________________
નિવેદન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં અત્યાર સુધીમાં સ્વ. ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત જિનતત્ત્વના ૧ થી ૮ ભાગ પ્રકાશિત થયા છે.
| જિનતત્ત્વના આ ભાગોમાંથી ભાગ ૧ થી પ ભાગ એક જ ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે. એની બીજી આવૃત્તિ પણ ઉપલબ્ધ થશે. જિનતત્ત્વ ભાગ ૬, ૭, ૮ અને પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા જૈનધર્મ વિષયક લેખોનો સમાવેશ ગ્રંથ-૨માં પ્રકાશિત થતાં વાંચકોને સરળતા રહેશે.
વાંચકોની સુવિધા માટે ગ્રંથ પહેલાની વિષય સૂચિ ગ્રંથ બીજામાં પાછળનાં પાનાં પર આપી છે અને ગ્રંથ બીજાની વિષયસૂચિ ગ્રંથ પહેલામાં પાછળ આપી છે. જેથી વાંચકને સમગ્રપણે વિષયોનો ખયાલ રહે,
આ લેખોમાં કંઈ પણ શરતચૂક થઈ હોય, વિગતદોષ રહી ગયા હોય, મુદ્રણની ક્યાંક અશુદ્ધિ રહી ગઈ હોય અથવા ક્યાંક જિનાજ્ઞાવિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો તે માટે મિચ્છામિ દુક્કડમ્. આ લેખો કોઈકને પણ પ્રેરણારૂપ થશે તો ડૉ. રમણભાઈનો લેખન પ્રયાસ સાર્થક થશે.
આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો તથા સરસ પ્રકાશન-આયોજન માટે ચંદ્રિકા પ્રિન્ટરીનો આભાર માનું છું.
પુસ્તકના મુખપૃષ્ઠનું સુંદર ચિત્ર આપવા માટે શ્રી પ્રેમલભાઈ કાપડિયાનો પણ આભાર માનું છું. મુંબઈ
તારાબહેન રમણલાલ શાહ તા. ૧૫-૦૮-૨૦૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org