તિઓમાં આપ્યો છે : સર્વાર્થસિદ્ધ વૈમાન, ધ્વજાથી જોજન બાર, ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી પહોળી પિસ્તાલીસ લાખ તે જોજન માન, ઈશસ્ત્રાગભારા' એવું એનું બીજું નામ છે. અર્જુન સુવર્ણ સમ, સ્ફટિક રત્નની પેરે, ઉજ્જવળ ગોદુગ્ધ એમ જાણે મોતી દામ છે; છેડે માંખ પાંખ, વચ્ચે જાડી આઠ જોજન છે, જોજન અંતે “લલિત’ સિદ્ધનો વિશ્રામ છે. ચૌદ રાજ (રજુ) લોકમય આ સમગ્ર વિશ્વના ૩૪૩ ઘનાકાર રજુ ગણવામાં આવે છે. તેમાં સર્વાર્થ સિદ્ધ વિમાનની ઉપર અલોક સુધીનો શેષ લોકભાગ અગિયાર ધનરજુ જેટલો છે. તેમાં સિદ્ધશિલા આવેલી છે. આ સિદ્ધશિલા સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાની બાર યોજન ઉપર આવેલી છે, આ સિદ્ધશિલાની પરિધિ ૧,૪૨,૩૨૭૧૭ (અથવા ૧,૪૨,૩૦૨૪૯) યોજનની છે. આ સિદ્ધશિલા ઉપર સિદ્ધગતિના જીવો રહે છે. તેઓ સિદ્ધશિલાને અડીને નહીં, પણ ઊંચે રહે છે. કેટલા ઊંચે ? બતાવવામાં આવે છે કે એક જોજનના ચોવીસ ભાગ કરવામાં આવે અને તેના તેવીસ ભાગ છોડીને એટલે કે નીચે મૂકીને, ઉપરના ચોવીસમાં ભાગમાં (અથવા એક કોસના છઠ્ઠા ભાગમાં) સિદ્ધાત્માઓ બિરાજે એ ચોવીસમો ભાગ કેટલો છે ? ૩૩૩ ધનુષ અને ૩૨ આંગળનાં માપનો છે. (ઉત્કૃષ્ઠ ૫૦૦ ધનુષ્યના દેહમાનવાળા જીવની અવગાહના પડે તેટલો). માત્ર મનુષ્યગતિમાં જ મુક્તિ છે. માત્ર મનુષ્યગતિમાંથી જ સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યલોક પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. બરાબર એની ઉપર, લોકના અગ્ર ભાગમાં પિસ્તાલીસ લાખ યોજના પ્રમાણ લાંબી અને પહોળી સિદ્ધશિલા છે. આ વર્તળાકાર સિદ્ધશિલા મધ્યમાં આઠ યોજન જાડી છે. અને ચારે તરફ ઘટતી ઘટતી કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે. તેનો Page #73 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ૭૩ આકાર નગારા જેવો, અડધી કાપેલી મોસંબી જેવો, કટોરા જેવો કે ચત્તા છત્ર જેવો છે. કોઈક ગ્રંથમાં સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચંદ્ર જેવો બતાવ્યો છે, તો કોઈકમાં બીજના ચંદ્ર જેવો બતાવ્યો છે, એટલે સ્વસ્તિકમાં (દેરાસરમાં કરાતા સાથિયામાં) સિદ્ધશિલાની આકૃતિ બંને પ્રકારની જોવા મળશે. જુદી જુદી અપેક્ષાએ બંને સાચા છે. નીચેથી સિદ્ધશિલા જોવામાં આવે તો તે બીજના ચંદ્ર જેવી દેખાય અને સામેથી, સમાન કક્ષાએથી જોવામાં આવે તો અષ્ટમીના ચંદ્ર જેવી દેખાય. ‘ઉવવાઈ સૂત્ર’માં ‘સિદ્ધ’ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. कहिं पडिह्या सिद्धा कहिं सिद्धा पट्टिया कहिं वोंदिं चइत्ताणं कत्थ गंतुणु सिज्झइ ।। [ હે ભગવાન ! સિદ્ધ ભગવાન ક્યાં જઈને થોભ્યા છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સ્થિર રહ્યા છે ? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડ્યું છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સિદ્ધ થયા છે ? ] अलोए पडिहया सिद्धा लोयग्गेय पट्टिया । इहं वोंदिं चइत्ताणं तत्थ गंतूण सिज्झइ || [ હે શિષ્ય ! અલોક આગળ સિદ્ધ ભગવાન થોભ્યા છે. લોકના અગ્રભાગમાં પહોંચીને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલા છે. સિદ્ધ ભગવાને આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે પહોંચીને સિદ્ધ થયા છે. જીવ આઠ કર્મનો ક્ષય કરી ઊર્ધ્વગતિ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્રે બિરાજે છે. કોઈકને પ્રશ્ન થાય કે તે લોકાગ્રે જ શા માટે બિરાજે છે ? તેનું કારણ એ છે કે ઊર્ધ્વગતિ કરવી એ કર્મમળથી સર્વથા મુક્ત થઈને વિશુદ્ધ બનેલા આત્માનો સ્વભાવ છે. આત્મા લોકાગ્રે અટકી જાય છે કારણ કે ગતિમાં સહાય ક૨નારું ધર્માસ્તિકાય તત્ત્વ અને સ્થિતિમાં સહાય કરનારું અધર્માસ્તિકાય તત્ત્વ ફક્ત ચૌદ રાજમય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલે જીવલોકના અગ્રભાગે પહોંચીને અટકી જાય છે. સિદ્ધ બનેલો જીવ જ્યારે એનું ચરમ શરીર છોડે છે ત્યારે એ શરીરના ૨/૩ ભાગ જેટલી એની આત્મજ્યોતિ-અવગાહના (પોતાના આત્માપ્રદેશોમાં વ્યાપીને રહેવું) લોકાંતે બિરાજે છે. સિદ્ધ બનેલા બધા જીવોનાં ચરમ શરીર એકસરખાં માપનાં નથી હોતાં; નાનાંમોટાં હોય છે. એટલે દરેકની અવગાહના એકસરખા માપની નથી હોતી, પરંતુ નાનીમોટી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જિનતત્વ હોય છે. હવે સિદ્ધના જીવો જ્યારે ઊર્ધ્વગતિ કરે છે ત્યારે તેમનું મસ્તક ઉપર હોય છે એટલે જ્યાં લોક પૂરો થાય છે અને અલોક શરૂ થાય છે) ત્યાં એમનું મસ્તક અડે છે. એટલે જ આપણે તીર્થંકર પરમાત્માની નવાંગી પૂજા કરતી વખતે, મસ્તકે તિલક કરતાં એનો મહિમા ગાઈએ છીએ કે : સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત વસિયા તેને કારણે ભવિ શિરશિખા પૂજત. આ રીતે સિદ્ધશિલાનું આખું દૃશ્ય જો નજર સામે કરીએ તો અનંત આત્માજ્યોતિઓનો મસ્તકનો ઉપરનો ભાગ લોકના અંતની લીટીએ એકસરખો અડીને રહેલો છે. તેમાં મસ્તકાકાર નાનામોટા છે, પરંતુ તે બધા એકસરખા એક રેખાએ અડીને રહેલા છે. પરંતુ મસ્તકની નીચેના શરીરની અવગાહનાનો ભાગ બધાંનો એકસરખો નથી, કારણ કે દરેકનું ચરમ દેહપ્રમાણ એકસરખું નથી; અને મોક્ષગતિ વખતની તેમની આસનમુદ્રા પણ એકસરખી નથી. એટલે સિદ્ધગતિના જીવોની અવગાહના મસ્તકે ઉપરના ભાગમાં સદેશ છે અને નીચેના ભાગમાં વિસદશ છે. સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે અને તેની ઉપર સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે. સિદ્ધશિલાની ઉપર પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ રહેલા છે એમ શાસ્ત્રકારો કહે છે. મુક્તિ પામનાર જીવો સમશ્રેણીએ સીધી ગતિએ બીજા સમયે સિદ્ધશિલા ઉપર લોકાગ્રે પહોંચી જાય છે. હવે મનુષ્યલોકમાં અકર્મભૂમિની સીધી દિશાએ ઉપર સિદ્ધશિલાની ઉપર રહેલા પ્રદેશોમાં પણ અનંતા સિદ્ધો રહેલા છે. પરંતુ અકર્મભૂમિમાં કેવળજ્ઞાન નથી. તો સિદ્ધશિલાની ઉપરના એ પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કાળ અનંત છે. એમાં સંહરણ થયેલ કેવળજ્ઞાની અકર્મ ભૂમિમાં મોક્ષે જાય તો તે સિદ્ધશિલાની ઉપર એ પ્રદેશમાં પહોંચીને સ્થિત થાય. આવી રીતે અનંત કાળચક્રમાં અનંત જીવો ત્યાં પણ સિદ્ધાવસ્થા પામ્યા છે એ રીતે વિચારતાં અકર્મભૂમિ ઉપર આવેલા સિદ્ધશિલાના એ ભાગમાં પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધો રહેલા છે એ સમજાય એવું છે. જીવો બે પ્રકારના છે : (૧) સિદ્ધ અને (૨) સંસારી. સિદ્ધશિલા ઉપર સિદ્ધ જીવો તો હોય છે. પણ શું સંસારી જીવો પણ ત્યાં હોઈ શકે ? હા, કારણ કે ચૌદ રાજલોક સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. એટલે સૂક્ષ્મ નિગોદના એકેન્દ્રિય જીવો સિદ્ધશિલા ઉપર પણ અનંતા છે. ત્યાં જવાનું તેમનું Page #75 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ૫રમાત્મા ઉપ પ્રયોજન કે કારણ ? તેમની તેવી કર્મની ગતિ. સિદ્ધશિલા ઉપર ગયેલા સિદ્ધના પ્રકારના જીવો ત્યાં જ્યોતિરૂપે અનંત કાળ માટે નિષ્કપ, સ્થિર છે. એમને હવે નીચે ઊતરવાપણું, સંસારનું પરિભ્રમણ રહ્યું નથી. પરંતુ સૂક્ષ્મ સ્થાવ૨કાય એકેન્દ્રિય જીવોનો ત્યાં સ્થિ૨વાસ નથી. કર્મવશ તેમને પણ નીચે ઊતરવાનું, સંસારમાં પરિભ્રમણ કરવાનું રહે જ છે. આવી રીતે એ પ્રકારના સંસારી જીવો અનંતવાર સિદ્ધશિલા ઉપર જઈ આવ્યા હોવા છતાં અને સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોની લગોલગ રહેવા છતાં, કર્મની ગતિને કારણે તેમને તેઓનો કશો લાભ મળતો નથી. વળી, સિદ્ધશિલા ઉપર કાર્મણ વર્ગણાના પુદ્ગલ ૫૨માણુઓ પણ હોવા છતાં સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોને તે સ્પર્શી શકતા નથી. સિદ્ધાત્માઓ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. સિદ્ધશિલા ભલે પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ હોય, પણ ચૌદ રાજલોકની દૃષ્ટિએ એ અલ્પ પ્રમાણ ગણાય. એના ઉપર અનંત સિદ્ધાત્માઓ કેવી રીતે બિરાજમાન થઈ શકે ? વળી સિદ્ધગતિ તો નિરંતર ચાલુ છે એટલે કે નવા નવા સિદ્ધાત્માઓ ત્યાં પહોંચે છે. તો પછી એ બધાનો સમાવેશ ત્યાં કેવી રીતે થઈ શકે ? આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. એનો ઉત્તર એ છે કે સિદ્ધાત્માઓની અવગાહના ત્યાં પરસ્પર અવિરોધથી સમાઈ શકે છે. સિદ્ધાત્માઓ નિજ નિજ પ્રમાણ અમૂર્ત અવગાહનારૂપ હોય છે. જેમ કોઈ વિશાળ ખંડમાં હજાર દીવા મૂકવામાં આવ્યા હોય તો તે બધાના પ્રકાશ એકબીજા સાથે ભળીને સમાય છે. તેની વચ્ચે સંઘર્ષ થતો નથી. વળી એ ખંડમાં બીજા હજા૨ કે વધુ દીવા મૂકવામાં આવે તો તેનો પ્રકાશ પણ તેમાં અવિરોધથી સમાઈ જાય છે અને દરેક દીવાનો પોતાનો સ્વતંત્ર પ્રકાશ હોય છે. તેવી રીતે સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્માઓની અશરીરી અમૂર્ત આત્મજ્યોતિ અવગાહના કે છાયારૂપે ત્યાં સમાઈ શકે છે. જો દૃશ્યમાન, મૂર્ત દીપક પ્રકાશ એક સ્થળે સમાઈ શકે તો અમૂર્ત, અદશ્યમાન અવગાહનાની તો વાત જ શી ? સિદ્ધ ભગવંત સિદ્ધશિલા ઉપર શાશ્વતકાળને માટે બિરાજમાન થાય છે, તો પછી તેમને ક્યાંય જવા આવવાનું નહીં ? કશું ક૨વાનું નહીં ? એવી રીતે રહેવાનો કંટાળો ન આવે ? આવા નિષ્ક્રિય જીવનની મજા શી ? આવા આવા પ્રશ્નો થવા એ સામાન્ય જિજ્ઞાસુ માણસોને માટે સ્વાભાવિક છે. આપણે જે સુખ અનુભવીએ છીએ તે ઇન્દ્રિયાધીન છે, ઇન્દ્રિયો દ્વારા તે Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉક જિનતત્ત્વ સુખ ચિત્ત અનુભવે છે. એ સુખ પુદ્ગલ પદાર્થના સંસર્ગનું છે. એટલે ખાવુંપીવું, હરવું ફરવું, ભોગ ભોગવવા વગેરેમાં આપણને સુખ લાગે છે. તેવી જ રીતે તેના અભાવથી આપણને દુ:ખનો અનુભવ થાય છે. આ સુખ-દુ:ખને પણ મર્યાદા છે; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની. આ સુખ અનંત કાળ માટે અનુભવી શકાતું નથી. વળી, તેનો અતિભોગ પણ થઈ શકતો નથી. એના અનુભવમાં પરાધીનપણું છે. જ્યાં રોગ છે, આસક્તિ છે, તૃષ્ણા છે, અપેક્ષા છે, સુક્ય છે ત્યાં તેના સંતોષથી આ સુખ અનુભવાય છે. પરંતુ તે સુખ કર્માધીન છે. ક્યારેક અનુભવની ઇચ્છા છતાં તે અનુભવવા ન મળે. ક્યારેક સુખ અનુભવવા જતાં, મધવાળી તલવાર ચાટવા જવાની જેમ, અતિશય દુઃખ સહન કરવાનો વખત પણ આવે. સિદ્ધગતિનું સુખ અક્ષય, આવ્યાબાધ, શાશ્વત છે. તે પુગલ પદાર્થ પર અવલંબતું નથી. તે સ્વ-સ્વભાવમાં રમણતારૂપ છે. શરીરરહિત અવસ્થાનું એ સુખ કેવું છે તે સમજાવવા માટે કે સરખામણી કરવા માટે જગતમાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિ નથી. ખુદ સર્વજ્ઞ ભગવંતો, એ સુખ કેવું છે તે જાણવા છતાં વર્ણવી શક્તા નથી. ભાષાનું માધ્યમ ત્યાં અપૂર્ણ છે. એ વર્ણવવા માટે ભાષાની શક્તિ પરિમિત છે. એ સુખ માત્ર અનુભવગમ્ય છે. “અપૂર્વ અવસરમાં શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે : જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. જ્યાં આસક્તિ, ઔસુક્ય, અપેક્ષાં, તૃષ્ણા, અપૂર્ણતા ઇત્યાદિ હોય છે ત્યાં ક્રિયાથી ઇન્દ્રિયગમ્ય આનંદનો અનુભવ થાય છે અને તે પણ અત્યંત પરિમિત પ્રકારનો. જ્યાં પૂર્ણતા છે, તથા આશા, તૃષ્ણા, અપેક્ષાનો અભાવ છે, ત્યાં ક્રિયાની કોઈ આવશ્યકતા કે અપેક્ષા રહેતી નથી. એટલે જ સિદ્ધગતિમાં નિષ્ક્રિયતા નથી. ત્યાંથી બીજે ક્યાંય જવાની જરૂર નથી, જવાપણું રહેતું નથી. સિદ્ધત્વ એ જીવનો પારિણામિક ભાવ છે, એ જીવનો સ્વભાવવ્યંજન પર્યાય છે. વસ્તુત: અશરીર અવસ્થામાં, વિશુદ્ધ સ્વરૂપમાં રમણતાનો જે આનંદ છે તેની તોલે આવે એવો આપણો કોઈ જ આનંદ નથી. ઔપપાતિક (ઉવવાઈ) સૂત્રમાં કહ્યું છે : Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૭ સિદ્ધ પરમાત્મા णवि अस्थि मणस्साणं तं सोक्खं ण वि य सब्बदेवाणं । जं सिद्धाणं सोक्खं अब्बावाहं उवगयाणं । जं देवाणं सोक्खं सबद्धा पिंडियं अणंतुगुणं । ण य पावइ मुक्तिसुहं णताहि वग्ग-वग्गूहिं ।। [નિરાબાધ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી લીધી છે એવા સિદ્ધો જે સુખ અનુભવે છે તેવું સુખ મનુષ્યોની પાસે નથી તથા સર્વ પ્રકારના દેવો પાસે નથી. દેવતાઓના ત્રણે કાળ (ભૂત, વર્તમાન અને ભવિષ્ય)નાં સુખોને એકત્રિત કરવામાં આવે અને એને અનંતવાર વર્ગ-વર્ગિત (એટલે ગુણિત-Square) કરવામાં આવે તો પણ મુક્તિ સુખની તોલે તે ન આવે.] યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે : सुरासुरनरेन्द्राणां यत्सुरवं भुवनत्रये । तत्स्यादनन्तभागोपि न मोक्षसुखसंपद : ।। સુિર, અસુર અને નરેન્દ્રોને આ ત્રણ ભુવનમાં જે સુખ છે તે સુખ મોક્ષસુખની સંપદા પાસે અનંતમાં ભાગ જેટલું પણ નથી.] “પ્રશમરતિ'માં વાચક ઉમાસ્વાતિ કહે છે : देहमनोवृत्तिभ्यां भवतः शारीर मानसे दुःखे । तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ।। સિરિસિરિવાલ કહા'માં શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે : जे अ अणंतमणतंरमणोवमं सासयं सयाणंदं । सिद्धिसुहं संपत्ता ते सिद्धा दिंतु मे सिद्धिं ॥ તત્ત્વાનુશાસન'માં કહ્યું છે : आत्मायत्तं निरावाधमतीन्द्रियमनीश्वरम् । धातिकर्मक्षयोद्भूतं-यत्तन्मोक्षसुखं विदुः ।। [જે સુખ સ્વાધીન છે, બાધારહિત છે, ઇન્દ્રિયોથી પર છે, આત્મિક છે, અવિનાશી છે તથા ઘાતિ કર્મોના ક્ષયથી પ્રગટ થયું છે તેને “મોક્ષસુખ' કહેવામાં આવે છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રીપાલ રાસ'માં લખે છે : ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે. Page #78 -------------------------------------------------------------------------- ________________ જિનતત્વ જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ. આતમરામ રમાપતિ સમરો તે સિદ્ધ સહજ સમાધિ રે. પંડિત દોલતરામજીએ “છહ ઢાળામાં સિદ્ધ પરમાત્માનું વર્ણન કરતાં લખ્યું છે : જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહેતા, તે હે નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનન્તા. [જ્ઞાન એ જ માત્ર જેઓનું હવે શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રિવિધ પ્રકારના કર્મના મલથી રહિત છે એવા નિર્મળ સિદ્ધ પરમાત્મા અનંત કાળ સુધી અનંત (અસીમિત) સુખ ભોગવે છે.]. પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ સત્તાથી રહેલું છે, પરંતુ તે કર્મના આવરણથી યુક્ત છે. જીવોમાંથી ફક્ત ભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય કે જાતિભવ્ય જીવો ક્યારેય સિદ્ધગતિ પામી શકવાના નથી. ભવ્ય જીવોમાંથી પણ કોણ, ક્યારે, કેટલી સંખ્યામાં સિદ્ધગતિ પામી શકે તે વિશે આગમ સૂત્રોમાં સ્પષ્ટ વિધાનો છે. ઉ. ત. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે : जीवेण भन्ते । सिज्झमाणे कयरंमि आउए सिज्झइ ? गोयमा । जहन्नेणं साइरेगट्ठवासाए उक्कोसेणं पुबकोडियाउए सिज्झइ ।। ભિગવન્! જીવ કેટલા આયુષ્યમાં સિદ્ધમુક્ત થઈ શકે છે ? ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી અધિક આયુષ્યમાં અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વના આયુષ્યમાં જીવ સિદ્ધ થઈ શકે છે.] “સિદ્ધપ્રાભૃત”, “સિદ્ધપંચાશિકા', “નવતત્ત્વપ્રકરણ' વગેરે ગ્રંથોમાં સિદ્ધપદની આઠ દ્વારે, નવ દ્વારે અને પંદર વારે એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પ્રરૂ પણા કરવામાં આવી છે. આઠ દ્વાર આ પ્રમાણે છે : (૧) સતુ પદ, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ, (૮) અલ્પબહત્વ. આ આઠ દ્વારમાં ભાગદ્વાર' ઉમેરી નવ દ્વારે વિચારણા કરવામાં આવે છે. સિદ્ધપદની પંદર દ્વારે પ્રરૂપણા આ પ્રમાણે કરવામાં આવે છે : (૧) ક્ષેત્ર, (૨). કાળ, (૩) ગતિ, (૪) વેદ, (૫) તીર્થ, (૯) લિંગ, (૭) ચારિત્ર, (૮) બુદ્ધ, (૯) જ્ઞાન, (૧૦) અવગાહના, (૧૧) ઉત્કર્ષ, (૧૨) અંતર, (૧૩) અનુસમય, (૧૪) ગણના અને (૧૫) અલ્પબદુત્વ. Page #79 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા te આ પંદર દ્વારમાંથી કેટલીક મહત્ત્વની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે (વધુ વિગતો માટે ‘સિદ્ધપ્રાકૃત’, ‘સિદ્ધપંચાશિકા’ વગેરે ગ્રંથ જોવા) : જુદા જુદા પ્રકારના સિદ્ધની અપેક્ષાએ એક સમયમાં વધુમાં વધુ કેટલા સિદ્ધ થાય ? એ માટે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે : (૧) તીર્થંકરના શાસનકાળ દરમિયાન અર્થાત્ તીર્થની પ્રવૃત્તિમાં એક ‘સમય’માં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. (૨) તીર્થના વિચ્છેદના કાળમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦ સિદ્ધ થાય. (૩) એક સમયમાં વધુમાં વધુ ૨૦ તીર્થંકરો સિદ્ધ થાય. (૪) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સામાન્ય કેવલીઓ સિદ્ધ થાય. (૫) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વયંબુદ્ધ સિદ્ધ થાય. (૬) એક સમયમાં વધુમાં વધુ ૧૦ પ્રત્યેક બુદ્ધિ-સિદ્ધ થાય. (૭) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ બુદ્ધબોધિત સિદ્ધ થાય. (૮) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વલિંગી સિદ્ધ થાય. (૯) એક સમયમાં વધુમાં વધુ ૧૦ અન્યલિંગી સિદ્ધ થાય. (૧૦) એક સમયમાં વધુમાં વધુ ૪ ગૃહસ્થલિંગી સિદ્ધ થાય. (૧૧) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ પુરુષલિંગી સિદ્ધ થાય. (૧૨) એક સમયમાં વધુમાં વધુ ૨૦ સ્ત્રીલિંગી સિદ્ધ થાય. (૧૩) એક સમયમાં વધુમાં વધુ ૧૦ નપુંસકલિંગી સિદ્ધ થાય. (૧૪) આ બધા જુદા જુદા પ્રકારના ભેગા મળીને કોઈપણ એક સમયે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. સિદ્ધગતિનાં દ્વાર નિરંતર ખુલ્લાં છે, છતાં ક્યારેય કોઈ જીવ સિદ્ધ ન થાય એવો કાળ પણ હોય છે. એવો અંતર કાળ કેટલો ? એટલે કે બે સિદ્ધ કે સિદ્ધો વચ્ચેનું જધન્ય અને ઉત્કૃષ્ટ અંતર કેટલું ? જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિનાનું અંતર સિદ્ધ થયા વિનાનું હોય છે. અવગાહના આશ્રીને સિદ્ધો નીચે પ્રમાણે થાય : (૧) જઘન્ય બે હાથની કાયાવાળા (વામન સંસ્થાનવાળા) એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. (તેમની અવગાહના એક હાથ અને આઠ અંગૂલની રહે.) (૨) મધ્યમ કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. તેમની અવગાહના તેમની કાયાના લગભગ ૨/૩ ભાગ જેટલી રહે. Page #80 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ (૩) ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ બે સિદ્ધ થાય. તેમની અવગાહના ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગૂલ જેટલી રહે. (ઋષભદેવ ભગવાનના કાળમાં તેમના સહિત ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા ૧૦૮ જીવો એકસાથે એક સમયમાં મોક્ષે ગયા તેને અચ્છેરા તરીકે ગણવામાં આવે છે.) તીર્થકરો હંમેશાં જઘન્યથી સાત હાથની કાયાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની કાયાવાળા જ સિદ્ધ થાય. મરુદેવી માતા પ૨૫ ધનુષ્યની કાયાવાળાં હતાં, પરંતુ બેઠાં બેઠાં મોક્ષે ગયાં હતાં. એટલે તેમની અવગાહના તેટલી ઓછી હતી. કાળ આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : (૧) પહેલા અને બીજા આરામાં એક સમયમાં વધુમાં વધુ ચાર સિદ્ધ થાય. (૨) ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. (૩) પાંચમા આરામાં અને છઠ્ઠાના આરંભમાં એક સમયમાં વધુમાં વધુ ચાર સિદ્ધ થાય. વળી, ‘સિદ્ધ પંચાશિકા'માં બતાવ્યું છે, તેમ આસન આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : उम्मंथिअ उद्धड्रिअ, उक्कडि वीरासणे निउंजे अ । पासिल्लग उत्तापण सिद्धा उ कमेण संखगुणआ ।। [ઉન્મથિત આસને સિદ્ધ થયેલા થોડા, તેથી ઊર્ધ્વસ્થિત આસને, ઉત્કટ આસને, ઉત્કટ આસને, વીરાસન, ન્યુન્શાસને (નીચી દૃષ્ટિ રાખી બેઠેલા), પાસિલગ આસને (એક પડખે સૂઈ રહેલા), તથા ઉત્તાનાસને (ચત્તા સૂઈ રહેલા) સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાનાગુણા જાણવા.) પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : तीसा अडयाला सट्ठी बावत्तरि य बोधव्वा । चुलसीई छिन्नुवई य दुरहिय अठुत्तरसयं च ।। એક સમયમાં (સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્ષણમાં) વધુમાં વધુ કેટલા જીવો સિદ્ધગતિ પામી શકે ? અને તે નિરંતર કેટલા સમય સુધી ? Page #81 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા આ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે બતાવવામાં આવે છે : (૧) એક સમયમાં એક, બે, ત્રણ એમ કરતાં વધુમાં વધુ બત્રીસ જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર સતત આઠ સમય સુધી સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૨) એક સમયમાં તે પ્રમાણે તેત્રીસથી અડતાલીસની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત સાત સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૩) એક સમયમાં તે પ્રમાણે ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત છ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૪) એક સમયમાં તે પ્રમાણે એકસઠથી બોતેરની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર પાંચ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૫) એક સમયમાં તે પ્રમાણે તોંતેરથી ચોર્યાસીની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ચાર સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૬) એક સમયમાં તે પ્રમાણે પંચાસીથી છન્નુની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ત્રણ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૭) એક સમયમાં તે પ્રમાણે સત્તાણુથી એકસો-બે (૧૦૨)ની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે નિરંતર બે સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે. (૮) એક સમયમાં તે પ્રમાણે એકસો ત્રણથી એકસો આઠની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે ફક્ત એક સમયે જ સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી એટલે કે બીજે સમયે અવશ્ય અંતર પડે. આમ, કોઈ પણ એક સમયે જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ મોક્ષગતિ પામી શકે. અનંત કાળથી જીવો મોક્ષે જાય છે, તો પણ તેઓ સંસારી જીવોના અનંતમા ભાગના હોય છે. જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો આ જ જવાબ હશે. અનંત કાળ પછી પણ આ જ જવાબ રહેશે. Page #82 -------------------------------------------------------------------------- ________________ જનતત્વ નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે : जइआइ होइ पुच्छा जिणाण मग्गम्मि उत्तरं तइया । इकरस निगोयस्स अणंतभागो अ सिद्धिगओ ।। જ્યારે કોઈ જિનેશ્વર ભગવાનને પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષે ગયા છે ? ત્યારે જિનેશ્વર ભગવાન ઉત્તર આપે કે અત્યાર સુધીમાં એક નિગોદના અનંતમા ભાગ જેટલા જીવો મોક્ષે ગયા છે. કોઈક પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં સંસારમાંથી કેટલા જીવો સિદ્ધ પરમાત્મા બન્યા ? ઉત્તર છે : અનંત જીવો, કારણ કે જીવો સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થઈ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે એ ઘટના અનાદિ-અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો સિદ્ધ થઈ ગયા છે, વર્તમાનકાળે પણ (મહાવિદેહ ક્ષેત્રમાંથી) અનેક જીવો સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં પણ અનંત જીવો સિદ્ધ થશે. જૈન દર્શન પ્રમાણે સંસારમાં જેટલા જીવો છે અને સિદ્ધાવસ્થામાં જેટલા જીવો છે તે કલ જીવોમાંથી એક પણ જીવ ક્યારેય ઓછો થવાનો નથી કે એક પણ નવો જીવ તેમાં ઉમેરાવાનો નથી. સંસારી જીવો સિદ્ધ બને એ ઘટના અનાદિકાળથી નિરંતર બને છે અને અનંતકાળ સુધી બનતી રહેશે. જૈન દર્શન પ્રમાણે જ્યારે એક જીવ સિદ્ધ થાય છે ત્યારે એક જીવ સક્ષમ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે. કોઈક પ્રશ્ન કરે કે જો આવી રીતે જીવો નિરંતર સિદ્ધાવસ્થા પામતા જાય તો એનો અર્થ એ થયો કે સંસારી જીવોમાંથી એટલા જીવો ઓછા થયા. તો પછી એમ કરતાં કરતાં એવો વખત ન આવે કે બધા જ જીવો સિદ્ધ બની જાય ? એનો ઉત્તર એ છે કે સિદ્ધગતિમાં હાલ અનંત જીવો છે અને હવે પછી ગમે તેટલા જીવો ત્યાં જાય તો પણ તે અનંત રહેવાના. તેવી રીતે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી, ક્રમે ક્રમે જીવ ઊંચે ચડતો જઈ સિદ્ધ બને તો પણ નિગોદના અનંત જીવો જે છે તે અનંત જ રહેવાના. એટલા માટે જ કહેવાય છે : ઘટે ન રાશિ નિગોદ કી, બઢે ન સિદ્ધ અનંત. જૈન દર્શન પ્રમાણે આંકડાઓના ત્રણ મુખ્ય વિભાગ (રાશિ) બતાવવામાં આવે છે : (૧) સંખ્યાત (૨) અસંખ્યાત અને (૩) અનંત. આમાં અનંત રાશિને આય (+) અને વ્યય (-) ઇત્યાદિની કોઈ અસર થતી નથી. એટલે તેનો ક્યારેય વિચ્છેદ થતો નથી. આ વાત ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાન પણ માન્ય રાખે Page #83 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા. છે : જેમ કે અનંત + અનંત = અનંત (+ = 0.) અનંત - અનંત = અનંત (0. – O. = 0.) અનંત X અનંત = અનંત (OLX C. = 0.) અનંત અનંત = અનંત (0 - 0 = 0) એટલે સંસારના અનંત જીવોમાંથી અનંત જીવો મોક્ષે જાય તો પણ સંસારમાં અનંત જીવો શેષ રહે. એટલે ગમે તેટલા જીવો સિદ્ધ બને તો પણ સંસાર ખાલી થઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. આવી રીતે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની ઘટના જો નિરંતર ચાલતી હોય અને સંસારમાં ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય મોક્ષસુખ પામવાનું હોય એ વાતમાં આપણને જો સમ્યફ શ્રદ્ધા હોય તો આપણે પોતે એમ વિચારવું ઘટે કે કોઈક કાળ કોઈક ભવ્યાત્માએ ભવ્ય પુરુષાર્થ કરી સિદ્ધદશા પ્રાપ્ત કરી હશે ત્યારે તેમની સાથેના કોઈક ઋણાનુબંધથી મારો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી છૂટો પડી વ્યવહાર રાશિમાં આવ્યો હશે. જો તેમ ન થયું હોત તો હું હજુ પણ નિગોદના અનંતાનંત જીવોની જેમ નિગોદનું મહાદુઃખ વેઠી રહ્યો હોત. મને નિગોદમાંથી મુક્ત કરાવનાર એ સિદ્ધાત્મા મારે માટે પરમ વંદનીય છે. એ સિદ્ધાત્માના ઉપકારનો બદલો હું કઈ રીતે વાળી શકું ? વળી તેઓ તો હવે એવી દશામાં છે કે જ્યાં એમને કશું લેવાપણું પણ રહ્યું નથી. મારે એ ઋણમાંથી મુક્ત થવાનું તો બાકી જ છે. અનંત ભવભ્રમણ કરતાં કરતાં હું મનુષ્યગતિમાં આવી પહોંચ્યો છું અને મને જો હવે ધર્મરુચિ થઈ છે અને ઋણમુક્ત થવાના કર્તવ્યની સમજ આવી છે તથા સિદ્ધાત્માએ કરેલા પુરુષાર્થનો પ્રેરક, ઉપકારક આદર્શ મારી નજર સામે છે, તે મારું એ જ કર્તવ્ય છે કે મારે પણ સૂક્ષ્મ નિગોદના કોઈક એક જીવને મુક્ત કરીને વ્યવહારરાશિમાં લાવવો જોઈએ. આ હું ત્યારે જ કરી શકું કે જ્યારે પ્રબળ પુરુષાર્થ કરી હું પોતે સિદ્ધગતિ પામી શકે. એમ હું જ્યારે કરી શકીશ ત્યારે મારા બે મુખ્ય હેતુ સરશે. જે સિદ્ધાત્માએ નિગોદમાંથી મને બહાર કાઢ્યો અને સિદ્ધદશાનો આદર્શ મારી સમક્ષ મૂક્યો છે તે હું પરિપૂર્ણ કરી શકીશ અને નિગોદમાંથી એક જીવને વ્યવહારરાશિમાં લાવીને હું ઋણમુક્ત બની શકીશ. આમ, મોક્ષપુરુષાર્થ એ ભવ્ય જીવોનું ઉભય દૃષ્ટિએ પરમ કર્તવ્ય બની રહે છે. સિદ્ધ ભગવંતોને વંદન કરવાનું પ્રયોજન છે, એની પણ આથી પ્રતીતિ થશે. સિદ્ધ ભગવંતો મંગલરૂપ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ એ ચાર મંગલ, ચાર લોકોત્તમ અને ચાર શરણરૂપ છે. આ ચારમાં બીજે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જિનતત્ત્વ ક્રમે સિદ્ધ ભગવંત છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે અરિહંત પરમાત્મા તો અનેક જીવોને ધર્મ પમાડે છે. સાધુ ભગવંતો દ્વારા અને કેવલીપ્રણીત ધર્મ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. પરંતુ સિદ્ધ ભગવંતો તો સિદ્ધ દશામાં સિદ્ધશિલા ઉપર અનંત કાળ માટે સ્થિર છે. એમને કશું કરવાપણું નથી. તેઓ હવે આપણું કશું કરી શકે તેમ નથી. તો પછી તેમને કેવી રીતે આપણે મંગલરૂપ કહી શકીએ ? તેઓ કઈ રીતે આપણને ઉપયોગી કે ઉપકારક થઈ શકે ? એનો ઉત્તર એ છે કે જો ખુદ અરિહંત ભગવંતો માટે પણ સિદ્ધ પરમાત્મા મંગલરૂપ છે તો આપણા માટે તો કેમ ન હોઈ શકે ? વળી સિદ્ધ ભગવંતો પોતાના સિદ્ધપણા દ્વારા આપણને મોક્ષમાર્ગ દર્શાવે છે. એ એમનો ઉપકાર પણ અનહદ છે. કોઈ મહાત્મા સૈકાઓ પૂર્વે થઈ ગયા હોય, આપણે એમને જોયા ન હોય તો પણ જો એમનું જીવન આપણે માટે પ્રેરણારૂપ બની જાય તો પરોક્ષ રીતે તેમનો આપણા ઉપર ઘણોબધો ઉપકાર થાય, તેમ સિદ્ધ પરમાત્માઓ અષ્ટકર્મનો ક્ષય કરી મુક્તદશા દ્વારા આપણને પરોક્ષ રીતે સમજાવે છે, પ્રેરણા આપે છે અને તે તરફ ગતિ કરવાનું બળ આપે છે. આ રીતે સિદ્ધ પરમાત્મા આપણે માટે મંગળરૂપ અને વંદનીય છે. કોઈકને પ્રશ્ન થાય છે કે સિદ્ધ પરમાત્માને કોણે જોયા છે ? સિદ્ધશિલા કોણે જોઈ છે ? કોણ ત્યાં જઈ આવ્યું છે ? માટે આ બધી વાતો માન્યામાં આવે એવી નથી. એના ઉત્તરમાં કહેવાનું કે વિશ્વમાં બધી જ બાબતો દૃશ્યમાન અને પ્રત્યક્ષ હોતી નથી. વર્તમાન વાસ્તવિક જીવનમાં પણ કેટકેટલી વાતો માટે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે, તે કહેનાર વ્યક્તિ કોણ છે તે મહત્ત્વનું છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ એમ કહેવાય છે. એટલે સર્વજ્ઞ ભગવંતોએ જે સિદ્ધ પરમાત્માની વાત કહી હોય તે માનવામાં આપણને કશો વાંધો ન હોઈ શકે. વળી, તેઓ એવી દશાએ પહોંચેલા હોય છે કે અન્યથા કહેવા માટે તેમને કોઈ પ્રયોજન નથી. વળી, આકાશ સામે નજર કરીએ છીએ તો એની અનંતતાનો ખ્યાલ આવે છે. એમાં રહેલી કેટકેટલી વસ્તુઓ વિશેની જાણકારી એ આપણી પહોંચ બહારની વાત છે. આવી અદૃષ્ટ, અગમ્ય વાત કોઈ આપણને પોતાની જ્ઞાનલબ્ધિથી કહે તો તે ન માનવા માટે કોઈ કારણ રહેતું નથી. તે માટે શ્રદ્ધા જોઈએ. બુદ્ધિ અને તર્ક કરતાં શ્રદ્ધાનું ક્ષેત્ર આ વિશ્વમાં ઘણું મોટું છે. પરંતુ તેવા જ્ઞાનીનો યોગ અને સમ્યફ શ્રદ્ધા અત્યંત દુર્લભ મનાયાં છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે મોક્ષ જીવમાં શ્રદ્ધા અને રુચિ ન થવાં એ અભવ્ય Page #85 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ૭૫ જીવનું લક્ષણ છે. અભવ્ય જીવોને નવ તત્ત્વમાંથી આઠ તત્ત્વ સુધી શ્રદ્ધા હોય છે, તેઓ ચારિત્ર લે છે અને સારી રીતે તેનું પાલન પણ કરે છે, પરંતુ અંતરમાં તેમને નવમા તત્ત્વની – સિદ્ધગતિની – મોક્ષગતિની શ્રદ્ધા હોતી નથી. સિદ્ધગતિમાં, મોક્ષપદમાં શ્રદ્ધા થવી એ ભવ્યપણાની નિશાની છે. જેમને એવી શદ્ધા છે તેમને માટે સિદ્ધ ભગવંતો પરમ વંદનીય છે. આમ, અરિહંત પરમાત્માની જેમ સિદ્ધ ભગવંતો પરમાત્માને પણ નમસ્કાર કરવા જોઈએ. શ્રી અભયદેવસૂરિ ભગવતી સૂત્રની ટીકામાં લખે છે : नमस्करणीयता चैषामविप्रणाशिज्ञानदर्शन सुखवीर्यादिगुणयुक्त तयास्वविषयप्रमोदप्रकर्षोत्पादनेन भव्यानामतीवोपकार हेतुत्वादिति ।। [ સિદ્ધ ભગવંતો અવિનાશી એવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોથી યુક્ત હોવાથી, સ્વવિષયમાં પ્રમોદનો ઉત્કર્ષ ઉત્પન્ન કરનારા હોવાથી તથા ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનારા હોવાથી નમસ્કાર કરવાને યોગ્ય છે. ] સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાથી કેવા કેવા લાભ થાય છે, તે વિશે “આવશ્યક નિર્યુક્તિ'માં શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે : सिद्धाण नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो दोह पुणो बोहिलाभाए । सिद्धाण नमुक्कारो धन्नाणं भवनयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तियावारओ होइ ।। सिद्धाण नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ।। सिद्धाण नमुक्कारो सबपावप्पणासणो । मंगलाणं च सवेसिं पढमं हवइ मंगलं ।। [ શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. તેઓને ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો વળી બોધિલાભને માટે થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ધન્ય પુરુષોના ભવનો ક્ષય કરનાર થાય છે. હૃદયમાં તેનું અનુકરણ કરવાથી દુર્ગાનનો નાશ થાય છે. ] શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ખરેખર મહાઅર્થવાળો વર્ણવેલો છે, જે મરણ વખતે બહુવાર સતત કરવામાં આવે છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે તથા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જિનતત્ત્વ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ] કોઈક કદાચ પ્રશ્ન કરે કે મોક્ષે ગયેલા જીવોને આપણે નમસ્કાર કરીએ છીએ. તો પછી “નમો મુત્તાણ'ને બદલે “નમો સિદ્ધાણં' બોલવાની શી જરૂર ? એનો ઉત્તર એ છે કે જીવનું લક્ષ્ય તો આઠ પ્રકારનાં કર્મનો અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરી સંસાર પરિભ્રમણમાંથી મુક્તિ મેળવવાનું છે. જે જીવો મુક્તિ પામ્યા છે તેમને આપણે નમસ્કાર કરીએ છીએ એ સાચું. “મુક્ત” અને “સિદ્ધ” એ બે શબ્દો આમ તો સમાન અર્થવાળા છે. છતાં તે બંને વચ્ચે સૂક્ષ્મ અર્થભેદ છે. એટલે જ આપણે “નમો મુત્તાણ' નથી બોલતા, પણ “નમો સિદ્ધાણં' બોલીએ છીએ. સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત થવું અને અનંત ચતુષ્ટયી પ્રાપ્ત કરી સિદ્ધ બનવું એ બે વચ્ચે સમયાંતરનો ફરક છે. શ્રી સાગરાનંદસૂરિએ સમજાવ્યું છે કે જેલમાંથી છૂટવું એ કેદીનું પ્રથમ લક્ષ્ય હોય છે, પરંતુ છૂટ્યા પછી સ્વગૃહે આવીને રહેવાનો આનંદ ભોગવવો એ એનું અંતિમ લક્ષ્ય હોય છે. તેવી રીતે કાયારૂપી જેલમાંથી, સંસાર પરિભ્રમણમાંથી છુટવું એ જીવનું પ્રથમ લક્ષ્ય છે અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ, શુદ્ધ સ્વરૂપમાં રહી અવ્યાબાધ સુખ અનુભવવું એ જીવનું અંતિમ લક્ષ્ય છે. એટલા માટે “નમો મુત્તwi' ને બદલે નમો સિદ્ધાણં' જ યોગ્ય પાઠ છે. નવકારમંત્રમાં આપણે પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીએ છીએ. એમાં સિદ્ધ ભગવંતને કરેલો નમસ્કાર આવી જાય છે. દરેક પદની જે જુદી જુદી આરાધના કરવામાં આવે છે તેમાં પણ સિદ્ધપદની જુદી આરાધના થાય છે. નવપદની આરાધનામાં અને વીસ સ્થાનકની આરાધનામાં પણ સિદ્ધપદની આરાધના આવી જાય છે. આત્મરક્ષા મંત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતો મુખ ઉપર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલા છે. (મુન્ને મુઘપરં વરમ) જિનપંજર સ્તોત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતોની આરાધના ચક્ષુરિન્દ્રિય અને લલાટના રક્ષણ માટે કરાય છે. શરીરમાં રહેલાં મૂલાધાર વગેરે સાત સૂક્ષ્મ ચક્રોમાં નવકાર મંત્રનાં પદોનું ધ્યાન ધરાય છે, તેમાં “નમો સિદ્ધાણં' પદનું ધ્યાન મસ્તકમાં રહેલા સહસ્ત્રાર ચક્રમાં અથવા લલાટમાં આજ્ઞાચક્રમાં ધરવામાં આવે છે. હૃદયના સ્થાને અષ્ટદલ કમળમાં નવકારમંત્રનું ધ્યાન ધરાય છે, તેમાં મધ્યમાં કર્ણિકામાં અરિહંત પરમાત્માના ધ્યાન પછી ઉપરની પાંદડીમાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ણ ધ્યાન ધરવામાં આવે છે. આમ, ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા - તદુપરાંત “નમો સિદ્ધાણ'ના જાપ અને ધ્યાનથી “ગરિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કારણ કે “સિદ્ધાણં' પદમાં ત્રણે ગુરુ માત્રાઓ રહેલી છે, સિદ્ધપદ પાંચે પદમાં મોટું છે – ગુરુ છે અને તેમાં સિદ્ધા' પદ સિદ્ધેશ્વરી યોગિની માટે વપરાય છે અને તે ગરિમા સિદ્ધિ આપનાર છે. આમ, “નમો સિદ્ધાણં'ના જાપ તથા ધ્યાનથી આવા લૌકિક લાભો થાય છે. અલબત્ત, સાધકનું લક્ષ્ય તો સિદ્ધપદ પામવાનું જ હોવું જોઈએ. નવપદજીમાં, સિદ્ધચક્રમાં સિદ્ધ પરમાત્માનો રંગ બાલ સૂર્ય જેવો લાલ બતાવવામાં આવ્યો છે અને તે રંગની એમની આકૃતિનું ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું છે. પંચ પરમેષ્ઠિમાં અરિહંતનો શ્વેત, સિદ્ધનો લાલ, આચાર્યનો પીળો, ઉપાધ્યાયનો લીલો અને સાધુનો કાળો એમ રંગો બતાવવામાં આવ્યા છે. વસ્તુતઃ પંચ પરમેષ્ઠિઓનો પોતાનો આવો કોઈ રંગ હોતો નથી. પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓએ પંચ પરમેષ્ઠિના ધ્યાન અને આરાધના માટે આ પ્રતીકરૂપ રંગોની સહેતુક સંકલના કરી છે અને તે યથાર્થ તથા રહસ્યપૂર્ણ છે. સિદ્ધ પરમાત્માએ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે એટલે કર્મરૂપી ઇંધનને બાળનાર અગ્નિના પ્રતીકરૂપે તેમનો રંગ લાલ રાખવામાં આવ્યો છે. સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માને તપાવીને, સર્વ કર્મનો ક્ષય કર્યો. તપાવેલું રક્તવર્ણ સોનું જેમ મલિનતા વિનાનું, સાવ શુદ્ધ થઈ જાય છે તેમ સિદ્ધ પરમાત્માના વિશુદ્ધ આત્માનું ધ્યાન તપાવેલા સુવર્ણ જેવા રક્ત રંગથી કરવાનું હોય છે. જેમ સંપૂર્ણ નિરામય માણસનું રક્ત લાલ રંગનું હોય છે, તેમ કર્મના કોઈપણ પ્રકારના રોગથી રહિત સિદ્ધ પરમાત્માનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. મંત્રશાસ્ત્રમાં રક્તવર્ણ વશીકરણ-આકર્ષણના હેતુ માટે મનાય છે. સિદ્ધાત્માઓ મુક્તિરૂપી વધુનું આકર્ષણ કરનારા છે, તેથી તથા જગતના સર્વ જીવોને પોતાના તરફ આકર્ષી રહ્યા છે, તેથી તેમનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ સૌભાગ્યનો મનાય છે. શુકનવંતો ગણાય છે. સિદ્ધ પરમાત્માઓ મુક્તિરૂપી લક્ષ્મીનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય અપાવનારા છે માટે લાલ રંગથી એમનું ધ્યાન ધરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ ઘણે દૂર સુધી જોઈ શકાય છે. (સિગ્નલ વગેરેમાં એટલે જ લાલ રંગ વપરાય છે.) સિદ્ધ પરમાત્મા ચૌદ રાજલોકના ઠેઠ ઉપરના છેડે બિરાજમાન છે, છતાં સારી આંખવાળા (સમ્યફ દૃષ્ટિવાળા) જીવો એમને પોતાના ધ્યાનમાં જોઈ શકે છે. લાલ રંગ ચેતવણીનો, થોભી જવાનો રંગ છે. સિદ્ધ પરમાત્મા આપણને નવા Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કર્મબંધનથી થોભી જવા માટે ચેતવે છે. એટલા માટે અષ્ટદલ કમળમાં નવપદજીનું ધ્યાન ધરવામાં સિદ્ધ ૫૨માત્માનું રક્તવર્ણથી ધ્યાન ધરવાનું હોય છે. સિદ્ધ પરમાત્માના રક્ત રંગનાં ઉદાહરણો આપતાં એક બાલાવબોધકારે લખ્યું છે, ‘જે સિદ્ધ રક્તકાન્તિ ધરતા, જિસ્યું ઊગતો સૂર્ય, હિંગુળનો વર્ણ, દાડિમ-જાસૂદનું ફૂલ, અર્ધગુંજારવ, નિષદ પર્વત, રક્તોત્પલ કમલ, મરકત રત્ન, ચોળનો રંગ, કંકુનો રોળ, ચૂના સહિત તંબોળ, ઇસી રક્તવર્ણ સિદ્ધની પાંખડી ધ્યાઈએ.’ જિનતત્ત્વ યુવાચાર્ય શ્રી નથમલજી પંચ ૫૨મેષ્ઠિના ધ્યાનની પ્રક્રિયામાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન દર્શન કેન્દ્રમાં ચિત્તને કેન્દ્રિત કરી, પોતાના શ્વાસ વડે આકાશમાં ‘નમો સિદ્ધાણં' એમ અક્ષરો લખી; પહેલાં માતૃકાઓનું, પછી પદનું, પછી અર્થનું અને પછી પોતાનામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન; બાલ સૂર્ય અને પછી પૂર્ણિમાના શીતલ ચંદ્રના રૂપમાં, સાક્ષાત્કાર સહિત કરવાનું સમજાવ્યું છે. નવપદની આરાધનામાં બીજા દિવસે સિદ્ધપદની આરાધના કરવાની હોય છે એ માટે ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલો નીચેનો દૂહો બોલી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે : રૂપાતીત સ્વભાવ જે, કેવલ ઇંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે. એ દિવસે ‘ઊં હ્રીં નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. એ દિવસે આઠ કાઉસગ્ગ, આઠ સાથિયા, આઠ પ્રદક્ષિણા અને આઠ ખમાસમણ એ પ્રમાણે વિધિ કરવાની હોય છે. સિદ્ધ ભગવંતના આઠ ગુણ છે. તે પ્રત્યેક ગુણ બોલીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે, જેમ કે (૧) અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમ:, (૨) અનંત દર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૩) અવ્યાબાદ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૪) અનંત ચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૫) અક્ષમ સ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૬) અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૭) અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૮) અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ:. એ દિવસે ગોધૂમ (લાલ ઘઉં)ના સાથિયા કરાય છે. શક્તિસંપન્ન વ્યક્તિ આઠ સાથિયા ઉપર આઠ માણેક મૂકે છે. એક ધાનનું આયંબિલ કરનાર ઘઉંની વાનગી વાપરે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા વીસ સ્થાનક તપની આરાધનાના દૂહાઓમાં સિદ્ધ પરમાત્માને નીચેનો દૂહો બોલી નમસ્કાર કરવામાં આવે છે. ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ, અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. એ દિવસે “ઊં નમો સિદ્ધાણની વીસ નવકારવાળી ગણવાની હોય છે. તદુપરાંત ૩૧ સાથિયા, ૩૧ ખમાસમણ તથા ૩૧ કાઉસગ્ન કરવાના હોય છે. પ્રત્યેક ખમાસમણ વખતે સિદ્ધપદના એક એક એમ ૩૧ ગુણ (આઠ કર્મની ૩૧ મુખ્ય પ્રકૃતિ)ના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે. ઉ. ત. શ્રી મતિજ્ઞાનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમ: વળી, પ્રત્યેક ખમાસમણ વખતે ઉપરનો દૂહો બોલવાનો હોય છે. ખમાસમણ પછી ૩૧ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે, તથા સિદ્ધપદનું ધ્યાન રક્તવર્ણ કરવાનું હોય છે. સિદ્ધપદની આવી આરાધનાથી હસ્તિપાળ રાજા તીર્થકર થયા હતા. સિદ્ધપદના સાચા આરાધક જીવો અવશ્ય સિદ્ધપદ પામે છે. એટલે જ ચતુર્વિશતિસ્તવ-લોગસ્સસૂત્રમાં પણ છેલ્લી ગાથામાં સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવામાં આવી છે : चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा ।। सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ।। સિદ્ધ પરમાત્મા પાસે સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવાની હોય છે. આચાર્ય શ્રી સિદ્ધસેને કહ્યું છે કે, “નમો સિદ્ધાણં' પદમાં પાંચ અક્ષર છે તે ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરીરનો નાશ કરનાર, પંચત્વ (મરણ)ના પ્રપંચોને દૂર કરનાર તથા “પંચમ ગતિ' (મોક્ષગતિ) અપાવનારા છે. આ પંચમ ગતિ મેળવવાનું પોતાનું લક્ષ્ય રહે અને તેને યોગ્ય પુરુષાર્થ કરવાનું બળ મળી રહે એવી જીવની અભિલાષા હોવી ઘટે. परिशिष्ट શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન શ્રી શૈલેશી પૂર્વપ્રાંત, તનુ હીન ત્રિભાગી; પૂર્વપ્રયોગ પ્રસંગથી, ઉરઘ ગતિ જાગી. સમય એકમાં લોકપ્રાંત, ગયા નિગુણ નિરાગી; Page #90 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. કેવલ દંસણ નાણથી એ, રૂપાતીત સ્વભાવ: સિદ્ધ ભયે તસુ હીરધર્મ, વંદે ધરી શુભ ભાવ. શ્રી સિદ્ધપદનું સ્તવન શ્રી સિદ્ધપદ આરાધિએ રે, ક્ષય કિધા અડ કર્મ રે શિવ વસીયા. અરિહંતે પણ માનીયા રે, સાદી અનંત સ્થિર શર્મ રે. ૧ ગુણ એકત્રીસ પરમાત્મા રે, તુરિય દશા આસ્વાદ રે. એવંભૂત નયે સિદ્ધ થયા રે, ગુણગણનો આહલાદ રે. ૨ સુરગણ સુખ ત્રિહું કાળનાં રે, અનંતગુણ તે કીધ રે. અનંત વર્ગે વર્ગિત કર્યા રે, તો પણ સુખ સમીધ રે. ૩ બંધ ઉદય ઉદીરણા રે, સત્તા કર્મ અભાવ રે. ઊર્ધ્વગતિ કરે સિદ્ધજી રે, પૂર્વપ્રયોગ સભાવ રે. ૪ ગતિ પારિણામિક ભાવથી રે, બંધન-છેદન યોગ રે. અસંગ ક્રિયા બળે નિર્મળો રે, સિદ્ધગતિનો ઉદ્યોગ રે. ૫ પએસઅંતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે. ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન ધન કીધ રે. ૬ સિદ્ધશિલાની ઉપરે રે, જ્યોતિમાં જ્યોતિ નિવાસ રે. હસ્તિપાલ પરે સેવંતા રે, સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે. ૭ શ્રી સિદ્ધપદની સ્તુતિ અષ્ટ કરમ હું દહન કરીને, ગમન કિયો શિવવાસીજી, અવ્યાબાધ સાદિ અનંત ચિદાનંદ ચિદરાશિજી; પરમાતમ પદ પૂરણ વિલાસી અઘઘન દાન વિનાશીજી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યાવો, કેવલજ્ઞાની ભાખી. Page #91 -------------------------------------------------------------------------- ________________ વિનય જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈપણ એક લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનયમૂતો ઘમ્મો ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનયગુણની મીમાંસા વિવિધ દૃષ્ટિથી કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસ માટે પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ, મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે જીવમાં વિનયગુણ હોવો અનિવાર્ય મનાયો છે. ‘દ્વાત્રિશદ્ઘાત્રિકા’માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : कर्मणां द्राग् विनयनाद्विनयो विदुषां मतः । अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् ।। વિનય કર્મોનું ત્વરિત વિનય કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે, એમ જ્ઞાનીઓ કહે છે. ‘વિનય’ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિ + નય. ‘નય' શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સર્તન, સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે, ‘વિશેષપણે સારું વર્તન.’ એનો બીજો અર્થ થાય છે ‘સારી રીતે દોરી જવું', ‘સારી રીતે રક્ષણ કરવું.' જીવનવ્યવહારમાં વિનય એ સર્તનનો પર્યાય છે. સર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જિનતત્ત્વ નિદભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એટલે જ સાચો વિનય વશીકરણનું કામ કરે છે. વિનય’ શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે - () વિષેનિયતીતિ વિન: | જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય. (२) विनीयते-अपनीयते कर्म येन स विनयः । જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય. (3) પૂષ માતર: વિનવ: | પૂજ્યો પ્રત્યે આદર એ વિનય. (૪) ગુifધવુ નીચૈવૃત્તિ: વિનયઃ | ગુણાધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય. (૬) રત્નત્રયવત્યુ નિશૈવૃત્તિ. વિન: | રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્રો ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય. (૬) વષાય- વિનયન વિના: | કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. (૭) વિશિષ્ટ વિવિઘો વા નો વિના: | વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. (૮) વિનય નથતિ મને રૂતિ વિનય: | જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય. (९) विनयति कलेशकारकं अष्टप्रकारं कर्म इति विनय : ।। આઠ પ્રકારનાં કલેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય. (१०) अनाशातना बहुमानकरणं च विनय: । આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય. જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ Page #93 -------------------------------------------------------------------------- ________________ વિનય જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ધર્મ પ્રતિ મૂનમૂતા વંદના | ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચ પરમેષ્ઠિને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નમો શબ્દથી થાય છે. એક જ વખત નમો શબ્દ ન પ્રયોજતાં પ્રત્યેક પદ સાથે નમો શબ્દ જોડાયેલો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દૃઢ થાય તે માટે ફરી ફરીને ન પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પરંતુ ઉચ્ચ પદવાળી વ્યક્તિ નીચેનું પદ ધરાવનારને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય ભગવંત પણ નમો ઉવાયા પદ બોલે અને નમો નો સવ્વસાહૂi પદ પણ બોલે. તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે. જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી નીચે ઊતરી વંદન કરે છે. એમાં પણ વિનયગુણનો મહિમા રહેલો છે. જન્મમરણની ઘટમાળથી સતત ઊભરાતા આ સંસારમાં કોઈપણ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં. બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઈક જુદું જ હોય. તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ, જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઈતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલા કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. ઉદ્ધત, સ્વચ્છંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે માણસને વિનયી બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે. કેટલાકને ગરજે વિનયી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઈક જોઈતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું શીખવવું પડતું નથી. સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે રહેલા Page #94 -------------------------------------------------------------------------- ________________ ८४ જિનતત્ત્વ વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે. વિનય હંમેશાં હૃદયના ભાવપૂર્વકનો, સાચો જ હોય એવું નથી. બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંતરમાં અભાવ, ઉદાસીનતા કે ધિક્કાર-તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાકને વિનય દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનયી માણસની ખુશામતનો ભાવ છતો થઈ જાય છે. જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ. પુય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર. આ નવ પ્રકારમાં એક પ્રકાર તે નમસ્કારનો છે. નમસ્કારમાં વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણની જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. એ સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાસ્ય છે. જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષત: શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “દસવૈકાલિક સૂત્ર' અત્યંત મહત્ત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ “વિનય” વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એ વિશે નાની નાની સ્કૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ. ત. નીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે : Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૫ વિનય आणानिद्देसरकरे गुरुणमुववायकारए । इंगियाकारसंपन्ने से विणीए त्ति वुच्चई ।। (જ ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની સુશ્રુષા કરે છે તથા એમનાં ઇંગિત અને આકારને સમજે છે તે વિનીત-વિનયવાન કહેવાય છે.) नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए । कोहं असच्चं कुब्बेज्जा धारेज्जा विषमप्पियं ।। (વગર પૂછે કંઈપણ બોલે નહીં: પૂછવામાં આવે તો અસત્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને મનમાં ધારણ કરે અર્થાત્ ત્યારે સમતા રાખે.) X X X नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं वे संजए । पाए पसारिए वा वि न चिट्ठे गुरुणंतिए ।। (ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ લાંબાપહોળા કરીને ન બેસે.) आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि । आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो ।।२२।। (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે નહીં, પરંતુ પાસે જઈને, ઊકડું બેસીને, હાથ જોડીને પૂછે.) स देव गंधब्ब मणुस्सपूइए चइत्तु देहं मलपंकपुब्बयं ।। सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिडिढए ।।४।। (દવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા મહદ્ધિક દેવ બને છે.) - “દસવૈકાલિક' સૂત્રના નવમા અધ્યયનમાં વિનય સમાધિ' નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ : Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૩ જિનતત્ત્વ यंभा व कोहा मयप्पमाया गुरुस्सगासे विणयं न सिक्ने । सो चेव उ तस्स अभूइभावो फलं व कीयस्स वहाय होइ ।।९/१/१ (જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદને કારણે ગુરુની પાસેથી વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કીચક (વાંસ)નું ફળ એના વધને માટે થાય છે.) X X X विवत्ती अविणीयस्स संपत्ति विणियस्स यं । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई ।। (અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ બંનેને જાણે છે તે સાચી શિક્ષાને-સાચા જ્ઞાનને પામે છે.) निद्देसवत्ती पुण जे गुरुणं सुयत्थधम्मा विणयम्मि कोविया । तरितु ते ओहमिणं दुरुत्तरं खवित्तु कम्मं गइमुत्तमं गय ।। (જે ગુરુના આજ્ઞાવર્તી છે, ધર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિદ છે તેઓ આ દુસ્તર સંસારને તરી જઈને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામે છે.) અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે દસવૈકાલિકસૂત્રમાં કહ્યું છે : तहेव अविणीयप्पा लोगंसि नरनारिओ । दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया ।। दंडसत्थपरिज्जुण्णा असब्भवयणेहि य । कलुणा विवन्नछंदा खुप्पिवासाए परिगया ।। (એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુ:ખી, ઇન્દ્રિયોની વિકલતાવાળા, દંડ તથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલા – એવાં એવાં દુ:ખોનો અનુભવ કરનારા જોવા મળે છે.) આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમા બતાવવાની સાથે અવિનયનાં કેવાં કેવાં માઠા ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે. અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયનો ગુણ Page #97 -------------------------------------------------------------------------- ________________ વિનય ૮૭. આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે “વિનય વડો સંસારમાં’ એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. ઘઉના ગ્રંથમાં કહ્યું છે : विणयसंपण्णदाए चेव तित्थयरणामकम्मं बंधति । વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દૃષ્ટિએ જ્યારે પ્રકારો બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવવિનય એવા બે પ્રકારો બતાવવામાં આવે છે. દ્રવ્યવિનયને બાહ્ય વિનય અને ભાવવિનયને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિ “ઉપદેશપ્રાસાદ”માં કહે છે : बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः । तदेकैकोऽपि दिभेदो लोकलोकोत्तरात्मकः ।। (બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.) બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દૃષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે : (૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. (૨) અભ્યતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. (૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય. લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેમને તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃધ્યમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે. લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રુષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા – મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જિનતત્ત્વ બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના ઉપકારોનું સ્મરણ ઇત્યાદિ ગણાય છે. કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય અથવા લજ્જાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દષ્ટાંત આપવામાં આવે છે. કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે, “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે.' આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહીં ? ત્યારે ભગવાન એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન કર્યા છે. આ જાણીને ગૌતમસ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અઈમુત્તા મુનિ વગેરે ઘણાંનાં દૃષ્ટાંત આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અત્યંતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે. જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ એમના આચારને કારણે ગૃહસ્થ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ કર્યો હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહીં, પણ તે જ વખતે તેઓ “આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે' એમ સમજી મનોમન ભાવથી વંદન કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અત્યંતર વિનય Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને ‘હું તો સાધુ છું, એમના કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ?' – એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન હોય. વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ પાડવામાં આવે છે. આત્માના સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવવામાં આવે છે તે વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે નિશ્ચયવિનય છે. જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, કુગુરુ છે તેઓના પ્રત્યે અંતરથી પૂજ્યભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વકનો વિનયભાવ ન હોવો જોઈએ. કેવળ નિશ્ચય નયની દૃષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં આવે છે. ધવત્તામાં કહ્યું છે : બાળ- હંસન-ચરિત વિઓ ત્તિ । જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર વિનયના છે. નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિએ વિનય ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનવર્શનચરિત્રોપવાર:। જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રાસાદ’માં આ રીતે વિનય ચાર પ્રકારનો બતાવ્યો છે : चतुर्धा विनयः प्रोक्तः सम्यग्ज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽर्हः विनयाह्वतपोऽचितः ।। વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યજ્ઞાનાદિ ભેદ પ્રમાણે છે. જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય છે. આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છે : (૧) જ્ઞાનવિનય; (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ‘ભગવતી આરાધના'માં બતાવવામાં આવ્યો છે. विणओ पुण पंचविहो णिद्दिठो णाणदंसणचरित्ते । तवविणओ य चउत्थो उवयारिओ विणओ | ‘વિશેષાવશ્યક ભાષ્યમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે બતાવવામાં આવ્યો છે : लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ।। લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે. અને મોક્ષવિનય ઔપપાતિકસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે : सत्तविहे विणए पण्णते तं जहा - જિનતત્ત્વ - णाणविणए, दंसणविणए चरित्तविणए, મળવળ, વચળવળ, ાવિળા, लोगावयारविणए । વિનય સાત પ્રકારનો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય. આમ, વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની દૃષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપા૨ીઓ પ્રત્યે, ઘરાકો પ્રત્યે લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને નુકસાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી, આજીજી વગેરે પ્રકારનો વિનય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશ્મનો પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય કાયમનો નથી હોતો. ફ઼ામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ Page #101 -------------------------------------------------------------------------- ________________ વિનય જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને છે. . મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અભ્યતર પ્રકારમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એકસાથે પણ સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. અધ્યાત્મમાર્ગમાં લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. સમ્યગુજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્યભાવ તે જ્ઞાનવિનય છે. જ્ઞાનાચારનાં આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે : काले विणए बहुमणे उवहाणे तह अनिन्हवण । वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो ।। કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવપણું, વ્યંજન, અર્થ તથા તદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ કરવામાં આવી છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, થૂક લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહીં, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઈર્ષ્યા, નિંદા, ભર્સના ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતા હોય ત્યારે, અમુક જ્ઞાન છૂપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઇર્ષાભાવ ન રાખવો જોઈએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ ન થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી, શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણીજોઈને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, નિરર્થક વિવાદ ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છુપાવવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઈએ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જિનતત્ત્વ - જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થંકરોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાન-જ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. પટ્ટેશપ્રાસામાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે : श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः । शुश्रुषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ।। શ્રુતજ્ઞાનની આશાતના ત્યજવી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે સુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. આમ, જ્ઞાનના વિનય સાથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો હોય છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો પણ સમજી લેવાનો છે. જ્ઞાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ વિનયભાવ વધે તેમ જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ પણ વધે. વિદ્યા વિના શમત્તે ” – એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ જો વિનય ન હોય અથવા અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ મળે નહીં. એવી વિદ્યાનું મૂલ્ય ઓછું છે. વિનય વિનાની વિદ્યા બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય તો વિદ્યા સફળ થાય છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દૃષ્ટાન્ત એ માટે જાણીતું છે. બહુમાનપૂર્વકનો વિનય હોય તો હૃદયમાં અને ચિત્તમાં એવી નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઇત્યાદિ તરત સમજાય છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે. અનુમાન સાચાં પડે છે. શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકાય છે તે પ્રશ્નો જલદી સમજી શકાય છે. આવી વૈનેયિકી બુદ્ધિનાં દૃષ્ટાન્તો કથા ગ્રંથોમાં જોવા મળે છે. વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભ્યત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને Page #103 -------------------------------------------------------------------------- ________________ વિનય ૯૩ અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે. તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં કહ્યું છે : विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिहिउं जो उ । अवमन्नइ आयरियं सा विज्जा निष्फला तस्स ।। વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, કૃત્રિમ દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે. આમ, દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા છે, એટલું જ નહીં એ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે. આમ વિનય અને બહુમાન બંને હોવાં કે ન હોવાં તે વિશે શાસ્ત્રકારો ચાર પ્રકાર બતાવે છે : (૧) વિનય હોય પણ બહુમાન ન હોય. એ માટે શ્રીકૃષ્ણના પુત્ર પાલકકુમારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. (૨) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંબકુમારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. (૩) વિનય હોય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા કુમારપાળનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. (૪) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક મહારાજાની દાસી કપિલાનું દૃષ્ટાત્ત આપવામાં આવે છે. દર્શન વિનયને સમ્યક્તવિનય પણ કહેવામાં આવે છે. વિનય ગુણનો સમક્તિ સાથે ગાઢ સંબંધ છે. સમક્તિના ૬૭ બોલમાં સદ્દતણા, શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જયણા, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પંચપરમેષ્ઠિ પ્રત્યેનો વિનય તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રુત (શાસ્ત્રસિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ), પ્રવચન (એટલે સંઘ) અને દર્શન (એટલે સમક્તિ તથા સમકિતી)એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી, આ વિનય પાંચ પ્રકારે કરવાનો છે : (૧) Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જિનતત્ત્વ ભક્તિથી એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, (૩) પૂજાથી, (૪) ગુણપ્રશંસાથી અને (૫) પૂજ્યના અવગુણ ઢાંકવાથી તથા આશાતનાના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થયો કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલ સમક્તિ વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ થાય છે. સમક્તિના ૬૭ બોલની સક્ઝાયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે : અરિહંત તે જિન વિચરતાજી કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઇઅ જિનપ્રતિમા કહીજી, સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ ચતુર નર, સમજો વિનયપ્રકાર જિમ લહીએ સમક્તિ સાર. XXX ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. પાંચ ભેદ એ દસ તણોજી વિનય કરે અનુકૂળ, સીંચે તેહ સુધારશેજી, ધર્મવૃક્ષનું મૂલ. આવશ્યકચૂર્ણમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે : तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं । आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि ।। असासायणा य भत्ती, बहमाणे तय य वन्नसंजलणा । तित्थगराई तेरस चउग्गुणा होंति बावन्ना ।। કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છે : (૧) અરિહંત અથવા તીર્થંકર, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંઘ, (૯) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧). Page #105 -------------------------------------------------------------------------- ________________ વિનય ૫ ઉપાધ્યાય, (૧૨) સ્થવિર અથવા વડીલ સાધુ અને (૧૩) ગણિ. આ તેનો વિનય પણ (૧) ભક્તિ કરવા વડે, (૨) બહુમાન કરવા વડે, (૩) ગુણસ્તુતિ કરવા વડે તથા (૪) આશાતના કે અવહેલના ન કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો કુલ બાવન પ્રકારનો વિનય થાય. આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠિમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેરને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનયગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં આ પાંચ પ્રકારનાં ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્રવિનય છે અને પોતે તે પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ મેળવવો, ગુપ્તિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક ધર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ કરવું, પરીષહો સહન કરવા ઇત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય છે. જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય ઉપરાંત કોઈક ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુત: તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઇર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે. વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારનાં અભ્યતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારના તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અભ્યતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે : Page #106 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झावो झाणं उसग्गो वि अ अमितरो तवो होइ । પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ જ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમ કે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહીં. તે જ પ્રમાણે પ્રાયશ્ચિતનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિતનો ભાવ આવે તો જ વિનય આવે. કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય ? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે નહીં. હું અને મારું – મહું અને મમ એ આત્માના મોટા શત્રુઓ છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતાગ્રહ, હઠાગ્રહ, દષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. હું” અને “મારું'નું વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ છે, એટલે જ એ તપ છે. એટલા માટે વિનયનો અભ્યતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે ? પણ વાસ્તવમાં એમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ઉશ્કેરે ત્યારે તે દેખાઈ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં આડંબર રાખીને માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે. ક્યારેક તો પોતાને પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે અવહેલના થાય છે ત્યારે જ ખબર પડે છે કે પોતાનામાં કેટલું બધું માન પડેલું છે. માન કોઈ એક જ વાત માટે નથી હોતું. એક વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં એટલી લઘુતા ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) રૂપમદ, (૪) ધનમદ, (૫) ઐશ્વર્યમદ, (૬) બલમદ, (૭) જ્ઞાનમદ અને (૮) લાભમદ. આ તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ હોઈ શકે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ વિનય વળી આ આઠ મદના પણ બહુ પેટા પ્રકાર હોય છે. ગરીબ માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે. કદરૂપો માણસ રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, જ્ઞાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં સુધી જીવમાંથી મદ જતો નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ રીતે આવી શકતો નથી. આથી જ માનકષાયને જીતવાનું ઘણું દુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠે પ્રકારનાં ભારે કર્મ બંધાવી શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે મોહનીય કર્મ છે. સાચા વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કરવાનું સામર્થ્ય છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય છે અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર તરીકે ઓળખાવી શકાય. ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુ-સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે વિવિધ પ્રકારના નિયમો બતાવવામાં મહિમા બરાબર સચવાય. “પપાકિસૂત્ર'માં લોકોપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે. लोगोवयारविणए सत्तविहे पण्णते तं जहा - (૧) ૩ માસત્ત, (૨) પરંઇરાનુત્તિ, (૩) ૩, (૪) વડાપરિયા, (૫) મસાલા , (૯) રેશનવ્યા, (૭) સવ્વસુ अप्पडिलोभया. લોકોપચાર વિનય સાત પ્રકારનો છે : (૧) ગુરુ વગેરેની પાસે રહેવું, (૨) એમની ઇચ્છાનુસાર વર્તવું. (૩) એમનું કાર્ય કરી આપવું, (૪) કરેલા ઉપકારનો બદલો વાળવો, (૫) વ્યાધિગ્રસ્તની સારસંભાળ રાખવી, (૯) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (૭) એમનાં બધાં કાર્યોમાં અનુકૂળ વૃત્તિ રાખવી. ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારવિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું, બેઠા હોઈએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન આપતા પાસે જઈ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની આગળ નહીં પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની સંભાળ રાખવી, તેઓ કોઈની સાથે વાત કરતા હોય ત્યારે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જિનતત્ત્વ વચ્ચે ન બોલવું, તેમને પ્રિય અને અનુકૂળ લાગે એવી વાણી બોલવી અને એવું વર્તન રાખવું, સમકક્ષ સાધુ સાથેના વ્યવહારમાં અભિમાન ન રાખવું, દ્વેષ ન કરવો, ક્ષમાભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો ઇત્યાદિ નાની-મોટી ઘણીબધી વાતોનો સમાવેશ થાય છે. પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને, મન, વચન, કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું, તેમના ગુણોનું પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ રાખવો, તેમની કોઈ ત્રુટિઓ હોય તો તે મનમાં યાદ ન કરવી કે બીજા કોઈ આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં આવે છે. ઉપચારવિનયને સુશ્રુષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારનો હોય છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે : __ सुस्सुसणा विणए अणेगविहे पण्णत्ते तं जहा - अब्भुट्ठाणाइ वा आसणामिग्गहेउ वा, आसणप्पयाणेइ वा, सकारेइ वा, कित्तिकम्मेइ वा, अंजलिपग्गहेइ वा, इत्तस्स अणुगच्छणया, ठियस्स पज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया ।, (સુશ્રુષાવિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો ઊભા થવું, આસન માટે નિમંત્રણ કરવું, આસન આપવું, સત્કાર કરવો, કૃતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, આવકાર આપવા સામે જવું, સ્થાનમાં સ્થિરતા કરી હોય તો સેવા કરવી અને જતા હોય ત્યારે પહોંચાડવા જવું.) વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર એવા સીમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ તે પ્રગટ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંત:કરણમાં પણ તે પ્રકાશિત થાય છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની મહાત્માઓ પણ વિનય દાખવે છે અને ચૌદ પૂર્વધર પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન થયા પછી કેવલી ભગવંતને વિનય દાખવવાનો હોય છે ? આ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થતી વખતે નમો તિથ્થસ અને નમો સંપર્સ એમ બોલી વિનય દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે ? Page #109 -------------------------------------------------------------------------- ________________ વિનય આમ, જીવ કઈ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે : જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન. કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુનો, તે છદ્મસ્થ હોવા છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. જો શિષ્યને પહેલાં કેવળજ્ઞાન પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો મૂકે ? અથવા વિનય સહજ રીતે છૂટી જાય ? અલબત્ત, કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય પોતાના ગુરુને એમ કહે નહીં કે મને કેવળજ્ઞાન થયું છે અને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નહીં. બીજી બાજુ ગુરુને જેવી ખબર પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુ છvસ્થ છે, તો ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં સુધી ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહીં ? આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં શ્વેતામ્બર પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં દૃષ્ટાંતો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના ગુરુનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે, “જે સદ્દગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છબસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.' આ વિનય માત્ર ઉપચારવિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય છે. વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, બની બેઠેલા લુચ્ચા અસદ્દગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્ત-ભક્તાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દુ:ખનો પાર નથી અને દુ:ખી, મુંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતી હોય છે. “એક સપુરુષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન તથા Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જિનતત્ત્વ ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે” – એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસગરુઓ પોતાનાં ભક્ત-ભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, સમક્તિની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને “ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે” એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. સંસારમાં વિનયના નામે, આજ્ઞાપાલનના નામે આવો ગંદવાડ પણ વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવા માયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ. જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરુએ પણ પોતાના શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઈએ. પક્ષપાત, અકારણ શિક્ષા, વધુપડતો દંડ, શિષ્યની સેવાસુશ્રુષાનો વધુપડતો લાભ લેવો, ક્રોધ કરવો, શિષ્યોને બધાંના દેખતાં ટોકવા ઇત્યાદિ પ્રકારનું વર્તન ગુરુભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ કષાયો ઉગ્ર છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. આમ, જૈન ધર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે. “ધર્મકલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહ્યું છે : मूलं धर्मद्रुमस्य युपति नरपतिश्री लतामूलन्दः । सौन्दर्याहवानविधा निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः । सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणादिः समस्ता - नर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति विनय: किं न किं साधु धत्ते ? અર્થાત્ વિનય ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની લક્ષ્મીરૂપી લતાનો મૂળ કંદ છે, સૌન્દર્યનું આહ્વાન કરવાની વિદ્યા છે, સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે, પોતાની આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મણિઓ, રત્નોનો મોટો રોહણાચલ (પર્વત) છે. અને સમસ્ત અનર્થનો નાશ કરનારું તંત્ર છે. આવો વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે ? Page #111 -------------------------------------------------------------------------- ________________ વિનય ૧૦૧ એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતાં ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિમાં કહે છે : विनयफलं सुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्त्रव निरोध ।। संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ।। योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ।। અર્થાત્ વિનયનું ફળ ગુરુસુશ્રુષા છે. ગુરુશુશ્રષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસવનિરોધ છે. આસવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાનિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ થાય છે. અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાતુ ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે. આ માટે જ “તત્ત્વામૃતમાં કહ્યું છે : ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराङमुखः ।। (વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च । __मा पुनर्मियमाणस्स पश्चात्तापो भविष्यति ।। (જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાતાપ કરવો પડે નહીં.) Page #112 -------------------------------------------------------------------------- ________________ આર્જવ આર્જવ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે સરળતા. સંસ્કૃત નુ શબ્દ પરથી તે આવ્યો છે. જેમાં માતમ | ઋજુ એટલે સરળ, આર્જવ એટલે સરળતા, નિષ્કપટપણું, અવતા, નિખાલસતા, નિર્મળતા, નિભતા. આર્જવ ricel Straightforwardness, honesety, sincerity, uprightness, simplicity, open-heartedness વગેરે. આર્જવ શબ્દના આ વ્યવહારુ અર્થ છે. આર્જવનો પરમાર્થ ધર્મ ને અધ્યાત્મના ક્ષેત્રે વધુ ગહન અને વધુ મહત્ત્વનો છે. જૈન દર્શનમાં ધર્મનાં દસ લક્ષણ અથવા દસ પ્રકારના યતિધર્મ જે બતાવવામાં આવ્યાં છે તેમાં આર્જવનું સ્થાન ત્રીજું છે. દસ લક્ષણી ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (પ) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય અને (૧૦) બ્રહ્મચર્ય. આ દસે લક્ષણોને આત્મપુરુષાર્થ દ્વારા એની ઉત્તમ કોટિએ પહોંચાડવાનાં છે. સમ્યગુદર્શન માટે એ અનિવાર્ય છે. ગૃહસ્થજીવન કરતાં મુનિપણામાં એની વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટતાને અવકાશ વધુ રહે છે. એટલે જ પર્યુષણ પર્વ દરમ્યાન આ દસલક્ષણી ધર્મની આરાધના ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ દસે લક્ષણ પરસ્પર સંકળાયેલાં છે અને એકબીજાને સહાયક બને છે. શ્રી પૂજ્યપાદસ્વામીએ “સર્વાર્થસિદ્ધિ'માં આર્જવની વ્યાખ્યા આપતાં કહ્યું છે : ચોકાવતા મર્જવમ્ | અર્થાત્ યોગની અવક્રતા (સરળતા) એ આર્જવા છે. યોગ ત્રણ પ્રકારના છે : મનના, વચનના અને કાયાના, મન, વચન અને કાયાથી સરળપણું એ આર્જવ છે. મનમાં હોય તે જ પ્રમાણે વચનમાં આવે અને તે જ પ્રમાણે કાયાથી આચરણ થાય. , Page #113 -------------------------------------------------------------------------- ________________ આર્જવા ૧૦૩ - આર્જવની અન્ય વ્યાખ્યાઓ આ પ્રમાણે છે : મર્નવં માયોનિપ્રદ: | માયાના ઉદયનો નિગ્રહ કરવો તે આર્જવ. મનોવવનવાયર્મ/મૌષ્ટિીમાર્ગવમ્ | – એટલે મન, વચન અને કાયાનાં કાર્યોમાં અકુટિલતા તેનું નામ આર્જવ. કહ્યું છે : મન મેં હોય તો વચન ઉચરિયે, વચન હોય તો તનસે કરિયે. જે મનમાં હોય તે પ્રમાણે વચન ઉચ્ચારવું જોઈએ અને વચન પ્રમાણે વર્તન હોવું જોઈએ. અલબત્ત, એ શુભ હોય તો જ આર્જવ કહેવાય. દુષ્ટ વિચાર પ્રમાણે દુષ્ટ વર્તન હોય તો તે આર્જવ ન કહેવાય. કોઈક લેખકે કહ્યું ES : 'Sincerity is to speak as we think, to do as we pretend and profess, to perform what we promise, and really to be what we would seein and appear to be.' સરળતા ગૃહસ્થોમાં હોય કે ન હોય, મુનિઓમાં તો તે અવશ્ય હોવી જોઈએ. જેટલે અંશે મુનિમાં સરળતાની ન્યૂનતા તેટલે અંશે લક્ષ્મણા સાધ્વીની જેમ તેમના મુનિપણામાં ન્યૂનતા. દસવૈકાલિક સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છે : पंचासव परिणाया तिगुत्ता छस् संजया । पंच निग्गहणा धीरा निग्गंथा उज्जुदंसिणो ।। પિાંચ આશ્રયોને સારી રીતે જાણનાર, ત્રણ ગુપ્તિવાળા, છ આવકાયના રક્ષક, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર, ધીર એવા નિગ્રંથ મુનિ સરળ દૃષ્ટિવાળા હોય છે. ] શ્રી કુન્દકુન્દ્રાચાર્યે “બારસ અણુવેકખા'માં કહ્યું છે : मोत्तूण कुडिलभावं णिम्मल हिदयेण चरदि जो समणो । अज्जव धम्मं तइयो तस्स टु संभवदि णियमेण ।। | [ જે શ્રમણ કુટિલ ભાવોને છોડીને નિર્મળ હૃદયથી ચારિત્રનું પાલન કરે છે, એનો નિયમથી અવશ્ય આર્જવ નામનો ત્રીજો ધર્મ થાય છે. ] આર્જવ એટલે અવકતા. વક્રતા એટલે કુટિલતા અથવા માયાચાર. મનમાં કંઈક હોવું અને કહેવું કંઈક અથવા કરવું કંઈક તે માયાચાર. પોતાના આશયોને છુપાવવા એ માયાચાર. પોતાની ઇચ્છા પાર પાડવા માટે, પોતાનું Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જિનતત્ત્વ કાર્ય સિદ્ધ કરવા માટે માયાચારી માણસ છળકપટનો આશ્રય લે છે. મોટા દગાબાજ દંભી માણસોનો માયાકષાય અત્યંત તીવ્ર હોય છે. કેટલાક સારા ગણાતા સંતમહાત્માઓ પણ લોકહિતને લક્ષમાં રાખી અમુક વાત ગુપ્ત રાખતા હોય છે અને જરૂર પડ્યે ગોળ ગોળ બોલતા હોય છે. એ તેઓનો માયાકષાય છે. અલબત્ત એ એટલો તીવ્ર નથી હોતો. માયાકષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન નામના ચાર પ્રકાર છે. આવી માયાને જે વશ નથી થતા તે પોતાના આર્જવ ગુણને પ્રગટ કરે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાનને પૂછવામાં આવ્યું છે : માયાવિન મંતે ઝવે વિંડ ગયg? [માયા ઉપર વિજય પ્રાપ્ત કરીને હે ભગવાન ! જીવ શું ઉત્પન્ન કરે છે ?]. ભગવાન કહે છે : माया विजएणं अज्जवं जणयइ । [માયા ઉપર વિજય મેળવીને જીવ આર્જવ અર્થાત્ સરળ સ્વભાવને ઉત્પન્ન કરે છે. ] X X X अज्जवयाए णं भंते । जीवे किं जणयइ ? [ ભગવાન ! આર્જવથી જીવ શું ઉત્પન્ન કરે છે ?] ભગવાન ઉત્તર આપે છે : अज्जवयाएणं काउज्जुययं भावज्जुययं भासुज्जययं भासुज्जुययं अविसंवायणं | [ આર્જવથી અર્થાત્ સરળ સ્વભાવથી જીવ કાયા, ભાવ (મન) અને (વચન)ની અવિસંવાદિતા (અવક્રપણું) ઉત્પન્ન કરે છે. ] કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે : जो चिंतेड ण वंकं ण कणदि वंकं ण जंपदे वंकं । णय गोवदि णियदोसं अज्जव धम्मो हवे तस्स ।। [જે મનથી વક્ર ચિંતન નથી કરતા, કુટિલતાયુક્ત વક્ર કાર્ય નથી કરતા, વક્ર બોલતા નથી તથા પોતાના દોષોને ગોપવતા નથી એ આર્જવ ધર્મને પામે છે. ] Page #115 -------------------------------------------------------------------------- ________________ આર્જવ ૧૦૫ સ્વભાવની સરળતા એ આત્માનો એક મોટામાં મોટો અને મહત્ત્વનો સગુણ છે, પરંતુ સંસારમાં જીવને ભરમાવનારા માણસો અને તત્ત્વો હોય છે. લુચ્ચો માણસ ફાવી ગયાનું નજરે જોવા મળે છે ત્યારે ભોળા જીવો વિમાસણમાં પડી જાય છે. બીજી ફાવી ગયા અને આપણે રહી ગયા એ પ્રકારના અનુભવો અને અવલોકનો જીવને પાકો થવાની પ્રેરણા કરે છે. લુચ્ચાઈ, પક્કાઈ, બેઈમાની, અનીતિ ઇત્યાદિને હોંશિયારીમાં ખપાવાય છે અને મા-બાપ દ્વારા જ બાળકને જ્યારે તેના પાઠ ભણાવાય છે ત્યારે બાળકનો ઉછેર પણ તે રીતે થાય છે. જાતે છેતરાવું નહીં એ એક વાત છે અને બીજાને છેતરવો નહીં એ બીજી વાત છે. બીજાને છેતરીને સફળ થવાની સલાહ કુટિલ માણસો તરફથી અપાય છે. - વ્યવહારમાં, સામાજિક કાર્યોમાં, વેપારમાં, રાજકારણમાં સરળતાભોળપણને દોષરૂપ ગણવામાં આવે છે. મૂર્ણત્વ અને સરળતા વચ્ચે ભેદ છે. પરંતુ સરળતા પણ રાજકારણમાં નિષિદ્ધ મનાય છે. જૂના વખતમાં રાજાઓને યુક્તિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવતી. ચાણક્યનીતિ સરળતાની વિરોધી છે. દુશ્મન રાજા સાથે સરળતા ન ચાલે. દુષ્ટ માણસો સાથે સરળતાનો વ્યવહાર ન હોઈ શકે. “ચાણક્યનીતિ'માં કહ્યું છે : नात्यन्तसरलैर्भाव्यं गत्वा पश्च वनस्थलीम् । छिद्यन्ते सरलास्तत्र कुब्जास्तिष्ठन्ति पादपाः ।। [માણસે અત્યંત સરળ ન થવું જોઈએ. વનમાં જઈને જુઓ. ત્યાં સીધાં સરળ વૃક્ષો છેદાય છે. વાંકાં વૃક્ષો ઊભાં રહે છે. એટલે કે બચી જાય છે. ] માણસ જંગલમાં લાકડાં કાપવા જાય તો સીધાં વૃક્ષો, સીધી ડાળીઓ તરત કાપવા લાગે છે. જેમાં મહેનત પડે એમ હોય એવાં વૃક્ષોને છોડી દેવામાં આવે છે. વાંકા માણસોને કોઈ સતાવતું નથી. સીધી આંગળીએ નહીં, વાંકી આંગળીએ ઘી નીકળે છે – એવી લોકોક્તિઓ માણસને કુટિલતાના પાઠ શીખવે છે અને ભ્રમિત કરી નાખે છે. પરંતુ આવી નીતિરીતિનું જ્યારે પરિણામ આવે છે અને મોટી કિંમત ચૂકવવી પડે છે ત્યારે માણસની આંખ ખૂલે છે. કુટિલતા થોડો વખત ફાવી શકે છે, કાયમ નહીં. સરળતા હંમેશાં સફળતા અપાવે છે. કુટિલતા કાતરનું અને સરળતા સોયનું કામ કરે છે. સંસ્થતે સરના સૂરી, વાઘેલાય વર્તરી સીધી લાકડીનો ચાલવા માટે અને વાંકી લાકડીનો બળતણ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનતત્ત્વ તરીકે ઉપયોગ થાય છે. એટલે જ કહ્યું છે : In character, in manners, in style, in all things, the superme excellence in simplicity. xl હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં આર્જવને મહાન ઔષધિ તરીકે ઓળખાવ્યો છે : तदार्जव महौषध्या जगदानंदहेतुना । સરળતાને મૃદુતા સાથે સંબંધ છે. મૃદુતા હોય તો જ સરળતા આવે. જેમના જીવનમાં મૃદુતા ન હોય તેમના જીવનમાં સરળતા આવે નહીં અને આવે તો ટકે નહીં. જીવનમાંથી વક્રતાને કાઢવા માટે મૃદુતા સહાયરૂપ છે. ઉદાહરણ આપવામાં આવે છે કે લોઢાનો સળિયો વાંકો હોય અને તેને સીધો કરવા માટે ટીપવામાં આવે તો વાર લાગે છે, પણ એને ગરમ કર્યા પછી એટલે કે મૃદુ કર્યા પછી ટીપવામાં આવે તો વાર લાગતી નથી. વળી, સહિષ્ણુતા એ સરળતાની કસોટી છે. માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે, પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થાય છે, પોતાનું ખરાબ બોલાશે એવી ચિંતા થાય છે, પોતાને મોટો ગેરલાભ થવાનો ભય ઉપસ્થિત થાય છે ત્યારે સરળતા મૂકી દે છે અને અસત્ય, દંભ, માયાચારનો આશ્રય લે છે. ગાંધીજીએ કહ્યું છે કે self-suffering is the truest test of sincerity. સરળતાના ગુણવાળી વ્યક્તિ સહન કરવા માટે તૈયાર હોવી જોઈએ. તે સર્વ રીતે નિર્ભય હોય છે, હોવી જોઈએ. મનુષ્યના મનમાં જ્યાં સુધી રાગ, આસક્તિ, લોભ ઇત્યાદિ પડેલાં છે ત્યાં સુધી ઉત્તમ પ્રકારની સરળતા સુધી તે પહોંચી શકતો નથી. સામાન્ય પ્રકારની સરળતા ઘણામાં જોવા મળશે, પણ એવી સરળતાને સાધના દ્વારા વધારે વિશુદ્ધ પરિણામવાળી બનાવવી જોઈએ; બનાવી શકાય છે. આસક્તિ અને તેમાં પણ સૂક્ષ્મ આસક્તિ સહેલાઈથી છૂટતી નથી. સ્થૂલ અને સૂક્ષ્મ આસક્તિના પણ ઘણા પ્રકારો છે. એમાં એકમાંથી છૂટવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી આસક્તિમાં માણસ સપડાય છે. આસક્તિઓને ચોરનાં તુંબડાં સાથે સરખાવવામાં આવે છે. એક ચોરે કોઈ ખેતરમાંથી ઘણાં તુંબડાં ચોરી લીધાં, પણ એ ભાગતો હતો ત્યાં ખેડૂતને ખબર પડી. તે પાછળ પડ્યો. ચોરે તળાવમાં જઈ તુંબડાં સંતાડવાનો પ્રયત્ન કર્યો, પણ તરવાના સ્વભાવવાળું તુંબડું પાણીમાં નીચે દબાવીને રાખે ત્યાં બીજું તુંબડું ઉપર આવી જાય. આસક્તિઓ પણ એવી છે. એક દબાવો ત્યાં બીજી પ્રગટ થાય. એના ઉપર વિજય મેળવવા માટે ભારે માનસિક પુરુષાર્થ કરવાનો રહે છે. સરળતા એમાં સહાયક બને છે. જે માણસ સરળતા છોડી Page #117 -------------------------------------------------------------------------- ________________ આર્જવા ૧૦૭. માયાચાર કરે છે તે પોતાનું હિત સાધી શકતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : નયન, વચન, આકારનું, ગોપન માયાવંત; જેહ કરે અસતી પરે, તે નહીં હિતકર તંત. સરળતા અને વક્તા બંને ઓછાવત્તા પ્રમાણમાં કેટલાકમાં હોય છે. કોઈકમાં સરળતા વધુ અને વક્રતા ઓછી હોય છે, તો કોઈકમાં વક્તા વધુ અને સરળતા ઓછી હોય છે. એને માટે ચૌભંગી બતાવવામાં આવે છે; સરળ, સરળવ, વક્રસરળ અને વક્ર. વક્રતા વાંસની શિંગ જેવી, ઘેટાના શિંગડા જેવી, ગોમૂત્રની ધાર જેવી અને દાતરડા જેવી એમ ચાર પ્રકારની શાસ્ત્રકારો બતાવે છે. એમાં ઉત્તરોત્તર વધુ વક્રતા જોવા મળે છે. વક્રતાને બીજના ચંદ્ર સાથે પણ સરખાવવામાં આવે છે. અને ચંદ્ર જેમ પોતાની વક્રતા રોજ ઓછી કરતો જાય છે તેમ સાધકે વક્રતા દૂર કરી પૂર્ણતા તરફ પહોંચવાનું છે. સાપની ગતિ વક્ર હોય છે, પણ દરમાં દાખલ થવા માટે સીધા થવું જ પડે છે, તેમ ધર્મના ક્ષેત્રે સરળતા અનિવાર્ય છે. પાશ્ચાત્ય ફિલસૂફ કાન્ટે કહ્યું છે : “sincerity is the indispensable ground of all conscientiousness and by consequence of all heartfelty religion.' મનુષ્ય સ્વાર્થપરાયણ પ્રાણી છે. પોતાનો સ્વાર્થ સંતોષવા માટે એ અસત્ય કે અર્ધસત્યનો આશ્રય લે છે. ક્યારેક તે ઈરાદાપૂર્વક મૌન સેવે છે, ગોળ ગોળ બોલે છે અથવા હોય તેના કરતાં ભિન્ન રજૂઆત કરે છે. તે અતિશયોક્તિ કે અલ્પોક્તિનો ઉપયોગ, પ્રયોગ કરે છે. જ્યાં સ્વાર્થપ્રેરિત કાર્યો કે વાણી હોય ત્યાં સરળતા ન હોય. પોતાના સ્વાર્થને ખાતર માણસ હિંસા, ચોરી કે એવાં મોટાં પાપો કરતાં પણ અચકાતો નથી. તેવા માણસોથી સરળતા યોજનો દૂર હોય છે. જ્યાં મનમાં સ્વાર્થ નથી હોતો અને જગતના સર્વ જીવોના ભલાની ભાવના રમતી હોય છે ત્યાં કશું છુપાવવાનું હોતું નથી. એટલે આંતરબાહ્ય નિખાલસતા, પ્રામાણિકતા, પારદર્શિતા ત્યાં સ્વયમેવ વિકસે છે. ત્યાં સરળતા સ્વાભાવિક સ્વરૂપે પ્રકાશે છે. સામાન્ય વ્યક્તિમાં સરળતા અને વક્રતાના પ્રમાણમાં પ્રસંગ અને પરિસ્થિતિ અનુસાર વધઘટ થતી રહે છે. જ્યાં સુધી સ્વાર્થનો ચિત્તમાં ઉદય નથી થતો ત્યાં સુધી સરળ રહેવું અઘરું નથી. સ્વજનો સાથેના વ્યવહારમાં સરળ રહેનાર માણસ અન્ય સાથેના વ્યવહારમાં પાકો બની શકે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જિનતત્ત્વ ધનસંપત્તિની રેલમછેલ વખતની સરળતા આર્થિક મુશ્કેલીમાં ટકતી નથી. આ બધામાં અપવાદરૂપ મનુષ્યો પણ હોય છે. સાધુસંતો અને ગૃહસ્થ સાધકો પોતાની સરળતાને ટકાવી રાખે છે અને સંવર્ધિત કરે છે. જેમ પહેલાં ચિત્તમાં કુટિલતા હોય અને પછી સરળતા આવે એમ બને છે, તેમ પહેલાં સરળતા હોય અને પછી બીજા વિચારે કુટિલતા આવે એવી ઘટનાઓ પણ બને છે. જૂના વખતની એક ડોસી અને ઘોડેસવારની વાર્તા જાણીતી છે. જાત્રાએ ગયેલી ડોસી પોતાના માથે પોટલાનો ભાર લાગતાં પસાર થતાં ઘોડેસવારને કહે છે કે, “ભાઈ, મારું પોટલું જરા ગામ સુધી ઘોડા પર મૂકવા દે. હું થાકી ગઈ છું.” ઘોડેસવારે ના પાડી અને ચાલતો થયો. પણ પછી એના મનમાં કપટ જાગ્યું. એને થાય છે કે, “ડોસીના પોટલામાં પૈસા-ઘરેણાં હશે. પોટલું લઈને ઘોડો દોડાવી જઈશ.” એમ વિચારીને તે પાછો ડોસી પાસે આવ્યો. આ બાજુ ડોસી મનમાં વિચાર કરે છે કે, “સારું થયું સારું થયું મારું પોટલું ન આપ્યું. લઈને જો એ ભાગી જાય તો મારાં પૈસા-ઘરેણાં બધું જાય.” ઘોડેસવારે પાછા આવી ડોસી પાસે પોટલું માગ્યું ત્યારે એના મોઢા પરના ભાવ સમજી લઈને ડોસીએ કહ્યું, “ભાઈ, હવે નથી આપવું. જે તને કહી ગયો એ મને પણ કહી ગયો છે.” - લાલચના પ્રસંગે માણસના મનમાં લુચ્ચાઈ પ્રગટતાં વાર નથી લાગતી. માણસનું ફળદ્રુપ ભેજું સ્વાર્થની અવનવી તરકીબો શોધી કાઢે છે. એટલે જ પ્રલોભનો સામે પોતાની સરળતાને ટકાવી રાખવા માટે વિશિષ્ટ મનોબળ, આત્મબળ જોઈએ. શ્રમણ સમુદાયમાં પણ એમ મનાય છે કે ભગવાન ઋષભદેવના કાળના શ્રમણો જડ અને સરળ હતા. અજિતનાથથી પાર્શ્વનાથ ભગવાનના કાળના શ્રમણો પ્રાજ્ઞ અને સરળ હતા અને ભગવાન મહાવીર સ્વામીના કાળથી શ્રમણોમાં જડતા અને વક્રતા આવી ગઈ હતી. ઋષભદેવના કાળના શ્રમણોની સરલતાનું ઉદાહરણ આપવામાં આવે છે. એક વખત શૌચ માટે ગયેલા શ્રમણોને પાછા ફરતાં વાર લાગી તો ગુરુ, મહારાજે પૂછ્યું, “કેમ આટલી બધી વાર લાગી ?” શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ! માર્ગમાં એક નટ નૃત્ય કરી રહ્યો હતો તે જોવા અમે ઊભા રહ્યા એટલે વાર લાગી.” ગુરુ મહારાજે કહ્યું, “આપણાથી નટનું નૃત્ય જોવા માટે ન ઊભા રહેવાય.' Page #119 -------------------------------------------------------------------------- ________________ આર્જવા ૧૦૯ કેટલાક દિવસ પછી ફરી એકવાર શિષ્યો મોડા આવ્યા ત્યારે ગુરુદેવે કારણ પૂછયું. શિષ્યોએ કહ્યું, “આપે નટનું નૃત્ય જોવાની ના પાડી હતી, પણ આજે માર્ગમાં એક નટડીનું નૃત્ય ચાલતું હતું એટલે તે જોવા અમે ઊભા રહ્યા હતા.' ગુરુ મહારાજે સમજાવતાં કહ્યું, “ભાઈ, નટનું નૃત્ય જોવાની ના પાડી ત્યારે એમાં નટડીના નૃત્યની વાત આવી જ ગઈ હતી.” શિષ્યોએ તરત પોતાની ભૂલ કબૂલ કરી લીધી. તેઓ પ્રાજ્ઞ નહોતા, પણ સરળ હતા. એવું જ બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવે છે. એક શિષ્ય ભિક્ષામાં ફક્ત એક જ વડું લાવ્યો અને ગુરુ મહારાજને બતાવ્યું. ગુરુ મહારાજે પૂછ્યું : શું આજે ભિક્ષામાં ફક્ત એક જ વડું તને કોઈએ આપ્યું ?' શિષ્ય કહ્યું, “ના મહારાજ ! વડાં તો વધુ આપ્યાં હતાં, પણ મને થયું કે એમાંથી અડધાં તો આપ મને આપશો જ. એટલે મેં મારા ભાગનાં ગરમાગરમ વડાં ખાઈ લીધાં. પછી થયું કે આપના ભાગનાં વડાં પણ આપ એકલા તો નહીં ખાઓ. એમ સમજીને એમાંથી અડધાં વડાં વળી પાછાં મેં ખાઈ લીધાં. રસ્તામાં એમ કરતાં કરતાં છેવટે આપના ભાગનું એક વડું રહ્યું તે લાવ્યો છું.” ગુરુએ કહ્યું, “મને મૂકીને આટલાં બધાં વડાં તારે ગળે ઊતર્યા કેવી રીતે ?' સરળ શિષ્ય કહ્યું, “બતાવું, ગુરુ મહારાજ? આ રીતે ઊતર્યા.' એમ કહી શિષ્ય છેલ્લું વડું પણ ખાઈ લીધું. આ તો સરળતાના ભાવને સમજવા માટે માત્ર કાલ્પનિક દૃષ્ટાન્તો છે. સમજણ વગરની આ સરળતા છે. બાળકોની, મૂર્ખ માણસોની, ભોળા લોકોની. સામાન્ય સમજણવાળા લોકોની તથા જ્ઞાની પુરુષોની સરળતામાં પણ વિવિધ પ્રકારો હોય છે. આત્મજ્ઞાનમાંથી પરિણમતી અને આત્મજ્ઞાન તરફ લઈ જતી સરળતાનું જ મૂલ્ય મોક્ષમાર્ગમાં સવિશેષ છે. આત્માર્થી, મુમુક્ષુ જીવમાં સરળતા હોવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. સરળતાથી અન્ય ગુણો પ્રગટ થાય છે અને દોષોનું નિવારણ થાય છે. સોટ્ટ ૩નુમૂથ અર્થાત્ સરળતાથી શુદ્ધિ થાય છે. અસરળ જીવ જલદી આત્મહિત સાધી શકતો નથી. સરળ પરિણામી જીવ તત્ત્વના તાત્પર્યને તરત પામી શકે છે. વ્યાવહારિક બાહ્ય સરળતા કરતાં આંતરમનની દોષરહિત પારમાર્થિક સરળતા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જિનતત્ત્વ જીવને અંતર્મુખ થવામાં અને આત્મહિત સાધવામાં ઉપકારક બને છે. માટે પારમાર્થિક સરળતા ઉપાદેય છે. આર્જવ જ્યારે તેની ઉત્તમ કોટિએ પહોંચે છે ત્યારે તે સમ્યક્દર્શન સહિત જ હોય છે. સરળતાથી ઉદારતા, મધ્યસ્થતા, વિશાળતા ઇત્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે. સરળ જીવ પોતાના દોષોનું અવલોકન કરે છે અને તેનો સ્વીકાર કરી લે છે. તે દોષોને દૂર કરવા માટે તથા પોતાની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે સતત જાગ્રત રહે છે. તે બીજાનો પ્રીતિપાત્ર બને છે. અસરળ જીવ પોતાના દોષોનો સ્વીકાર કરવાને બદલે બચાવ કરે છે. બૌદ્ધિક સ્તરે પોતાના દોષો સમજાતા હોવા છતાં તેના અંતરમાં તેને માટે પ્રીતિ રહે છે. એટલે જ તે બીજાની પ્રીતિ ગુમાવે છે. - તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો આર્જવ અર્થાત્ સરળતા એ આત્માનો સ્વભાવ છે, ગુણધર્મ છે. આત્માનો એ ગુણ હોવાથી નિગોદના જીવોથી માંડીને સિદ્ધગતિના જીવોમાં એ રહેલો છે. નિગોદમાં એ આવરાયેલો છે અને કેવલી ભગવંતો તથા સિદ્ધગતિના જીવોમાં એ પૂર્ણપણે પ્રકાશિત છે. પોતાનામાં રહેલા આર્જવના ગુણને પૂર્ણપણે પ્રકાશિત કરવાનું લક્ષ્ય આત્માર્થી જીવોનું હોવું જોઈએ. Page #121 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ માનવજાતિ ગમે તેટલો બૌદ્ધિક વિકાસ સાધે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તર્કયુક્ત વાત જ સ્વીકારવાનો આગ્રહ રાખે, તો પણ સંસારમાં વખતોવખત એવી ઘટનાઓ બનતી રહે છે કે જે કેટલાક લોકોને શ્રદ્ધાના ક્ષેત્ર તરફ વાળે છે. જ્યારે પોતાના જીવનમાં જ એવી ઘટનાઓનો અનુભવ થાય છે ત્યારે કેટલાયે બૌદ્ધિકો પણ શ્રદ્ધાનું આલંબન લેવા લાગે છે. દરેક વખતે આવી શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી હોતી. ક્યારેક એમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાન, ગતાનુગતિકતા, લાચારી પણ જોવા મળે છે. ઇષ્ટ ફળની પ્રાપ્તિ અને અનિષ્ટનો વિયોગ એ સામાન્ય માણસની બે મુખ્ય ઝંખના હોય છે. જ્યારે પોતાની બધી જ ગણતરી ઊંધી પડે અને પરિણામ અણધાર્યું જુદું જ આવે ત્યારે માણસ વિચાર કરતો થઈ જાય છે. અતિશય લાચારીનો પ્રસંગ જ્યારે આવી પડે છે ત્યારે માણસ શ્રદ્ધાપ્રેરિત થઈ ગમે તે વસ્તુ કરવા તત્પર થઈ જાય છે. જીવનમાં સામાન્ય ક્રમે કે અણધારી રીતે બનતી સારીનરસી મોટી ઘટનાઓનું અવલોકન કરતાં કરતાં માનવજાતે તેની સાથે સંકળાયેલા કેટલાક શુભાશુભ સંકેતોની વિચારણા કરી છે. આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર ઇત્યાદિ એ રીતે રચાયાં હતાં. માણસ નવું ઘર કરાવતો હોય, નવી દુકાન લેતો હોય, નવો ધંધો ચાલુ કરતો હોય, દીકરા- દીકરીની સગાઈ કે લગ્નનો પ્રસંગ હોય, પ્રવાસે કે તીર્થયાત્રાએ જતો હોય, કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય, કન્યા સાસરે જતી હોય, વહુ પ્રસૂતિ માટે પિયર જતી હોય, મંદિરનો શિલાન્યાસ કે અન્ય ઉત્સવ હોય, સાધુ-સાધ્વીના વિહાર હોય – એવાં બધાં કાર્યો નિર્વિને અને ખૂબ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનતત્ત્વ સારી રીતે પાર પડે એમ સૌ ઇચ્છતાં હોય છે. એ માટે દિવસ, પ્રહર, ચોઘડિયું જોવાય છે અને તે વખતે થતા શુભ શુકનનો વિચાર પણ થાય છે. એવે વખતે કોઈ શુભ, પવિત્ર વ્યક્તિ કે વસ્તુનાં દર્શન થાય તો પોતાનું કાર્ય સારી રીતે સિદ્ધ થશે એવી શ્રદ્ધા બંધાય છે. “શુકન જોઈને રે સંચરજો' જેવી પંક્તિઓ ક્યારેક સમૂહમાં ગવાય છે. પોતાની ધારેલી ઇચ્છાઓ, વિચારેલી યોજનાઓ કે સેવેલા સંકલ્પો પાર ન પડે ત્યારે માણસ અત્યંત મૂંઝાય છે, બેબાકળો અને નિરાશ થઈ જાય છે. પોતાના કાર્યમાં વિધ્ન, અંતરાય, મુશ્કેલી, આપત્તિ ઇત્યાદિ ન આવે એ માટે માણસ સાવધ, સચિત રહે છે. બીજી બાજુ પોતાની ઇચ્છા પ્રમાણે કે ધાર્યા કરતાં વધારે સારી રીતે પોતાનું કાર્ય પાર પડે છે ત્યારે માણસ આનંદથી ગદગદિત થઈ જાય છે. સફળતા કે નિષ્ફળતાની આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તેની સાથે કશીક સાંકેતિક વસ્તુઓ કે ઘટનાઓને જોડી દેવાનું મન કેટલાક મનુષ્યને થાય એ કુદરતી છે. આવા સંકેતો માટે “મંગળ' કે “અમંગળ' શબ્દ પ્રાચીન કાળથી પ્રયોજાતો આવ્યો છે. અનેક પેઢીઓના લાંબા સમયના એકસરખા અનુભવને આધારે કેટલીક વસ્તુઓ “મંગળ” કે “અમંગળ' તરીકે ગણાવા લાગે છે અને પછી એની પરંપરા ચાલુ થાય છે. શુભ પ્રસંગે ગોળ, ધાળા કે ગોળમિશ્રિત ધાણા, દહીં, કંસાર, લાપસી, સુખડી, પેંડા, કોપરું વગેરે ખાવા-ખવડાવવાનો રિવાજ છે. આ બધાં ખાદ્યદ્રવ્યોને મંગલમય માનવામાં આવે છે. એની વહેંચણીમાં ઉત્સાહનું, આનંદોલ્લાસનું વાતાવરણ પ્રસરી રહે છે. પોતાનું કાર્ય પાર પડ્યાનો, કાર્યમાં ફતેહ મેળવ્યાનો એમાં સંકેત રહેલો હોય છે. આવાં મંગલોને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે. એવા પ્રસંગે જે મંગલમય સ્તુતિ કરવામાં આવે છે, નવકાર મંત્ર વગેરે બોલવામાં આવે છે તેને ભાવમંગલ કહેવામાં આવે છે. મંગલ ગણાતી વસ્તુઓનું કે તેવા જીવોનું પોતાના કાર્યના શુભારંભ અનાયાસ સાક્ષાત્ દર્શન કરવું સૌથી ઉત્તમ ગણાયું છે. એવું મંગલદર્શન અનાયાસ શક્ય ન હોય તો તેને સામેથી યોજનાપૂર્વક મંગાવીને જોવું તે પણ સારું ગણાય છે. પરંતુ એવી પણ જ્યાં શક્યતા ન હોય ત્યાં છેવટે તેની આકૃતિનું દર્શન કરવું આવશ્યક અને ઇષ્ટ મનાય છે. ઉદાહરણ તરીકે માણસ કોઈ શુભ કાર્ય માટે ઘરેથી પ્રસ્થાન કરતો હોય તે વખતે જ બરાબર અચાનક સામેથી ગાય આવતી હોય કે હાથી આવતો હોય તો તે સારાં શુકન ગણાય. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ગાય કે હાથી અનાયાસ અચાનક ન આવતાં હોય, પણ કોઈ સ્વજને કે મિત્રે એવી ગોઠવણ કરી રાખી હોય અથવા પોતે જાતે એવી ગોઠવણ કરાવી હોય કે બરાબર તે જ વખતે સામેથી ગાય કે હાથી લઈ આવવામાં આવે અને પોતાને સારાં શુકન થયાં એમ માણસ માને અને મનાવે તેવું પણ બનતું આવ્યું છે. આવી પણ જ્યારે શક્યતા ન હોય ત્યારે ફોટા કે ચિત્રમાં ગાય કે હાથી કે અન્ય મંગલ વસ્તુનાં દર્શન કરી માણસ સંતોષ મેળવે છે અને પ્રસ્થાન કરે છે. શુભ મંગળ શુકન માટે દરેક માણસની શ્રદ્ધા એકસરખી ન હોય. કોઈક શ્રદ્ધાળુઓ ભગવાનના કે દેવદેવીના કે પોતાના વડીલો કે સ્વજનોના ફોટાનાં દર્શન કરે છે. ક્યારેક ફોટો કે આકૃતિ ન હોય ત્યારે તેમના નામનો જયજયકાર ઉચ્ચારાય છે. શુભ પ્રસંગ કે શુભ કાર્યની વાત ન હોય તો પણ કેટલાક લોકોને ત્યાં મંગળ આકૃતિઓનું રોજેરોજ સવારના ઊઠીને કે અન્ય સમયે નિયમિત દર્શન કરવાનો રિવાજ હોય છે કે જેથી દિવસ સારો જાય. મહાભારતના દ્રોણપર્વતમાં લખ્યું છે કે રાજ દરબારમાં જતાં પહેલાં મહારાજા યુધિષ્ઠિર સ્વસ્તિક, વર્ધમાન, નંદ્યાવર્ત, જળપૂર્ણ કુંભ, અગ્નિ, માળી, હાર, કુંકુમ, દહીં, ઘી, મધ, માલા, કન્યા વગેરે માંગલિક દ્રવ્યોનાં કે વ્યક્તિનાં દર્શન કરી લેતા. જુદા જુદા વારે કોઈ જુદી જુદી વસ્તુ મંગલરૂપ ગણાય છે. એને માટે એક લોકોક્તિ પ્રચલિત છે : રવિ તાંબૂલ, સોમે દર્પણ, મંગળે ધાણા ધરણીનંદન, બુધે ગોળ, ગુરુએ રાઈ, શુક્રવારે સરસવ ખાઈ, શનિવારે વાવડિંગા ચાવે તો કાળ કદી ઘેર ના આવે. લોકજીવનમાં આવી વિવિધ પ્રકારની માન્યતાઓ રહેલી છે. ક્યાંક એની સાથે ધર્મને સાંકળવામાં પણ આવ્યો છે. મંગળ' શબ્દનો સાદો અર્થ થાય છે શુભ, પવિત્ર, પાપરહિત, વિધ્વરહિત. “મંગળ' શબ્દમાં મં, ગ અને લ એ ત્રણ અક્ષરો છે. એ અક્ષરોને અનુલક્ષીને ‘મંગળ’ શબ્દના જુદી જુદી રીતે અર્થ કરાય છે. મંગલ અથવા માંગલ્ય શબ્દ જુદી જુદી રીતે વ્યુત્પન્ન કરવામાં આવ્યો છે. એ શબ્દમાં “મ”, “મા”, “ગલ', “માલ” જેવા શબ્દો રહેલા બતાવવામાં આવે છે અને તે પ્રમાણે અર્થઘટન કરવામાં આવે છે. આવી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓમાંથી નીચેની કેટલીક વ્યાખ્યાઓ જુઓ : Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ मं गालयइ भवाओ मंगलमिहेवमाइ नेरुत्ता । (મં અથવા મા એટલે કે પાપને જે ગાળી નાખે છે તે મંગલ કહેવાય છે.) ‘વિશેષાવશ્યક ભાષ્ય’માં ‘મંગલ’ શબ્દ સમજાવતાં કહ્યું છે : मां गालयति भवादिति मंगलं संसारादपनयतीत्यर्थः । अथवा मा भूत शास्त्रस्य गलो विघ्नो अस्मादिति ।। [ મને ભવથી એટલે કે સંસારથી દૂર કરે છે એટલા માટે તે મંગલ છે. અથવા ગલ એટલે વિઘ્ન. શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં અમને વિઘ્ન ન હો માટે મંગલ. ] मंगिज्जएऽधिगम्मइ जेण हियं तेण मंगलं होई । अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ।। જિનતત્ત્વ [જેના દ્વારા હિતની માગણી કરવામાં આવે છે અને પ્રાપ્તિ થાય છે તે મંગલ કહેવાય છે. અથવા ‘મંગલ’નો અર્થ ધર્મ થાય છે અને એ જે ધર્મ પ્રાપ્ત કરે છે તે મંગલ કહેવાય છે. ] . ‘મંગલ' શબ્દની બીજી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે : मा गलो भूदिति मंगलम् । [ જે ગલ અર્થાત્ વિઘ્નનો નાશ કરે છે તે મંગલ. ] मद्यान्ति हृष्यन्ति अनेनेति मंगलम् । [ જેના વડે પ્રસન્નતા થાય તે મંગલ. ] महान्ते पूज्यन्तेऽनेनेति मंगलम् । [જેના વડે પૂજા થાય છે તે મંગલ.] લોકજીવનમાં આવી માંગલિક વસ્તુઓની વિભાવના અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. સમય જતાં એને ધર્મકાર્યોમાં પણ સ્થાન મળ્યું. મોટા ધાર્મિક પ્રસંગોમાં માંગલિક વસ્તુઓનાં દર્શન અનિવાર્ય મનાયાં. વૈદિક, જૈન અને બૌદ્ધ પ્રાચીન ધર્મગ્રંથોમાં એના ઉલ્લેખો મળે છે. જૈન ધર્મમાં ચોવીસે તીર્થંકર ભગવાનનાં લાંછનો, તેમનાં પ્રાતિહાર્યો, તીર્થંકર ભગવાનની માતાને આવતાં ચૌદ (અથવા સોળ) સ્વપ્નો, દેવદેવીઓનાં આયુધો, ઉપકરણો, વાહનો વગેરે મંગળમય મનાય છે. તે તે વસ્તુનું પોતાનું કે તેની આકૃતિનું દર્શન શુકનવંતું અને ઇષ્ટ ફલની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આમ મંગલ ગણાતી વસ્તુઓની યાદી ઘણી મોટી થાય છે. જૈન, Page #125 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૧૧૫ બૌદ્ધ અને વૈદિક પરંપરાની-એમ ત્રણે પરંપરાની કુલ વસ્તુઓની સંખ્યા તો એથી પણ વધી જાય છે. મંગલ વસ્તુના દર્શનમાં શ્રદ્ધા દુનિયાના અન્ય ધર્મોમાં અને આદિવાસી જાતિઓમાં પણ જોવા મળે છે. આ બધી માંગલિક વસ્તુઓમાં જે વધુ વ્યાપક રીતે પ્રચલિત રહી છે એમાંની થોડીક આ પ્રમાણે છે : સ્વસ્તિક, નંદ્યાવર્ત, કળશ, વર્ધમાનક (શરાવશકો), દીપક, ધૂપ, દર્પણ, ચામર, છત્ર, અક્ષયપાત્ર, રત્નપાત્ર, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ભદ્રાસન, મત્સ્યયુગલ, ગજ, ગાય, વૃષભ, સિંહ, અશ્વ, કમળ, પુષ્પ, માળા, અંકુશ, ધનુષ્ય-બાણ, ગોળ, દહીં, મધ, વૃક્ષ, કુંભ, અગ્નિની વાળા, કન્યા, રોચના (તિલક કરવાની સામગ્રી), કેક, શ્રીફળ, નાડાછડી, ઘી, હાર (રૂચક), અમુક પક્ષી અને તેનો અવાજ, અક્ષત, ફળ, ઘંટનાદ, બીજની ચંદ્રકલા, લાડુ, લાડુનું પાત્ર (મોદકપાત્ર), વાછરડા સાથે ગાય, બાળક સાથે માતા, શંખ, ચક્ર, રુદ્રાક્ષ ઇત્યાદિ મંગલમય મનાય છે. આ યાદી હજુ પણ મોટી થઈ શકે. મંગલ- માન્યતામાં જુદા જુદા ધર્મો વચ્ચે ધાર્મિક સંકુચિતતા રહી નથી. તેઓમાં પરસ્પર આદાનપ્રદાન થતું રહ્યું છે. સાક્ષાત્ મંગલ વસ્તુઓના દર્શન કરવાં એ એક વાત છે અને ઝીણી નજરે જોઈને કોઈક રેખાઓમાં મંગળ આકૃતિઓનો મેળ બેસાડવો એ બીજી વાત છે. આકાશમાં વાદળાંઓમાં, પાણીના તરંગોમાં, વૃક્ષનાં પાંદડાઓમાં, માટીના ઢગલાઓમાં, આરસ વગેરે પથ્થરના પડમાં, કાપેલા હાથીદાંતમાં, હાથપગની રેખાઓમાં શંખ, ચક્ર, કળશ, સ્વસ્તિક, દીપક, નંદ્યાવર્ત ઇત્યાદિ શુભ આકૃતિઓ માણસ શોધી કાઢે છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે તીર્થંકર પરમાત્માનાં અંગાગોની રેખાઓમાં આવી આકૃતિઓ જોવા મળે છે. તેમના દેહમાંથી નીકળતા પુદ્ગલ પરમાણુઓ દ્વારા આવી આકૃતિઓ રચાય છે. બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તરામાં વર્ણન છે કે તથાગત ભગવાન બુદ્ધ માટે સુજાતા જ્યારે ખીર બનાવવા દૂધ ઉકાળતી હતી ત્યારે દૂધના ઊંચા આવતા ઊભરામાં એને શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત, પધ વગેરે મંગલ આકૃતિઓ નિહાળવા મળી હતી. तस्मिन थल्वपि क्षीरं श्रीवत्स स्वस्तिक नन्द्यावर्तपद्म वर्द्धमानादिनी मंगल्यानि संदश्यते स्म । મનુષ્યના શરીરમાં જુદી જુદી રેખાઓની આકૃતિઓ જોવા મળે છે. પુરુષના શરીરમાં ૩૨ ઉત્તમ લક્ષણો (વ્યંજન) હોય છે અને ૮૦ નાનાં લક્ષણો Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જિનતત્વ (અનુવ્યંજન) હોય છે. આ લક્ષણો મંગલરૂપ મનાય છે એટલે એની દોરેલી આકૃતિનાં દર્શન પણ મંગળરૂપ કહેવાય છે. જૈન ધર્મગ્રંથ “સ્થાનાંગસૂત્ર'માં તથા બૌદ્ધ ધર્મગ્રંથ “મહાવસ્તુ', “મહાવ્યુત્પત્તિ', “અર્થવિનિશ્ચયસૂત્રનિબંધન', લલિતવિસ્તરા' વગેરે ગ્રંથોમાં આ બધાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આટલી બધી મંગળ વસ્તુઓ હોય તો વખત જતાં એમાં પસંદગી કરવાના પ્રસંગો પણ ઊભા થાય. કઈ મંગળ વસ્તુ કરતાં કઈ મંગળ વસ્તુ ચડિયાતી છે એનો નિર્ણય તો લોકો પોતે જ અનુભવ દ્વારા કરતા રહે છે. વખત જતાં આઠ મંગલ વસ્તુઓનું માહામ્ય વધી ગયું. આ આઠની સંખ્યાને સ્થિર કરવામાં જૈન ધર્મે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, આઠની સંખ્યા જ શા માટે ? વધુ કે ઓછી કેમ નહીં ? – એ વિશે જુદા જુદા તર્ક થઈ શકે, પણ નિશ્ચિત કારણ જાણવા મળતું નથી. પૂર્વકાળના લોકોના અનુભવે જ એમાં મહત્ત્વનું કાર્ય કર્યું હશે ! અથવા એક માન્યતા પ્રમાણે દેવોએ જ આ આઠનું નિર્માણ કર્યું હશે. જૈન ધર્મમાં ઔપપાતિકસૂત્ર, રાયપસેણિયસૂત્ર, આચારદિનકર ઇત્યાદિ પ્રાચીન ગ્રંથોમાં અષ્ટમંગલનો જે પ્રમાણે નિર્દેશ મળે છે તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (ડ) કળશ, (૭) દર્પણ અને (૮) મત્સ્યયુગલ. “સુશ્રુતસૂત્રસ્થાન'માં દસ પ્રકારનાં મંગલ દર્શાવવામાં આવ્યાં છે ; स्त्रीपुत्रिणी सवत्सागो वर्द्धमानं अलंकृता । कन्या मत्स्या: फलं चामं स्वस्तिकान् मोदका: दधिः ।। આ દસ મંગલ છે : (૧) બાળક સાથે માતા, (૨) વાછરડા સાથે ગાય, (૩) વર્ધમાન (શરાવ- શકોરું), (૪) અલંકૃતા એટલે શણગારેલી કન્યા, (પ). મીનયુગલ, (૬) ફળ, (૭) ચામર, (૮) સ્વસ્તિક, (૯) લાડુ અને (૧૦) દહીં. વિષ્ણુસ્મૃતિમાં “અષ્ટમંગલ'નો નિર્દેશ છે અને એમાં આઠ મંગલ આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે : (૧) પૂર્ણકુંભ, (૨) આદર્શ એટલે કે દર્પણ, (૩) છત્ર, (૪) ધ્વજ, (પ) પતાકા, (૬) શ્રીવૃક્ષ અથવા શ્રીવત્સ, (૭) વર્ધમાન અને (૮) નંદ્યાવર્ત. માત્ર ધર્મગ્રંથોમાં જ નહીં, ચિત્રશિલ્પાદિ કલાઓમાં પણ અષ્ટમંગલને સ્થાન મળ્યું હતું. જૈન ધર્મમાં પ્રાચીન અવશેષોમાં કે કલાકૃતિઓમાં અષ્ટમંગલનું રેખાંકન જોવા મળે છે. મથુરાના કંકાલી ટીલામાંથી મળેલા જૈન આયાગપટ્ટોમાં અષ્ટમંગલની આકૃતિ છે. એટલે આશરે બે હજાર વર્ષ પૂર્વે અષ્ટમંગલને જૈન Page #127 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૧૧૭ ધર્મમાં તથા શિલ્પાદિ કલામાં વ્યવસ્થિત રીતે મહત્ત્વનું સ્થાન મળી ચૂક્યું હતું. કોઈક આયાગપટ્ટમાં અષ્ટમંગલની વચ્ચે તીર્થંકર ભગવાનની આકૃતિ કોતરવામાં આવી છે. આબુ, દેલવાડા, ખજૂરાહો વગેરે ઘણાં પ્રાચીન જૈન મંદિરોમાં અષ્ટમંગલની આકૃતિની કોતરણી થયેલી છે. પ્રાચીન જૈન હસ્તપ્રતોમાં પણ અષ્ટમંગલનું ચિત્રાંકન જોવા મળે છે. અષ્ટમંગલનો મહિમા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. પ્રત્યેક તીર્થંકરના સમયમાં આઠ પ્રતિહાર્યની જેમ અષ્ટમંગલ હોય જ એમ મનાય છે. મંગલ વસ્તુઓ તો અનેક હોય. શુભ પ્રસંગે માણસે કેટલી વસ્તુઓનાં દર્શન ક૨વાં જોઈએ ? માણસે જેમ એ વિષયમાં વિસ્તાર કર્યો તેમ સંક્ષેપ પણ કર્યો. એમ કરતાં કરતાં આઠ વસ્તુઓ પર તે સ્થિર થયો. એ આઠ વસ્તુઓનાં સાક્ષાત્ દર્શનમાં પણ વાર લાગે. એટલે એક જ સ્થળે એકસાથે આઠે વસ્તુઓની આકૃતિ આવી જાય એવી યોજના થઈ. એ વ્યવહારુ અને સરળ બની. આરંભમાં કદાચ માણસ આઠે આકૃતિઓ સ્વહસ્તે દોરતો કે બીજા પાસે દોરાવતો હશે. પણ પછીથી તો કોતરેલી કે દોરેલી આકૃતિવાળા તૈયાર મળતા પાટલા કે પાટલીનો ઉપયોગ માણસ કરવા લાગ્યો. જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ પરંપરાની કેટલીક કલાકૃતિઓમાં એક અથવા વધુ માંગલિક આકૃતિઓ કોતરવામાં આવેલી જોવા મળે છે. પરંતુ આ બધી માંગલિક આકૃતિઓમાંથી ફક્ત આઠની જ પસંદગી કરીને એને ‘અષ્ટમંગલ’ તરીકે પ્રચલિત કરવામાં અને એને પૂજનીય ગણવામાં જૈન ધર્મનો સૌથી વધુ ફાળો છે. પ્રાચીન કાળથી અષ્ટમંગલની આ પરંપરા જૈન ધર્મમાં વર્તમાન સમય સુધી જીવંત અને પ્રચલિત રહી છે અને આજે પણ જૈન મંદિરોમાં ‘અષ્ટમંગલ’ની ધાતુની પાટલીની પૂજા થાય છે. તીર્થંકર ભગવાનની પૂજા કર્યા પછી અંતે અષ્ટમંગલની પૂજા કરવાનો રિવાજ છે. પ્રત્યેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મંદિરમાં અષ્ટમંગલની પાટલી અવશ્ય હોય જ છે. મોટાં પૂજનો વખતે પણ પાટલાપૂજનમાં એક પાટલા પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ ચાંદીના પતરામાં દોરેલી હોય છે અને એનું પૂજન ક૨વામાં આવે છે. બ્રાહ્મણ પરંપરા કરતાં જૈન અને બૌદ્ધ પરંપરામાં મંગલ વસ્તુઓની આઠની સંખ્યા સવિશેષ સ્થિર થયેલી છે. આઠનો સંખ્યાંક એટલો બધો દૃઢ થઈ ગયો કે ક્યાંક સાત કે નવ કે અગિયાર મંગલ આકૃતિઓ દોરવામાં કે કોતરવામાં આવી હોય તો પણ તે ‘અષ્ટમંગલ’ તરીકે જ ઓળખાતી રહી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનતત્ત્વ સાંચીના બૌદ્ધ અવશેષોના એક સ્તંભનાં તોરણો પર પથ્થરમાં કોતરેલી લટકતી માળાઓ જોવા મળે છે, એ માળાઓમાં કોઈકમાં નવ મણકા છે, તો કોઈકમાં અગિયાર કે સાત છે. દરેક મણકા ઉપર એક એક મંગલની આકૃતિ કોતરવામાં આવી છે. ઉ. ત. એક માળામાં ખડ્ગ, પરશુ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, અંકુશ, દર્પણ અને વૃક્ષ એમ નવ આકૃતિઓ છે; બીજી એક માળામાં વૃક્ષ, પુષ્પ, માળા, પરશુ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, શ્રીવત્સ, ખડ્ગ, દર્પણ અને અંકુશ એમ અગિયાર આકૃતિઓ છે, તો ત્રીજી એક માળામાં વચલા મોટા મણકામાં કમળના આકારે નંદ્યાવર્ત છે, અને એક બાજુના ત્રણ મણકામાં મત્સ્યયુગલ, અંકુશ તથા ભદ્રાસન છે અને બીજી બાજુના ત્રણ મણકામાં ખડ્ગ, દર્પણ અને ભદ્રાસન છે. આમ, સાત મણકાની આ માળા ‘અષ્ટમંગલ માળા’ તરીકે ઓળખાય છે. વળી, એમાં ભદ્રાસન બંને બાજુ છે. સારનાથ અને મથુરામાંથી કુશાનયુગના મળેલા અવશેષોમાં ભગવાન બુદ્ધની પ્રતિમાની ઉપર રાખવામાં આવતા ચોરસ અથવા વર્તુળાકાર છત્રમાં માંગલિક ચિહ્નો કોતરવામાં આવેલાં જોઈ શકાય છે. આમાંના વર્તુળાકાર છત્રમાં ઘડિયાળના આંકડાની જેમ બાર આકૃતિઓ વર્તુળાકારે કોતરવામાં આવી છે. એમાં સ્વસ્તિક, શંખ, કળશ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, નંદ્યાવર્ત, અક્ષતપાત્ર, વર્ધમાન એ આઠ ઉપરાંત ચાર ફૂલપાંદડી છે. મથુરાના ચોરસ છત્રમાં શંખ, વર્ધમાનક, કળશ, શ્રીવત્સ, અક્ષતપાત્ર, સ્વસ્તિક, મત્સ્યયુગલ અને નંદ્યાવર્ત એમ આઠ આકૃતિઓ છે. જેમણે પોતાના સિક્કાઓ પર અષ્ટમંગલ કોતરાવ્યાં હોય એવા રાજાઓમાં દક્ષિણના જૈનધર્મી પાંડ્ય રાજાઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલી બાબા પ્યારાની ગુફામાં જે ક્રમમાં અષ્ટમંગલ જોવા મળે છે એ જ ક્રમમાં દક્ષિણ ભારતના આ સિક્કાઓ ઉપર અષ્ટમંગલ જોવા મળે છે. એ સમયે રૂઢ થયેલા ક્રમ અનુસાર સ્વાસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, દર્પણ અને મત્સ્યયુગલ એ પ્રમાણે અષ્ટમંગલ છે. પ્રાચીન સમયમાં માત્ર ધર્મસ્થાનકોમાં અષ્ટમંગલ કોતરવાનો રિવાજ અનુક્રમે ઘરોમાં પણ પ્રવેશ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પર અષ્ટમંગલ કોતરાતાં કે ચીતરાતાં હતાં. માણસો પોતાની પ્રિય કિંમતી વસ્તુ પર અષ્ટમંગલ કોતરાવતા. બે હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી એક તલવાર મળી છે કે જેની મૂઠ ૫૨ અષ્ટમંગલની આઠ આકૃતિઓ દો૨વામાં આવી છે. (અલાહાબાદના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ સંગ્રહસ્થાનમાં આ તલવાર છે.) તક્ષશિલામાંથી મળેલી સોનાની એક પ્રાચીન વિટી ઉપર પણ નવ મંગલ કોતરવામાં આવ્યાં છે, જેમાં નંદ્યાવર્ત બેવાર છે. બૌદ્ધ ધર્મ જ્યાં ફેલાયો એવા દેશોમાં પણ અષ્ટમંગલનો પ્રચાર થયો છે. અષ્ટમંગલની તાંત્રિક ઉપાસના તિબેટમાં હજુ સુધી પ્રચલિત છે. ભૂટાનના રાજાએ પોતાના સિક્કા પર અષ્ટમંગલમાંથી કેટલીક આકૃતિઓ કોતરાવી હતી. અષ્ટમંગલની આઠ આકૃતિઓ પ્રતીકરૂપ છે. પ્રતીક તરીકે જેની ગણના થાય તેનું અર્થઘટન જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી રીતે થઈ શકે. આથી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં આ પ્રતીકોનાં અર્થઘટન જુદી જુદી રીતે થાય એ સંભવિત છે. * છેલ્લા કેટલાક સમયથી શ્વેતામ્બર જૈન પરંપરામાં અષ્ટમંગલનો ક્રમ આ પ્રમાણે રૂઢ થયો છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) કળશ, (૬) સિંહાસન, (૭) મીનયુગ્મ અને (૮) દર્પણ. આ આઠ આકૃતિઓને કલાકારો વિવિધ કલત્મક રીતે રચતા હોય છે. જૈન દિગંબર પરંપરામાં પ્રાચીન સમયમાં બે જુદા જુદા પ્રવાહો જોવા મળે છે. એક પ્રમાણે અષ્ટમંગલ છે : છત્ર, ચામર, ધ્વજ, સ્વસ્તિક, દર્પણ, કળશ, વર્ધમાનક અને સિંહાસન. બીજા પ્રમાણે અષ્ટમંગલ છે : સુવર્ણકળશ, વર્ધમાનક, દર્પણ, વીંઝણો (પંખો), ધ્વજ, છત્ર, ચામર, સ્વસ્તિક. વર્તમાન સમયમાં શ્વેતામ્બર પરંપરામાં ચાર-ચારની જોડીમાં ઉપરનીચે એમ આઠ મંગલ આલેખવામાં આવ્યાં હોય છે. એવી અષ્ટમંગલની પાટલીમાં ઉપરની હારમાં સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ અને ભદ્રાસન અને નીચેની હારમાં નંદ્યાવર્ત, વર્ધમાન, મીનયુગલ અને દર્પણ જોવા મળે છે. - વડોદરાના એક શ્વેતામ્બર જૈન મંદિરની જૂના વખતની અષ્ટમંગલની પાટલીમાં આ ક્રમ જુદો છે. એમાં ઉપરની હારમાં દર્પણ, ભદ્રાસન, કળશ અને વર્ધમાનક છે અને નીચેની હારમાં મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત છે. (આનો ફોટો “જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર ખંડ-૩માં છપાયો છે.)' જૈન શ્વેતાંબર પરંપરામાં અષ્ટમંગલના ક્રમમાં અજાણતાં ક્યારેક ફેરફાર થતો રહ્યો છે, પરંતુ આઠ મંગલ આકૃતિઓ બે-અઢી હજાર વર્ષથી એટલે કે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જિનતત્વ ભગવાન મહાવીર સ્વામીના સમયથી એની એ જ રહી છે. આ આઠ મંગલના વિશેષાર્થ વિશે આપણે જોઈએ : સ્વસ્તિક : અષ્ટમંગલમાં સૌપ્રથમ સ્વસ્તિક હોય છે. સ્વસ્તિક (એના ઉપરથી શબ્દ આવ્યો છે સાથિયો) એક ઉત્તમ મંગલ તરીકે હજારો વર્ષથી મનાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં અર્થાત્ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું સ્થાન ગૌરવવંતું રહ્યું છે. સ્વસ્તિક એટલે શુભ, મંગલ અને કલ્યાણકારી. જે સ્વસ્તિ અર્થાતુ ભલું, આશીર્વાદરૂપ કરે તે સ્વસ્તિક. સ્વસ્તિકની આકૃતિ સરલ, રમણીય અને આલ્હાદક છે. સાથિયો કરવાનું નાના બાળકને પણ આવડે એવું છે. સ્વસ્તિક શુભેચ્છાનું, સ્વાગતનું પ્રતીક છે. સ્વસ્તિક ભગવાન સુપાર્શ્વનાથનું લાંછન છે. સ્વસ્તિકમાં પ્રથમ સીધી ઊભી લીટી અને પછી અધવચ્ચેથી સીધી આડી લીટી હોય છે. એ વત્તાની એટલે કે વૃદ્ધિની નિશાની છે. આ ઊભી-આડી મળીને ચાર થયેલી લીટીને છેડે ચાર પાંખિયાં દોરવામાં આવે છે. એટલે કોઈપણ ચાર વસ્તુના પ્રતિનિધિ તરીકે એને ઘટાવી શકાય. વૈદિક પરંપરામાં સ્વસ્તિક ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક તરીકે અથવા ચાર યુગ-સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. સ્વસ્તિક શાંતિ અને સુખનું પ્રતીક છે. જૈન પરંપરામાં સ્વસ્તિકને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિના પ્રતીકરૂપે પણ માનવામાં આવે છે. જિન મંદિરોમાં તીર્થકર ભગવાનની દ્રવ્યપૂજામાં ચોખાનો સાથિયો કરવામાં આવે છે. સાથિયા ઉપર ત્રણ ઢગલી કરવામાં આવે છે. ત્રણ ઢગલી તે સમ્યગ્ દર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપી ત્રણ રત્નો છે. એની ઉપર અર્ધચંદ્રાકાર આકૃતિ કરાય છે તે સિદ્ધશિલા છે અને તેની ઉપર નાની ઢગલી તે સિદ્ધ ભગવંતો છે. જીવે એ ચાર ગતિમાંથી ત્રણ રત્નો વડે નીકળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી ત્યાં અનંત કાળ માટે વિશુદ્ધ આત્મસ્વરૂપે સ્થિર થવાનું છે. સ્વસ્તિકમાં પ્રત્યેક લીટીનું પાંખિયું જમણી બાજુ વળે એ સીધો સ્વસ્તિક છે અને તે મંગળરૂપ છે. પાંખિયાં ડાબી બાજુ વળે તો એ ઊંધો સ્વસ્તિક બને છે અને તે અમંગલરૂપ ગણાય છે. (હિટલરે આ ઊંધો સ્વસ્તિક પોતાના ચિહ્ન તરીકે સ્વીકાર્યો હતો.) Page #131 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ શ્રીવત્સ : સંસ્કૃત શબ્દ “શ્રીવત્સ” એટલે પુરુષની છાતીનો મધ્યભાગ. પુરુષને છાતીના મધ્યભાગમાં, નાના ખાડા જેવા ભાગમાં જ્યાં થોડા વાંકડિયા વાળ ઊગે છે એ અંગને “શ્રીવત્સ' કહેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મહાપુરુષોનું શ્રીવત્સ શોભાયમાન અને પૌરુષ તથા પુરુષાર્થનું પ્રતીક મનાય છે. તીર્થકરોની પ્રતિમામાં આ શ્રીવત્સ ચોકટ આકારે કલાત્મક રીતે ઉપસાવવામાં આવ્યું હોય છે. હિંદુ પરંપરામાં ભગવાન શ્રી વિષ્ણુના છાતીના એ મધ્ય ભાગને શ્રીવત્સ કહેવામાં આવે છે એટલું જ નહીં, શ્રીવત્સ વિષ્ણુના “લક્ષણ' તરીકે પણ ઓળખાય છે. શ્રીવત્સ ભગવાન શીતલનાથનું લાંછન છે. છાતીમાં હૃદય રહેલું છે. તીર્થંકર ભગવાનની દેશના એમના હૃદયમાંથી સ્ફરે છે. એટલે હૃદય અથવા એના પ્રતીક તરીકે શ્રીવત્સ દેશનાનું ઉદ્ગમસ્થાન છે. આથી આ પવિત્ર અંગને મંગલમય માનવામાં આવે છે. ચોકટ કે હીરા જેવી આકૃતિને કલાત્મક રીતે શિલ્પીઓ અને ચિત્રકારો વિકસાવતા ગયા અને સમય જતાં એને કમળ કે અન્ય ફૂલ કે પાંદડીના જેવી આકૃતિ અપાઈ. એક નાની અને એક મોટી લાંબી પાંદડી જેવી આકૃતિ પણ બનાવાઈ છે અને પરાગયુક્ત પુષ્પ જેવી આકૃતિ પણ થઈ છે. લાંબાં, ટૂંકા કિરણો સહિત સૂર્ય જેવી આકૃતિ પણ દોરાઈ છે. વસ્તુતઃ કલાકારોએ શ્રીવત્સની આકૃતિને જુદી જુદી રીતે વિકસાવી અને પછી એની પરંપરા ચાલી. ક્યારેક તો આ શ્રીવત્સ છે એમ ઓળખી પણ ન શકાય એવી અટપટી આકૃતિઓ દોરાઈ છે. “શ્રીવન્સ' એ મનુષ્યના એક શુભ અંગલક્ષણ તરીકે મનાય છે. એટલે મંગલ વસ્તુઓમાં એની ગણના થવા લાગી, એટલું જ નહીં; વખત જતાં અષ્ટમંગલમાં પણ એને સ્થાન મળ્યું છે. નંદ્યાવર્ત : નંદ્યાવર્ત એ સ્વસ્તિકનું જ વધુ વિકસિત અને કલાત્મક સ્વરૂપ છે. નંદ્યાવર્તની આકૃતિ બૌદ્ધ અને જૈન પરંપરામાં જેટલી જોવા મળે છે એટલી બ્રાહ્મણ (હિંદુ) પરંપરામાં જોવા મળતી નથી. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં તે વિશેષ જોવા મળે છે. જૈન પરંપરામાં તે સુનિશ્ચિતપણે, અનિવાર્યરૂપે અદ્યાપિ પર્યત સતત જોવા મળે છે. અરનાથ ભગવાનનું એ લાંછન છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જિનતત્ત્વ નંદ અથવા નંદિ સાથે આવર્ત શબ્દ જોડાતાં નંદાવર્ત અથવા નંદ્યાવર્ત શબ્દ થાય છે. નંદ અથવા નંદિ શબ્દ આનંદના અર્થમાં છે. આવર્ત શબ્દના વળાંક, વર્તુળ, વમળ, ફરીથી આવવું ઇત્યાદિ અર્થો થાય છે. નંદ્યાવર્ત સુખના આવર્તનરૂપે છે. સાથિયો ચાર ગતિનો સૂચક છે તેમ નંદ્યાવર્ત પણ ચાર ગતિનો સૂચક છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક ગતિનું પાંખિયું અંદર વળાંક લઈ પછી બહાર નીકળે છે. ચાર ગતિરૂપ સંસાર આવર્ત એટલે કે વમળોથી ભરેલો છે. એમાંથી નીકળવું દુષ્કર છે. નદી કે સમુદ્રના પાણીમાં વમળમાં ફસાયેલો માણસ ડૂબી જાય છે. કોઈક જ ભારે બળ વાપરી એમાંથી બહાર નીકળી શકે છે. તેવી રીતે સંસારનાં આ વમળોમાં ન ફસાતાં સાવધાન બની બહાર રહેવું જોઈએ અને જો ફસાયા તો જબરો પુરુષાર્થ અને પરાક્રમ કરી એમાંથી બહાર નીકળવું જોઈએ. નંદ્યાવર્તનો અર્થ બીજી રીતે પણ ઘટાવાય છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક લીટી કેન્દ્રથી બહાર નીકળે ત્યાં સુધીમાં એમાં નવ ખૂણા આવે છે.નવનો આંક નવ નિધિનો સૂચક છે. નવનો આંક અક્ષય મનાય છે, કારણ કે એને ગમે તેટલાથી ગુણવામાં આવે તો આવેલા જવાબનો સરવાળો ફરી નવ થઈ જાય છે. આથી નંદ્યાવર્તને અક્ષય નિધિના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. નંદ્યાવર્ત સુખસમૃદ્ધિના આવાસ તરીકે પણ ઓળખાય છે. નંદ્યાવર્તની આકૃતિને સર્વતોભદ્ર' પણ કહેવામાં આવે છે. ચારે બાજુથી એકસરખી સુંદર કલાત્મક આ મંગલ આકૃતિ ગમી જાય એવી છે. વર્ધમાનક – શરાવસંપુટ : “અષ્ટમંગલ'માં એક મંગલ તે વર્ધમાન છે. એનો અર્થ થાય છે : જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું). એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે “શરાવ'. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શરાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શરાવસંપુટ બને છે. ક્યારેક “શરાવસંપુટ'ને બદલે ફક્ત “સંપુટ' શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપરનીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે. ઉપરનીચેનાં શરાવ ખસી ન જાય એટલા માટે એને નાડાછડીથી બાંધવામાં આવે છે. (શરાવ પરથી “સાવલાં' શબ્દ આવેલો છે.) લગ્નવિધિમાં શરાવસંપુટનો ઉપયોગ મંગલક્રિયા તરીકે થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૧૨૩ વર્ધમાનની યંત્રમાં દોરેલી આકૃતિ તંત્રવિદ્યાની સાધનામાં પણ ઉપયોગી મનાય છે. કળશ : ભારતીય સંસ્કૃતિમાં કળશનું મહત્ત્વ ઠેઠ પ્રાચીન કાળથી જોવા મળે છે. કુંભ મલ્લિનાથ ભગવાનનું લાંછન છે. જળથી ભરેલો કુંભ એ જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. જળ જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન છે. હિંદુ ધર્મ પ્રમાણે જળના દેવતા વરુણનો કળશ સાથે અવિનાભાવ સંબંધ છે. ઘરે ઘરે કુંભ હોય છે. જળને જીવન તરીકે ઓળખાવવામાં આવે છે. જળ શુદ્ધિનું પણ પ્રતીક છે. જળસ્નાનથી માણસ વિશુદ્ધ બને છે. બેડું ભરીને સામેથી આવતી પનિહારી શુકનવંતી મનાય છે. તીર્થંકર ભગવાનના જન્મ સમયે દેવો સ્નાત્ર મહોત્સવ કરે છે, ત્યારે તેઓ વિવિધ જાતિના કળશ ભરીને ભગવાનને મેરુ શિખર ૫૨ સ્નાન કરાવે છે. આમ, કળશ એ વિશુદ્ધિ અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. કોઈપણ કાર્ય પૂર્ણ થાય એટલે કળશની સ્થાપના કરવામાં આવે છે. મંદિરનું શિખર બંધાઈ રહે ત્યારે એના પર કળશ ચડાવવામાં આવે છે. જૂના વખથમાં લહિયાઓ પોથી (હસ્તપ્રત) પૂરી લખાઈ જાય ત્યારે છેલ્લે કળશની આકૃતિ દોરતા. કળશ એ પુરુષાર્થ અને પૂર્ણાહુતિનું પણ પ્રતીક છે. આથી કળશને અષ્ટમંગલમાં સ્થાન અવશ્ય મળે જ એ સ્વાભાવિક છે. એમાં કળશની આકૃતિ જુદી જુદી રીતે, ક્યારેક આંખો સાથે, જાણે મનુષ્યની મુખાકૃતિ હોય એવી રીતે દોરવામાં આવે છે. શુભ પ્રસંગે સાચા કળશની સ્થાપના થાય છે. એવા કળશ ઉપર નકશીકામ થાય છે. ચાંદીના કે સોનાના કળશ પણ બનાવવામાં આવે છે. સુવર્ણકળશ સમૃદ્ધિનું પ્રતીક બની રહે છે. માનવદેહને ઘટ અથવા કુંભ તરીકે ઓળખવાય છે. એ આત્મજ્યોતિથી સભર છે. એટલે ઘટઘટમાં અર્થાત્ ૨ગેરગમાં ભગવાનનો વાસ છે, એમ કહેવાય છે. ભદ્રાસન : તીર્થંક૨ પરમાત્મા સિંહાસન પર બેસી સમવસરણમાં દેશના આપે છે. સભામાં મુખ્ય આસન એ પ્રભુતાનું ઘોતક છે. વળી, આસન એ સ્થિરતાનું પ્રતીક છે. માણસ જ્યાં સુધી આસનબદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જિનતત્ત્વ સાધી શકતો નથી. આસનની સ્થિરતાથી કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય છે અને કાયાની સ્થિરતાથી ધ્યાનની સ્થિરતા વધે છે. ઉચ્ચતમ ધ્યાન વડે એટલે કે શુકલધ્યાન વડે જ જીવ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષગતિ મેળવી શકે છે. આ અર્થમાં આસનનું-ભદ્રાસનનું મહત્ત્વ છે. એટલે એને અષ્ટમંગલમાં સ્થાન અપાયું છે. દિંગબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન સિંહાસનનું છે. મત્સ્યયુગલ : મીન અથવા મત્સ્ય એટલે માછલી. મસ્ત્યયુગલ મીનયુગ્મ, અથવા મીનમૈથુન એટલે બે માછલી. મંગલમાં આ બંને માછલીઓ પરસ્પર સન્મુખ હોય છે. (ક્યારેક બંને માછલી પરસ્પર વિમુખ પણ બતાવાય છે.) આમ બંને માછલીઓને નર અને માદાના યુગલ તરીકે ગણવામાં આવે છે. મીનયુગલ સુખનું પ્રતીક છે. પ્રાગૈતિહાસિક કાળથી જનજીવનમાં માછલીનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. જળચરમાં તે અગ્રગણ્ય છે. પાણીમાં તરવાની અને આ કિનારાથી સામા કિનારા સુધી તરી જવાની શક્તિ એનામાં રહેલી છે. માછલીને પાણીમાં તરતી જોવી એ રસનો વિષય બની શકે છે. માછલી બુદ્ધિશાળી પ્રાણી છે. એના ઘણા પ્રયોગો આધુનિક વૈજ્ઞાનિકોએ કરેલા છે. (કોઈક માછલીઘરમાં પ્લાસ્ટિકના મોતી જેટલા નાના દડાથી માછલીઓને રમત રમતી જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે.) આપણી બાર રાશિઓમાં એક રાશિ તે મીન રાશિ છે. ભગવાન વિષ્ણુના અવતારોમાં એક અવતાર તે મત્સ્યાવતાર છે. અઢાર પુરાણોમાં એક પુરાણનું નામ મત્સ્યપુરાણ છે. આમ, આપણા સાંસ્કૃતિક વારસામાં મત્સ્યનું સ્થાન મહત્ત્વનું રહેલું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન મીનયુગલનું છે. કામદેવને સામાન્ય રીતે ‘મકરધ્વજ' તરીકે ઓળખાવવામાં આવે છે. મકર એટલે મગર. પણ કેટલીક વાર કામદેવને ‘મીન-ધ્વજ' તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જોકે એમાં ક્યારેક એક જ મીન (માછલી) હોય છે, તો ક્યારેક મીનયુગલ પણ હોય છે. જિનેશ્વર ભગવંત આગળ કામદેવે પોતાનો ધ્વજ નીચે મૂકી દીધો, એવો અર્થ પણ આ મંગલનો ઘટાવવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરના જુદાં જુદાં અંગોમાં રેખાઓની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ આકૃતિઓનો ભાસ થાય છે. એ રીતે માણસના હાથની છેલ્લી ટચલી આંગળીની નીચે હથેળીની કિનાર પાસે મત્સ્યની આકૃતિ હોય તો તે માણસ અત્યંત શુભ લક્ષણવાળો, ભાગ્યશાળી મનાય છે. જેની બંને હથેળીમાં મત્સ્યની આકૃતિ હોય તે વળી મહાભાગ્યશાળી મનાય છે. આવી બંને હથેળી અડોઅડ રાખવામાં આવે તો મત્સ્યયુગલ જોવા મળે. આ યુગલમાં એક નર અને એક માદા જ હોય એવું અનિવાર્ય નથી; પણ યુગલ હોવાથી તેમ માનવાની પરંપરા છે. એ લક્ષમાં રાખવાનું છે કે પાણીમાં તરતી જીવતી માછલી એ મંગળરૂપ છે. મરેલી માછલી મંગળરૂપ નથી. તે અપશુકન ગણાય છે. એટલે જ માછીમાર કે માછીમારણ માછલાં સાથે કે માછલાં વગર રસ્તામાં સામે મળે, તે અપશુકન ગણાય છે. જો કે હવે આ લોકમાન્યતા પણ ઘસાઈ જવા આવી છે. દર્પણ: અષ્ટમંગલમાં દર્પણ (અરીસો) એ પણ એક મંગલ વસ્તુ મનાય છે. કુદરતની કેવી કરામત છે કે માણસ આખી દુનિયાના માણસોના ચહેરા જોઈ શકે છે, પણ પોતાનો ચહેરો જોઈ શકતો નથી. જ્યારે કાચ કે દર્પણની શોધ નહોતી થઈ ત્યારે માણસ કૂવા કે તળાવ કે નદી સરોવરના શાંત જળમાં પોતાનું પ્રતિબિંબ જોતો. કાચ અને દર્પણના પ્રતિબિંબે માણસને પોતાની જાતને ઓળખવાનું શીખવ્યું. પોતાના હૃદયરૂપી દર્પણમાં ભગવાનના પ્રતિબિંબને માણસ નિહાળતો થયો. દર્પણમાં ભગવાનનાં દર્શન કરવાની પ્રથા જૈન અને હિંદુ મંદિરોમાં છે. જેનોમાં દર્પણ-પૂજાનો દૂહો બોલાય છે : પ્રભુદર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ; આતમદર્પણથી જુએ, દર્શન હોય તતકાળ. કેટલાંક મંદિરોમાં રંગમંડપોમાં કે તેની બહાર એવી રીતે વિશાળ અરીસો રાખવામાં આવે છે કે ગમે તેટલી ભીડમાં પણ ભગવાનનાં દર્શન થાય અને પાછા ફરી નીકળતી વખતે પણ દર્શન થાય. દર્પણ આત્મદર્શન માટે છે. આથી દર્પણની એક મંગલમય વસ્તુ તરીકે ગણના થવા લાગી અને અષ્ટમંગલમાં એને સ્થાન મળ્યું. દેવો જ્યારે તીર્થંકર પરમાત્માના જન્મ સમયે એમને સ્નાત્ર મહોત્સવ માટે લઈ જાય છે ત્યારે તેઓ જેમ ચામર, પંખો વગેરે ધારણ કરે છે, એનો ઉપયોગ કરે છે તેમ દર્પણનો પણ ઉપયોગ કરે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જિનતત્ત્વ જિન મંદિરોમાં અષ્ટપ્રકારી પૂજાનાં આઠ દ્રવ્યોને પણ અષ્ટમંગલ દ્રવ્ય કહેવામાં આવે છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, નૈવેદ્ય અને ફળને શ્વેતાંબર પરંપરામાં મંગલ તરીકે માનવામાં આવે છે. દિગંબર પરંપરામાં જિનમંદિરનાં અષ્ટ મંગલદ્રવ્ય તરીકે ઝારી, કળશ, દર્પણ, ચામર, છત્ર, ધ્વજા, ધૂપ તથા દીપની ગણના થાય છે. (કોઈક શંખ, વીંઝણો વગેરે સહિત એની જુદી રીતે ગણના કરે છે.) વસ્તુત: જિનમંદિરનાં ઉપકરણો મંગલરૂપ છે અને તે જિનપ્રતિમાના પરિવારરૂપ મનાય છે. અષ્ટમંગલની આકૃતિઓની દ્રવ્યથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા છે અને એના તાત્પર્યનું ચિંતન કરવું અને તે પ્રમાણે ભાવના ભાવવી તે ભાવપૂજા છે. અષ્ટમંગલની દ્રવ્યપૂજા માણસનાં વિનોનો વિનાશ કરે છે અને એને સફળતા કે વિજય અપાવે છે એ એનો વ્યવહારુ અર્થ છે. પરંત જરા ઊંડો વિચાર કરીએ તો જણાશે કે મનુષ્યના જીવનમાં જે કંઈ થાય છે તે એનાં શુભાશુભ કર્મોને આધારે થાય છે. અષ્ટમંગલ તો એમાં નિમિત્ત માત્ર છે. ધારો કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવવા માટે બે તેજસ્વી વિદ્યાર્થીઓએ અષ્ટમંગલની પૂજા કરી, તો બેમાંથી એક જ વિદ્યાર્થી પ્રથમ નંબરે આવશે, બીજો નહીં. અદાલતમાં કેસ ચાલતો હોય અને વાદી તથા પ્રતિવાદી બંનેએ અષ્ટમંગલનાં દર્શન કર્યા હોય તો બેમાંથી એક કેસ જીતી જશે, અને બીજો હારી જશે. એનો અર્થ એ છે કે અષ્ટમંગલથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થશે જ એવું અનિવાર્ય નથી. અલબત્ત, એનો અર્થ એ નથી કે અષ્ટમંગલની પૂજાની આવશ્યકતા નથી અથવા એની અવગણના કરવી, પણ અષ્ટમંગલ સર્વસ્વ છે એમ ન માનતાં એની સાથે શુભાશુભ કર્મ પણ જોડાયેલાં છે એમ સમજવું જોઈએ. છ ખંડના ધણી સુભૂમ ચક્રવર્તીએ સાતમા ખંડ ઉપર જીત મેળવવા માટે અષ્ટમંગલનાં બહુ ભાવથી દર્શન કર્યા હતાં અને દહીં વગેરે મંગલ શુકનવંત દ્રવ્યો આરોગ્યાં હતાં, તેમ છતાં એ સાતમા ખંડને જીતી ન શક્યો અને સમુદ્રમાં ડૂબીને મરી ગયો અને નરકે ગયો આ અષ્ટમંગલની પૂજા જીવને ભૌતિક સુખો તરફ ન આકર્ષતાં, મોક્ષમાર્ગ તરફ લઈ જાય તો એની વધુ સાર્થકતા ગણાય. એટલે પ્રસ્થાન હોય કે સફર, નિર્વિઘ્ન પૂર્ણાહુતિના પ્રતીક તરીકે એની પૂજા કરવા સાથે મોક્ષમાર્ગમાં એ આલંબન બની રહે, શુદ્ધ આત્મસ્વરૂપની સન્મુખ થવામાં અને એમાં સ્થિરતા મેળવવામાં એ સહાયભૂત બને એ વધુ જરૂરી છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ મહામંગલ : “અષ્ટમંગલ'માં જે આઠ મંગલાકૃતિઓ છે તે ભૌતિક અને આધ્યાત્મિક ઉભયરૂપે સહાયભૂત છે. પરંતુ આ આઠ મંગલ કરતાં ચડિયાતાં મંગલ મહામંગલ તે આધ્યાત્મિક મંગલ છે. એટલા માટે આ આધ્યાત્મિક મંગલોને જીવનમાં વધુ ચડિયાતું સ્થાન આપવું ઘટે. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિ – અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચ વખત નમસ્કારને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. પંચપરમેષ્ઠિને વંદન-નમસ્કાર એ સર્વોચ્ચ મંગલ છે. એટલે જ નવકારમંત્રનું છેલ્લું પદ છે : મંગલાણાં ચં સન્વેસિ પઢમં હવઈ મંગલ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ તે દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ અને ચૂલિકાનાં ચાર પદ તે ધર્મ-એમ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ રહેલાં છે. એમાં સાચી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. એ જ સર્વોત્તમ મંગલ. ધર્મતીર્થ પ્રવર્તનાર સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત, સમવસરણમાં બિરાજમાન થઈ દેશના આપી અનેક જીવોને ધર્મ પમાડનાર અરિહંત ભગવાન, આઠે કર્મનો ક્ષય કરી આઠ સર્વોચ્ચ ગુણ પ્રગટાવનાર, દેહરહિત, વિશુદ્ધ આત્મસ્વરૂપ, લોકાગ્રે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં અનંતકાળ માટે બિરાજમાન, નિરંતર સ્વસ્વરૂપમાં રમણ કરનાર સિદ્ધ ભગવાન, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એ પંચાચારનું પાલન કરનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, છત્રીસ ગુણોથી શોભતા, ગચ્છના નાયક એવા આચાર્ય ભગવંત, અંગ અને ઉપાંગ પોતે ભણે અને બીજાને ભણાવે તથા કરણસિત્તરી અને ચરણસિત્તરીનું પાલન કરનાર, પચ્ચીસ ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય મહારાજ અને પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, સત્તાવીસ ગુણોથી શોભતા સાધુ મહારાજ-આ પંચપરમેષ્ઠિને હંમેશ નમસ્કાર કરવા એ સર્વોત્કૃષ્ટ ધર્મમંગલ છે. સર્વ પાપનો ક્ષય કરનાર તે મહામંગલ છે, પરમ મંગલ છે. માણસ જો ભાવપૂર્વક માત્ર નવકારમંત્રનું જ આલંબન કે શરણ લે તો એમાં બધાં મંગલ આવી જાય છે. નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને કરાતા નમસ્કારનું – નવકારમંત્રનું જુદી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જિનતત્ત્વ રીતે વર્ગીકરણ કરીને ચાર મંગલ દર્શાવવામાં આવે છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેનો વિશાળ અર્થમાં “સાધુ'માં સમાવેશ કરવામાં આવે છે, અને નવકારમંત્રની ચૂલિકાની ચાર પંક્તિ “ધર્મ'ની સૂચક બને છે. આ રીતે નવકારમંત્રને ચાર મંગલમાં પણ દર્શાવી શકાય-અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. એટલા માટે “ચત્તારી મંગલ'ની પ્રાર્થના કરાય છે : “ચત્તાકર મંગલં, અરિહંતા મંગલ, સાહૂ મંગલં, કેવલી પરણતો ધમ્મો મંગલમ ' વર્તમાન અવસર્પિણીને લક્ષમાં રાખી કેટલાક ચાર મંગલ નીચે પ્રમાણે બોલે છે : મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ ! મંગલ લિભદ્રાઘા, જેન ધમોસ્તુ મંગલમ્ | અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારે મંગલનો વિશાળ અર્થમાં એકમાં જ સમાવેશ કરવો હોય તો તે ધર્મમાં જ કરવો પડશે. એટલા માટે જ કહેવાયું છે : ધમ્મો મંગલ ઉક્કિઠો અહિંસા, સંજમો, તવો . આમ ઉત્કૃષ્ટ મંગલ, મહામંગલ તે ધર્મ છે. એની આરાધના અહિંસા, સંયમ અને તપ દ્વારા કરવાની છે. જીવને સંસારના પરિભ્રમણમાંથી છોડાવી મોક્ષગતિ માત્ર ધર્મ જ અપાવી શકે. એટલા માટે ધર્મને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ, સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એનું વિસ્મરણ ન થાય એટલા માટે રોજેરોજની પ્રાર્થનામાં, ધર્મક્રિયાઓમાં શુભ અવસરે બોલાય છે : સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયંતિ શાસનમ્. Page #139 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી (ઐર્યાપથિકી) છેલ્લો એક સૈકામાં વિવિધ ક્ષેત્રે વૈજ્ઞાનિક શોધખોળને પરિણામે મનુષ્યની જીવનશૈલીમાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું છે ! એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે રેલવે, મોટરગાડી, વિમાન, નૌકાજહાજ ઇત્યાદિ સાધનોના વિકાસને પરિણામે ગતિ અને અંતરમાં કેટલા બધા ફેરફારો થતા રહ્યા છે ! દુનિયામાં અવરજવર અતિશય પ્રમાણમાં વધી ગઈ છે. અવકાશી ઉપગ્રહો અને રોકેટોના પરિભ્રમણની તો વાત જ જુદી છે. રમતગમતની સ્પર્ધાઓ સિવાય પગે ચાલીને (કે દોડીને) લાંબું અંતર કાપવાની વાત હવે જાણે જૂનવાણી જેવી લાગે છે. આમ છતાં આજે પણ હજારો જૈન સાધુ-સાધ્વીઓ જીવન પર્યત પગે ચાલીને, વિહાર કરીને એક સ્થળેથી બીજે સ્થળે જવાના વ્રતવાળાં હોય છે એ પણ એટલી જ આશ્ચર્યકારક વાત ગણાય છે. તેઓ બધા ગતાનુગતિક, રૂઢિચુસ્ત, અલ્પમતિવાળા માણસો છે એવું માનવાની રખે કોઈ ભૂલ કરે. જૈન પરંપરામાં અનેક તેજસ્વી વિભૂતિઓ થઈ ગઈ છે અને વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં તર્કયુક્ત ઊંડી શ્રદ્ધા વગર આવું બની ન શકે. જૈન ધર્મના આચારના સિદ્ધાન્તોમાં સૌથી મહત્ત્વનો સિદ્ધાન્ત તે અહિંસાપાલનનો છે. વળી જીવતત્ત્વ અને એના પ્રકારો વિશે જૈન ધર્મ જેટલી ઊંડી વિચારણા કરી છે એવી જગતના અન્ય કોઈ ધર્મે નથી કરી. નિગોદના જીવોથી માંડીને સિદ્ધગતિના જીવો સુધીની વિચારણા એમાં છે. ઈન્દ્રિયો પ્રમાણે એમાં જેવું વર્ગીકરણ જોવા મળે છે તેવું અન્યત્ર મળતું નથી. ઊઠતાંબેસતાં, હાલતાચાલતાં, ખાતાંપીતાં કેટલા બધા સૂક્ષ્મ એકેન્દ્રિય Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જિનતત્ત્વ જીવો મૃત્યુ પામે છે એ વાત આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિએ સિદ્ધ થઈ ગઈ છે છતાં કેટલાને એ સમજાય છે ? સમજાયા પછી કેટલાને એવી સૂક્ષ્મ વિચારણામાં રસરુચિ જન્મશે ? રસરુચિ પછી કેટલા એ વાતને શ્રદ્ધાપૂર્વક અનુસરવાનો પ્રયત્ન કરશે ? જગતના જીવમાત્ર સાથે મૈત્રી અને કરુણાની ભાવના વગર એવા જીવોની હિંસાથી વિરમવાની વાત ગમશે નહીં. જ્યાં પંચેન્દ્રિય જીવોની જ આટલી બધી હિંસા વિશ્વમાં વધી રહી છે ત્યાં એકેન્દ્રિય અને તેમાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ક્યાં વાત કરો છો ? – એમ કહી કોઈક હાંસી પણ ઉડાવી શકે. પરંતુ જેઓનો આત્મતત્ત્વની વિચારણામાં રસ જાગ્યો છે, જેઓને આત્મતત્ત્વની ઝાંખી થઈ છે, જેઓને સર્વ જીવોમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં દર્શન થાય છે એવી વ્યક્તિઓ પોતાના આચારમાંથી ખસશે નહીં. વિશ્વમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો પ્રતિસમય જે રીતે સંહાર થયા કરે છે તે જોતાં એમ અવશ્ય કહી શકાય કે સૂક્ષ્મ જીવોની હિંસા વિના મનુષ્યનું અસ્તિત્વ ક્ષણવાર પણ ટકી ન શકે. હાલતાં ચાલતાં, હાથપગ હલાવતાં, અરે આંખનું મટકું મારતાં પણ અસંખ્યાત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિનાશ પામે છે. વર્તમાન સમયમાં ઝડપી વાહનવ્યવહારને લીધે એનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. એક વિમાન-પ્રવાસમાં કેટલા બધા વાયુકાયના જીવોની હિંસા થાય છે ! એ જીવોનો વિનાશ કરવાનો આશય ન હોય તો પણ વિનાશ થાય છે એ હકીકત છે. ક્ષણમાત્રમાં પોતાને કારણે મૃત્યુ પામેલા આવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ધારો કે મનુષ્ય જેટલો આકાર ધારણ કરીને આપણી સમક્ષ જો ઊભા રહે તો એ સંખ્યા જોઈને આપણે દિગ્મૂઢ થઈ જઈએ. જો માણસ સમજદાર હોય તો કરુણાથી એનું હૈયું ભરાઈ આવે. એટલા માટે જ પોતાની અવરજવરને કારણે જાણતાં અજાણતાં થતી જીવોની હિંસા- વિરાધના માટે તત્કાલ ક્ષમા માગી લઈને વિશુદ્ધ થવાની જૈનોમાં એક વિધિ છે. પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યત પ્રચલિત રહેલી આ વિધિ તે “ઇરિયાવહી છે. ઇરિયાવહી' શબ્દ સંસ્કૃત ચરી અથવા “ઐર્યાપથિકી' પરથી આવેલો છે. સંસ્કૃતમાં ફુઈ શબ્દના અર્થ ગતિ, ચાલવું, ફરવું, ગમનાગમન કરવું ઇત્યાદિ થાય છે. સાધુ-સન્યાસીઓની અવરજવર માટે એ શબ્દ સવિશેષ પ્રયોજાયો છે. પથ એટલે માર્ગ, રસ્તો. ઈર્યાપથ એટલે અવરજવર માટેનો માર્ગ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ઇરિયાવહી (એર્યાપથિકી) અથવા માર્ગમાં આવાગમન કરવા સંબંધી. શબ્દનો અર્થવિસ્તાર થતાં ઈરિયાવહી શબ્દ માર્ગમાં ગમનાગમન કર્યા પછી તે અંગે લાગેલાં પાપમાંથી વિશુદ્ધ થવા માટે કરાતી વિશિષ્ટ ધર્મક્રિયા માટે વપરાવા લાગ્યો. જૈનોનો એ પારિભાષિક શબ્દ બની ગયો. ઈરિયાવહીની ક્રિયા શ્રાવકે તો કરવાની, પણ સાધુ-સાધ્વીઓ માટે તો તે અનિવાર્ય બની ગઈ, કારણ કે ગૃહસ્થોનું ગમનાગમન નિમ્પ્રયોજન પણ હોઈ શકે, પરંતુ સાધુઓનું ગમનાગમન તો સપ્રયોજન જ હોવું જોઈએ. સાધુઓએ અહિંસાનું મહાવ્રત ધારણ કરેલું છે. એટલે પાંચ સમિતિમાં ઈર્યાસમિતિને મહત્ત્વનું સ્થાન અપાયું છે. ઈરિયાવહી' સૂત્ર ગણધર ભગવંતે રચેલું સૂત્ર છે. “આવશ્યકસૂત્ર'ના પ્રતિક્રમણ-અધ્યયન' નામના ચોથા અધ્યયનમાં તે આવે છે. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં છે. તે નીચે પ્રમાણે છે : “ઈચ્છાકારેણ “સંદિસહ' ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે ! ઇચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ વિરાણાએ, ગમનાગમણે, પાણક્કમણે, બીય%મણે, હરિય%મણે ઓસા-ઉનિંગ-પણગ-દગ-મટ્ટી-મક્કડાસંતાણા-સંકમણે | જે મે જીવા વિરાહિયા | એગિદિયા, બેઈંદિયા, ઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા | અભિયા, વત્તિયા, લેસિયા, સંધાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડે ! આ પ્રાકૃત સૂત્રનો ગુજરાતીમાં શબ્દાર્થ નીચે પ્રમાણે છે : ઇચ્છા પ્રમાણે ભગવન્! આજ્ઞા આપો, હું ઐર્યાપથિકી પ્રતિક્રમણ કરું ?' ગમનાગમનમાં પ્રાણીને ચાંપતાં (દબાવતાં, કચડતાં), બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળ, કીડીનાં દર, લીલ-ફૂગ, પાણી, કાદવ, કરોળિયાના જાળાને ચાંપતાં – મેં જે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને લાતે માર્યા હોય, ધૂળે ઢાંક્યા હોય, ભોંય સાથે ઘસ્યા હોય, અથડાવ્યા – કૂટાવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, ખેદ પમાડ્યો હોય, ઉદ્વેગ પમાડ્યો હોય, એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવિતથી છૂટા કર્યા હોય (મારી નાખ્યા હોય) તે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. (તે માટે હું ક્ષમા માગું છું.) Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનતત્ત્વ આ સૂત્રમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ જોઈએ : “પાણકમણે” એટલે પ્રાણો (જીવોને ચાંપીને ઉપર ચાલતાં. બીયક્રમણ' એટલે બીજ (બિયાં)ને ચાંપતાં. હરિય%મણે” એટલે હરિત અથવા લીલી વનસ્પતિને, લીલોતરીને ચાંપતાં. ઓસા” એટલે ઓસ અથવા ઝાકળ. ઉનિંગ' એટલે માટીમાં ગોળ છિદ્ર પાડનાર જીવો, જે ગધેયા તરીકે ઓળખાય છે. ઉત્તિગનો બીજો એક અર્થ થાય છે કે કીડીઓનાં દર. પણગ' એટલે લીલ, ફૂગ, પચરંગી સાધારણ વનસ્પતિ. દગમટ્ટી' એટલે ઢીલો કાદવ, કીચડ દગ અને મટ્ટી એમ જુદા જુદા શબ્દ લઈએ તો દગ (દફ) એટલે કાચું પાણી અને મટ્ટી એટલે માટી. મકડા-સંતાણા' એટલે કરોળિયાનાં જાળાં. સંક્રમણે” એટલે એના ઉપર સંક્રમણ કર્યું હોય, તે ચાંપીને ઉપર ચાલ્યા હોય અને એ રીતે જીવોની જે વિરાધના કરી હોય એટલે કે તેઓને કષ્ટ, દુ:ખ આપ્યું હોય. તે માટે આ પ્રમાણે ક્ષમા માગવામાં આવે છે. જૈન ધર્મમાં જીવ દ્રવ્ય વિશે (તથા અન્ય દ્રવ્ય વિશે પણ) જેટલી ઊંડી વિચારણા થઈ છે તેટલી દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહીં મળે. જીવવિચાર” નામના ધર્મગ્રંથમાં જીવોનું બહુ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જ્યાં ચેતનાશક્તિ છે ત્યાં જીવન છે. જે પોતાની મેળે હરીફરી શકે, હાલી ચાલી શકે એવા ત્રસ જીવો અને પોતાની મેળે હરીફરી ન શકે તેવા સ્થાવર જીવોના પણ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર જીવો છે અને માણસ, ગાય, ભેંસ, બળદ, પોપટ, ચકલી, ઉંદર, સાપ, વીંછી, ભમરો, કીડી, મંકોડો વગેરે ત્રસ જીવો છે. ત્રસ અને સ્થાવર જીવોમાં જે જીવતત્ત્વ છે તે પ્રાણને આધારે છે. જ્યાં પ્રાણ છે ત્યાં જીવ છે અને જ્યાં જીવ છે ત્યાં પ્રાણ છે. આવા દસ પ્રકારના પ્રાણ બતાવવામાં આવે છે. એ દસ તે પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ અથવા યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. પાંચ ઇન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને ક્ષોત્રેન્દ્રિય. આ ઇન્દ્રિયોને રહેવાનાં સ્થળ અથવા ઠેકાણાં તે અનુક્રમે ચામડી જીભ, નાક, આંખ અને કાન. Page #143 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી (એપથિકી) ૧૩૩ ત્રણ બળવાન યોગ આ પ્રમાણે છે : જેના વડે આપણે વિચાર કરી શકીએ તે મનોબળ, જેના વડે બોલી શકીએ, અવાજ ઉચ્ચારી શકીએ તે વચનબળ અને જેના વડે ઊઠવું, બેસવું વગેરે કાર્ય કરી શકીએ તે શરીરબળ. જે શક્તિ વડે શરીરમાં વાયુ દાખલ કરી શકીએ, રાખી શકીએ અને બહાર કાઢી શકીએ તે શ્વાસોચ્છવાસ અને જે શક્તિ વડે શરીરમાં જીવત્વ અમુક કાળ સુધી ટકી શકે તે આયુષ્ય. ઈન્દ્રિયની સંખ્યા પ્રમાણે જીવો પાંચ પ્રકારના છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, બેઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, અને ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે. (કેટલી ઇન્દ્રિય અને કઈ કઈ છે એ યાદ રાખવા માટે સહેલો ઉપાય એ છે કે પોતાના ચહેરામાં સૌથી નીચે દાઢી-હડપચી (સ્પર્શ)થી શરૂ કરી ઉપર જતાં જીભ, પછી નાક, પછી આંખો અને પછી કાટખૂણે કાન એમ અનુક્રમે ઉમેરતા જવાથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિયનો ખ્યાલ આવશે.) ઇરિયાવહી' સૂત્રમાં જીવોને માટે આવતા શબ્દોની સમજ નીચે પ્રમાણે છે : “એગિદિયા' એટલે એકેન્દ્રિય જીવો. એકેન્દ્રિય જીવોને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે. તેમની ગણના તિર્યંચ ગતિના જીવોમાં થાય છે. એકેન્દ્રિય જીવો પાંચ પ્રકારના છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય (તેજસકાય), વાયુકાય અને વનસ્પતિકાય. એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ હોય છે : (૧) શરીર (સ્પર્શેન્દ્રિય), (૨) શરીરબળ (કાયયોગ), (૩) શ્વાસોચ્છવાસ અને (૪) આયુષ્ય. કાચી માટી, પથ્થર, મીઠું વગેરે પૃથ્વીકાય જીવો છે. પાણી અપકાયના જીવો છે. અગ્નિ તેઉકાયના જીવો છે. હવા, પવન તે વાયુકાયના જીવો છે અને શેવાળ, ઝાડપાન વગેરે વનસ્પતિકાયના જીવો છે. બેઇદિયા' – એટલે બે ઇન્દ્રિયવાળા જીવો. તેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જીભ) એ બે ઇન્દ્રિયો હોય છે. તે પણ તિર્યંચ કહેવાય છે. બે ઇન્દ્રિયવાળા જીવોને છ પ્રાણ હોય છે : (૧) શરીર (સ્પર્શેન્દ્રિય), Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનતત્ત્વ (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) શરીરબળ (કાયયોગ), (૪) વચનબળ (વચનયોગ), (૫) શ્વાસોચ્છુવાસ અને (૬) આયુષ્ય. બેઇન્દ્રિય જીવોમાં લોહી ચૂસનારા જળો વગેરે, વરસાદમાં ઉત્પન્ન થનારાં અળસિયાં વગેરે. વાસી અને એંઠા અન્નજળમાં ઉત્પન્ન થનારાં લાળિયાં, પેટમાં ઉત્પન્ન થનારા નાના જીવો તે કરમિયાં અને મોટા તે ગંડોલા, પાણીમાં ઉત્પન્ન થનારા પોરા, સમુદ્રમાં ઉત્પન્ન થનારા શંખ, કોડા વગેરે વગેરે, લાકડામાં ઉત્પન્ન થનારા કીડા તે મેહરિ વગેરે ગણાય છે. તેઇન્ડિયા એટલે ત્રણ ઇન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ કહેવાય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સાત પ્રાણ હોય છે : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોમાં માણસના માથામાં ઉત્પન્ન થનાર જૂ, શરીરના મેલમાં ઉત્પન્ન થનાર સફેદ જૂ, ઝાડના થડ વગેરેમાં થનાર મંકોડા, પથારીમાં ઉત્પન્ન થનાર માંકડ, કાનમાં પેસી જનાર કાનખજૂરા, મીઠાઈ-ગળપણમાં થનાર વિવિધ પ્રકારની રાતી, કાળી કીડી, અનાજમાં ઉત્પન્ન થનાર ધનેડા, ઈયળ વગેરે તથા બીજી ઘણી જાતના જીવો છે. ચઉરિંદિયા અથવા ચોરેંદિયા એટલે ચતુરિન્દ્રિય, ચાર ઇન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ ગતિના જીવ તરીકે ગણાય છે. ચાર ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય હોય છે. ચૌરેન્દ્રિય જીવોને આઠ પ્રાણ હોય છે : ત્વચા, જીભ, નાક, આંખ, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં પુષ્પાદિની સુગંધ લેનાર ભમરા, ભમરી, મધમાખી વગેરે, પાણી, કીચડ વગેરેમાં ઉત્પન્ન થનાર મચ્છરો, ગંદકીમાં ઉત્પન્ન થનાર માખી, ડાંસ વગેરે, છાણ વગેરેમાં ઉત્પન્ન થનાર વીંછી, ઘોડાના તબેલામાં ઉત્પન્ન થનાર બગાઈ, દીવાબત્તી પાસે આવનાર પતંગિયાં, ખેતરમાં ધાન્ય ખાઈ જનાર તીડ, જાળામાં રહેનાર કરોળિયા, અંધારામાં રહેનાર વાંદા, કંસારી વગેરે પ્રકારના જીવો ગણાવવામાં આવે છે. “પચિન્ડિયા” એટલે પંચેન્દ્રિય, પાંચ ઇન્દ્રિયવાળા જીવો. તેઓને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઇરિયાવહી (એયપથિકી) પાંચ ઇન્દ્રિયો-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જીવો મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકી એ ચારે ગતિમાં હોય છે. પંચેન્દ્રિયના સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા બે પ્રકારો છે. દેવ, નાક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને સંજ્ઞી પંચેન્દ્રિય ગણવામાં આવે છે અને તેઓને દસ પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સંમૂચ્છિમ મનુષ્યને મનોબળ ન હોવાથી નવ પ્રાણ હોય છે. કેટલાક સંમૂચ્છિમ મનુષ્યોને વચનબળ પણ હોતું નથી. તેઓને આઠ પ્રાણ હોય છે. કેટલાક સંમૂર્છાિમ જીવો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂરી કર્યા વગર મૃત્યુ પામે તો તેમને સાત પ્રાણ હોય છે. આ જીવની, ઇરિયાવહી સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે, દસ પ્રકારે વિરાધના થાય છે એટલે કે તેમને દુ:ખ, કષ્ટ અપાય છે અને એ દ્વારા પાપકર્મ બંધાય છે. એ નીચે પ્રમાણે છે : (૧) અભિયા-એટલે અભિહતા. એટલે કે લાતે મરાયા, ઠોકરે માર્યા, અથડાવ્યા, સામે આવતાને હણ્યા હોય. (૨) વરિયા-એટલે વર્તિતા, એટલે કે ધૂળ વડે ઢાંક્યા હોય અથવા ઢંકાયા હોય. (૩) લેસિયા-એટલે શ્લેષિત, આશ્લેષિત. એટલે કે ભીંસ્યા હોય, ભોંય સાથે ઘસ્યા હોય કે ઘસાયા હોય અથવા મસળ્યા હોય. (૪) સંઘાઈઆ-એટલે સંઘાનિત કર્યા હોય. અર્થાત્ પરસ્પર શરીર દ્વારા અફળાવાયા હોય, એકઠા કર્યા હોય. (૫) સંઘટ્ટિયા – એટલે સંઘટ્ટિત એટલે થોડા સ્પર્શથી દુભવ્યા હોય. (૯) પરિયાવિયા-એટલે પરિતાપિત અર્થાત્ પરિતાપ ઉપજાવ્યો હોય, દુ:ખ આપ્યું હોય, કષ્ટકલેશ કરાવ્યો હોય, હેરાન-પરેશાન કર્યા હોય. (૭) કિલામિયા-એટલે કલાનિત કર્યા હોય, ખેદ પમાડ્યો હોય, અધમૂઆ કે મૃત:પ્રાય કરી નાખ્યા હોય. (૮) ઉદ્દવિયા એટલે ઉપદ્રવિત અથવા અવદ્રાવિત કર્યા હોય અર્થાત્ ગભરાવ્યા હોય, થરથરાવ્યા હોય, ત્રાસ આપ્યો હોય, બીક બતાવી હોય. (૯) ઠાણાઓ ઠાણે સંકામિયા-એટલે સ્થાનાત્ સ્થાન સંક્રામિતા અર્થાત્ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬. જિનતત્વ એક સ્થાનેથી બીજે સ્થાને સંક્રમિત કર્યા હોય, મૂક્યા કે ફેરવ્યા હોય અથવા પોતાના સ્થાનેથી વિખૂટા પાડી દીધા હોય. (૧૦) જીવિયાઓ વવરોવિયા-જીવિતથી વ્યપરોપિત કર્યા હોય એટલે કે છૂટા કર્યા હોય. અર્થાતુ જીવથી માર્યો હોય, મારી નાખ્યા હોય. ઇરિયાવહી સૂત્ર (૧) ઇચ્છામિ (૨) પડિક્કમિઉ (૩) ઇરિયા-વહિયાએ અને (૪) વિરાણાએ આ ચાર પદોના વિસ્તારરૂપે છે. સૂત્રમાં મુખ્ય ચાર વિભાગ પડે છે અને સૂત્રમાં સાત સંપદાઓ છે. ઈરિયાવહી સૂત્ર “ઇચ્છાકારેણ' શબ્દથી શરૂ થાય છે. ત્યાર પછી પણ એમાં “ઇચ્છે” અને “ઇચ્છામિ' શબ્દો આવે છે. આ બતાવે છે કે “ઇરિયાવહીમાં ઇચ્છા'ના પ્રકારની સામાચારી છે. જૈન ધર્મવિધિઓ કે આચારો વિશે શાસ્ત્રોમાં દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે બતાવવામાં આવી છે : (૧) ઇચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્મયા, (૪) નીસીરિઆ, (૫) છંદણા, (૯) તહત્તિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા. ઈરિયાવહીમાં “ઇચ્છા' સામાચારી છે. એટલે કે શિષ્યની ઈચ્છા હોય તો ગુરુ આજ્ઞા આપે અને આજ્ઞા આપવાની ગુરુની ઇચ્છા હોય તો તેઓ આજ્ઞા આપે. આ સામાચારીમાં કોઈ આગ્રહ હોતો નથી. “ઈરિયાવહી' એ “ઈચ્છા'ના પ્રકારની સામાચારી હોવાથી શિષ્ય સ્વેચ્છાએ તે માટે ગુરુની આજ્ઞા માગે છે. આમ, ઈરિયાવહી એટલે સંક્ષિપ્ત અથવા લઘુ પ્રતિક્રમણ. ઈરિયાવહી પ્રતિક્રમણનો આ વિધિ આલોચના-પ્રતિક્રમણનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, કારણ કે એમાં સામાન્ય નિમિત્તોથી થયેલા નાના દોષોનું તરત પ્રતિક્રમણ કરવાનું હોય છે. (મોટા દોષોની શુદ્ધિ માટે મોટા પ્રતિક્રમણની જુદી જુદી વિધિઓ છે.) આ વિધિમાં તરત લાગેલાં તાજાં કર્મોને ખંખેરી નાખવાનાં હોય છે. મન, વચન અને કાયાના વિવિધ યોગોથી ભારે અને હળવાં કર્મો બંધાય છે : ક્યારેક મોટા કષાયો થાય છે. પરંતુ સામાન્ય ગમનાગમનમાં મુખ્યત્વે હિંસાનો દોષ લાગે છે. ઈચ્છા હોય કે ન હોય, ગમનાગમનમાં વિશેષત: સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની વિરાધના અવશ્ય થાય છે. એકંદરે તે અજાણતાં, અહેતુપૂર્વક થાય છે, તો ક્યારેક જાણતાં અને હેતુપૂર્વક થાય છે. એવાં તાજાં બંધાયેલાં નાનાં કર્મોના ક્ષય માટે આ આલોચના-પ્રતિક્રમણની વિધિ “ઈરિયાવહી' છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે પાંચ મહાવ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ઇરિયાવહી (એર્યાપથિકી) ગુપ્તિના પાલન ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એને અષ્ટ પ્રવચનમાતા પણ કહેવામાં આવે છે. એમાં પાંચ સમિતિમાં સૌથી પ્રથમ સમિતિ તે ઈર્યાસમિતિ છે. સમિતિ એટલે વિવેકપૂર્વકની, યત્નાપૂર્વકની પ્રવૃત્તિ. ઈર્યાસમિતિનું પાલન કરવા માટે સાધુ-સાધ્વીઓએ માર્ગમાં જોઈ- સંભાળીને ચાલવું. સાધુસાધ્વીઓએ અંધારામાં ગમનાગમન કરવાનું હોતું નથી. માણસોની અવરજવરવાળા, સૂર્યપ્રકાશથી પ્રકાશિત થયેલા માર્ગમાં ચાર હાથ આગળ જેટલી ભૂમિ પર નીચે દૃષ્ટિ રાખીને, જીવોની હિંસા ન થાય એ રીતે લક્ષ રાખીને, સાધુ-સાધ્વીઓએ ગમનાગમન કરવાનું હોય છે કે જેથી પોતાને તત્સંબંધી ઓછામાં ઓછો દોષ લાગે. ઐર્યાપથિકી વિરાધના શરીરની જવાઆવવાની-ગમનાગમની ક્રિયાથી થાય છે. તેમાં જીવોની હિંસા થતી હોવાથી કર્મ બંધાય છે. આ વિરાધના પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાન સુધી રહેલા જીવોથી થાય છે. એટલે આ વિરાધના શ્રમણ ભગવંતોથી પણ થવાનો સંભવ રહે છે. એટલે ગમનાગમનથી લાગેલાં કર્મ માટે તેઓને ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું હોય છે. એ તેમની સતત જાગૃત દશા સૂચવે છે. ઈરિયાવહી પ્રતિક્રમણ કાઉસગ્ગ સાથે કરવાનું હોય છે. કાઉસગ્ગ કરતાં પહેલાં વિશુદ્ધિકરણ માટે તથા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપી શલ્યથી રહિત થવા માટે “તસ્સ ઉત્તરી' સૂત્ર અને કાઉસગ્ગ માટે અત્ય” સૂત્ર બોલવાનું હોય છે. કાઉસગ્ગ લોગસ્સ સૂત્રનો કરવાનો હોય છે. ત્યાર પછી પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે. આમ, ઈચ્છામિ ખમાસણ, ઈરિયાવહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્ય અને લોગસ્સ (કાઉસગ્ગ અને પ્રગટ) મળીને આ વિધિ પૂર્ણ થાય છે. ઈરિયાવહી સૂત્રમાં જીવોની વિરાધના માટે ક્ષમા માગવામાં આવે છે. આમ તો સમસ્ત ચૌદ રાજલોકમાં સમગ્ર વિશ્વમાં) ચોર્યાસી લાખ પ્રકારની જીવયોનિના અનંતાનંત જીવો છે. સર્વ જીવરાશિની ક્ષમાપના કરવાની છે. પરંતુ આ જીવોનું મુખ્ય વર્ગીકરણ લઈએ તો કુલ પ૬૩ પ્રકારના જીવો ગણાવવામાં આવે છે. શ્રી શાન્તિસૂરિકત “જીવ વિચાર પ્રકરણમાં અને જીવવિચાર વિશેના અન્ય ગ્રંથોમાં સંસારના સમસ્ત જીવોના જે પ૬૩ પ્રકાર જણાવ્યા છે, તેમાં મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે છે : ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને પક અંતરદ્વીપના એમ મળીને ૧૦૧ ભેદ થાય. તેમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૧૩૮ અપર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત મનુષ્યો એવા બે ભેદ થતાં ૨૦૨ ભેદ થાય. તેમાં સંમૂર્ચ્છિમ મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં કુલ ૩૦૩ થાય. (સંમૂર્છિમ જીવ અપર્યાપ્ત જ હોય.) તિર્યંચગતિના જીવોના કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. એમાં સ્થાવરના ૨૨ ભેદ, વિકલેન્દ્રિયના ૬ ભેદ અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરના ૪, સ્થળચરના ૧૨ તથા ખેચરના ૪ મળીને ૨૦ ભેદ એમ કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. દેવગતિના કુલ ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે છે : ભુવનપતિના ૨૫, અંત૨ના ૨૬, જ્યોતિષ્કના ૧૦ અને વૈમાનિક દેવના ૩૮ એમ બધા મળીને ૯૯ ભેદ થાય. તે દરેકના અપર્યાપ્ત એવા બે ભેદ કરતાં કુલ ૧૯૮ ભેદ થાય. નારકીના જીવોના ૧૪ ભેદ છે. એમાં સાત નારકીના સાત ભેદ અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ ગણીએ તો કુલ ૧૪ ભેદ થાય. આમ, મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, દેવોના ૧૯૮ અને નારકીના ૧૪ એમ બધા મળીને કુલ ૫૬૩ પ્રકારના જીવો છે. આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે દસ પ્રકારે વિરાધના થાય; અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિઆ, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવોવિયા આમ ૫૬૩ પ્રકારના જીવોની પ્રત્યેકની દસ પ્રકારે વિરાધના ગણતાં ૫૬૩૦ ભેદ થાય. આ વિરાધના રાગથી પણ થાય અને દ્વેષથી પણ થાય. એટલે કે ૫૬૩૦ ૧૧૨૬૦ ભેદ થાય. વળી તે મનથી અથવા વચનથી અથવા કાયાથી એમ ત્રણ યોગે થાય એટલે કે ૧૧૨૬૦ x ૩ = ૩૩૭૮૦ ભેદે થાય. × ૨ = ‘ઈરિયાવહી’ની વિધિનું મહત્ત્વ જૈન ધર્મમાં એટલું બધું બતાવવામાં આવ્યું છે કે કોઈપણ ધાર્મિક ક્રિયા કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવી જોઈએ. જગતના તમામે તમામ જીવો સાથે કરુણાસભર હૃદયથી ક્ષમાપના અને મૈત્રી કર્યા વિના ધર્મક્રિયા સારી રીતે થઈ ન શકે. એટલા માટે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન ઈત્યાદિ કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવાનું ફરમાન છે. દુઃખ કે કષ્ટના નિવારણ માટે ૧૦૮ વાર ઈરિયાવહી કરવાની ભલામણ છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : अर्पाडक्कंताए ईरियावहिआए न कप्पड़ चेव काउं किंचि वि चिइवंदण सज्झायज्झाणाइ अ । Page #149 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી (ઐર્યાપથિકી) ૧૩૯ - [ ઈરિયાવહી (ઈર્યાપથિક પ્રતિક્રમણ) કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, સક્ઝાય આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી. ] દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्ध तापतेः । (ઈર્યાપથ પ્રતિક્રમણ કર્યા વિના અન્ય કાંઈ પણ કરવું નહીં, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.) આમ, ઈરિયાવહીનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. વિશ્વમાં પર્યાવરણની સમતુલા જાળવવા માટે પણ ઈરિયાવહીની આવશ્યકતા છે. ઈરિયાવહી જો પૂરા ભાવપૂર્વક કરવામાં આવે તો તે કેવળજ્ઞાન અને મોક્ષગતિ અપાવી શકે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં અઈમુત્તા, ઢઢર, વખ્ખલિ વગેરે મુનિઓએ ઈરિયાવહીની ઉત્તમ આરાધના ક્યના ઉલ્લેખો સાંપડે છે. વર્તમાનકાળ દુ:ષમ છે અને એવું સંઘયણ બળ રહ્યું નથી, તોપણ જયણાપૂર્વકની જાગૃતિ સાથે આ આરાધનાથી આત્મશુદ્ધિના પંથે વધુ આગળ પ્રયાણ તો અવશ્ય થઈ શકે છે. વળી આ વિરાધના ત્રણ કરણથી થાય – કરવું, કરાવવું અને અનુમોદવું, એટલે ૩૩૭૮૦ x ૧૦૧૩૪૦ ભેદ થાય. વળી તે ત્રણ કાળની અપેક્ષાએ-ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ થાય. એટલે ૧૦૧૩૪૦ x ૩ = ૩૦૪૦૨૦ ભેદે થાય. આટલી બધી વિરાધના માટે જે મિચ્છા મિ દુક્કડ કરવાનું છે તે છની સાક્ષીએ કરવાનું છે, એટલે કે અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ક્ષમા માગવાની છે. આમ ૩૦૪૦૨૦ x ૬ = ૧૮, ૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવાની છે. આમ, ઈરિયાવહી સૂત્ર બોલવા દ્વારા સંસારના સર્વ જીવોની ૧૯૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવામાં આવે છે. કોઈકને પ્રશ્ન થાય કે આટલું બધું ઝીણું કરવાની જરૂર શી? જરૂર એટલા માટે કે કોઈપણ અપેક્ષાએ કોઈપણ જીવની ક્ષમા માગવાની રહી ન જાય. કોઈપણ અપેક્ષાએ રહી જાય તો એટલી અપૂર્ણતા રહે, ત્રુટિ ગણાય. કાર્ય સંપૂર્ણપણે સફળ ન ગણાય. કોઈકને પ્રશ્ન થાય કે ઈરિયાવહી સૂત્ર બોલતાં અડધી મિનિટ પણ થતી નથી. ધીમે ધીમે બોલીએ તો બે-ચાર મિનિટ થાય. એટલા અલ્પકાળમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જિનતત્વ ૧૮૨૪૧૨૦ ભેદ પૂરા કેવી રીતે થાય ? એકએક ભેદ જુદો ગણતા જઈએ તો દિવસો નીકળી જાય. એનું સમાધાન એ છે કે અહીં સ્થળ છૂટક ગણના કરતાં એની સમજ અને એ માટેનો નિર્મળ ભાવ મહત્ત્વનાં છે. અંતર જાગૃત હોય તો આ બધા ભેદો ઉપરનો ઉપયોગ ક્ષણવારમાં ફરી વળે છે. ભેદોનું વિભાજન તો સાચી ઊંડી સમજણ માટે, દૃષ્ટિની વિશાળતા માટે, અને ક્રિયાની પરિપૂર્ણતા માટે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના છેલ્લા થોડાક દાયકામાં ભૌતિક વિજ્ઞાને આશ્ચર્યજનક પ્રગતિ કરી છે. અણુવિજ્ઞાન, વીજાણુવિજ્ઞાન (Electronics), અવકાશવિજ્ઞાન ઇત્યાદિ વિવિધ વિજ્ઞાન-શાખાઓએ માનવજાતને હેરત પમાડે એવી ગજબની શોધો કરીને સિદ્ધિઓ મેળવી છે. એમાં કાળમાપક સાધનો પણ ઘણી જાતનાં વિકસ્યાં છે. સ્ટોપ વોચ, કાઉન્ટર વગેરેની મદદ વડે સુનિશ્ચિત આંકડાઓ પ્રાપ્ત થાય છે. એક મિનિટમાં પચીસેક હજાર આંટા ફરે એવાં સાધનો વપરાશમાં આવી ગયાં છે. એમાં જ્યારે કાંટો ફરતો હોય અથવા આંકડાઓ બદલાતા હોય ત્યારે તે એટલી બધી ઝડપથી ફરતા રહે છે કે આપણને કશું ફરતું દેખાય જ નહીં. એક સેકન્ડનું એવું સૂક્ષ્મ વિભાજન થાય છે કે આપણી નજરમાં તે આવતું નથી. બીજી બાજુ રોકેટમાં અવકાશયાત્રાએ નીકળી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરનાર વૈજ્ઞાનિકો કહે છે કે અવકાશમાં દિવસ છે કે રાત એની ખબર પડતી નથી. ત્યાં કાળ જાણે સ્થગિત થયો હોય એમ અનુભવાય છે. માત્ર ઘડિયાળના આધારે ખબર પડે છે કે કઈ તારીખ છે અને પોતે કેટલા દિવસથી પૃથ્વીની બહાર છે. વર્તમાન વૈજ્ઞાનિક જગતને કાળ વિશે થતા આવા વિલક્ષણ અનુભવોમાં સત્ય રહેલું છે. કેટલાક વૈજ્ઞાનિકો હવે એમ માનવા લાગ્યા છે કે વિશ્વમાં કાળ જેવું કશું છે જ નહીં. આ બધું સાપેક્ષ છે. આજના વિજ્ઞાને કાળ વિશે જે વાતો કરી છે તેવી વાતો જૈન દર્શને હજારો વર્ષ પહેલાં કહી છે. કાળ વિશેનું ચિંતન જૈન ધર્મમાં જેટલી સૂક્ષ્મ રીતે અને સવિગત થયું છે તેટલું જગતના અન્ય કોઈ ધર્મમાં કે દર્શનમાં થયેલું જોવા મળતું નથી. કાળની સૂક્ષ્મ, સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ વિભાવના જેમ એમાં કરવામાં આવી છે તેમ કાળની વિરાટ પરિકલ્પના પણ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જિનતત્ત્વ એમાં જ જોવા મળે છે. એક બાજુ જેમ એમાં સૂક્ષ્મ ક્ષણ એટલે કે “સમયની વિચારણા થયેલી છે તેમ બીજી બાજુ પલ્યોપમ, સાગરોપમ અને પુદ્ગલ પરાવર્તન જેવી અંતિમ કોટિની અદ્દભુત વિચારણા પણ થયેલી છે. જૈન દર્શનમાં “સમય” એક પારિભાષિક શબ્દ છે. જૈન દર્શન પ્રમાણે “સમય” એ કાળનું સૂક્ષ્મતમ અવિભાજ્ય અંગ (Smallest Unit) છે. આંખના એક પલકારામાં – નિમિષ માત્રમાં અસંખ્યાત સમય વીતી જાય છે. આ સમયને સર્વજ્ઞ ભગવાન જ જાણી શકે છે. સમયનો ખ્યાલ આપવા માટે શાસ્ત્રકારો બે દૃષ્ટાન્ત આપે છે. એક ફૂલની પાંદડીઓનું અને બીજું જીર્ણ વસ્ત્ર ફાડવાનું. ધારો કે કોઈ પોયણીની કે અન્ય કોઈ પુષ્પની સો, બસો કે હજારથી વધુ પાંદડીઓ એકસાથે ઉપરાઉપરી ગોઠવવામાં આવે અને પછી કોઈ બળવાન માણસો સોય કે ભાલા જેવી તીક્ષ્ણ અણી વડે એક જ ઝાટકે તેને આરપાર ભેદી નાખે તો એ અણી કોઈ પણ એક પાંદડીમાંથી નીકળી બીજી પાંદડીમાં પ્રવેશવા જાય તો તેને તેમાં કેટલો કાળ લાગે ? એટલો કાળ “સમય”નો ખ્યાલ આપી શકે. અથવા કોઈ એક યુવાન માણસ એક જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ફાડી નાખે, તો ક્ષણ માત્રમાં ફાટેલા એ વસ્ત્રમાં રહેલા હજાર-બે હજાર તાંતણામાંથી કોઈપણ એક તાંતણો ફાટ્યા પછી બીજો તાંતણો ફાટે જેમાં જે વખત લાગે તે “સમયનો ખ્યાલ આપી શકે. વસ્તુત: સમય એથી પણ વધુ સૂક્ષ્મ છે. એટલે જ આંખના પલકારામાં અસંખ્યાત “સમય” પસાર થઈ જાય છે. કાળના એક છેડે “સમય” છે તો બીજે છેડે પલ્યોપમ, સાગરોપમ, પુદ્ગલપરાવર્તન ઇત્યાદિ છે. પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય છે. પલ્ય એટલે ખાડો અથવા કૂવો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમલ વાળના અગ્ર ભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહીં. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક ટીપું અંદર ઊતરે નહીં અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ જે પલ્ય જરા પણ દબાય નહીં કે નમે નહીં. હવે એ પલ્યમાંના રહેલા અસંખ્યાત વાળના ટુકડાઓમાંથી દર સો વરસે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખત બરાબર એક પલ્યોપમ કહેવાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જેન દર્શનમાં કાળની વિભાવના આ પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે. ૧. ઉદ્ધાર પલ્યોપમ, ૨. અદ્ધા પલ્યોપમ, ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે કુલ છ ભેદ પલ્યોપમના આ પ્રમાણે થાય છે : સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ, બાદર ઉદ્ધાર પલ્યોપમ, સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, બાદર અદ્ધા પલ્યોપમ, સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ ને બાદર ક્ષેત્ર પલ્યોપમ. આ બધા પારિભાષિક પ્રકારો છે. અહીં સો વરસે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું છે. સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવ્યા પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. સાગરોપમના પણ છ ભેદ છે. ૧ ઉદ્ધાર સાગરોપમ, ૨. અદ્ધા સાગરોપમ અને ૩. ક્ષેત્ર સાગરોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે સાગરોપમના કુલ છ ભેદ થાય છે. અહીં દૃષ્ટાન્તમાં સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ સમજવાનું છે. દસ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ. (કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ). મનુષ્યજીવનમાં કાલની ગણના અત્યંત પ્રાચીન કાળથી થતી આવી છે. સૂર્ય-ચંદ્રના ઉદયાત અનુસાર, ગ્રહોનક્ષત્રોની સ્થિતિ-ગતિ અનુસાર, મનુષ્યના પડછાયા અનુસાર, સમુદ્રનાં ભરતીઓટ અનુસાર માણસે કાલની ગણતરી કેવી રીતે કરવી એની વિવિધ પદ્ધતિઓ શોધીને વિકસાવી છે. પાશ્ચાત્ય જગતમાં ઘડિયાળની શોધ થયા પછી મિનિટ અને સેકન્ડના માપની ચોક્કસાઈ આવી અને વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક્સની શોધ પછી અને સમયમાપક યંત્રોના વિકાસ પછી સેકન્ડનાં પણ વિભાજનો કેવી રીતે થાય તેનાં સાધનો પ્રાપ્ત થવા લાગ્યાં છે. પ્રાચીન કાળમાં પાશ્ચાત્ય જગતમાં મુખ્યત્વે સૂર્યની ગતિના આધારે કાળગણના થવા લાગી હતી. ભારતમાં કાળની ગણના સૂર્ય ઉપરાંત ચંદ્ર અને નક્ષત્રોની ગતિને આધારે થઈ છે. પાશ્ચાત્ય જગતમાં વર્ષમાં ઘણાં દિવસ-રાત્રિ આકાશ વાદળાંઓથી ઘેરાયેલું રહેલું હોવાથી ચંદ્ર નક્ષત્રો – ગ્રહોના દર્શનઅવલોકનમાં એટલી સરળતા રહેતી નહીં. એટલે ચંદ્રને બદલે સૂર્યની ગતિનો Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જિનતત્ત્વ આધાર લેવાનું આ પણ એક કારણ હોય. બીજી બાજુ ઋતુચક્રો જે રીતે ચાલે છે તેની સાથે સૂર્યચંદ્રની ગતિનો મેળ બેસાડવો હોય તો નજીવી વધઘટ કરવી અનિવાર્ય બની ગઈ. એથી જ પાશ્ચાત્ય કેલેન્ડરમાં વર્ષના ૩૬૫ દિવસ ઉપરાંત ચાર વર્ષે ફેબ્રુઆરીના ૨૯ દિવસ ક૨વા પડે છે. ગ્રીનીચની ઘડિયાળમાં અમુક વર્ષે બે સેકન્ડનો ફરક કરવો પડે છે. તેવી જ રીતે ભારતીય પંચાગોમાં તિથિનાં વૃદ્ઘિક્ષય અને અધિક માસની વ્યવસ્થા કરવી પડી છે. જૈન દર્શન પ્રમાણે કાળનું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. એ પ્રમાણે નવ ‘સમય' બરાબર એક જઘન્ય (નાનામાં નાનું) અંતર્મુહૂર્ત. અસંખ્યાતા (જઘન્ય અસંખ્યાતા) સમય બરાબર એક આવલિકા. ૨૨૨૩ પૂર્ણાંક ૧૨૨૯| ૩૭૭૯ આવલિકા બરાબર એક ઉચ્છ્વાસ. ૪૪૪૬ પૂર્ણાંક ૨૪૫૮/૩૭૭૩ આવલિકા બરાબર એક શ્વાસ અને ઉચ્છ્વાસ, એટલે કે એક પ્રાણ. ૭ પ્રાણ બરાબર એક સ્તોક. સાત સ્તોક બરાબર એક લવ. ૩૮।। લવ બરાબર એક ઘડી (એ બરાબર આજની ૨૪ મિનિટ). બે ઘડી બરાબર એક મુહૂર્ત, એટલે કે ૪૮ મિનિટ. (એક સામાયિકનો કાળ.) મુહૂર્તમાં એક ‘સમય’ ઓછો હોય તો એ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ગણાય. – આવલિકાની બીજી રીતે ગણતરી ગણતાં ૨૫૬ આવલિકા બરાબર એક ક્ષુલ્લક ભવ. (અર્થાત્ નાનામાં નાનું આયુષ્ય – Smallest life existence). આ આયુષ્ય નિગોદના જીવોનું હોય છે. એક શ્વાસોચ્છ્વાસ એટલે કે પ્રાણ જેટલા કાળમાં નિગોદના જીવોના ૧૭ પૂર્ણાંક ૧૩૯૫/૩૭૭૩ એટલે લગભગ સાડા સત્તર ક્ષુલ્લક ભવ થાય). ૩૦ મુહૂર્ત બરાબર એક અહોરાત્ર (૨૪ કલાક), ૧૫ અહોરાત્ર બરાબર એક પક્ષ, બે પક્ષ બરાબર એક માસ. બે માસ બરાબર એક ઋતુ, ત્રણ ઋતુ બરાબર એક અયન (છ મહિના) અને બે અયન બરાબર એક વરસ. ૮૪ લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ અને ૮૪ પૂર્વાંગ બરાબર એક પૂર્વ. ૮૪ લાખ પૂર્વ બરાબર એક ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગ બરાબર એક ત્રુટિત. આમ અનુક્રમે પ્રત્યેકને ૮૪ લાખથી ગણતાં જવાથી ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુહુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા અને શીર્ષપ્રહેલિકાંગ તથા શીર્ષપ્રહેલિકા સુધી પહોચી શકાય છે. ત્યાં સુધીનાં સંખ્યાતા વર્ષ ગણાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ જૈન દર્શનમાં કાળની વિભાવના ત્રુટિતાંગની સંખ્યાને ૮૪ લાખ વડે ઉત્તરોત્તર ૨૫ લાખ ગુણીએ તો શીર્ષપ્રહેલિકાની સંખ્યા આવે. એ આંકડો કેટલો આવે તે ચોક્કસાઈપૂર્વક જેન શાસ્ત્રગ્રંથોમાં – ક્ષેત્રસમાસ, પ્રવચન સારોદ્ધાર, બૃહત્સંગ્રહણી, લોકપ્રકાશ ઇત્યાદિ ગ્રંથોમાં આપવામાં આવ્યો છે. શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ તે સંખ્યાતા વર્ષનો છે. એ પછી એથી વધુ કાળના અસંખ્યાતા વર્ષ ગણાય છે. આવાં અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી. વસ સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીનું એક કાલચક્ર. (સવાર્થસિદ્ધ વિમાનના દેવનું અથવા સાતમી નરકના જીવનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.) અનંત કાળચક્ર બરાબર એક પુદ્ગલપરાવર્તન થાય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીના પ્રત્યેકના છ આરા છે. અવસર્પિણીના સુષમાસુષમા નામનો પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે. બીજો સુષમા નામનો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, ત્રીજો સુષમાદુષમા નામનો આરો બે કોડાકોડી સાગરોપમનો, ચોથો દુષમાસુષમા નામનો આરો એક કોડાકોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાં એટલા કાળનો હોય છે. પાંચમો દુષમા નામનો આરો જે હાલ ચાલી રહ્યો છે તે એકવીસ હજાર વર્ષનો છે. અને છઠ્ઠો દુષમાદુષમા નામનો આરો પણ એકવીસ હજાર વર્ષનો છે. ઉત્સર્પિણીમાં આનાથી ઊલટો ક્રમ હોય છે. એમાં પહેલો આરો દુષમાદુષમા, બીજો આરો દુષમા, ત્રીજો આરો દુષમાસુષમા, ચોથો આરો સુષમાદુષમા, પાંચમો આરો સુષમા અને છઠ્ઠો આરો સુષમાસુષમા છે. દરેક આરાનો કાળ તેના નામ પ્રમાણે હોય છે. આમ દસ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દસ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી એમ મળીને વસ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે. પુદ્ગલપરાવર્તનના આઠ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદ અને તે દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ. એમ બધાં મળી આઠ ભેદ પુદ્ગલ-પરાવર્તન થાય છે. એનો આખો જુદો વિષય છે. જૈન દર્શનમાં આવી રીતે ગણતરી કરવામાં આવેલા કાળને વ્યવહારમાળ તરીકે ઓળખવામાં આવે છે. એ મનુષ્યલોકમાં હોય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જિનતત્ત્વ વાસ્તવિક જીવનમાં મિનિટ-કલાક, દિવસ-રાત ઇત્યાદિ કાળની ગણના છે તે વ્યાવહારિક કાળના સ્વરૂપની દૃષ્ટિએ છે. આ કાળને આધારે જ્યોતિષ વિજ્ઞાનની રચના થયેલી છે. આ કાળના આધારે આયુષ્યની ગણતરી થાય છે. આ કાળના આધારે આપણે જીવનક્રમ ગોઠવીએ છીએ, નિશ્ચિત સમયે સ્થળાંતર કરીએ છીએ. બીજાઓને ટાઈમ આપી શકીએ છીએ. એને આધારે બસ, રેલ્વે, વિમાન, જહાજ વગેરે ચાલે છે. એના આધારે નોકરી, વેપારીધંધા, ઉદ્યોગો, સરકારો વગેરે ચાલે છે. એને આધારે વચન અપાય છે અને પળાય છે. પરંતુ આ કાળને વ્યવહારકાળ તરીકે જૈન દર્શનમાં ઓળખવામાં આવે છે. જૈન દર્શનમાં કાળના વ્યવહારકાળ અને નિશ્યકાળ એવા બે મુખ્ય ભેદ છે. જૈન દર્શન પ્રમાણે આ સમગ્ર વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે : ૧. જીવ, ૨. પુદ્ગલ, ૩. ધર્મ, ૪. અધર્મ, ૫. આકાશ અને ૬. કાળ. આમાં પહેલાં પાંચ તે અસ્તિકાય છે : જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. કાળ અસ્તિકાય કહેવાતો નથી, કારણ કે કાળને અંધદેશરૂપ, પ્રદેશ-સમુદાયરૂપ તિર્યકપ્રચય નથી. સમય, આવલી, સ્તોક, લવ, મૂહૂર્ત, દિવસ, માસ ઇત્યાદિનો પ્રચ એટલે કે સમુદાય થતો નથી. માટે કાળને જીવ, યુગલ વગેરેની જેમ અસ્તિકાય કહેવાતો નથી. કાળને સમયરૂપી પૂર્વાપર પર્યાય છે, પરંતુ એક સમય બીજા સમય સાથે જોડાઈને માટી, પથ્થર વગેરેની જેમ અંધ કે પ્રદેશરૂપ સમુદાય થતો નથી. કાળ દ્રવ્યમાં ભૂતકાળના અનંત સમય છે, વર્તમાનનો એક સમય છે અને ભવિષ્યના અનંત સમય છે, પણ તે કાયમાન' ન હોવાથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી. દરેક દ્રવ્યનો પોતાનો વ્યાવર્તક – આગવો ગુણ છે, જે અન્ય દ્રવ્યમાં નથી. જેમ કે જ્ઞાન ગુણ ફક્ત જીવ દ્રવ્યમાં છે, અન્યમાં નથી; પૂરણગલણ એટલે કે મિલન-વિખરણ ગુણ પુગલ દ્રવ્યમાં છે. અન્ય દ્રવ્યમાં નથી; ગતિસહાયનો ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્યમાં નથી; સ્થિતિ-સહાયક ગુણ અધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી. એ પ્રમાણે ઉત્પાદ- વ્યયરૂપ વર્તના ગુણ ફક્ત કાલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી. સમય” એ કાળનો પર્યાય છે. તે નાશવંત છે. પર્યાય દ્રવ્ય વિના હોઈ ન શકે. એટલે કાલ એક દ્રવ્ય છે. દ્રવ્ય અવિનાશી હોય છે. એ દૃષ્ટિએ કાળને દ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્થાન આપવું કે નહીં એ વિશે ઠેઠ પ્રાચીન Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૪૭, કાળથી આચાર્યોમાં મતમતાંતર છે. કાળ દ્રવ્ય છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. धम्मो अधम्मो आगासं दबमिक्किक्कमाहियं । अणंतापि च दबाणि, कालो पुग्गलजंतवो ।। (ધર્મ, અધર્મ અને આકાશ એ દ્રવ્યો એક એક કહ્યાં છે. કાળ, પુદ્ગલ અને જંતુ (જીવ) એ દ્રવ્યો અનંતા કહ્યા છે.) તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ ગુપચવ દ્રવ્યમ્ એમ કહ્યા પછી કહ્યું છે : વાનરત્યે (૫.૩૮) એટલે કે કેટલાક કાલને પણ દ્રવ્ય તરીકે ગણે છે એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ઉમાસ્વાતિ વાચકની પૂર્વે પણ “કાળના સ્વરૂપ વિશે ભિન્ન ભિન્ન મત પ્રવર્તતા હશે અને કેટલાક એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનતા હશે અને કેટલાક નહીં માનતા હોય. કાળ દ્રવ્યના ચાર મૂળ ગુણ છે : (૧) અરૂપી, (૨) અચેતન, (૩) અક્રિય અને (૪) નવાપુરાણ વર્તના લક્ષણ. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શરહિત કાળદ્રવ્યના ચાર પર્યાય છે : (૧) અતીતદ, (૨) અનાગત, (૩) વર્તમાન અને (૪) અગુરુલઘુ. કાળ દ્રવ્યમાં આ ચાર મૂળ ગુણ અનાદિ- અનંતના ભાગે છે. કાળના ચાર પર્યાયમાં અતીત કાળ અનાદિ સાન્ત છે અને અગુરુલઘુ કાળ અનાદિ અનંત છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વક્ષેત્રે અસંખ્યાત પ્રદેશરૂપ છે. પુદ્ગલાસ્તિકાય સ્વક્ષેત્રે એક પરમાણરૂપ છે અને કાળદ્રવ્ય સ્વક્ષેત્રે એક સમયરૂપ છે. કાળ વિશે બીજો મત એવો છે કે કાળના અસંખ્યાત અણુઓ છે. સંપૂર્ણ કાળ લોકાકાશ પ્રદેશ-પ્રમાણ છે. એક એક આકાશપ્રદેશ પર એક એક કાલાણુ છે. પરમાણુ શીધ્રગતિ અને મંદગતિવાળા હોય છે. શીધ્રગતિવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજલોક સુધી પહોંચી શકે છે. કાળના પરમાણુ મંદગતિવાળા છે. મંદગતિ પરમાણુ એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશ-પ્રદેશમાં જાય એમાં જેટલો કાળ લાગે તે સમય પર્યાય કહેવાય છે. એ સમય પર્યાય જે દ્રવ્યમાં રહે તે દ્રવ્ય કાળ છે. રત્નોના ઢગલાની જેમ કાલાણુઓ અસંખ્યાત દ્રવ્યરૂપ છે. ‘દ્રવ્યસંગ્રહ'માં કહ્યું છે : UTT રાસીડ્રવ તે છાનાપૂ સંધ્રધ્વજ | કાલાણુ માટે ડબ્બીના અંજનની સરખામણી પણ અપાય છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચે દ્રવ્યના પરિવર્તનમાં કાલ નિમિત્ત કારણ છે. અથવા સહકારી કારણ છે. એ દૃષ્ટિએ કાલદ્રવ્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જિનતત્ત્વ ઉપકારક ગણાય છે. વર્તના લક્ષણવાળો કાળ તે નિશ્ચયકાળ દ્રવ્ય છે. કાલાણુ “સમય” પર્યાયને ઉત્પન્ન કરે છે અને “સમય” પર્યાય અનંત હોવાથી કાળને ઉપચારથી અનંત પણ કહેવામાં આવે છે. એક મત પ્રમાણે કાળ જેવી કોઈ વસ્તુ નથી, પણ જીવ અને અજીવ (પુગલ)માં જે ફેરફારો થાય છે, જૂના-નવાપણું દેખાય છે એને લીધે આપણને કાળનો આભાસ થાય છે. સમય પસાર થતો નથી, આપણે પસાર થઈએ છીએ. જ્યાં ફેરફારો ઝડપથી થતા દેખાય ત્યાં કાળ ત્વરિત ગતિએ પસાર થતો હોય એમ લાગે અને જ્યાં ફેરફારો અત્યંત મંદ હોય ત્યાં કાળ ધીમી ગતિએ ચાલતો હોય એમ જણાય. એકનો એક કલાક કોઈકની રાહ જોવામાં બેસી રહેવામાં પસાર થતો હોય તો આપણને લાંબો લાગે છે અને કોઈક મગનગમતી પ્રવૃત્તિમાં જોડાયા હોઈએ તો ઘડીકમાં પસાર થઈ જતો અનુભવાય છે. યુવાન પતિ-પત્નીને વિરહમાં કાળ લાંબો લાગે છે અને મિલનમાં તે ટૂંકો જણાય છે. આમ, કાળ સાપેક્ષ છે. ઘડિયાળ પ્રમાણે સમય નિશ્ચિત જણાય પણ ઘડિયાળ વગર તે લાંબો કે ટૂંકો અનુભવાય છે. ઉત્તર ધ્રુવમાં ઉનાળામાં ૮૨ દિવસ સતત સૂર્ય આકાશમાં હોય છે અને શિયાળામાં ત્રણ મહિનાથી વધુ સમય અંધારી રાત્રિ હોય છે. ત્યાં દિવસ અને રાત ઘડિયાળના આધારે ગણીને તારીખ બદલાય છે. બહારનું વાતારણ તો એકસરખું જ હોય છે. કાળ જાણે ત્યાં સ્થગિત થઈ ગયો હોય એવું લાગે છે. કાળને જીવ-અજીવરૂપ કહ્યો છે. જીવાભિગમસૂત્રમાં કહ્યું છે : किमय भंते । कालो ति पवुच्चइ ? गोयमा, जीवा चेव अजीवा चेव त्ति । (ભગવત્ત ! “કાલ' કહેવાય છે તે શું ? હે ગૌતમ ! જીવ અને અજીવ એ કાળ છે.) આમ અહીં કાળનો જીવ અને અજીવ દ્રવ્ય સાથે અભેદ બતાવવામાં આવ્યો છે. જીવ અને અજીવ અનંત છે એટલે કાળને અનંતરૂપ કહ્યો છે. કાળની વર્તના અનંત છે. કાળ સર્વ દ્રવ્યનો વર્તના લક્ષણ પર્યાય છે. સર્વ પદાર્થોમાં પર્યાયો (Changes)નું પરાવર્તન સતત થયા કરે છે. પર્યાયોના આ પરાવર્તનને કાળરૂપે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પદાર્થમાં એના પર્યાયોની વર્તના એ કાળ Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના છે. એટલે કાળ એ બીજું કશું નહીં પણ વર્તના સ્વરૂપ પર્યાય છે. એક અપેક્ષાએ કાળ દ્રવ્ય છે તો પર્યાય છે અને બીજી અપેક્ષાએ પર્યાય છે તો કાળ છે. કેવળજ્ઞાનીને ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો એક જ સમયે યુગપદ્ કેવલજ્ઞાનમાં જણાય છે, પરંતુ છદ્મસ્થ જીવને માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા કાળના ત્રણ ભેદ પડી જાય છે. સિદ્ધ પરમાત્મા કાલાતીત કહેવાય છે, કારણ કે ત્યાં કાળ જેવું કશું હોતું નથી. આમ, કાળ વિશે જૈન દર્શનમાં ઘણી સૂક્ષ્મ મીમાંસા કરવામાં આવી છે. ૧૪૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ તિસ્થયરસમો સૂર – આચાર્યપદનો આદર્શ અનાદિસિદ્ધ, શાશ્વત એવા નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી “નમો આયરિયાણં' બોલી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ પરમાત્માઓ સર્વને માટે હંમેશાં નજરે પ્રત્યક્ષ ન જોઈ શકાય એવા, પરોક્ષ જ રહેવાના. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આપણે માટે અરિહંત ભગવાન પણ પરોક્ષ જ છે, કારણ કે તીર્થકરોનું વિચરણ સર્વ ક્ષેત્રે, સર્વ કાળે નિરંતર હોતું નથી. એટલે હાલ આપણે માટે તો પંચ પરમેષ્ઠિમાંથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ જ પ્રત્યક્ષ રહેવાના. એ ત્રણમાં સર્વોચ્ચ પદે આચાર્ય ભગવંત છે. જિનશાસનમાં આચાર્યપદનો મહિમા ઘણો મોટો છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં, એમની અનુપસ્થિતિમાં શાસનની ધુરા વહન કરે છે : આચાર્ય ભગવંતો. આવો વિરહકાળ અવસર્પિણીમાં ઉત્તરોત્તર ઓછો થતો જાય છે, પરંતુ પહેલાં ઋષભદેવ અને બીજા અજિતનાથ વચ્ચેનો કે એ પછીના તીર્થકરો વચ્ચેના આંતરાના કાળનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે અહો, આચાર્ય ભગવંતોએ તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ તરીકે તેમની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું હોવાથી તેઓને તીર્થકર સમાન ગણવામાં આવે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહ્યું છે : તિસ્થયરસનો સૂરી, સમં ગ નિગમર્થ પચાસેક્ ! જેઓ જિનમાર્ગને-જિનમતને સમ્યક્ પ્રકારે પ્રકાશિત કરે છે એવા સૂરિ એટલે કે આચાર્ય ભગવંત તીર્થંકર પરમાત્મા સમાન છે. આમ, આચાર્ય ભગવંતને તીર્થકર જેવા ગણવામાં આવ્યા છે. એમાં આચાર્ય પદનો સર્વોચ્ચ આદર્શ બતાવવામાં આવ્યો છે. શ્રી રત્નશેખરસૂરિ મહારાજે “સિરિસિરિવાલ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ નિત્યારસમો જૂની – આચાર્યપદનો આદર્શ કહા' (શ્રી શ્રપાલ કથા)માં કહ્યું છે : अत्यमिए जिणसूरे केवलि चंदे वि जे पईवुन । पयडंति इह पयत्थे ते आयरिए नमसामि ।। જિનેશ્વર ભગવાનરૂપી સૂર્ય અને કેવળજ્ઞાનરૂપી ચંદ્ર જ્યારે આથમી જાય છે ત્યારે જે દીપકની જેમ પ્રકાશે છે તે આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું. “શ્રીપાલરાસ'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : અર્થીમિયે જિનસૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન પદારથ પ્રકટન-પટુ તે, આચારજી ચિરંજીવો. સૂર્ય આથમી જાય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય એવા અંધકારમાં દીવો પ્રકાશ પાથરે છે એથી આપણે ક્યાંય ભટકાઈ પડતા નથી. તેવી રીતે તીર્થંકર ભગવાનરૂપી સૂર્ય નથી અને કેવળજ્ઞાનીઓરૂપી ચંદ્ર નથી ત્યારે મોક્ષમાર્ગમાં દીવો બનીને પ્રકાશ પાથરનાર તે આચાર્ય ભગવંતો છે. તેઓ જ જિનશાસનને અવિચ્છિન્ન ટકાવી રાખે છે. એટલે તેમનો ઉપકાર જેવોતેવો નથી. સૂર્ય અને ચંદ્ર એક એક છે, પરંતુ દીવા અનેક હોઈ શકે છે, વળી એક દીવામાંથી બીજા અનેક દીવા પ્રગટી શકે છે. એટલે આચાર્ય માટે દીવાની ઉપમા યથાયોગ્ય જ છે. કહ્યું છે : जह दीवा दीवसयं पइप्पई सो अ दिप्पई दीवो । दीवसमा आयरिया दिप्पंति परं च दीवंति ।। જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે આચાર્ય ભગવંતો જૈન શાસનના જ્યોતિર્ધર છે. અરિહંત ભગવંતો શાસનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે. જૈન શાસનમાં તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં આચાર્યની પદવી ઊંચામાં ઊંચી છે. એટલે શાસનની ધુરા વહન કરનાર આચાર્યની પસંદગીનું ધોરણ પણ ઊંચામાં ઊંચું હોવું ઘટે. માત્ર ઉંમરમાં મોટા હોય તેથી કે માત્ર દિક્ષાપર્યાયમાં મોટા હોય તેથી આચાર્યપદને પાત્ર નથી બની શકાતું. આચાર્યપદ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જિનતત્ત્વ માટેની યોગ્યતાનાં ધોરણો બહુ ઊંચાં અને કડક રાખવામાં આવ્યાં છે. અલબત્ત, દેશકાળ અનુસાર એમાં ન્યૂનાધિકતા જોવા મળે છે, તો પણ આદર્શ તો ઊંચામાં ઊંચો હોવો ઘટે છે. એટલે જ શ્રી પદ્મવિજય મહારાજે કહ્યું છે કે, ‘શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિણવર સમ ભાખ્યા રે.' ‘આચાર્ય’શબ્દની વ્યાખ્યા વિવિધ રીતે આપવામાં આવી છે અને આચાર્યનાં લક્ષણો પણ જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિએ આચાર્યનાં લક્ષણો માટે પૂર્વાચાર્યનું નીચે પ્રમાણે અવતરણ ટાંક્યું છે : पंचविहं आचारं आयरमाणा तहा प्रभासंता । आयारं दंसंता आयरिया तेण वुच्चंति ।। આચાર્ય પંચવિધ આચારને આચરનારા તથા તેને પ્રકાશનારા તથા તે આચારોને દર્શાવનારા (ઉપદેશ આપનારા) હોવાથી તેઓ આચાર્ય કહેવાય છે. ‘આચાર્ય’ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે પણ કરવામાં આવે છે : आ मर्यादया चरन्तीति आचार्याः । જેઓ મર્યાદાપૂર્વક વિચરે છે તે આચાર્ય. आचारेण वा चरन्तीति आचार्या: । જેઓ આચારના નિયમાનુસાર વિચરે છે તે આચાર્ય. ** આચાર્ય. ** पंचस्वाचारेषु ये वर्तन्ते परांश्च वर्तयन्ति ते आचार्याः । પંચાચારનું જેઓ પોતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે ** आचारा: यत्र रूचिराः आगमा शिवसंगमाः । आयोपाया गतापाया आचार्यं तं विदुर्बुधाः || જ્યાં આચાર સુંદર છે, આગમો શિવ (મોક્ષ)નો સંગ કરાવી આપનાર છે, આય (લાભ)ના ઉપાયો છે અને અપાયો (નુકસાન) ચાલ્યાં ગયાં છે તેમને પંડિતો ‘આચાર્ય' કહે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ तित्थयरसमो सूरी આચાર્યપદનો આદર્શ आचारो ज्ञानाचारादि पंचधा आ-मर्यादया वा चारो विहार आचारस्तत्र स्वयं करणात् प्रभावणात् प्रभाषणात् प्रदर्शनाच्चेत्याचार्याः । જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારનું તથા ચાર એટલે વિહારરૂપી આચારનું જેઓ સ્વયં પાલન કરે છે અને કરાવે છે તથા તે વિશે ઉપદેશ આપે છે તે આચાર્ય. ** आचर्यते सेव्यते कल्याणकामैरित्याचार्य: । કલ્યાણની કામના કરવાવાળા દ્વારા જેમની સેવા થાય છે તે આચાર્ય. ** ૧૫૩ ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે : आ इषद् अपरिपूर्णा: चारा: हेरिका ये ते आचारा: चार कल्पा इत्यर्थः । युक्तायुक्त विभागनिपुणाः विनेयाः अतस्तेषु साधवो यथावच्छास्त्रार्थोपदेशकतया હત્યાવાર્તા:! શ્રી અભયદેવસૂરિએ ‘આચાર’ શબ્દમાં રહેલા ‘ચાર’ શબ્દનો અર્થ ‘ચાર પુરુષ' એટલે કે જાસૂસ એવો અર્થ કરીને કહ્યું છે કે જૈન શાસનની રક્ષા માટે જાસૂસો રૂપી સાધુઓને જે નિયંત્રિત રાખે તે આચાર્ય. જેમ જાસૂસો યોગ્યાયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે તેમ સાધુઓરૂપી જાસૂસો પણ સંયમના પાલનાર્થે યોગ્યાયોગ્યનું વિભાજન ક૨વામાં નિપુણ હોય છે. આવા શિષ્યોને જે ઉપદેશ આપે, એકત્રિત – નિયંત્રિત રાખે તે આચાર્ય. આચાર્ય ભગવંતનું સ્વરૂપ આપણા શાસ્ત્રગ્રંથોમાં વિગતે વર્ણવાયું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે અઢાર હજાર શીલાંગના ધારક અને છત્રીસ પ્રકારના આચારોનું અહોરાત્ર પાલન કરવામાં જેઓ અપ્રમત્ત રહે છે તે આચાર્ય છે. સર્વ જીવોનું હિત આચરે તે આચાર્ય. જેઓ જીવોની રક્ષા કરે અને આરંભસમારંભ કરે નહીં, કરાવે નહીં તથા તેની અનુમોદના કરે નહીં તે આચાર્ય. જેઓ પોતાના મનને કલુષિત કરે નહીં તે આચાર્ય. આવશ્યકસૂત્રમાં, ‘પંચિદિયસૂત્ર'માં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનો સ્પષ્ટ નિર્દેશ છે. એને અનુસરીને શ્રી રત્નશેખરસૂરિએ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે દર્શાવ્યું છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિનતત્ત્વ શ્રી અભયદેવસૂરિ મહારાજે જણાવ્યું છે કે જેઓ સુલક્ષણોથી યુક્ત હોય, સૂત્ર અને અર્થ સહિત જિનપ્રવચનના જાણકાર હોય અને શિષ્યોને તે સમજાવી શખનાર હોય, ગચ્છના આધારસ્તંભ હોય અને ગચ્છની નાની નાની પ્રકિર્ણ જવાબદારીઓ (જે શિષ્યોએ ઉપાડી લેવાની હોય છે)થી મુક્ત હોય તેવા આચાર્ય હોવા જોઈએ. શ્રી ભદ્રબાહુસ્વામીએ “નમસ્કાર નિર્યુક્તિ'માં કહ્યું છે કે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભાવ-આચારથી પણ યુક્ત હોવાથી ભાવાચાર્ય પણ હોય છે. आयारो नाणाई तस्सायरणा पमासणाओ वा । जे ते भावायरिया भावायारोवउत्ता य ।। શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “સંબોધ પ્રકરણમાં આચાર્યના સ્વરૂપનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આચાર્ય ભગવંત આર્ય દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા, જિતેન્દ્રિય, તેજસ્વી અને દૃઢ સંઘયણવાળા, અપ્રમત્ત, વૈર્યવંત, નિર્લોભી, નિ:સ્પૃહી, વિકથાત્યાગી, પ્રભાવક, અમાયાવી, સ્થિર આગમ પરિપાટીવાળા, પંચાચારના પાલનમાં રત, વિશુદ્ધ દઢ બ્રહ્મચર્ય પાળનાર, નિર્ભય, નિરહંકારી, શુકલ, નિ:શલ્ય; અપ્રતિબદ્ધવિહારી, આદેય વચનવાળા, દેશનાલબ્ધિવાળા, સભામાં ક્ષોભ ન પામે તેવા, નિદ્રા પર વિજય મેળવનાર, દેશકાળના જાણનાર, તરત ઉત્તર આપનાર પ્રત્યુત્પન્નમતિવાળા, જુદા જુદા દેશોની ભાષાના જાણકાર, સ્વ-પર શાસ્ત્રના જ્ઞાતા, હેતુ, નય, ઉપનય ઇત્યાદિના પ્રતિપાદનમાં પ્રવીણ, શિષ્યોને ભણાવવામાં કુશળ, શિષ્યસમુદાયનું વાત્સલ્યપૂર્વક સુયોગ્ય નેતૃત્વ સંભાળનાર, અસંકલિષ્ટ ચિત્તવાળા, ગંભીર પ્રસન્ન મુખમુદ્રાવાળા, મધ્યસ્થ ભાવવાળા, સમતાના ધારક, સન્માર્ગઉન્માર્ગ-દોષાદિના જ્ઞાતા, નિર્દોષ ગોચરીવાળા, શાસ્ત્રોક્ત વિહાર કરવાવાળા, ઇત્યાદિ સેંકડો ગુણોના ભંડાર જેવા હોવા જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ આચાર્ય મહારાજની તુલના તીર્થકર ભગવાન સાથે નવ પ્રકારે કરી છે અને કહ્યું છે કે આચાર્ય મહારાજ “તીર્થકરતુલ્ય” છે. શ્રી ઉદ્યોતનસૂરિએ પોતાના પ્રાકૃત “કુવલયમાળા' ગ્રંથમાં આચાર્ય ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે જો આચાર્યો ન હોત તો આગમોનો સાર કે રહસ્ય કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી ઘીથી સિંચાયેલી આગમજ્યોતને ધારણ કરનાર આચાર્યો ન હોત તો શું થાત ? નિર્મળ ચંદ્રરૂપી આચાર્યો ભવ્ય જીવરૂપી Page #165 -------------------------------------------------------------------------- ________________ તિત્યયરસનો સૂરી – આચાર્યપદનો આદર્શ ૧૫૫ કુમુદોને વિકસાવે છે. ચારિત્રરૂપી કિરણો વડે તેઓ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. સૂર્ય જેવા સૂરિદેવ ન હોય તો જગતના જીવો મિથ્યાત્વના અંધકારમાં અટવાતા હોત. આચાર્ય મહારાજ સૂર્ય સમાન ઉદ્યોત કરનાર, કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર, ચિંતામણિ રત્નની જેમ સુખ આપનાર જંગમ તીર્થરૂપ છે. ‘નિશીથભાષ્ય’માં કહ્યું છે કે રાવોવિમુો સીયધરસનો ય આયરિયો । રાગદ્વેષથી રહિત આચાર્ય ‘શીતગૃહ' સમાન છે. શીતગૃહ એટલે બધી ઋતુમાં જ્યાં એકસરખું સુખદ, અનુકૂળ વાતાવરણ હોય. (પ્રાચીન સમયમાં મોટા રાજાઓ, ચક્રવર્તીઓ આવા ભવનની રચના કરાવતા.) એટલે આચાર્ય મહારાજ અનુકૂળ કે પ્રતિકૂળ એવી સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સમતાના ધારક હોવાથી સદાસર્વદા પ્રસન્ન હોય છે. દિગંબર આમ્નાયના ‘ધવલા’ વગેરે ગ્રંથોમાં આયરિઓ રિસો હોર્ફ એમ કહીને આચાર્યનાં જે લક્ષણો બતાવ્યાં છે તે પ્રમાણે પ્રવચનરૂપી સમુદ્રના જળની મધ્યમાં સ્નાન ક૨વાથી અર્થાત્ ૫રમાત્માના પરિપૂર્ણ અભ્યાસથી અને અનુભવથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે, જેઓ નિર્દોષ રીતિથી છ આવશ્યકનું પાલન કરે છે, જેઓ મેરુની સમાન નિષ્કપ છે, જેઓ શૂરવીર છે, જેઓ સિંહની જેમ નિર્ભય છે, જેઓ વર્ષ એટલે કે શ્રેષ્ઠ છે, જેઓ દેશ, કુળ, જાતિથી શુદ્ધ છે, જેઓ સૌમ્યમૂર્તિ છે તથા અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત છે, જેઓ આકાશની જેમ નિર્લેપ છે, એવા આચાર્યને પંચ પરમેષ્ઠિમાં સ્થાન છે. જેઓ સંઘને સંગ્રહ (અર્થાત્ દીક્ષા) અને નિગ્રહ (અર્થાત્ શિક્ષા એટલે પ્રાયશ્ચિતાદિ) દેવામાં કુશળ છે, જેઓ સૂત્ર અને એના અર્થમાં વિશારદ છે, જેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ રહી છે, જેઓ સારણ અર્થાત્ આચરણ અને વારણ્ય અર્થાત્ નિષેધ તથા સાધન અર્થાત્ વ્રતોની રક્ષા ક૨વાવાળી ક્રિયાઓમાં નિરંતર ઉદ્યમશીલ છે એમને પરમેષ્ઠિ તરીકે ઓળખવા જોઈએ. જેઓ ચૌદ વિદ્યાસ્થાનોમાં પ્રવીણ હોય, અગિયાર અંગ (વિશેષત: આચારાંગ)ને ધારણ કરનાર હોય, સ્વસમય અને પ૨સમયમાં પારંગત હોય, મેરુની જેમ નિશ્ચલ હોય, પૃથ્વીની જેમ સહિષ્ણુ હોય, સમુદ્રની જેમ દોષોને બહાર ફેંકી દેનાર હોય, સપ્ત પ્રકારના ભયથી રહિત હોય, જેઓ પંચાચારના પાલનમાં અને પળાવવામાં સમર્થ હોય તેઓ આચાર્ય કહેવાય. ‘પ્રવચનસાર’માં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ જિનતત્ત્વ दंसणणाणप्पहाणे वीरियचारित्तवरतवायारे । अप्पं परं च जुंजई सो आयरिओ मुणीएओ ।। [જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન એટલે કે શ્રેષ્ઠ છે, જે ઉત્તમ વીર્ય, ચારિત્ર અને તપથી યુક્ત છે તથા જે સ્વ અને પરિને સન્માર્ગમાં જોડે છે તે આચાર્ય મુનિઓ દ્વારા આરાધના કરવાને યોગ્ય છે. જેઓ આચાર્ય હોય તેઓ ઉપાધ્યાય અને સાધુ તો હોય જ કારણ કે સાધુપણામાં જેઓ ઉપાધ્યાય પદને યોગ્ય હોય તેને જ ઉપાધ્યાય બનાવવામાં આવે છે. અને ઉપાધ્યાયના પદ પછી જેમનામાં આચાર્યના પદની યોગ્યતા હોય તેઓને જ આચાર્યની પદવી આપવામાં આવે છે. જેઓ યોગોઠહન કરવાપૂર્વક નિશ્ચિત આગમગ્રંથોનું સૂત્રથી અને અર્થથી વિધિપૂર્વક અધ્યયન કરે છે તેઓને જ આચાર્યનું પદ આપવામાં આવે છે. આ ઉપરાંત એ પદ માટે બીજી ઘણી યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે. “આચાર્ય' શબ્દ “આચાર' શબ્દ પરથી આવ્યો છે. પરંતુ આચાર્યનું કર્તવ્ય બેવડું છે. જેઓ આચારનું સ્વયં પાલન કરે છે અને શિષ્યાદિ પાસે આચારનું પાલન કરાવે તે આચાર્ય. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે પોતાના શિષ્યોને ચારિત્રપાલનમાં, મોક્ષમાર્ગમાં દઢ રાખે છે. શ્રી રત્નશેખરસૂરિએ સિરિસિરિવાલકહા'માં કહ્યું છે : जे सारण वारण चोयणाहिं पडिचोयणाहिं निच्चंपि । सारंति नियंगच्छं ते आयरिये नमसामि ।। ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : જે દિયે સારણ, વારણ, ચોયણ, પડિયોચણ વળી જનને; પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને. સારણા એટલે સ્મારણા. સ્મરણ શબ્દ પરથી સ્મારણા થાય છે. એનો અર્થ થાય છે યાદ કરાવવું. આચાર્ય ભગવંત પોતાના શિષ્યોના આચારપાલન ઉપર એવી બારીકાઈથી ધ્યાન રાખે છે કે પંચ મહાવ્રતના પાલનમાં, સમિતિગુપ્તિના પાલનમાં, આવશ્યક ક્રિયાઓમાં, દિવસરાતની સામાચારીમાં ક્યાંક વિસ્મરણ થઈ જતું હોય તો યાદ કરાવે. આ યાદ કરાવવાની ક્રિયા તે સારણા. આચાર્ય મહારાજનું એ કર્તવ્ય છે. “હશે', “ચાલશે', “કંઈ વાંધો નહીં' – એવું વલણ આચાર્ય મહારાજનું ન હોય. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ તિત્યારસમો પૂરી – આચાર્યપદનો આદર્શ વારણા એટલે વારવું અથવા અટકાવવું. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોથી કંઈ દોષ થવાનો હોય તો તે અટકાવે. શિષ્યો આચારપાલનમાં ઉતાવળ કરતા હોય, તે અવિધિએ કરતા હોય, અકલ્પનીય કરણી કરતા હોય, સાવધયોગમાં પ્રવર્તતા હોય, ઉસૂત્ર પ્રરૂપણા કરતા હોય, પ્રમાદ સેવતા હોય, ઉન્માર્ગે જતા હોય, મન, વચન કે કાયાથી અનુચિત, અતિચારયુક્ત આચરણ કરતા હોય તો તેને અટકાવે. પોતાના આશ્રિત શિષ્યો ઉપર બરાબર દેખરેખ રાખી તેમને પડતા બચાવવા તે આચાર્ય મહારાજનું કર્તવ્ય છે. ચોયણા એટલે પ્રેરણા. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોને અતિચારયુક્ત આચરણ કરતાં અટકાવે એટલું જ નહીં, સાધુતાના આદર્શ તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે. જરૂર પડે પોતાના આચરણથી બોધ આપે. કોઈથી તપશ્ચર્યા ન થતી હોય, કોઈથી પરીષહ સહન ન થતા હોય, કોઈને પ્રભુભક્તિમાં રસ ન પડતો હોય, કોઈને બીજાની વૈયાવચ્ચ ન ગમતી હોય તો તેને મધુર વાણીથી, મહાન પૂર્વાચાર્યોનાં અને અન્યનાં એવાં પ્રેરક દૃષ્ટાન્તો આપીને પ્રેરણા કરે તથા પ્રોત્સાહિત કરે. પડિચોયણા એટલે પ્રતિચોરણા અર્થાતુ વારંવાર પ્રેરણા કરવી. કેટલીક વાર એક વખત કહેવાથી કાર્ય ન થાય તો ફરીથી કહેવાની જરૂર પડે. ક્યારેક એક કરતાં વધુ વખત શિષ્યોને જાગૃત અને પ્રોત્સાહિત કરવાની જરૂર પડે. કેટલાક શિષ્યોમાં ગૃહસ્થ જીવનના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે વ્રતપાલનમાં મંદતા આવી જાય છે. આચાર્ય મહારાજ આ જે કંઈ કરે તે કઠોરતાથી કે કટુતાથી નહીં, પણ મધુરતાથી અને વાત્સલ્યભાવથી કરે છે. એથી શિષ્યને પોતાના આત્મકલ્યાણના માર્ગ પર સ્થિર રહેવાનું ગમે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ઈત્યાદિ માટે વિવિધ પ્રકારનાં રૂપક શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયો છે. ધર્મશાસનરૂપી સામ્રાજ્યમાં આચાર્ય ભગવંતોને રાજા અથવા સમ્રાટ, ઉપાધ્યાયને દીવાન, સાધુને સુભટ તરીકે અને શ્રાવક શ્રાવિકાને પ્રજાજન તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ શાસનમાં શ્રતરૂપી ધનભંડાર દ્વારા રાજાનો કારભાર ચાલે છે. આ રીતે સૂરિરૂપી રાજા જિનશાસનનરૂપી સામ્રાજ્ય ચલાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવપદ પૂજા'ની ઢાળમાં લખ્યું છે : નમું સૂરિ રાજ, સદા તત્ત્વ તાજા; જિનેન્દ્રાગમે પ્રોઢ સામ્રાજ્ય ભાજા. Page #168 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ આચાર્ય મહારાજ માટે ‘ભાવવૈદ્ય’નું રૂપક પણ પ્રયોજાયું છે. તેઓ સંસારના જીવો જે કર્મજનિત દુઃખરૂપી રોગોથી પીડિત છે તેઓને પથ્યાપથ્ય સમજાવીને તત્ત્વજ્ઞાનરૂપી ઔષધ આપી સ્વસ્થ, નિરામય બનાવે છે. આચાર્ય ભગવંતને નાવિક તરીકે ઓળખાવવામાં આવે છે. કારણ કે તેઓ જીવોને ડૂબતા બચાવે છે અને સંસારરૂપી સમુદ્રમાં પાર ઊત૨વાનો ઉપાય બતાવે છે. નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરીએ છીએ. નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ દેવતત્ત્વ સ્વરૂપે છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ ત્રણ ગુરુતત્ત્વ સ્વરૂપે છે. એમાં પણ મુખ્ય ગુરુ તે આચાર્ય ભગવંત. જિન શાસનમાં ગુરુનો મહિમા અપાર છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ માટે શ્વેતામ્બર સંપ્રદાયમાં ‘પંચિદિય’ સૂત્ર સુપ્રસિદ્ધ છે. એમાં આચાર્ય ભગવંત-ગુરુ ભગવંતના ૩૬ ગુણ દર્શાવવામાં આવ્યા છે : ૧૫૮ પંચિદિય સંવરણો,તહ નવવિહ બંભચેરગુત્તિધરો, ચઉવિહ કસાયમુક્કો, ઈહ અઢારસગુણેષ્ઠિ સંજુત્તો; પંચ મહાવ્વયજુત્તો, પંચ વિહાયારપાલણ સમત્યો, પંચ સમિઈતિગુત્તો, છત્તીસગુણો ગુરુ મઝ. આ છત્રીસ ગુણ આ પ્રમાણે છે : પાંચ ઈન્દ્રિયોને જીતવાવાળા (૫ ગુણ); નવિવિધ એટલે નવ વાડસહિત બ્રહ્મચર્યનું પાલન ક૨ના૨ (૯ ગુણ), ચાર કષાયથી મુક્ત (૪ ગુણ), પાંચ મહાવ્રતથી યુક્ત (૫ ગુણ), પાંચ પ્રકારના આચારનું પાલન ક૨ના૨ (૫ ગુણ), પાંચ સમિતિથી યુક્ત (૫ ગુણ) અને ત્રણ ગુપ્તિથી યુક્ત (૩ ગુણ) – એમ આચાર્યના ૩૬ ગુણ બતાવવામાં આવે છે. આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બીજી રીતે પણ બતાવવામાં આવે છે पडिलवाड़ चउदस खंतीमाई य दसविहो धम्मो बारस य भावणाओ सूरिगुण हुंति छत्तीसं ।। - : ચૌદ પ્રકારના પ્રતિરૂપ વગેરે, ક્ષમાદિ દશવિધ ધર્મ અને બાર ભાવના એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ થાય છે. આચાર્ય ભગવંતના આ છત્રીસ ગુણ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘પંચે પરમેષ્ઠિ ગીતા’માં લખ્યું છે : ચઉદ ડિરૂવ પભુહા ઉદાર, ખંતિ ૫મુહા વિશદ દસ પ્રકાર; બાર ગુણ ભાવનાના અનેરા, પદ છત્તીસ ગુણ સૂરિ કેરા. વળી તેમણે નવપદની પૂજામાં લખ્યું છે : Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ તિત્યયરસમો સૂર – આચાર્યપદનો આદર્શ વર છત્તીસ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે; જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોહે રે. આમાં પ્રતિરૂપાદિ ચૌદ ગુણ આ પ્રમાણે છે : (૧) પ્રતિરૂપ (અસાધારણ વ્યક્તિત્વ), (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાનાગમ, (૪) મધુરવાક્ય, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશતત્પર, (૮) અપરિશ્રાવી-સાંભળેલું નહીં ભૂલનાર, (૯) સૌમ્ય, (૧૦) સંગ્રહશીલ, (૧૧) અભિગ્રહમતિવાળા, (૧૨) અવિકથાકર, (૧૩) અચપળ અને (૧૪) પ્રશાન્ત હૃદયવાળા. ક્ષમાદિ દસ ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૯) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચનત્વ, (૧૦) બ્રહ્મચર્ય. બાર ભાવના આ પ્રમાણે છે : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. નવપદની ઓળીની આરાધનામાં ત્રીજે દિવસે આચાર્યપદની આરાધના કરવાની હોય છે. આચાર્યનો રંગ પીળો હોવાથી જે કેટલાક એક ધાનની વાનગી વાપરે છે તેઓ તે દિવસે પીળા રંગના ધાન-ચણા વગેરેનું આયંબિલ કરે છે. આચાર્ય ભગવંતના આ પ્રતિરૂપાદિ ૩૬ ગુણમાંથી તેમનો એક એક ગુણ યાદ કરતાં જઈ નીચેનો દુહો ૩૬ વાર બોલતા જઈ ૩૬ વાર ખમાસમણાં દેવામાં આવે છે. ધ્યાતા આચાર ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. “દશાશ્રુતસ્કંધમાં અને અન્ય ગ્રંથોમાં આચાર્યના ૩૬ ગુણોમાં આઠ પ્રકારની સંપદા અને તે પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૩ર ગુણ તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય મહારાજનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તેનો સરસ સવિગત પરિચય મળી રહે છે. “દશાશ્રુતસ્કંધ'માં લખ્યું છે : अट्ठविहा गणिसंपया पण्णत्ता, तं जहा - () આચારસંપા, (૨) સુયસંપયા, () સરીરસંપથા, (૪) વસંપા, (૬) વાચનસંપા, (૬) મરૂપયા, (૭) પો.સંપથી (૮) સંદિપન્નાસંપર્યા. ગણિસંપદા અથવા આચાર્યસંપદા આઠ પ્રકારની છે : (૧) આચારસંપદા, Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જિનતત્ત્વ (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનસંપદા, (૯) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા અને (૮) સંગ્રહપરિણાસંપદા. ૧. આચારસંપદા – પરમાત્માના શાસનમાં આચારનું મહત્ત્વ ઘણું બધું છે. તપ, ત્યાગ, સંયમ ઇત્યાદિથી જ ધર્મના ક્ષેત્રે વ્યક્તિનો પ્રભાવ પડે છે. જે ગુરુ આચારસંપન્ન હોય તેને જ જો આચાર્યપદ સોંપવામાં આવે તો તે પોતાના આશ્રિત ઉપાધ્યાય, સાધુ વગેરેનો સમુદાય આચારસંપન્ન બનાવે. આચારસંપદાના ચાર મુખ્ય ભેદ છે : (૧) આચાર્ય પોતે સંયમમાં દૃઢ હોય અને નિત્ય અપ્રમત્ત હોય, (૨) આચાર્ય પોતે ગર્વ કે અહંકારથી રહિત હોય. પોતાના તપસ્વીપણાનો, જ્ઞાનનો, બહુશ્રુતતાનો, ઊંચી જાતિનો, સુંદર મુખમુદ્રાનો, યશકીર્તિનો, વિશાલ શિષ્યસમુદાય કે ભક્તવર્ગનો આચાર્યને મદ ન થવો જોઈએ, (૩) આચાર્ય અપ્રતિબદ્ધવિહારી હોવા જોઈએ. તેમને ક્ષેત્ર, કાળ વગેરેનું કોઈ બંધન ન હોવું જોઈએ. અમુક વ્યક્તિ સાથે ફાવે અને અમુક સાથે નહીં એવું પણ ન હોવું જોઈએ. તેઓ અનુકૂળતા કે પ્રતિકૂળતાથી પર હોવા જોઈએ. તેઓ પરાધીન ના હોય. તેઓ રાગદ્વેષથી મુક્ત હોય. (૪) આચાર્ય મહારાજ નિભૂત સ્વભાવવાળા એટલે પુખ્ત, ગંભીર, અને પ્રસન્ન સ્વભાવના હોવા જોઈએ. તેઓ ચંચળ નહીં પણ પરિપકવ અને ઉદાસીન એટલે સમતાવાળા હોવા જોઈએ. ૨. શ્રુતસંપદા – આચાર્ય જ્ઞાનવાન જોઈએ. તેઓ સમુદાયના, સંઘના અગ્રેસર છે. તેઓ ગચ્છના નાયક કે ગચ્છાધિપતિના સ્થાને હોય છે. તેઓ જો શાસ્ત્રના જાણકાર ન હોય, બીજાની શંકાઓનું સમાધાન ન કરાવી શકે તો નાયક તરીકે તે તેમની ત્રુટિ ગણાય. આચાર્યમાં શ્રુતસંપદા ચાર પ્રકારની હોવી જોઈએ. (૧) બહુશ્રુતપણું હોવું જોઈએ. તેઓ આગમાદિ લોકોત્તર શાસ્ત્રોમાં જેમ પ્રવીણ હોવા જોઈએ તેમ શિલ્પાદિ લૌકિક શાસ્ત્રોના પણ જાણકાર હોવા જોઈએ. જૂના વખતમાં આચાર્યને બાર વર્ષ જુદા જુદા પ્રદેશમાં વિચરવારૂપ દેશાટન કરાવતા કે જેથી લોકજીવન, રીતરિવાજો ઇત્યાદિના પણ તેઓ જાણકાર બને. (૨) પરિજિતશ્રુતપણું – એટલે શ્રત એમનામાં ઉપસ્થિત હોવું જોઈએ. તેઓ જે શાસ્ત્રો ભણ્યા હોય તે ભૂલવા ન જોઈએ. ઘણું વાંચ્યું હોય પણ પ્રસંગે જો યાદ ન આવે તો તે શા કામનું ? (૩) વિચિત્રશ્રુતપણું એટલે આગમશાસ્ત્રોના જાણકાર ઉપરાંત બીજા અનેક વિષયોના અર્થાત્ સ્વસમય અને પરસમયના તેઓ જાણકાર હોવા જોઈએ. (૪) ઘોષવિશુદ્ધિ એટલે આચાર્ય મહારાજનો અવાજ સ્પષ્ટ હોવો જોઈએ અને એમના ઉચ્ચારો વિશુદ્ધ હોવા જોઈએ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ તિત્યયરસમો પૂરી – આચાર્યપદનો આદર્શ ૩. શરીરસંપદા – આચાર્ય શરીરસંપદાયુક્ત હોવા જોઈએ. તેમના શરીરનો પ્રભાવ પડવો જોઈએ. તેઓ અતિ પૂલ, અતિ ઊંચા કે સાવ ઠીંગણા ન હોવા જોઈએ. (અલબત્ત તેમાં વિશિષ્ટ અપવાદ હોઈ શકે) શરીરની દૃષ્ટિએ તેમનામાં ચાર લક્ષણ હોવાં જોઈએ – (૧) તેમનું શરીર તેમને લજ્જા ઉપજાવે એવું ન હોવું જોઈએ. તેઓ હાથે ટૂંઠા હોય, પગે લંગડા હોય, કાણા કે આંધળા હોય, શરીરે કોઢિયા હોય તો પોતાના શરીરથી પોતે જ લજ્જા પામે, (૨) આચાર્ય મહારાજ પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળા હોવા જોઈએ, તેઓ બહેરા, તોતડા, મંદ બુદ્ધિવાળા ન હોવા જોઈએ, (૩) આચાર્યનું શરીર-સંઘયણ મજબૂત હોવું . જોઈએ. વારંવાર ભૂખ્યા થઈ જતા હોય, વારંવાર શૌચાદિ માટે જવું પડતું હોય, થાકી જતા હોય, ઘડીએ ઘડીએ માંદા પડી જતા હોય, સતત ઔષધોપચાર કરવા પડતા હોય, કાયમ વૈયાવચ્ચ કરાવવી પડતી હોય એવા આચાર્ય સમુદાય કે ગચ્છના નાયક તરીકે ન શોભે. (આચાર્યની પદવી મળ્યા પછી આવું કંઈ થાય તે વાત અલગ છે.) ૪. વચનસંપદા-આચાર્ય મહારાજની વાણીમાં એવા એવા ગુણો હોવા જોઈએ કે તેઓ વ્યાખ્યાન આપતા હોય, કોઈ વિધિવિધાન કરાવતા હોય કે અન્ય સાધુઓ કે ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરતા હોય ત્યારે એમનાં વચન માટે કોઈ ટીકા ન થવી જોઈએ, એટલું જ નહીં, એની પ્રશંસા થવી જોઈએ. એ માટે ચાર મહત્ત્વનાં લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) એમનું વચન આદેય હોવું જોઈએ એટલે કે ગ્રહણ કરવાનું મન થાય એવું હોવું જોઈએ. આચાર્યનું કર્તવ્ય અન્યને ધર્મ પમાડવાનું છે. એમનું વચન એમના આશ્રિત સાધુસાધ્વીમાં જ જો ગ્રાહ્ય કે સ્વીકારવા યોગ્ય ન થાય તો અન્ય લોકોમાં ક્યાંથી થાય ? માટે આચાર્ય મહારાજનું વચન આદેય હોવું જોઈએ. (૨) આચાર્યની વાણીમાં મધુરતા હોવી જોઈએ. સાચી અપ્રિય લાગે એવી વાત પણ પ્રિય રીતે કહેતાં આવડવું જોઈએ. અંતરમાં સર્વ જીવો માટે વાત્સલ્યભાવ હોય તો વાણીમાં મધુરતા આવ્યા વગર રહે નહીં. (૩) આચાર્ય મહારાજની વાણી રાગદ્વેષ-અનાશ્ચિત હોવી જોઈએ. એટલે કે રાગદ્વેષના આશ્રય વગરની હોવી જોઈએ. આચાર્ય ઉચ્ચ સ્થાને બિરાજતા હોવાથી કેટલીયે વાર એવા નિર્ણયો લેવાના આવે કે જે કદાચ કોઈ વ્યક્તિ કે જૂથને ન ગમે. પણ તેવે વખતે તેમણે પક્ષાપક્ષીથી દોરવાયા વગર તટસ્થ, ન્યાયયુક્ત, રાગદ્વેષરહિત નિર્ણય લેવો જોઈએ. (૪) આચાર્ય મહારાજની વાણી અસંદિગ્ધ વચનવાળી, શંકારહિત Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જિનતત્ત્વ વચનવાળી હોવી જોઈએ. એમની વાણીથી બીજા ભ્રમમાં ન પડવા જોઈએ અથવા બીજાને ભ્રમમાં પાડવાના હેતુથી એવી ગોળ ગોળ વાત ન કરવી જોઈએ. ૫. વાચનાસંપદા – આચાર્ય મહારાજ પોતાના શિષ્યસમુદાયને વાચના આપવામાં કુશળ અને સમર્થ હોવા જોઈએ. આ વાચનાસંપદાનાં ચાર લક્ષણો છે. (૧) વિધિઉદ્દેશ – વિધિપૂર્વક વાચના આપે. વિધિ ભિન્નભિન્ન પ્રકારની છે. શિષ્યોની યોગ્યતા અનુસાર વિધિ અપનાવવી જોઈએ. જે શિષ્યો આગળનું ભણતા જાય અને પાછળનું ભૂલતા જાય તેમને યોગ્ય રીતે ભણાવે. ઉત્સર્ગ અને અપવાદની વાત શિષ્યની યોગ્યતા જોઈને કરવી જોઈએ. પાત્રની યોગ્યયોગ્યતા જોઈને યોગ્ય કાળે યોગ્ય શાસ્ત્રોનું અધ્યયન કરાવવું જોઈએ. (૨) સમુદેશ – એટલે જે અધ્યયન કરાવ્યું હોય તેમાં શિષ્યો બરાબર સ્થિર થયા છે કે નહીં તે ચકાસતા રહેવું જોઈએ. (૩) વાચના વારંવાર આપવી – આચાર્ય મહારાજે વાચના આપવામાં પ્રમાદ ન કરવો જોઈએ. શિષ્યની યોગ્યતા અનુસાર વાચના વખતોવખત આપતા રહેવું જોઈએ. (૪) ગહન અર્થ સમજાવે – શિષ્યોની યોગ્યતા અનુસાર નય પ્રમાણે, નિક્ષેપથી નિયુક્તિ સહિત અર્થના ઊંડાણમાં લઈ જાય. તેઓ સામાન્ય અર્થ સમજવાવાળાને તે પ્રમાણે સમજાવે અને યોગ્ય અધિકારી વર્ગને તલસ્પર્શી અભ્યાસ કરાવે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો ક્રમ જાળવીને શિષ્યોને પદાર્થનું રહસ્ય સમજાવવું જોઈએ. શિષ્યોનું શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામતું રહેવું જોઈએ. વાચના વખતે વંદનવ્યવહાર પણ બરાબર સચવાવો જોઈએ. ૬. મતિસંપદા – આચાર્ય મહારાજ બુદ્ધિમાન હોવા જોઈએ. સામી વ્યક્તિ અડધું વાક્ય બોલે ત્યાં એનો અર્થ અને કહેવા પાછળનો આશય તરત સમજી જાય. તેઓ આગળ પાછળની ઘણી વાતો જાણતા હોય, તેમને યાદ પણ હોય ને પ્રસંગાનુસાર એનું કથન કરતાં તેમને આવડવું જોઈએ. મતિજ્ઞાનના પ્રકારો અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ગુણ તેમનામાં હોવા જોઈએ. એમની મેધા અત્યંત તેજસ્વી હોવી જોઈએ. એમનું ચિંતન એટલું વ્યાપક અને સૂક્ષ્મ હોવું જોઈએ કે ગમે ત્યારે કોઈપણ વિષયમાં તેઓ તરત યથાર્થ જવાબ આપી શકે એવા હોવા જોઈએ. ૭. પ્રયોગસંપદા – પ્રયોગ એટલે પ્રવર્તવું. એના આત્મા, પુરુષ, ક્ષેત્ર અને વસ્તુ એમ ચાર પ્રકાર છે. આચાર્ય મહારાજ અવસરજ્ઞ હોવા જોઈએ. તેઓ Page #173 -------------------------------------------------------------------------- ________________ તિસ્થવરસો સૂરી – આચાર્યપદનો આદર્શ ચર્ચાવિચારણા કે વાદવિવાદ કરતા હોય ત્યારે પોતાની બુદ્ધિશક્તિ, સભાજનોની કક્ષા, માન્યતા ઇત્યાદિ, તથા વાદ કરનાર વ્યક્તિની યોગ્યતા, ક્ષેત્ર વગેરે વિશે પણ જાણકાર હોવા જોઈએ. ૮. સંગ્રહપરિજ્ઞાસંપદા આચાર્ય મહારાજ વ્યવહારદક્ષ પણ હોવા જોઈએ. પોતાના શિષ્ય- સમુદાયની વ્યવસ્થા, જરૂરિયાતો ઈત્યાદિની દૃષ્ટિએ ક્યારે ક્યારે કઈ કઈ વસ્તુનો, પોતાનાં વ્રતોની મર્યાદામાં રહીને ઔચિત્યપૂર્વક સંગ્રહ કરવો તેના તેઓ જાણકાર હોવા જોઈએ. એમાં ચાર મુખ્ય મુદ્દા છે; (૧) બહુજનયોગ્ય ક્ષેત્રનો વિચાર કરે એટલે કે વિશાળ શિષ્યપરિવાર સાથે તેઓ વિહાર કરતા હોય ત્યારે એ બધાને માટે આવાસ, ગોચરી, અભ્યાસ, ધ્યાન, વ્યાખ્યાન, વંદનાર્થે લોકોની અવરજવર ઈત્યાદિની કેવી અનુકૂળતા છે તે વિચારી લે. નાનાં ક્ષેત્રોને બોજો ન પડે અને મોટાં ક્ષેત્રો વંચિત ન રહી જાય, તથા લાભાલાભ બરાબર છે કે કેમ તે વિશે વિચાર કરી લેવો જોઈએ. (૨) વસ્ત્ર-પાત્ર ઇત્યાદિ આવશ્યકતા અનુસાર ગ્રહણ કરે. (૩) આવશ્યક ઉપકરણોનો પણ અગાઉથી વિચાર કરી લેવો જોઈએ. (૪) યથા ગુરુપૂજા કરે એટલે કે દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, રત્નાધિક વગેરેની યથાવિધિ પૂજા કરે, આદરબહુમાન કરાવે. ૧૬૩ આચાર્ય મહારાજમાં આ આઠ સંપદા ઉપરાંત ચાર પ્રકારનો વિનય હોવો જોઈએ. (૧) આચાર વિનય – એટલે સ્વયં સંયમનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે. જેઓ સંયમ સારી રીતે પાળતા હોય તેમની અનુમોદના કરે. તપવિનય એટલે આચાર્ય મહારાજ પોતે તપ કરે અને શિષ્યો પાસે તપ કરાવે, તપ માટે પ્રોત્સાહિત કરે અને તપની અનુમોદના કરે. ગણવિહરણ એટલે પોતાના ગણમાં, સમુદાયમાં રહેલા બાલ, વૃદ્ધ, રોગી સાધુઓની ઉચિત વ્યવસ્થા કરાવે; સા૨ણા-વારણાદિ દ્વારા ગણને સુરક્ષિત રાખે. શિષ્યોને સંયમ, તપ, ગોચરી, વિહાર વગેરે વિશે યોગ્ય શિખામણ આપી તૈયાર કરે. ૨. શ્રુતવિનય-આચાર્ય શિષ્યોને સૂત્ર ભણાવે અથવા ભણવાની વ્યવસ્થા કરાવે; સૂત્રોના અર્થ, ઊંડા રહસ્ય નય-નિક્ષેપથી સમજાવે, શિષ્યને માટે જે હિતકર હોય તેવા ગ્રંથો તેને આપે અને ભણાવે, અને નિ:શેષ વાચના આપે એટલે કે ગ્રંથનું અધ્યયન અધવચ્ચેથી ન છોડી દેતાં પૂર્ણ કરાવે. ૩. વિશેપણવિનય – આચાર્ય પોતે મિથ્યાષ્ટિને સમ્યગ્દષ્ટિ બનાવે, એ માટે ઉપદેશ અને પ્રેરણા આપે, સમ્યગ્દષ્ટિ જીવને સાધુપણા સુધી પહોંચાડે, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જિનતત્વ અસ્થિરને સ્થિર કરે, અને જે સ્થિર હોય એમનામાં અતિચારના દોષ ન લાગે તથા તેઓ સંયમમાં વૃદ્ધિ પામે એ માટે પ્રયત્નશીલ રહે ૪. દોષનિર્ધાનતા વિનય – આ વિનય એટલે દોષોને દૂર કરવા અને ગુણોને પ્રગટાવવા. આચાર્ય મહારાજ ક્રોધી સ્વભાવવાળાના ક્રોધને દૂર કરાવે. તેઓ માન-માયા વગેરે કષાયોને પણ દૂર કરાવે; શિષ્યોની શંકા-કુશંકા દૂર કરે અને તેઓને કદાચ બીજાના મતમાં જવા માટે આકાંક્ષા થાય ત્યારે તેવું વાત્સલ્યપૂર્વક સમાધાન કરાવી તેને સ્થિર કરે અને તેની શ્રદ્ધા વધે, વૈરાગ્ય વધે એ માટે ઉપાયો યોજે. વળી આચાર્ય પોતે પોતાની જાતનું અવલોકન કરતા રહે અને પોતાનામાં સ્કૂલ કે સૂક્ષ્મ દોષો રહેલા જણાય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરે. આમ, આઠ સંપદાના બત્રીસ પ્રકાર તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ આચાર્યના ગણાવવામાં આવે છે. નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે. એમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બતાવવામાં આવ્યા છે. આ છત્રીસનો આંકડો જ મુખ્ય છે. પરંતુ આ છત્રીસ ગુણ તે કયા કયા એનો જ્યારે વિચાર થાય છે ત્યારે જુદી જુદી રીતે છત્રીસ ગુણ ગણાવવામાં આવે છે. એ રીતે છત્રીસ પ્રકારની છત્રીસી બતાવવામાં આવે છે. એ બધા ગુણોની ગણતરી કરીએ તો ૩૬ x ૩૬ એટલે ૧૨૯૦ ગુણ આચાર્ય મહારાજના થાય. શ્રી પદ્મવિજય મહારાજે લખ્યું છે : શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે; છત્રીશ છત્રીશી ગુણે, શોભિત સમયમાં દાખ્યા રે. શ્રી લક્ષ્મીસૂરિ મહારાજે વીસ સ્થાનકની પૂજામાં આચાર્યપદનો મહિમા ગાતાં કહ્યું છે : બારસે છછું ગુણે ગુણવંતો, સોહમ જંબૂ મહંતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસતા. આમ, પૂર્વાચાર્યોએ છત્રીસ છત્રીસી બતાવી છે. “ગુરુગુણષત્રિશિકત્રિશિકા' નામના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે બતાવવામાં આવ્યું છે. શ્રી ભુવનભાનુસૂરિએ “નવપદ વાચના' નામના પોતાના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી નીચે પ્રમાણે આપી છે. (એમાં સંક્ષેપ ખાતર માત્ર નામોલ્લેખ કર્યો છે એટલે જે ગુણ હોય તે ગ્રહણ કરવાના હોય અને દોષથી મુક્ત થવાનું હોય.) Page #175 -------------------------------------------------------------------------- ________________ નિત્યારસનો સૂર – આચાર્યપદનો આદર્શ ૧૬૫ - (૧) ૪ દેશના, ૪ કથા, ૪ ધર્મ, ૪ ભાવના, ૪ સ્મારણાદિ, ૪ આર્તધ્યાન, ૪ રૌદ્રધ્યાન, ૪ ધર્મધ્યાન, ૪ શુકલધ્યાન. (૨) ૫ સમ્યકત્વ, ૫ ચરિત્ર, ૫ મહાવ્રત, ૫ વ્યવહાર, ૫ આચાર, ૫ સમિતિ, ૫ સ્વાધ્યાય, ૧ સંવેગ. (૩) ૫ પ્રમાદ, ૫ આશ્રય, પ નિદ્રા, ૫ કુભાવના, ૫ ઇન્દ્રિયો, ૫ | વિષયો, ૬ જવનિકાય. (૪) ૬ લેશ્યા, હું આવશ્યક, ૩ દ્રવ્ય, ક દર્શન, ૩ ભાષા, વચનદોષ. (૫) ૭ ભય, ૭ પિંડેષણા, ૭ પાનૈષણા, ૭ સુખ, ૮ મદ. (ક) ૮ જ્ઞાનાચાર, ૮ દર્શનાચાર, ૮ ચારિત્રાચાર, ૮ ગુણ, ૪ બુદ્ધિ. (૭) ૮ કર્મ, ૮ અષ્ટાંગયોગ, ૮ યોગદષ્ટિ, ૮ મહાસિદ્ધિ, ૪ અનુયોગ. (૮) ૯ તત્ત્વ, ૯ બ્રહ્મચર્ય, ૯ નિયાણાં, ૯ કલ્પ (૯) ૧૦ અસંવરત્યાગ, ૧૦ સંકલેશત્યાગ, ૧૦ ઉપઘાત, ૬ હાસ્યાદિ. (૧૦) ૧૦ સમાધિસ્થાન, ૧૦ સામાચારી, ૧૦ કષાયત્યાગ (૧૧) ૧૦ પ્રતિસેવના, ૧૦ શોધિદોષ, ૪ વિનયસમાધિ, ૪ શ્રુતસમાધિ, ૪ તપસમાધિ, ૪ આચારસમાધિ. (૧૨) ૧૦ વૈયાવચ્ચ, ૧૦ વિનય, ૧૦ ક્ષમાદિધર્મ, ૬ અકલ્પનીયાદિ પરિહાર. (૧૩) ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ રુચિ, ૨ શિક્ષા. (૧૪) ૧૧ શ્રાવક પ્રતિમા, ૧૨ વ્રત ઉપદેશક, ૧૩ ક્રિયાસ્થાન ઉપદેશક. (૧૫) ૧૨ ઉપયોગ, ૧૪ ઉપકરણધર, ૧૦ પ્રાયશ્ચિતદાતા. (૧૬) ૧૨ તપ, ૧૨ ભિક્ષુપ્રતિમા, ૧૨ ભાવના. (૧૭) ૧૪ ગુણસ્થાનકમાં નિપુણ, ૮ સૂક્ષ્મોપદેશી, ૧૪ પ્રતિરૂપાદિ ગુણયુક્તતા. (૧૮) ૧૫ યોગ ઉપદેશક, ૩ ગૌરવ, ૩ શલ્ય, ૧૫ સંજ્ઞા. (૧૯) ૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉપાદાન દોષો, ૪ અભિગ્રહ. (૨૦) ૧૬ વચનવિધિજ્ઞ, ૧૭ સંયમ, ૩ વિરાધના. (૨૧) ૧૮ નરદીક્ષાદોષ પરિહાર, ૧૮ પાપસ્થાનક. (૨૨) ૧૮ શીલાંગસહસ્ત્રધારક, ૧૮ બ્રહ્મભેદ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જિનતત્ત્વ (૨૩) ૧૯ કાયોત્સર્ગ, ૧૭ મરણપ્રકાર પ્રકટન. (૨૪) ૨૦ અસમાધિસ્થાનત્યાગ, ૧૦ એષણાદોષ ત્યાગ, ૫ ગ્રાસેષણા દોષ ત્યાગ, ૧ મિથ્યાત્વ. (૨૫) ૨૧ સબલસ્થાનત્યાગ, ૧૫ શિક્ષાશીલ. (૨૬) ૨૨ પરિષહ૧૪ આત્યંતરગ્રંથિ. (૨૭) ૫ વેદિકાદોષત્યાગ, ૬ આરભટાદિદોષ ત્યાગ, ૧૫ પ્રતિલેખના. (૨૮) ૨૭ અણગારગુણ, ૯ કોટિવિશુદ્ધિ (૨૯) ૨૮ લબ્ધિ, ૮ પ્રભાવક (૩૦) ૨૯ પાપશ્રુતવર્જન, ૭ શોધિગુણ. (૩૧) ૩૦ મહામોહ બંધસ્થાન વર્જન, ૬ અંતરંગારિવર્જન. (૩૨) ૩૧ સિદ્ધગુણોનું અનુકીર્તન, ૫ જ્ઞાનનું અનુકીર્તન. (૩૩) ૩૨ જીવરક્ષક, ૪ ઉપસર્ગ વિજેતા. (૩૪) ૩૨ દોષરહિત વંદનાના અધિકારી, ૪ વિકથારહિત. (૩૫) ૩૩ અશાતનાવર્જી, ૩ વર્યાચાર. (૩૬) ૩૨ પ્રકારની ગણિસંપદા, ૪ વિનય. આમ, આચાર્યના છત્રીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. એ આચાર્યના પદનો મહિમા અને ગૌરવ બતાવે છે. આચાર્યના વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ઉ. ત. આચાર્યના ગૃહસ્થાચાર્ય, પ્રતિષ્ઠાચાર્ય, બાલાચાર્ય, નિર્યાપકાચાર્ય, એલાચાર્ય એવા પાંચ પ્રકારો બતાવવામાં આવે છે. તે દરેકની યોગ્યતા, તેમની જવાબદારી અને તેમનું કાર્ય ઈત્યાદિ શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યાં છે. રાજપ્રશ્રીયસૂત્રમાં આચાર્ય ત્રણ પ્રકારના બતાવ્યા છે. કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્ય. સાધુઓમાં આચાર્યનું પદ સર્વોચ્ચ હોવા છતાં તે પદ માનકષાયનું મોટું નિમિત્ત બની શકે છે. એમાંથી જ આચારમાં કેટલીક ત્રુટિઓ આવે છે; ક્યારેક ઉસૂત્ર-પરૂપણા થઈ જાય છે. સ્વયં આચારપાલનમાં અને આચારપાલન કરાવવામાં ન્યૂનાધિકતાનો સંભવ રહે છે. એટલે જ શાસ્ત્રકારોએ આચાર્યના ભિન્નભિન્ન પ્રકારો બતાવ્યા છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ તિત્યારસમો સૂર – આચાર્યપદનો આદર્શ ૧૬૭ સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના આચાર્યો કહ્યા છે : (૧) આંબાના મધુર ફળ જેવા, (૨) દ્રાક્ષના મધુર ફળ જેવા, (૩) ખીરના મધુર ફળ જેવા અને (૪) શેરડી જેવા. આચાર્ય મહારાજ અને એમના શિષ્ય પરિવારની પ્રત્યેકની ન્યૂનાધિક ગુણવત્તાને લક્ષમાં રાખી એક બાજુ શોભાયમાન સાલ વૃક્ષ અને બીજી બાજુ તુચ્છ એવું એરંડાનું વૃક્ષ એ બેની ઉપમા સાથે “સ્થાનાંગસૂત્ર'માં નીચે મુજબ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે – (૧) આચાર્ય સાલવૃક્ષ જેવા એટલે કે ઉત્તમ કૃતાદિ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ છે અને એમનો શિષ્ય પરિવાર પણ સાલ વૃક્ષ જેવો જ શ્રેષ્ઠ છે. (૨) આચાર્ય સાલવૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર એરંડાના વૃક્ષ જેવો શ્રુતાદિ ગુણો વિનાનો છે. (૩) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર સાલવૃક્ષ જેવો છે અને (૪) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે અને એમનો શિષ્ય પરિવાર પણ એરંડાના વૃક્ષ જેવો શુષ્ક અને તુચ્છ છે. બધા આચાર્યો એકસરખા નથી હોતા. કેટલાક તો શાસનનું રક્ષણ કરવાને બદલે શાસનનું અહિત કરે છે. તેઓ તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણમાં અને “સંબોધ પ્રકરણમાં એમને પુરુષ નહીં પણ કાપુરુષ કહ્યા છે : માન મરૂમંતો સો વાપુરિસો, ન જ્યુરિસો | આચાર્યપદનું આટલું બધું ગૌરવ હોવા છતાં જે જે આચાર્ય ભગવંતો પોતાનો અંતિમ કાળ નજીક જાણીને સંથારો-સંલેખના લે છે તેઓ સંઘ સમક્ષ જાહેરમાં અથવા અંગત રીતે પોતાના આચાર્યપદનો ત્યાગ કરે છે. તેઓ વિશુદ્ધ આત્મભાવમાં હોવાથી જિનશાસનની – લોકવ્યવહારની દૃષ્ટિએ અપાયેલા પદથી પર થઈ ગયા હોય છે. કેટલાક મહાત્માઓ પોતાના ઉત્તરાધિકારીને પોતાના સમુદાયની ધુરા વેળાસર સોંપવા માટે પોતાની હયાતીમાં જ આચાર્યપદનો ત્યાગ કરે છે. આચાર્યના પદ ઉપર ઉપાધ્યાયાદિને જ્યારે આરૂઢ કરવામાં આવે છે ત્યારે એ દશ્ય નિહાળવા જેવું હોય છે. જૈન શાસનમાં આચાર્યની પદવીનો મહિમા કેટલો બધો છે તે ત્યારે જોવા મળે છે. જ્યારે નૂતન આચાર્યની પદવી આપવામાં આવે છે અને આચાર્યનું નામાભિધાન જાહેર થાય છે ત્યારે નૂતન આચાર્યને પાટ પર બેસાડી, એમના ગુરુ મહારાજ નીચે ઊતરી, ખમાસમણાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જિનતત્વ દઈ આચાર્ય બનેલા પોતાના ચેલાને વંદન કરે છે. એમાં વ્યક્તિ નહીં પણ પદનો મહિમા છે. ગુરુ મહારાજ પોતાના શિષ્યને વિધિપૂર્વક વંદન કરે એવી જિનશાસનની પ્રણાલિકા અજોડ છે. અન્ય કોઈ ધર્મમાં આવી પ્રણાલિકા નથી. આથી જ શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે : जे माय तायबांधवपमुहेहिंतोऽवि इत्थ जीवाणं । साहंति हिअं कज्जं ते आयरिये नमंसामि ।। [ જે જીવોનું માતા, પિતા તથા વગેરેથી અધિક હિતકાર્ય કરે છે તે આચાર્યોને હું નમસ્કાર કરું છું. ] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આચાર્યપદની પૂજામાં અંતે આ જ ભાવના ભાવી છે તે આપણે ભાવવી જોઈએ : ન તે સુઈ દેઈ પિયા ન માયા, જે દિતિ જીવાણ સૂરીસ – પાયા; તમહા હુ તે ચેવ સયા ભજેહ, જે મુખ્ય સુખાઈ લહુ લહેહ. આચાર્ય ભગવંતના ચરણમાં જે સુખ મળે છે તેવું સુખ તો માતાપિતા પણ આપી શકતાં નથી. એટલે તે ચરણની હંમેશાં સેવા કરો, જેથી મોક્ષસુખ જલદી મળે. શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી આવશ્યકસૂત્રમાં અંતર્ગત “નમસ્કાર નિયુક્તિ'માં આવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા દર્શાવતાં લખ્યું છે : आयरियनमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ।। [ આચાર્યને કરેલો નમસ્કાર જો તે ભાવથી કરવામાં આવ્યો હોય તો તે હજારો ભવથી છોડાવે છે અને તે નમસ્કાર વળી અંતે બોધિલાભ – સમ્યકત્વને આપનારો થાય છે. ] आयरियनमुक्कारो घन्नाण भवक्खयं कृणंताणं । हिअयं अणुम्मुयंतो विसुन्तियावारओ होइ ।। [ભવનો ક્ષય કરવા ઈચ્છતા જે ધન્ય માણસો પોતાના હૃદયમાં આચાર્યને નમસ્કાર કરવાનું છોડતા નથી તેમના દુર્ગાનનું નિવારણ તે અવશ્ય કરે જ છે.] Page #179 -------------------------------------------------------------------------- ________________ તિત્યારનો સૂર – આચાર્યપદનો આદર્શ ૧૬૯ आयरियनमुक्कारो एवं खलु वण्णिओ महत्थु त्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरए बहुस्ते ।। { આ રીતે આચાર્યને કરેલો નમસ્કાર મહાન અર્થવાળો અને મરણ નજીકમાં હોય ત્યારે તે નિરંતર અને બહુ વાર કરવામાં આવે છે. ] आयरियनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं तइ होइ मंगलं ।। [ આચાર્યને કરેલો નમસ્કાર બધાંયે પાપોનો નાશ કરનારો અને બધાં મંગલોમાં આ ત્રીજું મંગલ (પહેલું અરિહંત અને બીજું સિદ્ધ) છે. ] Page #180 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ અપરિગ્રહ’ શબ્દ જૈનોમાં જેટલો પ્રયોજાય છે તેટલો અન્યત્ર પ્રયોજાતો નથી. એનું મુખ્ય કારણ તે જૈન ધર્મમાં સાધુભગવંતોનાં પાંચ મહાવ્રતોમાંનું પાંચમું મહાવ્રત તે “અપરિગ્રહ' છે તથા ગૃહસ્થો માટેનાં પંચ અણુવ્રતમાં પાંચમું અણુવ્રત તે “પરિગ્રહ-પરિમાણ' છે. દુનિયાના અન્ય ધર્મોમાં પણ અકિંચનત્વ, સાદાઈ વગેરે ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં સાદાઈના અર્થમાં poverty'નું વ્રત લેવાય છે. આમ છતાં જૈન ધર્મમાં મુનિ મહારાજોનાં પાદવિહાર, ગોચરી વગેરેમાં અપરિગ્રહનું વ્રત જે રીતે સવિશેષ નજરે પડે છે તેવું બીજે નથી. એમાં પણ દિગંબર મુનિઓ જે પ્રકારનું જીવન જીવે છે તેની તોલે તો અન્ય ધર્મનું કંઈ જ ન આવે. આધુનિક વિકસિત વૈજ્ઞાનિક યુગમાં પણ આદિ માનવ જેવું પ્રાકૃતિક છતાં સુસંસ્કૃત ભવ્ય આધ્યાત્મિક જીવન જીવવું એ તો એક અજાયબી જ ગણાય. પરિગ્રહ અર્થાત્ પરિગ્રહ શબ્દમાં “પરિ’નો અર્થ થાય છે ચારે બાજુથી અથવા સારી રીતે અને ગ્રહનો અર્થ થાય છે પકડેલું. માણસે ધનધાન્ય, માલમિલકત વગેરેને સારી રીતે પકડી રાખ્યાં છે અથવા ધનધાન્ય માલમિલકત વગેરેએ માણસને સારી રીતે પકડી રાખ્યો છે અથવા જકડી રાખ્યો છે એમ અર્થ કરી શકાય. જેનું પરિગ્રહણ થાય તે પરિગ્રહ. જે કોઈ ચીજવસ્તુ ઉપર પોતાપણાનો, માલિકીનો, સ્વકીયતાનો ભાવ થાય તે પરિગ્રહ કહેવાય. જૈન ધર્મ કહે છે કે સુખી થવું હોય તો પરિગ્રહ ઓછો કરો, ઓછો કરતા જ રહો. જો આંતરિક સુખ અનુભવી, મુક્તિના સુખ સુધી પહોંચવું હોય તો પૂલ અને સૂક્ષ્મ એમ બન્ને પ્રકારના મમત્વનો ત્યાગ કરીને અપરિગ્રહી બનો. આખી દુનિયા જ્યારે સુખસગવડનાં સાધનો વધારવા તરફ વધી રહી છે Page #181 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૧ ત્યારે પરિગ્રહ ઓછો કરવાની કે બિલકુલ ન રાખવાની ભલામણ કરવી એ શું અસંગત નથી ? રહેવાની, ખાવાપીવાની, ન્હાવા ધોવાની, હરવાફરવાની, શાળા કોલેજોની, હૉસ્પિટલોની, મનોરંજનનાં સાધનો અને સ્થળોની કેટલીક બધી સુવિધા ઉત્તરોત્તર વધતી જાય છે ! માનવજાત આ પ્રમાણે જે કરે છે તે શું ખોટું કરે છે ? આવા આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. આ પ્રશ્નોના ઉત્તર જુદી જુદી અપેક્ષાએ વિચારવાના રહે છે. જે લોકો પૂર્વજન્મ કે પુનર્જન્મમાં માનતા નથી અથવા આત્મા જેવા તત્ત્વમાં જ માનતા નથી અને પોતાને મળેલા જીવનને માત્ર ઐહિક દૃષ્ટિથી કષ્ટરહિત તથા સુવિધાવાળું અને ઈન્દ્રિયાર્થ સુખભોગવાળું બનાવવામાં માને છે તેવા લોકોને તો પરિગ્રહમાં સુખ છે એવી માન્યતા જ સાચી અને યોગ્ય લાગવાની. કેવળ સામાજિક અને સાંસારિક દૃષ્ટિથી શારીરિક કષ્ટ વિનાના સગવડતાભર્યા જીવનનો વિચાર કરનારાઓનો અભિગમ પણ જુદો રહેવાનો. પરંતુ ધાર્મિક અને નૈતિક દૃષ્ટિથી વિચારનારાઓનું દૃષ્ટિબિંદુ તેનાથી થોડું અલગ રહેવાનું અને જેઓએ સંસારના સ્વરૂપનું, જડ અને ચેતનના ભેદનું, જીવની અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું શ્રદ્ધાપૂર્વક ચિંતનમનન અને અનુભાવન કર્યું છે તેઓનું પરિગ્રહ વિશેનું દૃષ્ટિબિંદુ તદ્દન અનોખું રહેવાનું. જૈન ધર્મે અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જે ભાર મૂક્યો છે તે આ આધ્યાત્મિક દૃષ્ટિએ જ છે. અલબત્ત એથી વૈયક્તિક અને સામુદાયિક સ્તરે, સમાજિક દૃષ્ટિએ પણ લાભ તો રહેલો જ છે. સામાજિક દૃષ્ટિએ વિચારીએ તો પરિગ્રહની વૃદ્ધિથી જો સમાજમાં આર્થિક અસમાનતા Economic Disparity આવે તો પ્રજાનો એક વર્ગ અમનચમન કરતો રહે અને બીજો વર્ગ કચડાતો, શોષાતો રહે. જે વર્ગનું શોષણ થાય તે વર્ગની પ્રતિક્રિયા થયા વગર ન રહે. જ્યાં આર્થિક ભેદભાવ હોય ત્યાં સામાજિક ભેદભાવ આવ્યા વગર ન રહે. આર્થિક તનાવને કારણે વર્ગવિગ્રહ 414. social discrimination may lead to social conflict. qull 4tzinft એ એક પ્રકારની શક્તિ છે. તે બીજાને દબાવવામાં, દબડાવવામાં, શોષણ કરવામાં, પરાધીન બનાવવામાં વપરાયા વગર રહેતી નથી. આર્થિક સત્તા રાજદ્વારી સત્તાને ખેંચી લાવે છે. એક વ્યક્તિ, પ્રજાનો એક વર્ગ, એક સમાજ કે એક રાષ્ટ્ર આર્થિક રીતે અત્યંત સબળ બનતાં નિર્બળ ઉપર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે. economic power brings political Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિનતત્ત્વ domination. આમ, વધતા જતા પરિગ્રહના અનર્થો અને અનર્થોની પરંપરાને મર્યાદા રહેતી નથી. પરિગ્રહનાં દૂષણો અને ભયસ્થાનો તરત નજરે પડે એવાં ન હોય તો પણ જેઓ દૂરગામી અને ગહનવ્યાપક ચિંતન કરે છે તેઓને તો એ તરત સમજાય એમ છે. એટલે જ જૈન ધર્મ પરિગ્રહનાં અનિષ્ટ સામાજિક પરિબળોને પારખીને અને તેથી પણ વિશેષ તો આત્માનું અહિત કરવાની તેની લાક્ષણિકતાને સમજીને પરિગ્રહ પરિમાણના અને અપરિગ્રહના વ્રતની ભલામણ કરી છે. એની પાછળ સ્વાનુભવપૂર્વકનું ઊંડું આત્મચિંતન રહેલું છે. જો પરિગ્રહમાં જ સઘળું સુખ રહ્યું હોય તો તીર્થંકર પરમાત્માના જીવ એવા ક્ષત્રિય રાજવીઓએ, છ ખંડના ધણી એવા ચક્રવર્તીઓએ રાજપાટ છોડીને દીક્ષા ધારણ ન કરી હોત. ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં કેટલાયે શ્રીમંત માણસોએ ગૃહત્યાગ કરી મુનિપણું સ્વીકાર્યું છે. ભૌતિક સમૃદ્ધિનો પણ માણસને થાક લાગે છે. અને આત્મિક સુખની વાત સમજાતાં કે તેવો અનુભવ થતાં પરિગ્રહની અનિત્યતા અને નિરર્થકતા પ્રતીત થાય છે. એટલા માટે જૈન ધર્મમાં પરિગ્રહની વિચારણા બહુ સૂક્ષ્મ અને ગહન દૃષ્ટિથી કરવામં આવી છે. પરિગ્રહની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે : પ્રશ્ન વ્યાકરણની ટીકામાં કહ્યું છે : રાત રતિ રિપ્રઢ: I (જેનું પરિગ્રહણ એટલે સ્વીકાર કરવામાં આવે છે તે પરિગ્રહ.). તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : મૂછ પરિપ્રદ: (મૂચ્છ એ પરિગ્રહ છે). સ્વાર્થસિદ્ધિ માં કહ્યું છે : નમવષયો યદ્વિપ સંગ: રદ: | (લોભ કષાયના ઉદયથી વિષયોનો સંગ થાય તેને પરિગ્રહ કહેવામાં આવે છે.). સ્વાર્થસિદ્ધિમાં વળી કહ્યું છે : મને યુનિફળ: પરપ્રદ: I (“આ મારું છે' એવું જ્યાં બુદ્ધિલક્ષણ હોય ત્યાં તે પરિગ્રહ છે.) સમયસારની “આત્મખ્યાતિ' ટીકામાં કહ્યું છે : રૂછા રગ્રહ: I (ઇચ્છા એ જ પરિગ્રહ છે.) આ વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે જૈન ધર્મમાં “પરિગ્રહના પૂલ સ્વરૂપની અને સૂક્ષ્મ સ્વરૂપની વિગતે વિચારણા કરવામાં આવી છે. પરિગ્રહના પ્રકારો જુદી જુદી અપેક્ષાએ જે જુદા જુદા બતાવવામાં આવ્યા છે એમાં સ્કૂલ અને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર થયો છે. પરિગ્રહના મુખ્ય બે પ્રકાર કહ્યા છે : (૧) બાહ્ય પરિગ્રહ અથળા સ્થૂલ પરિગ્રહ અને (૨) આત્યંતર પરિગ્રહ અથવા સૂક્ષ્મ પરિગ્રહ. Page #183 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૩ - બાહ્ય પરિગ્રહ મુખ્ય નવ પ્રકારના બતાવવામાં આવે છે : (૧) ધન રોકડ નાણું તથા તે પ્રકારની વસ્તુઓ, (૨) ધાન્ય અનાજ, (૩) ક્ષેત્ર જમીન, ખેતર વગેરે, (૪) વાસ્તુ – ઘર, દુકાન ઈત્યાદિ માટે મકાનો, વગેરે, (૫) સુર્વણ – સોનું, (૬) રજત – રૂપું, (૭) કુપ્પ સોનાચાંદી સિવાયની ધાતુઓ તથા પદાર્થો અને તેમાંથી બનાવેલાં વાસણ, રાચરચીલું, ઉપકરણો વગેરે, (૮) દ્વિપદ બે પગવાળાં પક્ષીઓ, દાસદાસીઓ વગેરે (અથવા બે પૈડાવાળાં વાહનો વગેરે) અને (૯) ચતુષ્યપદ – ચાર પગવાળાં પાળેલાં પશુઓ – ગાય, બળદ, ભેંસ, બકરી વગેરે અથવા ચાર પૈડાવાળાં વાહનો. – — — ― આમ, બાહ્ય પરિગ્રહનું વર્ગીકરણ આ મુખ્ય નવ પ્રકારમાં કરવામાં આવ્યું છે. સાદી સમજ માટે આ વર્ગીકરણ છે. એમાં એકાદબે પ્રકાર ભેગા પણ કરી શકાય અને એમાં બીજા ઉમેરી પણ શકાય. બદલાતી જતી જીવનશૈલી અનુસાર એમાં વધઘટ કરી શકાય. -- આપ્યંતર અથવા સૂક્ષ્મ પરિગ્રહ ચૌદ પ્રકારના છે. ચાર કષાય અને નવ નોકષાય એમ તેર પ્રકાર અને એમાં સાથે મિથ્યાત્વ ઉમેરાતાં ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે : (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લોભ, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અતિ, (૮) ભય, (૯) શોક, (૧૦) જુગુપ્સા, (૧૧) સ્ત્રીવેદ, (૧૨) પુરુષવેદ, (૧૩) નપુંસક વેદ અને (૧૪) મિથ્યાત્વ. બાહ્ય પરિગ્રહ કરતાં આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવાનું કઠિન છે. નિર્ધન માણસ પાસે કશું જ ન હોય છતાં ધનવાન બનવાની અને ચીજવસ્તુઓનું સુખ ભોગવવાની વાસના એનામાં તીવ્ર હોઈ શકે છે. એટલે જ ચીજવસ્તુઓ નહીં પણ એને ભોગવવાની ઈચ્છા, એ ગમવાનો ભાવ, એના પ્રત્યેની આસક્તિ એ મૂÁરૂપ છે અને એ જ વસ્તુત: પરિગ્રહ છે. અલબત્ત, ભોગોપભોગની સામગ્રી વચ્ચે રહેવું અને મૂર્છા ન હોવી એવું તો દીર્ધ સાધના વગર શક્ય નથી. બીજી બાજુ બાહ્ય ત્યાગ બધો જ કર્યો હોય છતાં મનમાં વાસના હોય તો ત્યાં મૂર્છા છે જ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે માત્ર કાંચળી ઉતારી નાખવાથી સાપ નિર્વિષ થતો નથી. ભગવતી સૂત્રમાં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે : Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જિનતત્ત્વ तिविहे परिग्गहे पण्णत्ते, तं जहा कम्म परिग्गहे, सरीर परिग्गहे, बाहिर भंडमत्त-परिग्गहे । (પરિગ્રહના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે (૧) કર્મ-પરિગ્રહ, (૨) શરીરપરિગ્રહ અને બાહ્ય ભંડમાત્ર એટલે કે વાસણ વગેરે બાહ્ય ઉપકરણો, સાધનો ઈત્યાદિરૂપી પરિગ્રહ तपः श्रुतपरिवारां शमसाम्राज्यसंपदम् । परिग्रह-ग्रहग्रस्तास्त्यजेयुर्योगिनोऽपि हि ।। (પરિગ્રહરૂપી ગ્રહથી જ્યારે યોગીજનો ગ્રસ્ત થાય છે ત્યારે તેઓ તપ, શ્રુત ઈત્યાદિના પરિવારરૂપી શમસામ્રાજ્યની લક્ષ્મીનો પણ ત્યાગ કરી દે છે.) એક વખત મોટા મોટા મહાત્માઓ પણ પરિગ્રહમાં જ્યારે આસક્ત થાય છે ત્યારે તેઓ એમાં ધીમે ધીમે એવા લપેટાતા જાય છે કે વખત જતાં તેઓને પોતાનાં તપ-ત્યાગ તથા જ્ઞાન- ધ્યાનની ઉપાસનામાં પણ રસ રહેતો નથી. પરિગ્રહ માટે તેઓ તે બધું છોડવા તૈયાર થઈ જાય છે. પરિગ્રહની આસક્તિ માણસને મોહાંધ અથવા મૂઢ બનાવી દેવાની શક્તિ ધરાવે છે. એવી આસક્તિનો પ્રતિકાર કરવા માટે ભારે મનોબળની અપેક્ષા રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'ના અષ્ટકમાં કહ્યું છે : न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । __ परिग्रह ग्रह कोऽयं विडम्बित जगत्त्रयः ।। (જે રાશિથી પાછો ફરતો નથી, વક્રતાનો ત્યાગ કરતો નથી અને જેણે ત્રણ જગતની વિડંબના કરી છે એવો આ પરિગ્રહ તે કેવો ગ્રહ છે ?) બધા ગ્રહો આકાશમાં એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કે છે, પરંતુ પરિગ્રહરૂપી ગ્રહ તો રાશિમાંથી બહાર નીકળી શકતો નથી. અહીં “રાશિ' શબ્દમાં શ્લેષ રહેલો છે. આકાશની રાશિ ઉપરાંત રાશિ એટલે ધનસંપત્તિની રાશિ. વળી બીજા ગ્રહો માર્ગ અર્થાત્ સરળ ગતિવાળા થાય છે, પરંતુ પરિગ્રહ હંમેશાં વક્રદૃષ્ટિવાળો હોય છે. તે ત્રણ જગતને પીડા કરે છે. આકાશમાં ગ્રહ નવ છે : (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) મંગળ, (૪) બુધ, (૫) ગુરુ, (૬) શુક્ર, (૭) શનિ, (૯) કેતુ. એટલે પરિગ્રહને એક ગ્રહ તરીકે ઓળખાવવો હોય તો તેને દસમું સ્થાન આપવું પડે. એટલે જ “દસમો ગ્રહ તે પરિગ્રહ' એમ કહેવાય છે. (સંસ્કૃતમાં કમાતા રસમ ગ્રહ: I જમાઈ દસમો ગ્રહ Page #185 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૫ છે એમ જમાઈ માટે પણ કહેવાયું છે) સર્વ ગ્રહોમાં પરિગ્રહ નામના ગ્રહની ગતિ વાંકી અને વિચિત્ર હોય છે. પરિગ્રહથી દ્વેષનો ઉદ્ભવ થાય છે, ધીરજનો અંત આવે છે. તે ક્ષમાને બદલે અસહિષ્ણુતા જન્માવે છે. એનાથી અહંકાર પેદા થાય છે, શુભ ધ્યાન હણાય છે અને વ્યગ્રતાને અવકાશ મળે છે. આમ, પરિગ્રહ એટલે પાપનું નિવાસસ્થાન. ડાહ્યા માણસ માટે તો પરિગ્રહ ગ્રહની જેમ કલેશ અને નાશનું મોટું નિમિત્ત બને છે. કહ્યું છે : प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव कलेशाय नाशाय च । વર્તમાન સમયમાં ભોગોપભોગની અનેક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન સતત થતું રહે છે. Consummerism અર્થાતુ ઉપભોક્તાવાદ એટલે કે લોકોને જાતજાતની ચીજવસ્તુઓ વાપરતા કરી દેવા એ સાંપ્રત જીવનરીતિનું એક મહત્ત્વનું અંગ બની ગયું છે. પરંતુ પરિગ્રહ વધારનાર માણસોને તેની જાળવણીમાં, સંરક્ષણમાં જીવનનો કેટલો બધો કિંમતી સમય આપવો પડે છે તે તો અનુભવે વધુ સમજાય એવી વાત છે. સારી નવીનકોર વસ્તુ ઘરમાં રાખી મૂકી હોય તો અલ્પ કાળમાં જ તે જૂના જેવી થઈ જાય છે. ઘરવખરીમાં જીવાત થાય છે. ઉધઈ, વાંદા વગેરે થાય છે. તે માટેની સાફસૂફીમાં, રંગરોગાનમાં ઠીક ઠીક સમય આપવો પડે છે. નવું સરસ મકાન બાંધ્યું હોય અને પાંચસાત વરસ તે ખોલ્યું ન હોય તો તરત રહેવા જેવું રહેતું નથી. સાફસૂફી કરવી જ પડે છે. એમાં સૂક્ષ્મ જીવહિંસા રહેલી જ છે. વળી વપરાયા વગર નવી વસ્તુ બગડી જતાં ફેંકી દેવાનો પ્રસંગ આવે છે ત્યારે જીવ બળે છે અને મનના અધ્યવસાયો બગડે છે એ તો વળી વધારામાં. સમજુ માણસ જો વખતોવખત પોતાની ઘરસામગ્રીનું પુનરાવલોકન કરીને એમાંથી યથોચિત વિર્સજન કરતો રહે, શક્ય હોય તો દાનમાં આપતો રહે તો એથી પાપને બદલે પુણ્યનું ભાથું બંધાય અને એથી જીવનનો બચેલો અમૂલ્ય સમય ધર્મધ્યાનાદિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. વ્રતધારી સાધુભગવંતોને પોતાને માટે કેટલો બધો સમય મળે છે એનો વિચાર કરીને એમાંથી પોતાના પરિગ્રહના વિસર્જન વિશે આપણે પાઠ મેળવવો જોઈએ. સંપત્તિ તાત્ત્વિક દૃષ્ટિએ તો વિપત્તિ જ છે. તે પતનનું નિમિત્ત બને છે. વધુ પડતી સંપત્તિમાંથી જન્મતી સમસ્યાઓને કારણે કેટલાયને આપઘાત કરવો પડે છે, કેટલાયને જેલમાં જવું પડે છે, કેટલાયને હૃદયરોગની બીમારીને કારણે મૃત્યુને શરણે જવું પડે છે, તો કેટલાય અસ્થિર મગજના કે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જિનતત્ત્વ ગાંડા જેવા થઈ જાય છે. કેટલાંયે કટુંબોમાં કસંપ વેરઝેરનાં બી વવાય છે. એટલા માટે માણસે પોતાની સંપત્તિમાંથી વખતોવખત સુપાત્રે દાન આપી વિસર્જન કરતા રહેવું જોઈએ. આ કાર્યને શાસ્ત્રમાં “શાન્તિકવિધિ' કહેવામાં આવે છે. ગૃહસ્થોના જીવનમાં આ “શાન્તિકવિધિ' વણાઈ જવી જોઈએ. માણસે સ્થૂલ પરિગ્રહ ન વધારવો જોઈએ, એટલું જ નહીં, પરિગ્રહ વધારવાની વૃત્તિ પણ ન રાખવી જોઈએ. પરિગ્રહની વૃદ્ધિ માટેની અભિલાષા પણ દોષરૂપ છે. પોતાની પાસે ધનસંપત્તિ ઓછાં હોય અને તે વધુ મળે એવાં સ્વપ્ન માણસ સેવે તથા એ ભોગવવા માટેના મનોરથ સેવે એ પણ એક પ્રકારની મૂછ જ છે. એવી મૂછ પણ બીજાની સાથે વેર બંધાવે છે. માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાતથી વધુ સંપત્તિ રાખે તો તેથી ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે. ક્યારેક તો માણસ જાણે બીજા માટે જ પરિગ્રહ વધારતો હોય એવું બને છે. એક કવિએ એક રાજાને કહ્યું હતું, “હે રાજન ! તારે આટલો બધો પરિગ્રહ હોવા છતાં, જાતજાતનાં વસ્ત્રો, રાણીઓ, ભોજન, હોવા છતાં એકી સમયે માત્ર બે ત્રણ વસ્ત્ર, એક શય્યા, એક આસન, એક રાણી, પેટ ભરાય એટલું અન્ન-ફક્ત આટલું જ તારું છે. બાકીનું બીજાના માટે છે.' અસંતોષ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, અવિશ્વાસ, આરંભ (હિંસા) ઈત્યાદિ પરિગ્રહનાં ફળ છે. તે દુ:ખનું કારણ બને છે. પરિગ્રહની તૃષ્ણા જાગે છે ત્યારે માણસ વિવેકશક્તિ ગુમાવી દે છે. નિર્ધન પંડિતો ધનની લાલસા માટે નીચ માણસોની અતિશયોક્તિભરી પ્રશંસા કરતાં અચકાતા નથી. જ્યાં અતિધન છે ત્યાં ભોગવિલાસ આવે છે. જુગાર, મદિરા, પરસ્ત્રીગમન ઈત્યાદિ પ્રકારનાં વ્યસનો આવે છે, કારણ કે પૈસે પહોંચાય છે. પરંતુ એ જ વ્યસનો માણસોને આ જીવનમાં અધોગતિમાં લઈ જાય છે અને ભવાન્તરમાં દુર્ગતિમાં લઈ જાય છે. પોતાનો વિવિધ પ્રકારનો પરિગ્રહ અંતિમ કોટિ સુધી વધારવાનો પ્રયાસ છતાં માણસ સુખી ન થાય એનાં દૃષ્ટાંત આપતાં યોગશાસ્ત્ર'માં હેમચંદ્રાચાર્યે કહ્યું છે : तृप्तो न पुत्रैः सगरः, कुचिकर्णो न गोधनैः । न धान्यैस्तिलक श्रेष्ठी, न नन्द कनकोत्करैः ।। સગર ચક્રવર્તીને ૯૬000 રાણી હતી. એમને પુત્રો થતા જ ગયા, છતાં Page #187 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૭ એથી સગર ચક્રવર્તીને સંતોષ થયો નહોતો. સાઠ હજાર દીકરાઓ થયા, પરંતુ એ બધા ગંગાની નહેર ખોદવા ગયા ત્યારે નાગરાજાએ તેઓને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. પોતાની હયાતીમાં જ પોતાના બધા પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળવાનો વખત સગર ચક્રવર્તીને આવ્યો હતો. કુચીકર્ણ નામના માણસ પાસે એક લાખ કરતાં વધુ ગાયો હતી, પણ એ ગાયોની વ્યવસ્થાની ચિંતામાં અને એ ગાયોનું દુધ, દહીં, માખણ, ઘી વગેરે ખા ખા કરવામાં કચીકર્ણ હૃદયરોગથી મૃત્યુ પામ્યો હતો. તિલક નામનો શ્રેષ્ઠી શિયાળામાં સસ્તા ભાવે અનાજ લઈ ઉનાળામાં મોઘા ભાવે વેચતો. ઠેર ઠેર એના કોઠારો હતા. એક વખત દુકાળ પડશે એવી આગાહી સાંભળી એણે ઘણું અનાજ ભરી લીધું. પરંતુ તે વર્ષે દુકાળને બદલે અતિવૃષ્ટિ થતાં એના બધા કોઠારોમાં પાણી ભરાઈ ગયું અને અનાજ સડી ગયું. એથી તિલક શ્રેષ્ઠી ગાંડા જેવો થઈ ગયો હતો. નંદ રાજાને સોનું એકઠું કરવાની ઘેલછા લાગી હતી. નાનો ડુંગર થાય એટલું સોનું એણે ભેગું કર્યું, પણ પછી રાત-દિવસ એની સાચવણીની, સંરક્ષણની ચિંતામાં જ એનું હૃદય બંધ પડી ગયું હતું. એટલે પરિગ્રહની બાબતમાં સંતોષ મોટું ધન બને છે. અતિ લોભી માણસનું મગજ ભમવા લાગે છે. પ્રતિમાનમૂતચ વ મમતિ મસ્ત ! જે માણસનો નવાણુના ચક્કરમાં પગ પડે છે તેની મતિ ઠેકાણે રહેતી નથી. કેટલાક તો મૃત્યુના મહેમાન બની જાય છે. એટલે જ હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે પરિગ્રહમાં ત્રસરેણુ જેટલો પણ ગુણ નથી અને દોષો પર્વત જેટલા છે. એટલે જ ધન્ના, શાલિભદ્ર, જંબૂકુમાર જેવા ધનાઢ્યો અઢળક ધન-સંપત્તિ છોડીને સંયમના માર્ગે ચાલી નીકળ્યા હતા. ભગવાન મહાવીરે કહ્યું છે : રિપાનિવિદ્યા વેરું ફેસ પદ્ધ 1 (સૂત્રકૃતાંગસૂત્ર). જે માણસ પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાઓનું વેર વધારે છે. સ્થૂલ પરિગ્રહ એટલે ધનસંપત્તિ વગેરે. તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, બગડી જવાનો, ખોવાઈ જવાનો ભય તેની સાથે સંકળાયેલો રહે છે. એ માટે સાવચેતીનાં પગલાં લેવાં પડે છે. એથી બીજાના મનમાં શંકા, અવિશ્વાસ, ઈર્ષા, દ્વેષ, અપ્રીતિ વગેરે પ્રકારના ભાવો જન્મે છે. એમાંથી વેરવિરોધ અને ઝઘડા થાય છે. સમાજના એક વર્ગને ખાવાને પૂરતું ન મળતું હોય અને બીજા વર્ગનો એંઠવાડ કચરામાં ઠલવાતો હોય ત્યારે અસમાનતામાંથી દ્વેષભાવ અને વેર જન્મવાની શક્યતા રહે છે. એટલે જ પરિગ્રહ વધારનારી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જિનતત્ત્વ વ્યક્તિ પોતે જ પોતાના તરફ પોતાના પરિગ્રહ દ્વારા બીજાના વેરનું નિમિત્ત બને છે. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો સ્થૂલ પરિગ્રહરૂપી પુગલનું ચૈતન્ય સાથેનું વેર તો અનાદિકાળથી ચાલ્યું આવે છે. એટલે જે જીવ પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતાનું જ અહિત કરે છે. ઇચ્છા, આસક્તિ, વાસના, અભિલાષા ઇત્યાદિ આત્માના શત્રુઓ છે. એટલે જે જીવ સૂક્ષ્મ પરિગ્રહનો ત્યાગ નથી કરી શકતો તે પોતાના આત્મા સાથે જ વેર બાંધે છે. પરિગ્રહના પૂલથી સૂક્ષ્મ સુધીના ચાર મુખ્ય પ્રકારો “ક” અક્ષરથી શરૂ થતા બતાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે : કંચન, કામિની, કાયા અને કષાય. આ ચારે અનુક્રમે લેવાનાં છે. કંચન એટલે સોનું અર્થાત્ ઝવેરાત. વિશાળ અર્થમાં ધનસંપત્તિ, માલમિલકત, ચીજવસ્તુઓ વગેરે. કામિની એટલે પત્ની. વિશાળ અર્થમાં પત્ની, પુત્રાદિનો પરિવાર અન્ય સ્વજનો, સંબંધીઓ વગેરે. કાયા એટલે પોતાનું શરીર અને કષાય એટલે મનમાં ઊઠતા ક્રોધાદિ ભાવો તથા અશુભ અધ્યયવસાયો. આ ચારેમાં ધનસંપત્તિ છોડવાં સહેલાં છે, પણ સ્વજનો વગેરેને છોડવાં એટલાં સહેલાં નથી. અન્ય અપેક્ષાએ પુત્રપરિવારનો ત્યાગ સહેલો છે પણ પોતાની કાયાની મમતા છોડવી દુષ્કર છે. સમર્થ માણસો કાયાના લાલનપાલનથી પર થઈ શકે છે, એની મમતા છોડી શકે છે, પણ મનમાં ચાલતા વાસનાના વિકારોને, એષણાઓને, ક્રોધાદિ કષાયોને ત્યજી શકતા નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો ચિત્તમાં ઉદ્ભવતા ક્રોધાદિ કષાયો એ પણ એક પ્રકારનો આત્યંતર પરિગ્રહ છે. એમાંથી પણ સાધકે મુક્ત થવાનું છે. આમ કંચન, કામિની, કાયા અને કષાય એ ચારે સ્થૂલથી સૂક્ષ્મ સુધીના સર્વ પરિગ્રહો ત્યજીને પરિગ્રહમુક્ત, અપરિગ્રહી બનવાનું છે. તેમ ન થાય ત્યાં સુધી પરિગ્રહનું પરિમાણ કરવું, એની પાકી મર્યાદા બાંધી લેવી બહુ જરૂરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે : असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ।। (પરિગ્રહ, અસંતોષ, અવિશ્વાસ અને આરંભ ઇત્યાદિ દુ:ખનાં કારણરૂપ છે તથા મૂચ્છનું ફળ છે એમ સમજીને એના ઉપર નિયંત્રણ કરવું જોઈએ એટલે કે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ.) પરિગ્રહ માટેની તૃષ્ણાનો કોઈ અંત નથી. નવી સુંદર આકર્ષક વસ્તુ જોતાં માણસને તે મેળવવાનું અને વાપરવાનું મન થાય છે. પરંતુ મનુષ્ય Page #189 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૯ પોતાની આવી વૃત્તિને સંયમમાં રાખવાની જરૂ૨ છે. એ એના જ હિતમાં છે. જે માણસ ‘અવિભાગી' છે એટલે કે પોતાનામાંથી બીજાને કશું આપતો નથી તથા જે ‘અપ્રમાણભોગી’ છે એટલે કે મર્યાદા બહારનો ભોગવટો કરે છે તેની સદ્ગતિ નથી. આથી જ જૈન ધર્મમાં પરિગ્રહની મર્યાદાનાં પચ્ચખ્ખાણ લેવામાં આવે છે. કહ્યું છે : પરિગ્રહ: I संसारमूलमारम्भास्तेषां हेतु तस्मादुपासकः कुर्यात् अल्पमल्पं परिग्रहम् ।। સંસારનું મૂળ આરંભ છે. આરંભનું મૂળ પરિગ્રહ છે. માટે ઉપાસકે અલ્પમાં અલ્પ પરિગ્રહ રાખવો જોઈએ. પરિગ્રહ-પરિમાણવ્રતનું જો બરાબર પાલન ન થાય તો દોષ લાગે છે. આ વ્રતમાં મુખ્ય નવ પ્રકારના પરિગ્રહ બતાવવામાં આવ્યા છે : ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપું, સુવર્ણ, અન્ય ધાતુ, દ્વિપદ અને ચતુષ્પદ, આ દરેક માટે જે મર્યાદા બાંધી હોય તે મર્યાદા જાણતાંઅજાણતાં લોપવી તે અતિચાર છે. [ આ નવ પ્રકારના વિકલ્પે પાંચ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) ધન-ધાન્ય, (૨) સોનું ચાંદી, (૩) ક્ષેત્રવાસ્તુ, (૪) દ્વિપ- અતુષ્પદ અને (૫) કુષ્ય એમ પાંચ પ્રકાર ગણીને એના પાંચ પ્રકારના અતિચાર પણ બતાવવામાં આવે છે. ] પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર આ રીતે પણ બતાવવામાં આવે છે : (૧) પ્રયોજન કરતાં વધારે વાહનો (પશુ જોડીને ચલાવાતાં કે યંત્રથી ચાલતાં વાહનો) રાખવાં, (૨) જરૂર કરતાં વધુ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો, (૩) બીજાનો વૈભવ જોઈ આશ્ચર્ય, ઈર્ષ્યા, ખેદ ઇત્યાદિ કરવાં, (૪) બહુ લોભ કરવો અને (૫) નોકરચાકર પાસે વધુ શ્રમ કરાવી શોષણ ક૨વું અથવા ઠરાવેલા ભાવ કરતાં વધુ પડાવી લેવું કે ઓછું આપવું. આ પ્રકારના પાંચ અતિચારમાં મનની અંદર પડેલી પરિગ્રહવૃત્તિ કે પરિગ્રહ પ્રત્યેની આસક્તિની વિશેષ વિચારણા કરવામાં આવી છે અને તેના પ્રતિક્રમણ માટે ભલામણ કરવામાં આવી છે. ‘વંદિત્તુ’ સૂત્રમાં કહ્યું છે : धणधन्नखित्तवत्यु रूप्प सुवन्नेअ कुविअ परिमाणे । दुपये चउपयम्मि पडिक्कमे देसिअं सव्वं ।। ‘ધન, ધાન્ય, ક્ષેત્ર (ભૂમિ) વાસ્તુ (ઘર વગેરે), રૂપું, સુવર્ણ, કુપ્પ (કાંસુતાંબું વગેરે ધાતુ), દ્વિપદ (મનુષ્ય, પક્ષી વગેરે), ચતુષ્પદ (પ્રાણી ગાય, ભેંસ, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જિનતત્ત્વ બકરી, બળદ), એમ પોતાના પરિગ્રહ-પરિમાણને વિશે જે કંઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું.' પરિગ્રહ – પરિમાણનું વ્રત શ્રાવકે લેવું જોઈએ. પરંતુ અનુભવી ગૃહસ્થો અને સાધુ ભગવંતો કહે છે કે શ્રાવકે પોતાની જરૂરિયાત અને જવાબદારીનો અને ભવિષ્યમાં વધતા જતા ખર્ચનો પરિપક્વ વિચાર કરીને પછી જ પરિગ્રહની મર્યાદાનું વ્રત લેવું જોઈએ. પોતે બાંધેલી મર્યાદા કરતાં માણસે વધુ ન કમાવું જોઈએ અને કમાણી થવાની જ હોય તો તે ધર્માર્થે વાપરવી જોઈએ એવી સમજણથી કેટલાક માણસો પરિગ્રહ પરિમાણનું વ્રત લે છે ખરા, પણ પછી વેપારધંધો છોડી શકતા નથી અને મર્યાદા કરતાં વધારે આવક થાય છે ત્યારે તે સ્વજનોના નામે ચડાવી દે છે, પણ વસ્તુત: તે પોતાની જ હોય છે અને એના ઉપર તેઓ સત્તા ભોગવતા રહે છે. કેટલાક બીજાના નામથી વેપાર કરી એ પ્રકારે મેળવેલી આવકને સાધનસંપત્તિમાં પરિવર્તિત કરી પોતે જ ભોગવતા રહે છે. આ એક પ્રકારનો માયાચાર છે, દોષ છે. અન્ય પક્ષે કેટલાક પોતાની આવક અને સંપત્તિની મર્યાદા બાંધી દીધા પછી અચાનક થયેલા નુકસાનને કારણે, અણધાર્યા મોટા ખર્ચને કારણે કે વધતી જતી મોંઘવારીને કારણે જીવનનિર્વાહ બરાબર ન થતાં પોતે લીધેલું વ્રત તોડે છે, એમાંથી છટકબારી કે અપવાદ શોધે છે અથવા વ્રત માટે વારંવાર અફસોસ કરતા રહે છે. એટલા માટે જ પરિગ્રહ પરિમાણનું વ્રત શ્રાવક, સ્વજનોની, અનુભવીઓની સલાહ લઈને ટૂંકા કે લાંબા ગાળાની સમયમર્યાદા અનુસાર એવી રીતે લેવું જોઈએ કે જેથી વ્રતભંગનો કે સૂક્ષ્મ દોષનો પણ અવકાશ ન રહે અને ઉમંગભેર વ્રત પાળી શકાય. અલબત્ત, માણસે વ્રતભંગની બીકે વ્રત લેતાં અટકવું ન જોઈએ. કોઈ માણસ વર્ષે પચ્ચીસ હજાર રૂપિયા પણ કમાતો ન હોય અને તે પરિગ્રહ-પરિમાણનાં એવાં પચ્ચખાણ લે કે પોતે વર્ષે પાંચ લાખથી વધારે ન કમાવા. તો આવું પચ્ચખ્ખાણ શું મજાક જેવું હાસ્યાસ્પદ ન લાગે ? અલબત્ત, એ માટે એમ કહેવાયું છે કે માણસે પોતાની શક્તિ અને સંજોગોનુસાર ઔચિત્યપૂર્ણ પચખાણ લેવું જોઈએ. પરંતુ કોઈ અવાસ્તવિક લાગે એવી મર્યાદા રાખવા ઇચ્છતો હોય તો ભલે રાખે. શાસ્ત્રકારો કહે છે કે મર્યાદા ન રાખવા કરતાં મર્યાદા રાખવી એ ઉત્તમ છે. એથી ઇચ્છાનું પરિમાણ થશે, ઇચ્છા સંયમમાં રહેશે, પોતાના પચ્ચખાણ માટે સભાનતા રહેશે અને તે કરતાં વધુ મેળવવાની ઇચ્છા રહેશે નહીં. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ દસમો ગ્રહ પરિગ્રહ શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાં નવમી પ્રતિમા તે પરિગ્રહત્યાગ નામની પ્રતિમા છે. પૂર્વેની આઠ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે પરિગ્રહનું પરિમાણ કર્યું હોય છે એટલે કે એની મર્યાદા બાંધી લીધી હોય છે. એમાં એ પોતાની બાંધેલી મર્યાદા પ્રમાણે ધન, સોનું, રૂપું વગેરે રાખી શકે છે. હવે આ નવમી પરિગ્રહત્યાગ પ્રતિમામાં તે શ્રાવક સોનું રૂપું કે અન્ય પ્રકારની ધનસંપત્તિ રાખી શકતો નથી. આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક વસ્ત્રરૂપી બાહ્ય પરિગ્રહ ધારણ કરી શકે છે, પરંતુ વસ્ત્રમાં પણ એને મમતા હોવી ન જોઈએ. ધનસંપત્તિને પરિગ્રહ તરીકે ઓળખવવામાં આવે તે યોગ્ય છે, પણ ધાર્મિક ઉપકરણો રાખવામાં શો વાંધો છે? પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એમાં પણ વિવેક જાળવવો જોઈએ અને એની મર્યાદા બાંધી શકાય છે. સાધુમહારાજને સંબોધીને “અધ્યાત્મકલ્પદ્રુમ'માં કહ્યું છે : परिग्रहं चेदयजहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोपि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामान्तरतोपि हंता ।। (ઘર વગેરે પરિગ્રહને ત્યજી દીધા છે, તો પછી ધર્મનાં ઉપકરણના બહાને શયા, ઉપધિ, પુસ્તક વગેરેનો પરિગ્રહ તું શા માટે કરે છે? વિષનું નામાન્તર કરવા છતાં પણ તે મારી નાખે છે.) આમ, અધ્યાત્મકલ્પદ્રુપ'માં સાધુભગવંતોને કહ્યું છે કે ધર્મનાં ઉપકરણો વધારવાની લાલસામાંથી તેઓએ મુક્ત થવું જોઈએ. ભોગપભોગનો, સાંસારિક ચીજવસ્તુઓનો સાધુ મહાત્માઓએ ત્યાગ કર્યો હોય છે, પરંતુ પછી સારામાં સારી મોંઘામાં મોંધી નવકારવાળી, ફોટાઓ, ગ્રંથો, કામળી, ઉપકરણો, સારામાં સારાં ચશ્માં, ઈત્યાદિ ચીજવસ્તુઓમાં મન લપટાય છે. તેવી વસ્તુઓ વહોરાવનારા ગૃહસ્થો મળી જ આવે છે. આમ, સાધુ મહાત્માઓએ પોતાના ચિત્તને તપાસતા રહેવું જોઈએ કે મોંઘી આકર્ષક વસ્તુઓ તરફ પોતાનું ચિત્ત આકર્ષાતું તો નથી ને ? બિનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ તો થતો નથી ને ? જો એમ થતું હોય તો એવા સાધુ મહાત્માઓએ જાગૃત થઈ જવું જોઈએ. એટલે જ “અધ્યાત્મકલ્પદ્રુમમાં સરસ દૃષ્ટાંત આપ્યું છે કે નાવની અંદર સોનું હદ બહાર ભર્યું હોય તો પણ નાવ એથી ડૂબી જ જાય છે. સોનું કિંમતી હોય એથી નાવને ન ડૂબાડે એવું નથી. મતલબ કે ધાર્મિક ઉપકરણોનો પરિગ્રહ પણ મહાત્માઓની સાધનાને ખંડિત કરી શકે છે. આત્મામાં જ્યારે લોભાદિ કષાય ઉદ્ભવે છે ત્યારે બાહ્ય પદાર્થો ગ્રહણ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જિનતત્ત્વ કરવાની ઈચ્છા થાય છે. એટલે પરિગ્રહ મેળવવા, રાખવા વગેરેમાં ઇચ્છા મહત્ત્વનું કાર્ય કરે છે. માણસ જો આકિંચન્યની ભાવના ભાવે તથા “મારું કશું નથી અને હું કોઈનો નથી', એ પ્રકારનું ચિંતન તથા ભાવન કરે તો પરિગ્રહ માટેની તેની ઇચ્છા ક્રમે ક્રમે વધુ સંયમિત થતી જાય. દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહનું કારણ છે અને ભાવપરિગ્રહ આત્માની અશુદ્ધિનું કારણ છે. એટલે આત્મશુદ્ધિ માટે દ્રવ્યપરિગ્રહનો ત્યાગ અર્થાત્ અપરિગ્રહનું વ્રત અનિવાર્ય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે સાધુ ભગવંતોનાં પાંચ મહાવ્રતમાં અપરિગ્રહને પણ સ્થાન આપ્યું છે. “સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : મરદો છો મળવો . (અનિચ્છા અપરિગ્રહ કહેવાય છે.) શ્રી હેમચંદ્રાચાર્યે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં કહ્યું છે : સર્વમાવેજુ મૂ લ્યા : ચાપરગ્રહ: I (સર્વ ભાવોમાંથી-પદાર્થોમાંથી મૂર્છા એટલે આસક્તિનો ત્યાગ કરવો એ અપરિગ્રહ છે.) અપરિગ્રહ મહાવ્રતના પાલન માટે સાધુ ભગવંતોએ પાંચ ભાવના ભાવવી જોઈએ. એ પાંચ ભાવના તે પાંચ ઈન્દ્રિયના વિષયો છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પાંચના વિષયોમાં સાધુ ભગવંતોને ન રાગ થવો જોઈએ કે ન ઢેષ થવો જોઈએ. પાતંજલ યોગસૂત્રમાં અહિંસા, સત્ય વગેરે વ્રતનું ઉત્કૃષ્ટપણે પાલન કરનારને કેવા લાભ થાય છે, તેમનામાં કેવી કેવી શક્તિ-સિદ્ધિ પ્રગટ થાય છે તે બતાવ્યું છે, જેમ કે જેમના જીવનમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય તેમની સંનિધિમાં સ્વયમેવ વેરનો ત્યાગ થઈ જાય છે. એવી રીતે અપરિગ્રહ વ્રત માટે કહ્યું છે કે, અપરિગ્રહસ્થરેં નન્મયંત સંવધ | એટલે કે જે વ્યકિતના જીવનમાં અપરિગ્રહની ભાવના ઉત્કૃષ્ટ રીતે સ્થિર થઈ ગઈ હોય એ વ્યક્તિને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અર્થાત્ જાતિસ્મરજ્ઞાન થાય છે. અપરિગ્રહ વ્રતના ઉત્કૃષ્ટ પાલનથી પ્રગટ થતી આ એક વિશિષ્ટ લબ્ધિ છે. આત્મામાં ઉદ્ભવતા રાગાદિ ભાવો, ક્રોધાદિ કષાયોને જો આભ્યતર પરિગ્રહ ગણવામાં આવે તો પછી આત્માના જ્ઞાનાદિ ગુણોને પણ આત્યંતર પરિગ્રહ તરીકે ન ગણાવી શકાય ? આવો કોઈને પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાં શાસ્ત્રકારો કહે છે કે આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો તે પરિગ્રહ નથી, કારણ કે એમાં મોહનો અભાવ છે. જ્યાં પ્રમાદ ન હોય ત્યાં મોહ ન હોય, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ દસમો ગ્રહ પરિગ્રહ જ્યાં મોહ ન હોય ત્યાં મૂર્છા ન હોય અને જ્યાં મૂર્છા ન હોય ત્યાં પરિગ્રહ ન હોય. વસ્તુત: પ્રમાદ એ જ પરિગ્રહ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'માં કહ્યું છે : यस्त्यक्त्वा तृणवद् बाह्यामान्तरं व परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं पर्युपास्यते जगत्त्रयी ।। જે બાહ્ય અને આત્યંતર પરિગ્રહને તૃણની જેમ ત્યજી દઈને ઉદાસીન રહે છે અર્થાત્ સમતાભાવ ધારણ કરે છે તેના ચરણરૂપી કમળની પર્યાપાસના ત્રણ જગત કરે છે. આમ, પરિગ્રહરૂપી દસમા ગ્રહને જે તિલાંજલિ આપે છે એ જ વ્યક્તિ સાધનાના ઉચ્ચ પંથે પ્રગતિ કરવા માટે અધિકારી બને છે. પ્રાચીન લોકકથામાં પોતાના ઘરે પાછા ન જનાર, મહેમાન થઈને પડ્યા રહેનાર જમાઈને-દસમા ગ્રહને જેમ હથેળીના અર્ધચન્દ્ર પ્રકારથી એટલે કે બોચીથી પકડીને ઘરની બહાર હાંકી કાઢવામાં આવે છે તેમ પરિગ્રહરૂપી દસમા ગ્રહને બોચીથી પકડીને જીવનરૂપી ઘરની બહાર કાઢવાની જરૂર છે, કારણ કે આપણા જીવનમાંથી આ ગ્રહ પણ સહેલાઈથી નીકળી જાય એવો નથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નો પદનો મહિમા અનાદિસિદ્ધ મંત્રશિરોમણિ નવકાર મંત્રનાં નવ પદમાંથી પહેલાં પાંચ પદમાં, પ્રત્યેકમાં એક એક પરમેષ્ઠિને, એ રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. આ પ્રત્યેક પદમાં પહેલું પદ (વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ) તે નો છે. શબ્દ નાનો બે અક્ષરનો જ છે, પણ તેનો મહિમા ઘણો મોટો છે. સામાન્ય રીતે મંત્રો ટૂંકા હોય છે. પણ નવકાર મંત્ર ૬૮ અક્ષરનો છે. આ મંત્ર દીર્ઘ હોવા છતાં કષ્ટોચ્ચાર્ય નથી. જીભે સરળતાથી ચડી જાય અને યાદ રહી જાય એવો આ મંત્ર છે. નવકારમંત્રની વિશિષ્ટતા એ છે કે પાંચે પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે એમાં નમો (અથવા નો) પદ પાંચ વાર પ્રયોજાયું છે : નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં. નવકારમંત્રમાં ‘નમો' પદ પાંચ વખત આવતું હોવા છતાં તેમાં પુનરુક્તિનો દોષ નથી, બલ્કે ફરી ફરી બોલવું ગમે એવું એ પદ છે. વળી નો પદ પાંચ વખત આવતું હોવા છતાં પાંચે પરમેષ્ઠિને કરેલા નમસ્કારને એકરૂપ ગણ્યો છે. એટલે જ છઠ્ઠા પદમાં ‘પંચનમુક્કારો' શબ્દ બહુવચનમાં નહીં પણ એકવચનમાં પ્રયોજાયો છે. નવકાર મંત્રમાં ‘નમો’ પદ પ્રત્યેક પરમેષ્ઠિની સાથે આવે છે એ સપ્રયોજન છે. એમાં ઘણું રહસ્ય રહેલું છે. એના ઉપર વખતોવખત અનેક મહાત્માઓએ જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા નવકારમંત્રમાં આ પાંચ પદ ઉપરાંત છઠ્ઠા પદ “એસો પંચનમુક્કારોમાં પણ “નમો’ પદ ગૂંથી લેવામાં આવ્યું છે. નવકારમંત્રમાં ‘નમો’ પદ આ રીતે છ વખત બોલાય છે તે પણ સહતુક છે. “નમો' દ્વારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્વારા પાંચે ઈન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મન એ રીતે નમોની છની સંખ્યાને સૂચક રીતે ઘટાવાય છે. સાધકે “નમો' બોલતી વખતે, પ્રત્યેક વેળાએ એક એક ઈન્દ્રિયમાં ચિત્તને કેન્દ્રિત કરી, તેને નિર્મળ કરી, તે તે પરમેષ્ઠિનું ધ્યાન ધરવાનું છે અને પછી છઠ્ઠી વાર “નમો’ આવે ત્યારે પાપના ક્ષય માટે અને મંગળના આર્વિભાવ માટે મનને નિર્મળ કરી શુભ ભાવ ભાવવાનો હોય છે. સામાન્ય રીતે મંત્રમાં અક્ષરોની રચના સઘન હોવી જોઈએ. પાંચે પરમેષ્ઠિ માટે ફક્ત એક વખત નમો શબ્દ જો પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે. તો પછી પાંચ વખત નો પ્રયોજવાથી મંત્ર શિથિલ ન બની જાય ? એવો પ્રશ્ન થાય. હા, એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે. મંત્ર સઘન હોવો જોઈએ. પરંતુ નવકાર મંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજાવાથી એ શિથિલ બનતો નથી. એક પદમાંથી બીજા પદમાં જવા માટે વચ્ચે પુન:સ્મરણ તરીકે કે વિરામ તરીકે તે ઉપયોગી છે. બાળજીવો માટે તે જરૂરી છે. એથી લય પણ સચવાય છે. તદુપરાંત નવકારમંત્રની આરાધનાની દૃષ્ટિએ પણ એ પાંચ વખત આવશ્યક છે. અન્ય મંત્રોનો જાપ સીધો સળંગ કરાય છે. મંત્ર સીધો ઉચ્ચારાય છે. પરંતુ નવકારમંત્રમાં એથી કંઈક વધુ છે. નવકાર મંત્રનો જાપ ત્રણ ભિન્ન ભિન્ન પદ્ધતિથી થાય છે. પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વી એટલે સીધો સળંગ જાપ, પહેલા પદથી પાંચમા અથવા નવમા પદ સુધીનો ક્રમથી જાપ. પશ્ચાનુપૂર્વી એટલે ઊંધો નવકાર, છેલ્લા નવમા અથવા પાંચમા પદથી પહેલા પદ સુધીનો ક્રમથી જાપ અને અનાનુપૂર્વી એટલે ક્રમ વગર આડાઅવળી કોઈપણ સંખ્યા અનુસાર તે તે પદનો જાપ. હવે જો ફક્ત પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ચાર પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી નવકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નમો શબ્દ આવશે નહીં. તો રમો વગર એ મંત્રનો જાપ અધુરો ગણાશે. વળી નવકારમંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઈપણ એક જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમ કે નમો સિદ્ધા અથવા નમો મારિચ ઇત્યાદિ. સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જિનતત્ત્વ આવો એક પદનો જાપ થાય છે. હવે જો ત્યાં નમો પદ ન હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહીં આવે. એટલે નવકારમંત્રમાં પાંચ પરમેષ્ઠિ સાથે નમો પદ જોડાયું છે તે યોગ્ય જ છે. ક્યારેક પ્રશ્ન થાય છે કે નમો પદ અને નમો પદ એ બેમાં કયું સાચું? તેનો ઉત્તર એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં ન થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. પ્રાકૃત પ્રકાશમાં કહ્યું છે : નો જ સર્વત્ર – એટલે જ્યાં ન હોય ત્યાં બધે જ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં ન નો જ થવો જોઈએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે. અપવાદ એ છે કે શબ્દના આરંભમાં જો વ્યંજન હોય તો ન નો જ વિકલ્પ થાય છે. એટલે કે ર નો થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે શબ્દાનુશાસન' વ્યાકરણમાં “વાહી' સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત નો વિકલ્પ જ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો જ ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંત જ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. = દત્ય વ્યંજન છે અને મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે. એટલે જ 7 અને 1 વિકલ્પ છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને અમો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી, બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો અરિહંતા છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ નમો શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે “નમસ્કાર માહાભ્યની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં “નમો' પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ “ભગવતીસૂત્ર'માં નમો અરિહંતા છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને નમો એ બંને પદો વિકલ્પ પ્રયોજાય છે, એટલે બંન્ને સાચાં છે. તેવી રીતે નમુવારો અને મુવાર-નવારે બંને સાચાં છે. | નવકારમંત્રનાં પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર = અથવા છે પરંતુ છેલ્લો અક્ષર તો છે. એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. તે અથવા ન અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે નનું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથક વગેરે નૃત્યના પ્રકારોમાં ન ના Page #197 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૮૭ ઉપયોગથી, આવર્તનથી નનન... નનન....થી ઓજસ્ વધે છે. યોગીઓ કહે છે કે નના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ ન દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ ળ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે અને તેથી તેને મંગલસ્વરૂપ માનવામાં આવે છે. આમ, નમો અને જો બંને પદ સુયોગ્ય છે. નવકારમંત્ર મંત્ર છે એટલે મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ન અને નો વિચાર કરાય છે. મંત્રશાસ્ત્રમાં નનાં ૩૫ નામ આપવામાં આવ્યા છે અને નાં ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યા છે. ‘વૃત્તરત્નાકર’માં માતૃકા અક્ષરોનાં જે શુભ કે અશુભ ફળ દર્શાવવામાં આવ્યાં છે તે પ્રમાણે જ શ્રમ કરાવનાર છે અને ન સંતોષ આપનાર છે. આમ, નવકારમંત્રમાં નો પદ વધુ પ્રચલિત છે. પરંતુ ધ્યાન ધરવા માટે નમો પદની ભલામણ થાય છે. આપણાં આગમોમાં સર્વપ્રથમ પંચમંગલ સૂત્ર છે એટલે કે નવકારમંત્ર છે. એટલે કે સર્વ શ્રુત સાહિત્યનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થયો છે અને નમસ્કાર મહામંત્રનો પ્રારંભ નો શબ્દથી થયો છે. એટલે સર્વ આગમસાહિત્યમાં, શ્રુતસાહિત્યમાં પ્રથમ શબ્દ છે નો એટલે નો પદનું માહાત્મ્ય અને ગૌરવ કેટલું બધું છે તે આના પરથી જોઈ શકાશે. જેમણે પણ શ્રુતસાહિત્યનું અધ્યયન ક૨વું હશે તેમણે પહેલો શબ્દ ઉચ્ચારવો પડશે નમો અથવા નો. એમનામાં નમો નો ભાવ આવવો જોઈશે. એટલા માટે નમો ને શ્રુતસાહિત્યના, જિનાગમોના, ધર્મના પ્રવેશદ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. મિથ્યાત્વી જીવ ભાવરુચિપૂર્વક આ નો પદ સુધી પણ પહોંચી શકતો નથી. નમો પદને મંગલસ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે મંગલ ત્રણ પ્રકારનાં છે : (૧) આશીર્વાદાત્મક, (૨) નમસ્કારાત્મક અને (૩) વસ્તુનિર્દેશાત્મક. ‘નમો અરિહંતાણ’, ‘નમો સિદ્ધાણં’ વગેરેમાં ‘નમો’ શબ્દ નમસ્કારની ક્રિયાને સૂચવતો હોવાથી મંગલરૂપ છે. નવકારમંત્રમાં નમો અરિહંતાણં વગેરેમાં નો પદ અરિહંત, સિદ્ધ વગેરે પાંચે ૫૨મેષ્ઠિની પહેલાં કેમ મૂકવામાં આવ્યું છે એવો પ્રશ્ન કેટલીક વાર થાય છે. નો પદ પછી મૂકવામાં આવે એટલે કે અરિહંતાળું નમો એમ ન બોલાય ? કારણ કે એથી વ્યાકરણની દૃષ્ટિએ તથા અર્થની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જિનતત્ત્વ એનો ઉત્તર એ છે કે સૂત્ર કે મંત્રમાં નમો પદ પહેલાં મૂકવાની પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરા છે. એથી લય સચવાય છે અને ભાવ આવે છે. મંત્રવિદોને પોતાની સાધના દ્વારા થયેલી અનુભૂતિ પ્રમાણે “નમો પદ પહેલાં મૂકવાની પ્રણાલિકા અત્યંત પ્રાચીન સમયથી ચાલુ થયેલી છે. આપણે ત્યાં “નમોત્થણમાં, નમોડસ્ત વર્ધમાનાયમાં, “નમો ભગવતે પાર્શ્વનાથાય' વગેરેમાં તથા અન્ય દર્શનોમાં પણ “નમો ભગવતે વાસુદેવાય' ઈત્યાદિમાં “નમો’ પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. મંત્રો કે સૂત્રોમાં નમો પદ છેલ્લે આવતું હોય એવાં ઉદાહરણો પણ મળશે. પણ એકંદરે આદ્ય પદ તરીકે તેનો વિશેષ પ્રચલિત છે. સ્વરભંજનની દૃષ્ટિએ નમો શબ્દનું વિશ્લેષણ થયું છે. “મન' શબ્દમાં બે સ્વરયુક્ત વ્યંજન છે. : ૧ અને ૨. આ બંને વ્યંજનોનો જ્યારે વિપર્યય કે વ્યત્યય થાય છે ત્યારે શબ્દ બને છે 'નમ'. આ સ્થૂલ ક્રિયાને સૂક્ષ્મ રીતે ઘટાવીને કહેવામાં આવે છે કે જ્યારે બહિર્મુખ રહેતા મનને અંદર વાળવામાં આવે, મન અંતર્મુખ જ્યારે બને ત્યારે “મન”નું “નમ' થાય છે. નમો (મો) ને ઉલટાવવાથી મોન (મો) થશે. મોન (મોણ) એટલે મુનિપણું. મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે. એટલે નાનો પણ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે. મોનનો અર્થ જો મૌન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે. નમો’ પદમાં ૐકાર અંતર્ગત રહેલો છે. નમો પદનાં સ્વરભંજન છૂટાં પાડીએ તો તે આ પ્રમાણે થાય : ન + +મ્ + ઝો. આ સ્વરભંજનનો વિપર્યય કરીએ તો આ પ્રમાણે થશે : ગ્રો + + + X +ન. આમાં પ્રથમ બે વર્ણ તે પ્રશ્ન = % છે. આમ નમો પદમાં મંત્રબીજ ૐ કારનો સમાવેશ થયેલો છે. હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે કે “ન' અક્ષર સૂર્યવાચક છે અને “મ' અક્ષર ચંદ્રવાચક છે. એટલે “નમો’ માં “ન' સૂર્યવાચક છે અને “મ' ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં આત્માને માટે સૂર્યની ઉપમા છે અને મનને માટે ચંદ્રની ઉપમા છે. એટલે “નમો'માં પ્રથમ આત્માનું સ્થાન છે અને પછી મનનું સ્થાન છે અર્થાત્ મન કરતાં આત્મા સર્વોપરિ છે. મન એટલે સંસાર અને આત્મા એટલે મોક્ષ. એટલે નમો પદ સૂચવે છે કે મન અને મનના વિસ્તારરૂપ કાયા, વચન, કુટુંબ Page #199 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૮૯ પરિવાર, માલમિલકત ઈત્યાદિ કરતાં આત્માનું પ્રાધાન્ય સ્વીકારવું. મતલબ કે ત્રણે કરણ અને ત્રણે યોગને આત્મભાવથી ભાવિત કરવા જોઈએ. વ્યાકરણની દૃષ્ટિએ નો પદ નૈપાતિકપદ છે એટલે કે અવ્યય છે. નો અવ્યય છે અને તે અ + વ્યય અર્થાત્ જેનો ક્યારેય વ્યય અથવા નાશ થતો નથી એવા મોક્ષપદ સાથે જોડાણ કરાવી આપે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરાવી આપે છે. આમ, નો એટલે અવ્યયનું અવ્યય સાથે અનુસંધાન. નમો પદની વ્યાખ્યા આપતાં નિર્યુક્તિકારે કહ્યું છે : નવ્ય-ભાવસંજોઅળયો. એટલે નો પદનો અર્થ થાય છે ‘દ્રવ્ય અને ભાવનો સંકોચ.’ આ વ્યાખ્યાનો વિસ્તાર કરતાં શ્રી હરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તરા’ ચૈત્યવંદન વૃત્તિમાં કહ્યું છે : -રિ : વાવાવિ સંન્યાસો દ્રવ્યસંોષ: ભાવસંજોવસ્તુ વિશુદ્ધસ્ય મનસો નિયોગ કૃતિ । એટલે કે હાથ, મસ્તક, પગ વગેરેને સારી રીતે સંકોચીને રાખવાં તે દ્રવ્યસંકોચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવસંકોચ. દ્રવ્યસંકોચમાં શરીરનાં હાથ, મસ્તક અને પગ વગેરેના સંકોચનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હાથ સીધા લાંબા હોય છે. શેરડીના સાંઠાની એને ઉપમા અપાય છે. બંને હાથને વાળીને છાતી આગળ લાવવા તથા બંને હથેળી અને દસે આંગળીઓ ભેગી કરવી તેને કરસંકોચ કહેવામાં આવે છે. મસ્તક સીધું, ઊંચું, ટટ્ટાર હોય છે. એને પર્વતના શિખરની ઉપમા આપવામાં આવે છે. મસ્તક છાતી તરફ નમાવવું એને શિરસંકોચ કહેવામાં આવે છે. બંને પગ ઊભા અને સ્થિર હોય છે. એને થાંભલાની ઉપમા આપવામાં આવે છે. બંને પગને ઘૂંટણથી વાળીને જમીનને અડાડવા તે પાદસંકોચ છે. આ રીતે હાથ, મસ્તક અને પગનો સંકોચ થતાં તે દ્રવ્યનમસ્કારની મુદ્રા બને છે. બે હાથ, બે પગ અને એક મસ્તક એમ પાંચનો સંકોચ હોવાથી તેને પંચાંગ પ્રણિપાત કહેવામાં આવે છે. મનમાં નમ્રતા, લઘુતા, વિનય, ભક્તિ, આદરબહુમાન ઈત્યાદિ ભાવો સાથે આજ્ઞા અને શરણ સ્વીકારવાં તે ભાવસંકોચ. જેને નમસ્કાર મારે કરવાના છે તે મારા કરતાં ગુણો વગેરેમાં મોટા છે' એવો ભાવ આવ્યા વિના સાચો ભાવસંકોચ-એટલે કે ભાવનમસ્કાર થતો નથી. ‘નમો’માં દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર હોય છે. દ્રવ્યનમસ્કારમાં શરીર-ઈન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે. એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે. ભાવનમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જિનતત્ત્વ ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી એમાં મનોગુપ્તિ પણ રહેલી છે. “નમોના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સિવાય કશું ઉચ્ચારણ ના હોવાથી એમાં વચનગુપ્તિ પણ રહેલી છે. આમ, “નમો’ પદ સાથે ત્રણ પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે. દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ બંનેને ભેગા કરતાં ચાર ભાંગા થાય. (૧) દ્રવ્યનમસ્કાર હોય, પણ ભાવનમસ્કાર ન હોય, (૨) ભાવનમસ્કાર હોય, પણ દ્રવ્યનમસ્કાર ન હોય, (૩) દ્રવ્યનમસ્કાર હોય અને ભાવનમસ્કાર પણ હોય અને (૪) દ્રવ્યનમસ્કાર ન હોય અને ભાવનમસ્કાર પણ ન હોય. આ ચારમાં સર્વશ્રેષ્ઠ તે દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર બંને જેમાં હોય તે. ફક્ત દ્રવ્યનમસ્કાર કરતાં ફક્ત ભાવનમસ્કાર હોય તો તે ચડિયાતો ગણાય. પરંતુ દ્રવ્યનમસ્કાર અનાવશ્યક કે નિરર્થક છે એમ ન સમજવું. દ્રવ્યનમસ્કારની પણ એટલી જ આવશ્યકતા છે. ભાવનમસ્કાર દ્રવ્યનમસ્કારમાં પરિણમવો જોઈએ, સિવાય કે સંજોગો કે શરીરની મર્યાદા હોય. ભાવનમસ્કાર હોય પણ પ્રમાદ, લજ્જા, મોટાઈ, માયાચાર વગેરેને કારણે દ્રવ્યનમસ્કાર કરવાની ઈચ્છા ન થાય તો તે એટલું ફળ ન આપે. દ્રવ્યનમસ્કાર એ પાયાની વાત છે. દ્રવ્યનમસ્કારનો મહાવરો હશે તો એમાં ભાવ આવશે. ભાવ નથી આવતો માટે દ્રવ્યનમસ્કાર પણ છોડી દેવો જોઈએ એવા વિચારથી બંને ગુમાવવાનું થશે. દ્રવ્યનમસ્કારનું ઓછું ફળ છે, પણ ફળ તો અવશ્ય છે જ. માત્ર દ્રવ્યનમસ્કાર કરતી વખતે વિપરીત, અસભાવો હોય તો તેનું ફળ વિપરીત આવે. બાળજીવોને આરંભમાં દ્રવ્યનમસ્કાર જ શીખવવામાં આવે છે. પછી એમાં ભાવ આવે છે. ભાવરહિત અને ભાવ વગર દ્રવ્યનમસ્કાર થાય તેનું ફળ કેવું હોય તે વિશે જૈન પુરાણોમાં એક પ્રસંગ વર્ણવાયો છે. એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા. એ બધાંને જોઈને શ્રીકૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે “મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી.” આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું. એ જોઈ બીજા રાજાઓએ પણ વંદના ચાલુ કરી. પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા. તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે “શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાંને બતાવી આપું કે થાક્યા વગર હું Page #201 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૯૧ વંદના કરી શકું છું.” એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી. વંદના કરીને શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને દ્વારદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.' નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ ! તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.' એ વખતે શ્રીકૃષ્ણ પૂછ્યું કે, “મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કર્યા છે તો એને પણ એટલું ફળ મળશે.” શ્રી નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાંને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યા છે. એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકષ્ટરૂપ માત્ર દ્રવ્યનમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.” નમો’ પદ નમસ્કાર, પ્રણિપાત, વંદનાનું સૂચક છે. જ્યાં પંચપરમેષ્ઠિને નમસ્કારનો ભાવ જન્મે છે ત્યાં ધર્મનું બીજ વવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ “લલિત વિસ્તરા'માં કહ્યું છે : ઘર્મ પ્રતિ મૂનમૂતા વંતના ! ધર્મ પ્રત્યે જીવને ગતિ કરાવનાર મૂળભૂત જો કંઈ હોય તો તે વંદના છે, નમસ્કાર છે, “નમો' છે. નમો અરિહંતાણમાં આમ એક અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ જોતાં “નમો’ પદનું મહત્ત્વ છે. પરંતુ “અરિહંત' પદ ગૌણ છે એમ સમજવાનું નથી. જ્યાં સુધી નમવાનો ભાવ હૃદયમાં પ્રગટ ન થયો હોય ત્યાં સુધી ‘અરિહંત' પદનું રટણ લાભકારક થતું નથી. બીજી બાજુ “નમો' પદનું માત્ર શબ્દોચ્ચારણ થતું હોય, અરે, કાયા પણ નમવાની ક્રિયા કરતી હોય પણ અંદર અરિહંતને નમવાનો ભાવ ન હોય તો તેથી પણ લાભ થતો નથી. નમો Íરહંતામાં મહત્ત્વનું પદ કયું? નમો કે રિહંતા? જુદી જુદી અપેક્ષાથી એનો ઉત્તર અપાય છે. નમો અરિહંતાણં'માં પહેલું પદ “નમો' મૂક્યું છે, “અરિહંતાણં' નહીં. જો અરિહંત' પદ મુખ્ય હોત તો “અરિહંતાણં નમો' એમ થયું હોત. વળી “નમો’ એટલે કે નમસ્કાર એ પ્રથમ મોટું કર્તવ્ય છે, કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મોક્ષગતિ નથી. અહંકારને કાઢવા માટે “નમો'ની અનિવાર્યતા છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જિનતત્ત્વ નમો' હોય તો વિનય આવે છે. વિનય મોક્ષનું બીજ છે. વિનય પરંપરાએ મોક્ષ સુધી કેવી રીતે લઈ જાય છે એ વાચક શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિમાં સરસ સમજાવ્યું છે. પરંતુ બીજી બાજુ તત્ત્વદષ્ટિએ જોતાં “અરિહંત' પદ જ મુખ્ય છે. અરિહંત પરમાત્માના પ્રભાવથી, એમની પરમ કૃપાથી શુભ અધ્યવસાય, પુણ્ય, સંયમ, ચારિત્રપાલન, મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે : કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબળ વિશ્વાસ રે. આમ અરિહંતપદની મુખ્યતા છે. અરિહંત પરમાત્મા છે તો જ તેમને નમસ્કારની વાત છે. પરંતુ નમસ્કાર ન કરે તોય અરિહંત તો છે જ. અરિહંત પરમાત્મા (પંચપરમેષ્ઠિ) ન હોય તો અન્યત્ર થયેલા નમસ્કારની મોક્ષમાર્ગમાં કશી ગણના નથી. નમોમાં નમવાનો-નમનનો ભાવ છે. શબ્દશ્લેષથી કહેવાય કે નમન એટલે ન-મન. મન પોતાનામાં-સાંસારિક ભાવોમાં ન રહે તે ન-મન. નમન એટલે No Mindની અવસ્થા, નિર્વિકલ્પ દશા. મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં સ્થિર થાય, સાંસારિક વિષયોમાંથી નીકળી પંચ પરમેષ્ઠિમાં લીન થાય ત્યારે તે ન-મન અને નમન બને છે. નિનોનું આ રહસ્ય છે. નો મન, પ્રાણ અને ઈન્દ્રિયોને સંયમ રાખવાની વિદ્યા છે. જ્યાં નાનો છે ત્યાં સંયમ છે, કૃતજ્ઞતા છે, ઉદારતા છે, સર્વ જીવ પ્રત્યે મૈત્રીની ભાવના છે. “નમો' બોલીને કરાતા નમસ્કારથી સમ્યગુદર્શનની વિશુદ્ધિ થાય છે. નમસ્કાર કરતી વખતે પોતાની લઘુતા અને પંચ પરમેષ્ઠિની ઉચ્ચતા અને મહત્તાની શ્રદ્ધાપૂર્વક પ્રતીતિ થવી જોઈએ. એમ થાય તો જ પોતાનામાં યતુકિંચિત્ રહેલો અહંકાર પણ નીકળી જાય છે અને વિનયયુક્ત ભક્તિભાવ પ્રગટ થતાં દર્શનની વિશુદ્ધિ થાય છે. નમો પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ જીવને ઉપકારક છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તે વિનયનું બીજ છે. મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ નમો પદ શોધનબીજ હોવાથી શરીર અને મનની શુદ્ધિ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. તંત્રશાસ્ત્રની દષ્ટિએ “નમો’ પદ શાન્તિક કર્મ અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનાર છે. એટલે નમો પદ જોડીને જે કોઈ મંત્ર કે સૂત્ર ઉચ્ચારીને આરાધના થાય તો તે શાન્તિ અને પુષ્ટિ આપનાર ગણાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૯૩ તંત્રશાસ્ત્ર પ્રમાણે નમસ્કારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. તેમાં એક અપેક્ષાએ કાયિક નમસ્કાર ઉત્તમ પ્રકારનો, માનસિક નમસ્કાર મધ્યમ પ્રકારનો અને વાચિક નમસ્કાર અધમ પ્રકારનો મનાય છે. તંત્રશાસ્ત્રમાં નમસ્કારનાં લક્ષણો બતાવતાં કહેવાયું છે : त्रिकोणमय षट्कोणमर्द्धचन्द्रं प्रदक्षिणम् । दण्डमष्टांगमुग्रं च सप्तधा नतिलक्षणम् ।। (૧) ત્રિકોણ, (૨) બટુકોણ, (૩) અર્ધચંદ્ર, (૪) પ્રદક્ષિણ, (૫) દંડ, () અષ્ટાંગ અને (૭) ઉગ્ર એમ નમસ્કારના સાત પ્રકારનાં લક્ષણ છે. આમાં કેવા પ્રકારનો નમસ્કાર ક્યા દેવ કે દેવીને કયા સમયે કરવો તેનું વિધાન આપવામાં આવ્યું છે. નમો પદથી અરિહંતાદિ તરફ જે ભાવ ઉત્પન્ન થાય છે, ભાવના થાય છે એથી બાહ્ય વિષયોનું આકર્ષણ ઘટે છે. એથી બહિરાત્મભાવ ક્રમે ક્રમે મંદ થાય છે, ટળે છે અને અંતરાત્મભાવ વૃદ્ધિ પામે છે. પુદ્ગલ પ્રત્યેની આસક્તિ ઘટે છે અને ચૈતન્ય પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય છે. જેમ ભૂખ લાગી હોય અને ભોજન મળતાં ક્ષુધાની નિવૃત્તિ થાય છે, ખાધાનો સંતોષ અને આનંદ થાય છે અને ભોજનથી શરીરની પુષ્ટિવૃદ્ધ થાય છે તેવી રીતે નમસ્કારની ભાવનાથી બહિરાત્મભાવની નિવૃત્તિ થાય છે, અંતરાત્મભાવનો આનંદ થાય છે અને પરમાત્મભાવની પુષ્ટિવૃદ્ધિ થાય છે. “નમો’ પદ દાયિક ભાવોનો ત્યાગ કરાવી, ક્ષયોપશમભાવ તરફ લઈ જાય છે. મમત્વનો ત્યાગ કરાવીને એ સમત્વ તરફ લઈ જાય છે. એ મિથ્યાત્વનો ત્યાગ કરાવી સમ્યગદર્શન તરફ લઈ જાય છે. એ મનને અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડે છે. નમો પદ જીવાત્માને પરમાત્મા પ્રતિ લઈ જાય છે. નમોમાં ઋણમુક્તિ રહેલી છે. ઉપકારીના ઉપકારનો-પંચપરમેષ્ઠિના ઉપકારનો સ્વીકાર માણસને ઋણમુક્ત બનાવે છે. એનામાં નમસ્કારનો ભાવ પ્રકાશિત થાય છે. નમોથી નીચ ગોત્રકર્મ બંધાતું અટકે છે અને ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે. નમો'માં દુષ્કતગહ, સુકૃત-અનુમોદના અને શરણાગતિનો સ્વીકાર છે. એથી નિર્વિકલ્પ દશાની અનુભૂતિ થાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જિનતત્ત્વ નમો રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. એ સત્, ચિત્ અને આનંદનો મંત્ર છે. નમો’ પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને અત્યંતર તપ જોડાયેલાં છે. નમો’ પદ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ સમજણ પ્રાપ્ત થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે નમસ્કાર કરવામાં ભક્તિ રહેલી છે. પરમાત્માની ભક્તિ પ્રગટ થતાં સાંસારિક વિષયોનો રસ મંદ થાય છે. એનો અર્થ એ કે ‘નમો’ પદ દ્વારા વૈરાગ્ય પ્રગટ થાય છે. નમો દ્વારા વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત વગેરેના ભાવો ઉદ્દભવે છે એટલે એમાં અત્યંતર તપ રહેલું છે. આમ, “નમો’ પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપ જોડાયેલાં છે. પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે કે નમો પદ એ વાસીચંદન કલ્પ છે; જીવિત-મરણ, લાભ-અલાભ, માન અને અપમાનાદિ કંદોને અવગણીને શુદ્ધાત્મ સ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અત્યંત૨ તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગ્રહિત થયું છે, એવું નમો’ પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચંદ્રથી પણ શીતળ છે, આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે. ‘નમો’ પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્ય-ભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે.” નમો એટલે સંસારની અસારતા સ્વીકારીને શુદ્ધાત્મસ્વરૂપ તરફ, સાર તત્ત્વ તરફ વળવું, વિભાવ દશાનો ત્યાગ કરી સ્વભાવ દશા તરફ વળવું, બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં પ્રતિ પ્રાયણ કરવું. જડ અને ચૈિતન્યનો ભેદ સમજીને ચૈતન્યમાં સ્થિર થવું. નમો પદથી મનની દિશા બદલાય છે. તે વિષય – કષાયોથી વિરમીને શુદ્ધ ભાવોમાં પરોવાય છે. વિશુદ્ધ મનમાં વિનય, શ્રદ્ધા, સન્માન, આદર બહુમાન, પ્રેમ, સ્વ-સમર્પણનો ભાવ પ્રગટ થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે પ્રમોદભાવ ફુરે છે અને એમની સાથે અનુસંધાન થાય છે. નમો પદમાં અચિંત્ય બળ રહેલું છે. તે ભાવ જો ઉત્કૃષ્ટ પ્રકારનો બનતો જાય તો જીવને આરાધનાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. એટલે જ નમો પદને મોક્ષની ચાવી તરીકે ઓળખાવવામાં આવે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૯૫ જેમને નમસ્કાર કરવામાં આવે છે તે મોટા છે અને હું નાનો છું” – એટલે કે પોતાની અલ્પતા અને પરમેષ્ઠિની મહત્તાનો સાચો ભાવ જ્યાં સુધી દિલમાં પ્રગટ ન થાય ત્યાં સુધી સાચો નમસ્કાર થતો નથી. નમસ્કારથી જિનાજ્ઞાનું પાલન કરવાનો ભાવ પ્રગટે છે. નમસ્કારનો ભાવ એ ધર્મનું બીજ હોવાથી એમાંથી ધર્મરુચિ, ધર્મશ્રવણ, ધર્મચિંતન ઈત્યાદિ રૂપી અંકુરો ફૂટે છે, ધર્માચરણરૂપી શાખાઓ પ્રસરે છે અને આગળ જતાં સ્વર્ગના સુખરૂપી અને મોક્ષસુખરૂપી ફૂલ અને ફળ પ્રાપ્ત થાય છે. એટલે નમો પદરૂપી બીજ મોક્ષરૂપી ફળની પ્રાપિત કરાવી શકે છે. “નમો' પદમાં “ઈશ્વર-પ્રણિધાન રહેલું છે. “ઈશ્વર-પ્રણિધાન' શબ્દ વિશેષત: અન્ય દર્શનમાં પ્રયોજાયો છે. પરંતુ જૈન દર્શનમાં પણ તે અવશ્ય ઘટાવી શકાય છે. ઈશ્વર એટલે પરમેશ્વર, પરમાત્મા. અરિહંત ભગવાન અથવા સિદ્ધ પરમાત્માને “ઈશ્વર” ગણી શકાય અથવા પોતાના આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મભાવને ઈશ્વર ગણી શકાય. પ્રણિધાન એટલે ધ્યાન વડે સ્થાપન કરવું તે. ઈશ્વરમાં પોતાના ચિત્તનું સ્થાપન કરવું, ન્યાસ કરવો તે ઈશ્વરપ્રણિધાન. પરમાત્મામાં પોતાની જાતનો ન્યાસ કરવો, અથવા પોતાનામાં પરમાત્માનો ન્યાસ કરવો અને એ રીતે પરમાત્માની સાથે એકરૂપ થવું તે ઈશ્વરપ્રણિધાન. નમો’ પદમાં આ રીતે ઈશ્વરપ્રણિધાન રહેલું છે. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે “નમો' પદમાં છ આવશ્યકનું પાલન કેવી રીતે થાય છે તે દર્શાવતાં લખ્યું છે, “નમો' મંત્ર વડે શ્રુતસામાયિક અને સમ્યક્તસામાયિકની આરાધના થાય છે; ચતુર્વિશતિસ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે; મિથ્યાત્વનું પ્રતિક્રમણ અને સભ્યત્વનું આસેવન થાય છે, ઔદયિકભાવમાંથી પાછા ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવાનું થાય છે; અતીતની નિંદા, વર્તમાનનો સંવર અને આગામીનું પ્રત્યાખ્યાન થાય છે. વર્તમાનનો સંવર કાયોત્સર્ગરૂપ છે અને આગામીનું પ્રત્યાખ્યાન પચ્ચખ્ખાણરૂપ છે. “નમો’ મંત્ર વડે આ રીતે છએ આવશ્યકોની ભાવથી આરાધના થાય છે.” નમાં નવપદનું ધ્યાન રહેલું છે. નવપદમાં પંચપરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર હોય છે. આ નવે પદની સાથે “નમો’ પદ જોડાતાં વિશિષ્ટ ભાવજગત ઉત્પન થાય છે. “નમો અરિહંતાણમાં “નમો' પદ અરિહંત ભગવાન સાથે જોડાયેલું છે. અરિહંત ભગવાનને નમસ્કારના ભાવ સાથે અને એમના ધ્યાન વડે મોક્ષનું Jain'Education International Page #206 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૧૯૩ લક્ષ્ય બતાવનાર અને મોક્ષમાર્ગની દેશના આપનાર સાથે મન જોડાય છે. એ જ રીતે બીજાં પદોના સ્વરૂપનું પણ ધ્યાન ધરાય છે. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે નોમાં નવ પદનું ધ્યાન વિશિષ્ટ રીતે ઘટાવ્યું છે. તેમણે લખ્યું છે, ‘અરિહંત પદ સાથે નો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન સંસાર તરફથી વળી મોક્ષ ત૨ફ જોડાય છે. સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે પ્રબળ ઇચ્છા પ્રગટે છે. સાધુ પદ સાથે જોડાય ત્યારે કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપ સાથે જોડાય ત્યારે આબેહૂબ કલ્પના, એકતા અને સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે.’ ‘આ રીતે નો પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને ત્રિમાત્ર (બહિરાત્મભાવ)માંથી છોડાવી, બિંદુનવકરૂપી અર્ધમાત્રા (અંતરાત્મભાવ)માં લાવી, અમાત્ર (પરમાત્મભાવ)માં સ્થાપનારું થાય છે.' જ્યાં નમવાની ક્રિયા છે ત્યાં કુદરતી રીતે પ્રેમ, ભક્તિ, વાત્સલ્ય, ઈત્યાદિના ભાવો પ્રગટ થાય છે. એટલે ‘નમો’માં પરમાત્મા પ્રત્યેની નવધા ભક્તિ રહેલી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પૂજન, અર્ચન, સેવન, આત્મનિવેદન, શરણાગતિ ઈત્યાદિ સર્વ ભાવો અને ભક્તિના પ્રકારો એમાં આવી જાય છે. ‘નમો’ પદ દ્વારા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચારે પ્રકારનાં અનુષ્ઠાન આવી જાય છે. ‘નમો' પદમાં ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્વૈર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચારે યોગ રહેલા છે. નમો પદની આરાધનામાં અમૃતક્રિયા રહેલી છે. ઉપાધ્યાયજી મહારાજે અમૃતક્રિયાનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે : તદ્ભુત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાતણો. અહીં અમૃતક્રિયાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે – તદ્ગત ચિત્ત, સમયવિધાન – ધર્માનુષ્ઠાન, ભાવની વૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલક, પ્રમોદ ઈત્યાદિ નમો Page #207 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૯૭ પદ સાથે જ્યારે ગહનતામાં અનુભવાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે નમો પદમાં અમૃતક્રિયાનો અનુભવ કરાવવાનું સામર્થ્ય છે. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે, “નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પૂલ બાંધવાની ક્રિયા છે. ‘નમો’ એ પૂલ છે, સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે. અને અભેદ ભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી, અભેદ ભાવ સુધી પહોંચવાનું કાર્ય “નમો’ ભાવરૂપી સેત કરે છે. તેને “અમાત્ર પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને, આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે. સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે છે.” “નમો' પદના જાપથી ચિત્તની અશાંતિ દૂર થાય છે. જ્યાં રાગ છે ત્યાં અશાન્તિ છે. જીવ રાગદ્વેષમાં ફસાયેલો છે. એમાં પણ રાગને એ સરળતાથી ત્યજી શકતો નથી. પરંતુ એક વખત એને પંચ પરમેષ્ઠિ પ્રત્યે અનુરાગ જન્મે છે અને વૃદ્ધિ પામે છે એટલે સાંસારિક રાગનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ રાગનો ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તમાંથી અશાંતિ દૂર થાય છે. આમ, “નમો' પદનો જાપ શાન્તિપ્રેરક છે. નમો પદનો અથવા નમો અરિહંતાણંનો જાપ, આગળ પ્રણવ મંત્ર ૐ જોડીને ૐ નમો રિહંતા એ પ્રમાણે કરી શકાય કે કેમ એ વિશે કેટલાકને પ્રશ્ન થાય છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એ રીતે જાપ કરવાનો એકાન્ત નિષેધ નથી. લૌકિક જીવનમાં સૌભાગ્ય, શાન્તિ ઇત્યાદિ માટે ૐ સાથે જાપ થઈ શકે છે. કેવળ મોક્ષાભિલાષી માટે એની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર'ના આઠમાં પ્રકાશમાં કહ્યું છે : मंत्रः प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः । ध्येय प्रणवहीनस्तु निर्णाणपदकांक्षिभिः ।। અર્થાતુ લોકસંબંધી ફળની ઇચ્છાવાળાઓએ આગળ પ્રણવમંત્ર – 3ૐકાર સહિત ધ્યાન ધરવું, પરંતુ નિર્વાણ પદના અર્થીઓએ પ્રણવરહિત – એટલે કે ૐ કાર વગર ધ્યાન ધરવું. શ્રી મેરૂતુંગાચાર્યે “સૂરમંત્ર'ના અષ્ટવિદ્યાધિકારમાં પણ કહ્યું છે : Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ प्रणवनमोयुक्तानि पदानि सर्वाणि इष्टं कार्य जनयति । प्रणवं विना नमो इति मोक्षबीजम् । અર્થાત્ પ્રણવ મંત્ર ૐ સાથે જોડાયેલા નમસ્કારનાં સર્વ પદો ઈષ્ટ કાર્ય ઉત્પન્ન કરે છે, એટલે કે ઈષ્ટ ફળ આપે છે. પ્રણવ વિનાનો નમસ્કાર ‘મોક્ષબીજ’ છે. આમ નો પદનો, નમસ્કારનો મહિમા ઘણો મોટો છે. ‘ગંધર્વતંત્ર’માં નમસ્કારનો મહિમા નીચે પ્રમાણે બતાવ્યો છે. જિનતત્ત્વ देवमानुषगंधर्वाः यक्षराक्षसपन्नगाः । नमस्कारेण तुष्यन्ति महात्मानः समन्ततः ।। नमस्कारेण लभते चतुवर्ग महोदयम् । सर्वत्र सर्व सिद्धयर्थ नतिरेका प्रवर्तते । नत्या विजयते लोकान् नत्या धन्म प्रवर्तते । नमस्कारेण दीर्घायुरछिन्ना लभते प्रजाः ।। અર્થાત્ દેવ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ, પન્નગ (નાગ) અને મહાત્માઓ નમસ્કારથી મહાન ઉદય -(ઉન્નતિ) કરનાર એવા ચતુવર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. સર્વત્ર સર્વ કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જ પ્રવર્તે છે. નમસ્કાર કરવાથી લોક જિતાય છે. નમસ્કારથી ધર્મનું પ્રવર્તન થાય છે અને નમસ્કારથી પ્રજા રોગરહિત દીર્ઘાયુષ્ય મેળવે છે. નો માટે એટલે કે નમસ્કાર માટે વિવિધ પ્રકારની ઉપમાઓ કે રૂપકો યોજાયાં છે, જેમ કે નો સરિતા છે અને અરિહંત સાગર છે. શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કારનો મહિમા સમજાવતાં ‘લલિત વિસ્તરા ચૈત્યવંદનવૃત્તિ’માં કહ્યું છે : एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं मित्तं एसो परमुव्यारी नमुक्कारो 11 सेयाणं परं सेयं मंगलाणं च परमंगलं 1 पुन्नाणं परम पुन्नं फलं फलाणं परमरम्मं 11 [આ નમસ્કાર પિતા છે, માતા છે, અકારણ બંધુ છે, અને પરમ ઉપકારી મિત્ર છે. શ્રેયોમાં તે પરમ શ્રેય છે, માંગલિક વિશે ૫૨મ મંગલ છે, પુણ્યોમાં તે પરમ પુણ્ય છે અને ફલોમાં તે પરમ રમ્ય છે.] બારાખડી – વર્ણમાળામાં લખાયેલા અક્ષર કરતાં શબ્દમાં વપરાયેલો Page #209 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૧૯૯ અક્ષર વધુ સબળ બને છે. શબ્દકોશમાં રહેલા શબ્દ કરતાં વાક્યમાં વપરાયેલા શબ્દનું મૂલ્ય વધી જાય છે. એ જ શબ્દ મંત્રમાં જ્યારે પ્રયોજાય છે ત્યારે એની મહત્તા ઘણીબધી વધી જાય છે. વળી અન્ય મંત્ર કરતાં નવકારમંત્રમાં પ્રયોજાયેલો શબ્દ અતિશય મહિમાવંતો બની ગયો છે. નવકારમંત્રમાં નો શબ્દમાં માત્ર અક્ષર બે જ છે, પરંતુ મહર્ષિઓએ પોતાની દિવ્ય અનુભૂતિના આધારે એમાં કેટલું સામર્થ્ય રહેલું છે તે દર્શાવ્યું છે. શ્રી રત્નમંદિરગણિએ કહ્યું છે : મંત્રઃ पंचनमस्कारः कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराष्टाग्रोत्कृष्ट विद्यासहस्रकः ।। [ પંચ નમસ્કારમંત્ર કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવવાળો છે. એના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર અને આઠ મહાવિદ્યાઓ રહેલી છે. ] નવકારમંત્રમાં નો પદના બે અક્ષરનો કેટલો બધો અચિંત્ય મહિમા છે તે સમજવા માટે આ એક જ વાત પૂરતી છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણે અનાદિસિદ્ધ શાશ્વત નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પંચ પરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. નમો લોએ સવ્વસાહૂણં' એમ પાંચમું પદ બોલીને આપણે પાંચમા પરમેષ્ઠિ સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રના નવ પદમાં આ પાંચમું પદ છે એટલે તે બરાબર વચ્ચે આવે છે, અર્થાત્ એ કેન્દ્રસ્થાને છે. એની એક બાજુ ચાર પદ અને બીજી બાજુ પણ ચાર પદ . વળી નવપદની આરાધનમાં પણ તે કેન્દ્રસ્થાને છે. એ પદ પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને નમસ્કાર કરાય છે. સાધુ-પદ કેન્દ્રસ્થાને છે એનો અર્થ એ થયો કે એ સૌથી મહત્ત્વનું પદ છે, કારણ કે સાધુ થયા વિના ઉપાધ્યાય થવાય નહીં, આચાર્ય થવાય નહીં, અરિહંત પણ થવાય નહીં અને સિદ્ધ પરમાત્મા પણ થઈ શકાય નહીં. આ પાંચમું પદ જ પંચમ ગતિ અપાવનારું છે. જૈન ધર્મનો સાર, ચૌદ પૂર્વનો સાર નવકારમંત્ર છે અને નવકાર મંત્રમાં કેન્દ્રસ્થાને સાધુપદ, સાધુત્વ છે. એક દિશામાં સંસાર છે અને એનાથી વિપરીત બીજી દિશામાં મોક્ષમાર્ગ છે. એ તરફ જવું હોય તો પ્રથમ પગલું સાધુત્વથી મંડાય છે. આનંદઘનજીએ કહ્યું છે : સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે. આ પાંચમો નમસ્કાર સાધુ ભગવંતોને કરતાં આપણે બોલીએ છીએ : નમો લોએ સવ્વસાહૂણે. પરંતુ આ પાંચમા પદમાં આગળનાં ચારે પદ કરતાં બે શબ્દ વધારે છે – “લોએ” અને “સવ.” “લોએ” એટલે કે સમસ્ત લોકમાં રહેલા. સવ' એટલે સર્વ. તો શું પહેલાં ચાર પદોમાં “લોએ” અને “સબૂ' એ બે શબ્દોની જરૂર નથી ? વસ્તુત: એમાં એ બે શબ્દો અધ્યાહાર છે. જો પ્રથમ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨0૧ નમો લોએ સવ્વસાહૂણં અથવા બીજા, ત્રીજા કે કોઈ એક પદમાં “લોએ” અને “સવ' એ બે શબ્દો મૂકવામાં આવે તો બાકીનાં બધાં જ પદોમાં એ મૂકવાની અનિવાર્યતા ઊભી થાય, અન્યથા ગેરસમજ થાય. પરંતુ જો છેલ્લા પદમાં એ શબ્દો મૂકવામાં આવે તો પહેલાં ચાર પદોમાં એ છે જ એમ સમજી શકાય છે. “લોએ' એટલે લોકમાં. લોક એટલે પંચાસ્તિકાયરૂપ ચૌદ રાજલોક અને લોક' એટલે ચૌદ રાજલોકના ઊર્ધ્વ, તિર્યગુ અને અધો એવા ત્રણ ભાગમાંથી તિર્યગુ લોક. અઢી દ્વીપ પ્રમાણે મધ્યવર્તી ભાગ તે મનુષ્યલોક. સાધુ આ મનુષ્યલોકમાં છે. માટે અહીં “લોએ” એટલે મનુષ્યલોક. “સવ” એટલે સર્વ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ચાર પ્રકારના સર્વ છે : (૧) નામ સર્વ, (૨) સ્થાપના સર્વ, (૩) દેશ સર્વ અને (૪) નિરવશેષ સર્વ. અહીં નિરવશેષ સર્વનો અર્થ લેવાનો છે. ત્રણ લોકમાં, ત્રણ કાળમાં જે જે સાધુ મહાત્માઓ થયા છે, હાલ વિચરે છે અને ભવિષ્યમાં થશે તે સર્વને, જ્યાં જ્યાં સાધુત્વ છે તે સર્વને વંદન હો. સાધુ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જુદી જુદી રીતે આપવામાં આવે છે : (૧) સધતિ નિદ્રિતિ વર્નામિતિ સTg: I – જે ધર્માદિ કાર્યને નિષ્પાદન કરે એટલે કે સાધે તે સાધુ. (૨) સTધતિ જ્ઞાના િશમિત સીધુ. | જ્ઞાનાદિ શક્તિ વડે જે મોક્ષને સાધે તે સાધુ. (૩) ચન્દર્શનશાનચારિત્રેશ્ન સાધતીતિ સાધુ. | જે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર વડે મોક્ષને સાથે તે સાધુ. (૪) પરહિત મોક્ષનુષ્ઠાન વા સાઘતિતિ સાધુ | જે સ્વપર હિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે તે સાધુ. (૫) જિલ્લા સદન સાધવ: | જે નિર્વાણની સાધના કરે તે સાધુ. (૬) શાન્તિ સઘયર્નતિ સાધવ: |જે શાન્તિની સાધના કરે તે સાધુ. (૭) રસધતિ પતિ શિયfમરમિતિ સાધુ. | જે વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગ અર્થાત્ મોક્ષનું પોષણ કરે તે સાધુ. (૮) અમિનીવતમર્થ સાધવતિ સાધુ: I – જે અભિલષિત (ઇચ્છિત) અર્થને સાધે તે સાધુ. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જિનતત્ત્વ (૯) સમતાં ય સર્વભૂતેષુ ચયિન્તીતિ સાધવ |– સર્વ પ્રાણીઓ પ્રત્યે જે સમતાનું ચિંતન કરે, સમતાનો ભાવ ધારણ કરે તે સાધુ. (૧૦) સામવિગત વિશુદ્ધ યામિ વ્યસનસત્ત્વ હિતાશયામૃતતક્ષણ स्वपरिणाम: एवं साधु धर्म: । સામાયિક વગેરેમાં રહેલી વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતું, સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે. (૧૧) સહિયે વા સંચમહારdi ઘાયન્સતિ સાધવ: | જે સંયમમાં સહાયક બને તે સાધુ. આ બધી વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે તેમાં સાધુની સાધના અને તે પણ જ્ઞાનાદિ રત્નત્રયી વડે નિર્વાણ (મોક્ષ) માટેની સાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાધુની અન્ય એક મહત્ત્વની લાક્ષણિકતા તે જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે. એટલે “સહાય કરે તે સાધુ' એવી વ્યાખ્યા પણ અહીં આપવામાં આવી છે. “આવશ્યકનિયુક્તિ માં કહ્યું છે : निव्वाणसाहए जोगे जम्हा साहन्ति साहुणो । समा य सबभूएसु तम्हा ते भावसाहूणो ।। [નિર્વાણસાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેઓ એથી “ભાવસાધુ” કહેવાય છે. ] સાધુસંસ્થા ભારતવર્ષમાં અનાદિ કાળથી છે. એટલે સાધુ માટે વખતોવખત જુદા જુદા પર્યાયવાચી શબ્દો પ્રયોજાય એ સ્વાભાવિક છે. જો કે તે પ્રત્યેક શબ્દમાં એની સૂક્ષ્મ અર્થચ્છાયા રહેલી છે, તો પણ તે સહજતાથી એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. સાધુ માટે આવા કેટલાક શબ્દો છે : મુનિ, શ્રમણ, અણગાર, નિગ્રંથ, સંન્યાસી, ભિક્ષુ, (ભિખુ), યોગી, ઋષિ, દીક્ષિત, મહાત્મા, માહણ, અવધૂત, મહાવ્રતી, સંત, મહારાજ, નિરારંભ, અચલક, જ્ઞાની, તત્ત્વજ્ઞાની, શ્રમાશ્રમણ, મુક્તાત્મા, સંયમ, મહાનુભાગ, તારક, અકિંચન, વાચંયમી વગેરે. આવા એકસોથી અધિક શબ્દ “સાધુ” માટે પ્રયોજાયેલા જોવા મળે છે. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના Page #213 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણં ૨૦૩ સત્તાવીસ-એમ બધા મળીને ૧૦૮ ગુણ થાય છે. સાધુ ભગવંતના ૨૭ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે : (૧) પાંચ મહાવ્રતને પાળનાર (૨) રાત્રિભોજનનો ત્યાગ (૩) છકાય જીવની રક્ષા (૪) પાંચ ઈન્દ્રિય ઉપર સંયમ (૫) ત્રણ ગુપ્તિનું પાલન (૯) લોભ નિગ્રહ-લોભ ન રાખે (૭) ક્ષમા ધારણ કરે (૮) મનનિગ્રહ-ચિત્ત નિર્મળ રાખે (૯) પડિલેહણ કરે (૧૦) સંયમમાં રહે (૧૧) પરીષહ સહન કરે (૧૨) ઉપસર્ગ સહન કરે ૨૭ ગુણ આ સત્તાવીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે અને એ રીતે સત્તાવીસ સત્તાવીસી પણ બનાવવામાં આવી છે. જૈન ધર્મે સાધુઓનો આદર્શ ઘણો જ ઊંચો રાખ્યો છે. દુનિયાના વિવિધ ધર્મોમાં ગૃહજીવન છોડી, સાધુનો વેશ ધારણ કરી ત્યાગમય જીવન જીવનારા ઘણા છે, પરંતુ જે રીતે જૈન સાધુઓ પોતાનું દીક્ષિત જીવન જીવે છે અને એની તોલે દુનિયામાં કોઈ ન આવે. અંતરમાં સાચી દઢ શ્રદ્ધા અને મોક્ષાભિલાષા ન હોય તો આવા કષ્ટભર્યા સાધુજીવનનો સ્વીકાર ન થઈ શકે. એટલે જ કહેવાયું છે કે જે સહન કરે તે સાધુ. જીવ ઘરસંસાર છોડી દીક્ષિત થાય છે એ જીવનનું એક મોટું પ્રસ્થાન છે. “દીક્ષા' શબ્દની લૌકિક વ્યુત્પત્તિ કેટલાક આવી રીતે બતાવે છે : “દી” એટલે દીનતા” અને “ક્ષા' નો “ક્ષ” એટલે “ક્ષય'. દીનતાનો ક્ષય કરાવે એનું નામ દીક્ષા. દીક્ષા લીધા પછી જ્યારે સ્વાધીનતાનું સુખ અનુભવવા મળે છે ત્યારે દીનતાનો જીવનમાંથી આપોઆપ ક્ષય થઈ જાય છે. સાધુની સાધુતાની જે મસ્તી છે તેમાં દીનતા, લાચારી, પરાધીનતા ટકી શકે નહીં. ગૃહસ્થ વ્યક્તિ જ્યારે મુનિપણાની દીક્ષા લે છે ત્યારે તેની પાસે “કરેનિ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જિનતત્ત્વ ભંતે’ સૂત્ર ઉચ્ચારાવાય છે. એમાં તે ‘સર્વાં સાવજ્જે જોગં પચક્ખામિ' બોલી સર્વ સાવદ્ય યોગનાં પચક્ખાણ લે છે. સાવઘ યોગ એટલે દોષયુક્ત, પાપયુક્ત પ્રવૃત્તિ. મુનિપણાની દીક્ષામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પંચ મહાવ્રત ધારણ કરવામાં આવે છે. સંયમ અને જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (કે મોરપીંછી) એમને આપવામાં આવે છે. આ મહાવ્રતોનો ભંગ થાય એવી જે કોઈ પ્રવૃત્તિ તે સાવઘ યોગ. ગૃહસ્થ જીવનમાં કેટલીક પ્રવૃત્તિ અનિવાર્ય બને છે. માણસ ઘ૨માં ૨હે છે અને એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. સાધુને હવે પોતાનું ઘર હોતું નથી. તેઓ અણગાર બન્યા છે. સાધુનું જીવન એવી રીતે ઘડવામાં આવ્યું છે કે એ નાણાં વગર પોતાનું જીવન ચલાવી શકે છે. એમને રસોઈ કરવાની નથી હોતી. તેઓ ગોચરી વહોરી લાવીને પોતાના ઉપાશ્રયમાં આવીને વાપરે છે. તેઓ ઉઘાડા પગે ચાલીને બધે જાય છે. તેઓ બે જોડી વસ્ત્ર રાખે છે જે ગૃહસ્થોએ વહોરાવેલાં હોય છે. સાધુનાં વસ્ત્રપાત્ર પરિમિત હોય છે. દિગંબર મુનિઓ તો વસ્ત્ર-પાત્ર પણ રાખતા નથી. કરપાત્રી હોવાથી તેઓ હાથમાં લઈને જ આહાર કરી લે છે. સાધુ વાહનનો ઉપયોગ કરતા નથી. તેમને કોઈ મોજશોખ હોતા નથી. એટલે સાધુ ભગવંતને જીવનના અંત સુધી પોતાના નિર્વાહ માટે પાસે એક રૂપિયો પણ રાખવાની જરૂર રહેતી નથી. તેઓ કંચન અને કામિનીના ત્યાગી હોય છે. સાધુને સૂવા માટે ગાદલાં-ઓશિકાં હોતાં નથી. પાથરવા ઓઢવા માટે એક કામળી અને હાથ એ જ ઓશીકું. દિગંબર મુનિઓ તો ૫હે૨વા કે પાથરવા માટે એક વસ્ત્ર પણ રાખતા નથી. આમ, સાધુ ભગવંતોને અર્થોપાર્જનની, અર્થસંરક્ષણની કે અર્થવૃદ્ધિની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. એટલે એ નિમિત્તે થતા સાવદ્ય યોગોથી તેઓ મુક્ત રહે છે. આત્મજ્ઞાન માટે સાધુપણું કહ્યું છે. આનંદઘનજીએ કહ્યું છે : આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે. માત્ર વેષ ધા૨ણ ક૨વાથી સાધુપણું નથી આવી જતું. સાધુત્વનો ભાવ પણ જોઈએ. દ્રવ્યલિંગી અને ભાવલિંગીના ચાર ભેદ થાય છે. દ્રવ્યલિંગી હોય, પણ ભાવલિંગી ન હોય, (૨) ભાવલિંગી હોય પણ દ્રવ્યલિંગી ન હોય, (૩) દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય અને (૪) દ્રવ્યલિંગી ન હોય અને ભાવલિંગી પણ ન હોય. આ ચારમાં શ્રેષ્ઠતમ તે જ કે જે દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય. દ્રવ્યલિંગ નિરર્થક નથી. ભાવલિંગી થવા માટે પણ તે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ નમો લોએ સવ્વસાહૂણં અત્યંત ઉપકારક છે. કેટલાક પહેલાં માત્ર દ્રવ્યલિંગી હોય, પણ પછી એથી જ એમને ભાવલિંગી થવાના ભાવ જાગ્યા હોય છે. શ્રાવક દીક્ષા લે છે તે દિવસથી એનું બાહ્ય અર્થાત્ સ્કૂલ અને અત્યંતર અર્થાત્ સૂક્ષ્મ રૂપાંતર - transformation થાય છે. સાધુનાં નામ, વેશ, ભાષા વ્યવહાર ઈત્યાદિ બદલાઈ જાય છે, કારણ કે ગૃહસ્થ જીવનના સંસ્કારોનું હવે વિસર્જન કરવાનું હોય છે. નામ બદલાતાં જૂના નામ સાથેનાં વળગણો છૂટવા માંડે છે. સાધુને માથે મુંડન હોય છે. હવે ચહેરો જોવા- શણગારવાની વાત નહીં. જૈન સાધુ દીક્ષા લીધા પછી કોઈ દિવસ અરીસામાં પોતાનું મોટું જોતા નથી કે વાળ ઓળતા નથી કે હજામત કરાવતા નથી. સમયે સમયે લોચ કરે છે. સાધુને હવે રસોડે, ભાણે બેસીને જમવાનું હોતું નથી. ગોચરી વહોરી લાવવાની રહે છે. અથવા ઊભા ઊભા બે હાથમાં આહાર લેવાનો હોય છે. સાધુની ભાષા બદલાઈ જાય છે. તેઓ હવે કોઈ ગૃહસ્થને “આવો, પધારો કે “આવજો' કહેતા નથી. માત્ર “ધર્મલાભ' કહે છે. સાધુના ભોજન માટે શબ્દ છે ગોચરી અથવા ભિક્ષાચરી. ખાવું નહીં પણ “વાપરવું', “પથારી' નહીં પણ સંથારો', “વાસણ' નહીં પણ “પાતરાં'. સાધુને હવે કોઈના સગાઈ, લગ્ન કે સાદડીમાં જવાનું હોતું નથી. સાજમાંદે ખબર કાઢવા જવાનું કે સ્મશાનમાં આભડવા જવાનું નથી હોતું. સાધુ ભગવંત ભવિષ્યકાળ માટે નિશ્ચિતપણે કોઈ વાણી ઉચ્ચારી ન શકે, કારણ કે તેમ જો ન થાય તો મૃષાવાદનો દોષ લાગે. એટલે સામાન્ય રીતે તેઓ વર્તમાન જોગ' એમ કહે, એટલે કે તે સમયે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. એટલા માટે કહ્યું છે : आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायणि । तम्हा हवई साहूणं वट्टमाणजोगेण ववहारो ।। [ આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યોમાં બહુ અંતરાયો આવે છે. એટલે “વર્તમાન જોગ' પ્રમાણે સાધુનો વ્યવહાર હોય છે. ] અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુઓએ ભવિષ્યકાળ માટે ક્યારેય નિશ્ચયાત્મક વાણી ન ઉચ્ચારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યાંક બીજે દિવસે જવાનું હોય અને કોઈ પૂછે કે “મહારાજજી ! કાલે સવારે નવ વાગે પધારશો ને ?' તો સાધુ મહારાજ એમ ન કહે કે, “હા, અમે બરાબર નવના ટકોરે પહોંચી જઈશું.” જવાનું નિશ્ચિત જ હોય તો પણ સાધુ મહારાજ કહે કે, Page #216 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૦૩ ‘વર્તમાન જોગ’. એટલે તે વખતે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. આમ કહેવાનું કારણ એ છે કે સાધુ મહારાજનું વચન અસત્ય ન ઠરવું જોઈએ. કોઈક કારણસ૨ તબિયત બગડી, વરસાદ પડ્યો, રમખાણ થયું તો સાધુથી ત્યાં પહોંચી ન શકાય અને ન પહોંચે તો પોતાનું વચન મિથ્યા ઠરે એટલે કે સત્ય બોલવાના પોતાના વ્રતને દૂષણ લાગે, મૃષાવાદનું પાપ લાગે. શ્રી હરિભદ્રસૂરિએ ‘સંબોધ પ્રકરણ’માં સાધુ ભગવંત કેવા હોવા જોઈએ તે માટે કહ્યું છે : गtयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा । जिणमय उज्जोयकय सम्मत्त पभावगा मुणिणो ।। મુનિઓ ગીતાર્થ, સંવિગ્ન, નિઃશલ્ય, ગા૨વાનો ત્યાગ ક૨ના૨ા, અસંગ થયેલા, જિનમત- જિનધર્મનો ઉદ્યોત કરનારા અને સમ્યક્ત્વના પ્રભાવક હોવા જોઈએ. જૈન સાધુઓના આહાર-વિહાર માટે, વસ્ત્ર-પાત્ર માટે ઘણા બધા નિયમો આચારાંગસૂત્ર, દસવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં બતાવવામાં આવ્યા છે. જૈન સાધુઓનું જીવન નિર્દોષ, પાપરહિત હોય છે. તેઓના જીવનમાં માયાચાર હોતો નથી. પંચ મહાવ્રતો તેઓ ચુસ્ત રીતે નવ કોટિએ પાળે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘પંચપરમેષ્ઠિ ગીતા'માં સાધુ ભગવંતનું સ્વરૂપ દર્શાવતાં લખ્યું છે : ક્લેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ; અસંદીન જિમ દ્વીપ તથા ભવિજન આશ્વાસ. તરણતારણ કરુણાપર જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર ગુણમહિમા ભંડાર. જીવોના ક્લેશનો નાશ કરે એવી દેશના આપવામાં હંમેશાં સાધુ ભગવંતો તત્પર હોય છે. એ માટે જે કંઈ શ્રમ પડે તેની તેઓ ચિંતા કરતા નથી. તેઓ ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે સ્થિર દ્વીપ જેવા હોય છે. તેઓ સ્વયં તરે છે અને બીજાને તારનારા હોય છે. તેઓ કરુણાવાળા હોય છે. તેઓ ઉત્તમ જંગમ તીર્થ જેવા હોય છે. તેઓ ગુણના ભંડાર સમાન હોય છે. એવા સુખ કરાવનારા સાધુઓ વારંવાર ધન્યવાદને પાત્ર છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણં ૨૦૭ - સાધુ ભગવંતોનાં લક્ષણો દર્શાવતાં નવકારમંત્રના એક બાલાવબોધમાં કહ્યું છે : “જે સાધુ ૪૨ દોષ વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઈન્દ્રિય દમે, સંસારે ન રમે, બાવીસ પરીષહ સહે, નવ કલ્પ વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા ચાલે, ભવ્ય જીવને મુક્તિસુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા સત્તાવીસ ગુણ ધરે, એવા શાન્ત, દાન્ત, કાન્ત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિક શિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજ્જન, સદા પ્રસન્ન, જીવલોકના બંધવ, કુતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ આદિ ૨૮ લબ્ધિના ધારનાર, મોહ, માયા, લોભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા...' બીજા એક બાલાવબોધમાં કહ્યું છે : સર્વ લોકમાંહિ જે છે સાધુ તે સાધુ... સમ્યગુજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યકુ ચારિત્ર એ રત્નત્રય સાધઈ, પાંચ મહાવ્રત ધરઈ, છઠ્ઠ રાત્રિભોજન વરજઈ, સાત ભય ટાલઇ, આઠ મદ વરજઈ, નવકલ્પી વિહાર કરઈ, દસ ભેદ સંયમધર્મ આદરઈ, બારે ભેદે તપ તપઈ, સત્તરહ આશ્રવદ્ધાર રુંધઈ, અઠ્ઠારસ સહસ સીલાંગરથ ધરાઈ, બાવીસ પરીષહ સહઈ, તેત્રીસ આશાતના ટાઈ, બઈતાલીસ દોષવિશુદ્ધ મધુકરી વૃતિઈ આહાર ભેઈ, પંચ દોષરહિત મંડલી ભુજઈ, જે સમ-શત્રુ-મિત્ર સમ-લેટું-કંચણ, પંચસમિયા, તિગુત્તા, અમમા, અકિંચણા, અમચ્છરા, જીઇંદિયા, જયકસાયા, નિમ્મલ બંભર્ચરવાસા, સજઝાયઝાણ-જુગા, દુક્કર તવચરણરયા, અરસાહારા, વિરસાહારા, અંતાતારા, પતાહારા, અરસજીવી, વિરમજીવી, અંતજીવી, પંતજીવી, તુચ્છાદાર, સુહાહારા, સુક્કા, ભુક્કા, નિમ્મસા, નિસ્સોણિયા, કિસિઅંગા, નિરાગસરણા, કુખિસંબલા, ખજ્ઞાનકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઈસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયરકાતર જીવ પરિહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ, અપહર જીવના પીર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિ:કિંચણ, નિરહંકારી, નિ:પરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જી કે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે મારો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિકાલ વંદના સદા સર્વદા થાઓ.” આવા સાધુપદનો મહિમા ગાતા કહેવાયું છે કે – न च राजभयं न च चोरभयं इहलोकसुखं परलोकहितं । नरदेवनतं वरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ।। Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જિનતત્ત્વ સાધુ ભગવંતોને એમની પારદર્શક આચારશુદ્ધિને કારણે રાજ્યનો કે ચોરનો ભય હોતો નથી. તેઓ આ લોકમાં આધ્યાત્મિક સુખ ભોગવે છે અને પરલોકનું હિત સાધી લે છે. તેઓને મનુષ્યો અને દેવો વંદન કરે છે અને તેમની કીર્તિ ચારે બાજુ પ્રસરે છે. માટે શ્રમણપણું અત્યંત રમણીય છે. વળી કહ્યું છે : साधूनां दर्शन पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः । જંગમ તીર્થરૂપ સાધુ ભગવંતનાં દર્શનથી પુણ્યોપાર્જન થાય છે. સ્થાવર તીર્થ કરતાં પણ તરત જ ફળ આપનાર સાચા જંગમ તીર્થનો મહિમા મોટો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠને સાધુને માટે અષ્ટ પ્રવચન માતા ગણવામાં આવે છે. દસ પ્રકારના યતિ ધર્મને સાધુના દસ પિતા રૂપે દર્શાવવામાં આવે છે. ગૃહસ્થની સંભાળ રાખનાર એક માતા અને એક પિતા હોય છે. સાધુની સંભાળ રાખનાર આઠ માતા અને દસ પિતા હોય છે. સંઘને પણ સાધુનાં માતાપિતા-અમ્માપિયા તરીકે ઓળખવામાં આવે છે. સાધુ ભગવંત ચાલે તો ઈર્યાસમિતિપૂર્વક, બોલે તો ભાષાસમિતિપૂર્વક, ગોચરી-આહાર લેવા જાય તો એષણાસમિતિપૂર્વક, ચીજવસ્તુઓ લે-મૂકે તો તે આદાનભંડનિક્ષેપણા સમિતિપૂર્વક અને શૌચાદિક્રિયા કરે તો તે પરિષ્ઠાપનિકા સમિતિપૂર્વક. તેઓની પ્રત્યેક ક્રિયા જયણાપૂર્વકની હોય છે. સાધુ ભગવંતો વસ્ત્ર ધારણ કરે તે પોતાના શરીરને ઢાંકવા માટે, નહીં કે દેહને શણગારવા માટે. કડક ઈસ્ત્રીવાળાં કપડાં સાધુને ન શોભે. એવું વસ્ત્ર આવ્યું હોય તો પણ આમારી નાખી, કરચલીઓવાળું વસ્ત્ર ધારણ કરે. જીર્ણ કંથા એ સાધુની શોભા છે. સાધુ સીવેલાં વસ્ત્ર ન પહેરે. સાધુઓ પોતાનાં વસ્ત્ર પોતે જ ધુએ, ઓછામાં ઓછા પાણીથી. ગૃહસ્થ પાસે વસ્ત્રો ન ધોવડાવે. પોતે પણ રોજેરોજ વસ્ત્ર ન ધુએ. દિગંબર મુનિઓ તો જીવનપર્યત વસ્ત્ર ધારણ ન કરે. જૈન સાધુઓ અપરિગ્રહી હોવાથી છત્રી, બુટ, ચંપલ, છરી, કાતર ઇત્યાદિ ક જ વાપરતા નથી. તેઓ વાહનનો ઉપયોગ કરતા નથી. ચાતુર્માસ સિવાય એક સ્થળે તેઓ રહેતા નથી. એના નિયમો હોય છે. ઉઘાડા પગે પાદવિહાર એ જૈન સાધુનું એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. ઝડપી વાહનોના વર્તમાન યુગમાં પણ સાધુઓના પાદવિહારમાં સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. સાધુ એથી સ્વાધીન છે. જે વખતે વિચાર થાય તે વખતે તે વિહારનો પોતાનો કાર્યક્રમ તરત ગોઠવી શકે છે, વિહારથી આરોગ્ય સારું રહે છે અને વિશાળ Page #219 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણે ૨૦૯ જનસંપર્કમાં રહેવા છતાં કોઈ સ્થળ, સંઘ કે વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ થતાં નથી. સંયમ માટે, બ્રહ્મચર્યના પાલન માટે પણ જંઘાશ્રમપૂર્વક થતો વિહાર બહુ ઉપયોગી છે. પાદવિહારને લીધે જ, શરીર પર ઊંચકી શકાય એટલી જ વસ્તુઓ રાખવાની હોવાથી, પરિગ્રહ પણ પરિમિત બની જાય છે. દિગંબર મુનિઓને તો અનિવાર્ય એવાં પીંછી અને કમંડલુ સિવાય કશો પરિગ્રહ હોતો નથી. એટલે જ દિગંબર મુનિઓ તત્ક્ષણ વિહાર કરી શકે છે. નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન એ જૈન સાધુની એક મહાન સિદ્ધિ, ઉપલબ્ધિ છે. એના પાલન માટે દઢ નિયમો બતાવ્યા છે. જૈન સાધુએ રાત્રે પગ વાળીને પડખે જ સૂવું જોઈએ. જૈન સાધુઓનો આટલો કડક સંયમ હોવાથી દિગંબર નગ્ન સાધુઓ પાસે જતાં સ્ત્રીઓ સંકોચ પામતી નથી. જૈન શાસનની આ અપૂર્વ સિદ્ધિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે; જ્ઞાનવંત જાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષો; પગ પગ વતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો. જૈન સાધુનું જીવન આચારપ્રધાન છે. જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે સાધુ ભગવંતોએ પોતાના શીલની રક્ષા માટે બહુ સૂક્ષ્મ નિયમોનું પાલન કરવાનું હોય છે. આવા નિયમોનો જો સરવાળો કરવામાં આવે તો તે ઘણો મોટો થાય. શીલના ભેદો ૩૭, ૧૮૦, ૧૮૦૦ છે અને એથી આગળ જતાં અઢાર હજાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવે છે : ૩ યોગ x ૩ કરણ x ૪ સંજ્ઞા x ૫ ઈન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની અવિરાધના x ૧૦ યતિ ધર્મ = ૧૮૦૦૦ શીલના ભેદ થાય છે. આ જ રીતે એમાં બીજા કેટલાક ભેદો ઉમેરીને શીલના ૮૪ લાખ ભેદ બતાવવામાં આવ્યા છે. શ્રાવક દીક્ષા લેતાંની સાથે છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે : મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદગુરુ પાસે, દૂષણ કાલે પણ ગુણવતા, વરતે શુભ અધ્યાસે. છઠ્ઠ ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લહિઉં, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉ. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જિનતત્ત્વ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલેઃ રહે શેલડી ઢાંકી રાખી, કે તો કાલ પરાલે ? શ્રી ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં લખ્યું છે : उरग-गिरि-जलण-सागर-नहयल-तरुगणसमो य जो होइ । સમર-મિગ-ધરા- ત્ર૮-ર-પવU/સમો નો સમrો || શ્રી ભદ્રબાહુસ્વામીએ આ એક જ ગાથામાં સાધુ ભગવંત માટે અગિયાર ઉપમા આપી દીધી છે. સાધુ ભગવંત સર્પ (ઉરગ), પર્વત, અગ્નિ, સાગર, આકાશ (નભતલ), વૃક્ષ, ભ્રમર, મૃગ, ધરણી, કમળ, સૂર્ય અને પવન જેવા હોવા જોઈએ. સાધુ ભગંવત સર્પ જેવા હોવા જોઈએ એનો અર્થ એ કે સર્પ બીજાના કરેલા ઘર (દર)માં રહે છે, આહારનો સ્વાદ લેતો નથી તથા દરમાં દાખલ થતી વખતે ગતિ તદ્દન સીધી રાખે છે. એવી રીતે સાધુ ભગવંત બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, આહારમાં આસક્તિ ન ધરાવનારા અને સંયમ માર્ગમાં સીધી ગતિ કરનારા હોય છે. સાધુ ભગવંત પર્વત જેવા અડોલ, અગ્નિ જેવા તેજસ્વી, સમુદ્ર જેવા ગંભીર અને મર્યાદાવાળા, આકાશ જેવા નિરાલંબ, કમળ જેવા નિર્લેપ, સૂર્ય જેવા પ્રકાશમાન, પવન જેવા નિબંધ હોવા જોઈએ. સાધુ ભગવંત માટે આવી ૮૪ પ્રકારની ઉપમાઓ શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે. જૈન ધર્મમાં ચારનું શરણું લેવાનું કહ્યું છે. એ ચાર તે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણીત ધર્મ. આ ચારમાં સાધુને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એ પરથી સાધુપદનો મહિમા સમજાશે. સિદ્ધ પરમાત્માએ આઠ્ઠ કર્મનો ક્ષય કર્યો છે એટલે એ તો સર્વોચ્ચ આદર્શ છે. અરિહંત ભગવાને ચાર ધાતી કર્મનો ક્ષય કર્યો હોય છે. દેહધારી જીવોમાં તેઓ પણ સર્વોચ્ચ સ્થાને છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી સાધુનું શરણું લેવામાં આવે છે. અરિહંત અને સિદ્ધમાં કોઈ ન્યૂનતા નથી હોતી, પણ સાધુમાં ન્યૂનતા હોઈ શકે છે. આમ છતાં સાધુ પદને એટલું મહત્ત્વ આપવાનું એક કારણ એ છે કે સિદ્ધ પરમાત્મા પરોક્ષ છે અને અરિહંત ભગવાનનો પ્રત્યક્ષ લાભ બધાંને ન મળી શકે. પરંતુ અરિહંત ભગવાનના વિરહકાળમાં પણ સાધુ ભગવંતનો યોગ સર્વસુલભ હોય છે. સાધુ પદમાં અહીં આચાર્ય અને ઉપાધ્યાયનું પદ સંનિહીંત છે. આ શ્રમણવર્ગ અનેક જીવોને સંસારના ભયથી બચાવી મોક્ષમાર્ગ બતાવે છે, મોક્ષમાર્ગ પર આરૂઢ કરાવે છે અને અનેક જીવોને મોક્ષમાર્ગમાં આગળ વધવામાં સહાયરૂપ થાય છે. એટલા માટે સાધુ ભગવંતનું શરણ અત્યંત મહત્ત્વનું છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ નમો લોએ સવ્વસાહૂણે “ચઉસરણપયન્ના'માં સાધુ ભગવંતના શરણ માટે નીચે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી છે : જીવલોકના બંધુ, કુગતિરૂપી મહાસમુદ્રને ઓળંગી જનાર, મહાન ભાગ્યશાળી, રત્નત્રયીથી મોક્ષસુખને સાધનારા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. કેવળજ્ઞાની, પરમાવધિજ્ઞાની, વિપુલમતિજ્ઞાની, શ્રતધર એવા જે કોઈ આચાર્યો, ઉપાધ્યયો કે સાધુઓ તે સર્વ સાધુઓ છે, તેઓનું મને શરણ હોજો. ચઉદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, બાર અંગના ધારક, અગિયાર અંગના ધારક, જિનકલ્પી વગેરે સર્વ સાધુ ભગવંતોનું મને શરણ હોજો. વિવિધ પ્રકારની લબ્ધિવાળા અને વૈરવિરોધથી રહિત, ઇચ્છાથી રહિત, પ્રશાંતમુખશોભાવાળા, ગુણોથી ભરેલા, ગુણોનું બહુમાન કરનારા, મોહરહિત, ભવ્યજનોના મનને પ્રિય, આત્મામાં રમતા, વિષયકષાયથી રહિત, ઘર-બાર સ્ત્રી વગેરેથી રહિત, હર્ષ-વિષાદ વિનાના, હિંસા વગેરે દોષોથી વિમુપક્ત, કરુણાવંત, વિશાળ બુદ્ધિવાળા, મોક્ષમાર્ગમાં આગળ વધનારા, સુકૃત અને પુણ્યથી ભરેલા, કામવિડંબણા વિનાના, કલેશ વગેરેથી રહિત અને સાધુપણામાં સુસ્થિર એવા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.” “પંચસૂત્ર'માં ચાર શરણમાં સાધુ ભગવંતના શરણ માટેની પંક્તિઓ કેટલી બધી અર્થગંભીર છે તે જુઓ ! એમાં કહ્યું છે : મહા પસંતગંભીરાસયા, સાવજ્જજોગવિયા, પંચવિહાયારજાણગા, પરોવવારનિરયા, પઉમાઈનિદંસણા, ઝાણઝઝયણસંગયા, વિસુજઝમાણભાવા સાહૂ સરણે. [ તથા (૧) પ્રશાન્ત ગંભીર ચિત્તવાળા, (૨) સાવદ્યોગથી વિરામ પામેલા, (૩) પાંચ પ્રકારના આચારના જાણકાર, (૪) પરોપકાર કરવામાં લીન, (૫) પધ વગેરેની ઉપમાવાળા, (૬) ધ્યાન અને અધ્યયનથી સંગત તથા (૭) વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. ] આવા સાધુ ભગવંતનો મહિમા કેટલો બધો છે એ નીચેની થોડીક ઘટનાઓ ઉપરથી સમજાશે. (૧) સાધુતાના બાહ્યવંશનાં દર્શન માત્રથી ઉદયન મંત્રીને સમાધિ પ્રાપ્ત થઈ હતી, (૨) સાધુનો બાહ્ય વેશ ધારણ કરવામાત્રથી સંપ્રતિ રાજાને સમ્યગુદર્શન પ્રાપ્ત થયું હતું., (૩) સાધુઓનો ઈર્યાસમિતિપૂર્વકનો પાદવિહાર જોઈને તામલી તાપસને સમ્યગુદર્શન થયું હતું. (૪) સાધુને ગોચરી વહોરતાં જોઈને ઈલાચીકુમારને કેવળજ્ઞાન થયું હતું, (૫) મુનિસુવ્રત સ્વામીના Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનતત્ત્વ શાસનકાળ દરમિયાન ધ્યાનસ્થ ગુણસાગર મુનિને જોઈ રાજકુમાર વજ્રબાહુને દીક્ષા લેવાના ભાવ જાગ્યા અને એમની એ વાતથી પ્રભાવિત થઈને એક સાથે ત્રીસેક જણે દીક્ષા લીધી હતી, (૬૦) શ્રીકૃષ્ણે અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને વિધિપૂર્વક વંદન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. જૈન ધર્મની દીક્ષા અત્યંત કઠિન છે. વળી તે ગમે તેને આપવાથી શાસનની અવહેલના થવાનો ભય રહે છે. એટલે યોગ્ય પાત્રને જ દીક્ષા આપવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘ધર્મબિંદુ’માં પ્રવજ્યાર્હ એટલે કે દીક્ષા લેવાને યોગ્ય વ્યક્તિનાં લક્ષણો આ પ્રમાણે આપ્યાં છે : (૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય (આમાં અપવાદ હોઈ શકે) (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળો હોય, (૩) જેનો કર્મમળ લગભગ ક્ષીણ થયો હોય, (૪) નિર્મળ બુદ્ધિવાળો હોય, (૫) મનુષ્ય જન્મની દુર્લભતા, જન્મમરણનાં નિમિત્તો, સંપદાની ચંચળતા, વિષયોની દારુણતા, સંયોગવિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, કર્મના વિપાકો ઇત્યાદિનો વિચાર કરતાં સંસારની નિર્ગુણતા (અસારતા) જાણવાવાળો હોય, (૬) અને એથી વૈરાગ્યવાન હોય, (૭) અલ્પ કષાયવાળો, (૮) અલ્પ નોકષાય (હાસ્યાદિ)વાળો, (૯) કૃતજ્ઞ, (૧૦) વિનંયવંત, (૧૧) બહુમાન ધરાવતો હોય, (૧૨) વિશ્વાસઘાત ન કરનારો, (૧૩) શરીરે ખોડખાંપણવાળો ન હોય, (૧૪) શ્રદ્ધાવંત, (૧૫) ધર્મમાં સ્થિર, (૧૬) અને પોતે પોતાની મેળે સદ્ગુરુ પાસે દીક્ષા લેવા આવેલો હોય. જેમ દુનિયામાં વિવિધ વ્યવસાયોમાં અયોગ્ય વ્યક્તિઓ હોય છે, અને વિવિધ ધર્મોમાં અયોગ્ય સાધુ-સંન્યાસીઓ હોય છે તેમ જૈન ધર્મમાં પણ રહેવાના. વ્યાવહારિક ઉપાધિ અને કૌટુંબિક જવાબદારીથી મુક્ત એવા સાધુજીવન ત૨ફ કોઈક પ્રમાદી માણસો ખેંચાય છે અને ગમે તેમ કરીને દીક્ષા લઈ લે છે. આવા ઘૂસી જનાર માણસોને જોઈને જે પેલી લોકોકિત પ્રચલિત થઈ હશે કે - શિરમુંડનમેં તીન ગુણ, મિટ જાએ શિર કી ખાજ; ખાને કો લડુ મિલે, ઓર લોક કહે ‘મહારાજ.’ સાચા ભાવથી દીક્ષા લીધા પછી પણ કેટલાક શિથિલાચારી, સ્વચ્છંદી, પતિત થઈ જાય છે. આવા અયોગ્ય સાધુના મુખ્ય પાંચ પ્રકાર બતાવવામાં Page #223 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણં ૨૧૩ આવ્યા છે : (૧) પાર્શ્વસ્થ, (૨) અવસન્ન, (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ. આવા કુપાત્ર સાધુઓની લાક્ષણિકતાઓ શાસ્ત્રગ્રંથોમાં બતાવવામાં આવી છે. તેમને ‘અવંદનીય’ ગણવામાં આવ્યા છે અને તેમને સમુદાયમાંથી બહાર મૂકવાની ભલામણ કરવામાં આવી છે કે જેથી તેઓ બીજા સાધુઓને બગાડે નહીં અને શાસનને વગોવે નહીં. જૈન ધર્મમાં સાધુ-સાધ્વીની દીક્ષા માટે જે કેટલીક વ્યક્તિઓને અયોગ્ય ગણવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) બાળક (આઠ વર્ષથી ઓછી ઉંમરનો), (૨) વૃદ્ધ, (૩) નપુંસક, (૪) ક્લીબ, (૫) જડ, તોતડો, બેડોળ કાયાવાળો, આળસુ, (૬) વ્યાધિગ્રસ્ત, (૭) ચોર, (૮) રાજાપકારી (રાજાનો દ્રોહ કરનાર, ગુનેગાર), (૯) ઉન્મત્ત (ગાંડો), (૧૦) અદર્શન (આંદળો), (૧૧) દાસ (દાસીથી ઉત્પન્ન થયેલ, દાસીપુત્ર), (૧૨) દુષ્ટ, (૧૩) મૂઢ, (૧૪) ઋણાર્ત (દેવાદાર), (૧૫) જુંગતિ, (શરીર, જાતિ, કર્મ વગેરેથી ભ્રષ્ટ કે દૂષિત), (૧૬) અવબદ્ધ (સંયમ સિવાય અન્ય કોઈ ખોટા આશયથી દીક્ષા લેવાની ઈચ્છા રાખનાર), (૧૭) ભૃતક (કોઈએ ભાડે લીધેલો, કોઈ સાથે કરારથી બંધાયેલો), (૧૮) નિમ્ફેટિક (માતા-પિતા કે વડીલોની રજા વગર કાચી ઉંમરે દીક્ષા લેવા આવેલો.) સાધુની દીક્ષા માટે અયોગ્ય બતાવેલી આવી વ્યક્તિઓની જેમ જ એવી સ્ત્રીઓ પણ સાધ્વી તરીકે દીક્ષા લેવાને અયોગ્ય ઠરે છે. તદુપરાંત ગર્ભવતી કે સ્તનપાન કરાવતી સ્ત્રીને પણ દીક્ષા આપી શકાતી નથી. જૈન સાધુઓ દંતધાવન કે સ્નાન કરતા નથી તો તેમનું મોઢું અને શરીર ગંધાય નહીં ? આવો પ્રશ્ન કેટલાયને થાય છે. એનો ઉત્તર એ છે કે જેઓને સાધુ ભગવંતો પાસે વારંવાર જવાનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે કે જૈન સાધુઓ સવારના બ્રશ- દંતધાવન કરતા ન હોવા છતાં અને સ્નાન કરતા ન હોવા છતાં તેમનું શરીર ગંધાતું નથી. તેનું મુખ્ય કારણ તેઓનો સંયમ છે. જેઓ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, ઊર્ધ્વરેતા બને છે એમના શરીરમાં ઓજસરૂપે વિશુદ્ધ પરમાણુઓ એવા પ્રસરી રહે છે કે તે ગંધાતા અશુદ્ધ પરમાણુઓને બહાર કાઢી નાખે છે. આથી જૈન સાધુ-સાધ્વીઓનું શરીર ક્યારેય ગંધાતું નથી. જૈન સાધુઓ પોતાના આહાર, વસ્ત્રાદિ માટે ઓછામાં ઓછી વસ્તુઓ વાપરે છે એટલે કે પ્રકૃતિમાં ઓછામાં Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જિનતત્ત્વ ઓછો હસ્તક્ષેપ કરે છે. એ દૃષ્ટિએ જેન સાધુઓ પર્યાવરણના મહાન રક્ષક છે. જૈન સાધુ જેવા પર્યાવરણવાદી અન્ય કોઈ જોવા નહીં મળે. જૈન સાધુઓને ગૃહસ્થો જેવી કોઈ જવાબદારી કે વ્યાવસાયિક, વ્યાવહારિક પ્રવૃત્તિ ન હોવાથી સમય ઘણો મળે. પરંતુ એથી તેઓને નવરા બેસી રહેવાનું નથી. તેઓએ પોતાની આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે અને જ્ઞાન-ધ્યાન, તપ-જપ નિયમિત કરવાના રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન એ સાધુ જીવનનો પ્રાણ છે. એટલે જ એક જ ઉપાશ્રયમાં ઘણા બધા સાધુઓ હોવા છતાં કોઈ ઘોંઘાટ હોતો નથી. પોતાના સ્થાનમાં પણ તેઓ વગર કારણે ઊઠબેસ કરતા નથી કે જરૂર વગર બોલતા નથી. સાધુઓને એકબીજાની સાથે આદર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય છે. પોતાને ફલાણાની સાથે ફાવતું નથી એવી ફરિયાદ સામાન્ય રીતે સાધુ કોઈ દિવસ કરે નહીં. શ્રી સિદ્ધસેન દિવાકરે એવા સાધુને ઉદ્દેશીને માર્મિક રીતે કહ્યું છે કે, “ભાઈ, અહીં પાંચસાત સાધુઓ સાથે તને નથી ફાવતું, તો સિદ્ધિશિલા ઉપર અનંત સિદ્ધોની સાથે તેને કેવી રીતે ફાવશે ?' જેઓ જૈન ધાર્મિક પરંપરા અને તત્ત્વધારાથી અનભિજ્ઞ-અજાણ છે એવા કેટલાક લોકો ફરિયાદ કરતાં બોલે છે કે જૈન સાધુ-સાધ્વીઓ મફતનું ખાઈને પડ્યા રહે છે, એના કરતાં લોકસેવા કરતાં હોય તો શું ખોટું છે ? ખ્રિસ્તી પાદરીઓ, સાધ્વીઓ સેવાનું કેટલું બધું કામ કરે છે ! પરંતુ આવો વિચાર કેવળ અજ્ઞાનમૂલક છે. વસ્તુત: જૈન સાધુ-સાધ્વીઓ સંઘ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા લે છે તે આત્મકલ્યાણ માટે, મોક્ષની સાધના માટે લે છે, બોજારૂપ છે એવું કશું નથી. એમની પાસેથી જે સમાજને મળે છે તેનું પૂરેપૂરું મૂલ્ય સમાજ ચૂકવી શકે એમ નથી. જે વ્યક્તિ જે ધ્યેયથી પ્રવૃત્તિ કરતી હોય તેની પાસેથી બીજી વસ્તુની અપેક્ષા રાખવી તે અયોગ્ય છે. સમાજસેવા અને આધ્યાત્મિક સાધના એ બંને ભિન્ન વસ્તુ છે. સાધના કરતાં કરતાં અનાયાસે, પ્રકારાન્તરે કે સુક્ષ્મ રીતે સમાજસેવા થઈ જાય તે જુદી વસ્તુ છે. પરંતુ દીન, હીન, દુ:ખી, રોગી લોકોને અન્નવસ્ત્ર-ઔષધાદિ આપવા નીકળી પડવું, દર્દીઓની સારવાર કરવી ઈત્યાદિ પ્રકારનું સેવાકાર્ય ઈષ્ટ અને ઉત્તમ હોવા છતાં સાધુ-સાધ્વી પાસેથી એની અપેક્ષા રાખી ન શકાય. એટલા માટે તેઓએ દીક્ષા લીધી નથી હોતી. આ વાત કેટલાકને તરત ન સમજાય એવી છે. પરંતુ થોડાક સાધુઓના ગાઢ સંપર્કમાં આવવાથી એ સમજાય એવી છે. ઊંડું ચિંતન માગી લે એવી આ બાબત છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ નમો લોએ સવ્વસાહૂણં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સાધુ ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહ્યું છે : साहणं नमक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाओ ।। साहूण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तिआवारणो होइ ।। साहूणं नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति ।। जो मरणंमि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ।। साहुण नमुक्कारो सवपावप्पणासणो ।। मंगलाणं च सवेसिं पढमं हवइ मंगलं ।। [સાધુ ભગવંતને ભાવથી કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર ધન્ય જીવોના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસ્ત્રોતસિકાનું હરણ કરે છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર મહાન અર્થવાળો છે એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. અને મરણ વખતે તે બહુ વાર કરાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો અનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. ] શ્રી જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસ'માં કહ્યું છે, અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાયગસૂરિના સહાઈ રે મુનિ વિણ સર્વ ક્રિયા નવિ સૂઝ, તીર્થ સકલ સુખદાઈ રે પંચમ પદ એણી પેરે ધ્યાવતાં પંચમગતિને સાધો રે; સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે. શાસ્ત્રકાર કહે છે : विनय सुहनियत्ताणं विसुद्ध चारितनियमजुत्ताणं । तच्चगुणसाहगाणं सदा य किच्चुजुयाण नरो ।। [ સાધુઓ વિષયસુખથી નિવર્નેલા હોય છે. વિશુદ્ધ ચારિત્રના નિયમોથી યુક્ત હોય છે. (મૂલ ગુણ અને ઉત્તર ગુણને ધારણ કરવાવાળા હોય છે.) તથા તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે. તથા સદા (મુક્તિમાર્ગમાં) સહાય કરવાના કર્તવ્યમાં ઉદ્યમી હોય છે. તેવા સાધુઓને નમસ્કાર થાઓ !] असहाये सहायत्तं करंति मे संजमं करिन्तरस । एएण कारणेणं नमाणिऽहं सब साहूणं ।। Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જિનતત્ત્વ [સાધુઓ અસહાય એવા મને સંયમના પાલનમાં સહાય કરનારા છે એ કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતામાં સાધુપદના વર્ણનને અંતે ભાવના વ્યક્ત કરી છે : નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હવે દુર્ગતિ વાસ, ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ. વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. નવપદની આરાધનામાં સાધુપદની આરાધના પાંચમા દિવસે આવે છે. એ આરાધનામાં “ઊં હ્રીં નમો લોએ સવ્વસાહૂણં' પદની ૨૦ માળા ઉપરાંત સાધુ ભગવંતના ૨૭ ગુણ પ્રમાણે ૨૭ સાથિયા, ૨૭ ખમાસણા, ૨૭ પ્રદક્ષિણા, ૨૭ લોગસ્સનો કાઉસગ્ગ ઈત્યાદિ કરવામાં આવે છે. સાધુપદનો વર્ણ શ્યામ હોવાથી જેઓ એક ધાન્યનું આયંબિલ કરતા હોય તેઓ અડદનું આયંબિલ કરે છે. આ આરાધના વિધિપૂર્વક કરતી વખતે નીચેનો દૂહો બોલાય છે : અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે, નવિ શોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. છઠ્ઠી સદીના મહાન આચાર્ય ભઘવંત શ્રી ઉદ્યોતનસૂરિએ “કુવલયમાળા” નામના પોતાના પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથમાં એક સ્થળે “સાધુ ધર્મપરિભાવના' વર્ણવી છે. ગૃહસ્થ જીવનમાં સાચી ધર્મસાધના કરનાર વ્યક્તિ પોતાની પરિભાવના વ્યક્ત કરતાં ત્યાં જે કહે છે તેમાંથી થોડીક પંક્તિઓનો અનુવાદ અહીં ટાંક્યો છે : હું ક્યારે સાધુપણું પામીશ? ક્યારે રાત્રિએ ધ્યાનમાં હોઈશ ? ક્યારે ચરણકરણાનુયોગનો સ્વાધ્યાય કરીશ ? ક્યારે ઉપશાન્ત મનવાળો થઈને કર્મરૂપી મહાપર્વત ભેદવા માટે વજસમાન એવું પ્રતિક્રમણ કરીશ ? ક્યારે Page #227 -------------------------------------------------------------------------- ________________ નમો લોએ સવ્વસાહૂણં ૨૧૭ ધર્મધ્યાનમાં લાગી જઈશ ? ક્યારે મહાન તપશ્ચર્યાઓ કરીશ ? ક્યારે સમભાવવાળો થઈશ ? ક્યારે અંતિમ આરાધના કરી દેહ છોડીશ ?' હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં શ્રાવકનાં માર્ગાનુસારી ગુણલક્ષણો બતાવ્યાં છે. એમાં શ્રાવક માટે એક શબ્દ પ્રયોજ્યો છે યતિધર્માનુરહાનામ્। એટલે સાચો શ્રાવક એવો હોવો જોઈએ કે જે યતિધર્મનો અનુરાગી હોય. સાધુને જોતાં જ શ્રાવકને હર્ષ થવો જોઈએ. એને મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ, કે અંતે લેવા જેવું તે આ સાધુપણું છે, ભલે વર્તમાન સંજોગોમાં પોતે ન લઈ શકે. સાધુને વંદન કરતી વખતે પણ મનમાં એવો ભાવ થવો જોઈએ કે ‘આવું સાધુપણું મને પોતાને ક્યારે મળશે ?’ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રે ‘અપૂર્વ અવસર'માં સાધુ થવા માટેની પોતાની ઉત્કટ લાગણી કેટલી હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો. Page #228 -------------------------------------------------------------------------- ________________ નિગોદ નિગોદ જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. જીવના સ્વરૂપ વિશે જૈન ધર્મે કેટલી સૂક્ષ્મ અને ગહન મીમાંસા કરી છે તે આ વિષયની વિચારણા પરથી સમજી શકાશે. દુનિયામાં અન્ય કોઈ ધર્મે આવી સૂક્ષ્મ વિચારણા કરી નથી. ‘નિગોદ’ શબ્દ પણ મુખ્યત્વે જૈનોમાં જ વપરાય છે. આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે કે વનસ્પતિમાં જીવ છે, પાણીમાં સૂક્ષ્મ જીવ એટલે કે જીવાણુ છે અને હવામાં પણ જીવાણુ છે. પાણી વગેરે પ્રવાહીમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા (અપકાય) અને હવામાં વિવિધ પ્રકારના ‘વાઈરસ’ (વાયુકાય)ની વાત હવે સામાન્ય ગણાય છે. જે કેટલાક જીવાણુઓ નરી નજરે જોઈ શકાતા નથી તે જીવાણુઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે. વિજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે એક કોષના શરીરવાળા ‘અમીબા’ની શોધ કરી છે. તે નરી આંખે દેખી શકાતા નથી. જૈન ધર્મે એથી આગળ જઈને કહ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મતમ એક કોષના શરીરમાં પણ અનંત જીવો એક સાથે રહે છે. તેઓ બધા વચ્ચે એક જ શરીર હોય છે. આ એક સાધારણ દેહ (Common body) વાળા જીવો તે ‘નિગોદ’ કહેવાય છે. બેક્ટેરિયા કે વાઈરસ કરતાં તેઓ વધુ ત્વરિતપણે પોતાના શરીરમાં જન્મમરણ કરે છે અર્થાત્ ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાં જ મૃત્યુ પામે છે, પાછા ત્યાં જ ઉત્પન્ન થાય છે એમ ઘટના અમુક અમુક નિયમોને આધારે ચાલ્યા કરે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૧૯ નિગોદની વાત બુદ્ધિથી સમજાય એવી હોય તો પણ એના સ્વીકાર માટે શ્રદ્ધા અનિવાર્ય છે. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને નિગોદ વિશે કહ્યું હતું. ભગવતી સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં નિગોદની ચર્ચા આવે છે. કોઈક પૂર્વાચાર્યે ‘નિગોદ છત્રીસી'ની રચના કરી છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે ભગવતી સૂત્રની ટીકામાં આ આખી નિગોદછત્રીસી ઉતારેલી છે. એટલે આપણને એ પ્રાપ્ત થઈ શકી છે. આ છત્રીસીના કર્તાનું નામ મળતું નથી, પણ એમના સામર્થ્યની પ્રતીતિ ગાથાઓ વાંચતાં થાય છે. (આ છત્રીસી ઉ૫૨ ૫. પૂ. સ્વ. પ્રતાપસૂરિજી મહારાજના શિષ્ય સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજે સરસ વિવેચન કર્યું છે જે પ્રકાશિત થયેલું છે.) નિગોદનો વિષય અત્યંત સૂક્ષ્મ અને કઠિન છે. એના સમગ્ર સ્વરૂપને કોઈક જ જાણી શકે છે. જૈન પરંપરાનો ઇતિહાસ કહે છે કે એક વખત ઈન્દ્ર મહારાજ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને વંદન કરવા ગયા. તે સમયે શ્રી સીમંધર સ્વામીએ પોતાની દેશનામાં નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળી ઈન્દ્ર મહારાજ આશ્ચર્યચક્તિ થઈ ગયા. એમણે શ્રી સીમંધર સ્વામીને પ્રશ્ન કર્યો કે, ‘ભગવાન ! હાલ ભરતક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ છે ?' ભગવાને કહ્યું, ‘મથુરા નગરીમાં શ્રી આર્યરક્ષિતસૂરિ મારી જેમ જ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે.' ત્યાર પછી ઇન્દ્ર મહારાજને જિજ્ઞાસા થઈ એટલે તેઓ એક ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈ શ્રી આર્યરક્ષિતસૂરિ પાસે આવ્યા અને નિગોદ વિશે સમજાવવા વિનંતી કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ એમને નિગોદનું યથાસ્થિત. સ્વરૂપ સમજાવ્યું એથી ઈન્દ્ર મહારાજ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે વખતે શ્રી આર્યરક્ષિતસૂરિએ પોતાના જ્ઞાનથી ઈન્દ્ર મહારાજને ઓળખી લીધા હતા. સમગ્ર સૃષ્ટિમાં ચોર્યાસી લાખ જીવયોનિ છે એટલે કે ચોર્યાસી લાખ પ્રકારના જીવો છે. એમાં સંસારી જીવનું અત્યંત પ્રાથમિક સ્વરૂપ તે નિગોદ છે અને અત્યંત વિકસિત સ્વરૂપ તે મનુષ્ય છે. જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ મળતી નથી, મોક્ષગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં-ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમાં નિગોદ એ સૌ જીવોનું પહેલું શરીરરૂપી સહિયારું ઘર છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ આ જીવસૃષ્ટિમાં સૌથી નીચેના ક્રમમાં એકેન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિયવાળા જીવો છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય (અગ્નિકાય) અને વનસ્પતિકાય. આ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકાર છે. એમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ છે બાદર પ્રત્યેક વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય. ૨૨૦ - એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય અને એક શરીરમાં અનંત જીવ હોય તે સાધારણ કહેવાય. સૂક્ષ્મ અને બાદર એવા પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય એ ચારમાં એક શરીરમાં એક જીવ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવ છે અને બાદર સાધારણ વનસ્પતિકાયમાં પણ અનંત જીવ છે. આમાં સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો તે નિગોદના જીવો છે. સાધારણ વનસ્પતિકાય એવા નિગોદના જીવોને ‘અનંતકાય’ પણ કહે છે. નિોટુ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે અપાય છે : નિ-નિયતાં, ગાં-મૂમિ-ક્ષેત્ર-નિવાસં, अनन्तानंत जीवानां ददाति इति निगोदः । નિ એટલે નિયત-નિશ્ચિત, અનંતપણું જેમનું નિશ્ચિત છે એવા જીવો, એટલે એક જ ક્ષેત્ર, નિવાસ, ૬ એટલે વાત અર્થાત્ આપે છે. જે અનંત જીવોને એક જ નિવાસ આપે છે તે નિગોદ. निगोदशरीरं येषां ते निगोदशरीराः । અર્થાત્ નિગોદ એ જ જેમનું શરીર છે તે નિગોદશ૨ી૨ી કહેવાય છે. ‘નિગોદ’ શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. પ્રાકૃત-અર્ધમાગધીમાં નિોવ, બિન્તેય શબ્દ છે. જીવને નિગોદપણું ‘સાધારણ' નામના નામકર્મના ઉદયથી હોય છે. ‘નિગોદ’ શબ્દ તેવા શરીર માટે પ્રયોજાય છે. તદુપરાંત ‘નિગોદ’ શબ્દ તેમાં રહેલા પ્રત્યેક જીવ માટે પ્રયોજાય છે અને અનંત જીવના સમુદાય માટે પણ પ્રયોજાય છે. ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે : વિહા નું મંતે ! જિોવા વળતા ।? (ભગવાન, નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ?) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ નિગોદ ભગવાન કહે છે : गोयमा ! दुविहा णिगोदा पण्णता, तं जहा, णिगोदा य, णिगोदजीवा य । (હે ગૌતમ, નિગોદ બે પ્રકારના કહ્યા છે. જેમ કે (૧) નિગોદ (શરીર) અને (૨) નિગોદ જીવ. - સોયની અણી જેટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે. સોયની અણી તો નજરે દેખાય છે. પણ એથી પણ અનેકગણી સૂક્ષ્મ જગ્યામાં નિગોદના અનંત જીવો રહેલા છે જે નજરે દેખી શકાતા નથી. સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે દેખી શકાય એમ નથી. નિગોદમાં આ અનંત જીવો પોતપોતાની જુદી જુદી જગ્યા રોકીને નથી રહ્યા. એક જીવમાં બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ વગેરે એમ અનંત જીવો પરસ્પર એકબીજામાં પ્રવેશ કરીને, સંક્રમીને, ઓતપ્રોત બનીને રહ્યા છે. એક દાબડીમાં અંદર બીજી દાબડી હોય અને એમાં ત્રીજી દાબડી હોય અને એ દાબડીમાં સોનાની એક વીંટી હોય, તો બહારથી જોતાં એક જ મોટી દાબડીમાં તે બધાં હોવા છતાં તેઓ એકબીજામાં સંક્રાન્તિ નથી થયાં. પરંતુ એક દીવામાં બીજો દીવો ભળે અથવા એ રીતે પંદર પચીસ દીવા સાથે પ્રકાશે છે ત્યારે એક જ જ્યોતિમાં બીજી જ્યોતિ સંક્રાન્ત થઈને સમાઈ જાય છે. અથવા એક ઓરડામાં એક દીવો હોય અથવા પંદર પચીસ દીવા હોય તો તે બધાનો પ્રકાશ એકબીજામાં ભળી જાય છે. મતલબ કે એમાંથી કોઈપણ એક દીવાને બહાર કાઢી લેવામાં આવે તો તે દીવો સ્વતંત્ર પ્રકાશવાળો પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીના પેટમાં બાળક હોય છે તો માતા અને બાળક બંનેની આત્મજ્યોતિ એટલા ભાગમાં પરસ્પર સંક્રાન્ત થયેલી હોય છે. રમતના મેદાનમાં કોઈ ખેલાડીની ઉપર એક લાખ માણસની દૃષ્ટિ એક સાથે ફેંકાય છે, પરંતુ એ બધી દષ્ટિઓ માંહોમાંહે અથડાતી નથી અને ખેલાડીના શરીર પર ધક્કામારી કરતી નથી. બધી દૃષ્ટિઓ પરસ્પર ભળી જાય છે. બીજું એક ઉદાહરણ લોઢાના ગોળાનું લઈ શકાય. એને તપાવવામાં આવે અને તે લાલચોલ થાય ત્યારે અગ્નિ એનામાં સંક્રાન્ત થઈને રહેલો હોય છે. એવી રીતે નિગોદના એક શરીરમાં અનંત જીવોની આત્મજ્યોતિ એકબીજામાં ભળીને રહેલી હોય છે. એક નિગોદમાં અનંત જીવો હોય છે. એટલું જ નહીં, એક નિગોદની અંદર બીજી અસંખ્ય નિગોદો પણ હોય છે. એટલે જ ચૌદ રાજલોકમાં નિગોદો Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જિનતત્વ ઠાંસી ઠાંસીને ભરેલી છે એમ કહેવાય છે. જે અને જેટલા આકાશપ્રદેશો એક નિગોદે અવગાહ્યા હોય તે જ અને તેટલા જ આકાશપ્રદેશો બીજી અસંખ્ય નિગોદોએ તે જ સમયે અવગાહ્યા હોય તો તે નિગોદ અને બીજી તેવી સર્વ નિગોદો “સમાવગાહી' કહેવાય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તો દૂધના એક ભાગમાં સાકર વધારે અને બીજા ભાગમાં ઓછી હોય એવું નથી હોતું. દૂધમાં સાકર અન્યૂનાધિકપણે – તૂલ્યપણે પ્રસરે છે. તેમ સમાવગાહી નિગોદો પરસ્પર એક પણ આકાશપ્રદેશની જૂનાધિકતા વગર સર્વત્ર તુલ્ય ક્ષેત્રમાં અવગાહેલી હોય છે. આવી નિગોદોને સમાવગાહી’ નિગોદો કહે છે અને સમાવગાહી નિગોદોના સમુદાયને “ગોળો’ કહે છે. આવા અસંખ્ય ગોળા ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે. આમ, નિગોદના એક ગોળાના અવગાહક્ષેત્રમાં કેટલીયે નિગોદો સમાવગાહી હોય છે. પરંતુ તદુપરાંત કેટલીક નિગોદ સમાવગાહમાં એક પ્રદેશ ન્યૂન હોય છે, કેટલીક બે પ્રદેશ ન્યૂન હોય છે, એમ કરતાં કરતાં કેટલીક અસંખ્યાત પ્રદેશ ન્યૂન હોય છે અને છએ દિશામાં અવગાહેલી હોય અથવા વિપરીત ક્રમે જોઈએ તો કેટલીક નિગોદો અમુક નિગોદના અવગાહક્ષેત્રના એક પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, કેટલીક બે પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, એમ એ અસંખ્યાત પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય. આવી એક એક પ્રદેશ હાનિવાળી અથવા એક એક પ્રદેશની વૃદ્ધિવાળી નિગોદો ‘વિષમાવગાહી' નિગોદ કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના છએ દિશામાં હોય તે અખંડગોળો અથવા સંપૂર્ણ ગોળો કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના માત્ર ત્રણ દિશામાં જ હોય તો તે ખંડગોળો કહેવાય. આવા ખંડગોળા ફક્ત લોકના અંતે નિષ્ફટ સ્થાનોમાં હોય છે. નિષ્ફટ એટલે સર્વ બાજુએ અલોકની અંદર ચાલ્યો ગયેલો લોકના અંતે રહેલો લોકનો અત્યંત અલ્પ ભાગ. લોકને છેડે આવેલા નિગોદના ગોળાઓની, અલોકમાં ત્રણ દિશામાં સ્પર્શના થતી નથી. એટલે તે ખંડગોળો કહે છે. નિગોદના ગોળાના ખંડ ગોળો અને અખંડ ગોળો એવા પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે, પરંતુ અવગાહનાની દૃષ્ટિએ બંને ગોળા સરખા જ છે. માત્ર દિશાઓની સ્પર્શનાની ન્યૂનાધિકતા બતાવવા જ ખંડ ગોળો અને અખંડ અથવા પૂર્ણ ગોળો એવા શબ્દો પ્રયોજાયા છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૨૩ | સમાવગાહી નિગોદોનો દરેકનો સંપૂર્ણ ભાગ અને વિષમાવગાહી નિગોદોનો દરેકનો દેશ ભાગ જે અમુક નિગોદાવગાહ ક્ષેત્રમાં અવગાહ્યો છે એવા નિગોદગોળાને સર્વગોળા કહેવામાં આવે છે. આ રીતે ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદો છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો છે. એટલા માટે “નિગોદછત્રીસી'માં કહ્યું છે : गोला य असंखिज्जा, हंति निगोया असंखया गोले ।। इक्किक्को य निगोओ, अणंत जीवो मुणेयब्बो ।।१२।। [ ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે તથા એક એક નિગોદમાં અનંતા જીવો છે એમ જાણવું. ] નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર. અગાઉ બતાવ્યું તેમ સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે : (૧) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને (૨) બાદર સાધારણ વનસ્પતિકાય. આ બંનેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદ હોય છે. એ રીતે ચાર ભેદ થાય છે : (૧) સુક્ષ્મ અપર્યાપ્તા નિગોદ, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ (૩) બાદર અપર્યાપ્તા નિગોદ અને (૪) બાદર પર્યાપ્તા નિગોદ. કહ્યું છે : एवं सुहुमणिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि । बायर णिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि ।। સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયરૂપ નિગોદ ચોદ રાજલોકમાં એટલે કે સમગ્ર લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત છે. સર્વ લોકાકાશમાં એવું કોઈ સ્થળ નથી એટલે કે એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મ નિગોદ ન હોય. આ સૂક્ષ્મ નિગોદ નથી છેદાતી, નથી ભેદાતી, નથી બળતી, નથી બાળતી, નથી ભીંજાતી કે નથી શોષાતી. બાદર સાધારણ કાયરૂપ નિગોદના જીવો સર્વત્ર નથી, પણ જ્યાં જ્યાં કાચું જળ છે, લીલ છે, ફૂગ છે અને જ્યાં જ્યાં કંદમૂળ આદિ રૂપે વનસ્પતિ છે ત્યાં ત્યાં બાદર નિગોદ છે. બાદર નિગોદ નિયતસ્થાનવર્તી છે. તે નિરાધારપણે રહી શકતી નથી. તે બાદર પૃથ્વીકાય વગેરે જીવના શરીરના આધારે રહે છે. આ રીતે બાદર નિગોદ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. નિગોદના જીવોને બીજા બે પ્રકારે પણ ઓળખાવાય છે. તે છે અવ્યવહારરાશિ' નિગોદ અને વ્યવહારરાશિ' નિગોદ. એમાં ‘વ્યવહાર' અને Page #234 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ‘અવ્યવહાર’ શબ્દ એના અર્થ પ્રમાણે પ્રયોજાયા છે. સૂક્ષ્મ વનસ્પતિકાયમાંથી નીકળેલા જે જીવોનો પછીથી ‘બાદર' નામે, પૃથ્વીકાયાદિ નામે ‘વ્યવહાર’ થાય છે તે વ્યવહારરાશિના જીવો છે અને જે જીવો સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ અનાદિ કાળથી જન્મમરણ કર્યા કરે છે અને હજુ બાદર નામનો ‘વ્યવહાર’ પામ્યા નથી તે જીવોને અવ્યવહાર રાશિના જીવો તરીકે ઓળખવામાં આવે છે, તેઓને ‘અનાદિ નિગોદ’, ‘સૂક્ષ્મ નિગોદ’, ‘નિત્ય નિગોદ’, ‘નિશ્ચય નિગોદ’ ઇત્યાદિ તરીકે પણ ઓળખાવાય છે. ૨૨૪ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો સૂક્ષ્મ વનસ્પતિપણામાંથી બહાર નીકળ્યા હોવાથી તેઓ અવ્યવહાર રાશિના નથી, પરંતુ જે જીવો અનાદિ કાળથી સૂક્ષ્મ વનસ્પતિકાયમાં કે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં વારંવાર ઉત્પન્ન થયા કરતા રહ્યા હોય અને અનાદિ કાળથી જે જીવોએ બાદરપણું ક્યારેય પ્રાપ્ત ન કર્યું હોય એવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિના જીવોને અવ્યવહા૨ાશિના ગણવા કે કેમ તે વિશે મતાન્તર છે. જે જીવો અનાદિ કાળથી માત્ર સૂક્ષ્મ વનસ્પતિ રૂપે જ જન્મમરણ કર્યા કરે છે અને ક્યારેય બાદરપણું પ્રાપ્ત કર્યું નથી કે કરવાના નથી તેવા અવ્યવહાર રાશિના જીવોનો સતત આયુષ્યકાળ અનાદિઅનંત છે. વ્યવહાર રાશિના નિગોદના જીવોનો આવો ઉત્કૃષ્ટ કાળ અનાદિ-સાન્ત અથવા સાદિસાન્ત છે. નિગોદના જે જીવોએ એક વાર પણ બાદરપણું પ્રાપ્ત કર્યું હોય અને વ્યવહા૨૨ાશિમાં આવ્યા હોય, પરંતુ પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા હોય તો પણ તે વ્યવહા૨૨ાશિના જીવો ગણાય છે. સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના જીવોનું શ૨ી૨પ્રમાણ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. પરંતુ જધન્ય કરતાં ઉત્કૃષ્ટથી શ૨ી૨ કંઈક અધિક હોય છે, એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની અવગાહના સૌથી ઓછી અને પર્યાપ્ત બાદર નિગોદની અવગાહના સૌથી વધુ હોય છે. સૂક્ષ્મ નિગોદ આપણને નરી નજરે દેખાતી નથી. તેવી રીતે બાદર નિગોદ પણ દેખાતી નથી. તો પછી સૂક્ષ્મ અને બાદર એવા ભેદ કરવાની શી જરૂર ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સૂક્ષ્મ નિગોદ ગમે તેટલી એકત્ર થાય તો પણ ચર્મચક્ષુથી કે સૂક્ષ્મદર્શક કાચથી ક્યારેય નિહાળી નહીં શકાય. પરંતુ બાદર નિગોદ એક, બે કે લાખો કે કરોડો એકસાથે હોય તો પણ ન દેખાવા છતાં Page #235 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૨૫ અસંખ્યાત બાદર નિગોદશરીર એકત્ર થાય તો એનો પિંડ સૂક્ષ્મદર્શક કાચથી કે નરી નજરે દેખી શકાય છે, કારણ કે એનામાં દેખાવાની યોગ્યતા હોય છે. ભગવાને કહ્યું છે : एगस्स दोण्ह तिण्ह व, संखेज्जाण व न पासिक सक्का । दीसंति सरीराइं णिओयजीवाणणंताणं ।। [ એક, બે, ત્રણ, સંખ્યાત નિગોદોને (પ્રત્યેકના જુદા જુદા શરીરને) દેખવાનું શક્ય નથી. કેવળ અનંત (બાદર) નિગોદજીવોના નિગોદરૂપ શરીરને દેખી શકાય છે. ]. બટાટા, ગાજર, મૂળા, આદુ વગેરે અનંતકાય છે. તેમાંથી સોયના અગ્રભાગ પર રહે એટલો નાનો ભાગ લઈએ તો તે અસંખ્ય શરીરનો પિંડ છે અને તે નજરે જોઈ શકાય છે. અસંખ્ય શરીરમાંના પ્રત્યેક શરીરમાં અનંત અનંત જીવો પરસ્પર સંક્રમીને રહેલા છે. આ સામાન્ય માણસને ગળે ઊતરે એવી વાત નથી. જેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રુચિ અને શ્રદ્ધા ધરાવે છે તેમને આ વાત તરત હૈયે બેસી જશે. બાદર નિગોદનું શરીર જ્યાં સુધી જીવોત્પત્તિને અયોગ્ય થતું નથી એટલે કે નષ્ટ પામતું નથી ત્યાં સુધી એમાં કોઈ પણ સમયે અનંત જીવો વિદ્યમાન હોય છે. પરંતુ આ જીવોનું જન્મમરણનું ચક્ર બહુ ત્વરિત ગતિએ ચાલતું હોય છે. એટલે એક નિગોદમાં જે અનંત જીવો કોઈ એક સમયે હોય છે તે જ જીવો સતત તેમાં જ રહ્યા કરે એવું નથી. એ અનંતમાંના કેટલાક (એટલે કે અનંત) જીવો અમુક એક સમયે ઉત્પન્ન થયેલા હોય છે. બીજા કેટલાક અનંત જીવો બીજા કોઈ સમયે ઉત્પન્ન થયેલા હોય છે. વળી પછીના સમયે બીજા કોઈ અનંત જીવો ઉત્પન્ન થયેલા હોય છે. એટલે કોઈ પણ એક નિગોદમાં જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા અનંત અનંત જીવોનો સમૂહ હોય છે. જે જીવો નિગોદમાંથી નીકળ્યા નથી પણ નીકળશે તેમની કાયસ્થિતિ અનાદિસાન્ત છે. જેઓ ક્યારેય નીકળવાના નથી તેમની કાયસ્થિતિ અનાદિઅનંત છે. જેઓ નિગોદમાંથી નીકળી ફરી પાછા નિગોદમાં આવે છે અને પાછા નીકળશે એમની કાયસ્થિતિ સાદિ-સાત્ત છે. સાધારણ જીવોમાં સાધારણપણું એટલે સરખાપણું અથવા સામાન્યપણું હોય છે. નિગોદમાં સર્વ જીવો માટે એક જ સામાન્ય શરીર Common body હોવાથી તે સાધારણ શરીર ગણાય છે. વળી તે જીવો સાધારણ નામકર્મના Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જિનતત્ત્વ ઉદયવાળા હોવાથી સાધારણ કહેવાય છે. આમ, નિશ્ચયથી સાધારણપણું જીવોને માટે હોય છે અને વ્યવહારથી સાધારણપણું શરીર માટે કહેવાય છે. એટલે પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે : समयं वक्ताणं समयं तेसिं शरीर निबत्ती । समयं आणुग्गहणं समयं उसासनीसासो ।। [ સમકાળે ઉત્પન્ન થયેલા તે (સાધારણ વનસ્પતિકાય) અનંત જીવોની શરીરરચના પણ સમકાળે થાય છે, ઉચ્છવાસ-નિ:શ્વાસને યોગ્ય પગલ પરમાણુઓનું ગ્રહણ પણ એક સાથે – સમકાળે થાય છે અને ઉચ્છવાસનિ:શ્વાસનો વ્યાપાર પણ સમકાળે થાય છે.] एक्कस्य उचं गहणं, बहुण साहारणाण तं चेव । जं बहुयाण गहणं, समासओ तं पि एगस्स । साहारणमाहारो साहारंणमाणुपाण गहणं च । साहारणजीयणं साहारण लक्खणं एयं ।। [એક જીવ જે ગ્રહણ કરે છે તે બહુ જીવોથી ગ્રહણ કરાય છે અને જે બહુ જીવોથી ગ્રહણ થાય છે તે એક જીવથી થાય છે. સાધારણ જીવોનો આહાર સાધારણ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. સાધારણ જીવોનું આ સાધારણ લક્ષણ છે. ] એક નિગોદમાં રહેલા અનંત જીવોની વેદના પ્રાયઃ એકસરખી હોય છે. નિગોંદના એક જીવને ઉપઘાત લાગે તો તે નિગોદના સર્વ જીવોને ઉપઘાત લાગે છે. નિગોદના જીવોને ઔદારિક, તેજસુ અને કાશ્મણ એ ત્રણ પ્રકારનાં શરીર હોય છે. ઔદારિક શરીર અનંત જીવોનું એક હોય છે. તેજસ્ અને કાર્પણ શરીર પ્રત્યેક જીવનું જુદું જુદું હોય છે. વળી પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાત હોય છે. નિગોદનું સંસ્થાન હુંડક, અનિયત આકારવાળું કે પરપોટા (સ્તિબુક) જેવું ગોળ છે. નિગોદના જીવોને હાડ ન હોવાથી સંઘયણ નથી હોતું, પરંતુ બળની અપેક્ષાએ તેઓને સેવાર્ય સંઘયણ હોવાનો મત છે. નિગોદનું જઘન્ય આયુષ્ય ૨૫ડ આવલિકા પ્રમાણ ક્ષુલ્લક ભવ (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ) જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત જેટલું હોય છે. નિગોદના જીવોને આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, વિષય (મૈથુન) Page #237 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૨૭ સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે. - પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ એ ત્રણ વેદમાંથી નિગોદના જીવોને ફક્ત નપુંસક વેદ જ હોય છે અને તે પણ અવ્યક્તપણે જ હોય છે. નિગોદના જીવો મિથ્યાદષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેશ્યામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેક્ષા હોય છે. નિગોદના જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. નિગોદના જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે. વળી તેઓને માત્ર એક જ ઇન્દ્રિય- સ્પર્શેન્દ્રિય હોવાથી તેઓ અચક્ષુ દર્શનવાળા હોય છે. આમ, તેઓને બે અજ્ઞાન અને એક દર્શન એમ મળીને ત્રણ ઉપયોગ હોય છે. નિગોદમાં એક શરીરમાં રહેલા અનંત જીવો અવ્યક્ત અર્થાતુ અસ્પષ્ટ અશાતા વેદનાનો અનુભવ કરે છે. એ વેદના સાતમી નરકના જીવોની વેદનાથી અનંતગણી વધારે હોય છે. તેઓને સ્પષ્ટ ચૈતન્ય નથી, તો પણ ભલે અવ્યક્ત પ્રકારની પણ વેદના તો તેઓ અવશ્ય અનુભવે છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું : जं नरए नेरइया दुखं पावंति गोयमा तिखं । तं पुण निगोअजीवा अनन्तुगुणियं वियाणाहि ।। [હે ગૌતમ ! નારકીમાં નારકીના જીવો જે દુ:ખ પામે છે, તેથી અનંતગુણ દુ:ખ નિગોદના જીવો પામે છે એમ જાણવું. ] આમ, સંસારમાં સૌથી વધુ દુ:ખ નિગોદના જીવોને હોય છે. નિગોદમાંથી નીકળેલો કોઈ ભાગ્યશાળી જીવ અનન્તરપણે એટલે કે તરતના બીજા ભવે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યક્ત અને દેશવિરતિ પણ પામી શકે તથા અનત્તરપણે જો મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામી શકે. નિગોદના જીવોને અગ્રભવમાં – પછીના તરતના ભવમાં માંડલિક, ચક્રવર્તીનાં ચૌદ રત્નોની પદવી, તથા સમ્યત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ કોઈ પણ પદવી મળી શકે, પણ તેઓને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલદેવ આ ચાર પદવી ન મળી શકે. વળી, તેઓ અનન્તર ભવે तं पुण निगा Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જિનતત્ત્વ યુગલિકમાં, દેવમાં અને નારકમાં ઉત્પન્ન થતા નથી, તેવી જ રીતે યુગલિક, દેવ અને નારકના જીવો અનન્તર ભવે નિગોદમાં આવતા નથી. કોઈપણ એક જીવના આત્મપ્રદેશોની ઉત્કૃષ્ટ અવગાહના ચૌદ રાજલોક પ્રમાણ છે. કેવળી ભગવંતો જ્યારે સમુદ્રઘાત કરે છે ત્યારે ચોથે સમયે તેમનો એક એક આત્મપ્રદેશ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર આવી જાય છે. એટલે કે એમના આત્મપ્રદેશો ચૌદ રાજલોકમાં વ્યાપ્ત બને છે. આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના છે. હવે જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાત ભાગપ્રમાણ હોય છે. જીવ જ્યારે સંકુચિત થાય છે, નાનામાં નાનો દેહ ધારણ કરે છે ત્યારે તે અંગુલના અસંખ્યાત ભાગપ્રમાણ અવગાહનાવાળો થાય છે. આવી સંકુચિત જઘન્ય અવગાહના ફક્ત નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના અંગુલની અસંખ્યાત ભાગપ્રમાણ છે. એક નિગોદમાં અનંતા જીવો હોવાથી, એટલે કે તેઓનું એક સાધારણ શરીર હોવાથી નિગોદના બધા જ જીવોની અવગાહના સરખી હોય છે. કોઈ પણ વનસ્પતિ સાધારણ છે કે પ્રત્યેક છે તે કેવી રીતે જાણવું ? તે માટે કહ્યું છે કે જે વનસ્પતિની શિરા (નસો), સંધિ (સાંધા) અને પર્વ (ગાંઠા) ગુપ્ત હોય, જે વનસ્પતિને ભાંગવાથી સરખા ભાગ થાય, જેમાં તંત ન હોય અને છેદવા છતાં જે ફરીથી ઊગી શકે તે સાધારણ વનસ્પતિ કહેવાય. આ ઉપરાંત બીજાં પણ કારણો છે જેને લીધે અમુક પ્રકારની વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. અમુક વનસ્પતિ કે તેનો અમુક ભાગ અમુક કાળ સુધી સાધારણ વનસ્પતિ ગણાય છે. અને પછી તે પ્રત્યેક વનસ્પતિ થાય છે. સાધારણમાંથી પ્રત્યેક અને પ્રત્યેકમાંથી સાધારણ વનસ્પતિ ક્યારે ક્યારે કઈ વનસ્પતિમાં થાય છે તેની વિગતે છણાવટ શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. કન્દ, અંકુર, કિસલય, પનક (ફૂગ), સેવાળ, લીલાં આદુહળદર, ગાજર, થુવર, કુંવારપાટો, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિમાં ગણાય છે. આવાં કુલ બત્રીસ પ્રકારનાં અનંતકાય બતાવવામાં આવ્યાં છે. એને અભક્ષ્ય ગણવામાં આવ્યાં છે. એના ભક્ષણથી બહુ દોષ લાગે છે કારણ કે એના ભક્ષણથી સૂક્ષ્મ જીવોની પાર વગરની હિંસા થાય છે. નિગોદના જીવો માંસમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છે : Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ નિગોદ सद्यः समूर्च्छितान्त-जन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः ।। [ પ્રાણીને કાપતાં કે વધ કરતાની સાથે જ તરત જ માંસની અંદર નિગોદરૂપ અનંતા સંમૂછિમ જીવો ઉત્પન્ન થાય છે અને તેની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ જ રહે છે. માટે નરકના માર્ગનું આ પાથેય (ભાતું) છે. કયો સમજુ માણસ નરકના ભાતા સરખા માંસનું ભક્ષણ કરે ? ] એક નિગોદ (સુક્ષ્મ કે બાદર)માં અનંત જીવો છે. ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાત છે. બાદર નિગોદ અસંખ્યાત છે અને પ્રત્યેક નિગોદમાં અનંત જીવ છે. બાદર નિગોદ કરતાં સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણી વધારે છે. વળી પ્રત્યેક સૂક્ષ્મ નિગોદમાં અનંત જીવો છે. એટલે સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવો અનંત અનંત છે. વર્તમાનમાં સિદ્ધગતિમાં ગયેલા જીવો અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યમાં અનંત જીવો મોક્ષે જશે. આમ ત્રણે કાળના સિદ્ધગતિના જીવોનો કુલ સરવાળો ક્યારે પણ પૂછવામાં આવે ત્યારે એક જ જવાબ રહેશે કે “હજુ એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે.” દ્રવ્યલોકમાં કહ્યું છે : न तादग् भविता काल: सिद्धा: सोपचया अपि । यत्राधिका भवंत्येक-निगोदानंतभागतः । [ એવો કાળ ભવિષ્યમાં આવવાનો નથી કે જ્યારે સર્વ (ત્રણે કાળના) સિદ્ધાત્માઓને એકત્ર કરવામાં આવે તો પણ એક નિગોદના અનંતમાં ભાગ કરતાં અધિક થાય. ] [ શ્રી જિનેશ્વર ભગવાનના માર્ગમાં જ્યારે જ્યારે (સિદ્ધગતિના જીવોની સંખ્યા વિશે) પૃચ્છા કરવામાં આવે ત્યારે ત્યારે એક જ ઉત્તર મળશે કે એક નિગોદના અનંતમા ભાગના જીવો સિદ્ધગતિમાં ગયા છે. ] હવે આટલું તો નક્કી છે કે ચૌદ રાજલોકમાં મનુષ્યક્ષેત્રમાંથી મનુષ્ય ગતિના જીવો સતત મોક્ષે જાય છે. એટલે ચતુર્ગતિરૂપ સંસારમાંથી જીવો તો ઓછા થાય છે. એક જીવ મોક્ષે જાય એટલે તે જ સમયે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. કારણ કે વ્યવહારરાશિની સંખ્યા કાયમ અખંડ રહે છે. પરંતુ અવ્યવહાર રાશિમાંથી તો જીવો સતત ઓછા થતા જાય Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જિનતત્ત્વ છે. અવ્યવહા૨રાશિને સતત ફક્ત હાનિ જ થતી રહે છે. પરંતુ વ્યવહા૨૨ાશિમાં હાનિ અને વૃદ્ધિ બંને સરખી જ થતી રહે છે. એટલે વ્યવહા૨રાશિ હંમેશાં તુલ્ય સંખ્યાવાળી રહે છે અને અવ્યવહા૨રાશિને એકાન્તે હાનિ જ થયા કરે છે. આમ છતાં સિદ્ધગતિના જીવો એક નિગોદના અનંતમા ભાગ જેટલા કેમ કહેવામાં આવે છે ? વળી, નિગોદના જીવો સતત ઘટતા જ રહે તો છેવટે (ભલે અનંત કાળે) એવો વખત નહીં આવે કે જ્યારે નિગોદમાં કોઈ જીવ બાકી રહ્યા જ ન હોય ? આ બે પ્રશ્નોનો ઉત્તર સમજવા માટે પહેલાં રાશિ વિશે સમજવું જરૂરી છે. સંખ્યાને સમજવા માટે મુખ્ય ત્રણ રાશિ છે : (૧) સંખ્યાત, (૨) અસંખ્યાત અને (૩) અનંત. આ ત્રણેના પેટા પ્રકારો છે અને એના પણ પેટા પ્રકારો છે. (ચોથા કર્મગ્રંથમાં એ વિશે માહિતી આપી છે.) આ પ્રકારો બહુ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. આધુનિક ગણિતશાસ્ત્ર પણ એ સ્વીકારે છે. એકથી અમુક આંકડા (Digit) સુધીની ૨કમને ‘સંખ્યાત’ કહેવામાં આવે છે. એનો વ્યવહાર એક રીતનો હોય છે, જેમ કે પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ થાય. પાંચમાંથી પાંચ બાદ કરીએ તો શૂન્ય આવે. પાંચને પાંચે ગુણીએ તો પચ્ચીસ થાય અને પાંચને પાંચે ભાગીએ તો જવાબ ‘એક' આવે. પરંતુ અસંખ્યાતમાંથી અસંખ્યાત બાદ કરો તો પણ અસંખ્યાત જ રહે. અસંખ્યાતમાં અસંખ્યાત ઉમેરો તો પણ અસંખ્યાત જ થાય. અસંખ્યાત ક્યારેય અસંખ્યાત મટી સંખ્યાત ન થાય. તેવી જ રીતે અનંતમાંથી અનંત બાદ કરો તો શૂન્ય નહીં, પણ અનંત જ ૨હે. (Infinity – Infinity = Infinity) અનંત ગુણ્યા અનંત બરાબર અનંત થાય. (Infinity x Infinity = Infinity). - એટલા માટે અવ્યવહા૨૨ાશિ નિગોદ ક્યારેય અનંત મટીને અસંખ્યાત થાય નહીં. (જો અસંખ્યાત થાય તો પછી અસંખ્યાતમાંથી સંખ્યાત પણ થઈ શકે અને સંખ્યાતમાંથી શૂન્ય પણ થઈ શકે.) એટલે અવ્યવહાર રાશિ નિગોદ અનાદિ-અનંત છે અને અનાદિ-અનંત જ રહેશે. સિદ્ધગતિના જીવો અનંત છે તો પણ નિગોદના અનંતમા ભાગ જેટલા જ રહેશે. એટલા માટે ‘ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત' એવી ઉક્તિ પ્રચલિત બની ગયેલી છે. નિગોદમાંથી નીકળેલો જીવ પાછો નિગોદમાં ન જાય એવું નથી. જે Page #241 -------------------------------------------------------------------------- ________________ - - - - નિગોદ ૨૩૧ જીવનાં તેવા પ્રકારનાં કર્મ હોય તો તે પાછો નિગોદમાં જાય છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને આખા સંસારનો અનુભવ લઈને, મોક્ષગતિ ન પામતાં જીવ પાછો નિગોદમાં આવી શકે છે. એવા જીવોને “ચતુર્ગતિ નિગોદ' કહેવામાં આવે છે. નિગોદમાંથી નીકળ્યા પછી જીવ ઉત્તરોત્તર વિકાસ સાધતો મનુષ્ય ભવમાં આવી, ત્યાગ સંયમ ધારણ કરી, સર્વવિરતિ સમ્યગુદૃષ્ટિ બની ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે, પરંતુ મોહનીય કર્મને કારણે દસમા ગુણસ્થાનકેથી ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાનકેથી નીચે પડે છે. કોઈક જીવો તો એવા વેગથી પડે છે કે તેઓ સીધા નિગોદમાં ચાલ્યા જાય છે. ફરી પાછું એમને ઊર્ધ્વરોહણ કરવાનું રહે છે. અલબત્ત, તેમના સંસારપરિભ્રમણનો કાળ મર્યાદિત બની જાય છે. તેઓ અર્ધપુદ્ગલ પરાવર્તનમાં હોય છે, તો પણ એટલો કાળ પણ ઓછો નથી. એમાં અનંત ભવો ફરી પાછા કરવાના આવે છે. મોટા મોટા મહાત્માઓ પણ મોહનીય કર્મને કારણે પાછા પડ્યા છે અને નિગોદમાં ગયા છે. એટલે માણસે વિચાર કરવો જોઈએ કે પોતાનો જીવ નિગોદમાંથી નીકળી રખડતો રખડતો, અથડાતો કૂટાતો, અનેક ભયંકર દુ:ખો સહન કરતો કરતો અનંત ભવે મનુષ્ય જન્મ પામ્યો છે, તો હવે એવાં ભારે કર્મ ન થઈ જવા જોઈએ કે, જેથી ફરી પાછા નિગોદમાં પછડાઈએ અને એકડે એકથી શરૂ કરવાનું આવે. નિગોદ જેવા અત્યંત સૂક્ષ્મ અને ગહન વિષયની સમજણ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય તો માણસે આત્મવિકાસ માટેનો પુરુષાર્થ ચૂકવા જેવો નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ પ્રતિમા' શબ્દ અહીં જૈન પારિભાષિક અર્થમાં લેવાનો છે. દુનિયાના દરેક ધર્મમાં ગૃહત્યાગ કરી સાધુ-સંન્યાસી-ભિખ્ખું કે પાદરી બનનાર લોકોની સંખ્યા એ ધર્મ પાળનારા લોકોની સંખ્યાના એક ટકા જેટલી હોય તો હોય, કારણ કે સાધુજીવન અત્યંત કઠિન છે. જૈનોની દેશ-વિદેશમાં મળી હાલ એક કરોડ જેટલી વસતિ ગણીએ. (થોડી વધારે પણ હોય) તો ચારે ફિરકાના મળીને જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા હાલ દસ હજાર કરતાં વધુ નથી. કદાચ ઓછી હશે. એનો અર્થ એ થયો કે કુલ વસતિના અડધા કે પા ટકા કરતાં પણ ઓછી સંખ્યા સાધુ-સાધ્વીઓની છે. આવી સ્થિતિ લગભગ હંમેશાં રહેવાની, કારણ કે જૈન સાધુ-સાધ્વીની દિનચર્યા તો સૌથી વધુ કઠિન છે. જે ધર્મમાં રહેઠાણ, ભોજન, વસ્ત્ર, વાહન વગેરેની ઘણી સગવડ સાધુઓને હોય છે તેમાં પણ ગૃહત્યાગ કરીને તથા અપરિણિત રહીને સાધુજીવન સ્વીકારનારા ઓછા હોય છે. વળી વેશથી એટલે કે દ્રવ્યથી સાધુ થવું એ એક વાત છે. અને દ્રવ્યની સાથે ભાવથી સાધુ થવું અને અધ્યાત્મની મસ્તીમાં રહેવું એ તો એથી પણ વધુ દુષ્કર છે. એટલે જ ભગવાન મહાવીરે સાધુનાં મહાવ્રતો અને ગૃહસ્થનાં અણુવ્રતો એમ જુદાં વ્રતો બતાવ્યાં કે જેથી કોઈની પાસે વધુ પડતી અપેક્ષા રખાય નહીં અને કોઈ હતોત્સાહ બને નહીં. શ્રાવકનાં અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનાં વ્રતો બતાવવા ઉપરાંત જે શ્રાવકો સાધુ થઈ શકતા નથી, પણ ક્રમિક રીતે આગળ વધી સાધુની અવસ્થાની લગોલગ પહોંચવા ઇચ્છે છે એમને માટે સામાયિક, પૌષધ, ઉપધાન વગેરે નિયતકાલિક સાધુપણાની ક્રિયાઓ કરવા ઉપરાંત શ્રાવકની, ઉપાસકની અગિયાર પ્રતિમા બતાવી છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૩૩ પ્રતિમા' (પાકત-પડિમા') શબ્દનો સાદો વાચ્યાર્થ છે મૂર્તિ, પૂતળું, બાવલું. પ્રતિમા સ્થિર હોય છે એટલે “પ્રતિમા' શબ્દનો લાક્ષણિક અર્થ છે કોઈ પણ એક અવસ્થામાં સ્થિરતા. ‘પ્રતિમા' ઉપરથી પ્રતિબિંબ, પ્રતિરૂપ જેવા સમાનાર્થી શબ્દો પ્રયોજાય છે. પ્રતિમા' શબ્દ પરથી પ્રતિમાન શબ્દ પણ આવ્યો છે. તેનો અર્થ માપદંડ' એવો પણ કરવામાં આવે છે. એટલે એક એક પ્રતિમા માપદંડ રૂપ છે એવો અર્થ થાય છે. પ્રતિમા એટલે નિયમ, અભિગ્રહ, પ્રતિજ્ઞા એવો અર્થ પણ કરવામાં આવે છે. સાધકે એક પછી એક અભિગ્રહ ધારણ કરીને ઉપર-ઉપરની દશામાં સ્થિર થવાનું હોય છે. “પ્રતિમાની વ્યાખ્યા કરતાં શ્રી બનારસીદાસે “નાટક સમયસારમાં કહ્યું છે : સંયમ અંશ જગ્યો જહાં, ભોગ અરુચિ પરિણામ; ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિમા તાકો નામ. [ સાધકના હૃદયમાં સંયમ ધારણ કરવાનો ભાવ જાગ્યો હોય, ભોગ પ્રત્યે અરુચિ, ઉદાસીનતા થવા લાગી હોય અને તે માટે તેને અનુરૂપ પ્રતિજ્ઞા લેવાના ભાવનો ઉદય થયો હોય તો તેને “પ્રતિમા' કહેવામાં આવે છે. ] શ્રી સમન્તભદ્રાચાર્યે “રત્નકરંડ શ્રાવકાચારમાં પ્રતિમાને બદલે “પદ' શબ્દ પ્રયોજ્યો છે. જુઓ : श्रावकापदानिदेवैकादश देशितानि चेषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धा ।। [ભગવાન સર્વજ્ઞ દેવે શ્રાવકનાં અગિયાર પદો કહ્યાં છે. પૂર્વ પદોના ગુણો સહિત તે પોતાના ગુણો સાથે અનુક્રમે વૃદ્ધિ પામતાં રહે છે. ] અહીં પદ એટલે પગલું, પગથિયું, ઉપર ચડવાનો, આગળ વધવાનો ક્રમ એવો અર્થ લેવાનો છે. શ્રાવકને શ્રમણોપાસક કહેવામાં આવે છે. તે પોતાના સંજોગને કારણે સ્વયં દીક્ષિત થઈને શ્રમણ થઈ શકતો નથી, પણ તે ઘરે રહીને અથવા ઉપાશ્રયમાં રહીને શ્રમણ જેવી ઉપાસના કરી શકે છે. વળી તે શ્રમણની નજીક રહી તેમની વૈયાવચ્ચ કરે છે. શ્રમણોપાસકે કેવું જીવન જીવવાનું હોય છે તે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનતત્ત્વ આગમોમાં બતાવ્યું છે. એટલે શ્રમણોપાસક શ્રાવક જે પ્રતિમા ધારણ કરે છે તેને ‘ઉપાસક-પ્રતિમા' (૩વાસનપડિમ) કહેવામાં આવે છે. શ્રમણોપાસકના આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ ‘ઉપાસક પ્રતિમા' તરીકે ઓળખાય છે. શ્રાવકની પ્રતિમાની વાત આગમોમાં આવે છે. ‘ઉપાસકદશાંગસૂત્ર'માં આનંદ શ્રાવકના અધિકારમાં એવું નિરૂપણ છે કે એમણે ‘ઉપાસક પ્રતિમા’ ધારણ કરી હતી અને તેઓ છેલ્લી અગિયારમી પ્રતિમા સુધી પહોંચી ગયા હતા. ‘ઉપાસકદશાંગસૂત્ર'માં લખ્યું છે : तणं से आनंदे समणोवासए पढमं उवासगपडितमं उवसंपज्जित्ताणं विहरइ जाव पढमं उवासगपडिमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अह्यतच्चं सम्मं काएगं જાસેફ, વાત્તેર, સોહેર, તીરેઠ, જીજ્ઞે, આરહેફ । [ ત્યાર પછી શ્રમણોપાસક આનંદે પહેલી ઉપાસક પ્રતિમા ધારણ કરી યાવર્તી પહેલી ઉપાસક પ્રતિમા તેમણે યથાશ્રુત (શાસ્ત્ર પ્રમાણે), યથાકલ્પ (આચાર પ્રમાણે), યથામાર્ગ (વિધિ પ્રમાણે), યથાતત્ત્વ (સિદ્ધાન્ત પ્રમાણે), સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યુ, શોભિત (શોધિત) કરી, તીર્ણ કરી (સારી રીતે પાર પાડી), કીર્તિત કરી અને આરાધિત કરી.] तए णं से आणंदे समणोवासए दोच्चं उवासगपडिमं, एवं तच्चं, चउत्यं, પંચમં, તું, સત્તમં, અઠ્ઠમં, નવમં, રસમ, ારસમં મહામુર્ત્ત, અહાળું, અહીંમાં, અહાતત્ત્વ, સમં ાનં સેરૂ, પાતરૂ, સોદેફ, તીરેફ, ઝીત્તેરૂ. आहे । [ ત્યાર પછી શ્રમણોપાસક આનંદે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી એટલે કે તે પ્રતિમાઓને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોભિત (શોધિત) કરી, પાર પાડી, અને કીર્તિત કરી. ] શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓનું સવિગત વર્ણન દશાશ્રુતસ્કંધસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આવે છે. આ અગિયાર પ્રતિમાઓનો ક્રમાનુસાર નામોલ્લેખ નીચેની એક ગાથામાં કરવામાં આવ્યો છે. दंसणं वयं सामाइअ पोसह पडिमा अबंभसचित्ते । आरंभ पेस उदिट्ठ वज्जए समणभूए ૩૬ || Page #245 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૩૫ અગિયાર પ્રતિમાનાં નામ આ પ્રમાણે છે : (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) “પડિમા પ્રતિમા' એટલે કાયોત્સર્ગ પ્રતિમા, () અબ્રહ્મવર્જન પ્રતિમા (બ્રહ્મચર્ય પ્રતિમા), (૭) સચિત્ત-વર્જન પ્રતિમા, (૮) આરંભ-વર્જન પ્રતિમા, (૯) પ્રેષ્ય-વર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટ-વર્જન પ્રતિમા અને (૧૧) શ્રમણભૂત પ્રતિમા. આ અગિયાર પ્રતિમાઓના ઉદ્દેશ અંગે કહેવાયું છે કે : विधिना दर्शनाद्यानां प्रतिमानां प्रपालनम् । यासु स्थितो गृहस्थोऽपि विशुद्धयति विशेष तः ।। [ જે પ્રતિમાઓનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ હોવા છતાં વિશેષતા વિશુદ્ધ થાય છે, તે “દર્શન' આદિ શ્રાવકની પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું. ] આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી છ પ્રતિમા જઘન્ય પ્રકારની માનવામાં આવે છે, ત્યાર પછી સાત, આઠ અને નવ એ ત્રણ પ્રતિમાઓને મધ્યમ પ્રકારની અને દસ તથા અગિયાર નંબરની પ્રતિમાને ઉત્તમ પ્રકારની માનવામાં આવી છે. આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી ચાર પ્રતિમાઓ શ્વેતામ્બર અને દિગંબર પરંપરામાં સમાન છે. પાંચમીથી દસમી પ્રતિમાનાં નામ, ક્રમ અને પ્રકાર અંગે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડોક ફરક છે. એમાં કેટલીક આગળ પાછળ છે તો કેટલીકમાં ભિન્નતા જોવા મળે છે. અગિયારમી પ્રતિમા બંને પરંપરામાં લગભગ સરખી છે. આમ છતાં આ બધી પ્રતિમાઓનો જે મુખ્ય ઉદ્દેશ છે તે તો બંને પરંપરામાં સમાન છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે પહેલી પ્રતિમા એક માસ પર્વત, બીજી પ્રતિમા બે માસ પર્વત, ત્રીજી પ્રતિમા ત્રણ માસ પર્વત, ચોથી ચાર મહિના માટે, “પાંચમી પાંચ મહિના માટે એમ અનુક્રમે આગળ વધતાં વધતાં દસમી પ્રતિમા દસ મહિના માટે અને અગિયારમી પ્રતિમા અગિયાર મહિના માટે ધારણ કરવી જોઈએ. દિગંબર પરંપરામાં એક પછી એક પ્રતિમા ધારણ કરવાનો નિશ્ચિત કાળક્રમ હોય તેવું જણાતું નથી. એક પ્રતિમામાં સ્થિર થયા પછી જ બીજી પ્રતિમાની સાધના ઉપાડવાની હોય છે, કારણ કે બીજી પ્રતિમામાં પહેલી પ્રતિમાની સાધના પણ આવી જવી જોઈએ. એ રીતે પછીની પ્રત્યેક પ્રતિમામાં પૂર્વની બધી જ પ્રતિમાઓની સાધના હોવી જ જોઈએ. કોઈ પણ એક પ્રતિમામાં આગળ વધાયું હોય, પરંતુ પૂર્વની કોઈ પ્રતિમામાં કચાશ રહી ગઈ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિનતત્ત્વ હોય તો તે પ્રતિમા સિદ્ધ થયેલી ગણાતી નથી. ઉદાહરણ તરીકે બ્રહ્મચર્યની પ્રતિમામાં સ્થિર ન થવાયું હોય અથવા એ પ્રતિમાના કાળ સુધી જ સ્થિરતા રહી ગઈ હોય પણ પછી સ્થિર ન રહેવાયું હોય અને શ્રાવક આગળની નવી પ્રતિમા ધારણ કરે તો એની પ્રતિમા ખંડિત થાય છે.” - સાધક એક પ્રતિમામાં સ્થિર થયો હોય પણ પછીની પ્રતિમાની સાધના માટે હજુ શરીર કે મનની તૈયારી ન હોય કે સંજોગોની પ્રતિકૂળતા હોય તો તે તેટલો વખત થોભી જઈ શકે છે. પછી જ્યારે એવી અનુકુળતા પ્રાપ્ત થાય ત્યારે તે આગળની પ્રતિમાની સાધના ઉપાડી શકે છે. આમ, કોઈપણ બે પ્રતિમા વચ્ચે સમયનો વધતો ઓછો ગાળો રહી શકે છે. પરંતુ કોઈ સમર્થ શ્રાવક અનુક્રમે પહેલી પ્રતિમાથી છેલ્લી પ્રતિમા સુધી સળંગ જવા ઇચ્છે તો પણ ઘણો બધો સમય લાગે. પ્રત્યેક પ્રતિમાના મહિનાનો સરવાળો કરીએ તો ૧ + ૨ + ૩ + ૪+૫+ +૭+ ૮+ ૯ + ૧૦+ ૧૧ = ૩ મહિના એટલે કે પાંચ વર્ષ અને છ મહિના લાગે. પ્રતિમાની સાધના જો સળંગ ન થઈ શકે તો કોઈકને આથી પણ ઘણો વધુ સમય લાગે. આ અગિયાર પ્રતિમામાં રહેવાવાળા શ્રાવકોમાં પ્રત્યેક પ્રતિમા અનુસાર ઉત્તરોત્તર સમ્યગુદર્શનાદિ ગુણોની અનુક્રમે વૃદ્ધિ થતી રહેવી જોઈએ, ત્યાગવૈરાગ્ય અને તપશ્ચર્યાના ભાવો પણ વધતા રહેવા જોઈએ. દેહાસક્તિ તૂટવી જોઈએ, કષાયો મંદ થવા જોઈએ, વીતરાગતા વૃદ્ધિ પામતી રહેવી જોઈએ અને આત્મસ્વરૂપમાં રમણતાનું સાતત્ય યથાશક્ય રહેવું જોઈએ. મતલબ કે પ્રતિમા માત્ર દ્રવ્યપ્રતિમા ન રહેતાં ભાવપ્રતિમા પણ બનવી જોઈએ. આ બધી પ્રતિમાઓનો અહીં સંક્ષેપમાં પરિચય કરીશું. દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ તથા દિગંબર પરંપરામાં શ્રી સમસ્તૂભદ્રાચાર્ય, શ્રી બનારસીદાસ વગેરેએ આ અગિયાર ઉપાસકપ્રતિમા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. પહેલી દર્શન પ્રતિમા શ્રાવકની પહેલી પ્રતિમા તે સમ્યગુદર્શનરૂપ પ્રતિમા છે, કારણ કે આધ્યાત્મિક વિકાસના પાયામાં સૌથી પહેલું સમ્યકત્વ રહેલું હોવું જોઈએ. દર્શનપ્રતિમા માટે લખ્યું છે : दंसणपडिमा णेया सम्मत्तजुत्तस्स जा इहं बोंदी । कुग्गहकलंकरहिआ मिच्छत्तखओसमभावा ।। Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ [ સમ્યત્વયુક્ત જીવની કાયા કે જે મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી (શાસ્ત્રવિરુદ્ધ) કુગ્રહરૂપી કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી. ] પ્રતિમાધારી શ્રાવક હવે “દેશવિરતિ સમ્યગુદષ્ટિ' નામના પાંચમા ગુણસ્થાનકે આવી જાય છે. પહેલીથી અગિયારમી પ્રતિમા સુધીનો શ્રાવક પાંચમા ગુણસ્થાનકે હોય છે. તે વિતરાગતા અને નિર્વિકલ્પ દશામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતો રહે છે. સમક્તિના ૬૭ બોલમાં સમ્યક્તનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. શંકા, કાંક્ષા વગેરે પાંચ દોષોથી રહિત, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણોથી યુક્ત, સ્થિરતા વગેરે પાંચ ભૂષણોથી ભૂષિત, મોક્ષમાર્ગરૂપી મહેલના પાયારૂપ, તથા દેવતા, રાજા વગેરેના અભિયોગથી ભય, લજ્જા વગેરે ન પામનાર એવા નિરતિચાર સમ્યક્ત્વનું ઓછામાં ઓછું સતત એક મહિના સુધી પાલન કરવું તે દર્શન પ્રતિમા છે. પ્રતિભાધારી શ્રાવક સંસાર, શરીર, ભોગોપભોગ ઇત્યાદિથી વધુ અને વધુ વિરક્ત થતો જઈ તત્ત્વોનું સંધાન રાખે છે અને સર્વજ્ઞકથિત આત્મભાવમાં, જ્ઞાયકભાવમાં રહે છે. ત્યાર પછી પણ એની સમ્યકત્વ પ્રતિમા ચાલુ જ રહે છે. બીજી વ્રત પ્રતિમા શ્રાવકની બીજી પ્રતિમા તે વ્રત પ્રતિમા છે. તેમાં બાર વ્રતોનું પાલન હોય છે. આના પરથી કેટલાક એવો અર્થ કરે છે કે પહેલી પ્રતિમા ધારણ કરનાર બાર વ્રતધારી જ હોય એવું અનિવાર્ય નથી, કેટલાક કહે છે કે દર્શન પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બાર વ્રતધારી પણ હોવો જોઈએ. આમાં મતાન્તર છે. આ બીજી પ્રતિમા અનુસાર શ્રાવકે બે મહિના સુધી સમ્યક્ત્વ સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ વ્રતપાલન નિરતિચારપણે અને અતિક્રમાદિ દોષ સેવ્યા વિના નિ:શલ્ય થઈને કરવાનું હોય છે. વ્રતોમાં પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, સ્વદારાસંતોષ અને પરિગ્રહ-પરિમાણ એ પાંચ અણુવ્રત છે. દિગુપરિમાણ વ્રત, ભોગપભોગ-પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણ વ્રત એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધ વ્રત અને અતિથિસંવિભાગ વ્રત એ ચાર શિક્ષાવ્રત છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ સાતને શીલવ્રત કહેવામાં આવે છે. આમ, શ્રાવકનાં બાર વ્રત છે. આ બારે Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જિનતત્ત્વ વ્રતોનું મન, વચન, કાયાથી આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે ચુસ્ત પાલન ક૨વાનું હોય છે. બાર વ્રતધારી શ્રાવક રાત્રિભોજન- ત્યાગનું વ્રત પણ ધારણ કરે છે. ત્રીજી સામાયિક પ્રતિમા આ ત્રીજી પ્રતિમા છે એટલે ઓછામાં ઓછા સળંગ ત્રણ મહિના માટે તો એનું પાલન થવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે : समता सर्व भूतेषुः संयमः शुभभावना । आर्त्तरौद्रपरित्यागतद्धि सामायिकं व्रतम् ।। [ સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો. શુભ ભાવના ભાવવી તથા આર્ટ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો એને સામાયિક વ્રત કહેવામાં આવે છે. ] શ્રી બના૨સીદાસજીએ લખ્યું છે : દ્રવ્ય ભાવ વિધિ સંજુગત, હિયે પ્રતિજ્ઞા ટેક; તજી મમતા સમતા ગહે, અન્તર્મુહૂરત એક. જો અરિ મિત્ર સમાન વિચારે, આર રૌદ્ર કુધ્યાન નિવારે; સંયમ સહિત ભાવના ભાવે, સો સામાયિકવંત કહાવે. શ્વેતામ્બર પરંપરામાં આ પ્રતિમા ધારણ કરનારે સવાર-સાંજ એમ બે વખત સામાયિક નિયમિત કરવાનું વિધાન છે. દિગંબર પરંપરામાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સામાયિક કરવાનું કહ્યું છે. શ્રાવકનાં બાર વ્રતોમાં ૧૦મું વ્રત તે સામાયિકવ્રત છે. એ શિક્ષાવ્રત છે. એટલે બાર વ્રતધારી શ્રાવકે આ વ્રતનો અભ્યાસ કરેલો હોય છે. પરંતુ એમાં સામાયિકની અનિયમિતતા હોઈ શકે. સામાયિક પ્રતિમામાં સામાયિક નિયમિત કરવાનાં હોય છે. દ્રવ્ય સામાયિકની વિધિ શ્વેતામ્બરો અને દિગંબરોમાં જુદી જુદી છે. વળી શ્વેતામ્બરો અને દિગંબરોમાં પંથ, ગચ્છ, સમુદાય વગેરે અનુસાર સામાયિકની વિધિમાં અને તેનાં સૂત્રોમાં ફ૨ક છે. વસ્તુત: આ સામાચારીનો પ્રશ્ન છે. દરેક Page #249 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૩૯ વ્યક્તિ પોતાની નિષ્ઠા અને શ્રદ્ધા અનુસાર પોતાની સામાચારીને અનુસરે તે સ્વાભાવિક છે. પરંતુ આ સામાચારી સાચવવા સાથે સામાયિકના હાર્દ સુધી પહોંચવું એ મહત્ત્વનું છે. સામાયિક કરવાથી પોતાનામાં કેટલો સમભાવ આવ્યો, સમતા આવી અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું પ્રમાણ કેટલું ઓછું થયું તે જોવું એ મહત્ત્વનું છે. ચોથી પૌષધ પ્રતિમા દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે પૌષધ પ્રતિમાને ચોથી પ્રતિમા તરીકે બતાવી છે. કહ્યું છે : अट्ठमी माइ पब्बेसु सम्मं पोसहपालण । सेसाणुट्ठाण जुत्तस्स चउत्थी पडिमा इमा ।। [ પૂર્વની પ્રતિમાઓમાં જણાવેલાં અનુષ્ઠાનોથી યુક્ત શ્રાવકે અષ્ટમી વગેરે પર્વોમાં સમ્યક રીતિએ પૌષધ વ્રતનું પાલન કરવું તે ચોથી પૌષધ પ્રતિમા છે. ] આ પ્રતિમાધારકે આગળની પ્રતિમાઓ ધારણ કરવા સાથે આ પ્રતિમા ચાર માસ સુધી ધારણ કરવાની હોય છે. આ પ્રતિમાધારકે અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વ તિથિએ એટલે મહિનામાં ઓછામાં ઓછાં ચાર પૌષધ કરવાનાં હોય છે. શ્રત અને ચારિત્રની જેનાથી પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે તથા આવશ્યક ધર્મક્રિયાઓ દોષરહિત કરવાની હોય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં લીન બનવાનું હોય છે. અને એક દિવસનું સાધુજીવન જેવું જીવન જીવવાનું હોય છે. (અપવાદરૂપ સંજોગોમાં ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર ફક્ત અડધા દિવસનો એટલે કે ચાર પ્રહરનો પૌષધ પણ થાય છે.) દિગંબર પરંપરામાં પણ ચોથી પ્રતિમા તે પૌષધ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : પ્રથમહિ સામાયિક દશા, ચાર પહર લોં હોય, અથવા આઠ પહર રહે, પૌષધ પ્રતિમા સોય. પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા પાંચમી પ્રતિમા “ડિમા' અર્થાત્ કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની છે : Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જિનતત્ત્વ निक्कंपो काउसग्गं तु पुबुत्तगुणसंजुओ ।। करेइ पब्बराईसुं पंचमी पडिवन्नओ ।। [ પૂર્વની પ્રતિમાઓના ગુણોથી યુક્ત એવો શ્રાવક પર્વરાત્રિએ નિષ્કપપણે કાઉસગ્ન કરે તે પાંચમી પ્રતિમા જાણવી. ] આ પ્રતિમાને “નિયમ પ્રતિમા' પણ કહેવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનારે પર્વ રાત્રિએ એટલે અષ્ટમી અને ચતુર્દશીની રાત્રિએ ઘરમાં કે ઘરની બહાર, નિષ્કપપણે એટલે પરીષહ વગેરે સહન કરીને, વિચલિત થયા વગર કાઉસગ્ન કરવાનો હોય છે. આ કાઉસગ્ગ આખી રાત દરમિયાન અથવા મધ્યરાત્રિ સુધી ઈશાન દિશામાં મુખ રાખીને કરવાનો હોય છે. આ પ્રતિમા ધારણ કરનાર સ્નાન કરે નહીં, અધોવસ્ત્રને કચ્છ વાગે નહીં તથા પ્રતિભાવહનના કાળ દરમિયાન દિવસે બ્રહ્મચર્ય પાળે છે અને રાત્રે ભોગનું પ્રમાણ નક્કી કરે છે. આવશ્યકપૂર્ણિમાં “રાત્રિભોજનના ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમભદ્રાચાર્ય અને શ્રી બનારસીદાસે “સચિત્ત ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં, દશાશ્રુતસ્કંધ અનુસાર છઠ્ઠી પ્રતિમા અબ્રહ્મવર્જનની અથવા બ્રહ્મચર્યપાલનની કહી છે. છ મહિનાના પ્રમાણવાળી આ પ્રતિમા ધારણ કરનારે ચિત્તની સ્થિરતાપૂર્વક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાનું હોય છે. શ્રાવકે સ્ત્રીકથા, કામકથા ઇત્યાદિ શૃંગારોત્તેજક વાતચીત ના કરવી જોઈએ. શ્રાવક સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, સ્ત્રીનો અતિ પરિચય ન રાખે તથા સ્નાન, વિલેપન, અલંકાર વગેરે દ્વારા તે પોતાના શરીરની શોભાવૃદ્ધિ માટે પ્રયત્ન ન કરે. શ્રાવકે શીલની નવ વાડ સાથે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. શીલની નવ વાડ નીચે પ્રમાણે છે : (૧) સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું. જાહેરમાં પણ સ્ત્રી સાથે વધુ પરિચય ન રાખવો. (૨) રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનાં મુખ કે અન્ય અવયવો પર નજર ન કરવી. સ્ત્રીમુખદર્શન વર્જવું. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ (૩) સ્ત્રી સાથે પત્રવ્યવહાર ન રાખવો. સ્ત્રીઓની વાતો પ્રગટપણે કે ગુપ્ત રીતે ન સાંભળવી. (૪) પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ ન કરવું. (૫) કામોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ઠ ભોજન ન કરવું. (૭) સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય એવા આસન, શયન પર બે ઘડી ન બેસવું. (૮) કામોત્તેજક વાતો, ગીતો વગેરે ન સાંભળવાં કે તેવાં દૃશ્યો ન જોવાં. (૯) વધુપડતું ભોજન કરવું નહીં. ઉણોદરી વ્રત કરવું. (શીલની નવ વાડ જરાક જુદી રીતે પણ ગણાવાય છે. એના ક્રમમાં પણ ફરક હોય છે. પરંતુ એનું હાર્દ એક જ છે.) આ પ્રતિમા ધારણ કરનારે છ મહિના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. જો તે સાતમી અને આગળની પ્રતિમા ધારણ કરવાનું છોડી દે તો પછી બ્રહ્મચર્ય એને માટે ફરજિયાત નથી. બીજી બાજુ પ્રતિમા ન ધારણ કરનાર પરંતુ યાવજજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. એટલે જ કહ્યું છે : एवं जा छम्मासा एसोहिगओ इहरहा दिलैं । जावज्जीवं पि इमं वज्जइ एयंमि लोगंमि ।। [આ પ્રમાણે પ્રતિમાધારી શ્રાવક છ મહિના દિવસરાત બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમા વગર પણ લાવજજીવન બ્રહ્મચર્ય પાળનારા હોય છે. ] આવશ્યકચૂર્ણિમાં સચિત્ત આહારના ત્યાગની પ્રતિમાને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચારમાં રાત્રિભોજન ત્યાગીને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે, તો શ્રી બનારસીદાસે નાટક સમાચાર'માં “દિવામૈથુનત્યાગીને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. બનારસીદાસ લખે છે : જો દિન બ્રહ્મચર્ય વ્રત પાળે, તિથિ આર્ય નિશિ દિવસ સંભાલૈ. ગહી નવ વાડ કરે વ્રત રક્ષા, સો ષટું, પ્રતિમા શ્રાવક અખ્યા. સાતમી સચિરત્યાગ પ્રતિમા સાતમી પ્રતિમા “સચિરત્યાગની છે. હાસુ અદાર સત્તની I શ્રાવકે આગળની છ પ્રતિમા ધારણ કરવા સાથે હવે સળંગ સાત માસ સુધી આ પ્રતિમા Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જિનતત્ત્વ ધારણ કરીને સચિત્ત આહારનો ત્યાગ કરવાનો હોય છે. સચિત્ત એટલે જીવસહિત અને અચિત્ત એટલે જીવરહિત. મૂલ, ફળ, પત્ર, ડાળી, બીજ, કદ, ફૂલ વગેરેનું અગ્નિથી પકવ્યા વિના કે અન્ય રીતે તે અચિત્ત થાય તે પહેલાં તેનું ભક્ષણ કરવું નહીં એ સચિત્ત આહાર-વર્જન નામની સાતમી પ્રતિમા છે. આ પ્રતિમાનું પાલન સાત મહિના સુધી કરવાનું હોય છે. શ્રાવકે સાધના કરતાં કરતાં પણ લક્ષમાં રાખવું જોઈએ કે ભોજન પણ દેહનિર્વાહ અર્થે કરવાનું છે. ભોજનની આસક્તિ છૂટવી જોઈએ. ભોજનના રસનો આનંદ માણવાનું હવે ન રહેવું જોઈએ. સાધકે પાણી પણ ઉકાળેલું-પ્રાસુક વાપરવું જોઈએ. સાધુ ભગવંતો આજીવન સચિત્ત પદાર્થના ત્યાગી હોય છે અને હંમેશાં પ્રાસુક જળ વાપરતા હોય છે. આ પ્રતિમાના ધારકે સાત મહિના એવું જીવન જીવવાનું હોય છે. આવશ્યક ચૂર્ણિમાં દિવામૈથુનત્યાગને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમન્તભદ્રાચાર્ય અને શ્રી બનારસીદાસે સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. આઠમી આરંભવર્જન પ્રતિમા આ આઠમી પ્રતિમાધારકે આગળની સાત પ્રતિમાઓ ધારણ કરવા સાથે સળંગ આઠ મહિના સુધી આરંભનો ત્યાગ કરવાનો હોય છે. આરંભ એટલે પાપારંભ. જે પ્રવૃત્તિઓમાં પાપ થવાનો સંભવ હોય એવી સાવઘ પ્રવૃત્તિ શ્રાવકે ત્યજી દેવાની રહે છે. અસિ, મસિ અને કૃષિના પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે વેપારધંધો ઇત્યાદિ છોડી દેવાનાં રહે છે. અગ્નિ પ્રગટાવવો, રસોઈ કરવી, શાક લાવવું, શાક સુધારવું, કપડાં ધોવાં, વાસીદું કાઢવું ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિ પ્રતિમાધારી શ્રાવકે સ્વહસ્તે ન કરવી જોઈએ. એથી વિકલ્પો ઘટી જાય છે અને ચિત્ત સ્વસ્થ અને શાંત રહે છે. શ્રાવકે હવે સાંસારિક પ્રવૃત્તિઓ. ભોગોપભોગો તથા અન્ય પ્રકારના વ્યવહારો ઇત્યાદિ ધર્મક્રિયામાં લગાડી દેવું જોઈએ, આત્મભાવનું ચિંતન કરવું જોઈએ અને સ્વસ્વરૂપાનુસંધાન માટે પુરુષાર્થ કરવો જોઈએ. રત્નકરંડ શ્રાવકાચાર'માં શ્રી સમન્તભદ્રાચાર્ય તથા “નાટક સમયસારમાં શ્રી બનારસીદાસે પણ “આરંભત્યાગને આઠમી પ્રતિમા કહી છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ શ્રી સમન્તભદ્રાચાર્યે કહ્યું છે કે સેવા, કૃષિ, વાણિજ્ય, અસ્તિકર્મ, લેખનકાર્ય, શિલ્પકર્મ વગેરેમાં રહેલી હિંસાના કારણરૂપ “આરંભ થી આ પ્રતિમાધારક વિરક્ત થાય છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો વિવેક વિધિ આદરે, કરે ને પાપારંભ; સો અષ્ટમ પ્રતિમા ધની, મુગતિ વિજય રણથંભ. નવમી પ્રેષ્યવર્જન પ્રતિમા નવમી પ્રતિમા તે શ્રેષ્ય-વર્જન પ્રતિમા છે. પ્રેષ્ય એટલે નોકર, દાસ વગેરે બીજાઓ. નવમી પ્રતિમા હોવાથી નવ માસ સુધી તેનું પાલન કરવાનું છે. એમાં બીજાઓ દ્વારા પણ કોઈ આરંભ કરાવવાનો હોતો નથી. આ પ્રતિમાધારકથી નોકરચાકર વગેરે બીજાઓ દ્વારા પણ કશું કરાવાતું નથી અને સ્વયમેવ પણ તેવું પાપારંભનું કાર્ય કરી શકાતું નથી. કહ્યું છે : अवरेणवि आरंभं नवमीए नो करावए । [ નવમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે બીજા પાસે-નોકરો, સ્વજનો કે ઈતરજનો દ્વારા પોતાના આહાર વગેરે માટે આરંભ ન કરાવવો. ] निक्खित्तभरो पायं, पुत्तदिसु अहव सेसपरिवारे । येवममत्तो अ तहा, सव्वत्थवि परिणवो णवरं ।। | [ નવમી પ્રતિમાવાળો કુટુંબનો, વેપારાદિ કાર્યોનો ભાર પ્રાય: પુત્ર વગેરેને અથવા બાકીના પરિવારના સભ્યોને સોંપી દે. તથા પોતે ધન-ધાન્ય વગેરે પરિગ્રહને વિશે અમમત્વવાળો તથા સર્વત્ર પરિણત વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ. ] लोगववहारविरओ, बहसो संवेगभाविअमई अ। पुबोइअगुणजुत्तो, णव मासा जाव विहिणा उ ।। લિૌકિક વ્યવહારમાંથી નિવૃત્ત થયેલો તથા સંવેગ-મોક્ષની અભિલાષાનું સેવન કરતો અને એ પ્રમાણે પૂર્વના ગુણો-પ્રતિમાઓથી યુક્ત થયેલો તે નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે. ] દિગંબર પરંપરામાં શ્રી સમન્નુભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે જણાવ્યા પ્રમાણે નવમી પ્રતિમા તે પરિગ્રહ-ત્યાગની છે. શ્રી સમસ્તેભદ્રાચાર્યે લખ્યું છે કે શ્રાવક દસ પ્રકારના બાહ્ય પરિગઈમાં મમત્વ છોડીને, આ દુનિયામાં પોતાનું કાંઈ જ નથી એવો ભાવ રાખી, પરદ્રવ્ય અને પરપર્યાયોમાં આત્મબુદ્ધિ ન Page #254 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૪૪ રાખતાં, ભોજન વસ્ત્રાદિમાં સંતોષ રાખી, દીનતા વગર સમતાપૂર્વક રહે તે પરિગ્રહત્યાગ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો દશધા પરિગ્રહ કો ત્યાગી, સુખ સંતોષ સહિત વેરાગી, સમરસ સંચિત કિંચિત્ ગ્રાહી, સો શ્રાવક નો પ્રતિમાધારી. દસમી ઉદ્દિષ્ટ-વર્જન પ્રતિમા ‘દશાશ્રુતસ્કંધ’ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ દસમી પ્રતિમા તરીકે ‘ઉદ્દિષ્ટ-વર્જન પ્રતિમા' કહી છે. दसमीए पुणोद्दिट्ठ फासुअं पि न भुंजए । પોતાના કહેવાથી અથવા પોતાના કહ્યા વગર બીજાઓએ પોતાને માટે તૈયાર કરેલાં આહારાદિ ભલે પ્રાસુક હોય-નિર્જીવ, અચિત્ત હોય તો પણ પ્રતિમાધારી શ્રાવકે ગ્રહણ ન કરવાં જોઈએ. આ પ્રતિમાધારક મસ્તકે મુંડન કરાવી શકે છે અથવા માથે ચોટલી પણ રાખી શકે છે. આવશ્યકચૂર્ણિમાં ‘પ્રેષ્યવર્જન પ્રતિમા’ને દસમી પ્રતિમા ગણાવી છે અને ઉદ્દિષ્ટ-વર્જનની પ્રતિમાને અગિયારમી પ્રતિમામાં સમાવી લીધી છે. શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે ‘અનુમતિત્યાગ પ્રતિમા'ને દસમી પ્રતિમા કહી છે. એ પ્રમાણે આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બીજા લોકોનાં આરંભ-પરિગ્રહનાં કાર્યોની તથા ઘ૨માં ભોજન, વેપાર, લગ્નાદિ વિશેની વાતોની અનુમોદના ન કરે. કોઈ પૂછે તો પણ રાગદ્વેષયુક્ત ઉત્તર ન આપે. ભોજન વગેરેમાં તે ‘બહુ સરસ છે' અથવા અમુક વાનગી ‘બરાબર નથી થઈ’ એવું કથન પણ ન કરે. શ્રી બનારસીદાસે લખ્યું છે : પરક પાપારંભકો જો નદેઈ ઉપદેશ, સો દશમી પ્રતિમાધની, શ્રાવક વિગત કલેશ. ૧૧. શ્રમણભૂત પ્રતિમા આ પ્રતિમાનું, આગળની સર્વ પ્રતિમાઓ ધારણ કરવા સાથે, હવે વધુ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે, શ્રમણ એટલે કે સાધુની ભૂમિકા સાથે લગોલગ થવા માટે, અગિયાર મહિના સુધી પાલન કરવાનું હોય છે કે જેથી એમાં સ્થિરતા આવે. આ પ્રતિમાધારક પોતાનું ઘર અને સ્વજનો વગેરેને છોડીને અન્યત્ર પોતાને સ્વાધીન હોય (એટલે કે કોઈ ચાલ્યા જવા માટે કહેનાર ન Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ હોય) એવા સ્થાનમાં રહે છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, માથે હાથથી લોચ કે અસ્ત્રાથી મુંડન કરે છે, પાત્ર રાખે છે અને કોઈકના ઘરેથી ભિક્ષા લાવીને વાપરે છે. ભિક્ષા લેવા જાય ત્યારે ગૃહસ્થના ઘરે જઈ પ્રતિમાપ્રતિપન્નાથ શ્રમrોસવાર મિક્ષ રજૂ ! (પ્રતિમાધારી શ્રાવકને ભિક્ષા આપો) એમ બોલે છે, પરંતુ આવી રીતે ભિક્ષા લેવા જનારે સાધુઓ જેમ તે સમયે “ધર્મલાભ', બોલે છે તેમ શ્રાવકે “ધર્મલાભ” બોલવાનું હોતું નથી, કારણ કે પોતે હજુ ગૃહસ્થ છે. કહ્યું છે : एकारसीसु निस्रसंगो धरे लिंगं पडिग्गहं । कयलोओ सुसाहुच्च पुबुत्तगुणसायरो ।। [ પૂર્વે દસમી પ્રતિમા સુધીના જણાવેલા સઘળા ગુણોના સાગર જેવો શ્રાવક હવે અગિયારમી પ્રતિમામાં ઉત્તમ સાધુની જેમ નિ:સંગ બનીને અર્થાત ઘર, કુટુંબ, પરિગ્રહ વગેરે છોડીને એકાન્તમાં રહીને સાધુ જેવો વેશ ધારણ કરે અને મસ્તકે લોચ કરે. ] દિંગબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યે અને શ્રી બનારસીદાસે આ અગિયારમી પ્રતિમાને “ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા' તરીકે બતાવી છે. પરંતુ તેમાં શ્રમણભૂત પ્રતિમા' જેવાં જ લક્ષણો બતાવ્યાં છે. શ્રી સમંતભદ્રાચાર્ય લખે છે કે શ્રાવક ગૃહવાસનો ત્યાગ કરી મુનિ મહારાજની પાસે વનમાં રહે, તેમની પાસે વ્રતો ગ્રહણ કરે, તપશ્ચર્યા કરે, ભિક્ષાભોજન કરે અને વસ્ત્રના ખંડને ધારણ કરે (ખંડવસ્ત્ર એટલે એવું ટૂંકું વસ્ત્ર કે જેનાથી જો મસ્તક ઢાંકે તો પગ ન ઢંકાય અને પગ ઢાંકે તો મસ્તક ન ઢંકાય). આવું વ્રત ધારણ કરનાર શ્રાવક પોતાના નિમિત્તે બનાવેલું ભોજન ગ્રહણ ન કરે. તે દિવસમાં એકવાર આહાર લે, પરીષહ-ઉપસર્ગ સહન કરે તથા ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. શ્રી બનારસીદાસ લખે છે : જો સુછંદ વરતે તજ ડેરા, મઠ મંડપમેં કરે બસેરા; ઉચિત આહાર, ઉદંડ વિહારી, સો એકાદશ પ્રતિમાધારી. શ્રાવકની અગિયારમી પ્રતિમા તે ઉત્કૃષ્ટ પ્રતિમા છે અને તે સાધુની બરાબર ગણાય છે. દિગંબર પરંપરામાં આ અગિયારમી પ્રતિમાના પણ બે તબક્કી કરવામાં આવ્યા છે – ક્ષુલ્લક અને ઐલક. ક્ષુલ્લક દશામાં શ્રાવક લંગોટી ઉપરાંત ખંડવત્ર રાખે છે. તે કેશલોચ નહીં પણ મુંડન કરાવે છે. ઐલક ફક્ત લંગોટી રાખે છે. તે પીંછી-કમંડળ સિવાય સર્વ બાહ્ય પરિગ્રહનો ત્યાગી Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જિનતત્ત્વ બની જાય છે. આ દશાએ પહોંચેલા શ્રાવકને હવે દેહ પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. - આ અગિયાર પ્રતિમા શ્રાવકે ઉત્તરોત્તર કેવી રીતે સિદ્ધ કરવી અને તે પ્રત્યેક પ્રતિમાનાં કેવાં કેવાં લક્ષણો છે એ વિસે શાસ્ત્રગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યું છે. એક પ્રતિમા પછી બીજી પ્રતિમા તરફ જવા માટે જો તેવા પ્રકારના ભાવ ન હોય તો ઉત્સાહ ન રહે. એટલે જીવની આંતરિક પરિણતિ તેની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક નિશ્ચયનયવાળાઓ જેમ દરેકમાં વ્યવહાર અને નિશ્ચય એવા ભેદ પાડે છે તેમ આ અગિયાર પ્રતિમામાં પણ નિશ્ચય પ્રતિમા અને વ્યવહાર પ્રતિમા એવા ભેદ પાડે છે. જે અગિયાર પ્રતિમાઓ બતાવી છે અને તેઓ માત્ર વ્યવહાર પ્રતિમા તરીકે ઓળખાવી છે તે પ્રતિમા અનુસાર આસક્તિનો ત્યાગ, કષાયોની મંદતા તથા સ્વરૂપમાં રમણતાને નિશ્ચય પ્રતિમા તરીકે ઓળખાવે છે. વ્યવહાર પ્રતિમાઓમાં એક પ્રતિમા કરતાં બીજી પ્રતિમા ભિન્ન છે એવી સ્પષ્ટ ખબર સાધકને પોતાને હોય છે અને બીજાઓ પણ તે જાણી શકે છે. પરંતુ નિશ્ચય પ્રતિમા વિશે બીજાઓને તો કશી ખબર પડતી નથી, પરંતુ જીવને પોતાને પણ પોતાના કષાયોની મંદતા ઈત્યાદિ અનુસાર હવે કઈ પ્રતિમા છે તેની ખબર પડે કે ન પણ પડે. વળી વ્યવહાર પ્રતિમામાં તો ઉપરની પ્રતિમામાંથી નીચેની પ્રતિમામાં આવતાં અથવા પ્રતિમાભંગ થતાં તરત જણાય છે, પરંતુ નિશ્ચય પ્રતિમામાં જીવ ઉપરથી નીચેની પ્રતિમાએ ઊતરી પડ્યો હોય તો પણ એ વિશે એને કદાચ ખબર પડે કે ન પડે એવું બની શકે. વ્યવહા૨પ્રતિમાના માપદંડ જેટલા સ્પષ્ટ છે તેટલા નિશ્ચયપ્રતિમાના નથી. વસ્તુતઃ જૈન ધર્મમાં પ્રત્યેક વ્રતાદિ આચાર-પાલનમાં દ્રવ્ય અને ભાવ એવું વર્ગીકરણ પહેલેથી આવે જ છે. એટલે પ્રતિમા ભાવપૂર્વક જ ધારણ કરવામાં આવે એ આવશ્યક મનાયું છે. એટલે દ્રવ્યપ્રતિમા અને ભાવપ્રતિમા પછી વ્યવહારપ્રતિમા અને નિશ્ચયપ્રતિમાં એવું જુદું વર્ગીકરણ કરવાની આવશ્યકતા કેટલાકને લાગતી નથી. કેટલાક ભાવપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા વચ્ચે પણ ફરક કરે છે. આગમોમાં અને શ્વેતામ્બર તથા દિગંબર પરંપરાના પ્રાચીન શાસ્ત્રગ્રંથોમાં વ્યવહારપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવા ભેદ જોવામાં આવતા નથી. પ્રતિમાનું ક્ષેત્ર એવું છે કે એમાં ભાવ અને આંતરિક પરિણતિ વગર પ્રગતિ થતી નથી. કોઈ જીવ વ્યવહારપ્રતિમાને ઊતરતી ગણી, તેને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ છોડીને માત્ર નિશ્ચયપ્રતિમાનો જ આશ્રય લે તો તે ભ્રમદશામાં રહે અને કદાચ પ્રગતિ ન કરી શકે એવો સંભવ રહે છે. બાર વ્રતધારી શ્રાવક બનવું એ પણ ખરેખર કઠિન છે. શ્રાવકવર્ગમાં જેઓએ બાર વ્રત ધારણ કર્યા હોય એવા શ્રાવકોની ટકાવારી પણ ઘણી જ ઓછી રહે છે. એટલે અગિયાર પ્રતિસાધારી શ્રાવક તો વલ્લે જ જોવા મળે. જેઓ દીક્ષાર્થી હોય એવા અપરિણિત પુરુષો અગિયારમી પ્રતિમા સુધી પહોંચી જઈ શકે છે, પરંતુ કુટુંબપરિવારવાળા શ્રાવકો ઘણુંખરું પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધી શકતા નથી. એ માટે વ્યવસાયમાંથી પુખ્ત ઉંમરે નિવૃત્ત થયા પછી માણસ પ્રતિમાની સાધના કરવા તૈયાર થાય તો આગળ વધી શકે છે, પરંતુ ત્યારે ઘણાને શારીરિક શક્તિની મર્યાદાઓ નડે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં શ્રાવકની આ પ્રતિમાઓનું મહત્ત્વ ઘણું બધું હતું. એ કાળ એવો અનુકૂળ હતો અને શરીરનું સંઘયણ પણ એવું સશક્ત હતું. એટલે જ આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, ચુલનીપિતા શ્રાવક વગેરેએ અગિયારે અગિયાર પ્રતિમા ક્રમાનુસાર ધારણ કરી હતી. આ બધી પ્રતિમા સળંગ પૂરી કરતાં પાંચ વર્ષ અને છ મહિના લાગે અને એટલા સમયગાળામાં તો શરીર અત્યંત કશ અને અશક્ત થઈ જાય. એટલે જ આવી રીતે અગિયારમી પ્રતિમાએ પહોંચેલા શ્રાવકને છેલ્લે સંલેખના કરીને દેહ છોડવાનો ભાવ થયા વગર રહે નહીં. વર્તમાન કાળમાં જીવનની રહેણીકરણી બદલાઈ છે અને શરીરસંઘયણ ઘટ્યું છે. એટલે પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધનારા શ્રાવકો વલ્લે જ જોવા મળે છે. અલબત્ત કોઈક ભાગ્યશાળીઓ અગિયારમી પ્રતિમા સુધી પણ પહોંચી શકે છે. આમ છતાં આ પ્રતિમાઓ ધારણ કરવાની અને તે વહન કરવાની મુશ્કેલી ઘણી બધી છે. એટલે એમ કહેવાય છે કે સાધુ બનવું સહેલું છે, પણ સંપૂર્ણ પ્રતિમાધારી શ્રાવક બનવું કઠિન છે. ગૃહત્યાગ કરી સાધુ થનારને જે અનુકૂળતાઓ મળે છે તેવી અનુકૂળતાઓ ઘરપરિવાર સાથે રહેનાર શ્રાવકને પ્રતિમા ધારણ કરવા માટે ઘણી ઓછી મળે છે. વળી સાધુસમુદાયમાં રહેવાથી સાધુતાનું- સંયમ, તપ-જપ, સ્વાધ્યાય તથા આવશ્યક ક્રિયાઓનું જે વાતાવરણ મળે છે તે શ્રાવકને ઘરમાં એકંદરે મળતું નથી. આથી જ ઉપરની પ્રતિમાઓનો પ્રચાર બહુ રહ્યો નથી. બીજી પ્રતિમા તે વ્રતધારી શ્રાવકની છે. બાર વ્રત ધારણ કરી એ પ્રમાણે પવિત્ર જીવન જીવનારા ઘણા શ્રાવકો જોવા Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જિનતવ મળે છે. બાર વ્રતમાં સામાયિક, પૌષધ આવી જાય છે. વળી આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. કેટલાક બાર વ્રત ધારણ કરી નથી શકતા તો અમુક વ્રતના અથવા અમુક પ્રકારના નિયમોના પચખાણ લે છે. આથી જ વ્રત ઉપર જેટલો ભાર મૂકવામાં આવે છે તેટલો પ્રતિમા વહન કરવા ઉપર મૂકવામાં આવતો નથી. શ્વેતામ્બર પરંપરા કરતાં દિગંબર પરંપરામાં પ્રતિભાવહનની વાત વિશેષ થાય છે, તો પણ દસમી-અગિયારમી પ્રતિમાએ પહોંચેલા તો કોઈક જ હોય છે. આમ છતાં શ્રાવકજીવનમાં પણ ધર્મકરણી અને આત્મચિંતન પર ભાર મૂકવામાં આવે છે. જીવે જીવનમાં આચરવા જેવી વાતો અનેક છે. એટલે ક્યાંકથી પણ શરૂઆત કરવામાં આવે તો સમય જતાં તે ઘણો આગળ નીકળી શકે છે. નાની શરૂઆત પણ મોટાં પરિણામ લાવી શકે છે. “ટીપે ટીપે સરોવર ભરાય' એ કહેવત અનુસાર ધર્માર્થી-મોક્ષાર્થી ભવોભવની સાધના કરતાં કરતાં મોક્ષ સુધી પહોંચી શકે છે. શ્રી હરિભદ્રસૂરિએ “ધર્મબિન્દુમાં કહ્યું છે : . पदंपदेन मेधावी ययाऽऽरोहति ? पर्वतम् । सम्यक् तथैव नियमादीरश्चरित 8 पर्वतम् ।। [ જેમ ડાહ્યો માણસ એક એક ડગલું ભરતો ભરતો ક્રમશ: પર્વત ઉપર ચઢી જાય છે, તેમ ધીર પુરુષો શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરતાં કરતાં અવશ્ય ચારિત્રધર્મરૂપી પર્વત પર ચઢી જાય છે. ] स्तोकां गुणान समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्य स्तस्मादादावयं मतः ।। [ આરંભમાં થોડા થોડા ગુણોની આરાધના કરીને આત્મા ઘણા ગુણોની આરાધના માટે પણ યોગ્ય બને છે. માટે ગૃહસ્થધર્મને પહેલો કહ્યો છે. ] Page #259 -------------------------------------------------------------------------- ________________ - પુદ્ગલ – પરાવર્ત -- પુદ્ગલ (પ્રાકૃત-પુગ્ગલ, પોગ્ગલ) એટલે જડ તત્ત્વ. પરાવર્ત (પરાવર્તન) એટલે પાછું ફરવું, બદલાવવું, ચક્ર પૂરું કરવું. પુદ્ગલ પરાવર્ત એટલે જીવે જડ તત્ત્વના ભોગવટાનું ચક્ર પૂરું કરવું. જીવ કયા પ્રકારનાં જડ તત્ત્વોનો ભોગવટો કરે છે ? ક્યાં ક્યાં કરે છે ? ક્યારે કરે છે ? કેવી રીતે, કેવા ભાવથી કરે છે ? - એવા બધા પ્રશ્નોના ઉત્તરરૂપે કોઈ સંસારી જીવ પોતાની અંગત વાત કરે તો તે બીજાને રસિક લાગે છે. પરંતુ મોહાસક્તિથી કરેલો એ ભોગવટો જ, માણસને એમાંથી કંટાળીને બહાર નીકળવું હોય તો નીકળવા દેતો નથી. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જડ તત્ત્વ સાથેનો એનો સંબંધ અવિનાભાવ છે, પરંતુ જડ તત્ત્વના ભોગવટા કરતાં પણ કંઈક ઉચ્ચ વસ્તુ છે અને એ જોઈતી હશે તો જડ તત્ત્વ સાથેનો સંબંધ તોડ્યા વગર છૂટકો નથી એ બહુ ઓછા લોકોને સમજાય છે. સંસારના ચાર ગતિના સર્વ પ્રકારના જીવોમાં અંતર્મુખ બની ચિંતન કરવાનો અવકાશ મનુષ્યોમાં સવિશેષ છે. બુદ્ધિશક્તિ હોવાથી માણસો ભૂત, વર્તમાન અને ભાવિ-એમ ત્રણે કાળનો વિચાર કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકોની આ વિચારણા તેઓના વર્તમાન જીવન પૂરતી સીમિત રહે છે. દુનિયામાં અડધા લોકો પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતા નથી. તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલું જીવન એટલું જ અસ્તિત્વ છે એમ માને છે અને એને કેમ વધુ સુખસગવડવાળું તથા આનંદપ્રમોદથી સભર બનાવી શકાય એના આયોજનમાં જ રચ્યાપચ્યા રહે છે. વૈજ્ઞાનિકો પણ એ દિશામાં જ કામ કરે છે. જે ધર્મો જન્મજન્માન્તરમાં માને છે તે ધર્મના કેટલાક અનુયાયીઓ જો કે ભૂતકાળના અને ભવિષ્યકાળના જન્મો વિશે વિચારે છે, પરંતુ તેઓમાં પણ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જિનતત્ત્વ તે વિશે ઊંડું ચિંતન કરનારા થોડા છે. પોતે અનાદિકાળથી સંસારમાં ચાર ગતિમાં ભટકી રહ્યો છે અને હવે સંસારચક્રમાંથી છૂટી મુક્તિ પ્રાપ્ત કરવી છે એવી લગનીવાળા અને તે પ્રમાણે આચરણ કરનારા જીવો તો બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળશે. વળી, પોતાનું સંસાર – પરિભ્રમણ કેટલા કાળથી ચાલે છે, તે કેટલું લાંબું-પહોળું છે અને તેનું સ્વરૂપ કેવું છે એ વિશે તો કોઈક જ વિચાર કરે છે. જૈન ધર્મ પ્રમાણે ચૌદ રાજલોકપ્રમાણ સમસ્ત વિશ્વ અને એમાં ભમતા ચોરાશી લાખ જીવાયોનિના જીવો – આ બધાંનો મુખ્ય બે દ્રવ્યની દૃષ્ટિએ વિચાર કરી શકાય – ચેતન અને જડ અથવા જીવ અને અજીવ. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : (૧) પુગલ (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય (૪) આકાશાસ્તિકાય અને (૫) કાલ. એમાં જીવને સવિશેષ ઘનિષ્ઠ સંબંધ જો હોય તો તે પુદગલ સાથે છે. આ સંબંધ અનાદિ કાળથી એટલે કે જ્યારે જીવ નિગોદ અવસ્થામાં હતો ત્યારથી છે. એ અવસ્થામાંથી બહાર નીકળી અનંતાનંત ચક્કરો ચારે ગતિમાં મારતો મારતો જીવ મનુષ્યપણું પામ્યો છે, પણ કેટલાક માણસોને જેમ અપ્રિય ભૂતકાળ યાદ કરવો ગમતો નથી, તેમ મનુષ્યને પોતે વિતાવેલાં એ ચક્કરોના કાળને યાદ કરવો ગમતો નથી. એ વિશે સૂઝ પણ નથી. પરંતુ માણસો જો સમજે અને પોતે આગલા જન્મોમાં કેટલાં કષ્ટો વેઠ્યાં છે અને કેટલો બધો પુરુષાર્થ કર્યો છે એ વિશે જાણે તો જ આ ચક્કરમાંથી જલદી છૂટવાનો એને ભાવ થાય. જીવનો જડ તત્ત્વ એટલે કે પુદ્ગલ સાથેનો સંબંધ અનાદિ છે એમ કહેવું સહેલું છે, પણ અનાદિની કલ્પના કરવી ઘણી અઘરી છે. અનાદિ કાળથી, નિગોદ અવસ્થાથી જીવનો જડ તત્ત્વ, પુદ્ગલ સાથે જોડાયેલો સંબંધ સતત આ મનુષ્ય ભવ સુધી ચાલતો આવ્યો છે. આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આહાર માટે અને અન્ય વપરાશ માટે જે બધાં પુગલ પરમાણુઓનો ઉપયોગ કરીએ છીએ તેના જેટલો ઢગલો કરીને કોઈ આપણને બતાવે તો આશ્ચર્યચક્તિ થઈ જવાય. માણસ પોતાના સિત્તેર, એંસી કે સો વર્ષના આયુષ્યમાં ફક્ત અનાજ, શાકભાજી, પાણી વગેરે વાપરે છે એ બધાં એક જ સ્થળે એકત્ર કરવામાં આવે તો પણ મોટો પર્વત થઈ જાય. એક જિંદગીમાં એક વિશાળ સરોવર કરતાં વધુ પાણી આપણે પીવામાં – નહાવાધોવામાં વાપરતા હોઈશું. જેમ ભોજન વગેરેમાં તેમ શૌચાદિ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ પુદ્ગલ – પરાવર્ત ક્રિયામાં જે પુદ્ગલોનું આપણે વિસર્જન કરીએ છીએ એનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. શ્વાસોચ્છવાસમાં પ્રાણવાયુનો ઉપયોગ એક જિંદગીમાં જે થાય છે એનો હિસાબ તો કેવી રીતે થઈ શકે ? આપણે જે પુદ્ગલ પરમાણુઓ ભોજનાદિમાં ગ્રહણ કરીએ છીએ અને એનું ઊંઝન-વિસર્જન કરીએ છીએ એમાં દરેક વખતે એના એ જ પરમાણુ નથી હોતા. પ્રત્યેક વેળા જૂનાની સાથે કેટલાયે નવા પરમાણુઓનું પણ ગ્રહણવિસર્જન થાય છે. આ બધાંનો હિસાબ કોણ રાખે ? અને આ તો વર્તમાન જીવન પૂરતી વાત થઈ. ભૂતકાળમાં જે અનંત જન્મો એકેન્દ્રિયથી મનુષ્યપણા સુધીમાં પસાર થઈ ગયા તેનો હિસાબ પણ વિચારવો જોઈએ. જીવ જે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ – વિસર્જન જન્મજન્માન્તરથી કરતો આવ્યો છે તેને માટે પારિભાષિક વિચારણા જૈન ધર્મમાં વ્યવસ્થિત રીતે થયેલી છે. આ પ્રક્રિયાને તદ્દન સાદી રીતે સામાન્ય દૃષ્ટિએ સમજાવવી હોય તો એમ કહેવાય કે ચૌદ રાજલોકમાં રહેલા તમામે તમામ પુદ્ગલ પરમાણુઓનું કોઈપણ જીવ ગ્રહણવિસર્જન પૂર્ણ કરે એને એક પુદગલ પરાવર્ત કહેવામાં આવે છે. જો કે આટલી વાત પૂરતી નથી. કારણ કે આ પરાવર્તના સ્વરૂપ, ક્રમ ઇત્યાદિ વિશે આપણા આગમગ્રંથોમાં ગહન વિચારણા થયેલી છે. પુદ્ગલ શબ્દ પુર અને ત્નિ એવાં બે પદોનો બનેલો છે. પુ (અથવા પુ) એટલે પૂરણ, એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું ઇત્યાદિ. મન એટલે ગલન, એટલે કે ગળી જવું, છૂટા પડવું, જુદા થવું. આમ, પુદ્ગલ એટલે એવું દ્રવ્ય કે જેનામાં સંયોજન અને વિભાજનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. છ દ્રવ્યોમાંથી બીજો કોઈ દ્રવ્યમાં આવી સંયોજન, વિભાજનની ક્રિયા થતી નથી. એક માત્ર પુદ્ગલ દ્રવ્યની જ આ વિશિષ્ટતા છે. પુદ્ગલ (પ્રા. પુગ્ગલ, પોગ્ગલ) શબ્દની વ્યાખ્યા “પ્રવચન સારોદ્વાર' ટીકામાં નીચે પ્રમાણે આપવામાં આવી છે : - द्रव्याद् गलन्ति - वियुज्यन्ते किंचित् द्रव्यं स्वसंयोगत: पूरयन्ति - पुष्टं હુર્વત્તિ પુકાના: | ( જે દ્રવ્યથી ગલિત થાય છે, વિયુક્ત થાય છે અને સ્વસંયોગથી કિંચિત્ પુષ્ટ કરે છે તે મુદ્દગલ છે. ] બીજી વ્યાખ્યા છે : पूरणगलणत्तणत्तो पुग्गलो । અથવા પૂરપાટુ મતના પુરાતા: | Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જિનતત્ત્વ એટલે કે જેનામાં પૂરણત્વ અને ગલણત્વ છે તે પુદ્ગલ છે. આપણે પથ્થર, લાકડું, ધાતુ વગેરે નિર્જીવ જડ વસ્તુને જોઈએ છીએ અને ઓળખીએ છીએ. એ વસ્તુના ટુકડા કરતાં કરતાં, બારીક ભૂકો કરતાં એવા તબક્કે આવીએ કે જ્યારે હવે એના બે વિભાગ થઈ શકે એમ ન હોય એને અણુ અથવા પરમાણુ કહીએ છીએ. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે કે પરમાણુ પુદ્ગલ અવિભાજ્ય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે, એટલે કે પુદ્ગલ પરમાણુના વિભાગ થઈ શકતા નથી, તેનું છેદનભેદન થઈ શકતું નથી. તેને બાળી શકાતા નથી અને ઇન્દ્રિય વડે તે ગ્રહણ કરી શકાતા નથી. વળી તે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે. એટલે કે તેના બે ભાગ થઈ શકતા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા વિભાગ થઈ શકતા નથી અને તે એક પ્રદેશરૂપ હોવાથી તેના વધુ પ્રદેશો થઈ શકતા નથી. નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે, પુણાના કર્દી (અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના ચાર પ્રકાર છે.) ધંધા, રેસ-સી પરમાણુ વેવ નાચવ્યા ! આમ, પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે. એમાં કંધો અનંત છે, તેવી રીતે દેશ, પ્રદેશ અને પરમાણુ પણ અનંત છે. આ રીતે પરમાણુ એ પુગલનો સૂક્ષ્મતમ અંશ છે. તે નિત્ય, અવિનાશી અને સૂક્ષ્મ છે. એવા સૂક્ષ્મ પરમાણુમાં રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ એ ચાર ગુણલક્ષણ હોય છે. બે કે તેથી વધુ પરમાણુ એકત્ર થાય, એટલે કે એકબીજા સાથે જોડાઈ જાય તો સ્કંધ થાય છે. બે, ત્રણ એમ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા પરમાણુઓના પિંડને સ્કંધ કહેવામાં આવે છે. ભગવતીસૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે કે પુદ્ગલના ત્રણ પ્રકાર છે : (૧) પ્રયોગ પરિણત – એટલે જીવના વ્યાપારથી પરિણત પુદ્ગલો જેમ કે શરીરાદિ, (૨) વિસસા પરિણત એટલે જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત પુદ્ગલો જેમ કે તડકો, છાંયો, (૩) મિશ્ર પરિણત એટલે કે પ્રયોગ અને વિસ્મસા એ બંને દ્વારા પરિણત યુગલો – જેમ કે મૃત કલેવરો. પુગલ દ્રવ્યમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. પરમાણુ પુદ્ગલમાં સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન સતત ચાલ્યા કરે છે. એક પરમાણુ બીજા અનંત પરમાણુઓ સાથે અથવા સ્કંધ સાથે સંઘાતા અને ભેદને પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું પરિવર્તન અનંત છે, કારણ કે પુદ્ગલ પરમાણુઓ અનંત છે. એટલે આ પરિવર્તનના પ્રકાર પણ અનંત છે. આ પરિવર્તનના આધારે Page #263 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ – પરાવર્તિ ૨૫૩ પુદ્ગલોનો જે પરાવર્ત થાય છે તેની વિચારણા આપણા શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. ચૌદ રાજલોકમાં અનંતાઅનંત પુદ્ગલ પરમાણુઓ છે. એમાં કોઈપણ એક જાતિના સમૂહને વર્ગણા કહે છે. એવી અનંત વર્ગણાઓ પુદ્ગલ પરમાણુઓમાં છે. એ બધી વર્ગણાઓને સાત મુખ્ય પ્રકારની વર્ગણામાં વિભક્ત કરવામાં આવી છે, જેમ કે (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા, (૩) તેજ વર્ગણા, (૪) કર્મણ વર્ગણા, (આહારક વર્ગણા અત્યંત અલ્પ પ્રમાણમાં છે. આહારક શરીર જીવને સમગ્ર ભવચક્રમાં વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થઈ શકે છે.) (૫) મનોવર્ગણા, (૬) વચન વર્ગણા અને (૭) શ્વાસોચ્છવાસ વર્ગણા. અનાદિ કાળથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવ પરિભ્રમણ કરતો રહ્યો છે. આ પરિભ્રમણનો આધાર તે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ અને એનો ત્યાગ છે. આ ગ્રહણ અને ત્યાગની પ્રક્રિયાને પુદ્ગલ પરાવર્ત કહેવામાં આવે છે. જીવ જ્યારે ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરે અને પરિણમાવે ત્યારે એક પુદગલ પરાવર્તન થાય. એમાં અનંત કાળચક પસાર થઈ જાય છે. એક કાળચક્ર એટલે એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીનો કાળ અર્થાત્ વીસ કોડાકોડી સાગરોપમ જેટલો કાળ. પલ્યોપમ અને સાગરોપમ એ કાળને માપવાનાં બે વિરાટ માપ છે. પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય. પલ્ય એટલે કૂવો અથવા મોટો ખાડો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમળ વાળ (વધુ સંખ્યામાં સમાય એવા) ના અગ્રભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહીં. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક પણ ટીપું અંદર ઊતરે નહીં અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ એ પલ્ય જરા પણ દબાય નહીં કે નમે નહીં. હવે એ પલ્યમાં રહેલા અસંખ્યાતા વાળના ટુકડાઓમાંથી દર સો વર્ષે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખતે બરાબર એક પલ્યોપમ કહેવાય. પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે અને એમાં દર સો વર્ષે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધ પલ્યોપમનું છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જિનતત્ત્વ સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું મોટું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ કૂવામાં કે ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવે અને તે પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. આ સાગર જેવો કુવો કેટલો મોટો હોય ? તે માટે કહે છે કે દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય. કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ. દસ કોડાકોડી એટલે દસ કરોડ ગયા કરોડ. પલ્યોપમની જેમ સાગરોપમના પણ છ ભેદ થાય છે. અહીં સૂક્ષ્મ અદ્ધા સાગરોપમનું દૃષ્ટાન્ત છે. હવે કલ્પના કરી શકાશે કે એક સાગરોપણ એટલે કેટલો કાળ. એવા દસ કોડાકોડી સાગરોપમ બરાબર અડધું કાલચક્ર-ઉત્સર્પિણી અથવા અવસર્પિણી. ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને ભેગાં મળીને એક કાળચક્ર એટલે કે વીસ કોડાકોડી સાગરોપમ (સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું અથવા સાતમી નરકના જીવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.) થાય. એક બે નહીં પણ અનંત કાળચક્ર જેટલો કાળ એક પુદ્ગલ પરાવર્તનમાં પસાર થઈ જાય છે. આપણે આ વાત તરત માની ન શકીએ, પણ શાસ્ત્રકારો કહે છે કે ચૌદ રાજલોક અને ચોર્યાસી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરતો કરતો, અનંત પુદ્ગલ પરાવર્ત કરતો કરતો આપણો જીવ મનુષ્ય ગતિમાં આવ્યો છે. આ પ્રમાણે પુગલ પરાવર્ત મુખ્ય ચાર પ્રકારના છે : (૧) દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (૨) ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (૩) કાળ પુદ્ગલ પરાવર્ત અને (૪) ભાવ પુદ્ગલ પરાવર્ત. આ ચારે પ્રકારના પુદ્ગલ પરાવર્તન બાદર (સ્થૂલ) અને સૂક્ષ્મ એવા ભેદ કરીએ તો કુલ આઠ પુગલ પરાવર્ત નીચે પ્રમાણે થાય : (૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, (૩) બાદર ક્ષેત્ર પુગલ પરાવર્ત, (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, () બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, (૯) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, (૭) બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત અને (૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત. પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે : पोग्गल परियट्टो इह दबाइ चउबिहो मुणेयब्बो । धूलेयरभेएहिं जह होइ तहा निसामेइ ।। Page #265 -------------------------------------------------------------------------- ________________ પુગલ – પરાવર્ત ૨૫૫ (દ્રવ્ય વગેરે પુગલ પરાવર્ત ચાર પ્રકારના જાણવા. એમાં પણ સ્કૂલ અને સૂક્ષ્મ એવા ભેદો કહેલા છે.) સંસાર-પરિભ્રમણમાં જીવ આ આઠે પ્રકારનાં પુગલ પરાવર્ત કરતો આવ્યો છે. આ આઠે પુદ્ગલ પરાવર્તનમાં એક પૂરું થાય પછી જીવ બીજું પુગલ પરાવર્ત ચાલુ કરે એવું નથી. આઠે પુગલ પરાર્વત સાથે સાથે જ ચાલે છે. વળી એવું નથી કે એક પરાવર્ત પૂરું થયું એટલે કામ પતી ગયું, અથવા આઠે પરાવર્તન પૂરાં થયાં એટલે વાતનો અંત આવી ગયો. એક પરાવર્ત પૂરું થતાં બીજું તત્પણ ચાલુ થઈ જાય છે. એ રીતે જીવે અનાદિ કાળથી વર્તમાન કાળ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા છે. આઠ પ્રકારના પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ કોઈને તરત ન સમજાય એવું છે. એ માટે ઉદાહરણ તરીકે મેં નીચે આપેલી રમતો ઉપયોગી થઈ પડશે. રમત-૧ ઊભી અને આડી લીટીઓ દોરીને ઊભાં દસ અને આડાં દસ એ રીતે ગણતાં કુલ ૧૦૦ ખાનાં કરવાં. એ દરેક ખાનામાં અનુક્રમે એકથી ૧૦૦ની સંખ્યા લખવામાં આવે. હવે એક જણ એક કોથળીમાં ઢગલો કરીને રાખેલી ૧૦૦ સોગઠીઓમાંથી એક પછી એક સોગઠી કાઢે. દરેક સોગઠી ઉપર કોઈ એક આંકડો લખ્યો હોય. એવી એકથી ૧૦૦ સુધીની સોગઠી કોથળીમાં છે. જેમ જેમ એક એક સોગઠી નીકળતી જાય તેમ તેમ રમત રમનારે કાગળના કોઠામાં તે તે આંકડા ઉપર ચોકડી કરવી. એ રીતે બધી સોગઠી પૂરી થશે તેની સાથે કાગળ પરની ચોકડીઓ પણ પૂરી થશે. આ એક પ્રકારનું પરાવર્તન પૂરું થયું કહેવાય. આમાં નંબર ઉપર એકથી અનુક્રમે ચોકડી કરી નથી, પણ જેમ જેમ જે જે નંબર નીકળે તે પ્રમાણે ચોકડી કરવામાં આવી છે એટલે આ બુમ અથવા ક્રમ-ઉત્ક્રમ પરાવર્તન છે. એને સ્થૂલ અથવા બાદર પરાવર્તન કરી શકાય. રમત-૨ હવે એ જ પ્રમાણે એકથી ૧૦૦ સુધીના આંકડા લખ્યા હોય એવા કોઠાવાળા કાગળ ઉપર ચોકડી કરવાની છે, પણ કોથળીમાં જ્યારે નંબર એક નીકળે ત્યારે જ ચોકડી કરવાની. ત્યાર પછી જ્યારે નંબર બે નીકળે ત્યારે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડાવાળી સોગઠી નીકળે તો તેની ચોકડી નહીં કરવાની. હવે એક કોથળી પૂરી થઈ, પણ થોડાક જ આંકડા ઉપર અનુક્રમે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ જિનતત્ત્વ ચોકડી થઈ શકી છે. એટલે રમત આગળ લંબાવવા એ બધી સોગઠીઓને કોથળીમાં પાછી મૂકી દઈને હલાવીને ફરીથી સોગઠીઓ એક પછી એક કાઢવાની. એમાં આગળ કરેલી ચોકડીઓમાં અનુક્રમે જ આગળ વધવાનું. આ કોથળી પૂરી થતાં બીજા કેટલાક નંબરમાં અનુક્રમે આગળ વધાશે. ત્યાર પછી ત્રીજી વાર, ચોથી વાર, એમ અનુક્રમે કોથળીમાંથી ફરી ફરી સોગઠીઓ કાઢવાની અને એમ કરતાં એકથી ૧૦૦ સુધીના આંકડા ઉપર અનુક્રમે બધી જ ચોકડી થઈ જાય ત્યારે એક પરાવર્તન થાય. આ પરાવર્તન ક્રમથી થયું છે. એમાં બે ત્રણ વાર કોથળી ફરીથી ભરીને કાઢવાથી ચોકડી પૂરી કરવાનું કાર્ય નહીં પતે. ઘણીબધીવાર કરવું પડશે. કોઈવાર પંદર-વીસ કોથળીથી પરાવર્તન પૂરું થાય અને ન થાય તો છેવટે સો વાર કોથળી ભરવાથી તો એ અવશ્ય પૂરું થશે જ. આ પ્રમાણે થયેલું પરાવર્તન ક્રમથી થયું છે એમ કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. રમત નં. ૩ આગળ પ્રમાણે જ એકથી ૧૦૦ ખાનામાં અનુક્રમે આંકડા લખવા. પણ એવા નંબરવાળા ચાર કાગળ સાથે રાખવા. એક લાલ રંગનો, એક વાદળી રંગનો, એક લીલા રંગનો અને એક કેસરી રંગનો. ચાર બાજુવાળી ચોરસ સોગઠીમાં પ્રત્યેક બાજુ અનુક્રમે લાલ, લાદળી, લીલો અને કેસરી રંગ રાખવો. દરેક રંગ ઉપર એકથી ૧૦૦માંથી કોઈ એક આંકડો લખેલો હોવો જોઈએ. જરૂરી નથી કે એક આંકડો ચારે. રંગમાં એક સરખો લખેલો હોય. એ લખેલો હોઈ પણ શકે છે અને ન પણ હોય, પણ દરેક રંગમાં એકથી ૧૦૦ સુધીના આંકડા હોવા જોઈએ. હવે કોથળીમાંથી એક સોગઠી કાઢવામાં આવે. એના ઉપર લાલ રંગમાં જે આંકડો હોય તે પ્રમાણે લાલ રંગના કાગળ પરના આંકડા પર ચોકડી કરવી. એ જ વખતે એ જ સોગઠીમાં વાદળી, લીલા અને કેસરી રંગમાં જે જે આંકડા લખ્યા હોય તે પ્રમાણે તે તે રંગના કાગલના આંકડામાં ચોકડી કરવી. આમ, એકથી ૧૦૦ સુધીની બધી સોગઠી બહાર નીકળશે ત્યારે ચારે રંગના કાગળ પર ચોકડીઓ પૂરી થશે. આ બધી ચોકડી ક્રમથી નહીં પણ અક્રમથી કે વ્યુત્ક્રમથી થઈ. આ અક્રમ પરાવર્તન એક સાથે ચાર રંગનું થયું. એ ચાર રંગ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એ ચારનાં છે. એટલે એક સાથે ચાર અક્રમ અથવા પૂલ પરાવર્તન થયાં. Page #267 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ – પરાવર્ત ૨૫૭ રમત નં. ૪ આગળ પ્રમાણે ચાર રંગના કાગળ અને ચાર રંગવાળી સોગઠી રાખવાની. પણ હવે દરેક રંગના કાગળમાં આંકડાઓ ઉપર એકથી ૧૦૦ સુધી અનુક્રમે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડા નીકળે તે છોડી દેવાના. એટલે આગળ પ્રમાણે ચાર પરાવર્તન અનુક્રમે જ થશે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પ્રત્યેકનું અનુક્રમે પરાવર્તન થયું કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. અહીં તો સમજવા માટે રમતમાં આપણે એકથી ૧૦૦ સુધીના આંકડા ઉદાહરણ સ્વરૂપે રાખ્યા. જો કે આ રમતો સંપૂર્ણ નથી, પણ બાળજીવોને સમજવા માટે છે. પણ એ આંકડા એકથી લાખ, કરોડ કે અબજ સુધીના નહીં, પણ અસંખ્યાતા કે અનંતા હોય તો આ રમત રમતાં કેટલો બધો સમય લાગે ? આપણી કલ્પનામાં પણ ન આવે એટલો સમય લાગે. અલબત્ત, આ પુદ્ગલ પરાવર્તનમાં એક સેકન્ડનો, એક “સમય” માત્રનો બગાડ થતો નથી. રમત સતત ચાલુ જ રહે છે – એક ભવથી બીજા ભવ સુધી અને ભવોભવ સુધી એ પ્રમાણે ચાલ્યા જ કરે છે. વળી, આવી રીતે એક પરાવર્તન થયું એટલે રમત પૂરી થઈ ગઈ એવું નથી. એક પ્રકારના પરાવર્તન પછી તરત જ – તત્ક્ષણ તે પ્રકારનું બીજું પરાવર્તન ચાલુ થઈ જાય છે. એમ અનંત પરાવર્તન કરતો જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે પ્રકારના પુદ્ગલ પરાવર્તન વિશે વિગતે જોઈએ. સ્થૂલ અને સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવ' નામની કૃતિમાં કહ્યું છે : औदारिकवैक्रिय तेजसभाषाप्राणचित्त कर्मतया । सर्वाणुपरिणतेर्भे स्थूलोऽभूत्पुदगलावर्तः ।। [ ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, પ્રાણ (શ્વાસોચ્છવાસ), મન અને કર્મ-એ સાતે વર્ગણાના સર્વ અણુઓને પરિણમાવવાથી (ગ્રહણ કરીને મૂકવાથી) પૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય છે. ] પુદ્ગલ પરમાણુઓના વર્ગણાની દૃષ્ટિએ સાત પુદ્ગલ પરાવર્ત ગણાવવામાં આવે છે, જેમ કે (૧) ઔદારિક પુગલ પરાવર્ત, (૨) વૈક્રિય પુદ્ગલ પરાવર્ત, Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જિનતત્ત્વ (૩) તેજસ પુગલ પરાવર્ત, (૪) કાર્મણ પુગલ પરાવર્ત, (૫) મન પુગલ પરાવર્ત, (૬) વચન પુદ્ગલ પરાવર્ત અને (૭) શ્વાસોચ્છવાસ પુગલ પરાવર્ત. જીવે જ્યારે જ્યારે ઔદારિક શરીર ધારણ કર્યું હોય ત્યારે દારિક વર્ગણાના લોકવર્તી સમસ્ત પુદ્ગલોને ક્રમશ: ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરે અને પરિણાવે. એમાં જેટલો કાળ પસાર થાય તેને ઔદારિક પરાવર્ત કહે છે. એ રીતે સંસારચક્રમાં પરિભ્રમણ કરતો જીવ, ક્રમશ: ઔદારિક વગેરે સાતે પ્રકારની વર્ગણાના સમસ્ત પુદ્ગલ પરમાણુઓને પરિણમાવે ત્યારે સાતે વર્ગણાનો એક પરાવર્ત પૂરો થાય. જીવે જે ગતિમાં જે પ્રકારનો દેહ ધારણ કર્યો હોય તેને અનુરૂપ વર્ગણાના પુગલ પરમાણુઓને તે પરિણમાવે છે. ઉદાહરણ તરીકે જીવ મનુષ્ય હોય તો વૈક્રિય વર્ગણાના પુદગલોને ન પરિણમાવી શકે. જો તે દેવગતિમાં કે નરકગતિમાં હોય ત્યારે તે તેટલો વખત ઔદારિક પુદ્ગલોને ન પરિણાવી શકે. એ પ્રમાણે જીવ જો અસંજ્ઞી હોય તો તે વખતે તે મનવણાના પુદગલોને ન પરિણમાવી શકે. નરક ગતિના જીવે પૂર્વના જન્મોમાં ઔદારિક પગલ પરાવર્ત અનંતવાર કર્યા હોય. આ પ્રમાણે જુદી જુદી ગતિના જીવો વિશે તે ગતિ અનુસાર પૂર્વજન્મ વિશે કથન કરવામાં આવે છે. પૂર્વજન્મોમાં સર્વ જીવોએ અનાદિ કાળથી સંસાર પરિભ્રમણ કરવામાં સાત વર્ગણાના પ્રકારના અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા છે. અનાગત એટલે કે ભવિષ્ય કાળની દૃષ્ટિએ વિચારીએ તો અભવ્ય જીવો સાતે પ્રકારનાં પુગલ પરાવર્ત કરશે, કારણ કે તેમનો મોક્ષ નથી. બીજા બધા જીવો માટે અનાગત કાળ વિશે જુદી જુદી સ્થિતિ હોઈ શકે. ઔદારિક શરીરવાળો જીવ ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું પરાવર્તન કેવી રીતે કરે છે તે વિશે ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ગૌતમસ્વામીને કહ્યું છે કે તે જીવે પ્રથમ દારિક શરીરના નિર્માણને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, પછી તેને આત્મપ્રદેશોની સાથે બદ્ધ કર્યા છે. (શરીરમાં ધૂળની જેમ પહેલાં સ્પર્શ કર્યો છે) પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામરૂપે પરિણમિત કર્યા છે, તેને પ્રસ્થાપિત કર્યા છે, તેને નિવિષ્ટ કર્યા છે (પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે), અભિનિવિષ્ટ કર્યા છે (આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે), અભિસમન્વાગત કર્યા છે (પુગલોનો રસાનુભવ કર્યો છે), પરિહાર કર્યા છે (સર્વ અવયવોથી રસાનુભવ કર્યો છે, . Page #269 -------------------------------------------------------------------------- ________________ પુલ – પરાવર્ત ૨૫૯ અન્ય રૂપે પરિણામિત કર્યા છે), નિજીર્ણ (ક્ષીણ રસવાળા) કર્યા છે, નિ:સૂત અને નિઃસૃષ્ટ (પૃથફ) કર્યા છે અને એ રીતે તે પુદ્ગલો આત્મપ્રદેશોથી પૃથક અર્થાત્ છૂટા થયા છે. આમ, જીવ પોતાના શરીરમાં ઔદારિક પુદ્ગલો ગ્રહણ કરીને, પરિણમાવીને પછી છોડી દે છે. એમાં ગૃહિત, બદ્ધ, સૃષ્ટ, કૃત, પ્રસ્થાપિત, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, પ્રસ્થાપિત, પરિણામિત, નિજીર્ણ, નિઃસૃત અને નિઃસૃષ્ટ એમ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પ્રત્યેક વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ વિશે આ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. - ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહે છે : હે ગૌતમ ! સૌથી ઓછાં વૈક્રિય પુદ્ગલ-પરિવર્તન છે. એનાથી અનન્તગુણા વધારે વચન – પુદ્ગલ પરિવર્તન છે. એનાથી અનંતગુણા મન:પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા આન-પ્રાણ (શ્વાસોચ્છવાસ) પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા ઔદારિક પુદ્ગલ- પરિવર્ત છે. એનાથી અનંતગુણા તેજસુ પુદ્ગલ-પરિવર્ત છે અને એનાથી અનંતગુણા કારણ પુદ્ગલ પરિવર્ત છે. બીજી બાજુ આ સાતે વર્ગણાના પુગલ પરાવર્તના નિર્તના (નિષ્પત્તિ) કાળનું અલ્પબદુત્વ કેવું છે તે વિશે ભગવાને કહ્યું છે કે સૌથી થોડો નિવર્તના કાળ કાર્મણ પુદ્ગલ પરાવર્તનો છે. એનાથી તેજસ પુગલનો કાળ અનંતગુણો છે. એનાથી ઔદારિક પુદ્ગલનો કાળ અનંતગુણો છે, એનાથી શ્વાસોચ્છવાસ પુદ્ગલનો કાળ અનંતગુણો છે. એનાથી મન પુદ્ગલનો કાળ અનંતગુણો છે. એનાથી વચન પુદ્ગલનો કાલ અનંતગુણો છે અને એનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તનનો નિર્તના કાળ અનંતગુણો છે. આ પ્રમાણે ચૌદ રાજલોકમાં રહેલા સાત વર્ગણાના સર્વ પુદ્ગલ પરમાણુઓનો ઉપભોગ થતાં એટલે કે ગ્રહણ કરીને મૂકી દેતાં જે પરાવર્ત થાય તેને સ્કૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહે છે. સંસારમાં ભ્રમણ કરતો જીવ ચૌદ રાજલોકમાં રહેલા સર્વ પરમાણુને સાત વર્ગણામાંથી અનુક્રમે એક પછી એક વર્ગણારૂપે પરિણમાવે એટલે કે ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જિનતત્ત્વ જીવ પ્રથમ દારિક વર્ગણારૂપે સર્વ પુદ્ગલ પરમાણુને ભોગવે, ત્યાર પછી વૈક્રિય વર્ગણારૂપે ભોગવે, એમ કરતાં સાત વર્ગણારૂપે અનુક્રમે ભોગવે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય. જીવ પુલ પરમાણુને ઔદારિક વર્ગણા તરીકે ભોગવતો હોય ત્યારે વચ્ચે વૈક્રિયાદિ વર્ગણારૂપે ગમે તેટલી વાર ભોગવે તે ન ગણાય. તેવી જ રીતે વૈક્રિયાદિ અન્ય વર્ગણા માટે પણ સમજવું. કેટલાક શાસ્ત્રકારો દ્રવ્ય પરાવર્તના બે ભેદ બતાવે છે : (૧) નોકર્મ દ્રવ્ય પરાવર્ત અને (૨) કર્મ દ્રવ્ય પરાવર્ત. એમાં નોકર્મ દ્રવ્ય પરાવર્તના કાળના ત્રણ ભેદ બતાવવામાં આવે છે : (૧) અગૃહિત – ગ્રહણ કાળ, (૨) ગૃહિત-ગ્રહણ કાળ અને (૩) મિશ્ર કાળ. પૂલ (બાદર) અને સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત વિશે શ્રી “પુગલ પરાવર્તસ્તવ'માં કહ્યું છે : निरवशेषलोकदेशान् भवे भवे पूर्वसंभवैर्मरणैः । स्पृश्यत: क्रमोत्क्रमाभ्यां क्षेत्रे स्थूलस्तदावर्त्तः ।। [ચોદ રાજલોકના બધા જ આકાશ પ્રદેશોને ભવે ભવે ક્રમ – ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત થાય. ] લોકાકાશમાં અસંખ્ય પ્રદેશો છે. એના પ્રત્યેક પ્રદેશને વ્યક્રમથી જીવ મરણથી સ્પર્શે અને એમ કરતાં બધા જ આકાશપ્રદેશોને સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય (અન્ય એક મત પ્રમાણે જીવ જન્મથી સ્પર્શ અને એમ કરતાં બધાં જ આકાશ પ્રદેશોને જન્મથી સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય.) જીવ ચૌદ રાજલોકના સમગ્ર આકાશ પ્રદેશોને પ્રત્યેકને અનુક્રમે મરણથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય. કેટલાક શાસ્ત્રકારો ક્ષેત્ર પરાવર્તના બે ભેદ બતાવે છે : (૧) સ્વક્ષેત્ર પરાવર્ત અને (૨) પરક્ષેત્ર પરાવર્ત. સ્વક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ એક જીવ સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના સાથે ઉત્પન્ન થતો થતો છેવટે મહામસ્યની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પહોંચે અને એમાં જેટલી વાર લાગે તેને સ્વક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહે છે. પરક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ જીવ સમગ્ર લોકાકાશના એક એક પ્રદેશને જન્મક્ષેત્ર બનાવતાં બનાવતાં બધા જ પ્રદેશોને જન્મક્ષેત્ર બનાવી રહે ત્યારે એક પરક્ષેત્ર પરાવર્ત થાય. Page #271 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ – પરાવર્ત : સ્થૂલ અને સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત ‘પ્રવચન સારોદ્વાર’માં સ્કૂલ કાળ પરાવર્ત માટે કહ્યું છે ओसप्पिणीह समया जावइया ते य निययमरणेणं । पुट्ठा कमुक्कमेण कालपरट्टो भवे યૂનો [ અવસર્પિણી (તથા ઉત્પર્પિણી)માં એના સમયોને જીવ ક્રમ-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂળ કાળ પુદ્ગલ પરાવર્ત થાય. ] જીવ અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા ‘સમય’ થાય તે સર્વ સમયને ક્રમ-અક્રમથી મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક સ્થૂળ કાળ પુદ્ગલ પરાવર્ત થાય. કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ ‘સમયે' મરણ પામ્યો ત્યારે પછી તે એ જ અથવા બીજી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તો તે સમય ગણાય. વચ્ચે તે અવસર્પિણીના પંદરમા કે પચાસમા કે અન્ય કોઈ સમયે મરણ પામે તો તે ન ગણાય. તેવી રીતે અવસર્પિણીના બધા જ સમયને અનુક્રમે સ્પર્શવા જોઈએ. આ રીતે જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણીના એટલે કે એક કાળચક્રના સર્વ સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે ત્યારે તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત થયો કહેવાય. સ્થૂલ અને સૂક્ષ્મ ભાવ પરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવમાં સ્કૂલ ભાવ પરાવર્ત માટે કહ્યું છે : अनुभागबन्धहेतून् समस्त लोकाग्रदेशपरिसंखयान् । म्रियतः क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्तः 11 ૨૭૧ [સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અનુભાગ બંધનાં સ્થાનોને (હેતુઓને) ક્રમ-ઉત્ક્રમથી મરણ પામીને જીવ સ્પર્શે ત્યારે ભાવ પુદ્ગલ પરાવર્ત થાય.] સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણે અનુભાગબંધના સ્થાનોને જીવ મ૨ણ પામતો વ્યુત્ક્રમથી સ્પર્શે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત થાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયોમાં મંદ-મંદતર, તીવ્ર-તીવ્રતર એમ એમાં ઘણી તરતમતા હોય છે. કષાયના અધ્યવસાયથી કર્મબંધ થાય. કષાયોની તરતમતાને લીધે અસંખ્ય અનુબંધસ્થાનો થાય છે. આ પ્રમાણે આઠે કર્મનાં પુદ્ગલોમાં રહેલા અસંખ્યાતા ૨સભેદોના પુદ્ગલપરમાણુઓને જીવ વ્યુત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે બાદર ભાવ પરાવર્તન થાય અને ક્રમથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પરાવર્તન થાય. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જિનતત્ત્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રત્યેકનાં બાદર અને સૂક્ષ્મ એમ કુલ આઠ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તન બતાવવામાં આવ્યાં છે, પરંતુ શાસ્ત્રકારો કહે છે કે બાદર અથવા સ્થૂલ પરાવર્ત એટલે કે વ્યુત્ક્રમવાળાં પરાવર્ત તો સૂક્ષ્મ પરાવર્ત સમજવા માટે છે. જીવે જે પુગલ પરાવર્ત અનંતવાર કર્યા છે એ તો સૂક્ષ્મ જ સમજવાના છે. દિગંબર પરંપરામાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્ત ઉપરાંત પાંચમો ભવ પુદ્ગલપરાવર્ત ગણાવવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ' ગ્રંથમાં જણાવ્યું છે કે : तत्र परिवर्तनं पंचविधं, द्रव्यपरिवर्तन, क्षेत्रपरिवर्तनं, कालपरिवर्तनं, भवपरिवर्तनं, भावपरिवर्तनं चेति । મિથ્યાત્વયુક્ત જીવન નરક ગતિનું ઓછામાં ઓછું આયુષ્ય ભોગવે ત્યાંથી તે પ્રમાણે અનેક વાર ભોગવ્યા પછી ત્યાં જ તે ગતિમાં જ્યારે આવે ત્યારે એક એક સમય વધારે આયુષ્ય ભોગવતો જઈ છેવટે નરક ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવે, ત્યાર પછી તિર્યંચ ગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમે ક્રમે ભોગવી ત્યાર પછી મનુષ્યગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ભોગવે અને પછી દેવગતિમાં પણ એ રીતે આયુષ્ય ભોગવે (જે દેવોને એક જ ભવ બાકી હોય તેમના આયુષ્યની ગણના કરી નથી.) ત્યારે જીવનું સંસારપરિભ્રમણનું એક ભવપરાવર્તન થયું ગણાય છે. ટૂંકમાં, ચોર્યાસી લાખ જીવયોનિમાં પ્રત્યેકમાં જીવ ઉત્પન્ન થઈ, જઘન્ય આયુષ્યથી અનુક્રમે ઉત્તરોત્તર વધતું આયુષ્ય ભોગવીને એમ છેવટે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે ત્યારે એક ભવપરાવર્ત પૂરો થયો કહેવાય. એવા અનંત ભવપરાવર્ત આ જીવે ભૂતકાળમાં કર્યા છે. આમ, પુદ્ગલ પરાવર્તનો અને એના પ્રકારનો વિચાર કરીએ તો બુદ્ધિ કામ ન કરે. કોઈકને એમ લાગે કે ખરેખર આમ થતું હશે ? વસ્તુત: સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને અને તિર્યંચ ગતિના જીવોને લક્ષમાં રાખી પોતે પણ આ બધાં ભવચક્રોમાંથી પસાર થયા છીએ એનું શાંત ચિત્તે મનન કરીએ તો કંઈક અંતરમાં પ્રતીતિ અવશ્ય થાય. માત્ર પોતાના મનુષ્યભવનો વિચાર કરવાથી આ તરત નહીં માની શકાય. સર્વજ્ઞ ભગવાને જ્યારે શ્રી ગૌતમસ્વામીને સ્વમુખે આ પ્રમાણે કહ્યું છે ત્યારે તો એમાં અડગ શ્રદ્ધા થવી જોઈએ. Page #273 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ – પરાવર્તિ ૨૬૩ કોઈને પ્રશ્ન થાય કે તો શું આ પરાવર્તનો અંત ન આવે ? અવશ્ય આવે. જો જીવનું મિથ્યાત્વ મંદ થઈ ગયું હોય અને તેનામાં અમુક ગુણલક્ષણો પ્રગટ થયાં હોય તો તે તેને હવે છેલ્લો એક પરાવર્ત કરવાનો બાકી રહે છે. એવા જીવો ચરમ (છેલ્લા) આવર્ત (પરાવર્ત)માં આવેલા હોવાથી તેઓ ચરમાવર્તી જીવ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “યોગબિન્દુ'માં (શ્લોક ૭૨) જણાવ્યું છે : चरमे पुद्गल-परावर्ते यतो यः शुकलपाक्षिकः । भिन्नग्रन्थिश्चरित्रीय च, तस्यैवेतदुदाहृतम् ।। [ છેલ્લા પુલ પરાવર્તમાં વર્તતો જીવ શુકલ પાક્ષિક જાણવો. તે જ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે એ પ્રમાણે કહેલું છે.] જે જીવોને સંસારપરિભ્રમણમાં એક વખત પણ ગ્રંથિભેદ અને સમ્યગદર્શન થાય છે તો તે જીવો દેશઉણ અડધા પુદ્ગલપરાવર્તમાં આવી જાય છે. ભવસ્થિતિ અનુસાર વચ્ચે કદાચ કોઈનું સમકિત ચાલ્યું ગયું હોય તો પણ તે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ભવભ્રમણ કરવાનો રહે છે. જેમ સમક્તિ નિર્મળ થતું જાય તેમ ભવ ઓછા કરવાના રહે. એટલે આપણે “શ્રી પુદ્ગલપરાવર્તસ્તવ'ના રચનાર મહાત્માએ એમાં અંતે જે પ્રાર્થના કરે છે તે જ પ્રાર્થના કરીએ : नाना पदगल पदगलावलि परावर्तानतान्हं, पूरंपूरमियचिरं कियदशं वाढं दृढं नोढवान् । दृष्टवा दृष्टचरं दुष्टचरं भवन्तमधुना भक्त्यार्थयामि प्रभो, तस्मान्मोचय रोचय स्वचरणं श्रेय: श्रियं प्रापय ।। [ અનેક પુદ્ગલ પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવર્ત સુધી ભમી ભમીને હે પ્રભુ ! હું ઘણું દુ:ખ પામ્યો છું. હવે આપને દૃષ્ટિવડે નિહાળવાથી ભક્તિથી પ્રાર્થના કરું છું કે મને દુ:ખ (ક)થી છોડાવો. આપનું ચારિત્ર મને રુચે અને કલ્યાણરૂપી (મોક્ષરૂપી) લક્ષ્મીને હું પ્રાપ્ત કરું.]. Page #274 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા સામાન્ય રીતે જોઈએ તો દરેક વ્યક્તિના ચહેરા ઉપર એમની ચામડીના વર્ણ ઉપરાંત કંઈક ચમક, ઝાંય કે આભા જેવું કશુંક વરતાય છે. બધા માણસોની પ્રકૃતિ, વિચારધારા, ભાવના ઇત્યાદિ એકસરખા નથી હોતાં અને એકના એક માણસના વિચારો, ભાવો ઇત્યાદિમાં પણ વખતોવખત પરિવર્તન આવે છે અને તદનુસાર આ આભા બદલાતી દેખાય છે. એક ધૂપસળીમાંથી જેમ સતત ધૂમ્રસેર નીકળતી રહે છે અને એ વધતી ઘટતી કે વળાંકો લેતી રહે છે તેવી રીતે મનુષ્યના ચિત્તમાંથી વિચારધારા, ભાવતરંગ અવિરત વહ્યા કરે છે અને તેનો પ્રભાવ એના ચહેરા ઉપર, મસ્તક ઉપર અને અનુક્રમે સમગ્ર શરીર ઉપર પડે છે. આ ભાવતરંગ અનુસાર એની સાથે વિવિધ રંગનાં સૂક્ષ્મસૂક્ષ્મતર પુદ્ગલ પરમાણુઓ પણ નીકળે છે અને વિશેષત: મસ્તકમાં અને અનુક્રમે સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. સામાન્ય અર્થમાં સમજવા માટે આ ભાવધારા અને પુદ્ગલ પરમાણુઓને વેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા' જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. એનો સંબંધ મનમાં ઊઠતા ભાવોની સાથે, આત્મામાં ઉદ્ભવતા અધ્યવસાયોની સાથે છે. વળી લેશ્યાનો સંબંધ વિવિધ અધ્યવસાયો સાથે ઉદ્દભવતા-પરિણમતા વિવિધરંગી પુદ્ગલ પરમાણુઓ સાથે પણ છે. આ પુદ્ગલ પરમાણુઓને દ્રવ્યલેશ્યા કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલા ભાવો, અધ્યવસાયોને ભાવલેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા' શબ્દના જુદા જુદા સામાન્ય અર્થ થાય છે, જેમ કે લેગ્યા એટલે તેજ, જ્યોતિ, કિરણ, વાળા, દીપ્તિ, બિલ્બ, સૌન્દર્ય, સુખ, વર્ણ ઇત્યાદિ. લેશ્યા શબ્દના વિશેષ અર્થ થાય છે અધ્યવસાય, અંત:કરણની વૃત્તિ, Page #275 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા ૨૬૫ આત્મપરિણામ, અંતર્જગતની ચેતના, આભામંડળ, આત્મપરિણામ માટે નિમિત્તભૂત દ્રવ્યવિશેષ. પ્રાકૃતમાં “લેસ્સા' શબ્દ વપરાય છે. “લેસ્સા' શબ્દ “લસુ” ઉપરથી વ્યુત્પન્ન કરાય છે. “લસુ” એટલે ચમકવું. લેશ્યાની જુદી જુદી વ્યાખ્યા અપાય છે. ઉત્તરાધ્યયનની ટીકામાં કહ્યું છે : लेशयति श्रलेषयतीवात्मनि जननयनानीति लेश्या । [ જે લોકોની આંખોને પોતાના તરફ આકૃષ્ટ કરે છે તે લેગ્યા છે. ] આવશ્યક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : श्लेषयन्त्यात्मानमष्टविधेन कर्मणा इति लेश्याः । [ જે આત્માને અષ્ટવિધ કર્મ ચોંટાડે છે તે લેગ્યા છે. ] ચારણામો શ્યા! અર્થાત્ લેશ્યા એ યોગપરિણામ છે. નિર્ચો નેશ્યા – વેશ્યા એ કર્મનિસ્યદરૂપ છે. (કર્મમાંથી વહેતો પ્રવાહ છે.) દિગંબર ગ્રંથ “ધવલા'ની ટીકામાં કહ્યું છે : નિમ્પતતિ ને ! – જે કર્મોને આત્મા સાથે લિપ્ત કરે છે તે વેશ્યા. રવિતા ચોગપ્રવૃતિનેંડ્યા | – વેશ્યા એ કષાયોદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ છે. (આ વ્યાખ્યા અધૂરી ગણાય છે, કારણ કે સયોગી કેવલીને કષાય નથી હોતા, પણ શકલ લેગ્યા હોય છે.) શ્રી અભયદેવસૂરિએ ભગવતી સૂત્રની ટીકામાં દ્રવ્ય લેગ્યા માટે કહ્યું છે : कृष्णादि द्रव्य सान्निध्यजनितो जीव परिणामो लेश्या । [ કૃષ્ણ વગેરે દ્રવ્યના સાન્નિધ્યથી જે જીવપરિણામ ઉત્પન્ન થાય છે તે વેશ્યા.] વળી કહ્યું છે : कृष्णादि द्रव्य साचिव्यात् परिणामो य आत्मनः । स्कटिकस्येव तत्रायं, लेश्या शब्द प्रयुज्यते ।। વળી ભાવલેશ્યા માટે એમણે કહ્યું છે : कृष्णादि द्रव्य साचिव्य जनिताऽत्मपरिणामरूपा भावलेश्या । [ કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી જે આત્મપરિણામરૂપ ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવલેશ્યા. ] Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિનતત્ત્વ આપણા મનમાં ભાવો, વિચારતરંગો સતત બદલાતા રહે છે. એક ક્ષણ પણ ચિત્ત નવરું પડતું નથી. ક્યારેક કદાચ આપણે એ વિશે સભાન ન પણ હોઈએ, પણ ભાવતરંગો તો નિરંતર, ઊંઘમાં પણ ચાલતા જ રહે છે. વ્યવહારજગતમાં આપણે વિવિધ પ્રકારના મનુષ્યો જોઈએ છીએ. દરેક માણસના ચહેરા ભિન્ન ભિન્ન છે અને એ દરેક ચહેરા પરનું તેજ પણ ભિન્ન બિન્ન છે, એટલું જ નહીં, એક જ વ્યક્તિના ચહેરા પર પણ વારંવાર તેજ બદલાય છે. એક પ્રતિષ્ઠિત માણસ હોય અને કોઈ એનું ખરાબ રીતે જાહેરમાં અપમાન કરે તો એના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. કોઈક પ્રામાણિક ગણાતો માણસ કંઈક ચોરી કરતાં રંગે હાથ પકડાઈ જાય કે તરત એનું મોટું પડી જાય છે, પ્લાન થઈ જાય છે. માણસ અત્યંત પ્રસન્ન હોય પણ અચાનક ચિંતાના ગંભીર સમાચાર આવતાં વ્યગ્ર બની જાય ત્યારે એનો ચહેરા પરની રેખાઓ અને રંગો બદલાઈ જાય છે. માણસ નિરાશ બેઠો હોય અને એકદમ કોઈ સરસ ખુશખબર આવે કે તરત તે જોઈ ઉત્સાહમાં આવી જાય તો એના ચહેરા પર રોશની પથરાઈ રહે છે. માણસની ભૂલ થાય અને અને એને અપમાનજનક ઠપકો આપવામાં આવે તો એનું મોટું પડી જાય છે. ક્રોધના ભાવે આવેશમાં કોઈ માણસ આવી જાય તો એનો ચહેરો પહેલાં લાલ થાય અને પછી કાળો પડી જાય છે. આ બધું બતાવે છે કે માણસના દેહમાં રંગોની કોઈક સૂક્ષ્મ પ્રક્રિયા થયા કરે છે. આ સૂક્ષ્મ પ્રક્રિયા તે વેશ્યા છે. આપણા બાહ્ય દેખાતા શરીરની અંદર આપણા આત્મા સાથે, (આત્મપ્રદેશો સાથે) જોડાયેલાં બીજાં બે સૂક્ષ્મ શરીર હોય છે. એક શરીર તે તેજસ શરીર અને બીજું તે કાર્મણ શરીર. તેજસ શરીર સૂક્ષ્મ છે અને કામણ શરીર એનાથી પણ વધુ સૂક્ષ્મ છે. જેમ બાહ્ય શરીરના પગલા પરમાણુઓ છે, તેમ આ બંને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરના પણ પુદ્ગલ પરમાણુઓ છે. આપણાં ધૂલ બાહ્ય શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મતર શરીર એ ત્રણે સાથે કામ કરે છે. આપણો ચેતનાવ્યાપાર આ ત્રણે શરીર સાથે સંકળાયેલો છે. જેમ આપણા સ્થળ બાહ્ય શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન મગજ એટલે કે ચિત્ત છે, તેમ આપણા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન પણ ચિત્ત જ છે. ચિત્તનો આત્મા સાથે સંબંધ છે. આપણા સૂક્ષ્મ તેજસ શરીર સાથે ચેતનાના જે વ્યાપાર ચાલે છે તે વેશ્યા છે અને આપણા કાર્મણ શરીર સાથે કે તે દ્વારા ચાલતા વ્યાપારો તે અધ્યવસાયો Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ લેશ્યા છે. અધ્યવસાયો અનુસાર લેશ્યા હોય છે. અધ્યવસાય બદલાય તો લેશ્યા બદલાય. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લેશ્યા કે તેને મળતી વિચારણા થયેલી છે. મહાભારતના “શાન્તિપર્વની “વૃત્રગીતામાં કહ્યું છે : षड् जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्तं पुन: सह्यतरं सुखं तु हारिद्रवर्णं सुसुखं च शुक्लम् ।। મહાભારતમાં વર્ણ (રંગ) અનુસાર જીવના છ વિભાગ પાડવામાં આવ્યા છે : આ છ વર્ણ છે – કૃષ્ણ, ધૂમ્ર, નીલ, રક્ત, હારિદ્ર તથા શુકલ. એમાં કૃષ્ણ વર્ણવાળા જીવ ઓછામાં ઓછું સુખ પામે છે. ધૂમ્ર વર્ણવાળા જીવો એનાથી કંઈક અધિક તથા નીલ વર્ણવાળા મધ્યમ સુખ પામે છે. રક્ત વર્ણવાળા સુખ-દુખ સહન કરવાને યોગ્ય હોય છે. હારિદ્ર (પીળા) વર્ણવાળા સુખી હોય છે અને શુકલ વર્ણવાળા પરમ સુખી હોય છે. આ શ્લોકની ટીકામાં કહ્યું છે કે જ્યારે તમોગુણની અધિકતા, સત્ત્વગુણની ન્યૂનતા અને રજોગુણની સમ અવસ્થા હોય ત્યારે કૃષ્ણ વર્ણ હોય છે. આ રીતે એક ગુણની અધિકતા, બીજા ગુણની સમ અવસ્થા અને ત્રીજા ગુણની ન્યૂનતા હોય તો તે પ્રમાણે જીવના જુદા જુદા વર્ણ થાય છે. શુકલ વર્ણમાં તમોગુણની ન્યૂનતા, રજોગુણની સમ અવસ્થા અને સત્ત્વગુણની અધિકતા હોય છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે ચિત્તના કૃષ્ણ, અકૃષ્ણ-અશુકલ અને શુકલ એમ ત્રણ પ્રકાર છે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં અને બૌદ્ધ ધર્મમાં લેયાને માટે અભિજાતિ” શબ્દ પ્રયોજાયો છે. બૌદ્ધોના અંગુત્તરનિકાય' ગ્રંથમાં શિષ્ય આનંદ પૂરણકશ્યપનો સંદર્ભ આપીને ભગવાન બુદ્ધને કહે છે કે “ભદન્ત ! પૂરણકશ્યપે કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર, શુકલ તથા પરમ શુકલ એવા વર્ણવાળી છ અભિજાતિઓ કહી છે; જેમ કે ખાટકી, પારધિ વગેરે માણસોની અભિજાતિ કૃષ્ણ વર્ણની કહી છે.' જૈન ધર્મમાં શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન મહાવીરસ્વામી કહે છે કે વેશ્યાઓ છે પ્રકારની છે : कड़ णं भन्ते, लेस्साओ पन्नात्ताओ ! गोयमा ! छलेस्साओ पन्नात्ताओ, तं जहा - Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જિનતત્વ कण्ह लेस्सा, नीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा । [ હે ભગવાન, વેશ્યાઓ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ, લેગ્યાઓ છે પ્રકારની છે, તે આ પ્રમાણે : (૧) કૃષ્ણ વેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કપોત લેશ્યા, (૪) તેજોલેશ્યા, (પ) પદ્મ લેશ્યા, (૯) શુકલ લેગ્યા. ] શ્રી ભગવતીસૂત્ર ઉપરાંત શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં આ છ વેશ્યાઓ વિશે બહુ વિગતે વિચારણા કરવામાં આવી છે. લેશ્યાના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્ય લેગ્યા અને (૨) ભાવ લેશ્યા. દ્રવ્ય લેશ્યા પુદ્ગલરૂપ છે. એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુગલના ગુણો દ્રવ્ય લશ્યામાં પણ છે. “પ્રજ્ઞાપના સૂત્ર'ના ૧૭મા પદમાં ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું છે કે દ્રવ્ય લેશ્યા અસંખ્યાતુ પ્રદેશી છે અને તેની અનન્ત વર્ગણા છે. ભાવલેશ્યા અવર્ણી, અગંધી, અરસી, અસ્પર્શી હોય છે. ભાવલેશ્યા અગુરુલઘુ છે. ભાવલેશ્યા પરસ્પરમાં પરિણમન કરે છે. ભાવલેશ્યા કર્મ બંધનમાં કોઈ પ્રકારે હેતુરૂપ છે. એટલે ભાવલેશ્યા સુગતિનો હેતુ બની શકે છે અને દુર્ગતિનો હેતુ પણ બની શકે છે. દ્રવ્યલેશ્યા ભાવલેશ્યા અનુસાર જ હોય છે. છએ વેશ્યાઓ સૂમ હોવાથી પ્રસ્થને અગોચર હોય છે. ઉત્તરાધ્યનસૂત્રમાં એના ચોત્રીસમા અધ્યયનમાં આ છ લેશ્યાનાં લક્ષણો આપ્યાં છે. એમાં કૃષ્ણ લેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે આપ્યાં છે : पंचासवप्पवत्तो तीहिं अगुत्तो छसुं अविरओ य । तिवारंभपरिणओ खुदो साहसिओ नरो ।। निद्धन्धसपरिणामो निस्संसो अजिइंदिओ। एयजोगसमाउत्तो किण्हलेसं तु परिणमे ।। [ જે મનુષ્ય પાંચ આશ્રવ (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)માં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિમાં અગુપ્ત છે, છકાયની હિંસાથી નહીં વિરમેલો, તીવ્ર આરંભનાં પરિણામવાળો છે, ક્ષુદ્ર, વગર વિચારે કાર્ય કરનાર સાહસિક છે, ક્રૂર પરિણામવાળો, નૃશંસ (કુટિલ ભાવવાળો) અને અજિતેન્દ્રિય છે – આ બધાથી જોડાયેલો તે જીવ કૃષ્ણ વેશ્યાનાં પરિણામવાળો છે. ] Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ લેશ્યા નીલ ગ્લેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : इस्सा अमरिसअतवो अविज्जमाया अहीरिया य । गेही पओसे य सद्धे पमत्ते रसलोलुए साय गवेसए य ।। आरंभाओ अविरओ खुदो साहसिओ नरो । एयजोगसमाउत्तो नीललेसं तु परिणमे ।। [d मनुष्य अध्यायु, ही, सतपस्वी, सशानी, भायावी, निर्व४०४, इध, द्वेषी, 28, प्रमत्त, २सलोलुप, सुष शोधनार (स्वार्थी), मामा ७२वामा ન અટકનાર, ક્ષુદ્ર, સાહસિક તથા આ બધામાં જોડાયેલો છે તે નીલલેશ્યામાં परिएरात थाय छे. ] કપોતલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : वंके वंकसमायारे नियडिल्ले अणुज्जुए । पलि चंग ओवहिए मिच्छदिट्ठी अणारिए ।। उप्फालगदुट्ठवाई य, तेने यावि य मच्छरी । एयजोगसमाउत्तो काउलेसं तु परिणमे ।। [ જે મનુષ્ય વાણી અને આચરણમાં વક્ર છે, કપટી છે, અસરળ, દોષોને छुपावना२, समिमानी, परिग्रही, मिथ्याष्टि, अनार्य, दृष्ट क्यन जोसना२, ચોર, મત્સરી છે – આ બધાંથી જે યુક્ત હોય છે તે કપોત લેશ્યામાં પરિણત थाय छे. ] તેજલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : नीयावित्ती अचवले अमाई अकुउहल । विणीयविणए दन्ते जोगवं उवहाण वं ।। पियधम्मे दढधम्मे वज्जभीरु हिएसए । एयजोगसमाउत्तो तेऊलेसं तु परिणमे ।। [४ मनुष्य नम्रताथी वर्तनार, अयंय, मायारहित, अतुडमी, विनयभा निपुरा, ति, योगा, 64धान ४२वापागो, भप्रेभी, धर्ममा १८, પાપભીરુ, હિત ઇચ્છનાર – એ બધાંથી યુક્ત હોય તે તેજોલેશ્યામાં પરિણત थयेतो छ. ] पयणुक्कोहमाणे य मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं ॥ तहा पयणुवाई य उवसंते. जिइंदिए । एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे ।। , Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જિનતત્વ [ જે મનુષ્યનાં ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ હોય, ચિત્ત પ્રશાંત હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, યોગી અને ઉપધાન (તપશ્ચર્યા) કરવાવાળો હોય, અલ્પભાષી, ઉપશાન્ત, જિતેન્દ્રિય હોય-આ બધાંથી જે યુક્ત હોય તેનામાં પાલેશ્યા પરિણત થયેલી હોય છે. ] શુકલલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : अट्टरुद्दाणि वज्जित्ता धम्मसुक्काणि साहए । पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिसु ।। सरागो वीयरागो वा उवसंते जिइंदिए । एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे ।। [ જે મનુષ્ય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરે છે, પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરવાવાળો છે, સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત છે, ઉપશાન્ત અને જિતેન્દ્રિય છે, સરાગ (અલ્પરાગી) કે વીતરાગ હોય છે તે શુકલ લેગ્યામાં પરિણત હોય છે. ] દ્રવ્યલેશ્યા પદુગલ પરમાણુઓની હોય છે અને પદુગલ પરમાણુમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે. એટલે એ દ્રવ્યલેશ્યાનાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ કેવા પ્રકારનાં હોય છે એ ભગવાને ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયન, પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં કહ્યાં છે. લેશ્યાઓનાં વર્ણ, રસ વગેરે કેટલાં હોય છે તે વિશે ભગવાને ભગવતીસૂત્રમાં કહ્યું છે : गोयमा ! दव्वलेसं पडुच्च-पंचवण्णा, पंचरसा, दु गंधा, अट्ठ फासा પત્તા | भावलेसं पडुच्च-अवण्णा, अरसा, अगंधा, अफासा पण्णत्ता । [ હે ગૌતમ ! દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ એમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ કહ્યા છે. ભાવલેશ્યાની અપેક્ષાએ તે વર્ણરહિત, રસરહિત, ગંધરહિત અને સ્પર્શરહિત છે. ] દ્રવ્ય લેશ્યાઓ છે છે, પરંતુ એના વર્ણ (રંગ) પાંચ બતાવવામાં આવ્યા છે, કારણ કે કપોત (કબૂતરના રંગ જેવી) લશ્યાનો જુદો વર્ણ નથી, પણ તે કાળો અને લાલ એ બે વર્ણના મિશ્રણવાળો વર્ણ છે. આ છ દ્રવ્યલેશ્યાના વર્ણ (રંગ) સમજાવવા માટે નીચે પ્રમાણે ઉદાહરણ આપ્યાં છે : Page #281 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા ૨૭૧ કૃષ્ણ લેશ્યા કાળાં વાદળ, અંજન, પાડાનાં શિંગડાં, અરીઠાં, ગાડાની મળી, આંખની કીકી, ભમરો, કાળી કેસર, કોયલ, કાળી કનેર વગેરેના કાળા વર્ણ કરતાં પણ વધારે કાળી હોય છે. નીલ ગ્લેશ્યા અશોકવૃક્ષ, ચાસ પક્ષની પાંખ, વૈડૂર્ય નીલમણિ, પોપટની પાંખ, કબૂતરની ડોક વગેરેના નીલ રંગ કરતાં વધુ નીલ વર્ણવાળી હોય છે. કપોત લેશ્યા કબૂતરની ડોક, કોયલની પાંખ, અળશીનાં ફૂલ વગેરેના વર્ણ જેવી, કાલલોહિત વર્ણવાળી હોય છે. તેજલેશ્યા લોહી, બાલસૂર્ય, ઇન્દ્રગોપ, હિંગળો, પોપટની ચાંચ, દીપશિખા, લાખ વગેરેના વર્ણ જેવી હોય છે. પાલેશ્યા ચંપાનું ફૂલ, હળદર, હડતાલ, સુવર્ણ, વાસુદેવનું વસ્ત્ર વગેરેના વર્ણ જેવી હોય છે. શુકલલેશ્યા શંખ, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર, રૂપાનો હાર, શરદ ઋતુની વાદળી, ચંદ્ર વગેરેના વર્ણ જેવી હોય છે. આમાં કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ અશુભ લેશ્યાનો વર્ણ અપ્રીતિકર, અમનો હોય છે. ત્રણ શુભ લેશ્યાનો વર્ણ પ્રીતિકર અને મનોજ્ઞ હોય છે. માણસના કે અન્ય જીવના શરીરની ચામડીના જે રંગો છે તે દ્રવ્ય લેશ્યાને કારણે છે એમ ન સમજવું. એ રંગો નામકર્મ પ્રમાણે હોય છે અને તે સ્થૂલ દૃષ્ટિથી નિહાળી શકાય છે. દ્રવ્ય લશ્યાના પરમાણુ સૂક્ષ્મ હોય છે. આથી જ કોઈક ગોરો માણસ ઘાતકી હોઈ શકે છે અને એની કૃષ્ણ વેશ્યા સંભવી શકે છે. તેવી જ રીતે કોઈ માણસ તદ્દન શ્યામ હોય અને છતાં એ પવિત્ર, જ્ઞાની, શુભ લેશ્યાવાળો હોઈ શકે છે. આપણા તીર્થકરો રાતા વર્ણના, નીલ વર્ણના, કંચન વર્ણના હતા. એટલે દેહવર્ણ અને વેશ્યાવર્ણ એ બે જુદા છે. દ્રવ્ય લેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર લક્ષણમાંથી વર્ણ મનુષ્યના મનને અને શરીરને વધુ પ્રભાવિત કરે છે. એટલે વેશ્યાવર્ણનો પ્રભાવ દેહવર્ણ પર પડે છે. તીવ્ર અશુભ લેશ્યાવાળા માણસોની પાસે બેસતાં વાતાવરણ બહુ તંગ લાગે છે. ક્યારેક કોઈ ક્રોધી માણસના ક્રોધની એવી અસર થાય છે કે શાન્ત સ્વભાવનો સામો માણસ પણ ઉશ્કેરાઈને ક્રોધ કરવા લાગે છે. બીજી બાજુ તીર્થંકર પરમાત્માની, કેવલી ભગવંતોની અને કેટલાક પવિત્ર મહાત્માઓની શુકલ લેગ્યા એવી પ્રબળ હોય છે કે એમની સાથે તકરાર કરવાના આશયથી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જિનતત્ત્વ આવેલા માણસો કે પરસ્પર વેરવિરોધવાળા જીવો એમને જોતાં જ શાન્ત થઈ જાય છે. મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ આવા કેટલાયે પ્રસંગો બન્યા હતા. કેટલાક યોગી મહાત્માઓ જંગલમાં હોય તો હિંસક પ્રાણીઓ એમની પાસે આવીને શાન્ત બનીને બેસી જતાં હોય છે. આ બધો વેશ્યાનો જ પ્રભાવ છે. - કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ વેશ્યાની ગંધ મરેલી ગાય, મરેલું, કૂતરું, મરેલો સર્પ વગેરેની ગંધ કરતાં પણ વધુ દુર્ગધમય હોય છે. તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ વેશ્યાની ગંધ સુગંધી પુષ્પ, ઘસેલાં સુગંધી દ્રવ્યો વગેરેની સુગંધ જેવી હોય છે. કૃષ્ણ લેશ્યાનો રસ (સ્વાદ) કડવું તુંબડું, કડવો લીંબડો, કુટજ, કૃષ્ણકંદ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ કડવો હોય છે. નીલ વેશ્યાનો રસ સુંઠ, મરી, પીપર, મરચું, ચિત્રકૂલ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ તીખો હોય છે. કપોતલેશ્યાનો રસ કાચી કેરી, કાચું કોઠું, કાચું દાડમ, બીજોરું, બીલું, ફણસ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ તુરો હોય છે. આ ત્રણે લશ્યાનો રસ અપ્રીતિકર, અમનોજ્ઞ હોય છે. તે જોવેશ્યાનો રસ પાકી કેરી, પાકું કોઠું, પાકું દાડમ વગેરેના સ્વાદ જેવો ખટમીઠો હોય છે. પદ્મ લેશ્યાનો રસ ચન્દ્રપ્રભા, ઉત્તમ વારુણી, મધ, ખજૂરાસવ, દ્રાક્ષાસવ વગેરેના સ્વાદ જેવો મધુર હોય છે. શુકલ લશ્યાનો રસ ગોળ, સાકર, ખજૂર, દ્રાક્ષ, ખીર, લાડુ વગેરેના સ્વાદ જેવો મીઠો હોય છે. - કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણે લશ્યાનો સ્પર્શ કરવત, ગાયની જીભ, સાગવૃક્ષનાં પાંદડાં વગેરેના જેવો કર્કશ હોય છે. તેજો, પદ્મ, અને શુકલ એ ત્રણ વેશ્યાનો સ્પર્શ માખણ, શિરીષનાં ફૂલ વગેરેના કોમળ સ્પર્શ કરતાં વધારે કોમળ હોય છે. દ્રવ્ય લશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અત્યંત સૂક્ષ્મ છે, નજરે ન જોઈ શકાય એવાં છે. એ વિશે જે અહીં કહ્યું છે તે એ પુદ્ગલ પરમાણુઓમાં કેટલી ક્ષમતા રહેલી છે તે બતાવવા માટે છે. એવા પરમાણુઓ બહાર જો સ્કંધરૂપ હોય તો આવો અનુભવ અવશ્ય થાય. શુભ અને અશુભ લેશ્યાનાં સ્થાન ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે હોય છે એ માટે ભગવાને કહ્યું છે કે અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણીના જેટલા સમય” અને ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં શુભાશુભ લેશ્યાનાં સ્થાન જાણવાં. મતલબ કે સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે શુભ અને અશુભ લેશ્યા હોય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા ૨૭૩ કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ અને શુકલ એ છએ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જેમ કે કૃષ્ણ લેશ્યાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી. તે જ પ્રમાણે શુકલ લેશ્યાની સ્થિતિ છે. નીલ, કપોત, તેજો અને પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી છે. તિર્યંચ ગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર ત્રણ, ચાર કે છ લેશ્યા હોય છે. જેમ કે કેટલાક એકેન્દ્રિય જીવોમાં કૃષ્ણ, નીલ, કપોત એમ ત્રણ લેશ્યાઓ હોય છે, અને કેટલાક જીવોમાં તેજોલેશ્યા સહિત એમ ચાર લેશ્યાઓ હોય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં ત્રણ લેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાકમાં ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે અને કેટલાકમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. મનુષ્ય ગતિના જીવોમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ એમ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યગતિના જીવો ચૌદમે ગુણસ્થાનકે અલેશી હોય છે. અકર્મભૂમિના મનુષ્યોમાં ચાર લેશ્યા હોય છે અને સંમૂર્ચ્છિમ મનુષ્ય જીવોમાં ત્રણ લેશ્યા હોય છે. જીવ આત્મિક વિકાસ કરતો કરતો ઉપર ચડે છે. જૈન દર્શનમાં આત્મિક વિકાસનાં આવાં ચૌદ પગથિયાં-ચૌદ ગુણસ્થાન બતાવવામાં આવ્યાં છે. નીચેથી ઉપરના ગુણસ્થાને આરોહણ કરતા જીવોમાં કયે કયે ગુણસ્થાને કઈ કઈ લેશ્યાઓ હોય છે તે ભગવતીસૂત્રમાં બતાવ્યું છે. આમાં પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવમાં છએ લેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુકલ એ છ લેશ્યાઓ હોય છે. સાતમે ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યાઓ-પીત, પદ્મ અને શુકલ એ લેશ્યાઓ હોય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધી જીવને એક માત્ર શુકલ લેશ્યા હોય છે. તેરમે ગુણસ્થાને જીવને ૫૨મ શુકલ લેશ્યા હોય છે. આમ, પહેલાથી તેરમા ગુણસ્થાન સુધી શુકલલેશ્યા અવશ્ય હોય છે. ચૌદમે ગુણસ્થાને જીવ અલેશી એટલે કે લેશ્યારહિત હોય છે. નારકીના જીવોમાં લેશ્યા નીચે પ્રમાણે હોય છે : एवं सत्तवि पुढवीओ नेयव्वाओ णावत्तं लेसासु । काऊ य दोसु तहवाए मीसिया नीलिया चउत्थीए । पंचमियाए मीसा कण्हा तत्तो परम कण्हा ।। Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જિનતત્ત્વ પહેલી રત્નપ્રભા નારકીમાં તથા બીજી શર્કરામભા નારકીમાં એક કપોત લેશ્યા હોય છે. ત્રીજા વાલુકાપ્રભા નારકીના જીવોમાં કપોત અને નીલ વેશ્યા હોય છે. ચોથી પંકપ્રભા નારકીના જીવોમાં એક નીલ વેશ્યા હોય છે. પાંચમી ધૂમપ્રભા નારકીમાં નીલ અને કૃષ્ણ વેશ્યા હોય છે. છઠ્ઠી તમપ્રભા નારકીમાં એક કૃષ્ણ લેશ્યા હોય છે અને સાતમી તમતમા પ્રભા નારકીમાં પરમ કૃષ્ણ લેશ્યા હોય છે. આમ, નારકીના જીવોમાં ફક્ત ત્રણ લેશ્યા હોય છે અને પહેલી સાતમી નારકી સુધી અનુક્રમે અશુભ, અશુભતર, અશુભતમ વેશ્યા હોય છે. દેવગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર વેશ્યાઓ હોય છે, જેમ કે ભુવનપતિના અને વાણવ્યંતર દેવ-દેવીમાં ચાર વેશ્યાઓ હોય છે. જ્યોતિષી દેવ-દેવીમાં એક તેજોલેશ્યા હોય છે. વૈમાનિક દેવ-દેવીમાં ત્રણ શુભ લેક્ષાઓતેજો, પધ અને શુકલ લેશ્યા હોય છે. અનુત્તરૌપપાતિક દેવોને પરમ શુકલલેશ્યા હોય છે. ચારે ગતિના જીવોની લેશ્યાઓનો અહીં માત્ર સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. આગામોમાં તે વિશે બહુ વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. લેશ્યાઓના આ બે મુખ્ય વિભાગને બીજી રીતે પણ ઓળખાવવામાં આવે છે, જેમ કે પહેલી ત્રણ લેશ્યાઓ દુર્ગધવાળી છે અને પછી ત્રણ લેશ્યાઓ સુગંધવાળી છે. પહેલી ત્રણ વેશ્યાઓ રસની અપેક્ષાએ અમનોજ્ઞ છે અને પછીની ત્રણ વેશ્યાઓ મનોજ્ઞ છે; પહેલી ત્રણ વેશ્યાઓ સ્પર્શની અપેક્ષાઓ શીતરુક્ષ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ઉષ્ણ-સ્નિગ્ધ છે. પહેલી ત્રણ વેશ્યાઓ અધર્મ વેશ્યા છે; પહેલી ત્રણ લેશ્યાઓ દુર્ગતિમાં લઈ જનારી છે અને પછીની ત્રણ વેશ્યાઓ સગતિમાં લઈ જનારી છે; પહેલી ત્રણ વેશ્યાઓ અશુદ્ધ છે અને પછીની ત્રણ વેશ્યાઓ વિશુદ્ધ છે; પહેલી ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે. આ જ પ્રમાણે ભાવલેશ્યાનાં લક્ષણો બતાવવામાં આવે છે. છે.લેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે પ્રાચીન સમયથી જાંબુનું વૃક્ષ અને છે મિત્રોનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. આવશ્યકસૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ આ દષ્ટાન્ન આપ્યું છે. (આ દૃષ્ટાન્તનું ચિત્ર કેટલીક પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં આનો પટ કોતરાવેલો હોય છે.) છ મિત્રો એક ઉપવનમાં ફરવા ગયા હતા. તેઓ બહુ ભૂખ્યા થયા હતા. ત્યાં તેઓએ એક જાંબુનું વૃક્ષ જોયું કે જેના ઉપર ઘણાં બધાં જાંબુ લટકતાં હતાં. Page #285 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા ૨૭૫ જાંબુના ભારથી કેટલીક ડાળીઓ લચી પડી હતી. સરસ મઝાનાં જાંબુ જોતાં તે ખાવાની દરેકના મનમાં ઇચ્છા જાગૃત થઈ. તે કેવી રીતે મેળવીને ખાવાં તે વિશે પોતપોતાના મનની લેશ્યા અનુસાર દરેકના મનમાં જુદો જુદો વિચાર ઉત્પન્ન થયો. એક મિત્રે કહ્યું કે આપણને ભૂખ લાગી છે અને જાંબુ ખાવાનું મન થયું છે, પરંતુ વૃક્ષ ઉપર ચડવામાં કષ્ટ ઘણું છે. વળી જો ઉપરથી પડ્યા તો જાનનું જોખમ છે. એના કરતાં સારો રસ્તો એ છે કે આપણે આખા વૃક્ષને જ નીચેથી કાપીને પાડી નાખીએ તો આરામથી જાંબુ ખાઈ શકીએ. આપણી પાસે વૃક્ષને કાપવા માટે કરવત, કુહાડી વગેરે છે. બીજા મિત્રે કહ્યું કે, આખા વૃક્ષને કાપી નાખવાની શી જરૂ૨ છે ? આપણે મોટી મોટી ડાળીઓ કાપી નાખીએ જેથી વૃક્ષ બચી જાય અને આપણને જાંબુ મળે. ત્રીજા મિત્રે કહ્યું, ‘મોટી મોટી ડાળ કાપવાની શી જરૂ૨ છે ? જે નાની નાની શાખાઓ છે તે જ તોડી લઈએ.’ ચોથા મિત્રે કહ્યું, ‘નાની શાખાઓ તોડવાની પણ જરૂર નથી. ફક્ત જાંબુફળવાળા જે ગુચ્છા (ઝૂમખાં) છે તે તોડી લઈએ.’ પાંચમા મિત્રે કહ્યું કે, ‘આખા ગુચ્છા તોડવાની પણ જરૂર નથી. એમાંથી સારાં સારાં પાકાં જાંબુ હોય તે ઝૂમખાં હલાવીને જાંબુ પાડી લઈએ તો કેમ ?’ છઠ્ઠા મિત્રે કહ્યું, ‘મિત્રો, એમ કરવાની પણ જરૂ૨ નથી. અહીં વૃક્ષ નીચે તો જુઓ ! કેટલાં બધાં સરસ પાકાં જાંબુ પડેલાં છે. આપણે એ જ વીણી લઈએ. ઝાડ પર ચડવાનો શ્રમ લેવાની અને ઝાડને નુકસાન પહોંચાડવાની કંઈ જરૂર નથી.' આ દૃષ્ટાન્તમાં એક જ હેતુ માટે છએ મિત્રોને જુદા જુદા ભાવ થાય છે. એમાં ઉગ્રતમ ભાવથી કોમલતમ ભાવ સુધીના ભાવો જોઈ શકાય છે. આખું વૃક્ષ કાપવાની વાત કરનારની કૃષ્ણ લેશ્યા છે અને નીચે પડેલાં જાંબુ વીણી લેવાની વાત કરનારી શુકલ લેશ્યા છે. બીજા, ત્રીજા વગેરે મિત્રની અનુક્રમે નીલ, કપોત, પીત અને પદ્મ લેશ્યા છે. છ લેશ્યાઓને સમજાવવા માટે ‘આવશ્યકસૂત્ર'ની ટીકામાં બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. એ છે ગ્રામઘાતકનું. એક વખત છ ડાકુઓ એક ગામ લૂંટવા માટે શસ્ત્રો લઈને નીકળ્યા. છએની લેશ્યા જુદી જુદી હતી. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ જિનતત્ત્વ દરેકના મનમાં જુદા જુદા વિચાર ચાલતા હતા. રસ્તામાં એક ડાકુએ કહ્યું, “આપણે ગામ લૂંટવા જઈએ છીએ ત્યારે ત્યાં કોઈ પણ માણસ કે પશુ વચ્ચે આવે તે બધાંની આપણે શસ્ત્રોથી હત્યા કરી નાખવી જોઈએ, જેથી લૂંટનું કામ સરળ બને. બીજાએ કહ્યું કે પશુઓને મારવાની શી જરૂર ? આપણે ફક્ત મનુષ્યોને મારી નાખવા જોઈએ. ત્રીજાએ કહ્યું કે, બધા મનુષ્યોમાંથી સ્ત્રીઓ અને બાળકોને મારવાની જરૂર નથી. ફક્ત પુરુષોને મારી નાખવા જોઈએ. ચોથા ડાકુએ કહ્યું, “બધા પુરુષોને મારવાની જરૂર નથી, જે સશક્ત અને સશસ્ત્ર પુરુષો હોય એટલાને જ મારી નાખીએ.” પાંચમા ડાકુએ કહ્યું, “બધા સશસ્ત્ર પુરષોની હત્યા કરવાની જરૂર નથી. જેઓ આપણને જોઈ ભાગી જાય તેઓને મારવાની જરૂર નથી. છઠ્ઠા ડાકુએ કહ્યું. “આપણું કામ ધન લૂંટવાનું છે. જો ધન લૂંટવા મળતું હોય અને કોઈ સામનો ન કરે તો કોઈની પણ હત્યા કરવાની શી જરૂર છે ? આ દૃષ્ટાન્તમાં બધાને મારી નાખવાનો વિચાર કરનાર પ્રથમ ડાકુની લેશ્યા કૃષ્ણ છે. અને કોઈની પણ હત્યા કરવાની જરૂર નથી એમ કહેનાર ડાકુની લેણ્યા શુકલ છે. અલબત્ત, આ દષ્ટાન્ત જુદી જુદી વેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે જ છે. એક જ ક્રિયા કરવાની હોય પરંતુ તે માટે ભિન્ન ભિન્ન વ્યક્તિના અધ્યવસાયો ભિન્ન ભિન્ન હોઈ શકે છે. અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે જેની લેણ્યા શુકલ હોય તે લૂંટવા જાય જ કેમ ? અથવા જે લૂંટવા જાય તેની લેશ્યા શુકલ કેવી રીતે હોઈ શકે ? પરંતુ અહીં દૃષ્ટાન્ત સાપેક્ષ દૃષ્ટિથી સમજવાનું છે. તેજોલેશ્યાનો એક બીજો પ્રકાર પણ છે. છ લેગ્યામાંની તેજોલેશ્યા કરતાં એ જુદો છે. ભગવાન મહાવીર અને ગોશાલકના સંબંધમાં બનેલી તેજલેશ્યાની ઘટના સુપ્રસિદ્ધ છે. છ પ્રકારની લેગ્યામાં આવતી તેજલેશ્યા કરતાં આ તેજલેશ્યા ભિન્ન પ્રકારની છે. આ તેજોલેશ્યા તપોલિબ્ધિથી પ્રાપ્ત થાય છે અને તે પૌગલિક પ્રકારની છે. ઠાણાંગસૂત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે ત્રણ રીતે આ પૌદ્ગલિક તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. तिहिं ठाणेहिं सम्मणे निग्गंथे संखितविउलतेउलेस्से भवइ, तं जहा-आयावणयाए, खंतिखमाए, अपाणगेणं तवो कम्मेणं । [ ત્રણ સ્થાનથી (પ્રકારથી, રીતથી) શ્રમણ નિર્ચન્થને સંક્ષિપ્ત-વિપુલ Page #287 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા એવી તેજોલેશ્યાની પ્રાપ્તિ થાય છે : જેમ કે (૧) આતાપનથી (ઠંડી – ગરમી સહન કરવાથી), (૨) ક્ષાંતિક્ષમાથી (ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવી સતત ક્ષમાભાવ ધારણ કરવાથી) અને (૩) અપાનકેન નામની તપશ્ચર્યા (છઠ્ઠને પારણે છઠ્ઠ) કરવાથી. ] વિશિષ્ટ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તેજોવેશ્યા પ્રાપ્ત થઈ શકે છે. ઉષ્ણ તેજોલેશ્યાની પ્રાપ્તિના ઉપાય તરીકે કેવી તપશ્ચર્યા કરવી પડે તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છે : જે વ્યક્તિ છ મહિના સુધી છઠ્ઠ (સળંગ બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ કરે એટલે કે છઠ્ઠ પૂરો થતાં એના પારણામાં માત્ર એક મૂઠી બાફેલા અડદ ખાવામાં આવે અને એક ચોગલ (નાનો પ્યાલો) ઉષ્ણ પાણી પીવામાં આવે અને ફરી છઠ્ઠ કરવામાં આવે ને આ રીતે સળંગ છ મહિના તપશ્ચર્યા કરવામાં આવે અને તેટલો કાળ રોજ અમુક સમય સુધી સૂર્યની સામે જોઈ એની ઉષ્ણાતા-આતાપના લેવામાં આવે તો એ તપસ્વીને ઉષ્ણ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. આવી તેજલેશ્યા ધરાવનાર વ્યક્તિ તે તેજલેશ્યા ફેંકીને બીજાને બાળીને ભસ્મીભૂત કરી શકે છે અથવા અમુક નગરોને પણ બાળી નાખી શકે છે. તપોલબ્ધિથી મેળવેલી તેજોવેશ્યા કેટલી બધી બળવાન હોઈ શકે છે અને અંગે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી પર ફેંકેલી તેજલેશ્યાનું ઉદાહરણ ભગવતીસૂત્રમાં આપેલું છે. એમાં કહ્યું છે : ભગવાન શ્રી મહાવીરે શ્રમણ નિર્ઝન્થોને બોલાવીને કહ્યું, “હે આર્યો ! મંખલિપત્ર ગોશાલકે મારો વધ કરવાને માટે પોતાના શરીરમાંથી જે ઉષ્ણ તેજલેશ્યા કાઢી હતી તે અંગ, બંગ વગેરે સોળ દેશોનો ઘાત કરવામાં – એને ભસ્મીભૂત કરવામાં સમર્થ હતી.' આના ઉપરથી આવી તેજોલેશ્યા કેટલી શક્તિશાળી હોઈ શકે તેનો ખ્યાલ આવશે. (વર્તમાન સમયનો એટમબોમ્બ એની આગળ કંઈ વિસાતમાં નથી.) જ્યારે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી ઉપર ઉષ્ણ તેજલેશ્યા ફેંકી ત્યારે ભગવાને એની સામે શીતલેશ્યા ફેંકી કે જેથી ગોશાલકની તેજોવેશ્યા ભગવાનનો વધ ન કરી શકી, પણ તે ભગવાનની આસપાસ પ્રદક્ષિણા ફરીને પાછી ગોશાલક પર જ પડી હતી. તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યા એ જીવના તેજસુ શરીરમાંથી પ્રસરતી એક પ્રકારની ઊર્જા છે, પૌદ્ગલિ શક્તિ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જિનતત્વ શ્રમણ કાલોદયીને ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું, “હે ભગવાન ! જેમ સચિત્ત અગ્નિકાય પ્રકાશે છે, તેમ અચિત્ત અગ્નિકાયનાં પુદ્ગલ પ્રકાશે છે ?' ભગવાને કહ્યું, “હા ! કાલોદયીન ! અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશ કરે છે. હે કાલોદયીન ! ક્રોધી અણગારમાંથી તેજોલેશ્યા નીકળીને દૂર જવાથી દૂર પડે છે અને પાસે જવાથી પાસે પડે છે. જ્યાં તે તેજલેશ્યા પડે છે ત્યાં અચિત્ત પુગલ પ્રકાશ કરે છે.” ઉષ્ણ તેજલેશ્યાથી અન્ય વ્યક્તિ કે ગ્રામનગરને બાળવાની શક્તિનો પ્રતિકાર કરી એને શાન્ત કરવાની, પાછી વાળવાની શક્તિ શીત તેજલેશ્યામાં હોય છે. તાપસ વેશ્યાયને ગોશાલક ઉપ૨ તેજલેશ્યા ફેંકી ત્યારે ભગવાન મહાવીરે ગોશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવી લીધો હતો. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરસ્વામી ગૌતમસ્વામીને કહે છે, “હે ગૌતમ! મંખલીપત્ર ગોશાલક પર અનુકંપા લાવીને મેં તાપસ વેશ્યાયને ફેકેલી તેજલેશ્યાનો પ્રતિસંહાર કરવા માટે શીત તેજલેશ્યા બહાર કાઢીને એ ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત કર્યો હતો.' એ જાણીને અને ગોશાલકને કંઈ પણ ઇજા ન થયેલી જોઈને વેશ્યાયને પોતાની ઉષ્ણ તેજોલેશ્યા પાછી ખેંચી લીધી હતી. કોઈપણ વ્યક્તિ બીજા ઉપર ઉષ્ણ તેજોવેશ્યા ફેંકે પણ તે વ્યક્તિ પાસે એથી વધુ શક્તિશાળી તેજોવેશ્યા હોય તો ફેંકેલી લેશ્યા પાછી ફરે છે એટલું જ નહીં, ફેંકનારને તે દાહ ઉત્પન્ન કરી શકે છે કે બાળીને ભસ્મ પણ કરી શકે છે. - તેજોવેશ્યા ફેંકવા માટે તેજસ શરીરનો સમુદ્ઘાત કરવો પડે છે. સમુદ્યામાં પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢવા પડે છે. શાસ્ત્રોમાં આવા સમુઘાત સપ્ત પ્રકારના બતાવવામાં આવ્યા છે. એમાં તેજસમદુઘાત તેજલેશ્યાની લબ્ધિવાળા જીવો જ કરવાને સમર્થ હોય છે. એવી લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી, સ્વદેહપ્રમાણ જાડો દંડાકાર રચી, પૂર્વબદ્ધ તેજસનામકર્મના પ્રદેશોને પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી, તેજસપુદ્ગલોને ગ્રહણ કરી જે તેજલેશ્યા ફેકે છે તેને તેજસમુદુઘાત કહે છે. આવી તેજોલેશ્યાનાં પુદ્ગલો અચિત્ત હોય છે. મુખ્ય છ લેશ્યાઓમાંની તેજલેશ્યા તથા તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યા ઉપરાંત વધુ એક પ્રકારની તેજલેશ્વાનો નિર્દેશ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. એ તેજોલેશ્યાનો અર્થ થાય છે “આત્મક સુખ.” ટીકાકારે એ માટે શબ્દ Page #289 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા ૨૭૯ પ્રયોજ્યો છે. “સુખાસી-કામ.' દીક્ષા ગ્રહણ કરનાર અણગાર મુનિને જે આત્મિક સુખનો અનુભવ થાય છે તે સુખ દેવોના સુખથી ચડિયાતું હોય છે. એ માટે કહ્યું છે કે જે શ્રમણ નિગ્રંથ આર્યત્વમાં એટલે પાપરહિતપણે વિચરે છે તે જો એક માસની દીક્ષા પર્યાયવાળો હોય તો વાણવ્યંતર દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે એટલે એ દેવોના સુખ કરતાં વધુ આત્મિક સુખ અનુભવે છે. એ પ્રમાણે બે માસની, ત્રણ માસની, યાવત્ બાર માસની દીક્ષા પર્યાયવાળા, પાપરહિત વિચારવાળા અણગાર ઉત્તરોત્તર અનુક્રમે વધુ ઊંચા દેવલોકના દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા અણગારની તેજાલેશ્યા અનુત્તરોપપાતિક દેવોની તેજાલેશ્યાને અતિક્રમે છે. આમ, ત્રણ પ્રકારની તેજોલેશ્યા બતાવવામાં આવી છે. લેશ્યા અને કષાયનો અવિનાભાવ સંબંધ નથી. એટલે કે જ્યાં કષાય છે ત્યાં લેશ્યા અવશ્ય હોય જ છે, પણ જ્યાં લેશ્યા હોય તો ત્યાં કષાયો હોવા જ જોઈએ એવું નથી. એનું ઉદાહરણ કેવળજ્ઞાનીની વેશ્યા છે. કેવળજ્ઞાન થયા પછી કેવળજ્ઞાનીને ફક્ત એક શુકલ લેશ્યા જ હોય છે, પરંતુ કેવળજ્ઞાનીને કષાય હોતા નથી. લેશ્યા અને યોગ (મન, વચન કે કાયાના અથવા ત્રણેના) વચ્ચેનો સંબંધ અવિનાભાવ છે. જ્યાં યોગ છે ત્યાં લેશ્યા છે અને જ્યાં લેશ્યા છે ત્યાં યોગ છે. લેશ્યા માટે મન, વચન અને કાયા એ ત્રણેના યોગ સાથે હોવા અનિવાર્ય નથી. એકેન્દ્રિય જીવોમાં ફક્ત કાયયોગ હોય છે. તેઓને વચનયોગ અને મનોયોગ ન હોવા છતાં તેઓને વેશ્યા હોય છે. સયોગી કેવળીને શુકલ લેગ્યા હોય છે. અયોગી કેવળી અલેશી હોય છે. લેશ્યાનો જ્ઞાન-અજ્ઞાન સાથે સંબંધ કેવો છે એ વિશે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે કલેશ્યાથી પાલેશ્યાવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. શુકલલેશ્યાવાળા જીવોમાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અલેશી જીવમાં નિયમથી ફક્ત એક કેવળજ્ઞાન હોય છે. જેમ જેમ વેશ્યાની વિશદ્ધિ થતી જાય તેમ તેમ જ્ઞાનની વિશુદ્ધિ થતી જાય છે. વિશુદ્ધ જ્ઞાન માટે લેગ્યાની વિશુદ્ધિ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે વિશુદ્ધ લેશ્યા હોય તો જ જાતિસ્મર જ્ઞાન થાય છે અને તો જ અવધિજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાન અતિશય વિશુદ્ધ જ્ઞાન છે અને કૃષ્ણલેશ્યા તો સંક્લિષ્ટ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જિનતત્ત્વ અધ્યવસાયરૂપ છે. તો પછી કષ્ણલેશ્યા અને મન:પર્યવ જ્ઞાનનો સંબંધ કેવી રીતે ઘટી શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેવાયું છે કે પ્રત્યેક વેશ્યાના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હોય છે. એમાંથી કેટલાંયે મંદ રસવાળાં અધ્યવસાયસ્થાન પ્રમત્તસંયતને પણ હોય છે. એટલે કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા અને કપોત વેશ્યા પ્રમત્ત ગુણસ્થાન સુધી હોય છે. બીજી બાજુ મન:પર્યવજ્ઞાન સૌ પ્રથમ થાય છે તો અપ્રમત્ત ગુણસ્થાનવાળાને જ. પરંતુ અપ્રમત્ત ગુણસ્થાન અને પ્રમત્ત ગુણસ્થાન વચ્ચે ચડઊતર, આવનજાવન થાય છે. એટલે અપ્રમત્ત ગુણસ્થાનવાળા મહાત્મા જો અને જ્યારે પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે મન:પર્યવજ્ઞાન તો હોય જ છે. આ રીતે કષ્ણ લેશ્યાવાળાને પણ મન:પર્યવજ્ઞાન સંભવી શકે છે. આ એક સંભાવના છે. જો કે એ અત્યંત વિરલ અને અપવાદરૂપ છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય વગેરેમાં રહેતો કષ્ણ લેશ્યાવાળો (અથવા નીલ કે કપોત લેશ્યાવાળો) જીવ અનન્તર ભવમાં – પછીના તરતના ભવમાં મનુષ્યગતિ પામી શકે છે, કેવળજ્ઞાન પામી શકે છે અને મોક્ષગતિ પામી સિદ્ધ પરમાત્મા થઈ શકે છે. એવા જીવોની તેવી ભવિતવ્યતા હોય છે. એમાં આગળ જતાં એમને શુકલ લેગ્યા સહાયભૂત થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ શુકલ લેશ્યા હોય છે. લેશ્યા અને ધ્યાનનો વિચાર કરીએ તો આર્તધ્યાન વખતે કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. રૌદ્રધ્યાન વખતે પણ એ જ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પરિણમન વધારે તીવ્ર હોય છે. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાનમાં લેશ્યા અતિસંક્લિષ્ટ પરિણામવાળી હોય છે. ધર્મધ્યાનના સમયે તે, પદ્મ અને શુકલ લેશ્યા હોય છે. શુકલધ્યાનના પહેલા બે પાયા (ચરણ)માં ફક્ત શુકલ લેડ્યા હોય છે, ત્રીજા ચરણમાં પરમ શુકલ લેશ્યા હોય છે અને ચોથા ચરણમાં જીવ લેશ્યાતીત હોય છે. લેશ્યાઓનું પરિણમન કેવા પ્રકારે થાય છે એ વિશે ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે “હે ગૌતમ ! સર્વ લેશ્યાઓ ત્રણ પ્રકારે, નવ પ્રકારે, સત્તાવીસ પ્રકારે, એક્યાસી પ્રકારે, બસો તેતાલીસ પ્રકારે અથવા એથી પણ ઘણા બધા પ્રકારે પરિણામોમાં પરિણત થાય છે. કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણમન પામે છે. એવી જ રીતે બીજી લેશ્યાઓ પણ પરિણમન પામે છે. જેમ દૂધ મેળવણ (છાશ વગેરે ખટાશવાળું Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ લેશ્યા જામણ) પ્રાપ્ત કરીને પછી એના જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને વારંવાર પ્રાપ્ત કરતું રહે છે અને પછી દૂધ દહીં થઈ જાય છે એ રીતે એક લશ્યામાંથી બીજી લેશ્યાનું પરિણમન થાય છે. આ પ્રકારના પરિણમનને વેશ્યાગતિ કહેવામાં આવે છે.” લેશ્યાનું પરિણમન કોઈ જડ વિભાજન જેવું નથી. એટલે કે એક વેશ્યા પૂરી થાય પછી જ બીજી વેશ્યા ચાલુ થાય એવું નથી. બે વેશ્યાઓના વારંવાર સંમિશ્રણથી એકમાંથી બીજીનું પરિણમન થાય છે. આ પરિણમન સતત ઊર્ધ્વગામી જ રહે અથવા સતત અધોગામી જ રહે અથવા છએ વેશ્યાએ આખું વર્તુળ પૂરું કરવાનું જ રહે એવું નથી. શુકલેશ્યાવાળો કૃષ્ણલેશ્યામાં પણ આવી જાય અને કૃષ્ણલેશ્યાવાળો શુકલલેશ્યામાં આવી જાય. આ પરિણમન માટે કોઈ કાળ નિશ્ચિત નથી. અંતમુહૂર્તમાં એકમાંથી બીજી લેગ્યામાં પરિણમન થઈ શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું એ માટે સચોટ ઉદાહરણ છે. શુકલલેશ્યામાંથી પરમ કૃષ્ણલેશ્યા અને પરમકૃષ્ણમાંથી પરમ શુકલલેશ્યામાં પરિણમન કેટલા અલ્પકાળમાં થયું હતું ! વેશ્યાએ નરકગતિમાંથી બચાવી કેવળજ્ઞાન અપાવ્યું ! જેમ દૂધ અને દહીંનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે તેમ શુદ્ધ શ્વેત વસ્ત્રમાં પડેલા કોઈ રંગનું પ્રવાહી પડતાંની સાથે જેમ પ્રસરી જાય છે એનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે અથવા વૈર્યમણિમાં પરોવેલા રંગીન દોરાનું દષ્ટાન્ત પણ આપવામાં આવે છે. લેશ્યાના પરિણમન અને જીવનાં ઉત્પત્તિ તથા મરણ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : लेसाहिं सबाहिं पढ़मे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ, परे भवे अस्थि जीवस्स ।। लेसाहिं सबाहिं चरि मे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ परे भवे अस्थि जीवस्स । अंतमुहत्तम्मि गए अंतमहत्तम्मि सेसए चेव । लेसाहिं परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं ।। બધી જ વેશ્યાઓમાં એના પ્રથમ સમયની પરિણતિ અને અંતિમ સમયની પરિણતિ વખતે કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. લેશ્યાની પરિણતિ થાય તે પછી અંતમુહૂર્તમાં જીવ પરલોકમાં જાય છે. એટલે કે મરણવેળા એ આગામી ભવની વેશ્યા પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જિનતત્ત્વ અંતમુહૂર્ત બાકી રહે ત્યારે જીવ પરલોકમાં જાય છે. વેશ્યાની વ્યવસ્થા એવી છે કે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુના એક સમય પહેલાં તે પરિણત થાય છે. પરલોકમાં જે લેગ્યા પ્રાપ્ત થવાની હોય તે વેશ્યા મરણ પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. એટલા માટે, ઉદાહરણ તરીકે, કૃષ્ણ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઉપરાંત વધારાના એક અંતમુહૂર્તની હોય છે. બીજી વેશ્યાઓમાં પણ તે પ્રમાણે સમજવું. મૃત્યુ પામનાર જીવની ગતિમાં વેશ્યાના યોગ અંગે શ્રીભગવતીસૂત્રમાં કહ્યું છે કે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને જો નરક ગતિમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેગ્યા-પરિણામ પણ તેવાં જ હોય છે. એવી રીતે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યા પરિણામ પણ તેવાં જ હોય છે. મૃત્યુ સમયે જીવની જે વેશ્યા હોય છે તેમાં પણ પરિણમનની તરતમતા સંભવી શકે છે. એટલે એ પ્રમાણે મરણના પ્રકાર સ્થાનાંગસૂત્રની ટીકામાં દર્શાવ્યા છે. મૃત્યુ સમયે લેશ્યા જેમ છે તેમ જ અવસ્થિત રહે તો એને સ્થિતિ લેશ્યામરણ કહે છે. એ સમયે જો લેશ્યા સંકિષ્ટ થાય તો સંકિષ્ટ વેશ્યામરણ કહે છે અને મૃત્યુ સમયે લેશ્યાના પર્યાયો પ્રતિસમય વિશુદ્ધ થતા રહે તો તેને પર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણ સમયે વેશ્યા અવિશુદ્ધ ન થતી હોય તો અસંકિષ્ટ વેશ્યામરણ કહે છે અને પર્યાયોમાં વિશુદ્ધિ ન થતી હોય તો અપર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણના બાલમરણ, પંડિતમરણ અને બાલપંડિતમરણ તથા પંડિતબાલમરણ એવા પ્રકારો પાડવામાં આવે છે. એ પ્રકાર અનુસાર એ સમયની લેગ્યાના પર્યાયોમાં શુદ્ધિ-અશુદ્ધિની દૃષ્ટિએ પણ પ્રકારો વિચારાયા છે. મૃત્યુ સમયની જીવની વેશ્યા કેટલી શુભ કે અશુભ છે અને એમાં પણ તે કેટલી અવગાઢ (મગ્નતાયુક્ત) છે તે પ્રમાણે જીવને પરભવમાં બોધિલાભ અને સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાધ્યાન સૂત્રના ૩૬માં અધ્યયનમાં અંતે કહ્યું છે કે જે જીવો સમ્યગ્દર્શનમાં અનુરક્ત, નિયાણું ન કરનાર અને શુકલેશ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં સુલભબોધિ થાય છે. જે જીવો મિથ્યાદર્શનવમાં અનુરક્ત, નિયાણું કરવાવાળા Page #293 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા ૨૮૩ અને કૃષ્ણ લેશ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં દુર્લભબોધિ થાય છે. ચાર ગતિ અને ચોર્યાસી લાખ યોનિના જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં. એક યોનિમાંથી બીજી યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે તેમની વેશ્યાઓનું પરિણમન કેવું થાય છે એ વિશે બહુ સૂક્ષ્મતાથી ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં દર્શાવવામાં આવ્યું છે. એ આખો વિષય પરિભાષિક અને કઠિન છે, પરંતુ જો રસ પડે તો બહુ ગમે એવો વિષય છે. આધુનિક વિજ્ઞાને જે કેટલાંક સૂક્ષ્મદર્શન સાધનો બનાવ્યાં છે એમાં કિલિયન ફોટોગ્રાફી પણ છે. આ ફોટોગ્રાફી દ્વારા મનુષ્યના શરીરમાંથી બહાર જે આભા (Aura) નીકળે છે એ આભામંડળનો ફોટો લઈ શકાય છે. આ ફોટોગ્રાફમાં મનુષ્યના મસ્તકની બહાર, એના મનમાં ચાલતા વિચારો, અધ્યવસાયો અનુસાર જે આભામંડળ રચાય છે તે દેખાય છે. દરેકનું આભામંડળ જુદું હોય છે. દ્રવ્ય લેગ્યામાં વર્ણ, રસ, સ્પર્શ અને ગંધ એમ ચાર હોય છે. આ ફોટોગ્રાફમાં માત્ર વર્ણ દેખાય છે. ફોટોગ્રાફનું આ આભામંડળ એ લેશ્યાનું જ સંપૂર્ણ રંગપ્રતિબિંબ છે એમ તરત નિશ્ચિતપણે નહીં કહી શકાય. એમાં હજુ સંશોધનને – અભ્યાસને ઘણો અવકાશ છે. કારણ કે લેગ્યાના છ રંગ છે, જ્યારે આભામંડળના ફોટોગ્રાફમાં વાદળી, રાખોડી વગેરે બે ત્રણ રંગ આછા કે ઘેરા દેખાય છે, પરંતુ મનુષ્યના મનમાં ઊઠતા વિચારો, ભાવો, અધ્યવસાયો અનુસાર શરીરમાં, વિશેષત: મસ્તકમાં સૂક્ષ્મ રંગો ઉદ્દભવે છે અને તે બહાર આવે છે એમ આધુનિક વિજ્ઞાન સ્વીકારતું થયું છે. લેશ્યાને આભામંડળ, શરીરનાં ચક્રો, જ્યોતિષશાસ્ત્ર, રંગ ચિકિત્સા, રત્નચિકિત્સા વગેરે શાસ્ત્રો સાથે સંબંધ હોવાનું અનુમાન થાય છે. આ વિશે અભ્યાસ થવા લાગ્યો છે અને એ વિશે ભવિષ્યમાં વધુ પ્રકાશ પડવાનો સંભવ છે. (હાલ પ. પૂ. શ્રી નંદીઘોષવિજયજી મહારાજ એ વિષયમાં ઊંડો અભ્યાસ કરી રહ્યા છે.) આપણને આનંદ એ વાતનો હોઈ શકે કે અગાઉ સામાન્ય માણસો જે સૂક્ષ્મ વાતોને માનતા ન હતા અથવા માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારતા હતા તે વાતો હવે તેમને પ્રતીતિકર લાગે છે અને એથી જૈન ધર્મમાં એમની શ્રદ્ધા સવિશેષ દૃઢ થાય છે. જેઓને ધાર્મિક – આધ્યાત્મિક દૃષ્ટિએ નહીં પણ માત્ર ઐહિક જીવનની દૃષ્ટિએ વિચાર કરવો છે તેઓએ પણ એ જાણવું જોઈએ. અશુભ લેશ્યાઓના Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જિનતત્ત્વ સતત પરિણમનથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે અને શુભ લેશ્યાઓના સતત પરિણમનથી સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રજ્ઞાપના સૂત્રની મલયગિરિ-વિરચિત ટીકામાં કહ્યું છે : तथापि शीतरुक्षो स्पर्शो आद्यानां तिसृणां चित्तास्वास्थ्यजनने स्निग्धोष्णस्पर्शो उत्तराणां तिसृणां लेश्यानां परमसंतोषोत्पादने साधकतमौ । અર્થાત્ આરંભની ત્રણ અશુભ લેશ્યાથી ચિત્તની અસ્વસ્થતા પેદા થાય છે અને પછીની ત્રણ શુભ લેશ્યાથી પરમ સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે મુહપત્તિના પડિલેહણમાં મસ્તકે મુહપત્તિ રાખી અશુભ લેશ્યા પરિહ૨વાની ક્રિયા કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીએ ‘ઉત્તરાધ્યનસૂત્ર'માં કહ્યું છે : तम्हा एयासि लेसाणं, अणुभावे वियाणिया 1 अपसत्थाओ वज्जिता पसत्थाओ अहिट्ठिए मुणि ।। આમ, આ લેશ્યાઓના અનુભવો જાણીને મુનિએ અપ્રશસ્ત લેશ્યાઓ છોડીને પ્રશસ્ત લેશ્યાઓમાં અવસ્થિત રહેવું. ભગવાને મુનિઓને જે બોધ આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ ક૨વાયોગ્ય છે. એક વખત લેશ્યા વિશે સમજ પડે અને એ વિશે સભાનતા આવે તો અશુભ લેશ્યામાં સરી ન પડવું અને સરી પડાય તો તરત શુભ લેશ્યામાં આવી જવું જોઈએ. લેશ્યા એ જીવને મોક્ષગતિ સુધી પહોંચાડનાર એક વિશિષ્ટ શક્તિ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ વિરમણ જૈન ધર્મનું અનર્થદંડ – વિરમણ જેવું વ્રત દુનિયાના અન્ય કોઈ ધર્મમાં નહીં હોય ! શ્રાવકનાં બાર વ્રતમાં આ વ્રતને સ્થાન આપીને જૈન ધર્મે આચારનો કેટલો સૂક્ષ્મ અને ઊંડો વિચાર કર્યો છે તે જોઈ શકાશે. વિરમણ એટલે અટકવું. અનર્થદંડ – વિરમણ એટલે અનર્થ દંડથી અટકવું. અનર્થદંડ એટલે અર્થ ન સરે અને દંડ મળે. દંડ એટલે શિક્ષા, પાપ રૂપી શિક્ષા, કર્મબંધરૂપી શિક્ષા. અનર્થદંડ એટલે વગર લેવેદેવે બંધાતાં અશુભ કર્મ. અનર્થદંડ-વિરમણ એટલે બાહ્ય કે આત્યંતર, દ્રવ્ય કે ભાવથી, સાક્ષાત્ કે પરંપરાએ, ઈહલૌકિક કે પારલૌકિક, સ્વને કે પરને થતા નુકસાનથી અટકવું, સાચા પ્રયોજન વગરની મન, વચન અને કાયાની અમર્યાદિત પ્રવૃત્તિઓથી અટકવું. એટલા માટે અનર્થદંડ વિરમણને વ્રતનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સુદ્ર, નિરર્થક વાતોમાં વેડફાઈ જતી શક્તિને ઉચ્ચતર ધ્યેય માટે પ્રયોજવાની ભલામણ આ વ્રતમાં રહેલી છે. અર્થ દંડ એટલે કોઈ પ્રયોજન અથવા હેતુને કારણે સ્વેચ્છાએ ભોગવવી પડતી શિક્ષા. અનર્થ દંડ એટલે અર્થ અથવા પ્રયોજન વગર, એજ્ઞાન કે પ્રમાદને કારણે ભોગવવી પડતી શિક્ષા. અનર્થ દંડ એ ગૃહસ્થ શ્રાવકના વ્રત માટે પ્રયોજાયેલો પારિભાષિક શબ્દ છે. એ વિશે ધર્મ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરીશું. સંસારનું સ્વરૂપ એવું નથી કે બધું વ્યવસ્થિત રીતે, ક્રમાનુસાર, માપસર ભોગવાય અને કંઈ વધઘટ ન રહે. સંસારમાં અસમાનતા છે અને અસમાન ઘટનાઓ બને છે. કોઈ ગરીબનું બાપદાદાના વખતનું સો વર્ષ જૂનું ખોરડું Page #296 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૮૭ દીવાલોનાં ગાબડાં પૂરીને, ટેકા આપીને ચલાવાય છે. અને એક શ્રીમંતનો નવા જેવો આલીશાન બંગલો તોડી નાખીને ત્યાં બીજી નવી ઈમારત બનાવાય છે, કારણ કે હવે તે બંગલો નવી ડિઝાઈન પ્રમાણે બનાવવો છે. એક ગરીબ મહિલા કાચની બંગડીઓ સાચવી સાચવીને વર્ષો સુધી ચલાવે છે અને એક શ્રીમંત મહિલા છબાર મહિને સોનાનાં ઘરેણાં ભંગાવીને નવા ઘાટ કરાવે છે. આમાં અર્થદંડ અને અનર્થદંડ બંનેને સૂક્ષ્મ દૃષ્ટિથી ઘટાવી શકાય. એથી વધારે સ્પષ્ટ ઉદાહરણ લઈએ. દરેક પ્રજા જો સુખમય શાન્તિથી જીવન જીવતી હોય તો કોઈ દેશને લશ્કરની જરૂર ન પડે. દરેક દેશને સ્વરક્ષણ માટે લશ્કર રાખવું પડે છે. સેનાનું એ ખર્ચ અંતે તો પ્રજાને જ ભોગવવાનું રહે છે. સેનાની આવશ્યકતાને કારણે થતું ખર્ચ એ અર્થદંડ છે. હવે આમાં કોઈ રાજ્ય પોતાની સરહદો વધારવા માટે વારંવાર યુદ્ધ કરતું હોય તો એ ખર્ચ પણ પ્રજાને જ ભોગવવાનું આવે છે. આ રીતે આવતું ખર્ચ તે અનર્થદંડ છે. એક શહે૨માં એક લાંબા મોટા રસ્તા ૫૨ આખી રાત બત્તીઓ સળગતી રહે છે. કોઈ વખત તો આખી રાત એક પણ ગાડી પસાર થતી નથી. પરંતુ નગ૨પાલિકાને આ જરૂરી ખર્ચ ઉઠાવવું પડે છે, જે છેવટે તો નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અર્થદંડ કહી શકાય. હવે કોઈ વખત નગ૨પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઊતરે અને રસ્તાની બત્તીઓ ત્રણ-ચાર દિવસ સુધી ચોવીસે કલાક ચાલુ રહે, એ ખર્ચ પણ નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અનર્થદંડ કહેવાય. એવી જ રીતે વિમાનના અપહરણના કેટલાક કિસ્સા બન્યા એટલે એને લીધે દુનિયાભરનાં એરપોર્ટ પર રોજ લાખો માણસોને સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે અને એ માટે એટલો બધો વધારાનો સ્ટાફ રાખવો પડે છે. આ પણ સામાજિક અનર્થદંડનું ઉદાહરણ છે. અલબત્ત, આમાં બીજી કેટલીક અપેક્ષાઓ પણ રહેલી છે. વર્તમાન સમયમાં મોટાં ઘ૨, ભાતભાતનું રાચરચીલું, ટી. વી., ટેલિફોન, કૉમ્પ્યૂટર, ઘરની બહાર જમવા માટેનાં રેસ્ટોરાં, હૉટેલો, મહેફિલો, ભોજન માટે અનેકવિધ વાનગીઓ ઇત્યાદિને કારણે અનર્થદંડ માટે નિમિત્તો અને પ્રસંગોનો ઘણો અવકાશ વધ્યો છે. અનર્થદંડની જૂની કેટલીક વાતો કાલગ્રસ્ત બની છે, તો બીજી બાજુ ઘણી બધી વાતો ઉમેરાઈ છે. એમાં જાગૃત અને સમજદાર માણસે સાવધાનીપૂર્વક Page #297 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ વિરમણ ૨૮૭ ગૃહસ્થજીવન જીવવાનું છે, કારણ કે વર્તમાનકાળમાં શ્રદ્ધાની કસોટી કરે એવાં નિમિત્તો વધ્યાં છે. જે આદિવાસી લોકો દૂર પછાત વિસ્તારનાં ગામડાંઓમાં, જંગલોમાં વસે છે અને પ્રાકૃતિક જીવન જીવે છે તેઓને સામાજિક દૃષ્ટિએ કોઈ સ૨કા૨ી કરવેરો – દંડ ભરવાનો હોતો નથી. એટલે સામાજિક દૃષ્ટિએ તેઓને અર્થદંડ પણ હોતો નથી. જેઓ શહેરોમાં વસે છે અને પાણી, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર ઇત્યાદિ સગવડો ભોગવે છે તેઓને સીધી કે આડકતરી રીતે કરવેરો – દંડ ભરવાનો રહે છે. - આવી જ રીતે જે સંયમી માણસો પાંચ મહાવ્રત ધારણ કરી સાધુજીવન જીવે છે અને જેઓને જીવન જીવવા માટે પોતાનું ઘર, માલમિલકત, કુટુંબપરિવાર કે આરંભ-સમારંભની કોઈ આવશ્યકતા હોતી નથી તેઓને અનર્થદંડ જેવું કશું હોતું નથી. ગૃહસ્થ શ્રાવકોને અર્થદંડ અને અનર્થદંડ બંને હોય છે. એમને માટે અર્થદંડ અનિવાર્ય છે, કારણ કે એ વિના જીવન નિર્વાહ શક્ય નથી, પરંતુ તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં અનર્થદંડને નિવારી શકે છે, એનું વિરમણ કરી શકે છે. એટલે એને વ્રતનું સ્વરૂપ અપાયું છે. સાધુ મહાત્માઓનાં પાંચ મહાવ્રત હોય છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચ વ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તેઓએ કરવાનું હોય છે. સાધુ મહાત્માનાં જે પાંચ મહાવ્રત છે તે વ્રત શ્રાવકે અમુક અંશે પાળવાનાં હોય છે. એટલે એને પાંચ ‘અણુવ્રત’ કહે છે. તદુપરાંત શ્રાવકે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. ત્રણ ગુણવ્રતમાં દિક્પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ-વિરમણ વ્રત છે. ગુણવ્રત એટલે જીવનમાં ગુણનો ઉમેરો કરે એવું વ્રત. અણુવ્રતોના પાલનમાં ગુણની વૃદ્ધિ થાય છે માટે એ ગુણવ્રત કહેવાય છે. અનર્થદંડ વિરમણથી અન્ય વ્રતોના પાલનમાં પણ ગુણની બુદ્ધિ થાય છે. સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષા વ્રતો છે. શિક્ષા શબ્દ અહીં તાલીમના, શિક્ષણના અર્થમાં છે. માણસના પોતાના શરીરના નિર્વાહ માટે, સ્વજનોના – કુટુંબ પરિવારના નિર્વાહ અર્થે ઘર, દુકાન, ઑફિસ, જમીન, મકાન, ધન, ધાન્ય, નોક૨-ચાકર, રક્ષક, ગાય, ભેંસ, બળદ વગેરે અથવા મોટરગાડી વગેરે આધુનિક વાહનવ્યવહાર, Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જિનતત્ત્વ ટેલિફોન ઇત્યાદિ માટે તથા આજીવિકા માટે કે જીવનનિર્વાહ માટે યોગ્ય મર્યાદામાં જે પાપકર્મ બાંધે તે અર્થદંડ કહેવાય અને નિષ્પ્રયોજન પાપ કરે તે અનર્થદંડ કહેવાય. આવાં પાપકર્મોથી પોતાનો આત્મા દંડાય અને બીજા જીવો પણ દંડાય, દુ:ખી થાય. આવાં નિષ્પ્રયોજન પાપકર્મોનો ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત છે. શ્રાવકનાં બાર વ્રતના ક્રમમાં તે આઠમું વ્રત છે. અનર્થદંડ એટલે અર્થ વગર, પ્રયોજન કે હેતુ વગર દંડાવું. અનર્થદંડ એટલે લેવાદેવા વગરનાં, મફતનાં લાગતાં પાપો, જેમ કે માણસ ચાલતાં ચાલતાં વૃક્ષ-છોડનાં પાંદડાં તોડે, પાણીમાં પથરો નાખે, હાથમાં સોટી હોય તો ગાય, ભેંસ, કૂતરાને વગર કારણે મારે, જરૂ૨ વગર મોટ૨નું હોર્ન વગાડ્યા કરે અથવા પોતાના મિત્રાદિને અડધી રાતે હોર્ન વગાડી બોલાવે કે જેથી બધાંની ઊંઘમાં ખલેલ પડે, સારો રસ્તો હોય છતાં લીલા ઘાસમાં ચાલે, ઘાસ કપાવે, અડધો પ્યાલો પાણી પી બાકીનું ઢોળી નાખે, ભાણાં વધારે લઈ પછી એઠું મૂકે, ઘી-દૂધ વગેરેનાં વાસણો ઉધાડાં રાખે, નળ ખુલ્લો રાખીને કામ કરે, પંખો કે એ. સી. કોઈ ન હોય તો પણ ચાલ્યા કરે, ટી. વી. જોવામાં કલાકો વેડફી નાખે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં આ અનર્થદંડ વિરમણ વ્રતનું પાલન કઠિન ગણાય છે અને તે સૂક્ષ્મ સમજ માગી લે છે, કારણ કે અર્થદંડ અને અનર્થદંડ વચ્ચેની ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. એટલે જ કેટલાક આ વ્રત લેતાં અચકાય છે. અલબત્ત, વ્રત ન લેવાય તો પણ સમજ અને જાગૃતિપૂર્વક અનર્થદંડ નિવા૨વાનો યથાશક્ય પુરુષાર્થ કરવો જોઈએ. અર્થદડમાં એકંદરે પાપ ઓછું લાગે છે. ગૃહસ્થ જીવનમાં એવાં પાપ કરવાનું અનિવાર્ય બને છે, પરંતુ સાચો શ્રાવક તો તેમાં પણ તલ્લીન બનતો નથી. એને માટે સભાન હોય છે અને એ પાપમાંથી પણ છૂટવાની ભાવનાવાળો હોય છે. અર્થદંડ રૂપી કાર્યો કરવા છતાં તે પોતાનાં તેવાં કાર્યો અનુકંપાપૂર્વક, વિવેકપૂર્વક, જયણાપૂર્વક કરે છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : शरीराद्यर्थविकलो यो दण्ड क्रियते जनैः । सोऽनर्थदण्डस्तत्त्यागस्तार्तीथीकं ગુણવ્રતમ્ ।। [ શ૨ી૨ સેવાદિ પ્રયોજન વિના મનુષ્યો દ્વારા જે દંડ (પાપ કાર્યો) કરાય Page #299 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ વિરમણ ૨૮૯ છે તે નિષ્કારણ હોવાથી “અનર્થ દંડ' કહેવાય છે અને એનો ત્યાગ એ ત્રીજું ગુણવ્રત છે. ]. વળી કહ્યું છે : जं इंदियसयणाई पडुच्च पावं करेज्ज सो होई । अत्थे दंडो त्ति अन्ने उ अणत्थदंडो त्ति ।। [ ઇન્દ્રિયો અને સ્વજનાદિને અંગે જે પાપ કરવામાં આવે તે અર્થ દંડ (સપ્રયોજનદંડ) છે અને તે સિવાયનાં અનર્થદંડ છે. ] શ્રી સમસ્તૂભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર'માં કહ્યું છે : आभ्यन्तरं दिगवधेरपार्थिकेभ्य: सपापयोगेभ्यः ।। विरमणमनर्थदण्डव्रतं विदुर्वतधराग्रण्यः । [ દિશાઓની અવધિ – દિક્પરિમાણ વ્રતની અંદર રહીને પ્રયોજનરહિત પાપોનાં કારણોથી વિરક્ત રહેવાના વ્રતને, વ્રત ધારણ કરનાર પુરુષોમાં અગ્રગણ્ય એવા પુરુષો, અનર્થદંડ વ્રત કહે છે. ] “સવાર્થસિદ્ધિ માં કહ્યું છે : મત્યુવારે પાપાનદેતુરનર્થદુ : ' અર્થાત્ જેમાં ઉપકાર ન થવાનો હોય અને પાપની પ્રાપ્તિ થવાની હોય એવી પ્રવૃત્તિ તે અનર્થદંડ છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં “ઉપદેશ પ્રાસાદ'માં શ્રી લક્ષ્મસૂરિએ કહ્યું છે : शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः । योऽनर्थदण्डस्तत्त्यागः तृतीयं तु गुणव्रतम् ।। [ શરીર આદિ માટે થતું પાપ તે અર્થદંડ કહેવાય. તેનાથી પ્રતિપક્ષતાવાળું (એટલે વિપરીતતાવાળું) તે અનર્થદંડ છે. તેનો ત્યાગ એ તૃતીય ગુણવ્રત છે.] अद्वेण तं न बंधइ, जमणद्वेणं तु थेवबहुभावा । अढे कालाईआ, नियामगा न तु अणट्ठाए ।। [ અનર્થદંડથી જેટલું પાપ બંધાય છે તેટલું અર્થદંડથી બંધાતું નથી. અર્થદંડમાં કાલાદિ (દ્રવ્ય, ક્ષેત્રાદિ) નિયમિત છે અને અનર્થદંડમાં નથી. ] અર્થદંડ કરતાં અનર્થદંડમાં પાપ વધારે બંધાય છે, કારણ કે એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની કોઈ મર્યાદા હોતી નથી. અનર્થદંડના પ્રકાર માટે કહ્યું છે : Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જિનતત્ત્વ सोऽपध्यानं पापकर्मोपदेशो हिंसकार्पणम् । प्रमादाचरणं चेति प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ।। અનર્થદંડના મુખ્ય ચાર પેટા પ્રકાર જિનેશ્વરદેવોએ કહ્યા છે : (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિંસપ્રદાન અને (૪) પ્રમાદાચરણ. આવશ્યકસૂત્રમાં કહ્યું છે : સત્યમ વંદે રવિન્ટે પUU-તે નદી – वज्झाणाचरिए, पमायाचरिए, हिंसप्पदाणे, पापकम्मोपवएसे अ ति ।। અનર્થદંડનો પહેલો મુખ્ય પ્રકાર છે : અપધ્યાન – આચરિત (અવજઝાણાચરિય). અપધ્યાન અથવા દુર્બાન એટલે અશુભ ચિંતન. અપધ્યાનના મુખ્ય બે પ્રકાર છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આર્તધ્યાનના ચાર પેટા પ્રકાર છે : (૧) અનિષ્ટ વિયોગ (૨) ઇષ્ટ સંયોગ (૩) રોગચિન્તા અને (૪) અગ્રશૌચ અથવા નિદાન. અનિષ્ટ વિયોગ રૂપી આર્તધ્યાન એટલે જે શબ્દાદિ વિષયો, પદાર્થો કે વ્યક્તિઓ પોતાને પ્રિય નથી તેનો પોતાને વિયોગ રહે તો સારું એવું મનમાં ચિંતવવું. એવી જ રીતે ઇષ્ટ સંયોગ વિશે ચિંતવવું. રોગચિતા આર્તધ્યાન અથવા વેદનાજન્ય આર્તધ્યાનમાં શરીરમાં વ્યાધિ થયો હોય તો તેનો વિયોગ થાય તે માટેની ચિંતા, રોગ, વેદના, શારીરિક પ્રતિકૂળતા કે અસ્વસ્થતા ઇત્યાદિ વખતે તે જલદી જાય અને જલ્દી સાજા થઈ જવાય, ફરીથી એવી વેદના ન થાય તે માટે ચિન્તા તે આ પ્રકારનું આર્તધ્યાનછે. વસ્તુત: એવે વખતે સુજ્ઞ જીવે એમ વિચારવું જોઈએ કે પોતાનાં પૂર્વબદ્ધ અશાતા વેદનીય કર્મના ઉદયને કારણે આમ થયું છે કે જેથી અસ્વસ્થતા ઓછી થઈ જાય. વળી એ વખતે ચિત્ત શાન્ત રાખી એને સ્વાધ્યાયાદિમાં પરોવી દેવાથી પણ આર્તધ્યાન ઘટે છે. અગ્રશૌચ એટલે હવે પછીની ચિત્તા. આ પ્રકારના આર્તધ્યાનને નિદાન આર્તધ્યાન પણ કહે છે. પોતાની તપશ્ચર્યાના પ્રભાવે આવતા ભવમાં પોતાને ચક્રવર્તીપણું, રાજ્યઋદ્ધિ અથવા દેવગતિ ઇત્યાદિ મળે એવો સંકલ્પ તે નિદાન (નિયાણું) કહેવાય છે. નિદાન એ પણ આર્તધ્યાનનો એક પ્રકાર છે. અશુભ નિયાણું પણ બંધાય છે. આવાં બધાં આર્તધ્યાન તે અનર્થદંડ છે. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધારે ભયંકર છે. ક્રોધાદિ કષાયથી બીજાને મારવાની, મારી નાખવાની, કોઈકની સંપત્તિને નુકસાન પહોંચાડવાની, આગ લગાડવાની ઇચ્છા કે એવા અવનવા ભયંકર વિચારો મનમાં ઊઠે તે રૌદ્રધ્યાન Page #301 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ વિરમણ ૨૯૧ કહેવાય. એના પણ ચાર પ્રકાર છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) સ્તેયાનુબંધી અને (૪) રક્ષાનુબંધી. હિંસક વિચારો આવવા, અસત્ય બોલવું, આળ ચડાવવું, નિંદા કરવી, વિશ્વાસઘાતી વચનો બોલવાં, ચોરી કે લૂંટના વિચારો કરવા, પોતાનાં માલમિલકતના રક્ષણ માટે બીજાને નુકસાન પહોંચાડવાના વિચારો કરવા એ તમામ રૌદ્રધ્યાન છે, અનર્થદંડ છે. અનર્થદંડનો બીજો પ્રકાર છે પાપોપદેશ એટલે કે પાપ કરવા માટે કહેવું અથવા તે માટે પ્રેરણા કરવી. ‘રાજવાર્તિક'માં પાપોદેશના (૧) કલેશવાણિજ્યા, (૨) તિર્યંચ્ વાણિજ્યા, (૩) વધક ઉપદેશ અને (૪) આરંભક ઉપદેશ એમ ચાર પ્રકાર બતાવ્યા છે. અમુક પ્રદેશમાં દાસ-દાસીના, નોકર-ચાકરના ભાવ વધારે છે. ત્યાં એને મોકલો. એવા પાપોપદેશને કલેશવાણિજ્યા કહે છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાંના અમુક જગ્યાએ ભાવ વધારે છે માટે ત્યાં વેચવાં સારાં એ તિર્થંગ વાણિજ્યા પાપોપદેશ. વધક એટલે શિકારી. એને સારા શિકાર માટે જગ્યા બતાવવી, માખી, મચ્છર, જીવાત વગેરે મારવાના ઉપાયો બતાવવા, પેસ્ટકંટ્રોલ માટે ભલામણ કરવી વગેરે તે વધકોપદેશ. ખેડૂતને ખેતી માટે જમીન, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે અંગે ઉપદેશ આપવો તે આરંભક ઉપદેશ. વર્તમાન સમયમાં કોઈક અમુક વ્યવસાય માટે પ્રેરણા કે ભલામણ કરવી તે પણ આરંભક ઉપદેશ છે. કોઈને પ્રશ્ન થાય કે તો પછી શું કોઈને સાચી સલાહ આપવી ન જોઈએ ? એનો ઉત્તર એ છે કે વ્યક્તિ ધર્મતત્ત્વમાં કેટલી શ્રદ્ધા અને સમજણ ધરાવે છે અને એનું લક્ષ્ય શું છે એના ઉપર સલાહ આપવાનો આધાર રહે છે. વ્રત કે નિયમ લેવાથી માણસ આવા અનર્થદંડથી બચી જાય છે. વ્યવહારમાં અવ્રતી માણસોમાં વિવિધ પ્રકારની વાત થાય છે. અને માગેલી કે વણમાગી સલાહ પણ અપાય છે. તો પણ તેઓને અનર્થદંડનો દોષ તો લાગે જ છે. એ વખતે સંભવ છે કે વ્યક્તિનો આશય પાપોપદેશનો ન હોય. વળી પાપની આવી સૂક્ષ્મ વાત એની સમજમાં પણ ન આવી હોય. પરંતુ જેઓ વ્રતધારી શ્રાવકો છે અથવા વ્રતધારી થવા ઇચ્છે છે અને લક્ષ્યપૂર્વક સમ્યક્ શ્રદ્ધા ધરાવે છે એવી વ્યક્તિ જો સમજતી હોય કે અમુક કાર્ય કરવામાં કે સલાહ આપવામાં અકારણ પોતાને હિંસાની અનુમોદનાનો દોષ લાગશે તો તેવી વ્યક્તિએ વગર લેવેદેવે આવાં મફતનાં પાપ ન બાંધવાં જોઈએ. આમાં Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જિનતત્ત્વ મહત્ત્વની વાત તે સંયમની અને જયણાની છે. જેઓ પોતાની જાતને સંયમમાં રાખવા ઇચ્છે છે તેઓએ જણાપૂર્વકનું ગૃહસ્થ જીવન જીવવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે આવું વ્રત ધારણ કરનારને સમાજમાં વેદિયા ગણવામાં આવે અને એમનો ઉપહાર કરવામાં આવે. પરંતુ તેની ફિકર ન કરતાં પોતાની જાતને સંયમમાં રાખવી હિતાવહ છે. અનર્થદંડનો ત્રીજો પ્રકાર છે હિંસપ્રદાન. હિંસક શસ્ત્રો કે સાધનો, છરી, ચપ્પ, કારતર, તલવાર, ભાલો, દાંડો, હથોડી, કુહાડી, ચાબુક, બાંધવા માટેની દોરી, ઝેર, માંકડ – મચ્છર મારવાની ઝેરી દવા, વગેરે બીજાને આપવાં તે હિંસાદાન અનર્થદંડ છે. ‘વંદિત્તસૂત્ર'ની ગાથામાં કહ્યું છે : सत्थगिमुसलजंतगतणकंठे मंतमूलभेसज्जे । दिन्ने दवाविए एवा पडिक्कमे देसिअं सव्वं ।। [ શસ્ત્ર, અગ્નિ, મૂશળ, યંત્ર, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ (જડીબુટ્ટી) અને ભેષજ (ઔષધ) એ પાપારંભવાળી વસ્તુઓ મેં આપી હોય અથવા બીજા પાસે અપાવી હોય તો તે દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) પાપને હું પ્રતિક્રમું છું. ] કોઈપણ સારું કાર્ય માણસ કરે તો તેને જોઈ બીજા તેમ કરવા પ્રેરાય છે. તેવી રીતે કોઈ માણસ અશુભ કાર્યનો આરંભ કરે તો તેને જોઈ બીજા પણ તેમ કરવા પ્રેરાય છે. એટલે બીજાઓ જે અશુભ કાર્યો કરે તેનો દોષ પોતાને પણ લાગે છે. માટે વ્યક્તિએ પોતે કોઈ અશુભ કાર્યનો આરંભ ન કરવો જોઈએ અથવા અશુભ કાર્યનો ચીલો ન પાડવો જોઈએ. પ્રમાદાચરણ એ અનર્થદંડનો ચોથો પ્રકાર છે. પ્રમાદાચરણ એટલે પ્રમાદવશ બનીને આચરણ કરવું. શાસ્ત્રોમાં પ્રસાદ મુખ્યત્વે પાંચ પ્રકારના બતાવ્યા છે. કહ્યું છે : मज्जं विसयकसाया निदा विकहा च पंचमी भणिया । एए पंच पमाया जीवं पाडंति संसारे ।। [મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારનાં પ્રમાદ જીવને સંસારમાં પાડે છે અર્થાત્ સંસારમાં ભાડે છે. ] આ પાંચ પ્રકારના અથવા બીજી રીતે આઠ પ્રકારના પ્રમાદના દરેકના Page #303 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ વિરમણ ૨૯૩ પેટા પ્રકારો છે. એમાં જુગાર, ચોરી, શિકાર, પરસ્ત્રીગમન વગેરે સાતે વ્યસનો આવી જાય છે. પ્રમાદનું ક્ષેત્ર ઘણું મોટું છે. પ્રમાદાચરણને બીજી રીતે પણ બતાવવામાં આવે છે. જ્યાં ઘણાં જંતુઓ હોય તે જીવાકુલ ભૂમિમાં સ્નાન વગેરે કરવું, રસનાં ભાજન, એટલે કે પ્રવાહી પદાર્થવાળાં વાસણ ઢાંકે નહીં, દીવો ઢાંકવો નહીં, રસોડા વગેરેમાં ઉલ્લોચ એટલે કે ચંદરવો ન બાંધવો એ બધાં પ્રમાદનાં આચરણ ગણાય છે. ' પોતાના ઘરમાં મર્યાદિત પાણીથી સ્નાન કરવું એ ગૃહસ્થો માટે ઉત્તમ સ્નાન કહેવાય છે. (સાધુઓ માટે સ્નાન વર્જિત છે.) ‘વંદિત્તુસૂત્ર'ની ગાથામાં કહ્યું છે : हाणुवट्ठण वन्नगविलेवणे सदरुवरसगंधे । वत्थासण आभरणे पडिक्कमे देसिअं सव्वं ।। [ સ્નાન, ઉદ્ઘર્તન (શરીરે ચૂર્ણ (પાવડ૨) વગેરે ચોળવાં), વર્ણક (ચહેરા ઉપર કસ્તૂરી વગેરેનું શોભા વધારવા મંડન કરવું), વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર અને આભરણ વગેરે સર્વ વિશે જે કંઈ પાપ દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) સેવ્યું હોય તેને હું પ્રતિક્રમું છું. ] એકાદશી પુરાણમાં કહ્યું છે : पीडयन्ते जन्तवो यत्र जल मध्ये व्यवस्थिताः । स्नान कृते ततः पार्थ ! पुण्यं पापं समं भवेत् ।। [ જ્યાં જળમાં રહેતાં જંતુઓને આપણા સ્નાનથી પીડા થાય છે એવી જગ્યામાં, તીર્થ વગેરેમાં નદી, તળાવમાં પુણ્ય સમજીને કરેલું સ્નાન પાપ સરખું થાય છે. ] જિનમંદિરમાં હસવું, થૂંકવું, ઊંધવું, ઝઘડા કરવા, ગાળાગાળી કરવી, અકારણ મોટેથી બોલવું, આહા૨ ક૨વો, સાંસારિક વાતો કરવી, કલેશ કલ્પાંત કરવું, કામક્રીડા કરવી ઇત્યાદિ પણ પ્રમાદ આચરણ છે. ટૂંકમાં જિન મંદિરની ૮૪ પ્રકારની આશાતના કહી તે સર્વ પ્રમાદ આચરણ છે. પ્રયોજન વગર વૃક્ષોનું છેદન કરવું, ફળફૂલ તોડવાં, પાંદડાં-ડાળખી તોડવાં, ઘાસ ઉખાડવું, જમીન ખોદવી, ખાડા કરવા, પાણી ઢોળવું, બારીબારણાં ઉઘાડવાસ કરવાં ઇત્યાદિ પણ પ્રમાદ આચરણ છે. માણસ પ્રમાદને કારણે પોતાનાં થૂંક, ગળફો, લીંટ વગેરે જમીન પર ગમે Page #304 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૨૯૪ ત્યાં નાખે (નાખવાં પડે તો ધૂળ વગેરેથી ઢાંકવા જોઈએ) તો તેમાં અન્તર્મુહૂર્તમાં કે તે પછી અસંખ્યાત સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય છે અને તેનો દોષ પોતાને લાગે છે. આવાં ૧૪ પ્રકારનાં અશુચિ સ્થાનોમાં સંભૂમિ જીવો ઉત્પન્ન થાય છે. માણસ પોતાના કામ માટે ચૂલો, અગ્નિ, દીવો વગેરે સળગતાં રાખે, પરંતુ કામ પતી ગયા પછી જો તે ઓલવી ન નાખે તો તે પ્રમાદયુક્ત આચરણ કહેવાય છે. અગ્નિ બુઝાવવામાં દોષ છે, પણ તે પ્રયોજન વગર સળગતો રાખવામાં વધુ દોષ છે; કારણ કે અગ્નિ જ્યાં સુધી સળગતો રાખવામાં આવે ત્યાં સુધી સૂક્ષ્મ જીવોની હિંસા થયા કરે છે. એટલે ભગવતીસૂત્રમાં ભગવાને કહ્યું છે : ને રિસે મળાયં નિવાવેરૂ સે ફિરસે અપભ્ય તત૨TU વેવ | એટલે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પ કર્મબંધ કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો પણ પ્રમાદ – આચરણમાં આવી જાય છે. એની વાત સુસ્પષ્ટ છે. નિદ્રાની ગણના શાસ્ત્રકારોએ પ્રમાદમાં કરી છે. ઊંઘ શરીર માટે, સારા આરોગ્ય માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય મનાય છે. એમ છતાં સ્વસ્થ રહીને નિદ્રા ઘટાડી શકાય છે. સ્વરૂપમાં લીન રહેનાર મહાત્માઓ કેટલી ઓછી નિદ્રા લે છે ! ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની તપશ્ચર્યાના કાળમાં કેટલી ઓછી નિદ્રા લીધી હતી ! નિદ્રા પાંચ પ્રકારની છે. જે નિદ્રામાંથી આનંદપૂર્વક જાગ્રત થઈ શકાય, સુખે ઊઠાય તે સાચી નિદ્રા. જે નિદ્રામાંથી ઊઠતાં કષ્ટ પડે, ગમે નહીં તે નિદ્રા નિદ્રા'. ઊભા ઊભા ઊંઘનું ઝોકું આવે તે પ્રચલા નિદ્રા. ચાલતાં ચાલતાં જે નિદ્રા આવે તે “પ્રચલા પ્રચલા'. ઘોડો આવી રીતે ચાલતાં ચાલતાં ઊંઘ લઈ લેતો હોય છે. દિવસે વિચારેલું શુભાશુભ કાર્ય રાતના ઊંઘમાંથી ઊઠીને કરી નાખીને પાછો સૂઈ જાય અને છતાં પોતાને ખબર પણ ન હોય, સવારે પૂછો તે કંઈ યાદ ન હોય એવી પ્રગાઢ નિદ્રા તે સ્થાનદ્ધિ નિદ્રા કહેવાય. આવી સ્વાદ્રિ નિદ્રાવાળા માણસમાં નિદ્રામાંથી ઊઠતી વખતે ઘણું જ બળ હોય છે. દિવસે જાગૃતિમાં પણ એવી વ્યક્તિમાં સરેરાશ કરતાં ત્રણ-ચાર ગણું બળ હોય છે અને રાતના જાગરણ દરમ્યાન આઠગણું બળ અથવા વાસુદેવ કરતાં અડધું બળ હોય છે. જ્યાનદ્ધિવાળો લાખોમાં એક હોય તો હોય, પણ એ અવશ્ય નરકે જનાર જીવ હોય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ - - અનર્થદંડ વિરમણ ૨૯૫ વિકથા એ પ્રમાદનો એક પ્રકાર છે. વિકથા એટલે વિકાર કરનારી ખોટી કથા. જે કથાઓમાં રસ લેતાં અશુભ કર્મબંધ થાય છે એવી આ પ્રકારની કથાઓમાં રાજકથા, સ્ત્રીકથા, દેશકથા (અથવા વિકલ્પ ચોરકથા) અને ભક્તકથા (ભત્તકથા – ભોજનકથા) એવા ચાર પ્રકાર બતાવવામાં આવે છે. વળી એ પ્રત્યેકના ચાર ચાર પેટા પ્રકાર એ રીતે સોળ પ્રકારની વિકથા બતાવવામાં આવી છે. રાજ કથા એટલે રાજકારણની કથા. રાજ્યોની કથાઓમાં યુદ્ધની, હારજીતની, રાજાઓના વૈભવવિલાસની, રાજ કુટુંબોમાં ચાલતી ખટપટોની, રાજાઓના હિંસાયુક્ત શૌર્યની કે યજ્ઞની કથાઓ હોય છે. એ બધાંમાં ચિત્તના અધ્યવસાયો બગડે છે. વર્તમાનમાં લોકશાહીમાં રાજદ્વારી પક્ષો, નેતાઓ અને તેમનાં જૂઠાણાં, ખટપટો, ભ્રષ્ટાચાર એ બધાંની વાતો તે રાજ કથામાં આવી જાય છે. એ કથાઓ હોય છે રસિક, માણસને પ્રવાહમાં ખેંચી જાય એવી, પરંતુ તે વિકથા છે. સ્ત્રીઓના શૃંગારી ભોગવિલાસની કથાઓ કરવી તે સ્ત્રીકથા છે. દેશકથામાં ભિન્ન ભિન્ન દેશોમાં ભોગવિલાસની મળતી સામગ્રીઓની રસપૂર્વક વાત કરવી કે સાંભળવીનો સમાવેશ થાય છે. ભક્તકથામાં ભોજન માટેની વિવિધ પ્રકારની રસોઈ વાનગી અને તેના સ્વાદની ચર્ચા કરવી તે અનર્થદંડ છે. રાજ કથા, સ્ત્રીકથા વગેરે વિકથા માટે “દુઃશ્રુતિ” શબ્દ પણ પ્રયોજાય છે. અનર્થદંડ વિરમણ વ્રત ધારણ કરનારથી પછી તલવાર, બંદૂક, કુહાડી, છરી વગેરે હિંસક શસ્ત્રો કે સાધનોનો વેપાર પણ ન કરી શકાય. વળી ખોટાં તોલમાપ રાખવા, ઘરમાં પોપટ, કૂતરું, બિલાડી પાળવાં વગેરે પણ અનર્થદંડ વિરમણવ્રતનો ભંગ કરવા બરાબર છે. અનર્થદંડના પાંચ અતિચાર આ પ્રમાણે ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મસૂરિએ કહ્યા છે : . સંયુifધરાત્રિ – મુમોતિરેતી | मौखर्यमथ कौकुच्यं कंदर्पोऽनर्थदंड्गाः ।। [ સાધનોને સતત જોડેલાં રાખવાં, પોતાના ઉપભોગ માટે જરૂરી હોય તેનાથી વધુ વસ્તુઓ રાખવી, અતિવાચાળપણું, કુચેષ્ટાઓ કરવી, કામોત્તેજક વચનો બોલવાં એ અનર્થદંડના અતિચાર છે. ]. વંદિત્તસૂત્ર'ની ગાથામાં અનર્થદંડ – વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે કહ્યા છે : Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જિનતત્ત્વ कंदप्पे कुक्कुइए मोहरि अहिगरण भोग अइरित्ते । दंडम्मि अणट्ठाए तइयंमि गुणब्बए निंदे ।। [કંદર્પ, કૌકુચ્ય, મુખરતા, અધિકરણ (સંયુક્તાધિકરણ) અને ભોગાતિરિક્ત – અનર્થના સંબંધમાં આ પાંચ અતિચારને ત્રીજા ગુણવ્રતમાં (અનર્થદંડ વિરમણ વતમાં) હું જિંદું છું. ] કંદર્પ એટલે કામદેવ. પોતાને કે બીજાને કામવિકાર ઉત્પન્ન થાય એવાં સ્પષ્ટ માર્મિક કે દ્વિઅર્થી વચનો બોલવાં, કામરસની કથાઓ વાંચવી, બીજાને કહેવી, વિજાતીય વ્યક્તિના હાવભાવ, વિલાસ, શૃંગાર, ભોગપભોગ, અંગાંગોનું વર્ણન કરવામાં આવે કે જેથી ચિત્તમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય અને એની માઠી અસર થાય, કુકર્મ કરવા પ્રેરાય. આથી આ વ્રતમાં પ્રમાદ આચરણનો અતિચાર લાગે છે. કૌકુ એટલે કુચેષ્ટા. પ્રમાદ આચરણનો એ અતિચાર છે. ભ્રમર ચડાવવી, નાક મરોડવું, આંખ મીંચકારવી વગેરે કુચેષ્ટાઓ વિવિધ આશયથી થાય છે. માણસ પોતાનાં અંગાંગોને એવી રીતે મરોડે કે જેથી એની ખરાબ પ્રતિક્રિયા થાય. એકલા મસ્તકનાં જ મોં, હોઠ, નાક, આંખ વગેરેના લટકાં મટકાં દ્વારા વિવિધ વિચિત્ર હાવભાવ વ્યક્ત થઈ શકે છે. તથા ડોક, હાથ, પગ, કમર વગેરેને વિચિત્ર વળાંક આપીને અમુક ચેષ્ટાઓ-સંકેતો વ્યક્ત થઈ શકે છે. આવા હાવભાવથી, ઇશારાઓથી આપણે પોતે ખરાબ દેખાઈએ છીએ. એનો ઉપહાસ થાય છે. ક્યારેક પોતાની કામુકતા વ્યક્ત કરવા કુચેષ્ટાઓ થાય છે. એથી પોતાનામાં અને ક્યારેક બીજામાં કામવિકાર ઉત્પન્ન થાય છે. અથવા વિનાકારણ ધૃણા કે લજ્જા ઉત્પન્ન થાય છે. આવી કુચેષ્ટાઓ અનર્થદંડમાં પરિણમે છે. મોખર્ય અથવા મુખરતા એટલે મુખનો વધુપડતો ઉપયોગ બોલવામાં કરવો, વધુપડતું બોલવાથી, અતિશય વાચાળ બનવાથી બિનજરૂરી બોલાય છે, અસંબદ્ધ બોલાય છે, બડબડાટ, બકવાસ થાય છે અને એથી અનર્થ થવાની, ઝઘડા થવાની શક્યતા રહે છે. એથી પાપ બંધાય છે. પાપોપદેશની સંભાવના રહે છે. પાપોપદેશનો અતિચાર લાગે છે. ઉપહાસ, મજાક, હાસ્યકટાક્ષ, ચીડવવું ઇત્યાદિ પણ અનર્થનાં નિમિત્ત બની શકે છે. હસવામાંથી ખસવું થાય છે એ તો ખરું, પણ સામાન્ય મજાકમકરીમાં બોલાતી હાસ્યવચનોમાં પણ અનર્થદંડનો દોષ રહેલો હોય છે. રાજા Page #307 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ વિરમણ ૨૯૭ કુમારપાલના બનેવી, શાકંભરીના રાજા આનાક પોતાની રાણી સાથે ચોપાટ રમતાં, અમુક સોગઠીને મારતી વખતે માર મુંડિયાને” (જૈન સાધુને) એવું વચન બોલતાં. રાણી સાથે ઝઘડો થતાં સમગ્ર વાત ઠેઠ કુમારપાલ સાથેના યુદ્ધમાં પરિણમે છે અને રાજા આનાકને પરાજિત થઈ કુમારપાળની અને પોતાની રાણીની માફી માગવી પડી હતી અને એની જીભ ખેંચી કાઢવાના પ્રતીકરૂપે એના પોતાના રાજ્યમાં પાઘડીનો એક છેડો જીભની જેમ લટકતો રાખવાની રાજા કુમારપાળની આજ્ઞા માનવી પડી હતી. સંયુક્તાધિકરણ એટલે અધિકરણોને સંયુક્ત રાખવાં અર્થાત્ સાધનોને જોડેલાં રાખવાં. જૂના વખતમાં અને હજુ પણ ગામડાંઓમાં આદિવાસી પ્રદેશોમાં ખાંડણીમાં પરાળ મૂકી રાખવી, ખાયણાંમાં સાંબેલું મૂકવું, હળ સાથે તેનું ફળું જોતરી રાખવું, ધનુષ્ય સાથે બાણ ચડાવી રાખવું, ઘંટીના પડ સાથે બીજું પડ પણ ચડાવી રાખવું, કુહાડી સાથે હાથ જોડી રાખવો, ગાડાં સાથે બળદ જોડી રાખવા વગેરે સંયુક્તાધિકારણ જોવા મળે છે. તરત જડે અને વાર ન લાગે એટલા માટે તૈયાર જોડેલાં સાધનો અનર્થ પણ કરાવી શકે. સાધનો જોડેલાં હોય તો બીજા માગવા આવે ત્યારે સરળતાથી આપી દેવાય છે, એટલું જ નહીં, પોતાને પણ એ કારણ વગર, પ્રયોજન વિના તરત વાપરવાનું મન થાય છે. એથી અજાણતાં અનર્થદંડનો દોષ લાગવાનો સંભવ છે. આ જૂના વખતની ગામડાંઓની વાત છે. વર્તમાન જીવનમાં એ રીતે અનર્થ થાય એવાં ઉપકરણોમાં સાવધ રહેવું જોઈએ. શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે, “હે ભગવંત! જે મનુષ્ય ધનુષ ગ્રહણ કરે અને એમાં બાણ ચડાવીને ફેંકે તો એમાં એને કેટલી ક્રિયા લાગે ?” ભગવાને કહ્યું, “હે ગૌતમ ! એ મનુષ્યને પાંચ ક્રિયા લાગે છે. એટલું જ નહીં પણ તે ધનુષ- બાણ જે જીવોનાં મૃતકલેવરોનું બન્યું છે તે (ઍવી ગયેલા) જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. આ પાંચ ક્રિયા તે કાયિકી, અધિકરણી, પ્રાદ્રષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી છે.” ભોગોપભોગમાં અતિરિક્ત રહેવું એટલે ભોગોપભોગમાં વધુ પડતા આસક્ત બનવું. ભોગપભોગનાં અનેક સાધનો છે અને વિવિધ પ્રકારો છે. પાંચે ઇન્દ્રિયોના સ્વાદ અનુભવવા જીવ લલચાય છે. નાટક, ચેટક, ખેલ-તમાશા, સંગીતના જલસો, ખાણીપીણીની મહેફિલો, ભાતભાતનાં પકવાન અને વિવિધ વાનગીઓ આરોગવામાં તલ્લીન બનવું, તેલ, અત્તર, પાવડર, લિપસ્ટિક, Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જિનતત્ત્વ શેમ્પ વગેરેનો છૂટથી ઉપયોગ કરવો, વખાણવાં, વસ્ત્રાલંકાર વધુ પડતાં રાખવાં, ફેશનને અનુસરવું, ઇચ્છાઓ અનુસાર લુબ્ધ બનીને બધે દોડતાં રહેવું એ ભોગોપભોગનો અતિરેક છે. ગૃહસ્થ જીવનમાં કેટલુંક કરવું પડે તો પણ એમાં વધુ પડતો રસ લઈને ચીકણાં કર્મ ન બાંધવાં જોઈએ. - પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક વગેરે મોટાં પ્રતિક્રમણમાં આપણે જે અતિચાર બોલીએ છીએ તેમાં આ વ્રત વિશે આ પ્રમાણે બોલીએ છીએ : “આઠમે – અનર્થદંડ, વિરમણવ્રતે પાંચ અતિચાર, કંદખે કુકઈએ, કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ- સ્ત્રીના હાવભાવ રૂ૫ શૃંગાર વિષયરસ વખાણ્યા, રાજ કથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું, આર્નરૌદ્ર ધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલ દાક્ષિણ્ય લગે માગ્યાં, આપ્યાં. પાપોપદેશ દીધો, અષ્ટમી, ચતુર્દર્શીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા, પ્રમાદાચરણ સેવ્યાં, અંધોલે, નહાહણે, દાતણે, પગધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબોલા લીધા, કરડા મોડ્યા, શાપ દીધા, ભેંસ, સાંઢ, હુડ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા, ખાદિ લગે અદેખાઈ ચિંતવી, માટી મીઠું, કણ, કપાસીયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યા, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર પછી, એકને મૃત્યુહાનિ વાંછી.' આઠમે અનર્થદંડ-વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (બસો વર્ષ પહેલાં લખાયેલા આ અતિચારને હવે આધુનિક રૂપ આપવાની આવશ્યકતા છે. કોઈ સમર્થ આચાર્ય ભગવંત આ કાર્ય કરે તો તે સર્વમાન્ય થાય.) પ્રકાશસિંહ મહારાજે અનર્થદંડ ઉપર છપ્પો લખ્યો છે. તેમાં કહ્યું છે : વશ રાખજે તારી જીભડી, અનર્થ દંડે, કામ ન સિજે આપણું, તું શીદને મંડે, જેથી લાગે પાપ, તેથી તું અળગો રહેજે, Page #309 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ વિરમણ ૨૯૯ ધર્મધ્યાનની વાતમાં, તું વળગ્યો રહેજે. પોતાની પળાતું નથી ને પારકું ત્યાં ક્યાં લહે, પ્રકાશસિંહ વાણી વદે, તારાં કર્યાં તું સહે. એક બાજુ દિમ્પરિણામ વ્રત અને દેશાવગાસિક વ્રત હોય અને બીજી બાજુ ભોગોપભોગ પરિમાણ વ્રત હોય તો પછી વચ્ચે આ અનર્થ દંડવિરમણ વ્રતની જરૂર શી એમ પ્રશ્ન કોઈને થાય. એનો ઉત્તર શાસ્ત્રકારો એમ આપે છે. કે ભોગોપભોગ પરિમાણમાં પોતાની ઇચ્છાનુસાર ભોગોપભોગનું પ્રમાણ કરવામાં આવે છે અને સાવદ્ય પ્રવૃતિઓનો પરિહાર કરવામાં આવે છે. પરંતુ અનર્થદંડમાં આવશ્યક – અનાવશ્યકનો વિચાર થાય છે અને જે અનાવશ્યક હોય તેનો સમાવેશ અનર્થદંડમાં કરવામાં આવ્યો છે. વળી શાસ્ત્રકારો કહે છે કે એ બે વ્રતો સ્વેચ્છાએ લેવાય છે, પરંતુ એ વ્રતની અંદર રહીને પણ ઘણી નિરર્થક પ્રવૃત્તિઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે દિક્પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રાવકે એવું વ્રત લીધું હોય કે ભારત બહાર પ્રવાસ કરવો નહીં અને એ વ્રતનું બરાબર ચુસ્ત કડક પાલન તેઓ કરતા હોવા છતાં ભારતમાં કામ હોય કે ન હોય તો પણ તેઓ અતિશય ફરાફર કરતા હોય તો તેમને સંયમમાં રાખવા માટે બીજા એક વ્રતની જરૂર પડે. એવી જ રીતે ભોગપભોગ પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રીમંત શ્રાવકે અમુક સ્થળે બંગલો બાંધવાની મર્યાદા બાંધી હોય અથવા કોઈપણ એક જ ચીજવસ્તુનો વેપાર કરવાની મર્યાદા બાંધી હોય તો પણ એમાં તે અતિશયતા કરી શકે છે કે જે એની પાસે નિરર્થક પાપાચરણ કરાવી શકે. માટે એવા વ્રતધારી શ્રાવકો માટે એક વધારાના વતની આવશ્યકતા રહે છે. એટલે જ અનર્થદંડ વિરમણ વ્રતની અનિવાર્યતા સ્વીકારાઈ છે. અજ્ઞાન, પ્રમાદ, ક્રોધ, દંભ વગેરેથી અનર્થદંડ થાય છે. એ અનર્થદંડનો શ્રાવકોએ વ્રતરૂપી વજ વડે ધ્વંસ કરવો જોઈએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય'માં આ વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે : एवंविधमपरमपि ज्ञात्वा मुच्यत्यनर्थदण्डं यः । तस्यानिशमनवा विजयमहिंसा व्रतं लभते ।। (જઓ આ રીતે આ ઉપરાંત બીજા પણ અનર્થદંડ જાણીને એનો ત્યાગ કરે છે તેઓ નિરંતર નિર્દોષ અહિંસાવ્રતનું પાલન કરે છે.) ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તે પાંચ અણુવ્રતના પોષણ અર્થે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જિનતત્ત્વ જેઓ પાંચ મહાવ્રત ધારણ કરી સાધુ થઈ શકતા નથી તેમને માટે બાર વ્રત અને અગિયાર પ્રતિમા છે. સાચા શ્રાવકનું લક્ષ્ય ગૃહસ્થજીવનમાં રહીને પણ સાધુજીવન સુધી પહોંચવાનું છે. જેઓ શ્રદ્ધાપૂર્વક આ દિશામાં પ્રગતિ કરે છે તેઓ બાર વ્રતનું ચુસ્ત પાલન કરે છે. પાંચ મહાવ્રતોમાં પણ સર્વશ્રેષ્ઠ તે અહિંસા વ્રત છે. ધર્માચરણનો બધો નિષ્કર્ષ આ મુખ્ય વ્રતમાં આવીને સમાય છે. એટલે અનર્થદંડ વિરમણ વ્રત પણ અહિંસાદિ વ્રતના પોષણ માટે છે. વર્તમાન સમયમાં જીવનશૈલીમાં જબરજસ્ત મોટું પરિવર્તન આવી થાયું છે. અનર્થદંડની કેટલીયે જૂની વાતો મોટા ભાગના સમાજ માટે કાલગ્રસ્ત બની ગઈ છે. ટી. વી., ટેલિફોન, કૉમ્પ્યુટર, ફિલ્મ, મોટરકાર, વિમાન, મિક્સર, ગ્રાઈન્ડર, વોશર, ક્લિનર, ફિલ્ટર, ગેસ તથા વિવિધ ઉપકરણો આવતાં શેમાં અર્થદંડ છે અને શેમાં અનર્થદંડ છે એની સમજણ રહેતી નથી. વ્યવહારુ દૃષ્ટિએ ખોટી વાતનો પણ બચાવ થાય છે. આવા સંજોગોમાં શ્રદ્ધાળુ શ્રાવકે તો પોતાની જાતને જ પૂછવાનું રહે છે કે પોતે જે કંઈ આચરે છે તે અનિવાર્ય છે કે અનાવશ્યક છે ? સપ્રયોજન છે કે નિષ્પ્રયોજન ? જે નિષ્પ્રયોજન, અનાવશ્યક હોય તેમાંથી અટકવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મતત્ત્વનું સાચું હાર્દ સમજીને પોતાના અંતરાત્માની સાક્ષીએ પ્રામાણિકપણે નિર્ણય કરી જીવનમાં તેને ઉતારવાનો સાચો ઉદ્યમ ક૨વાની આવશ્યકતા છે ! મુક્તિનું અંતિમ લક્ષ્ય નજર સામે રહેવું જોઈએ. Page #311 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે જૈન ધર્મની ભૌગોલિક સીમાઓ ઉત્તરોત્તર વિસ્તરતી અને વિકસતી જાય છે. એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દેશોમાં જાતે ફરીએ તો ખ્યાલ આવે કે “અહો, જૈનો ક્યાં ક્યાં જઈને વસ્યા છે !' જૈનોની વૈશ્યવૃત્તિ એમને વખતોવખત સ્થળાંતર કરાવતી રહે છે. બીજી બાજુ એમનામાં રહેલા ધર્મસંસ્કારે એમને પોતાનું અનોખું વ્યક્તિત્વ જાળવી રાખવામાં સહાય કર્યા કરી છે. વિદેશોમાં વસતા જૈનો બહુધા સાધનસંપન્ન હોવાથી છેલ્લા ત્રણ-ચાર દાયકાથી તેઓ પોતાના ધર્મસંસ્કારની જાળવણી માટે વધુ સક્રિયપણે જાગૃત બન્યા છે. વિદેશમાં રહેવાથી ધર્મસંસ્કારો ભુંસાઈ જાય છે એ ખ્યાલ હવે કાલગ્રસ્ત બની ગયો છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાન્ત ઇત્યાદિના સર્વસ્વીકાર્ય તત્ત્વોને કારણે વૈશ્વિક ધર્મ બનવાની ક્ષમતા ધરાવનાર જૈન ધર્મનો વૈશ્વિક સ્તરે હવે ઠીક ઠીક પ્રચાર થઈ રહ્યો છે. સહકાર, સંવાદિતા, સહિષ્ણુતા, સંયમ અને શાન્તિમાં માનનાર જૈન ધર્મ સૌ કોઈને વહાલો લાગે એવો છે. ઇગ્લંડમાં હાલ જૈનોની જે વસતિ છે એમાંની મુખ્ય આફ્રિકાના યુગાન્ડા, કેનિયા અને ટાન્ઝાનિયાથી આવેલી છે. એમનાં સંતાનોની નવી સુશિક્ષિત પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછી અભ્યાસાર્થે ગયેલા અને પછી ત્યાં સ્થિર થઈ ગયેલા જૈનોનું પ્રમાણ સૌથી વિશેષ છે. આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં વસતા જૈનોમાં થોડો કક્ષાભેદ જણાશે. આફ્રિકામાં ગયેલા જૈનો નોકરી-ધંધા માટે ગયેલા, મહાજન રચીને રહેલા છે. ભારતની જેવી જ રહેણીકરણી ત્યાં લાગે. રહેવાનું પણ પાસે પાસે. શિખરબંધી જિનાલય, મોટી મહાજનવાડી વગેરે ભારતની યાદ અપાવે. ઇંગ્લેન્ડમાં જૂની Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જિનતત્ત્વ નવી પેઢીનું સંમિશ્રણ છે. આફ્રિકાથી સ્થળાંતર કરીને આવેલી જૂની પેઢીને સ્થિર થવા માટે ભારે પુરુષાર્થ કરવો પડ્યો. ત્યાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી વધુ તેજસ્વી છે. અમેરિકામાં વિદ્યાભ્યાસ માટે ગયેલો વર્ગ સુશિક્ષિત છે. એમનું જીવનધોરણ ઉચ્ચ છે. ૨હેવાનું દૂર દૂર છે. મોટરકાર વગર પહોંચાય નહીં. નવી પેઢી વધુ તેજસ્વી છે, પણ એને ધર્મ તરફ વાળવા માટે મહેનત લેવી પડે એમ છે. ભારત બહાર વસતા જૈનોની પોતાની સ્થાનિક કેટલીક સમસ્યાઓ છે. વિદેશમાં વસતા માત્ર જૈનો જ નહીં, વિદેશીઓ માટે પણ ધર્મપ્રચારનું સંગીન કાર્ય થઈ રહ્યું છે. અનેક અમેરિકનો શાકાહારી બન્યા છે. ત્યાં જૈનોમાં ધર્મજાગૃતિ હવે ત્યાં ધર્મપ્રચારાર્થે ઘણા બધા મહાનુભાવો ભારતથી જવા લાગ્યા છે. પ્રાચીન કાળમાં જ્યારે બૌદ્ધ ધર્મે ભારત બહાર પોતાના ફેલાવા માટે રાજ્યાશ્રય મેળવીને અને તે વગર પણ જે પ્રચંડ ઝુંબેશ આદરી હતી તેવું કંઈ જૈન ધર્મે કર્યું હોય એમ જાણવામાં નથી. જૈન ધર્મ ભારતમાં જ સીમિત રહ્યો. સમુદ્રની પાર જવાનું એણે વિચાર્યું જ નહીં. એને મુખ્ય ભય એ હતો કે સમુદ્રની પેલે પાર પ્રચાર કરવા જવાથી ધર્મ એના મૂળ સ્વરૂપમાં ૨હેશે નહીં. કેટલાંયે સમાધાનો કરવાં પડશે. એનો એ ભય સાચો હતો. આ મુદ્દા ઉપર પણ બૌદ્ધ ધર્મમાં મતભેદો ઊભા થયા હતા અને એથી જ મૂળ સ્વરૂપના બૌદ્ધ ધર્મને અનુસ૨ના૨ હીનયાન પંથવાળા કહેવાયા અને થોડીઘણી છૂટછાટ સાથે બૌદ્ધ ધર્મનો ભારત બહાર પ્રચાર કરવામાં માનવાવાળા મહાયાન પંથના કહેવાયા. બૌદ્ધ ધર્મમાં માંસાહાર અને મદ્યપાન નહોતાં. પણ એશિયાઈ દેશોમાં ઠેઠ ચીન, કોરિયા અને જાપાન સુધી ત્યાંની માંસાહારી અને મદ્યપાન કરનારી પ્રજામાં બૌદ્ધ ધર્મ ફેલાયો, પરંતુ એ પ્રજાઓ માંસાહાર ને મદ્યપાન કરતી રહી. એટલે બૌદ્ધ ધર્મ ત્યાં એના મૂળ સ્વરૂપમાં રહ્યો નહીં. બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મે લોકોને સમજાવીને, રાજ્યાશ્રય મેળવીને તે દ્વારા, શાસ્ત્રના જોરે કે ગરીબોને ખોરાક, કપડાં, દવા વગેરે દ્વારા ફોસલાવીને જે રીતે ધર્મપ્રચાર કરીને પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું હતું અને હજુ પણ કેટલેક અંશે રખાય છે એવી રીતે જૈન ધર્મે પોતાની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું નથી. જૈન ધર્મ વિશ્વના ઘણાં દેશોમાં હાલ જે ફેલાયો છે તે ત્યાંની સ્થાનિક પ્રજાએ ધર્માંતર કરવાથી નહીં, Page #313 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૩૦૩ પણ જૈનો મોટી સંખ્યામાં વિદેશોમાં ઠેર ઠેર જઈને વસ્યા છે એટલા માટે છે. એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે ધર્માતરની પ્રવૃત્તિ દ્વારા કૃત્રિમ રીતે પોતાની સંખ્યા વધારવામાં જૈન ધર્મ માનતો નથી. આથી જ જૈન ધર્મ દુનિયાનો એક પ્રાચીન ધર્મ હોવા છતાં એનું પાલન કરનારાઓની સંખ્યા દુનિયાની વસતિના અડધા ટકા જેટલી પણ નથી. સો-દોઢસો વર્ષ પહેલાં જૈનો ભારત બહાર જવા લાગ્યા હતા. મુખ્યત્વે દરિયાઈ માર્ગે તેઓ જતા. શેઠ મોતીશાહનાં વહાણો આ બાજુ બહરીન અને ઝાંઝીબાર સુધી અને પૂર્વમાં બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા અને ચીન સુધી જતાં. એન્જિનથી ચાલતી સ્ટીમરો આવ્યા પછી એડન, કેન્યા, ટાન્ઝાનિયા, માડાગાસ્કર સુધી હિંદીઓનો વ્યવહાર વધી ગયો અને તેમાં જૈનો પણ ત્યાં જવા અને વસવાટ કરવા લાગ્યા હતા. જૂના વખતમાં પૂર્વ આફ્રિકા કરતાં બર્મા, મલાયા તરફ જેનો વધુ જતા. ત્યાર પછી યુગાન્ડા, કેનિયા, તાન્ઝાનિયામાં ઘણા જૈનો જઈને રહ્યા. આ પ્રદેશોની આબોહવા લગભગ ભારત જેવી. શિયાળામાં ત્યાં અતિશય ઠંડી નહીં અને બરફ પડે નહીં. એટલે રહેણીકરણી પણ ભારત જેવી રહી હતી. કેટલેક સ્થળે જૈનોએ સંઘની સ્થાપના કરી અને મંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનકોની પણ સ્થાપના કરી હતી. પોતાનાં સંતાનોને ગુજરાતી શીખવા મળે અને ભારતીય સંસ્કાર સચવાઈ રહે એટલા માટે તેઓએ કેટલેક સ્થળે પોતાની અલગ શાળાઓ પણ ચાલુ કરી હતી. દોઢસો-બસો વર્ષ પહેલાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં એવી ગેરસમજ હતી કે બૌદ્ધ ધર્મ એ જ જૈન ધર્મ છે. બંનેના અહિંસાના સિદ્ધાન્તને કારણે તથા અન્ય કેટલીક સમાન બાબતોને કારણે આમ બનવું સ્વાભાવિક હતું. પરંતુ જેમ જેમ પાશ્ચાત્ય વિદ્વાનો વધુ અભ્યાસ કરતા ગયા અને હર્મન જે કોબી, ગ્લાસેનાપ, હર્બર્ટ વોરન વગેરેએ જૈન ધર્મ વિશેનાં પુસ્તકો લખ્યાં તે પછી યુરોપમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે જુદા સ્વતંત્ર ધર્મો છે એવી ગણના થવા લાગી. જો કે જૈન ધર્મ નામનો એક ધર્મ છે એવી માહિતી ચીન, રશિયા સહિત દુનિયાની પોણા ભાગ કરતાં વધુ વસતિને હજુ પણ નથી. - વિદેશમાં વસતા જૈનોનો એક મોટો પ્રશ્ન શાકાહારનો છે. ત્યાં વસતા કોઈક જૈનો શુદ્ધ શાકાહારી નથી રહ્યા એ વાતનો પ્રામાણિકપણે સ્વીકાર કરવો જોઈએ. જૂની પેઢી કરતાં ત્યાં જન્મેલી નવી પેઢીમાં માંસાહારનું પ્રમાણ થોડું વધારે છે એવું પણ સાંભળ્યું છે. માંસાહાર કરતાં પણ મદિરાપાનનું પ્રમાણ વધુ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જિનતત્ત્વ છે અને મદિરાપાન કરતાં કાંદા, બટાટા, લસણ વગેરે અનંતકાય-અભક્ષ્યનું પ્રમાણ વધુ છે. એવા બધા લોકો પ્રત્યે એકદમ તિરસ્કારની લાગણી ધરાવવી યોગ્ય નથી. સહાનુભૂતિપૂર્વક એમની પરિસ્થિતિનો અભ્યાસ થવો જોઈએ. કેટલીક જાગૃતિ આવી છે તેની અનુમોદના કરવી જોઈએ. કોઈપણ ધર્મની પ્રજા વ્યવસાયાર્થે જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે સ્થાનિક વાતાવરણનો એના પર પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. ભગવાન બુદ્ધે માંસાહાર અને મંદિરાપાન ન કરવાની ભલામણ કરી હતી, પરંતુ એ ધર્મનો પ્રચાર ઘણો બધો થયો હોવા છતાં સમગ્ર એશિયામાં બૌદ્ધધર્મી પ્રજા ઘણું ખરું માંસાહારી અને મંદિરાપાન કરનારી રહી છે. એમની સરખામણીમાં જૈનોની સ્થિતિ ઘણી જ સારી છે અને છેલ્લા બે દાયકામાં શાકાહાર માટે સભાનતા વધી છે. વિદેશમાં વસતા કેટલાયે જૈનો શુદ્ધ શાકાહારી છે, મંદિરાપાન કરતા નથી, એટલું જ નહીં ચોવિહાર કરે છે, ઉપવાસ આયંબિલ કરે છે, પર્યુષણમાં ઉપવાસ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા કરે છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ પણ કરે છે. ધાર્મિક શિક્ષણના ત્યાં વર્ગો પણ ચાલે છે અને ધ્યાનની શિબિરો પણ યોજાય છે. પર્યાવરણ એક એવી બાબત છે કે જેની સાચવણીમાં જૈન ધર્મનું યોગદાન ઠેઠ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી સૌથી વિશેષ રહ્યું છે. ઓછામાં ઓછું પાણી વાપરવું, અનાજનો બગાડ ન થવા દેવો, વૃક્ષો કાપવાં નહીં, વાહનનો મર્યાદિત ઉપયોગ કરવો, નાનાં જીવજંતુઓની પણ હિંસા ન થવા દેવી, રહેણીકરણીમાં અપરિગ્રહ કે અલ્પ પરિગ્રહના વ્રતને લીધે સંયમમાં રહેવું, કુદરતી શક્તિઓનો વિનાશ ન કરવો વગેરે દ્વારા જૈન ધર્મ પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે છે. જૈન સાધુઓ અને તેમાં પણ દિગંબર મુનિઓ તો પર્યાવરણની જાળવણીમાં આદર્શરૂપ ગણાય. જૈન સાધુ જેવું જીવન દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં નથી. જૈન ધર્મ વિશેના ગ્રંથોની વિદેશોમાં આરંભમાં જેટલી મુશ્કેલી હતી તેટલી હવે રહી નથી. ત્યાં માધ્યમ મુખ્યત્વે અંગ્રેજી ભાષાનું રહ્યું છે. ત્યાં વસેલા જૂની પેઢીના માણસો અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં લખાયેલા ગ્રંથો વાંચી શકે છે. પરંતુ નવી પેઢીને તો અંગ્રેજીમાં જ સાહિત્ય જોઈએ. છેલ્લા ચાર-પાંચ દાયકામાં ભારતમાં અને વિદેશોમાં અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ વિશે વિવિધ દૃષ્ટિબિંદુથી લખાયેલા નાના મોટા ગ્રંથોની સંખ્યા વધતી ગઈ છે. ત્યાં કેટલાંક સેન્ટરોમાં જૈન ગ્રંથાલયો પણ થયાં છે. અને હવે તો Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૩૦૫ ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી સાંપડે છે. વિદેશોમાં ઘણાં સેન્ટરો ખાસ કરીને પર્યુષણ પર્વ દરમિયાન ભારતથી વ્યાખ્યાતાઓને નિમંત્રણ આપે છે અને તેમના જ્ઞાનનો લાભ મેળવે છે. જૂની પેઢીના માણસો પોતાનાં સંતાનો માટે વેળાસર જાગૃત થયા એથી આફ્રિકા, જાપન ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, બેલ્જિયમ, સિંગાપોર, મલેશિયા, દુબઈ, હોંગકોંગ વગેરે ઘણે સ્થળે જૈનત્વની હવા સારા પ્રમાણમાં પ્રસરેલી છે. જૈન સંઘો, જૈન સેન્ટરો, જૈન એસોસિએશનો, જૈન સ્ટડી સર્કલો, જૈન સમાજ, જૈન વર્લ્ડ, યંગ જેન્સ વગેરે જુદા જુદા નામથી ઘણી સંસ્થાઓ અને એનાં ફેડરેશનો સક્રિયપણે કાર્ય કરવા લાગ્યાં છે અને કેટલાંકનાં તો વર્ષે બે વર્ષે મોટા પાયા પર અધિવેશનો પણ યોજાવા લાગ્યાં છે. મંદિરોમાં પ્રતિષ્ઠાના પ્રસંગો, સાલગીરી વગેરે પણ યોજાય છે. આવા કોઈ પ્રસંગે ત્યાં ઉપસ્થિત હોઈએ તો ત્યાં કેવું વાતાવરણ જામે છે એનો પ્રત્યક્ષ અનુભવ થાય. ધર્મના પ્રચારમાં મહત્ત્વની વાતને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો એના તત્ત્વજ્ઞાનના અને નીતિધર્મના સિદ્ધાન્તો અને બીજું એનો આચારધર્મ. તત્ત્વજ્ઞાન અને નીતિધર્મના સિદ્ધાન્તો પોતાના ક્ષેત્રની બહાર પણ સાચવી શકાય છે, જો એના પુરસ્કર્તાઓ સમર્થ જ્ઞાની મહાત્માઓ હોય તો. આચારધર્મના પાલનમાં પ્રાદેશિક આબોહવા તથા ઉપલબ્ધ સામગ્રી અનુસાર ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ભારતની આબોહવા એકંદરે એવી છે કે વધુમાં વધુ ઠંડી અને વધુમાં વધુ ગરમીમાં, બહાર ખુલ્લામાં ઉઘાડા પગે અને નગ્ન શરીરે દિગંબર મુનિ મહાત્માઓ વિહાર કરી શકે છે. પરંતુ તેઓને માટે આ રીતે ઇંગ્લેન્ડ, યુરોપ, અમેરિકા, કેનેડા, જાપાનમાં વિચારવું અશક્ય છે. એટલે તેઓ જાય નહીં, અને જાય તો આચારધર્મમાં છૂટછાટ લેવી પડે. શ્વેતામ્બર સાધુઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ભારતમાં ગ્રામ, નગર, આવાસ એટલાં નજીક છે કે એક સ્થળેથી બીજે સ્થળે પાદવિહાર કરી શકાય. યુરોપ, અમેરિકામાં વાહનનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. ગોચરીઆહારના નિયમો ત્યાં ન જ સચવાઈ શકે. એટલે મહાવ્રતધારી જૈન સાધુસાધ્વીઓ વિદેશમાં ન જાય એ જ ઉચિત છે. જે જાય તેનામાં શિથિલાચાર આવ્યા વગર રહે નહીં. જ્યાં સાધુ – સાધ્વીનો યોગ ન હોય એવા પ્રદેશોમાં, વિદેશોમાં તેમજ ભારતમાં, લોકોના ધર્મપાલનમાં શિથિલતા કે પ્રમાદ આવે અને પ્રત્યક્ષ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જિનતત્ત્વ માર્ગદર્શનના અભાવે અન્ય ધર્મ તરફ વળી જવાનું મન થાય. વિદેશોમાં ધર્મપ્રચારની આ એક મોટી મર્યાદા છે. ગૃહસ્થ પંડિતો અને વ્યાખ્યાતાઓનો સાધુ-સાધ્વી જેટલો પ્રભાવ ન જ પડે એ દેખીતું છે. વિદેશોમાં ભૌતિક પ્રલોભનો એટલાં બધાં હોય છે કે સાધુ-સાધ્વી હોય તો તેમની પણ કસોટી થાય. હવે સાધુ અને ગૃહસ્થ વચ્ચે શ્રમણ-શ્રમણીનો વર્ગ તૈયાર થયો છે અને તેમના દ્વારા સારું કાર્ય થઈ રહ્યું છે. પણ હજુ વિશેષ પ્રયાસની આવશ્યકતા છે. દરેક ધર્મમાં એના તત્ત્વસિદ્ધાન્તો અને આચાર-નિયમો સામાન્ય રીતે પરસ્પર સંલગ્ન હોય છે. સિદ્ધાન્તોના આધારે આચારના નિયમો ઘડાતા હોય છે. એમાં કેટલાક નિયમો મોટા અને પ્રાણવાન હોય છે અને કેટલાક દેશકાળાનુસાર પરિવર્તનશીલ હોય છે. જૈન ધર્મમાં એના તખ્તસિદ્ધાન્તની સાથે આચારધર્મના નિયમો ઘણી ગાઢ રીતે સંકળાયેલાં છે. આથી જ ધર્મપ્રચાર કરવા જતાં આચારનો સદંતર લોપ થાય તે ઇષ્ટ મનાયું નથી. - વિદેશોમાં જ્યાં જૈનો વસ્યા છે ત્યાં ભોગસામગ્રીની વિપુલતા છે તથા વિવિધ પ્રકારનાં સાધનસગવડ છે. ઇન્દ્રિયાર્થ પદાર્થો એટલા બધા ત્યાં છે કે ભોગવવા મન લલચાય એ કુદરતી છે. એવા વાતાવરણમાં સરેરાશ મનુષ્યોમાં ધર્મનો રંગ અમુક હદ સુધી જ જીવનમાં ઊતરે એ સ્વાભાવિક છે. ધર્મના નીતિનિયમો ત્યાં સચવાય, પણ આત્મતત્ત્વની ઊંડી સાધના બહુ જૂજ લોકો કરી શકે. જેમણે એવી આધ્યાત્મિક સાધના કરવી છે તે તો દુનિયાના કોઈપણ ખૂણામાં રહીને કરી શકે છે. એકાંત અને અસંગપણું ભારે પુરુષાર્થ માગી લે છે. જૈન ધર્મ આત્મલક્ષી ધર્મ છે. આત્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, સમ્યગ્દર્શન દ્વારા પોતાના જ આત્માને મોક્ષગતિમાં પહોંચાડવા માટેનો ધર્મ છે. લોકોનાં ભૌતિક સુખસગવડ વધે એ એનું મુખ્ય ધ્યેય જ નથી. ત્યાગ, વૈરાગ્ય, સંયમ, જ્ઞાન-ધ્યાન, કષાયમુક્તિ ઇત્યાદિમાં માનવાવાળો જૈન ધર્મ હોવાથી, ધર્મપ્રચાર કરી સંખ્યા વધારવાનું લક્ષ એણે રાખ્યું નથી. આથી જ જૈન ધર્મના આચારપાલનમાં કેટલાંક પરિવર્તનો વખતોવખત આવ્યાં તેમ છતાં એણે પોતાનું મૂળ તાત્ત્વિક સ્વરૂપ સાચવી રાખ્યું છે. જૈન ધર્મના વૈશ્વિક સ્તર વિશેના કેટલાક મુદ્દાઓની અહીં સાધારણ છણાવટ કરવામાં આવી છે. સમગ્ર વિષયનો અભ્યાસ તો વિવિધ દૃષ્ટિકોણથી આંકડાઓ સાથે થઈ શકે. - એક અવાસ્તવિક તર્ક કરવામાં આવે છે કે ધારો કે દુનિયાની તમામ પ્રજા Page #317 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે 309 જૈન ધર્મ પાળતી હોય અને જૈન ધર્મના આગમગ્રંથો શાસ્ત્રગ્રંથો નષ્ટ થઈ ગયા હોય એવી એક સ્થિતિ હોય અને બીજી બાજુ દુનિયામાં એક પણ માણસ જૈન ન હોય છતાં એના આગમગ્રંથો- શાસ્ત્રગ્રંથો સચવાયા હોય એવી બીજી સ્થિતિ હોય તો આ બે સ્થિતિમાંથી કઈ સ્થિતિને ઇષ્ટ ગણવી ? મને લાગે છે કે શાસ્ત્રગ્રંથો નહીં હોય તો ત્રીજી ચોથી પેઢીએ જૈનતત્ત્વનો લોપ થવા લાગશે, પરંતુ શાસ્ત્રગ્રંથો બચી ગયા હોય તો મોડો વહેલો ફ૨ી જૈન ધર્મનો ઉદય અવશ્ય થાય. જૈન ધર્મ જાતને ગુમાવીને જગતને મેળવવામાં માનતો નથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे । - ભગવાન મહાવીર (માનને મૃદુતાથી જીતવું) ભગવાન મહાવીરે દશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે : उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। અર્થાતુ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું, માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો. ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે. ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે ! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે ! - આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તો પણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય ! ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત “માન' વિશે વિચારણા કરીશું. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे । ૩૯ ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રુચિ ન ધરાવનાર પુદ્ગલાનંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂરી શી ? માન તો જીવનમાં જોઈએ. સ્વમાન વગર જિવાય કેમ ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માનપ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાનાં ક્ષેત્રમાં ‘ટૉપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિઓની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુદ્દો ન થઈ જાય ? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય ? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી ? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની જરૂર શી ? બીજા કશાથી માનને ન જીતી શકાય ? સામાન્ય માનવીને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જેમની મi મદ્દવથા ને ” દષ્ટિ ફક્ત સામાજિક અને સાંસારિક સ્તરે જ રહેલી છે અને જેઓ મુખ્યત્વે વર્તમાનને આધારે જ જીવન જીવે અને વર્તમાનને આધારે જ જીવન જીવે અને વર્તમાનથી પ્રભાવિત થાય છે તેઓને ભગવાનનું વચન જલદી નહીં સમજાય. જેઓ ભૂત અને ભવિષ્યનો થોડો વધુ વિચાર કરે છે, જેઓ “હું કોણ છું ?' જીવન પૂરું થતાં મારું શું થશે ? જે જીવો મારી નજર સમક્ષ ચાલ્યા ગયા તે જીવો હાલ ક્યાં હશે ? તેઓને મળેલાં માનપત્રોનું હવે શું કરીશું ? એ કેટલો વખત ટકશે ? આ સંસારમાં જન્મમરણની ભરતીઓટ કેમ ચાલ્યા કરે છે ? દેહથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ છે ? હોય તો એનું સ્વરૂપ કેવું ? એનું લક્ષ્યસ્થાન ક્યું ? એ કેવી રીતે પમાય ?” – ઇત્યાદિ વિશે વિચાર કરે છે અને તત્ત્વગવેષણા કરવા લાગે છે તેને સમજાય છે કે કંઈક એવું તત્ત્વ છે કે જીવને જન્મમરણના ચક્રમાં પકડી રાખે છે અને કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને મુક્ત બનાવે છે. સંસારચક્રમાં જકડી રાખનારાં તત્ત્વોમાં રાગ અને દ્વેષ મુખ્ય છે. એનો વિગતે વિચાર કરીએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય મુખ્ય છે. જે જીવ અધ્યાત્મમાર્ગ ઉપર ચડતો ચડતો છેવટે કષાયોમાંથી મુક્તિ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જિનતત્ત્વ મેળવે છે તે જ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે કે, વાયમુરિ: किल मुक्तिरेव । હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી માનને કેવી રીતે જિતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે. મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : કૃર્માવ: માર્વિવત્ | મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં રહેલી મૃદુતા આવરાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે, . जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं मानतिर्हरणम् । [ જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ છે. માર્દવ એટલે માનનો નાશ. ] ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (પ) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિનાં હોવાં જોઈએ. વસ્તુત: આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માદવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે : अट्ठ मयाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए रुवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । [ આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે – (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) ઐશ્વર્યમદ. ] આ આઠ પ્રકારનાં મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. (ક્યારેક એનાં નામ અને ક્રમમાં ફરક હોય છે.) તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. Page #321 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे । ૩૧૧ સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે, “મારી પાસે નાગદેવતા, ગરૂડદેવતા આવે છે.' અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે” – એવો મદ પણ માણસને થઈ શકે છે. રત્નકરંડક શ્રાવકાચાર'માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું છે : ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु गतस्मयाः ।। [ જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાન (ગતસ્મય) જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર અને આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને “માન' કહે છે. ] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુ કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો માણસને અહંકારી બનાવી દે છે. એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન “હું બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને “હું-હું', “હું – હું – હું કરે છે. ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે. કુળ, ધન, રૂપ, જ્ઞાન ઇત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપાને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માગે છે એવાં વાક્યો ઉચ્ચારે અથવા કોઈ નિર્ધન માણસ પોતાની નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સુંઘતાં નથી એવાં એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બેપરવાઈનો ભાવ પણ હોય છે. વસ્તુત: ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઈએ. માણસને ઉચ્ચ કુળ, ધન, રૂપ, જ્ઞાન, ઐશ્વર્યાદિ મળે છે પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી એ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જિનતત્ત્વ રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવાં એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોંટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાનાં ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતો રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહહારથી કેટલું કદાચ ઇષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ માનકષાય બાધક નીવડે છે. જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તો પણ અધ્યાત્માર્ગેથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોય તો તે આ મુખ્ય ચાર કષાયો છે. કેટલાયે જીવો તત્ત્વની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, શાસ્ત્રજ્ઞાન ઇત્યાદિ વડે મોક્ષમાર્ગમાં ઘણા આગળ વધે છે, પરંતુ આગળ જતાં કષાયોરૂપી ચાર મોટા અસુરોથી પરાજિત થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો અનુક્રમે ઉત્તરોત્તર વધુ આત્મઘાતક છે. ક્રોધ કરતાં માન-કષાય ભારે છે, પણ તે વધુ સૂક્ષ્મ હોવાથી પોતાને અને બીજાને તેની ખબર જલ્દી પડતી નથી. પોતાના ચહેરા ઉપર માન કરતાં ક્રોધને સંતાડવાનું અઘરું છે. આથી જ માણસ મનમાં અભિમાન કરે અને બહારથી વિનયી હોવાનો દેખાવ કરી શકે છે. સાધકે માનકષાયથી વધુ સાવધ રહેવાની જરૂર છે. વળી સમાજમાં સ્વમાન, સ્વાભિમાન વગેરેની પ્રશંસા થાય છે તથા લોકવ્યવહારમાં માન, સન્માન, અભિવાદન, ખિતાબ, ચંદ્રક વગેરેની પ્રવૃત્તિ ઇષ્ટ મનાય છે. ‘માન’ની સાથે ‘પત્ર’ શબ્દ જોડાય છે. ‘માનપત્ર’, ‘સન્માનપત્ર’ જેવા શબ્દો પ્રયોજાય છે. ક્રોધ વગેરેની સાથે ‘પત્ર’ શબ્દ જોડાતો નથી. માનવી આગળ ‘સત્' શબ્દ પ્રયોજાય છે. ‘સન્માન' શબ્દ વ્યવહારમાં પ્રશસ્ત ગણાય છે, પણ ક્રોધની આગળ ‘સસ્તું' શબ્દ પ્રયોજાતો નથી. જ્યાં લોકવ્યવહારમાં ‘માન’ની બોલબાલા હોય ત્યાં સાધક એનાથી પ્રભાવિત થાય એવો સંભવ રહે છે. વસ્તુત: માનસન્માનની પ્રત્યેક પ્રવૃત્તિથી સાધકે વિમુખ રહેવું જોઈએ. માન પ્રશંસાની સાથે જોડાયેલું છે. પ્રશંસા થતાં માણસમાં રહેલી માનની સૂક્ષ્મ એષણા સળવળે છે. કદાચ તે પોતાના ભાવો પ્રગટ ન કરે તો પણ પોતે Page #323 -------------------------------------------------------------------------- ________________ माणं महवया जिणे । ૩૧૩ મનમાં સમજે છે અને માન મળતાં મનમાં રાજી થાય છે. પોતાનો રાજીપો ક્યારેક તે શબ્દોમાં કે હાવભાવથી વ્યક્ત કરે છે. પ્રશંસા કરનારની અવહેલના કે અવજ્ઞા ન કરાય એવા સામાજિક વ્યવહારને કારણે પોતાની પ્રશંસા થાય ત્યારે માણસ વિવેક ખાતર તે વિશે આભાર પ્રદર્શિત કરે છે. સદ્ગુણોની અનુમોદના કરવી એ આપણું કર્તવ્ય છે. જે માણસ બીજાના ગુણોનો સ્વીકાર કરતો નથી અને એની અનમોદના કરતો નથી તેનામાં ઈર્ષ્યા, અસૂયા, મત્સર ઇત્યાદિ રહેલાં હોવાં જોઈએ. બીજાના ગુણો, અરે વિપરીત વ્યક્તિના ગુણો જોઈને પણ સાચો પ્રમોદભાવ પ્રગટ થવો જોઈએ. એ આપણું સામાજિક કર્તવ્ય છે અને સાધનાનું પગથિયું છે. આપણી પ્રશંસામાં અતિશયોક્તિ ન હોવી જોઈએ. ખુશામતખોરીમાં તે ન પરિણમવી જોઈએ. આપણા સ્વાર્થમાંથી તે પ્રગટ ન થવી જોઈએ. બીજી બાજુ આપણી પોતાની જ્યારે આવી રીતે પ્રશંસા થતી હોય ત્યારે ફુલાઈ ન જવું જોઈએ. જો ફુલાય તો તે પ્રશંસા આપણા માનકષાયની નિમિત્ત બની જાય છે. કેટલીક વાર આપણાં સ્વજનો અને મિત્રો જ આવી પ્રશંસા દ્વારા આપણા માનકષાયનાં નિમિત્ત બને છે. એમ બને ત્યારે વ્યાવહારિક દૃષ્ટિએ જે મિત્ર છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ શત્રુ બને છે, અહિતકર બને છે. પણ બીજાને દોષ દેવાથી શું ? અહિત કરવાના આશયથી તેઓ અહિત કરતા નથી. માટે જે જાગ્રત રહેવાનું છે તે તો પોતે જ. અંદરથી સમત્વ હોય તો આવા પ્રશંસાના પ્રસંગે પણ માણસ નિર્લેપ રહી શકે છે. ‘પ્રશમરતિ’માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पंडितो दघात् । શ્રુત, શીલ અને વિનય માટે દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્નરૂપ એવા માનને ક્યો ડાહ્યો માણસ મુહૂર્ત માટે પણ અવકાશ આપશે ? કષાય જીવને અવશ્ય દુર્ગતિમાં, નીચલી ગતિમાં લઈ જાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : अहे वयन्ति कोहेणं, माणेणं अहमा गइ । माया गइपडिप्वाओ, लोहाओ दुहओ भयं ॥ અર્થાત્ ક્રોધ કરવાથી જીવનું પતન થાય છે, માનથી જીવ અધમ ગતિમાં જાય છે. માયાવી માણસની સદ્ગતિ થતી નથી અને લોભ કરનારને આ લોકમાં અને પરલોકમાં ભય ઉત્પન્ન થાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જિનતત્ત્વ વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છે : जात्यादि मदोन्मत्त: पिशाचवद भवति दःख्रिश्चेह । जात्यादिहीनतां परभवे च नि:संशय लभते । અર્થાત્ જાતિ, કુળ, ધન, રૂપ, ઐશ્વર્ય વગેરેથી મદોન્મત્ત બનેલા માણસો પિશાચની જેમ દુ:ખ પામે છે. વળી પરભવમાં તેઓ હીન ગતિ, નીચી ગતિ મેળવે છે એમાં સંશય નથી. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે : પુર્વ મ પુનસ્તાન, હીના નમતે નર: | અર્થાત્ માણસ જો જાતિ, કુળ, રૂપ ધન વગેરેનું અભિમાન કરે તો તેવાં કર્મના ફળરૂપે માણસને તે તે વિષયમાં આ ભવે કે ભવાન્તરમાં હીનતા સાંપડે છે. એટલે માર્દવ ગુણની પ્રાપ્તિ માટે જીવે વારંવાર એવી ભાવના ભાવવી જોઈએ કે પોતાને જે ધન મળ્યું છે તે અનિત્ય છે. પોતાનું રૂપ ગમે તેવું ઉત્કૃષ્ટ હોય તો પણ એક દિવસ એ રૂપ કરમાઈ જશે અથવા એક દિવસ પ્રાણ જતાં એ રૂપને લોકો બાળી નાખશે. આ જીવ કેટલીયે વાર નીચ જાતિમાં જન્મ્યો છે અને ભવાત્તરમાં પણ કદાચ નીચ જાતિ મળે. માટે જાતિ, કુળ વગેરે અનિત્ય છે. કોઈનાં જાતિ, કુળ, ધન વગેરે અનંતકાળ સુધી રહેવાનાં નથી. જો આ બધું જ અનિત્ય છે, તો પછી તેને માટે નિત્ય એવા મારા આત્માને નીચે શા માટે પાડું ? આ રીતે અનિત્યભાવના દ્વારા માર્દવની ભાવનાનું સેવન કરવું જોઈએ. જ્યાં સુધી જીવને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી “હુંપણાનો અથવા “મારાપણા'નો ભાવ એને રહેવાનો. દેહ સાથે સંકળાયેલી સર્વ બાબતો એને પોતાની લાગવાની. એ માટે પ્રિય અપ્રિયનો ભાવ થતો રહેવાનો. એટલે દેહલાવણ્ય, ધનવૈભવ, સત્તા, બુદ્ધિચાતુર્ય ઇત્યાદિ પોતાનાં અને સ્વજનોનાં એને ગમવાનાં. એ માટે એ ગૌરવ અનુભવવાનો. મતલબ કે જ્યાં સુધી દેહ સાથેની તાદાભ્ય બુદ્ધિ જીવને રહે અથવા પરદ્રવ્ય માટે આસક્તિ રહે ત્યાં સુધી માનકષાય એનામાંથી જલદી નીકળે નહીં. ત્યાં સુધી મૃદુતારૂપી આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપે ખીલી ન શકે. જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવ કરે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદશામાં આવી જાય Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ माणं मद्दवया जिणे । છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે “પ્રવચનસારમાં કહ્યું છે કે નવમૂહ દિ પરસમય એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે પરસમય છે, તે વિભાવદશા છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : न वाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे । सुअलाभे न मज्जिज्ज । जच्चा तवस्सि बुद्धिए ।। Page #326 -------------------------------------------------------------------------- ________________ અન્નદાન પર્યુષણ પર્વ દરમિયાન ભારતમાં અને ભારત બહાર ચારે ફિરકાના અનેક જૈનો નાની-મોટી ઘણી તપશ્ચર્યા કરશે. જૈનોનો એક ઉપવાસ એટલે લગભગ છત્રીસ કલાક અન્નનો એક દાણો પણ મોઢામાં નાખવાનો નહીં. કેટલાક તો પાણીનું ટીપું પણ પીએ નહીં. વળી રાત્રિ દરમિયાન અન્ન કે પાણી કશું જ લેવાનું નહીં. જૈનોમાં અઠ્ઠાઈ એટલે આઠ દિવસના ઉપવાસ, માસખમણ એટલે મહિનાના ઉપવાસ વગેરે જેવી તપશ્ચર્યા થાય છે એવી દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં થતી નથી. કેટલાક એને માત્ર ક્રિયાકાંડ તરીકે ખપાવશે, પરંતુ એ સર્વથા સાચું નથી. વળી એવી તપશ્ચર્યા કરવાનું સરળ નથી. આ પર્વ દરમિયાન એક, બે, ત્રણ ચાર, આઠ કે સોળ દિવસના ઘણા ઉપવાસ થશે. પર્વના આઠે આઠ દિવસના ઉપવાસ, અઠ્ઠાઈની તપશ્ચર્યાઓ તો ઠેર ઠેર ઘણી બધી પ્રતિવર્ષ થાય છે. કેટલાક તો માસખમણ કરે છે. કોઈક એથી પણ આગળ વધે છે. પર્યુષણ પર્વમાં ઠેર ઠેર તપનો માહોલ સર્જાય છે. નાનાં બાળકો પણ ઉલ્લાસથી એમાં જોડાય છે. પર્યુષણ પર્વ ઉપરાંત અન્ય દિવસોમાં પણ આયંબિલની ઓળી, વરસીતપ તથા અન્ય પ્રકારનાં ઘણાં તપ થાય છે. જૈનોમાં એ રીતે ઉપવાસાદિ પ્રકારની તપશ્ચર્યા આખું વર્ષ ચાલ્યા કરે છે. ઘણા લોકો ભાવપૂર્વક સાચી તપશ્ચર્યા કરે છે. એ બધી જ જડ ક્રિયા છે એવો પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. એક ફક્ત પર્યુષણ પર્વનો વિચાર કરીએ તો ગામેગામ કેટલી બધી ઉપવાસાદિની તપશ્ચર્યા થાય છે. અન્ય રીતે, બીજા એક દૃષ્ટિબિન્દુથી કહેવું હોય તો કહેવાય કે જૈનો દ્વારા કેટલા બધા અનાજની બચત આ દિવસો દરમિયાન થાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ અન્નદાન ૩૧૭ પરંતુ અનાજની થયેલી આ બચત બચત તરીકે ઘરમાં ન રહેવી જોઈએ. પોતાનું બચેલું અનાજ જરૂરિયાતમંદ લોકોને આપી દેવું જોઈએ એમ કેટલાક માને છે. આમાં સામાજિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારણા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. જૈનો અન્ય પ્રસંગે ઘણું દાન આપે છે એ વિશે બેમત નથી. દુષ્કાળના દિવસોમાં ઢોરને ચારો અને મનુષ્યોને અનાજ આપવાની દાનપ્રવૃત્તિમાં જૈનો મોખરે હોય છે. ઇતિહાસમાં પણ જગડુશા વગેરેએ દુકાળના દિવસોમાં પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધાના સ્મરણીય પ્રસંગો નોંધાયા છે. આમ પણ વારતહેવારે જૈનો તરફથી અનુકંપાદાન તથા સાધર્મિક – વાત્સલ્યના અવસરો જોવા મળે છે. એટલે જૈનો તરફથી અનાજરાહત, અન્નદાન, ઇત્યાદિની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે. અન્ય ધર્મોમાં પણ ઉપવાસાદિ તપશ્ચર્યા થાય છે. વૈષ્ણવોમાં એકાદશીનો ઉપવાસ થાય છે અને પોતાનું તે દિવસનું બચેલું અનાજ દાનમાં દેવાનો મહિમા છે. જ્યાં અનેક લોકો ભૂખે મરતા હોય ત્યાં આ એક શુભ નિમિત્તે અન્નદાનની વધુ પ્રવૃત્તિ થાય તે અત્યંત ઇષ્ટ છે. તપશચર્યા નિમિત્તે એટલું બધું અન્નદાન થવું જરૂરી છે. વળી સામાજિક દૃષ્ટિએ પણ એમ કરવું જરૂરી છે. એમ થાય તો જ સમાજમાં સમતુલા જળવાય અને સંવાદિતા સ્થપાયેલી રહે. રશિયામાં ઝારના વખતમાં જ્યારે એક બાજુ શ્રીમંતોની મિજબાનીઓના એંઠવાડના ઢગલા થતા હતા ત્યારે બીજી બાજુ અનેક ગરીબ લોકો ભૂખે ટળવળતા હતા. એથી ત્યાં લોહિયાળ ક્રાન્તિ થઈ. મિજબાનીઓ માણનાર શ્રીમંતોને, ઉમરાવોને વીણી વીણીને મારી નાખવામાં આવ્યા હતા. ભૂખ્યો માણસ શું પાપ ન કરે એ કહી શકાય નહીં. કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે : “ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.” એટલે જ “ખવડાવીને ખાઓ' એ ભારતીય સંસ્કૃતિનો આદર્શ રહ્યો છે. ભારતીય પ્રજામાં માત્ર મનુષ્ય જ નહીં, પશુપક્ષીઓને પણ ખવડાવવાની ભાવના રહેલી છે. કબૂતરને જુવાર, કૂતરાને રોટલો, ગાયને ઘાસ આપવાના સંસ્કાર બાળપણથી જ પડે છે. એટલે અન્નદાનની પ્રવૃત્તિ ભારતના લોકોમાં લોહીમાં વણાયેલી છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જિનતત્ત્વ વાચક ઉમાસ્વાતિએ દાનની વ્યાખ્યા આપી છે : મનુષ્યર્થ સ્થાતિસો રાનમ્ | પોતાની વસ્તુનો બીજાના ભલા માટે ત્યાગ કરવો તે દાન. પરંતુ પોતાની ત્યજેલી વસ્તુ પોતાના હાથે બીજાને પહોંચવી જોઈએ, તો જ તે દાનમાં પરિણમે. કોઈ પોતાની ચીજવસ્તુ ક્યાંક ભૂલી જાય, પડી જાય, ચોરાઈ જાય અને જેને મળે તેને લાભ થાય. અલબત્ત એમાં પોતાની વસ્તુનો ત્યાગ થયો છે અને બીજાને લાભ થાય છે, પણ એ સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાઈ નથી એટલે એને દાન ન કહી શકાય. તપશ્ચર્યામાં માણસ અન્નનો ત્યાગ કરે છે, પણ તેથી તે અન્નદાન કરે એમ નહીં કહી શકાય. પોતે જે અન્નનો ત્યાગ કર્યો છે તે અન્ન સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાય તો જ તે દાન કહેવાય. આવી રીતે અન્નદાન થવું જોઈએ. શાસ્ત્રકારોએ નવ પ્રકારનાં પુણ્ય ગણાવ્યાં છે : અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી (આશ્રય), ઉપકરણ, મન, વચન, કાયા અને નમસ્કાર. આ નવ પુણ્ય જુદી જુદી રીતે પણ ગણાવાય છે, તો પણ એમાં પ્રથમ પુણ્ય તે અન્નપુણ્ય છે. માણસે માત્ર પોતાના આહારનો જ વિચાર ન કરતાં, પોતાની આસપાસના માણસોએ આહાર કર્યો છે કે નહીં એની પણ ખેવના રાખવી જોઈએ અને જરૂરિયાતવાળાને અન્ન-આહાર મળી રહે એ માટે વિચારવું જોઈએ અને મદદ કરવી જોઈએ. અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી અને ઔષધિ એ જીવનની પાંચ મુખ્ય આવશ્યકતાઓ છે. એમાં માણસ શરીર સાચવે અને માંદો ન પડે તો એનું જીવન એટલો વખત ઔષધિ વગર નભી શકે છે. માણસને વસ્તી અર્થાત્ રહેઠાણ ન મળે તો એ ખુલ્લામાં, ફૂટપાથ પર સૂઈને જીવી શકે છે. માણસને શરીર ઢાંકવા, ટાઢ વગેરેથી બચવા માટે વસ્ત્ર જરૂર પડે છે પણ ઓછામાં ઓછા વસ્ત્રથી, એ ઘણો કાળ ચલાવી શકે છે. દિગંબર મુનિઓ તો જીવનના અંત સુધી વસ્ત્ર વગર પોતાના જીવનને ટકાવે છે. આમ, ઔષધિ, વસ્તી અને વસ્ત્ર વગર જીવનનું અસ્તિત્વ કેટલોક કાળ ટકી શકે છે, પરંતુ આહાર વગર, અન્નપાણી વગર માણસ વધુ દિવસ જીવી શકતો નથી. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જીવનને મુખ્યપણે અન્નની એટલે કે આહારની જરૂ૨ રહે છે. સમસ્ત જીવરાશિની સૌથી મુખ્ય અને મહત્ત્વની પ્રવૃત્તિ તે આહારગ્રહણની છે. એટલે આહાર મેળવવા માટેની પ્રવૃત્તિ એને કરવી પડે છે. ફક્ત મનુષ્યોનો વિચાર કરીએ તોપણ દુનિયાની ચાર-પાંચ અબજ જેટલી વસ્તીને Page #329 -------------------------------------------------------------------------- ________________ અન્નદાન ૩૧૯ રોજેરોજ બે, ત્રણ કે ચાર ટંક આહારની જરૂર પડે છે. દુનિયામાં રોજેરોજ કેટલું બધું અન્ન વપરાય છે ! એક જ ઠેકાણે એટલું બધું અન્ન એકત્ર કરવામાં આવે તો મોટો પર્વત થાય ! ઘણાખરા માણસો, કુટુંબો ઉદ્યમ કરી, ધનોપાર્જન કરી પોતાના આહારની જોગવાઈ પોતે કરી લે છે. આમ છતાં અવિકસિત કે અલ્પવિકસિત દેશોમાં, દૂર દૂરનાં ગામડાંઓમાં, જ્યાં અનાજ ઊગતું નથી એવા પ્રદેશોમાં માણસોને પોષણરહિત ખોરાકથી પોતાનું જીવન જેમ તેમ ટકાવવું પડે છે. કેટલાયે એવા લોકો અકાળે મૃત્યુને શરણ થઈ જાય છે. આફ્રિકામાં ઇથિયોપિયા વગેરે કેટલાક દેશોમાં અનાજ ખાસ ઊગતું નથી ત્યાં વખતોવખત મોટી સંખ્યામાં માણસો ભૂખથી મૃત્યુ પામે છે. - દુનિયા હવે એટલી નાની થતી ગઈ છે અને વાહનવ્યવહારનાં સાધનો એટલાં વધી ગયાં છે કે એક પ્રજાને માથે આવી પડેલી આપત્તિ હવે માત્ર સ્થાનિક આપત્તિ ન બની રહેતાં સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય બની જાય છે. દુકાળ, ધરતીકંપ, રેલ, રોગચાળો, યુદ્ધ ઇત્યાદિ પ્રસંગે આખી દુનિયામાંથી સહાય આવી પહોંચે છે. આજથી સૈકા પહેલાં ગુજરાતના દુકાળ વખતે સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાથી સ્ટીમર ભરીને મકાઈ મોકલવા માટે ત્યાંના લોકોને અનુરોધ કર્યો હતો અને એ પ્રમાણે અનાજ ભારત આવી પહોંચ્યું હતું. વિશ્વનાં રાષ્ટ્રો હવે એટલાં બધાં સજાગ થઈ ગયાં છે કે દુનિયામાં દુકાળની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થાય છે. ગણિતની દૃષ્ટિએ જોઈએ તો ધરતીમાં કુલ જે અનાજ ઊગે છે તે એટલા વિપુલ પ્રમાણમાં હોય છે કે સમગ્ર વિશ્વના લોકોને પૂરું પાડવા છતાં તે વધે. માત્ર એની વહેંચણીની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ. એટલે જ આપત્તિ વખતે એક દેશ બીજા દેશને સહાય કરી શકે છે. દરેક માણસને પોતાની કમાણી દ્વારા પોતાની ઇચ્છા અને રુચિ અનુસાર પોતાનો આહાર મળી રહે એવી સ્થિતિ અન્નની બાબતમાં આદર્શ ગણાય. પરંતુ અત્રને માટે માણસને બીજાની આગળ હાથ લાંબો ન કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ ઘણું કઠિન છે. કોઈ નાના સમાજ માટે એ બની શકે અને તે પણ મર્યાદિત કાળ માટે, પણ સમસ્ત માનવજાત માટે સદાકાળ એ શક્ય નથી. યુદ્ધ, દુકાળ વગેરે કુદરતી આપત્તિઓ, નબળી અર્થવ્યવસ્થા ઇત્યાદિ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમૃદ્ધ દેશની વાત જુદી છે, પણ પછાત દેશોમાં Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ભૂખ્યા સૂઈ રહેનારા લોકોની સંખ્યા આજે પણ ઓછી નથી. આહા૨સંજ્ઞા જીવને અનાદિ કાળથી વળગેલી છે. આહાર એ જ અસ્તિત્વ છે. જૈન ધર્મ પ્રમાણે જીવ જ્યારે મૃત્યુ પામે છે અને એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે પણ એનો આત્મા કાર્મણ શરીર અને તેજસ શરીર સાથે લઈને જાય છે. આ તેજસ શરીર તરત આહા૨-ગ્રહણની સૂક્ષ્મ ક્રિયા ચાલુ કરી દે છે. એટલે તેજસ શરી૨ને ભઠ્ઠી તરીકે ઓળખાવવામાં આવે છે કે જે સતત આહાર માગે છે. આથી જ સંસારનું અસ્તિત્વ અન્નના આધારે છે. તૈત્તિરીય ઉપનિષદમાં અન્નને બ્રહ્મ તરીકે ઓલખાવ્યું છે : અન્ન વ્રુક્ષેતિ વ્યજ્ઞાનાત્। વળી ઐત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે : અન્ન દ્દિ પ્રા:। અન્નના આધારે જ બાળક મોટું થાય છે, યુવાન થાય છે અને અન્નના આધારે જ પ્રજાતંતુ ચાલ્યા કરે છે. અન્નાદ્ ભૂતાનિ નાયન્તે । વળી અન્નથી જ સંબંધો બંધાય છે. એટલા માટે જ સાંસારિક દૃષ્ટિથી અન્નનો મહિમા થયો છે. માટે જ ખેડૂતને પ્રજાનો તાત કહ્યો છે. પુરાણગ્રંથોએ અતિથિને જમાડ્યા પછી જમવાનો અનુરોધ કર્યો છે. જરૂર પડે તો ભૂખ્યા રહીને જમાડવું. એટલે જ કહ્યું છે : તેન ત્યત્તેન મુગ્ગીયા । (ત્યાગીને ભોગવ.) જૈન ધર્મમાં એટલે જ અતિથિ-સંવિભાગને એક વ્રત તરીકે ઓળખાવ્યું છે. પૂણિયા શ્રાવક અને તેમની પત્ની પોતે અન્નનો ત્યાગ કરીને, તપશ્ચર્યા કરીને પોતાના ભાગનું અન્ન અતિથિને જમાડતાં. આવી રીતે તપશ્ચર્યામાં બચેલા અન્નનું દાન કરવાનો મહિમા જૈન ધર્મમાં પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. અલબત્ત દાન અને દયાના સિદ્ધાંતોની સ્કૂલ વ્યવહા૨ દૃષ્ટિએ અને સૂક્ષ્મ તત્ત્વની દૃષ્ટિએ જૈન ધર્મમાં બહુ તલસ્પર્શી મીમાંસા ભિન્ન ભિન્ન અપેક્ષાએ થયેલી છે. જિનતત્ત્વ તપશ્ચર્યાના બચેલા અન્નનું દાન કરવાની બાબતમાં કેટલાક વ્યવહારુ પ્રશ્નો ઉદ્ભવવાના અને તેનો ઉકેલ કેવી રીતે શોધી કાઢવો તે અંગે તપશ્ચર્યા કરનાર વ્યક્તિએ પણ ચિંતન- મનન કરવાની જરૂર રહે છે. ઉદાહરણ તરીકે કોઈ જૈન વ્યક્તિ અમેરિકા, ઇંગ્લૅન્ડ, જાપાન જેવા સમૃદ્ધ દેશમાં રહેતી હોય. હવે એ જૈન ભાઈ કે બહેને બે-પાંચ દિવસના ઉપવાસ કે અઠ્ઠાઈ કરી, તો એટલા દિવસનું એનું બચેલું અન્ન તે દાનમાં દેવા ઇચ્છે છે. પરંતુ ત્યાં લોકો ખાધેપીધે એટલા સુખી છે કે દાનમાં મળતું અનાજ લેવા કોઈ તૈયાર નથી. તેમને એવા દાનની જરૂ૨ નથી. એવે પ્રસંગે માણસે શું કરવું ? ત્યારે પોતાના જ શહેર કે ક્ષેત્રમાં દાન આપવાનો આગ્રહ ન રાખતાં Page #331 -------------------------------------------------------------------------- ________________ અન્નદાન ૩૨૧ અન્યત્ર જ્યાં દાનમાં અન્ન લેનારો વર્ગ હોય ત્યાં દાનમાં અન્ન આપવું જોઈએ. એમાં પણ અનુકંપાની દૃષ્ટિએ વિચારીને જૈન-જૈનેતર એવા ભેદ ન કરવા જોઈએ. હવે અમેરિકા કે યુરોપથી બચેલું અનાજ વ્યક્તિગત રીતે ભારતમાં મોકલવાની પણ તકલીફ હોય છે. એમાં સામાજિક, સરકારી વગેરે ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે. તો અનાજને બદલે એટલી રકમ પણ મોકલાવી શકાય. કોઈ માણસે વરસમાં કોઈક દિવસે એકાસણું કર્યું હોય તો એનું એક ટંક જેટલું અનાજ બચે. એટલું અનાજ તે નહીં જેવું જ ગણાય. કોઈને આપવા છતાં પણ હાંસીપાત્ર લાગે. એવે વખતે કોઈકને પોતાને ઘરે ભોજન કરાવવું અથવા એટલા અન્ન જેટલી અંદાજિત ૨કમ કોઈ અન્નક્ષેત્રના શુભ કાર્યમાં વાપરવી જોઈએ. કેટલીકવાર અન્નદાન કે ૨કમ માટે તરત અનુકૂળતા ન હોય તો માણસે તે માટે સંકલ્પપૂર્વક સમયમર્યાદા બાંધવી જોઈએ. તપશ્ચર્યા વખતે અન્નદાનનો ભાવ થવો જોઈએ અને એટલી સભાનતા રહેવી જોઈએ. એ ધણી મહત્ત્વની વાત છે. પોતાની તપશ્ચર્યાથી બચેલું અનાજ અથવા અનાજ જેટલી રકમ કોઈ એવી સંસ્થાને આપી શકાય કે જ્યાં માંસાહાર થતો હોય ? ના, એવી સંસ્થાને અન્નદાન કે એટલી રકમનું દાન કરી શકાય નહીં, કારણ કે એમ કરવાથી તો ભારે અશુભ કર્મના નિમિત્ત થવાય. અન્નદાન કરતી વખતે માણસે વિવેક જાળવવો જોઈએ અને સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. પોતાનું દાન અભક્ષ્ય આહારમાં ન વપરાવું જોઈએ. જૈન સાધુઓ તપશ્ચર્યા કરે તો તેઓ કેવી રીતે અન્નદાન કરી શકે ? એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરે છે ત્યારે આહારનો ત્યાગ કરે છે. પરંતુ તેઓએ પોતાનો આહાર પોતે ઉપાર્જિત કરેલો હોતો નથી. તેઓ પોતાના શરીરના પોષણ માટે ભિક્ષા વહોરી લાવે છે. આથી જૈન ધર્મ પ્રમાણે સાધુ પોતાની ભિક્ષામાંથી દયાભાવ લાવીને કોઈ ભૂખ્યાને ખવડાવી ન શકે. આ વાતમાં ઘણું ઊંડું અને સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. એ સમજવા જેવું છે. આમ, જૈન સાધુ પોતાના આહારમાંથી જો ભૂખ્યાને દાન ન આપી શકે તો, તપશ્ચર્યા વખતે એમણે ભિક્ષા ગ્રહણ કરી ન હોવાથી એમના અન્નદાનનો પ્રશ્ન જ ઉદુભવતો નથી. પર્યુષણ પર્વ દરમિયાન દરેક સંઘમાં મોટી મોટી તપશ્ચર્યા થાય છે. એટલે સંઘ પોતે જ પોતાનું વ્યવસ્થાતંત્ર ઊભું કરે કે જ્યાં તપસ્વીઓના અનાજની કે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જિનતત્ત્વ અનાજ જેટલી રકમની જવાબદારી સ્વીકારાય તો તપસ્વીઓને આમ તેમ દોડાદોડી ન કરવી પડે અને કામ ઝડપથી તથા વ્યવસ્થિત રીતે થાય. કોઈને આળસ પણ ન આવે. એ માટે લોકજાગૃતિ થવી જોઈએ અને સંઘોએ તત્પરતા બતાવવી જોઈએ. અલબત્ત, આમાં સમજ અને સાવચેતીથી આગળ વધવા જેવું છે. જો શ્રદ્ધા અને પ્રતીતિ થાય તો જ આ કામ કરવા જેવું છે, અન્યથા આરાધનાને બદલે વિરાધના થવાનો સંભવ છે. આવા અન્નદાન માટે શાસ્ત્રીય આધાર છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. જૈન ધર્મમાં બતાવ્યા પ્રમાણે તપશ્ચર્યા બાર પ્રકારની છે. છ બાહ્ય પ્રકારની અને છ આત્યંતર પ્રકારની. બાહ્ય પ્રકારની તપશ્ચર્યાના પ્રકાર છે : (૧) અનશન (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) ધ્યાન અને (ક) વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ). બાહ્ય કરતાં આત્યંતર તપ ચડિયાતું છે. બાહ્ય તપ આવ્યંતર તપના પોષણ અર્થે છે. તેમ છતાં બાહ્ય તપનો નિષેધ કે અનાદર નથી. તેનું મહત્ત્વ પણ એટલું જ છે. બાહ્ય તપ મુખ્યત્વે આહારને લગતું છે. અનશન એટલે ખાવું નહીં. ઉણોદરી એટલે ઓછું ખાવું. ભૂખ અને તરસ ઉપર સંયમ મેળવવા અને આહારની-સ્વાદની આસક્તિ છોડવા માટે આ તપશ્ચર્યા છે. સંથારો લેતી વખતે માણસ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી પોતાના જીવનનો અંત આણે છે. તીર્થકર ભગવાનને દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણના અવસરે બાહ્ય તપ-અનશન અવશ્ય હોય છે. તપથી દેહશુદ્ધિ થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે, આરોગ્ય સારું રહે છે વગેરે એના ભૌતિક લાભો તો છે જ, પણ જૈન ધર્મ કહે છે કે તપથી કર્મની નિર્જરા પણ થાય છે. તપ એ એક પ્રકારનું સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે, પણ એ કષ્ટ કર્મની નિર્જરામાં સહાયભૂત બને છે. તપથી અનાદિથી વળગેલી આહારસંજ્ઞા તોડવાની છે. જેઓને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તેઓએ આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવો જોઈએ. કોઈકને પ્રશ્ન થાય કે “કર્મની નિર્જરા માટે તો તપ કરીએ છીએ અને અન્નદાન કરીને ફરી પાછું કર્મ બાંધવાનું ?” એનો ઉત્તર એ છે કે અન્નદાનથી પુણ્યોપાર્જન થાય છે, શુભ કર્મ બંધાય છે એ સાચું, પરંતુ આ બાબત મુખ્યત્વે ગૃહસ્થની કક્ષાએ વિચારવાની છે અને તેમાં પણ આત્મસાધનાની ભૂમિકાનો પણ વિચાર કરવાનો છે. સામાન્ય કક્ષાનાં શ્રાવક-શ્રાવિકા માટે અન્નદાન દ્વારા થતું પુણ્યોપાર્જન ઇષ્ટ હોઈ શકે અને ઊંચી કક્ષાના સાધકો માટે અન્નદાન Page #333 -------------------------------------------------------------------------- ________________ અન્નદાન - ૩૨૩ કર્મનિર્જરાનું નિમિત્ત બની શકે. એટલે અન્નદાનનો નિષેધ નથી. તપશ્ચર્યા દ્વારા બચેલા અન્નનું દાન કરતી વખતે પણ અન્ન માટેની આસક્તિ ઘટવી જોઈએ. વસ્તુત: તપશ્ચર્યામાં જેમ રસત્યાગ થાય છે તેમ અન્નદાન પણ રસત્યાગમાં પરિણમવું જોઈએ. અન્નનું દાન એ પણ અન્નનો ત્યાગ છે. એટલે તપશ્ચર્યા અને અન્નદાન એ બંને મળીને રસત્યાગની સાચી આરાધના બને છે. એ આરાધના જીવને આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવામાં, મોક્ષમાર્ગની સાધનામાં ઉપકારક થવી જોઈએ. Page #334 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજનું નામ પણ મોખરે છે. “બેર બેર નહીં આવે અવસર', “અબ હમ અમર ભયે ન મરેંગે', “ક્યા સોવે ઊઠ જાગ બાવરે', આશા ઓરન કી ક્યા કીજે ?”, “રામ કહો રહેમાન કહો', “યા પુદ્ગલ કા ક્યા વિસવાસા”, “સાધો, સમતા રંગ રમીએ”, “અવધૂ ક્યા માગું ગુનાહીના', “અવધૂ નામ હમારા રાખે”, “અબ ચલો સંગ હમારે ક્યાં' વગેરે એમનાં પદો ઠેર ઠેર સતત ગુંજતાં રહ્યાં છે. એમની ચોવીસીમાંનાં “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે', “પંથડો નિહાળું રે બીજા જિન તણો રે', “અભિનંદન જિન દરિશન તરસીએ”, “ધાર તલવારની સોહલી, દોહલી', “કુંથુજિન, મનડું કિમ હિન બાઝે” વગેરે સ્તવનો મંદિરોમાં ગવાતાં રહ્યાં છે. અવધૂત [અવ = સારી રીતે, નિશ્ચિતપણે ધૂત = ધોઈ નાખ્યાં છે, હલાવી નાખ્યાં છે, ખંખેરી નાખ્યાં છે (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો) જેમણે ] એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એક સોથી અધિક પદો લખ્યાં છે. પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવની એરણે બરાબર કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય – પરંપરામાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આનંદઘનજીએ ગદ્યસાહિત્યની રચના કરી હોય એમ લાગતું નથી, કારણ કે એમની એવી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. એમણે જે પદ્યસાહિત્યની રચના કરી છે તેમાં મુખ્ય બે વિભાગ છે : (૧) સ્તવનો અને (૨) પદો. એમની Page #335 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ ૩૨૫ ચોવીસીનાં છેલ્લાં બે સ્તવનોના કર્તુત્વ વિશે મતાન્તર છે. એમનાં પદો ૧૦૮ જેટલાં મનાય છે, જેમાંના કેટલાંકનું કર્તૃત્વ સંદિગ્ધ છે. વિવિધ રાગરાગિણીમાં લખાયેલાં આત્મજ્ઞાનની મસ્તીથી સભર, આનંદઘનજીની ચોવીસીનાં સ્તવનો પ્રેરક અને માર્ગદર્શક છે. એમાં વિષયવસ્તુનો ક્રમિક વિકાસ જોઈ શકાય છે. એમણે જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોને થોડા શબ્દોમાં માર્મિક રીતે વણી લીધા છે. એમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો અને ઉક્તિલાઘવને કારણે એમનાં કેટલાંક સ્તવનો અર્થની દૃષ્ટિએ કઠિન અથવા દુર્બોધ બન્યાં છે. શાસ્ત્રના જાણકાર કોઈ સમજાવે તો અર્થ વધુ સ્પષ્ટ થાય. આથી જ એમની હયાતીમાં અને ત્યાર પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ અને શ્રી જ્ઞાનસારજીએ આનંદનધનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં સ્તવનો ઉપર દબા લખ્યા છે. શ્રી જ્ઞાનસારજીએ તો એમનાં સ્તવનો ઉપર ચાલીસ વર્ષ સુધી મનન કર્યું અને પછી જીવનના અંતે ટબો લખ્યો હતો. શ્રી આનંદઘનજીએ દીક્ષા કોઈક ગચ્છમાં લીધી હશે. પણ પછી તેઓ ગચ્છની પરંપરામાં રહ્યા હોય એમ લાગતું નથી. સ્તવનોની સામગ્રી પરથી જણાય છે કે તેઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયના હતા, પરંતુ એટલી મર્યાદા પણ એમને સ્વીકાર્ય નહોતી. તેઓ બધાંના થઈને રહ્યા હતા. એમણે પોતાની કોઈ કૃતિમાં પોતાના ગુરુમહારાજનો કે ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો નથી. એમની કાવ્યકૃતિઓ લધુ પ્રકારની છે. એમાં રચનાસ્થળ કે રચનાસંવતનો ઉલ્લેખ નથી. એટલે તેમનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, દીક્ષા ક્યારે અને ક્યાં લીધી હતી, એમણે ચાતુર્માસ ક્યાં ક્યાં કર્યા હતાં, એમનું આયુષ્ય કેટલું હતું ઇત્યાદિ વિશે કશી આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલીક અટકળો થાય છે. એમના વિશે કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. ભવિષ્યમાં એ વિશે વધુ સંશોધનને અવકાશ છે. આંતરબાહ્ય પ્રમાણો પરથી એટલું જરૂર તારવી શકાય છે કે તેઓ વિક્રમના અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું રાજસ્થાનમાં મિલન થયું હતું. આનંદઘનજીથી પ્રભાવિત થયેલા શ્રી યશોવિજયજીએ એ વિશે આઠ પદ રાજસ્થાની ભાષામાં લખ્યાં છે, જેમાંના એકમાં એમણે કહ્યું છે : Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ જિનતત્વ આનંદઘનકે સંગ સુજસ હિ મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ. શ્રી યશોવિજયજીએ આનંદઘનજી માટે પોતાનો જે અહોભાવ દર્શાવ્યો છે, એ પરથી જણાય છે કે આનંદઘનજી એમનાથી વયમાં મોટા અને આત્મસાધનામાં આગળ વધેલા હતા. શ્રી યશોવિજયજી વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં કાળધર્મ પામ્યા હતા, એટલે આનંદઘનજી અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા એ સુનિશ્ચિત છે. શ્રી આનંદઘનજીએ જે કૃતિઓની રચના કરી છે તે એટલી ગહનગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે સરળ નથી. એટલે જ શ્રી જ્ઞાનસારજીએ કહ્યું છે : બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર, આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર. નાનું બાળક બે હાથ પહોળા કરીને “દરિયો આટલો બધો મોટો હોય' એમ કહે એથી સમુદ્રનું માપ ન નીકળે, તેમ પોતાનાં કાવ્યોમાં શ્રી આનંદઘનજીને જે અભિપ્રેત છે તે એટલું ગંભીર અને ઉદાર, મોટું છે કે તેનો તાગ પામવાનું પૃથક્શન માટે ઘણું કઠિન છે. - શ્રી આનંદઘનજીની પ્રત્યેક રચના પર સ્વતંત્ર વિવેચન થયું છે અને એમના સમગ્ર સાહિત્ય પર શોધપ્રબોધો લખાયા છે. એટલે અહીં એમની સમગ્ર કવિતાની છણાવટ ન કરતાં માત્ર એમની ઉદાર, ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ વિશે થોડી વિચારણા કરીશું. શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકૃપા, સાધુસંગતિ, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઇત્યાદિ ઉપર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદૃષ્ટિ જોવા મળે છે. એમણે ગાયું છે : રામ કહો, રહેમાન કહો, કોઉ કહાન કહો મહાદેવ રી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી. Page #337 -------------------------------------------------------------------------- ________________ આનંદથનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ ૩૨૭ પરમતત્ત્વને કોઈ રામ કહે, કોઈ રહેમાન કહે, કોઈ કૃષ્ણ (વિષ્ણુ) કહે, કોઈ મહાદેવ કહે, કોઈ પાર્શ્વનાથ કહે કે કોઈ બ્રહ્મા કહે, પરંતુ પોતાનામાં રહેલું ચેતન તત્ત્વ એ પોતે જ ૫૨મતત્ત્વ છે, પરમાત્મા છે. રામ, રહેમાન ઇત્યાદિનો અર્થ ઘટાવતાં તેઓ એ જ પદમાં કહે છે : નિજ પદ રમે, રામ સો કહિયે, રહિમ કરે રહિમાન રી; કરણે કરમ કહાન સો કહિયે, મહાદેવ નિરવાણ રી. પરસેં રૂપ પારસ સો કહિયે, બ્રહ્મ ચીને સો બ્રહ્મ રી, ઇહ વિધ સાધો આપ આનંદઘન, ચેતનમય નિ:કર્મ રી. આમ આનંદઘનજીએ પોતાની મૌલિક દૃષ્ટિથી રામ, રહેમાન ઇત્યાદિનો અહીં સુભગ સમન્વય કર્યો છે. જગતમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયો છે. એ બધા વચ્ચે ક્યારેક વિવાદ સંઘર્ષ, વૈમનસ્ય થાય છે અને ક્યારેક યુદ્ધ અને સંહાર સુધીની સ્થિતિ પ્રવર્તે છે, પરંતુ જ્ઞાની મહાત્માઓ પાસે ઉદાર દૃષ્ટિથી એ સર્વને વિશિષ્ટ અર્થમાં ઘટાવીને આત્મસાત્ કરવાની અનોખી રીત હોય છે. એથી સંવાદ અને શાન્તિ સર્જાય છે. શ્રી આનંદઘનજી પણ એવી મહાન વિભૂતિ હતા. એમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની વાતો તો કરી, પણ સાથે સાથે રહેમાન (રહિમાન)ની પણ વાત કરી એ એમની મૌલિકતા છે. - આનંદઘનજીના સમયમાં ભારતના ઘણા ભાગમાં રાજ્યસત્તા મુસલમાનોની હતી. ઇસ્લામ ધર્મનો પ્રચાર બહુ વધી ગયો હતો. આર્યાવર્તમાં બહારથી આવેલા મુસલમાનોના વંશજ અને ધર્માંતરિત થયેલા નવા મુસલમાનો – એમ એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ હતી. આનંદઘનજી જો બુંદેલખંડના વતની હોય તો એમના પ્રદેશમાં મુસલમાનોની ત્યારે બહુમતી હતી. આમ છતાં સમ્રાટ અકબરના શાસનને લીધે પ્રજામાં શાંતિ હતી. કોમી ૨મખાણો નહોતાં. ધાર્મિક વૈમનસ્ય કે અસહિષ્ણુતા નહોતાં, પરંતુ એકબીજાના ધર્મને સમજવાની પ્રામાણિક કોશિશ હતી, સચ્ચાઈભરેલી ભાવના હતી. મુસલમાનોએ રામાયણનો ફારસીમાં અનુવાદ કર્યો હતો અને વૈષ્ણવ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જિનતત્વ ભક્તિકવિતા લખી હતી. હિન્દુઓ ફારસી શીખતા અને કુરાન વાંચતા. આથી જ આનંદઘનજીએ ગાયું : “રામ કહો, રહેમાન કહો.” જૈન કવિઓમાં ઇસ્લામ ધર્મને પણ આવરી લેતી સમન્વયની ભાવના પહેલીવાર આપણને શ્રી આનંદઘનજીમાં જોવા મળે છે. અત્યાર સુધી ષડ્રદર્શનની વાત હતી, જેમાં બૌદ્ધદર્શન અને ચાર્વાકુદર્શનનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. ઉદારતાથી, વ્યાપક આત્મભાવનાથી આનંદઘનજીએ પોતાના કાળના સર્વ ધર્મોમાં રહેલા સારતત્ત્વને સમકિતના રસથી રસાન્વિત કરીને. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઘટાવીને, આત્મસાત્ કરી બતાવ્યું છે. હાલ તેઓ જો વિદ્યમાન હોત તો યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ વગેરેને પણ પોતાના કરી બતાવ્યા હોત. વસ્તુત: આનંદઘનજીની તત્ત્વદૃષ્ટિ એટલી ઉચ્ચ, ઉદાર અને ઉદાત્ત ભૂમિકાની હતી. શ્રી આનંદઘનજી મહારાજે એકવીસમા નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દાર્શનિક પરંપરાનાં ષડ્રદર્શનોને જિનેશ્વર ભગવાનના અંગ તરીકે ઓળખાવ્યાં છે. એમણે ગાયું છે : ષડુ દર્શન જિન અંગ ભણીને, ન્યાસ ષડંગ જો સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડુ દરશન આરાધે રે. છએ દર્શનો જિનેશ્વર ભગવાનનાં જુદાં જુદાં અંગો છે. જે તે પ્રમાણે છએ દર્શનની સ્થાપના કરે છે અને નમિનાથ ભગવાનનાં ચરણ સેવે છે તે છએ દર્શનની આરાધના કરે છે. આનંદઘનજીએ સાંખ્ય, યોગ, મીમાંસા, બૌદ્ધ, લોકાયતિક (ચાર્વાક) અને જૈન એમ છએ દર્શનોને અહીં યુક્તિપૂર્વક ઘટાવ્યાં છે. આનંદઘનજીની વિશેષતા એ છે કે આ છ દર્શનમાં ચાર્વાક જેવા આત્મા અને પુનર્જન્મમાં ન માનનાર નાસ્તિક, ભૌતિકવાદી દર્શનને પણ સ્વીકારી લીધું છે. આ સમન્વયની ભાવના સમજવા જેવી છે. એવી જ રીતે એમણે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : શિવશંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના. જિન, અરિહા, તીર્થકરું, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના. અલક નિરંજન વચ્છલું, સકલ જંતુ વિશરામ, લલના. XXX Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ વિધિવિરંચિ વિશ્વભરુ, ષિકેશ જગનાથ, લલના. અઘહર, અઘમોચન, ધણી, મુક્તિ પરમપદ સાથ, લનના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના. જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર, લલના. આત્માનુભવની ઊંચી દશામાં, અનુભવગમ્ય દશામાં જીવ સર્વ દર્શનોને પોતાનાં કરી શકે છે. એને કોઈ દર્શન સાથે વૈમનસ્ય કે પરાયાપણું નથી. અનેકાન્તદર્શન જગતના સર્વ ધર્મોને, જગતના સર્વ નયોને યોગ્ય રીતે ઘટાવીને તેનો સમન્ય કરે છે. વિસંવાદ નહીં પણ સંવાદ એનું જીવાતુભૂત લક્ષણ છે. જેઓની અનેકાન્ત દૃષ્ટિ સમુચિત રીતે ખૂલી ગઈ છે તેઓની પાસે જગતના કોઈ પણ ધર્મના તત્ત્વને ઘટાવીને, રૂપાંતરિત કરીને આત્મસાત્ કરવાની કલા સહજ હોય છે. એમને સમગ્ર વિશ્વ એક અખંડ પિંડરૂપ ભાસે છે કે જેમાં ક્યાંય પરસ્પર વિરોધ કે વિસંવાદ નથી. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે સમ્યગુદષ્ટિ જીવને મિથ્યાશ્રુત પણ સમ્યકપણે પરિણમે છે અને મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યગુશ્રુત પણ મિથ્યાપણે પરિણમે છે. ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા અને એમના બ્રાહ્મણ ગણધરો વેદવેદાન્તમાં પારંગત હતા. વળી, જૈન ધર્મની આરાધના કરવાની સર્વ કોઈને છૂટ હતી. વર્ણાશ્રમ કે જાતિવાદને જૈન ધર્મમાં આરંભથી જ સ્થાન નહોતું. એટલે જ જૈન સાધુ ભગવંતોની પાટપરંપરામાં કેટલાયે આચાર્યો થઈ ગયા કે જેઓ બ્રાહ્મણ કુળમાંથી આવ્યા હતા. “ભક્તામર સ્તોત્ર'માં શ્રી માનતુંગાચાર્યે ગાયું છે : बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धिबोधात्, त्वं शंकरोऽसि भुवनत्रय शंकरत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानात्, व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ।। અહીં શ્રી માનતુંગાચાર્યે ભગવાન ઋષભદેવને બુદ્ધ, શંકર, બ્રહ્મા અને પુરુષોત્તમ તરીકે ઓળખાવ્યા છે અને ક્યા અર્થમાં તેમને તે રીતે ઓળખાવી શકાય તે જણાવ્યું છે. અહીં સર્વ દર્શન માટેની સમન્વય દૃષ્ટિની પ્રતીતિ થાય છે. બુદ્ધ વગેરે નામ પ્રમાણે યથાર્થ ગુણવાળા તરીકે ઋષભદેવ ભગવાનને બતાવવાથી, એ પરંપરામાં રહેલી ક્ષતિઓનો સ્વાભાવિક રીતે પરિહાર થઈ જાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જિનતત્ત્વ આ શ્લોકમાં તો પ્રમુખ ધર્મોની વાત થઈ, પરંતુ એની આગળના લોકમાં ભારતમાં તત્કાલીન પ્રચલિત વિવિધ ધર્મધારાઓનો કે વાદોનો સમન્વય કરી લેતાં શ્રી માનતુંગાચાર્યે જે કહ્યું છે તેમાં શુદ્ધાત્માના સ્વરૂપને વિવિધ રીતે ઘટાવી શકાય છે. त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।। [ હે પ્રભુ ! તમે આદિ, અવ્યય, અચિંત્ય, અસંખ્ય, વિભુ, બ્રહ્મ, ઈશ્વર, અનંત, અનંગકેતુ, યોગીશ્વર, વિદિતયોગ, અનેક, એક, જ્ઞાનસ્વરૂપ, અમલ, સંત છો. ] શ્રી હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ હતા અને વેદ-વેદાન્તના પ્રકાંડ પંડિત હતા. યાકિની મહત્તરાના સંપર્કમાં આવ્યા પછી એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. આથી એમનામાં સમન્વયની ઉચ્ચ ભાવના અને તટસ્થ તત્ત્વદૃષ્ટિ વિકસી હતી. એટલે જ એમણે લખ્યું છે કે - पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमत् वचनं यस्य तस्य कार्यः परिग्रहः । એટલે જ શ્રી હરિભદ્રસૂરિએ “મહાદેવાષ્ટક' લખ્યું છે અને એમાં શંકર મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બતાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ સાથે સોમનાથના શિવલિંગનાં દર્શન કરી, સ્તુતિ કરનાર શ્રી હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તોત્ર'માં લખ્યું છે : भवबीजांकुर जनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। [ ભવરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગ વગેરે જેમના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેને હું નમસ્કાર કરું છું. ] શ્રી માનતુંગાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓની ઉચ્ચ, સમુદાર, ગરિમાયુક્ત પરંપરાને શ્રી આનંદઘનજી અનુસર્યા છે. જે જ્ઞાની મહાત્માઓ પ્રત્યેક જીવમાં રહેલા શુદ્ધ આત્મસ્વરૂપને નિહાળે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ છે તેમને માટે પછી જીવનાં બાહ્ય કલેવર કે ધર્મના લેબલ આડે આવતાં નથી. તેઓ માત્ર મનુષ્ય જ નહીં, પણ તિર્યંચાદિ અન્ય ગતિના જીવોને પણ એ જ સર્વ જીવ છે સિદ્ધ સમ”ની દૃષ્ટિથી જ જુએ છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયના પરિણામે અન્ય ધર્મમાં જન્મેલા કે ઘોર પાપકૃત્યો કરનાર જીવો પ્રત્યે પણ તેઓ દ્વેષ રોષ કે ધૃણાના ભાવથી ન જોતાં એમની ભવસ્થિતિનો વિચાર કરીને કરુણાના ભાવે ચિંતવે છે. જો શ્રી આનંદઘનજી કહે કે, “મારે મન રામ અને રહેમાન સરખા છે.” તો એમાં તેમની ઉદાર તત્ત્વદૃષ્ટિનું દર્શન થાય છે, પરંતુ કોઈ સામાન્ય માણસ જો એમ કહે કે “મારે મન રામ અને રહેમાન વચ્ચે કંઈ ફરક નથી” તો એમાં એની અજ્ઞાનયુક્ત મિથ્યાદૃષ્ટિ કદાચ હોઈ શકે. યોગ્ય અધિકારની પ્રાપ્તિ વિના જો માણસ બંનેને સરખા ગણવા જશે તો સમય જતાં તે ભ્રમિત થઈ જશે, અતીભ્રષ્ટ તતભ્રષ્ટ તે બની જશે. અને કદાચ કોમી વિખવાદનું નિમિત્ત બની જશે. કોઈ સામાન્ય હિંદુ કે સામાન્ય મુસલમાન એમ નહીં કહે કે રામ અને રહેમાનમાં કંઈ ફરક નથી. તે પોતાના ઇષ્ટદેવને જ મુખ્ય અને શ્રેષ્ઠ માનશે. કેટલાક તો બીજા ઇષ્ટ દેવનાં દર્શન કરવામાં કે એમનું નામ લેવામાં પણ પાપ સજે છે. દુનિયામાં લોકોનો મોટો વર્ગ આવી ચુસ્ત, સંકુચિત પરંપરાવાળો જ રહેવાનો. કોઈ એમ કહે કે, “દુનિયામાં બધા ધર્મો સરખા છે', તો પ્રથમ દૃષ્ટિએ આવું વિધાન બહુ ઉદાર, ઉમદા અને સ્વીકારી લેવા જેવું ગણાય. જગતમાં વિવિધ ધર્મો વચ્ચે સુસંવાદિતા, સુલેહ, સંપ, શાન્તિ, ભાઈચારા માટે આવી ભાવનાની આવશ્યકતા જણાય. આવી સામાન્ય વાત થતી હોય ત્યાં વ્યવહાર દૃષ્ટિએ એ સ્વીકારાય અને સંકલેશ, સંઘર્ષ કે વૈમનસ્ય ન થાય એ માટે એ ઇષ્ટ પણ ગણાય છે. પરંતુ જ્યાં થોડાક સમજુ, પ્રામાણિક, ખુલ્લા મનના વિચારકો બેઠા હોય અને વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવામાં ક્ષોભ ન અનુભવાતો હોય તો ત્યાં કહી શકાય કે દુનિયામાં વિવિધ ધર્મોને વિવિધ દૃષ્ટિથી સ્થાન હોવા છતાં બધા ધર્મોને એકસરખા ન ગણી શકાય. જે ધર્મો જન્મજન્માંતરમાં માનતા ન હોય અને ઐહિક જીવનને વધુમાં વધુ સુખસગવડભર્યું બનાવવું જોઈએ અને એ રીતે જીવન ભોગપ્રધાન હોવું જોઈએ એવી માન્યતા ધરાવતા હોય તે ધર્મો અને જન્મજન્માંતરમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ માનવાવાળા તથા ત્યાગવૈરાગ્ય પર ભાર મૂકનાર ધર્મો એ બંને પ્રકારના ધર્મોને એકસરખા કેવી રીતે ગણી શકાય ? આત્માના અસ્તિત્વમાં માનનાર ધર્મો અને આત્માના અસ્તિત્વમાં જ ન માનનારા ધર્મોને પણ એકસસરખા કેમ માની શકાય ? પોતાના ધર્મના પ્રચાર માટે બીજાને મારી નાખવામાં પાપ નથી, બલકે મારનારને સ્વર્ગ મળે છે એમ માનનાર ધર્મ; અને ધર્મના પ્રચારાર્થે કે અન્ય કોઈ પણ નિમિત્તે બીજાને મારી નાખનાર ભારે પાપ કરે છે એમ માનનાર ધર્મ એ બંનેને સરખા કેમ કહી શકાય ? ૩૩૨ એટલે જગતના બધા ધર્મો સરખા છે એમ કહેવું તે સૈદ્ધાન્તિક દૃષ્ટિએ યોગ્ય નથી. પોતાનાથી અન્ય એવો ધર્મ પાળનારા લોકો પ્રત્યે સમભાવ રાખવો એ એક વાત છે અને બધા ધર્મોને સરખા માનવાનું યોગ્ય નથી એ બીજી વાત છે. વૈચારિક ભૂમિકાની દૃષ્ટિએ આ ભેદરેખા આપણા મનમાં સ્પષ્ટ હોવી જરૂરી છે. જ્ઞાની મહાત્માઓ બ્રહ્મા કે વિષ્ણુ, રામ કે રહેમાનને એક ગણીને નમસ્કાર કરતા હોય એથી બધા જ એમ ક૨વા લાગે તો ઘણો અનર્થ થઈ જાય. ભગવાન બધે એક છે એમ કહીને અન્ય ધર્મમાં ચાલ્યા ગયેલા કેટલાય બાળજીવો પછી ભ્રમિત થઈ ગયા છે, ક્યારેક પ્રગાઢ મિથ્યાત્વમાં સ૨કી પડ્યા છે. જ્યાં સુધી પોતાનામાં શુદ્ધ આત્મદૃષ્ટિનો સરખો ઉઘાડ ન થયો હોય ત્યાં સુધી જીવે સાચવવા જેવું છે. આમાં ઉતાવળ કરવાનું કોઈ પ્રયોજન નથી. અનેકાન્તવાદની ચર્ચા કરવી તે એક વાત છે અને જીવનને સાચા અર્થમાં અનેકાન્તમય બનાવવું તે બીજી વાત છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના તે શક્ય નથી. Page #343 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे (ભોગી સંસારમાં ભમે છે.) ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ‘યજ્ઞીય’ નામના અધ્યયનમાં નાની પણ સરસ તત્ત્વબોધક વાત આવે છે. ભગવાન મહાવીર વારાણસી નગરીમાં ચાર વેદનો જાણકાર એવો વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે વખતે એ નગરમાં જયઘોષ નામના એક મુનિ પધાર્યા. તેમણે માસખમણની આકરી તપશ્ચર્યા કરી હતી, પારણા માટે તેઓ ગોચરી વહોરવા નીકળ્યા હતા. તેઓ વિજયઘોષ નામના બ્રાહ્મણના યજ્ઞના સ્થળે આવી રહ્યા હતા. મુનિને વચ્ચે જ અટકાવીને વિજયઘોષે કહ્યું, ‘હે મુનિ, યજ્ઞ માટે વિવિધ વાનગીઓ અમે બનાવી છે, પરંતુ અમે તમને ભિક્ષા નહીં આપીએ. માટે બીજા કોઈ સ્થળે જઈ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. અમારી યજ્ઞની વાનગીઓ તો બ્રાહ્મણો માટે જ છે. એ બ્રાહ્મણો પણ એવા હોવા જોઈએ કે જેઓ ચાર વેદના જાણકાર હોય, તેઓ યજ્ઞાર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર વગેરે છ અંગના અભ્યાસી હોય અને જેઓ પોતાના આત્માનો તથા બીજાના આત્માનો ઉદ્ધાર કરનાર હોય.' વિજયઘોષનાં આવાં વચનથી જયઘોષ મુનિ નારાજ ન થયા. તેમણે કહ્યું, ‘હે બ્રાહ્મણ ! મારે હવે તમારી ભિક્ષા નથી જોઈતી. એમ કરવામાં મારે કોઈ દ્વેષ નથી કે સ્વાર્થ નથી. મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે વેદોનું, યજ્ઞનું, જ્યોતિષનું અને ધર્મનું મૂળભૂત ગૂઢ રહસ્ય જાણતા નથી.' જયઘોષ મુનિનો પ્રભાવ એટલો બધો હતો અને એમની નિર્મળ, નિર્દોષ મુખમુદ્રા એટલી તેજસ્વી હતી કે વિજયઘોષ અને ત્યાં યજ્ઞમાં બેઠેલા સભાજનો Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જિનતત્ત્વ તેમને જોઈ જ રહ્યા. તેઓને એમ થયું કે આ કોઈ જ્ઞાની મહાત્મા છે. એટલે તેઓએ કહ્યું, “હે મુનિરાજ ! તમે જ એ રહસ્યો અમને સમજાવો.” પછી જયઘોષ મુનિએ તેમને વેદો, યજ્ઞ વગેરેનું સૂક્ષ્મ રહસ્ય સમજાવ્યું. સાચો બ્રાહ્મણ કોણ કહેવાય, સાચો સાધુ કોણ કહેવાય, સાચો તાપસ કોણ કહેવાય તથા અહિંસાદિ પંચ મહાવ્રતનું આત્મોદ્ધારમાં કેટલું મહત્ત્વ છે તે તેમણે સમજાવ્યું. એથી વિજયઘોષ બ્રાહ્મણ પર એની ઘણી મોટી અસર પડી. એણે પછી સંસારથી વિરક્ત થઈને જયઘોષ મુનિ પાસે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યાર પછી સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને અને પોતાનાં કર્મોને ખપાવીને જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ બંને કેવળજ્ઞાન પામ્યા અને કાલાનુક્રમે સિદ્ધગતિને વર્યા. - જયઘોષ મુનિએ વિજયઘોષ બ્રાહ્મણને ત્યારે જે બોધ આપ્યો હશે તે તો બહુ વિગતે હશે. ચર્ચાવિચારણા અને પ્રશ્નોત્તરી પણ થઈ હશે. એ બધી વિગતો પ્રાપ્ત નથી, પરંતુ તેમાંથી સારગર્ભ થોડીક ગાથાઓ ભગવાન મહાવીરે આ અધ્યયનમાં આપી છે. આ ગાથાઓ હૃદયમાં વસી જાય એવી છે. આ ગાથાઓમાં પણ જે કેટલીક ચોટદાર પંક્તિઓ છે તેમાંથી માત્ર ત્રણ શબ્દની પંક્તિ મોગી મન સંસારે ” કેટલી બધી માર્મિક અને અર્થસભર છે! ઉત્તરાધ્યયન સૂત્રની આખી ગાથા નીચે પ્રમાણે છે : उवलेलो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई ।। [ ભોગોથી ઉપલેપ થાય છે (ભોગી કર્મબંધથી લેપાય છે), અભોગી લેપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, અભોગી વિમુક્ત થાય છે. ] - વર્તમાન સાંસારિક જીવન ઉપર દૃષ્ટિપાત કરીએ તો મોટા ભાગના જીવોની દૈનિક પ્રવૃત્તિ તે પોતાની સંજ્ઞાઓને સંતોષવાની છે અર્થાત્ ભોગો ભોગવવાની છે. આહાર, નિદ્રા, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ સંજ્ઞાના બળે જીવ તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. તિર્યંચ ગતિના જીવોની પ્રવૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો અનુસાર જીવન જીવવા માટેની છે. મુખ્યત્વે તો તેઓ આહારની શોધમાં અને આહાર મળ્યા પછી તે ખાવામાં અને પ્રજોત્પત્તિમાં પોતાનું જીવન પૂરું કરે છે. મનુષ્યજીવનમાં ભોગવિલાસનું પ્રમાણ વધુ છે. આહાર, વસ્ત્ર, રહેઠાણ, વાહનો ઇત્યાદિ સહિત પાંચ ઇન્દ્રિયોના સુખભોગ માણવા નીકળેલો મનુષ્ય Page #345 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे ૩૩૫ તેવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે. વૈજ્ઞાનિક સાધનો વડે તેમાં પ્રગતિ પણ ઘણી થતી રહે છે. આનંદઘનજી મહારાજ કહે છે તેમ ‘સકલ સંસારી ઇન્દ્રિયરામી છે.’ માત્ર ‘મુનિગણ આતમરામી' હોય છે. દુનિયાની અડધાથી વધારે વસ્તી તો જન્માન્તરમાં માનતી નથી. જે જીવન મળ્યું છે તે સુખપૂર્વક ભોગવી લેવું જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે અને એ દિશામાં જ તેઓનો પુરુષાર્થ હોય છે. આખી જિંદગી સારું સારું ખાધુંપીધું હોય અને સરસ મોંઘાં વસ્ત્રો, વાહનો, રહેઠાણો ધરાવતા હોય, મનોરંજનની પ્રવૃત્તિઓ જેમણે માણી હોય તેઓનું જીવ્યું સફળ અને સાર્થક ગણાય એવી તેમની માન્યતા હોય છે. જીવન માટે એ જ તેઓનો માપદંડ હોય છે. પરંતુ ભૌતિક જીવન સુખી હોય, સર્વ પ્રકારે અનુકૂળતાવાળું હોય, ઇચ્છાનુસાર બધાં કાર્યો થતાં હોય તો પણ એવા જીવનનો અંત આવે જ છે. આવા કેટલાક લોકોને અંતકાળે અજંપો સતાવે છે. બસ, આ બધું વસાવેલું અને ભોગવવા માટે એકત્ર કરેલું બધું જ મૂકીને ચાલ્યા જવાનું ? વળી ભોગવેલું સુખ ક્ષણિક છે. એવું ભૌતિક સુખ ભોગવતી વખતે સ્થૂલ આનંદનો અનુભવ હોય છે. પરંતુ પછી સમય જતાં એની સ્મૃતિ શેષ થતી જાય છે. સારામાં સારું ખાધુંપીધું હોય, મિજબાનીઓ માણી હોય, પણ થોડાં વર્ષ પછી એની સ્મૃતિ પણ તાજી થતી નથી. વિસ્મૃતિ બધે જ ફરી વળે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો સંસારમાં પાર વગરના છે. તે ભોગવતી વખતે ક્ષણિક સ્થૂલ સૂખ હોય છે, પણ પછી એ દુ:ખનાં નિમિત્ત બની જાય છે. જો પદાર્થોના ભોગવટાથી માત્ર સુખ જ હોય તો સંસારમાં દુઃખ હોય નહીં. પણ આ ભોગવટો જ દુઃખને – ઈર્ષા, દ્વેષ, કલહ, કંકાસ, લડાઈ, યુદ્ધ વગેરેને નોતરે છે. એટલે જ્યાં સ્કૂલ ભૌતિક સુખ છે ત્યાં દુ:ખ પણ છે જ. વળી એ સુખ પણ તત્કાલીન ક્ષણિક હોય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં ભગવાને કહ્યું છે : खममेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकामसोक्खा । संसारमोक्खस्स विपक्खभूया खाणी अणत्थाण 3 कामभोगा । આ કામભોગો ક્ષણભર સુખ અને બહુકાળ દુ:ખ આપનારા છે, ઘણુંબધું દુઃખ અને થોડુંક સુખ આપનારા છે. તે સંસારમુક્તિના પ્રતિપક્ષી-વિરોધી છે અને અનર્થોની ખાણ જેવા છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ભોગી ભમઈ સંસારે’ એનો વિપરીત અર્થ કરીને કોઈ એમ પણ માને કે જેણે સંસારના ભોગ ભોગવવા છે તેણે સંસારમાં બધે ભમવું જોઈએ. જ્યાં જ્યાં ભોગ ભોગવવાનાં સ્થાનો છે ત્યાં પહોંચી જવું જોઈએ. જેણે ભોગ ભોગવવા છે એણે ભમતા રહેવું જોઈએ. વર્તમાન કાળમાં તો ભમવા માટેનાં ઝડપી વાહનો વધ્યાં છે એટલે સમગ્ર દુનિયામાં ભમવાની – ભોગ ભોગવવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. પરંતુ આ મોટું અજ્ઞાન છે. ‘ભોગી ભમઈ સંસારે' એમ જે ભગવાને કહ્યું છે તે એક જન્મની દૃષ્ટિએ નહીં, પણ જન્મજન્માન્તરની દૃષ્ટિએ, કર્મની જંજીરોની દૃષ્ટિએ કહ્યું છે. જીવનું જન્માન્તરનું પરિભ્રમણ સંસારમાં સતત ચાલતું જ રહે છે. એ ચક્ર ચાલવાનું મુખ્ય કારણ તો ભોગ ભોગવવા માટેની લાલસા છે, અર્થાત્ ભોગો માટેનો રાગ છે, આસક્તિ છે. 888 જ્યાં સુધી ભોગવૃત્તિ છે, ભોગબુદ્ધિ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા તો ચાલુ જ રહેવાની. જ્યાં સુધી કર્મપરંપરા છે ત્યાં સુધી મુક્તિ નથી. એટલે ભોગી જીવને સંસારમાં પરિભ્રમણ જ કરવાનું રહે છે. સામાન્ય રીતે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માટે ઉદ્યમશીલ રહે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના દરેકની જુદી જુદી હોય છે. આહાર, વસ્ત્ર, વસ્તી, વાહન ઇત્યાદિ એ માણસના સુખનાં પ્રાથમિક સાધનો છે. પરંતુ માત્ર સાધનો કે પદાર્થો જ નહીં, એમાં રહેલી આસક્તિ એ જ મોક્ષમાર્ગમાં મોટો અંતરાય છે. ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે : कामेसु गिद्धा णिचयं करेन्ति, सेसिच्चमाणा पुणरेन्ति गब्धं । [ કામભોગમાં ગૃદ્ધ એટલે કે આસક્તિ રાખનાર જીવ કર્મોનો સંચય કરે છે. કર્મોથી બંધાયેલો જીવ ફરી ગર્ભવાસમાં આવે છે. ] ‘આચારાંગસૂત્ર'માં અન્યત્ર કહ્યું છે : गद्धिए लोए अणुपरियट्टमाणए ।। [વિષયોમાં આસક્ત જીવ લોકમાં એટલે કે સંસારમાં પરિભ્રમ કરે છે. ] સ્થૂલ ઇન્દ્રિયોથી માણસો ભોગ ન ભોગવતા હોય તોપણ તેમના ચિત્તમાં તે ઇન્દ્રિયોના પદાર્થો માટેનો અનુરાગ જો હોય તો તેવા માણસો ભોગી જ ગણાય. ક્યારેક સ્થૂલ ભોગવટા કરતાં પણ આવા માનસિક ભોગવટામાં Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ भोगी भमइ संसारे તીવ્રતા વધુ હોય છે. સ્થૂલ ભોગવટો તો પ્રાય: એક જ વાર હોય, પણ માનસિક ભોગવટો તો વારંવાર, અનેકવાર હોઈ શકે છે. અનેક ગરીબ લોકોને લૂખુંસૂકું ખાવાનું મળતું હોય છે. તેઓ ખાય છે ત્યારે તેમાં તેમને એટલો રસ પડતો નથી. તેઓ ખાતી વખતે રાજીરાજી થાય એવું પણ ઓછું બને છે. પરંતુ તેથી ખાવા માટેની તેમની આસક્તિ ઓછી થઈ ગઈ છે એમ ન કહેવાય. સરસ ભોજન મળતાં તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એવું વારંવાર મળે એવી વૃત્તિ પણ રહે છે. મતલબ કે સ્વાદિષ્ટ ભોજન માટેની તેમની આસક્તિ તો અંતરમાં પડેલી હોય છે. લુખાસૂકા આહાર વખતે તે પ્રગટ થતી નથી. કેટલાક મહાત્માઓએ બીજો બધો ત્યાગ કર્યો હોય છે. ઘરબાર, કટુંબપરિવાર, માલમિલક્ત એમણે ત્યાગી દીધાં હોય છે. આમ છતાં ભોજન માટેનો એમનો રસ છૂટતો નથી. કોઈકને પ્રશ્ન થાય કે અભોગી કર્મથી લપાતો નથી અને અભોગી કર્મથી મુક્ત થાય છે એમ કહ્યું છે, પરંતુ જીવનના અંત સુધી માણસને ખાવા તો જોઈએ છે, પહેરવાને વસ્ત્ર જોઈએ છે અને ટાઢ, તડકો કે વરસાદથી બચવા રહેઠાણ જોઈએ છે, ઉપકરણો જોઈએ છે. એટલે કે જીવનપર્યત માણસ વિવિધ પદાર્થોનો ઉપભોગ કરતો રહે છે, તો પછી એને અભોગી કેવી રીતે કહેવાય ? એનો ઉત્તર એ છે કે જીવનના અંત સુધી માણસ ખોરાક કે પાણી ન લે તો પણ હવાનો ઉપયોગ તો એને અવશ્યક કરવો જ પડશે. જીવનનું અસ્તિત્વ છે ત્યાં સુધી આહારપાણી લેવાતાં જ રહેશે. વસ્ત્ર, વસ્તી પણ રહે છે. પરંતુ જીવની એમાંથી ભોગબુદ્ધિ જ્યારે નીકળી જાય છે એટલે એ અભોગી થાય છે. જ્યાં સુધી ભોગબુદ્ધિ-સુખબુદ્ધિ છે, રાગ છે, આસક્તિ છે, ગમવા – ન ગમવાના અને અનુકૂળતા – પ્રતિકૂળતાના ભાવો છે, કર્તૃત્વ અને ભોકતૃત્વની વૃત્તિ છે ત્યાં સુધી જીવ ભોગી છે. ભોગપદાર્થો સાથેનું એનું ભાવાત્મક અનુસંધાન જ્યારે સદંતર નીકળી જાય છે ત્યારે તે અભોગી બને છે. ઊંડી સંયમસાધના વગર આવું અભોગીપણું આવતું નથી અને આવે તો બહુ ટકતું નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ ।। વિસ્ત્ર, સુગંધી મનગમતા પદાર્થો, ઘરેણાં, સ્ત્રીઓ, પલંગ-આસન વગેરે જે પોતાને પ્રાપ્ત નથી અને તેથી માણસ ભોગવતો નથી તેથી તે ત્યાગી ન Page #348 -------------------------------------------------------------------------- ________________ જિનતત્વ ૩૩૮ કહેવાય. ] जे य कंते पिए भोए लद्धे विप्पिठि कुब्बई । साहीणे चयइ भोए से हु चाहि त्ति वुच्चई ।। [ જે માણસ મનોહર, પ્રિય ભોગો પામ્યા છતાં અને તે પોતાને સ્વાધીન હોવા છતાં તેના તરફ પીઠ ફેરવે છે એટલે કે તેનો ત્યાગ કરે છે તે નિશ્ચે ત્યાગી કહેવાય છે. ]. જ્યાં સુધી સંસારનો ભય લાગતો નથી ત્યાં સુધી ભોગવિલાસ ગમે છે. માણસને એ ગમે છે એમાં મુખ્યત્વે મોહનીય કર્મ કાર્ય કરે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો પ્રબળ ઉદય હોય અને માણસની આત્મિક જાગૃતિ ન હોય તો સંસાર એને રળિયામણો લાગે છે, બિહામણો નથી લાગતો. સંસારના ભોગવિલાસ તરફ એની દૃષ્ટિ રહે છે અને એની ભોગબુદ્ધિ સતેજ રહે છે. સંસાર એને બિહામણો લાગે, છોડીને ભોગવવા જેવો લાગે ત્યારે જ એની ભોગવૃત્તિ નબળી પડે છે અને ચાલી જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે :” बिभेषि यदि संसाराद् मोक्षप्रासिं च काङक्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। [ જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખે છે, તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે દૈદીપ્યમાન પરાક્રમ ફોરવ. ] Page #349 -------------------------------------------------------------------------- ________________ આશાતના અને અંતરાય થોડા વખત પહેલાં એક મિત્રે કહ્યું, “રમણભાઈ, અમારા એક વડીલ કે જેઓ બંને પગે અપંગ છે એમને એક પવિત્ર દિવસે ભગવાનનાં દર્શન કરવાનો ભાવ થયો. અમે એમને ઊંચકીને ગાડીમાં બેસાડ્યા અને દર્શન કરવા લઈ ગયા. એક દેરાસરે ગયા અને દરવાજા પાસે ગાડી એવી રીતે ઊભી રાખી કે જેથી ગાડીમાં બેઠાં બેઠાં ભગવાનનાં દર્શન થાય. પરંતુ દર્શન ન થયાં, કારણ કે દરવાજામાં ભગવાન આડે કાળું મોટું બોર્ડ હતું. એટલે અમે એમને બીજા દેરાસરે લઈ ગયા તો ત્યાં પણ દરવાજામાં આડું બોર્ડ હતું. ત્રીજા અને ચોથા દેરાસરે પણ એમ જ હતું. તેઓ બહુ નિરાશ થઈ ગયા. પછી અમે એમને સમજાવ્યા, કે દેરાસરની ધજાનાં દર્શન કરો એટલે ભગવાનનાં દર્શન થઈ ગયાં કહેવાય. એમણે ધજાનાં દર્શનથી સંતોષ માન્યો.” મારા એક મિત્ર શ્રી બિપિનભાઈ જૈને કહ્યું, “કચ્છમાં અણારા નાની ખાખર ગામમાં પહેલાં દેરાસરના દરવાજામાં ભગવાનની આડે કોઈ બોર્ડ નહોતું. બહારથી ઊભાં ઊભાં દર્શન થઈ શકતાં. હવે ત્યાં પણ પાટિયું આવી ગયું છે.” મેં કહ્યું, “કચ્છમાં ભદ્રેશ્વરના જૂના દેરાસરમાં આંગણામાં ઊભા રહીને અંદર દૂર અમે મહાવીર સ્વામીનાં દર્શન કરતા. દેરાસરની રચના એવી કરી હતી કે ઠેઠ બહાર ઊભેલો માણસ ભગવાનનાં દર્શન કરી શકે.” એમ કહેવાય છે કે બોર્ડ રાખવાનું કારણ એ છે કે ભગવાનની પ્રતિમા પર ઓછાયો પડે એથી આશાતના થાય અને વળી બહાર નીકળતાં ભક્તોની પૂંઠ થાય એ બીજા પ્રકારની આશાતના થાય. એમ આ બે પ્રકારની આશાતના માટે દેરાસરોના દરવાજા પાસે બોર્ડ રાખવામાં આવે છે. આ ઉપરાંત બીજું કોઈક Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જિનતત્ત્વ કારણ હોય તો તે મારા જાણવામાં નથી. પરંતુ આ અંગે જરા વિગતથી વિચારવાની જરૂર છે. ભારતમાં બધાં જિનમંદિરોના દરવાજામાં બહાર મોટાં બોર્ડ નથી હોતાં. ગુજરાતમાં જૂના વખતમાં બધે એવું હશે કે નહીં તે ખબર નથી, ગુજરાત, રાજસ્થાન વગેરે ભારતનાં મંદિરોમાં ક્યાં ક્યાં આવાં બોર્ડ રાખવામાં આવ્યાં છે તેનો સર્વે કરવો જોઈએ. કેટલાંક મંદિરોમાં જિનપ્રતિમા જ પહેલે માળે રાખવામાં આવી હોય છે. એટલે તેઓને માટે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. મુંબઈમાં પાયધૂનીનાં છ દેરાસર તથા દિગંબર દેરાસર પહેલે માળે છે. જૂના વખતમાં પ્રસૂતિવાળી સ્ત્રી કે એનાં ઘરનાં સભ્યો માટે અથવા રજસ્વલા સ્ત્રી માટે દર્શનની કાયમની જુદી વ્યવસ્થા થતી. અમારા ગામમાં પૂર્વજોએ દેરાસરમાં એવી રચના કરેલી કે પ્રસૂતિવાળી સ્ત્રી કે રજસ્વલા સ્ત્રીને દર્શન કરવા હોય તો તે માટે દેરાસરની બહાર એક જાળી રાખવામાં આવી હતી કે જ્યાંથી તેઓ દર્શન કરી શકે. દેરાસરમાં ભગવાનની પ્રતિમાને કોઈની અશુભ દૃષ્ટિ લાગે, શૂદ્રાદિ માણસો દર્શન કરે, રજસ્વલા સ્ત્રી બહારથી દર્શન કરે માટે પડદો કે બોર્ડ રાખવામાં આવે છે પણ તે નિયમ કેટલો વ્યાજબી છે તે વિચારવું જોઈએ. એક વખત પ. પૂ. સ્વ. કૈલાસસાગરસૂરિજી સાથે મારે વાત થઈ હતી ત્યારે એમણે કહેલું કે, મહેસાણામાં ગામમાં નહીં પણ હાઈવે પર હું દેરાસર એટલા માટે કરાવું છું કે જતાં આવતાં પ્રવાસીઓ દૂરથી પણ દર્શન કરી શકે સીમંધરસ્વામીની પ્રતિમા એટલી ઊંચી બનાવડાવી છે, બેઠક પણ ઊંચી રાખી છે અને દેરાસરનો દરવાજો પણ ઊંચો અને પહોળો બનાવ્યો છે કે જેથી રોડ ઉપરથી માણસ ભગવાનનાં દર્શન કરી શકે. મોટરકાર કે બસમાં જતા-આવતા પ્રવાસીઓ પણ દર્શન કરી શકે.' ભરત મહારાજાએ અષ્ટાપદ તીર્થમાં ચોવીસ ભગવાનની પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા “નિજ નિજ દેહપ્રમાણ' એવી કરાવી હતી અને ચાર દિશામાં એની ગોઠવણી બે, ચાર આઠ અને દસ એ ક્રમે રાખી હતી. સૂત્રમાં આવે છે : ચારિ અઠ્ઠ દસ ટોય વંદિયા જિનવરા ચઉવિસ્સે. અષ્ટાપદ પર્વત ઘણો ઊંચો હતો. એટલે નીચે ઘણે દૂરથી પ્રતિમાઓ નિહાળી શકાય. હવે એ ચોવીસ ભગવાનનાં દર્શનમાં અંતરપટ ક્યાંથી ઊભો Page #351 -------------------------------------------------------------------------- ________________ આશાતના અને અંતરાય કરી શકાય ? પ. પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે કે :. દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિમુખ ઠવણા જિન ઉપગારી રે; તસુ આલંબન લહીય અનેકે, તિહાં થયા સમકિતધારી રે. આ સ્તવનમાં દેવચંદ્રજી મહારાજે સમવસરણની વાત કહી છે. સમવસરણમાં સહુ કોઈ જઈ શકે છે. ભગવાન સમવસરણમાં પૂર્વાભિમુખ હોય છે. અન્ય દિશામાં બેઠેલા લોકોને પણ ભગવાનનાં સાક્ષાત્ દર્શન થાય એ માટે દેવો બાકીની ત્રણે દિશામાં ભગવાનની જીવંત પ્રતિકૃતિની સ્થાપના કરે છે. એ એવી આબેહૂબ હોય છે કે જોનારને એમ નથી લાગતું કે અમે ભગવાનને બદલે એમની પ્રતિકૃતિ જોઈએ છીએ. સમવસરણની રચના બધાંને દર્શનનો લાભ મળે અને ભગવાનની પવિત્ર દેશના સાંભળવા મળે એ માટે હોય છે. ત્યાં શૂદ્રાદિ, મિથ્યાત્વી અન્ય ધર્મી લોકો પણ ભગવાનનાં દર્શન કરે છે. અરે, પશુપંખીઓ પણ ત્યાં આવે છે. પરંતુ એ માટે સમવસરણના દરવાજા બંધ કરવામાં નથી આવતા અથવા બોર્ડ મૂકવામાં નથી આવતું અને આવે તોપણ ભગવાન એટલે ઊંચે બિરાજમાન હોય છે કે દરવાજાનું કે બોર્ડનું ખર્ચ માથે પડે. વળી, મહત્ત્વની વાત તો એ છે કે કેટલાય ભવ્ય જીવોને પ્રતિકૃતિ અર્થાત્ પ્રતિમા જોતાં જ ત્યાં સમવસરણમાં જ સમક્તિ પ્રાપ્ત થાય છે. સમવસરણમાં ભગવાન કે એમની પ્રતિકૃતિને કોઈનો ઓછાયો લાગતો નથી તો દેરાસરોમાં ભગવાનની પ્રતિકૃતિ પ્રતિમાને કોઈનો ઓછાયો કેમ લાગી શકે ? દેરાસરોમાં તો યુરોપિયનો, કે અન્ય વિદેશોના પ્રવાસીઓને અથવા આપણા દેશના અન્ય ધર્મીઓને આવવા દેવાય છે. તેઓ હોય છે પ્રવાસી, પણ તેઓમાંના કોઈકને ભગવાનની પ્રતિમાના આકારની માછલીને જોતાં જો સમક્તિ થવાનાં ઉદાહરણ શાસ્ત્રમાં હોય તો બીજા લોકોમાંથી કોઈકને કેમ સમક્તિ ન થાય ? અલબત્ત, દેરાસરની અંદર આવનારે દેરાસરના આચારનું પાલન કરવું જોઈએ. ૩૪૧ નળદમયંતીની પૌરાણિક કથા છે. દ્યૂતમાં હારી જતાં તેઓને વનમાં ચાલ્યા જવાનો આદેશ થયો છે. વનમાં દમયંતીને મૂંઝવણ થઈ. તેને રોજનો નિયમ હતો કે ભગવાનની રોજ પૂજા કરીને પછી આહાર લેવો. પણ વનમાં જિનપ્રતિમા ક્યાંથી હોય ? પણ દમયંતી કલાકારીગીરીમાં હોંશિયાર હતી. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જિનતત્ત્વ એણે વેળુ (રેતી-માટી)માંથી એક સ્થળે કોઈક અનુકૂળ જગ્યામાં સુંદર જિનપ્રતિમા બનાવી. એના ઉપર પાણી છાંટી, માટીનો જ સરસ સુંવાળો લેપ કર્યો. આ રીતે તૈયાર થયેલી મનોહર જિનપ્રતિમાની વિધિસર સ્થાપના કરીને તે એની રોજ પૂજા કરતી. બીજે મુકામે કરે તો ત્યાં પણ એ રીતે વેળુની પ્રતિમા બનાવતી અને પૂજા કરતી. હવે દમયંતીના જિનમંદિરને કોઈ દીવાલ કે છાપરું નહોતું. એ વખતે ત્યાં આગળથી પસાર થતા આદિવાસી ભીલ જાતિના લોકોનો ઓછાયો ભગવાનની પ્રતિમા ઉપર પડે તો તેનું શું કરવું? પરંતુ દમયંતી જાણતી હતી કે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ઉપર કોઈનો ઓછાયો પડે જ નહીં. ત્રિલોકના નાથનું સ્વરૂપ જ એવું અલૌકિક હોય કે ઓછાયો આવે તે પહેલાં ઓગળી જાય. સામાન્ય રીતે દેરાસરો સવારથી સાંજ સુધી ખુલ્લાં હોવાં જોઈએ અને પૂજા પણ સૂર્યાસ્ત સુધી થઈ શકે. પણ વ્યવહારુ દૃષ્ટિએ ચોરી વગેરેના ભયને કારણે તથા વહીવટી ખર્ચ ઓછો રાખવા માટે પૂજા ફક્ત સવારની થઈ ગઈ અને સાંજે ફક્ત દર્શન થઈ શકે. સામાન્ય રીતે સાંજે આરતી થઈ જાય અને ત્યાર પછી દેરાસર માંગલિક થઈ જાય તે પછી કોઈના માટે તે ખોલી ન શકાય, પરંતુ કોઈ મોટો સંઘ આવ્યો હોય અથવા વિશિષ્ટ યાત્રાળુઓ આવ્યા હોય તો અથવા વિશિષ્ટ ઉત્સવ હોય તો દેરાસર અવશ્ય ખોલી શકાય છે. પચાસ વર્ષ પહેલાં અમે શંખેશ્વરની યાત્રાએ જતાં. ચોમાસા પછી બસો રેતીમાં ચાલુ થાય. સવારે ગયેલી બસ સાંજે પાછી આવે. જાત્રા કરી, બસનો ટાઈમ થાય ત્યારે દરવાજા બહારથી દર્શન કરી સર્વ યાત્રીઓ બસમાં બેસતા. જૂના વખતમાં જ્યારે મુંબઈમાં ટ્રામ હતી ત્યારે માટુંગા, સાયન જનારા લોકો ટ્રામમાં બેઠાં બેઠાં માટુંગાના ચૌમુખી ભગવાનનાં બે હાથ જોડી દર્શન કરતા. એક ગામમાં અમે એવું દેરાસર જોયું છે કે જ્યાં ચોવીસે કલાક દર્શન થઈ શકે. એમાં ગભારામાં ફક્ત ત્રણ મોટી પ્રતિમાઓ છે. આંગી માટેના ચાંદીના મુગટ અમુક અવસરે જ સવારના પહેરાવાય છે. દેરાસરના ગભારાની જાળી બપોરે બંધ થાય, પણ તેને તાળું મારવાનું નહીં. બપોરે પણ કોઈને પૂજા કરવી હોય તો થઈ શકે. દેરાસરના મુખ્ય દ્વારને રાતના આંગળિયો ભરાવાય. પરંતુ અડધી રાતે પણ કોઈને દેરાસરમાં જઈ પ્રભુજી સામે બેસી ધ્યાન ધરવું હોય તો ધરી શકાય. દીવો ચોવીસે કલાક ચાલુ હોય ત્યાં ચોરીનું કોઈ જ જોખમ જ નહીં એટલે ચોકીદારની જરૂર પણ નહીં. જૂના વખતમાં ગુજરાતમાં ઘણા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ આશાતના અને અંતરાય ગામડાંઓમાં બોર્ડ વગરનાં આવાં દેરાસરો હતાં. કિંમતી આંગીની પ્રથા આવી ત્યારથી બીજી બધી જરૂરિયાતો ઊભી થઈ. આવાં બોર્ડ રાખવામાં બીજો એક આશય એમ કહેવાય છે કે દેરાસરની બહાર નીકળતાં માણસ જિનપ્રતિમાને પૂંઠ કરી ન નીકળે. બહાર નીકળતાં ભગવાનને પૂંઠ ન થાય. પરંતુ પૂંઠ કરવાના આ વિષયને પણ બરાબર સમજવો જોઈએ. જૂના વખતમાં નાનાં ગામમાં નાનું દેરાસર હોય અને રંગમંડપ નાનો હોય ત્યાં ભગવાનને પૂંઠ કર્યા વગર પાછા પગે ચાલીને બહાર નીકળી શકાતું. પણ ત્યાં બોર્ડ નહોતાં. પરંતુ હવે જ્યારે મોટા મોટા રંગમંડપો બંધાવા લાગ્યા ત્યાં અડધે સુધી તો માણસને પૂંઠ કરીને નીકળવું પડે છે. વળી પાછા પગે તો દરવાજો ઓળંગવાનું પણ અઘરું છે. ઊંધા પગે વધારે ચાલતાં માણસ ક્યારેક પડી જાય, ભટકાઈ પડે કે ચક્કર પણ આવે. મહેસાણા, અયોધ્યાપુરમુ, શાહપુર વગેરેનાં દેરાસરોમાં કેટલા મોટા રંગમંડપો છે ! ત્યાં ક્યાંકને ક્યાંક કોઈક ભગવાનને પૂંઠ થવાનો સંભવ રહે છે. પાલિતાણાના સમવસરણ મંદિરમાં ભમતીમાં પાર્શ્વનાથ ભગવાન છે. એટલે ક્યાંક તો પૂંઠ થવાનો સંભવ રહે છે. રાણકપુરના દેરાસરમાં બહારના ભાગમાં રચના જ એવી કરવામાં આવી છે બે પ્રતિમા સામસામે જોવા મળે. ત્યાં એક ભગવાનના દર્શન-પૂજા કરીએ તો બીજા ભગવાનને પૂંઠ થાય. પરંતુ એ અટકાવવા માટે ત્યાં ક્યાંય બોર્ડ રાખવામાં આવ્યાં નથી. આપણાં ઘણાં દેરાસરોમાં ગભારા બહાર રંગમંડપમાં બંને દીવાલોમાં જિનપ્રતિમા હોય છે; એક બાજુના ભગવાનની પૂજા કરીએ તો સામેની દીવાલના ભગવાનને પૂંઠ થવાની. બોર્ડ મુખ્ય દરવાજે હોય અને મોટા દેરાસરમાં બાજુના બે દરવાજા હોય તો ત્યાં તો નીકળતી વખતે પૂંઠ થવાની છે. એટલે આ કારણ પણ બહુ વ્યાજબી લાગતું નથી. તીર્થકર ભગવાનનો અવિનય થાય એમ હોય એવે વખતે અંતરપટ એટલી વાર માટે કરવામાં આવે છે. એ જરૂરી છે. દીક્ષા કે પદવી પ્રસંગે શિષ્ય ગુરુમહારાજને વંદન કરે ત્યારે ભગવાનની ઉપસ્થિતિમાં ગુરુ મહારાજને વંદન કરાય એટલો સમય ભગવાન અને ગુરમહારાજ વચ્ચે અંતરપટ રાખવામાં આવે છે. એ યોગ્ય છે અને શાસ્ત્રોક્ત છે. મોટા ભાગનાં દેરાસરોમાં બોર્ડ ઉપર ગામપરગામના ઉત્સવોની મોટી મોટી પત્રિકાઓ લગાડેલી હોય છે. બીજા પણ સમાચારો ચોકથી લખાયા હોય છે. આ બધું આવશ્યક છે, પણ તે અન્યત્ર હોય તો વધારે યોગ્ય ગણાય. Page #354 -------------------------------------------------------------------------- ________________ ३४४ જિનતત્ત્વ દેરાસરમાં પ્રવેશતાં જ વચ્ચે બોર્ડ આવે અને માણસ પત્રિકાઓ વાંચવા રોકાય, તો એની “નિસિહનો ભંગ થાય છે. ક્યારેક તો સમાચાર એવા હોય છે કે ભક્તનું મન પ્રભુનાં ન કરતાં કરતાં એના વિચારે ચડી જાય છે. પરિણામે દર્શન-પૂજામાં એવી એકાગ્રતા રહેતી નથી. આમ દેરાસરના દરવાજા પાસે ઊંચું પાટિયું રાખવાથી કેટલાય લોકોને દર્શનનો લાભ – મળતો નથી. જેઓ દેરાસરનાં પગથિયાં ન ચડી શકે એવા વૃદ્ધો તથા અપંગોને ભગવાનનાં દર્શન સહજ રીતે થતાં નથી. કોઈ ઊંચકીને લઈ જાય તો થાય, પણ બધા વૃદ્ધો પાસે એવી સગવડ હોતી નથી. આમ દેરાસરના દરવાજામાં બોર્ડ રાખીને કેટલાક લોકોને દર્શન કરતા અટકાવવા એમાં અંતરાય કર્મ બંધાય છે ? અંતરાયનો આશય ન હોય તો પણ અંતરાય અવશ્ય થાય છે. જો અંતરાય કર્મ બંધાતાં હોય તો તે કોને લાગે ? ટ્રસ્ટીઓને ? સંઘપતિઓને ? એની પ્રેરણા કરનાર સાધુ મહારાજને ? તે વ્યક્તિગત બંધાય કે સામુદાયિક બંધાય ? આ બધા પ્રશ્નોના જવાબ તો જ્ઞાની ભગવંતો આપી શકે. વળી આશાતના અને અંતરાય કર્મ એ બેમાં શું વધુ ગંભીર ? આશાતના એટલે આય + શાતના. આય એટલે આવક, નફો ઇત્યાદિ. શાતના એટલે ક્ષતિ. આશાતના એટલે વેપારી ભાષામાં કહેવું હોય તો નફે નુકસાન એટલે અશાતના દોષ જેટલો લાગે તેના કરતાં અંતરાયકર્મ વધુ ગંભીર ગણાય. આ વિષય પર મેં લખ્યું છે તે મારી સમજ પ્રમાણે લખ્યું છે. એમાં કોઈ દોષ હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું. જ્ઞાની ભગવંતો આ વિષયમાં વધુ પ્રકાશ પાડે અને યોગ્ય માર્ગદર્શન આપે એમ ઇચ્છું છું. Page #355 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક વાત્સલ્ય સાધર્મિક વાત્સલ્ય એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. સાધર્મિક વાત્સલ્ય ઉપરાંત સાધર્મિક ભક્તિ, સ્વામિવાત્સલ્ય જેવા શબ્દો પણ પ્રયોજાય છે. પર્યુષણ પર્વમાં શ્રાવકોનાં કર્તવ્યોમાં એક મહત્ત્વનું કર્તવ્ય તે સાધર્મિક વાત્સલ્ય છે. કહ્યું છે : संधार्चादि शुद्धत्यानि प्रतिवर्षंविवेकिता । यथाविधि विधेयानि एकादश मितानि च ।। [વિવેકી શ્રાવકે દર વરસે સંઘપૂજા આદિ ૧૧ પ્રકારનાં સુકૃત્યો વિધિપૂર્વક કરવાં જોઈએ.] પૂર્વાચાર્યોએ પર્યુષણ પર્વમાં જે અગિયાર પ્રકારે સુકૃત્યો કરવાનાં ફરમાવ્યાં છે તે આ પ્રમાણે છે : (૧) સંઘપૂજા, (૨) સાધર્મિક ભક્તિ, (૩) યાત્રા, (૪) જિનમંદિરમાં સ્નાત્રોત્સવ, (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) રાત્રિજાગરણ, (૮) સિદ્ધાંતપૂજા, (૯) ઉજમણું, (૧૦) ચૈત્ય પરિપાટી, (૧૧) પ્રાયશ્ચિત. આમ, અગિયાર કર્તવ્યમાં સાધર્મિક ભક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક જ્ઞાની ભગવંતોએ પાંચ મુખ્ય પ્રકારે પર્યુષણ પર્વની આરાધના કરવાનું કહ્યું છે : અમારિ પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય, સાંવત્સરિક પ્રતિક્રમણ, પ્રભાવના અને ચૈત્ય પરિપાટી. ક્યાંક પર્યુષણ પર્વનાં કર્તવ્યો ૨૧ બતાવ્યાં છે. આમ જુદી જુદી રીતે જે કર્તવ્યો બતાવાયાં છે એમાં સાધર્મિક ભક્તિ-સ્વામિવાત્સલ્યને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જિનતત્ત્વ સાધર્મિક અથવા સાધર્મી કોને કહેવાય ? જે પોતાના જેવો ધર્મ પાળતો હોય છે. જૈન ધર્મમાં જે શ્રાવક કુળમાં જન્મ્યો હોય, શ્રાવક ધર્મ-જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોય, દેવ- ગુરુની પૂજા – ભક્તિ કરતો હોય, નવકારમંત્રનો આરાધક હોય તેને સાધર્મી કહી શકાય. શ્રાવક કુળમાં જન્મ અનિવાર્ય નથી. કેટલાક શ્રાવક કુળમાં જન્મ્યા હોવા છતાં અન્ય ધર્મ પાળતા હોય છે. પરંતુ એકંદરે એમ કહેવાય કે જે જૈન કુળમાં જન્મ્યો હોય અને જૈન ધર્મમાં શ્રદ્ધાવાળો હોય તેને સાધર્મિક કહેવાય. આજે આપણે દેરાસર, ઉપાશ્રય વગેરેમાં જઈને જે કંઈ ધર્મ આરાધના કરીએ છીએ તે આપણા સાધર્મિકોના પ્રતાપે, મંદિર કોઈકે બંધાવ્યું હોય, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. એ માટે કોઈ ફી આપવી પડતી નથી. આપણને વ્યાખ્યાન માટે ઉપાશ્રયમાં જઈને એનો ઉપયોગ કરીએ છીએ. આ બધું આપણા સાધર્મિક વડીલો – પૂર્વજોએ બધા સાધર્મિકો માટે કરાવ્યું છે. માટે એ શક્ય છે. એટલે સાધર્મિક તરીકે આપણી ફરજ છે કે આપણા આવતી પેઢીના સાધર્મિકો માટે આપણે યથાશક્તિ કંઈક કરી છૂટવું જોઈએ. આ રીતે આપણી સાધર્મિક પરંપરા હજારો વર્ષથી ચાલી આવી છે. જ્યાં જ્યાં જૈનો છે ત્યાં ત્યાં દેરાસર, ઉપાશ્રય, સ્થાનક, પાંજરાપોળ વગેરે સર્વત્ર છે અને હોવાં જોઈએ. जिनै समान धर्माण: साधर्मिका उदाहृताः । द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ।। [ શ્રી જિનેશ્વર ભગવંતોએ સરખા-સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યાં છે, તે સાધર્મિકનું બંને રીતે દ્રવ્યથી અને ભાવથી વાત્સલ્ય કરવું તે સાતમો દર્શનાચાર છે. ] સાધર્મિકોને અન્ન, વસ્ત્ર, ઔષધ, રહેઠાણ ઇત્યાદિ વડે સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિકો પ્રત્યે બંધુભાવ, પ્રેમભાવ રખવો તે ભાવ વાત્સલ્ય છે. જૈન ધર્મમાં પંચાચારનું મહત્ત્વ ઘણું છે. આ પાંચ આચાર છે : (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વર્યાચાર. આ દરેક આચારના વળી પેટા પ્રકારો છે. સાધર્મિક વાત્સલ્ય એ દર્શનાચારનો એક ભેદ છે. દર્શનાચારના આઠ ભેદ નીચેની દર્શનાચારની ગાથામાં બતાવવામાં આવ્યા છે : Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ સાધર્મિક વાત્સલ્ય जिनै समान धर्माण: सार्मिका उदाहृताः । द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ।। [ શ્રી જિનેસ્વર ભગવંતોએ સરખા-સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યાં છે, તે સાધર્મિકનું બંને રીતે દ્રવ્યથી અને ભાવથી વાત્સલ્ય કરવું તે સાતમો દર્શનાચાર છે. ] સાધર્મિકોને અન્ન, વસ્ત્ર, ઔષધ, રહેઠાણ ઇત્યાદિ વડે સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિકો પ્રત્યે બંધુભાવ, પ્રેમભાવ રાખવો તે ભાવ વાત્સલ્ય છે. જૈન ધર્મમાં પંચાચારનું મહત્ત્વ ઘણું છે. આ પાંચ આચાર છે : (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વર્યાચાર. આ દરેક આચારના વળી પેટા પ્રકારો છે. ધાર્મિક વાત્સલ્ય એ દર્શનાચારનો એક ભેદ છે. દર્શનાચારના આઠ ભેદ નીચેની દર્શનાચારની ગાથામાં બતાવવામાં આવ્યા છે : निस्संकिय, निक्खंकिय, निवितिगुच्छा, अमूढदिट्ठीय । - ૩qઠ, પિરીવર, વછન માને ૩૬ . (૧) નિઃશંક, (૨) નિ:કાંક્ષા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ, (૫) ઉપબૃહણા-ધર્મીજનની પ્રશંસા, (ક) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, () પ્રભાવના. આમાં વાત્સલ્ય એટલે સાધર્મિક વાત્સલ્ય. આમ, સાધર્મિક વાત્સલ્યને દર્શનાચારનો એક પ્રકાર કહ્યો છે. એનો અર્થ કે જે વ્યક્તિમાં સાધર્મિક વાત્સલ્ય ન હોય તેને સમ્યગદર્શન ન થાય. - સાધર્મિક વાત્સલ્યની પ્રથા ઋષભદેવ ભગવાનના સમયથી ચાલી આવે છે. એક વખત ઋષભદેવ ભગવાન અષ્ટાપદગિરિ ઉપર સમોસર્યા. એ વખતે ભગવાનની ભક્તિ કરવા માટે ભરત મહારાજાએ વિવિધ પ્રકારના ભોજનની વાનગી તૈયાર કરાવી અને એ બધી પાંચસો ગાડામાં ભરાવીને તૈયાર કરાવ્યાં. (એ કાળે આહાર પણ એટલો બધો થતો હતો.) પછી એમણે ભગવાનને વિનંતી કરી, “ભગવાન, આપ ગોચરી વહોરવા પધારો.' ત્યારે ભગવાને કહ્યું, “ભરત ! તું રાજા છે. એટલે અમને તારા મહેલનું અન્ન-રાજપિંડ ખપે નહીં. મારા મુનિઓ જે વિચરે છે તેમને પણ મેં એ પ્રમાણે સૂચના આપી છે.' તે વખતે ભગવાને ત્યાં આવેલા ઈન્દ્રને મુનિઓ માટે કઈ વસ્તુ Page #358 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૩૪૮ પ્રતિબંધિત તે વિશે સમજાવ્યું. એમાં મુનિઓ રાજપિંડ, દેવપિંડ, વગેરે શું શું ન ગહણ કરી શકે તે સમજાવ્યું. કહ્યું છે કે : राजपिंडं न गृहणंति आद्यांतिमजिनर्षयः । भूपास्तदा वितन्वंति श्राद्धादिभक्तिमन्वहम् ।। [ પ્રથમ (ઋષભદેવ) અને અંતિમ (મહાવીર સ્વામી) તીર્થંકરના મુનિઓ રાજપિંડ ગ્રહણ કરતા નથી. આથી તે સમયના રાજાઓ હંમેશાં શ્રાવકોની ભક્તિ કરતા. ] ત્યાર પછી ભરત મહારાજાએ ઇન્દ્ર મહારાજને પૂછ્યું : ‘પણ આ હું પાંચસો ગાડાં ભરીને આહારપાણી લાવ્યો છું તેનું શું કરવું ? ઈન્દ્ર મહારાજાએ કહ્યું, ‘હવે તમે એ બધું લાવ્યા છો તો એનાથી તમારા બધા વ્રતવાન બારવ્રતધારી શ્રાવકોની પૂજા ભક્તિ કરો.' ---- આથી ભરત મહારાજાએ શ્રાવકોએ બોલાવી કહ્યું : ‘હવેથી તમારે બધાંએ મારે ઘરે જ ભોજન કરવાનું છે. તે વખતે તમારે બધાંએ રોજ સભામાં આવીને મને કહેવું. ‘તું જિતાયો છું. ભય વધ્યો છે માટે હણીશ નહીં, હણીશ નહીં.’ (ઝિતો ભવાન્, વર્ધત મયં, તસ્મામાં હળ, મા હળ ) રોજ આ સાંભળીને ભરત મહારાજા મનન કરે છે કે હું છ ખંડનો ચક્રવર્તી કોનાથી જિતાયો છું ? મનન કરતાં એમને સમજાયું કે હું પોતે અજ્ઞાન અને કષાયોથી જિતાયો છું. માટે મારે મારા આત્માને હણવો જોઈએ નહીં.’ ભરત મહારાજાએ જ્યારથી સાધર્મિકોને જમાડવાનું ચાલુ કર્યું ત્યારથી સાધર્મિક ભક્તિની પ્રથા ચાલુ થઈ. આમ, રાજના રસોડે દિન-પ્રતિદિન જમનારાઓની સંખ્યા વધી ગઈ. બિનશ્રાવકો પણ ઘૂસી જવા લાગ્યા. રસોડાના સંચાલકોએ ભરત મહારાજને ફરિયાદ કરી. ભરત મહારાજાએ એમને કાકિણી રત્ન આપીને કહ્યું કે જે બાર વ્રતવારી શ્રાવકો હોય તેમના હાથ ઉપર આ કાકિણી રત્નથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ લીટા કરવા. એ લીટા ભૂંસાશે નહીં. પછી નવા કોઈ આવે તો બાર વ્રતધારી શ્રાવક છે કે નહીં તેની ખાતરી કરીને ત્રણ લીટા કરવા. આમ, સાધર્મિકની પૂજા-ભક્તિ કરવાની પરંપરા ઋષભદેવના વખતથી થઈ. ભરત મહારાજના પછીના કાળમાં કાકિણી રત્ન રહ્યું નહીં. એટલે એમના પુત્ર આદિત્યશાએ શ્રાવકોને ઓળખવા માટે સોનાના તારની Page #359 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક વાત્સલ્ય ૩૪૯ યજ્ઞોપવિત કરાવી. ત્યાર પછીના રાજાઓએ સમય બદલાતાં ચાંદીના તારની યજ્ઞોપવિત કરાવી અને ત્યાર પછીના રાજાઓએ સૂતરના તારની કરાવી. આ રીતે આ ઓળખપ્રથા ચાલી હતી. ત્યારથી યજ્ઞોપવિતની જે પ્રથા ચાલુ હતી તે પછીના કાળમાં જૈનોમાં ન રહેતાં બ્રાહ્મણોમાં ચાલુ થઈ. સાધર્મિક વાત્સલ્યના વિષયમાં પ્રાચીન કાળનું દંડવીર્ય રાજાનું દૃષ્ટાન્ત જાણીતું છે. દંડવીર્ય રાજા ભરત ચક્રવર્તીના વંશજ હતા. તેમનો નિયમ હતો કે રોજ સવારે રાજ્ય તરફથી સાધર્મિક શ્રાવકોને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરતા. રાજ્ય તરફથી સંખ્યાબંધ રસોઈયા અને સંખ્યાબંધ વ્યવસ્થા કરનારા રાખવામાં આવતા કે જેથી બધાંને વ્યવસ્થિત રીતે અને જલ્દી ભોજન કરાવવામાં આવતું એટલે મધ્યાહ્ન સુધી બધા ભોજન કરી લેતા. રાજા પોતે જમવા બેઠેલાને બધાંને પ્રણામ કરતા અને ભાવથી જમાડતા. કોઈવાર રાજાને પોતાને ભોજન કરતાં મોડું થાય તો પણ તેઓ અસ્વસ્થ કે અપ્રસન્ન થતા નહીં. પૂરી હોંશ અને પ્રસન્નતાથી તેઓ સાધર્મિકોની ભક્તિ કરતા. ઈન્દ્રદેવે રાજા દંડવીર્યની સાધર્મિક ભક્તિની પ્રશંસા સાંભળી. તેમણે એમની કસોટી કરવાનું વિચાર્યું. એક દિવસ એમણે પોતાની લબ્ધિથી હજારો શ્રાવકો વિકુર્યા. દંડવીર્યે એથી આશ્ચર્ય અનુભવ્યું, તો પણ પોતાના સેવકોને આજ્ઞા કરી કે સૌની પ્રેમથી આદરપૂર્વક ભક્તિ ક૨વી. પરંતુ એમ કરતાં સાંજ પડી ગઈ. દંડવીર્ય થાક્યા નહીં, પણ પોતાના ચોવિહારનો સમય પૂરો થઈ ગયો. એથી દંડવીર્ય રાજાને ઉપવાસ થયો. બીજા દિવસે પણ એ જ પ્રમાણે બન્યું. બીજે દિવસે પણ ઉપવાસ થયો. પણ રાજાને થયું કે એક સારું કામ કરતાં ઉપવાસ થયો તો એથી લાભ જ છે. એમ કરતાં આઠ દિવસના ઉપવાસ થયા. દંડવીર્યે માન્યું કે પોતાને સહજ અઠ્ઠાઈનો લાભ થયો. ઈન્દ્રમહારાજાની કસોટીમાં પાર ઊતર્યા એટલે ઈન્દ્ર મહારાજાએ પ્રત્યક્ષ થઈ દંડવીર્ય રાજાને ધન્યવાદ આપ્યા - વળી, દંડવીર્ય રાજાને દૈવી રથ, ધનુષ્યબાણ, હાર અને કુંડલ ભેટ આપ્યાં. સાથે સાથે એમણે દંડવીર્યને શત્રુંજયની યાત્રા કરીને એ શત્રુંજયનો તીર્થોદ્વા૨ ક૨વાની ભલામણ કરી અને પોતે એમાં સહાય કરશે એવું વચન આપ્યું. દંડવીર્યે એ પ્રમાણે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો. — સાધર્મિક ભક્તિના વિષયમાં પ્રાચીન સમયનું બીજું એક જાણીતું નામ તે શુભંકર શ્રેષ્ઠીનું. ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે કે સાધર્મિક વાત્સલ્યથી તીર્થંકર Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ જિનતત્ત્વ નામકર્મ બાંધવાના વિષયમાં ત્રીજા સંભવનાથ ભગવાનનું ચરિત્ર ઉત્તમ ઉદાહરણ રૂપ છે. પૂર્વના ત્રીજા ભવમાં તેઓ ઘાતકીખંડના ઐરાવતક્ષેત્રે ક્ષેમાપુરી નગરીના રાજા હતા. એમનું નામ વિમલવાહન હતું. તેમના રાજ્યકાળ દરમિયાન એક વખત ભયંકર દુકાળ પડ્યો. ભૂખથી અનેક લોકો ટળવળતા હતા, પરંતુ વિમલવાહન રાજાએ મંત્રીઓને સૂચના આપી કે કોઈનું પણ ભૂખથી મૃત્યુ થવું ન જોઈએ. અન્નભંડારો ખૂલા મૂકી દીધા. એ વખતે એમણે સાધર્મીઓની પણ પૂરી સંભાળ લીધી. આથી તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાર પછી પોતાની ગાદી પુત્રને સોંપી તેમણે દીક્ષા લીધી. અનુક્રમે તેઓ કાળધર્મ પામ્યા અને આનત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ત્યાર પછી ઍવીને તેઓ સંભવનાથ નામે તીર્થંકર થયા. તેમનો જન્મ થયો તે પહેલાં તે દેશમાં દુકાળ પડ્યો હતો પરંતુ તેમનો જન્મ થતાં ચારે બાજુથી અનાજ આવી પહોંચ્યું અને બીજું ઘણું અનાજ આવી રહ્યું હતું. અનાજ આવવાની સંભાવના હતી એ ઉપરથી પણ એમનું નામ સંભવનાથ પાડવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાએ સાધર્મિક ભક્તિ માટે જે ઉપદેશ આપ્યો તેથી એમણે સાધર્મિક ભક્તિ માટે ચૌદ કરોડ દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. ભૂતકાળમાં ભરત ચક્રવર્તી અને ત્યાર પછી સંપ્રતિ મહારાજાએ સાધર્મિક ભક્તિના ક્ષેત્રમાં જે મહાન કાર્ય કર્યું હતું એની યાદ અપાવે એવું કુમારપાળ મહારાજાએ કાર્ય કર્યું હતું. એમણે જિનાલયો અને પૌષધશાળાઓની જેમ અનેક દાનશાળાઓ સ્થાપી હતી. સાધર્મિક વાત્સલ્યના વિષયમાં કુમારપાળ મહારાજાનું નામ મોટું છે. તેઓ ક્ષત્રિય અને શૈવધર્મી હતા, પરંતુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવીને એમણે જૈન ધર્મ અંગિકાર કર્યો હતો. એટલું જ નહીં, તેમણે શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા હતાં. એક વાર હેમચંદ્રાચાર્ય મહારાજ શાકંભરી નગરીમાં પધાર્યા હતા. ત્યાં એક ગરીબ શ્રાવક રહેતો હતો. એક વાર એણે આચાર્ય મહારાજને પોતાને ઘરે પધારવાની વિનંતી કરી. આચાર્ય મહારાજ પધાર્યા ત્યારે એણે પોતે હાથે વણેલું જાડું કાપડ-થેપાડું (જાડા ધોતિયાને થેપાડું કહેવામાં આવે છે.) વહોરાવ્યું. મહારાજશ્રીએ હર્ષથી એ વહોર્યું. ત્યાર પછી તેઓ પાટણ પધાર્યા. એક દિવસ મહારાજશ્રીએ થેપાડું ઓઢ્યું હતું. એ વખતે ત્યાં આવેલ કુમારપાળ રાજાએ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ સાધર્મિક વાત્સલ્ય કહ્યું, “મહારાજ ! આવું થેપાડું ઓઢાય ? હું અઢાર દેશનો માલિક, અને મારા ગુરુહમરાજા આવું થેપાડું ઓઢે ?” મહારાજશ્રીએ કહ્યું, “જે મળે તે ઓઢીએ. અમને સાધુઓને કશાની શરમ નહીં. પણ તમારે શરમાવું જોઈએ કે તમારા રાજ્યમાં કેવા ગરીબ શ્રાવકો છે.” આ સાંભળીને કુમારપાલ રાજાએ પોતાના તરફથી સાધર્મિક ભક્તિની જાહેરાત કરી. રાજ્યમાં કોઈ શ્રાવક ગરીબ ન રહેવો જોઈએ. સાધર્મિક ભક્તિને લીધે જ ગરીબ શ્રાવક ઉદો મારવાડી ઉદયન મંત્રી બન્યો હતો. ઉદા પાસે કશો વેપારધંધો નહોતો. કશી આવક નહોતી. એ વખતે કર્ણાવતી નગરી (હાલનું અમદાવાદ) અત્યંત સમૃદ્ધ હતું. ઉદાને થયું કે ત્યાં જાઉં તો કંઈક રોજી મળી રહેશે. દોરી લોટો લઈ તે કર્ણાવતી આવ્યો. ત્યાં કોઈ ઓળખે નહીં. ત્યાં એને થયું કે મોટામાં મોટો આશરો દાદાનો (તીર્થકર ભગવાનનો) છે. એટલે એક દેરાસરમાં જઈને ત્યાં સ્તુતિ ભક્તિ કરી અને પછી બહાર ઓટલે બેઠો. એ વખતે લાછી નામની એક શ્રીમંત બાઈ દર્શન કરવા આવી. એને ઉદાને જોયો એટલે થયું કે આ કોઈ નવા શ્રાવક દર્શન કરવા આવ્યા લાગે છે. એણે જિજ્ઞાસાથી પૂછ્યું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો ? ક્યાં રહો છો ?' ઉદાએ કહ્યું, “મારું કોઈ ઘર નથી. ગરીબ છું. બહારગામથી નોકરીધંધો શોધવા અહીં આવ્યો છું.” લાછીએ એને બેસવા કહ્યું અને દર્શન કરી બહાર આવીને ઉદાને પોતાને ઘરે જમવા લઈ ગઈ. પછી રહેવા માટે પોતાનું એક જૂનું ઘર આપ્યું અને ફેરી કરવા ચીજવસ્તુઓ અપાવી. એમ કરતાં ઉદો મારવાડી પોતાની બુદ્ધિ અને હોંશિયારીથી આગળ વધતો ગયો. વળી એના ઘરમાંથી સુવર્ણમહોરનો ચરુ નીકળ્યો. લાછીએ એ સુવર્ણમહોર ઉદાને જ રાખવા આપી દીધી. આમ ગરીબ મારવાડીમાંથી એનું ભાગ્ય પલટાયું અને પછી તે પોતાની હોંશિયારીથી એટલો આગળ વધ્યો કે તે સિદ્ધરાજ મહારાજાનો ઉદયન મંત્રી થયો. આપણને હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય ભગવંત મળ્યા તે પણ ઉદયન મંત્રીની ભેટ છે. શ્રાવકોએ પોતાના વ્યવહારજીવનમાં જે વિવિધ પ્રકારના આનંદઉત્સવના પ્રસંગો આવે છે – પુત્ર કે પુત્રીનો જન્મ, પોતાનો કે કુટુંબના અન્ય કોઈ સભ્યનો જન્મદિન હોય, નવું ઘર લીધું, નવી દુકાન લીધી, સગાઈ કે લગ્નના પ્રસંગો – આમ વિવિધ પ્રકારના પ્રસંગે ખાવાપીવામાં એકલપેટા ન થતાં પોતાનાં સાધર્મિકોને સહભાગી કરવા જોઈએ. વળી એવે પ્રસંગે નિશ્ચિત Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર જિનતત્વ ૨કમ જુદી કાઢી, ગરીબ, દીનદુ:ખી સાધર્મિકોને યથાશક્તિ સહાય અવશ્ય કરવી જોઈએ અને તે પણ સન્માન-બહુમાન સાથે કરવી જોઈએ. શાસ્ત્રકારોએ “સાધર્મિક ભક્તિ' શબ્દ વાપર્યો છે, જ્યારે સાધર્મિકો પ્રત્યે ભક્તિ બહુમાન પ્રગટે છે ત્યારે સાધર્મિકો કોઈ યાચક નથી એ વિચાર અંતરમાં સ્પષ્ટ થાય છે. સાધર્મિકના કપાળમાં તિલક કરાય, હાથમાં શ્રીફળ અપાય છે, શક્ય હોય તો ખેસ પહેરાવાય છે અને ત્યાર પછી તેઓને ભોજન, વસ્ત્ર તથા અન્ય ઉપકરણો વગેરે અપાય છે. અને નમસ્કાર કરાય છે. સાધર્મિક ભક્તિમાં માત્ર ચીજવસ્તુઓ અપાય છે એટલું જ નહીં, સાધર્મિકો ધર્મક્રિયાઓ કરી શકે તે માટે તેમને ધાર્મિક ઉપકરણો અપાય છે અને તેમને માટે પૌષધશાળા – ઉપાશ્રય ઇત્યાદિ બાંધી શકાય છે. આમ, સાધર્મિકો પ્રત્યે સ્નેહાદર બતાવવાં જોઈએ. કહ્યું છે કે – समानधार्मिकान् वीक्ष्य वात्सल्यं स्नेहनिर्भरम् । __ मात्रादि स्वजनादिभ्योप्यधिकं क्रियते मुदा । [ સાધર્મિકને જોઈને માતાપિતાદિ સ્વજનો કરતાં પણ અધિક સ્નેહપૂર્વક વાત્સલ્ય કરવું. ] સાધર્મિક ભક્તિ એટલે સાધર્મિકોને ધનથી સહાય કરવી એટલો જ અર્થ નથી. દુ:ખી સાધર્મિકોને ભૌતિક સહાય ઉપરાંત ધાર્મિક અને આધ્યાત્મિક સહાય પણ કરવી જોઈએ. જેઓ શ્રીમંત હોય પણ ધર્મથી વિમુખ બન્યા હોય અથવા ધર્મકાર્યમાં પ્રમાદી બન્યા હોય એવા સાધર્મિકોને ધર્મકાર્ય તરફ આવવા માટે પ્રેરણા કરવી જોઈએ. સાધર્મિક વાત્સલ્યમાં ઔચિત્યની વાત ભૂલવી ન જોઈએ. આંધળી સાધર્મિક ભક્તિ ન કરવી જોઈએ. કોઈ ગરીબ સાધર્મિક શ્રાવકને આર્થિક મદદ કરીએ અને પછી જાણવા મળે કે એ તો પૈસા મળતાં જુગાર રમવા લાગે છે અથવા અન્ય વ્યસનોમાં ડૂબેલો છે તો એને આર્થિક મદદ ન કરવી જોઈએ, પણ અવકાશ મળે તો વહાલથી એને સમજાવવો જોઈએ. એટલે કે સાધર્મિક ભક્તિમાં પણ વિવેક હોવો જોઈએ. - સાધર્મિક વાત્સલ્ય પરથી સ્વામિવાત્સલ્ય શબ્દ આવ્યો છે, પરંતુ સંઘોમાં - સ્વામિવાત્સલ્ય એટલે સંઘના જૈનોએ ભેગા મળી ભોજન કરવું એવો મર્યાદિત અર્થ થઈ ગયો છે. એ જરૂરી છે. સહભોજનથી સ્નેહ વધે છે. પરંતુ આવા સ્વામિવાત્સલ્યથી આપણું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ ન માનવું જોઈએ. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ સાધર્મિક વાત્સલ્ય શીરા માટે શ્રાવક થયા એવી કહેવત પડી છે. ઠેઠ પ્રાચીન કાળથી આવી ઘટનાઓ બનતી આવી છે. એવા કેટલાય ખોટા શ્રાવકો પછીથી સાચા શ્રાવક બની ગયા હોય એવાં ઘણાં દૃષ્ટાંતો છે. માટે એવા શ્રાવકો પ્રત્યે સભાવભર્યું વર્તન રાખવું જોઈએ. એમાં અલબત્ત ઔચિત્ય જાળવવું જોઈએ. કહ્યું છે - साधर्मिकस्वरूपं यत् व्यलीकमपि भूभृता । सन्मानितं सभायां तत् तर्हि सत्यस्य का कथा ।। [બનાવટી સાધર્મિકોના સ્વરૂપને – સાધર્મિકને પણ રાજાએ ભરસભામાં સન્માન આપ્યું. જો આ પ્રમાણે હોય તો સાચા સાધર્મિકની વાત શી ?] કોઈ વ્યક્તિ લાભ લેવાના આશયથી પોતે જૈન છે એમ કહે તો તેથી તેના પ્રત્યે ધૃણા કે તિરસ્કાર કરી એને તરત ન ધુત્કારી કાઢવો જોઈએ. કેટલાયે કિસ્સા એવા બન્યા છે કે લાભ લેવા માટે જૈન થયો હોય અને પછી પાછળથી જૈન ધર્મમાં એની શ્રદ્ધા દૃઢ થઈ હોય. રાજા કુમારપાળના વખતમાં જૈનોને કરવેરામાંથી મુક્તિ હતી. એક વખત એક અજૈનની કરવેરો ન ભરવા માટે ધરપકડ કરીને રાજ્યમાં સિપાઈઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોતે જૈન ન હોવા છતાં જૈન મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા બતાવી. સિપાઈઓએ એને જવા દીધો. એ મંદિરમાં જઈ મસ્તકમાં મોટું તિલક કરી, ખભે ખેસ નાખીને બહાર આવ્યો. સિપાઈઓ એને રાજ્ય દરબારમાં રાજા કુમારપાળ પાસે લાવ્યા અને ફરિયાદ કરી કે આ માણસે કરવેરો ભર્યો નથી. એના મસ્તક પર તિલક જોઈને કુમારપાળે કહ્યું, “આ તો જૈન શ્રાવક છે અને જૈનોના કરવેરા માફ છે.” સિપાઈઓએ કહ્યું, “મહારાજ ! એ જૈન નથી, પણ રસ્તામાં દેરાસરમાં જઈ એણે તિલક કરી લીધું છે.' કુમારપાલે કહ્યું, “ભલે એ જૈન ન હોય, એણે કપાળમાં તિલક કર્યું છે એટલે એનો કર હું માફ કરું છું.” આથી એ માણસ ગળગળો થઈ ગયો અને એણે જૈન ધર્મ સ્વીકારી લીધો. આમ, સાધર્મિક વાત્સલ્યનું મહાભ્ય ઘણું છે. આથી આખી દુનિયામાં જૈનો સૌથી ઉદાર ગણાય છે. તેઓ ફક્ત જૈનો માટે નહીં પણ અજૈનો માટે પણ એટલા જ ઉદાર હોય છે. સાચા જૈનનું હૃદય હંમેશાં મૃદુ અને કરુણામય હોય છે. જે માણસ કંજૂસ છે, ક્રૂર છે તે સાધર્મિક વાત્સલ્ય અનુભવી શકે નહીં. સાધર્મિકનો મહિમા દર્શાવતાં શાસ્ત્રકારોએ કહ્યું છે : साधर्मिवत्सले पुण्यं पद्भक्तेद् वचोऽतिगम् । धन्यास्ते गृहिणोऽवश्यं तत्कृत्वाश्नन्ति प्रत्यहम् ।। Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જિનતત્ત્વ (સાધર્મિક વાત્સલ્ય કરવાથી જે પુણ્ય થાય છે તે શબ્દોથી કહી શકાય તેમ નથી. જે ગૃહસ્થો હંમેશાં અવશ્ય સાધર્મિક વાત્સલ્ય કરીને જમે છે તેઓને ધન્ય છે.) રતલામમાં એક શ્રાવકની વાત સાંભળી છે. તેઓ રોજ રતલામ સ્ટેશને ફ્રન્ટિયર મેલમાંથી જે કોઈ ઊતર્યા હોય તેમને પોતાને ઘરે ચાપાણી કે ભોજન માટે લઈ જતા અને ત્યાર પછી જ પોતે ભોજન કરતા, કેટલાય એવા છે કે જેમને ઘરે જમવામાં મહેમાન ન હોય તે દિવસે ખાવાનું ભાવે નહીં. એટલે જ કહેવાયું છે : न कयं दीणुद्धरणं, न कयं साहमिआण वच्छलं । हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ।। [ જેમણે દીન દરિદ્રનો ઉદ્ધાર કર્યો નથી, સાધર્મિકનું વાત્સલ્ય કર્યું નથી અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ધારણ કર્યા નથી તે પોતાનો જન્મ હારી ગયા છે એમ સમજવું. ] Page #365 -------------------------------------------------------------------------- ________________ યાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ જૈનોના વિશાળ સામાન્ય જનસમૂહે, અરે કેટલાયે મુનિ ભગવંતોએ પણ ‘યાપનીય' શબ્દ નહીં સાંભળ્યો હોય, તો તેઓને જૈનોના યાપનીય સંપ્રદાય વિશે જાણકારી ક્યાંથી હોય ? જૈનોમાં ભૂતકાળમાં યાપનીય નામનો એક મોટો સંપ્રદાય થઈ ગયો અને એ સંપ્રદાયે જૈનોના ધાર્મિક તથા સાંસ્કૃતિક વિકાસમાં બહુ મોટું કાર્ય કર્યું હતું એ જાણવું જૈનો માટે અત્યંત આવશ્યક છે, કારણ કે સ્થૂલ તથા સૂક્ષ્મ અહિંસાને વરેલા જૈનોના બે મુખ્ય સંપ્રદાયો- દિગંબર અને શ્વેતામ્બર વચ્ચે હજારેક વર્ષથી વિસંવાદ ચાલ્યો આવે છે. આ બે સંપ્રદાયો વચ્ચે સુસંવાદી સમન્વય કાર્ય કરવા માટે ‘યાપનીય’ સંપ્રદાયનો ઉદ્ભવ થયો અને એ સંપ્રદાયે સૈકાઓ સુધી ખુદ જૈનોમાં જ ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાની ભાવનાને દૃઢ ક૨વાનું સંગીન કાર્ય કર્યું હતું. યાપનીય સંપ્રદાય વિશે કોઈક જિજ્ઞાસુને ક્યારેક જાણવાનું મન થાય, પરંતુ એ માટે કશી આધારભૂત માહિતી સુલભ નહોતી. ડૉ. સાગ૨મલજી જૈને એ વિષયમાં અનેક ગ્રંથોનું અધ્યયન કરીને, તટસ્થતાપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરીને આ દળદાર સંશોધનગ્રંથ તૈયાર કર્યો છે, જે જિજ્ઞાસુની ‘ઇચ્છાને હવે સારી રીતે સંતોષી શકે એમ છે. ડૉ. સાગરમલજીએ તો યાપનીય સંપ્રદાય વિશે એક નાની પુસ્તિકા લખવાનું વિચાર્યું હતું, પરંતુ કેવા સંજોગોમાં, ચાર વર્ષના પરિશ્રમપૂર્વક આ ગ્રંથ લખાયો છે એનો રસિક વૃત્તાન્ત એમણે ગ્રંથમાં લેખકીય નિવેદનમાં આપ્યો છે. ડૉ. સાગ૨મલજીને શ્વેતામ્બર પરંપરાના આગમગ્રંથોનો અભ્યાસ તો બરાબર હતો જ, પરંતુ યાપનીય સંપ્રદાય વિશે લખવું હોય તો બંને પરંપરાના આધારગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ હોવો જોઈએ. એટલે એમણે દિગંબર Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩પક જિનતત્ત્વ સંપ્રદાયના ગ્રંથોનો પણ આ દૃષ્ટિકોણથી ફરીથી બરાબર અભ્યાસ કરી લીધો કે જેથી પોતાને પોતાના આ લેખનકાર્ય માટે યોગ્ય સજ્જતા અને અધિકાર પ્રાપ્ત થાય. આવા સંવેદનશીલ વિષય પર લખવા માટે લેખકે પોતાનાં સાંપ્રદાયિક પૂર્વગ્રહ કે અભિનિવેશને છોડવાં પડે, તો જ ઐતિહાસિક તથ્યોને યોગ્ય ન્યાય આપી શકાય. લેખકે એ વાત દૃષ્ટિ સમક્ષ રાખીને, તટસ્થતાપૂર્વક આ ગ્રંથનું લેખનકાર્ય કર્યું છે જે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. લેખકે આ ગ્રંથ ચાર મુખ્ય અધ્યાયમાં લખ્યો છે. પ્રથમ અધ્યાયમાં પનીર શબ્દ કેવી રીતે આવ્યો અને એના અર્થની તથા સંઘની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. બીજા અધ્યાયમાં યાપનીય સંઘના ગણ તથા અન્વયની વિચારણા કરવામાં આવી છે. ત્રીજા અધ્યાયમાં યાપનીય સાહિત્યનો સવિસ્તર પરિચય કરાવવામાં આવ્યો છે. ચોથા અધ્યાયમાં યાપનીય સંઘની વિશિષ્ટ માન્યતાઓનો યથાર્થ ખ્યાલ આપવામાં આવ્યો છે. યાપનીય સંઘ ઈસ્વી સનની બીજી શતાબ્દીથી પંદરમી શતાબ્દી સુધી, એમ સળંગ ૧૪૦૦ વર્ષ સુધી વિદ્યમાન રહ્યો હતો. આટલા સુદીર્ઘ કાળ સુધી એનું અસ્તિત્વ ટકી શક્યું એનું કારણ એની સમન્વયભરી ઉદાર દૃષ્ટિ હતી. આ સંઘે શ્વેતામ્બર અને દિગંબર સંપ્રદાય વચ્ચે યોજક કડીનું કાર્ય કર્યું હતું. શ્વેતામ્બર અને દિગંબર સંપ્રદાય વચ્ચે - (५) क्या ग्रन्थकार श्वेताम्बर आगमों में उपलब्ध महावीर के गर्भापहार, विवाह आदि तथ्यों का उल्लेख करता है ? (७) क्या ग्रन्थकारने अपने गण अन्वयादि का उल्लेख किया है और वे गण क्या यापनीयों आदि से सम्बन्धित है या (७) क्या उस ग्रन्थ का सम्बन्ध उन आचार्यों से है, जो श्वेताम्बर और यापनीय के पूर्वज रहे हैं ? (८) क्या ग्रन्थ में ऐसा कोई विशिष्ट उल्लेख है, जिसके आधार पर उसे यापनीय परंपरा से सम्बन्धित माना जा सके ? (८) क्या उस ग्रन्थ में क्षुल्लक को गृहस्थ न मान कर अपवाद लिंगधारी मुनि कहा गया है ? (૧૦) વા ૩ મેં યા વૃદ્ધ મુનિ વો પત્રાઃ મેં માહીર નાવર का उल्लेख है ? આ નિયમો જોતાં જણાશે કે લેખકે કેટલી બધી શાસ્ત્રીય, વ્યવસ્થિત, Page #367 -------------------------------------------------------------------------- ________________ થાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ ૩પ૭ તર્કપૂત વિચારણા કરી છે. અચેલકત્વ વિશે પણ એમણે ઐતિહાસિક અને ભૌગોલિક સંદર્ભમાં, ગ્રંથો, અભિલેખો, પ્રતિમાઓ વગેરેનો આધાર આપીને તલસ્પર્શી મીમાંસા કરી છે. આમ ડૉ. સાગરમલજીએ યાપનીય સંઘ વિશે એક વિશાળકાય અધિકૃત ગ્રંથ આપ્યો છે. એ માટે એમણે જૈન અને બૌદ્ધ પરંપરાના કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે ! એમણે પોતાના વિષયને તો યથાર્થ ન્યાય આપ્યો જ છે, પણ વાચકને તો એમાંથી બીજી અનેક બાબતો વિશે પણ સારી જાણકારી મળી રહે છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેઓ ક્યાંય પણ સાંપ્રદાયિક અભિનિવેશમાં સરી પડતા નથી. એમની સમુદાર મધ્યસ્થ દષ્ટિ એમને અને એમના આ ગ્રંથને ગૌરવ અપાવે એવી છે. એ બદલ તેઓ આપણા અભિનંદનના અધિકારી છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ‘આચારાંગ’ વિશે અભિનવ પ્રકાશન પરમ પૂજ્ય જ્યોતિષાચાર્ય શ્રી જયપ્રભવિજયજી (‘શ્રમણ’) મહારાજ સાહેબે શ્રી આચારાંગ સૂત્ર (આયારંગસુત્ત) ઉપર શ્રી શીલાંકાચાર્યે સંસ્કૃત ભાષામાં ૧૨,૦૦૦ શ્લોક પ્રમાણે રચેલી વૃત્તિનો હિંદી ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કર્યો છે તેને આવકારતાં હું અત્યંત આનંદ અનુભવું છું. મહારાજશ્રીએ પોતાના દાદા ગુરુ, અભિધાન રાજેન્દ્ર કોષના નિર્માતા, પ્રકાંડ પંડિત, સમર્થ ક્રિયોદ્ધારક શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનું નામ આ હિંદી ટીકા સાથે જોડીને એને ‘રાજેન્દ્ર સુબોધની આહોરી હિંદી ટીકા' એવું નામ આપ્યું છે તે પોતાના દાદા ગુરુ પ્રત્યેના એમના ભક્તિભાવનું ઘોતક છે. આ રીતે આપણને હિંદી ભાષામાં ‘આચારાંગસૂત્ર' વિશે એક અભિનવ પ્રકાશન પ્રાપ્ત થાય છે. આચારાંગ સૂત્ર વિશે હિંદી ભાષામાં અનુવાદ અને વિવેચનરૂપે કેટલુંક સાહિત્ય પ્રકાશિત થયેલું છે, પરંતુ શ્રી શીલાંકાચાર્યની ટીકાનો હિંદીમાં અનુવાદ આ પહેલી વાર પ્રકાશિત થાય છે. એથી આ વિષયના રસિક જિજ્ઞાસુઓને, વિદ્વાનોને અને આત્માર્થી જીવોને સવિશેષ લાભ થશે. શ્રુતસેવાનું આ એક અનોખું કાર્ય છે. ‘આચારાંગસૂત્ર’ વિશે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, ઇંગ્લિશ, જર્મન વગેરે ઘણી ભાષાઓમાં ઘણું સાહિત્ય પ્રકાશિત થયેલું છે. પ્રાચીન કાળમાં ‘આચારાંગસૂત્ર’ (આયારંગ સુત્ત) વિશે તથા અન્ય આગમો વિશે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા-વૃત્તિ ઇત્યાદિ પ્રકારનું ઘણું સાહિત્ય રચાયેલું છે અને તે પ્રકાશિત થયેલું છે. એમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલી આચારાંગનિર્યુક્તિ પ્રથમ સ્થાન પામે છે. પ્રાકૃત ભાષામાં પદ્યમાં લખાયેલી આ સધન કૃતિ ઉપ૨થી સંસ્કૃત કે પ્રાકૃતમાં સવિસ્તર કૃતિઓની રચના અર્થપ્રકાશ માટે થયેલી છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ‘આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન ૩પ૯ આચારાંગ ઉપર આવશ્યક નિર્યુક્તિ પછી સમર્થ કૃતિ તે શ્રી શીલાંકાચાર્યકૃત ટીકા છે. શ્રી શીલાંકાચાર્ય વિક્રમના દસમા સૈકામાં થઈ ગયેલા એક મહાન આચાર્ય છે. એમના જીવન વિશે બહુ વિગત નથી સાંપડતી, પરંતુ એમ મનાય છે કે ગુજરાતમાં થઈ ગયેલા મહાન રાજા વનરાજ ચાવડાના ગુરુ જે શ્રી શીલગુણસૂરિ હતા તે જ આ શ્રી શીલાંકાચાર્ય અથવા શ્રી શીલાચાર્ય. એ કાળે શ્રી શીલાંકાચાર્ય ગુજરાતમાં વિહરતા હતા અને પાટણ પાસે ગાંભુ (ગંભૂતા) નગરમાં રહીને એમણે આચારાંગસૂત્રની આ ટીકા લખી હતી એવો નિર્દેશ આ ટીકાની એક તાડપત્રીય પ્રતિ ખંભાતના ભંડારમાં છે એમાં થયેલો છે. शीलाचार्येण कृता गंभूत्तायां स्थितेन टीकैष । . શ્રી શીલાંકાચાર્યનું બીજું નામ “તત્ત્વાદિત્ય' હતું એવો ઉલ્લેખ પણ મળે છે. તેઓ નિવૃત્તિ ગચ્છના શ્રી માનવદેવસૂરિના શિષ્ય હતા. શ્રી શીલાંકાચાર્યે પ્રાકૃતમાં લખેલી “ચઉપષ્ણ મહાપુરિસચરિય' એક મહાન કૃતિ છે. એની રચના દસ હજાર શ્લોક પ્રમાણની છે. એમાં ચોપન મહાપુરુષોનાં – શલાકા પુરુષોના ચરિત્ર આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ પ્રકાશિત થયેલો છે અને એનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયેલો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' નામના મહાન ગ્રંથની સંસ્કૃત ભાષામાં જે રચના કરી છે એમાં એમણે શ્રી શીલાંકાચાર્યના આ પ્રાકૃત ગ્રંથનો આધાર લીધો છે. શ્રી શીલાંકાચાર્યે આચારાંગસૂત્રની ટીકા વિ. સં. ૯૩૩ (શક સંવત ૭૯૯)માં લખી હતી. આ ટીકા લખવાનું એક પ્રયોજન તે શ્રી ભદ્રબાહુસ્વામીની આચારાંગ નિર્યુક્તિ' પછી આર્ય ગંધહસ્તિએ આચારાંગ ઉપર જે ટીકા લખી હતી તે બહુ ગહન હતી, માટે સરળ ભાષામાં અર્થની વિશદતા સાથે એમણે આ વિસ્તૃત ટીકાની રચના કરી હતી. આ વાતનો એમણે પોતે જ પોતાની ટીકામાં ઉલ્લેખ નીચે પ્રમાણે કર્યો છે : शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च गंधहस्तिकृतम् । तस्मात् सुखबोधार्थ गृह्णाम्यहमज्जसो सारम् ।। આર્ય ગંધહસ્તિ તે જ શ્રી સિદ્ધસેન દિવાકર એમ પણ મનાય છે. આર્ય ગંધહસ્તિએ આચારાંગસૂત્ર પર લખેલું વિવરણ અત્યંત ગહન, વિદ્ધભોગ્ય હોવું જોઈએ. એ ક્યાંય મળતું નથી. એનો અર્થ એ થયો કે એ લુપ્ત થઈ ગયેલું Page #370 -------------------------------------------------------------------------- ________________ 390 જિનતત્ત્વ હોવું જોઈએ. એટલે શ્રી શીલાંકાચાર્યે સમજાય એવું (સુવીધાર્જ) વિવરણ લખ્યું છે. આ ટીકાના અભ્યાસીઓ કહે છે કે શ્રી શીલાંકાચાર્યની “આચારાંગસુત્ર”ની ટીકા વાંચતાં બહુ પ્રસન્નતા અનુભવાય છે અને અર્થબોધ ત્વરિત થાય છે. શ્રી શીલાંકાચાર્યે પોતાના શ્લોકમાં આર્ય ગંધહસ્તિની ટીકાના ફક્ત શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો ઉલ્લેખ કર્યો છે. એટલે કદાચ એવું પણ બન્યું હોય કે શ્રી શીલાંકાચાર્યના સમય સુધીમાં આર્ય ગંધહસ્તિએ રચેલાં બીજાં અધ્યયનોનું વિવરણ છિન્નભિન્ન થઈ ગયું હોય. એ કાળે શ્રુતપરંપરા ચાલતી હતી અને કઠિન ગ્રંથ યાદ રાખનારા ઓછા ને ઓછા થતા ગયા હશે. એક મત એવો છે કે શ્રી શીલાંકાચાર્યે અગિયારે અંગ ઉપર ટીકા લખી હતી, પરંતુ એમાંથી માત્ર “આચારાંગસૂત્ર' અને “સૂત્રકૃતાંગસૂત્ર' ઉપરની ટીકા જ ઉપલબ્ધ છે. બાકીની ટીકાઓ સમય જતાં લુપ્ત થઈ ગઈ હશે. જે ટીકાઓ ઉપલબ્ધ છે એ પણ હજારો શ્લોક પ્રમાણ છે. આટલી મોટી રચના કરવાની હોય ત્યારે આચાર્ય મહારાજને સંદર્ભો, લેખન વગેરેની દૃષ્ટિએ બીજાની સહાય લેવી પડે. શ્રી શીલાંકાચાર્યે એ માટે શ્રી વાહરિ ગણિની સહાય લીધી હતી. એવો પોતે જ “સૂત્રકૃતાંગ”ની ટીકામાં ઉલ્લેખ કર્યો છે. આ વાહરિ ગણિ તે એમના જ કોઈ સમર્થ શિષ્ય હશે એમ અનુમાન થાય છે. શ્રી શીલાંકાચાર્યની આ ટીકા એક હજાર વર્ષથી સચવાઈ રહી છે અને આચારાંગસૂત્ર'ના અધ્યયનમાં, એની વાચનામાં સતત એનો ઉપયોગ થતો રહ્યો છે. એ જ એની મહત્તા દર્શાવે છે. આ ટીકાથી પ્રભાવિત થઈને શ્રી જિનદત્તસૂરિએ “ગણધર સાદ્ધશતક'માં શ્રી શીલાં કાર્ય વિશે લખ્યું છે : आयारवियारण वयण चंदियादलीय सयल संतावो । सीलंको हरिण कुव्व सोहइ कुमुयं वियासंतो ।। અર્થાત્ આચાર (આચારાંગસૂત્ર)ની વિચારણા માટે વચનચંદ્રિકા વડે જેમણે સકલ સંતાપ દલિત કર્યા છે – દૂર કર્યા છે એવા શ્રી શીલાંકાચાર્ય હરિણાંક (ચંદ્ર)ની જેમ કુમુદને વિકસાવે છે. આપણા શ્રુતસાહિત્યમાં “આચારાંગસૂત્ર'નું સ્થાન અનોખું છે. આપણા પિસ્તાલીસ આગમોમાં અગિયાર અંગો મુખ્ય છે. બાકીના આગમોને અંગબાહ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. ગણધરોએ રચેલી દ્વાદશાંગીમાંથી હાલ અગિયાર અંગ ઉપલબ્ધ છે અને તેમાં પણ કેટલોક ભાગ છિન્નભિન્ન થયેલો છે. અગિયાર અંગમાં “આચારાંગ (આયારંગ) મુખ્ય છે. એમાં આચારધર્મનું Page #371 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન ૩૬૧ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને આચારધર્મ એ સાધુજીવનનો પ્રાણ છે. આપણા જૈન શાસનમાં શ્રુતજ્ઞાનની પરંપરા અભુત અને સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. આપણને શ્રુતસાહિત્યનો જે ખજાનો મળ્યો છે તે ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી હજારેક વર્ષ સુધી તો કંઠસ્થ સ્વરૂપમાં – ગુરુ શિષ્યને કંઠસ્થ કરાવે એ રીતે સચવાયેલો છે. વળી દરેક તીર્થકર ભગવાન દેશના અર્થથી આપે અને એમના ગણધરો એને સૂત્રમાં ગૂંથી લે એવી પરંપરા છે. આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે : अत्थं भासइ अरहा सुत्तं गन्थन्ति गणहरा निउणं । सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ।। તીર્થકર ભગવાન શાસન પ્રવર્તાવે એ કાળ વિવિધ પ્રકારની એટલી બધી લબ્ધિ-સિદ્ધિઓથી સભર હોય છે કે ભગવાન સમવસરણમાં ગણધરોને ત્રિપદી-૩૫ન્ને વા વિનામે વા ઘટ્ટ વા – આપે અને ગણધરો મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગીની રચના કરે છે. “શ્રી ગૌતમસ્વામી અષ્ટકમાં કહ્યું છે : श्री वर्धमानात् त्रिपदीमवाप्य मुहूर्तमात्रेण कृतानि येन । अंगानि पूर्वाणि चतुर्दशापि स गौतमो यच्छतु वांछितं मे ।। અર્થાત્ “શ્રી વર્ધમાન સ્વામી પાસેથી ત્રિપદી મેળવીને મુહૂર્ત માત્રમાં જેમણે દ્વાદશાંગીની અને ચૌદ પૂર્વની રચના કરી છે એવા શ્રી ગૌતમસ્વામી મારાં વાંછિત આપો.” આ દ્વાદશાંગીમાં – બાર અંગમાં મુખ્ય તે આચારાંગ છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા અને ભવિષ્યમાં અનંત તીર્થકરો થશે. ભૂતકાળમાં સર્વ તીર્થંકરોએ પ્રથમ આચારનો ઉપદેશ આપ્યો છે, વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન સર્વ તીર્થકરો એ પ્રમાણે જ ઉપદેશ આપશે. મોક્ષમાર્ગમાં આચારનું કેટલું બધું મહત્ત્વ છે તે એ દર્શાવે છે. જૈન દર્શન પ્રમાણે અધ્યાત્મમાર્ગમાં દર્શન મોહનીય કર્મનો ક્ષય પછી જ્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય નહીં ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ થાય નહીં. માટે જ આચારની મહત્તા છે. બાર અંગોમાં આચારાંગનું સ્થાન પહેલું છે. તીર્થંકર પરમાત્મા સર્વપ્રથમ આચારાંગની પ્રરૂપણા કરે છે અને ત્યાર પછી બાકીનાં અંગોની પ્રરૂપણા કરે છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ “આચારાંગ નિર્યુક્તિમાં લખ્યું છે : i Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ सव्वेसिमायारो तित्थस्स पवत्तणे पढमयाए सेसाई अंगाई एक्कारस आणुपुवीए ।। વળી ‘આચારાંગ’ને બધાં અંગોના સાર તરીકે ગણવામાં આવ્યું છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે : અંગનું જિ સારો ? પ્રયારો | (બધાં અંગોનો સાર શું ? આચારાંગ.) તેઓએ વળી કહ્યું છે કે આચારાંગમાં મોક્ષના હેતુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ પ્રવચનનો સાર છે. આચારાંગનું જ્ઞાન મેળવ્યા પછી જ સાચો શ્રમણધર્મ સમજાય છે. ગણિ થનારે પ્રથમ આચારધર થવું જોઈએ. आयारम्मि अहीए जं णाओ होई समणधम्मो उ ।। तम्हा आयारधरो भण्णइ पढमं गणिट्ठाणं ।। જિનતત્ત્વ એટલે જ પ્રાચીન કાળથી એવી પરંપરા ચાલી આવી છે કે ગુરુ ભગવંત પોતાના શિષ્યોને પ્રથમ આચારાંગસૂત્રનું અધ્યયન કરાવ્યા પછી જ બીજાં અંગોનું અધ્યયન કરાવે. પ્રાચીન કાળમાં તો એવો નિયમ હતો કે નવદીક્ષિત સાધુ જ્યાં સુધી આચારાંગના પ્રથમ અધ્યયન ‘શસ્ત્રપરિજ્ઞા'નો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી એને વડી દીક્ષા આપવામાં આવતી નહીં અને ત્યાં સુધી એ ગોચરી વહોરવા જઈ શકે નહીં. અઢાર હજાર પદ પ્રમાણ ‘આચારાંગસૂત્ર'માં બે શ્રુતસ્કંધ છે. એમાં પહેલામાં નવ અધ્યયન છે અને બીજામાં સોળ અધ્યયન છે. આ રીતે એમાં કુલ પચીસ અધ્યયન છે. એમાંથી પ્રથમ શ્રુતસ્કંધનું ‘મહાપરિજ્ઞા' નામનું અધ્યયન વિલુપ્ત થઈ ગયું છે. આ અધ્યયન માટે એવી જનશ્રુતિ છે કે એમાં વિશિષ્ટ પ્રકારના ચમત્કારિક મંત્રો, વિદ્યાઓ ઇત્યાદિ આપવામાં આવ્યા હતા. પરંતુ કાળ બદલાતાં એનો દુરુપયોગ થવાનો સંભવ હોવાથી આચાર્યોએ એનું અધ્યયન કરાવવાનું બંધ કરી દીધું અને એમ કરતાં એ અધ્યયન લુપ્ત થઈ ગયું છે. છેલ્લા દસ પૂર્વધર શ્રી વજસ્વામીએ આ ‘મહાપરિજ્ઞા' અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. આચારાંગસૂત્રની માવળા (ભાવના) અને વિમુત્તી (વિમુક્તિ) નામની છેલ્લી બે ચૂલિકાઓ વિશે આચારાંગની ચૂર્ણિમાં એવી સરસ વાત આવે છે કે શ્રી સ્થૂલિભદ્રનાં બહેન યક્ષા સાધ્વી મહાવિદેહ ક્ષેત્રમાં ગયાં હતાં અને ત્યાં શ્રી સીમંધરસ્વામીનાં દર્શન કર્યાં હતાં. તે સમયે શ્રી સીમંધરસ્વામીએ એમને ભાવળા અને વિમુત્તી નામનાં બે અધ્યયન આપ્યાં હતાં, જે સંઘે આચારાંગ Page #373 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન ૩૬૩ સૂત્રમાં અંતે ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા હતાં. (શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પરિશિષ્ટ પર્વ પ્રમાણે શ્રી સીમંધર-સ્વામીએ યક્ષા સાધ્વીને ચાર અધ્યયન આપ્યાં હતાં, જેમાંથી સંઘે બે “આચારાંગમાં અને બે ‘દશવૈકાલિક'માં ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા હતાં.) ‘આચારાંગસૂત્રમાં અઢાર હજાર વર્ષ પ્રાચીન એવી ભગવાન મહાવીર સ્વામીની વાણી યથાસ્વરૂપે સચવાઈ રહી છે. “આચારાંગસૂત્રના આરંભમાં જ ગણધર શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને કહે છે : સુર્ય ને મીરાં ! તે માયા મધ્રાં – (હ આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે તે ભગવાન વર્ધમાન સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે –આથી જ આચારાંગસૂત્ર'ની અધિકૃત વાચનાનું સંપાદન કરનાર પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજે એ ગ્રંથની પ્રસ્તાવનામાં કહ્યું છે, “આચારાંગસૂત્ર'માં અતિસંક્ષિપ્ત છતાં અત્યંત વેધક અનેકાનેક સુવાક્યો અનેક સ્થળે પથરાયેલાં છે. ગંભીર રીતે તેનું મનન કરવામાં આવે તો અનાદિકાલીન અજ્ઞાન અને મોહને ક્ષણવારમાં હચમચાવી મૂકે એવી તેનામાં અત્યંત તેજોમય દિવ્ય શક્તિ ભરેલી છે. આચારાંગસૂત્રનું અધ્યયન કરતી વખતે પ્રભુ મહાવીર પરમાત્માની અતિશયોથી ભરેલી પાંત્રીસ ગુણયુક્ત દિવ્ય, ગંભીર વાણી જાણે સાક્ષાત્ સાંભળતા હોઈએ તેવો અપૂર્વ આનંદાનુભવ થાય છે.' એટલે જ આવા દિવ્ય ગ્રંથ ઉપર શ્રી શીલાંકાચાર્યે સંસ્કૃતમાં લખેલી ટીકાનો હિંદીમાં અનુવાદ પ્રકાશિત થાય છે એથી આનંદોલ્લાસ અનુભવાય છે. આ ગ્રંથમાં મૂળ સૂત્ર, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, સૂત્રાર્થ, ટીકા-અનુવાદ અને સૂત્રસાર એ ક્રમમાં લેખન થયું છે. લેખન વ્યવસ્થિત અને પદ્ધતિસર થયું છે. સૂત્રસારમાં તે તે વિષયની વિગત અધિકૃત છણાવટ કરવામાં આવી છે. ૫. પૂ. શ્રી જયપ્રવિજયજીએ જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે અનુમોદનીય છે. એમાં એમની શાસ્ત્ર પ્રીતિનાં અને શાસ્ત્રભક્તિનાં સુપેરે દર્શન થાય છે. એમણે પોતાના દાદાગુરુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીની અને પોતાના ગુરુવર્ય શ્રી યતીન્દ્રસૂરીશ્વરજીની જ્ઞાનોપાસનાની પરંપરાને સાચવી છે એ નોંધપાત્ર છે. - પ. પૂ. શ્રી જયપ્રભવિજયજી મહારાજ સાથેનો મારો પરિચય કેટલાંક વર્ષ પહેલાં પાલીતાણામાં જ્યારે જૈન સાહિત્ય સમારોહ યોજાયો હતો ત્યારથી છે. આ સમારોહ વસ્તુત: એમની પ્રેરણાથી જ ગોઠવાયો હતો. એ વખતે એમની જ્ઞાનોપાસનાની, સાહિત્યપ્રીતિની પ્રતીતિ થઈ હતી. જ્યોતિષ અંગેનો એમનો Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જિનતત્ત્વ મુહૂર્તરાજ' નામનો ગ્રંથ સુપ્રસિદ્ધ છે. એમણે “શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ'નું સંપાદન કર્યું છે. હવે એમના હાથે શ્રી શ્રીલાંકાચાર્યની આચારાંગવૃત્તિનો હિંદી અનુવાદ થયો છે અને તે પ્રકાશિત થાય છે એ અત્યંત આનંદનો અવસર છે. આ ગ્રંથ અનેકને આગમોના અભ્યાસમાં સહાયભૂત થશે. જ્ઞાનોપાસનાના ક્ષેત્રે આ એક મોટું યોગદાન ગણાશે. - પૂજ્ય મહારાજશ્રીનો આ ગ્રંથ તૈયાર કરવામાં પંડિત શ્રી રમેશભાઈ હરિયાનો સારો સહયોગ સાંપડ્યો છે. એ બદલે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. ૫. પૂ. શ્રી જયપ્રભવિજયજી મહારાજે આ ગ્રંથના લેખન – પ્રકાશન દ્વારા મૃતોપાસનાનું જે અનુમોદનીય કાર્ય કર્યું છે તે અનેકના આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો એવી શુભકામના. આ આમુખ લખવામાં મારા અધિકાર કરતાં પૂજ્ય મહારાજશ્રીનો મારા પ્રત્યેનો સભાગ જ વિશેષ રહ્યો છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડે ! Page #375 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૩૬૫ જિનતત્ત્વ (ગ્રંથ પહેલો)ની વિષય સૂચિ ભાગ ૧ ૧. ત્રિવિજય ૨. પ્રતિસેવના ૩. નિયાણુ સંખના કરુણાની ચરમ કોટિ ૬. સાંવત્સરિક ક્ષમાપના ૭. સમુદ્દઘાત અને શૈલેશીકરણ ૮. કાઉસગ્ન ૯. કલ્પસૂત્ર ૧૦. પચ્ચક્ખાણ ૧૧. આલોચના ૧૨. જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા ૧૩. સંયમની સહચરી ગોચરી ૧૪. વર્ધમાન તપની ઓળી ૧૫. પર્વાધિરાજ પર્યુષણ-૧ ૧૯. પર્વાધિરાજ પર્યુષણ-૨ ભાગ ૨ ૧૭. લાંછન ૧૮. પ્રભાવના ૧૯. પરીષહ ૨૦. ઉપસર્ગ ૨૧. કેશ-લોચ ૨૨. લબ્ધિ ૨૩. સમવસરણ ૨૪. નિરામિષાહાર – જૈન દૃષ્ટિએ ૨૫. મલ્લિનાથની. પ્રતિમા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જિનતત્ત્વ ભાગ ૩ ૨૬. સમય જોયમ મા પમાયણ ૨૭. ધર્મધ્યાન ૨૮. પ્રતિક્રમણ ૨૯. દાનધર્મ ૩૦. સ્વાધ્યાય ૩૧. જાતિસ્મરણ જ્ઞાન ૩૨. સંયમનો મહિમા ૩૩. શીલવિઘાતક પરિબળો ભાગ ૪ ૩૪. મનુષ્યજન્મની દુર્લભતા ૩૫. નવકારમંત્રમાં સંપદા ૩૬. નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૭. નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૮. દિવ્ય ધ્વનિ ૩૯. લોગસ્સ સૂત્ર ૪૦. દયાપ્રેરિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૪૧. ભક્તામર સ્તોત્ર - કેટલાક પ્રશ્નો ભાગ ૫ ૪૨. પર્વારાધના ૪૩. અભ્યાખ્યાન ૪૪. નવકારમંત્રની શાશ્વતા ૪૫. ઉપાધ્યાય-પદની મહત્તા ૪૬. સામયિક ૪૭. બોધિદુર્લભ ભાવના Page #377 -------------------------------------------------------------------------- ________________ [આગળના ફ્લૅપનું અનુસંધાન] અન્ય સંસ્થાઓ માટે કરોડો રૂપિયાનું દાન એકત્રિત કરી એ દાન એ સંસ્થાને સમર્પિત કરી કરૂણાના કામની સંઘને પ્રેરણા આપી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત જૈન સાહિત્ય સમારોહના તેઓ સર્જક હતા અને ૧૭ સાહિત્ય સમારોહનું આયોજન વિવિધ સ્થળે કર્યું. આ પ્રવૃત્તિના ફળસ્વરૂપ અનેક વિદ્વાનો તૈયાર થયાં છે જેમની આજે ઉજ્જવળ કારકિર્દી નિર્માઈ છે. એઓશ્રીના દેહવિલય પછી પણ આ વિદ્વદ્ ગોષ્ઠિની પ્રવૃત્તિ ચાલુ રહી અને ૧૮મો સાહિત્ય સમારોહ ૨૦૦૬માં ભાવનગરમાં તેમજ ૧૯ મો સાહિત્ય સમારોહ ૨૦૦૮માં પૂનામાં યોજાયો. જૈન ધર્મના આ પ્રકાંડ પંડિત અને સંશોધકે ધર્મના વિવિધ વિષયો પર લગભગ ૧૧૫ પુસ્તકોનું સર્જન કર્યું છે. પોતાના સર્વ સાહિત્ય સર્જનના કોપીરાઈટનો તેમણે ત્યાગ કર્યો તે સાહિત્ય જગતની વિરલ ઘટના છે. ભારતમાં તેમ જ વિદેશમાં જેવા કે આફ્રિકા, યુ. કે., અમેરિકા, કેનેડા, જાપાન, હૉંગકૉંગ, દુબઈ, સુદાન વ. ત્યાંની સંસ્થાના આમંત્રણથી જૈન ધર્મ અને સાહિત્ય પર વ્યાખ્યાનો આપ્યાં છે. આવા વિદ્વાન લેખક, સર્જક, સંપાદક, સંશોધક અને સાહિત્યકાર ડૉ. રમણભાઈ મુંબઈના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર શ્રી દીપચંદ ત્રિભોવનદાસની સુપુત્રી અને સોફિયા કૉલેજના ગુજરાતીના પ્રાધ્યાપિકા તારાબહેન શાહ સાથે ૧૯૫૩માં લગ્નગ્રંથિથી જોડાયા. આ સુખી દામ્પત્યના ફળ સ્વરૂપ પુત્રી શૈલજા અને પુત્ર અમિતાભ છે. આ બન્ને સંતાનોની શૈક્ષણિક, સામાજિક અને વ્યવસાયિક કારકિર્દી પણ ઉજ્જવળ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેમના સર્વ સાહિત્યને સમાવતા ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ'ના શીર્ષકથી સાત ગ્રંથોનું પ્રકાશન કરી તેમના બહુમુખી પ્રતિભાશાળી જીવનકાર્યને ઉચિત અને ઉજ્જવળ અંજલિ આપી છે. Page #378 -------------------------------------------------------------------------- ________________