________________
અદત્તાદાન-વિરમણ માલિકની રજા લીધા વિના ન કરવો જોઈએ.
૨. જીવ અદત્ત - જીવ અદત્ત એટલે જીવે પોતે નહીં આપેલું. જે વસ્તુમાં જીવ હોય તે વસ્તુ ગ્રહણ કરવી તે જીવ અદત્ત. આ ખાસ કરીને મુનિભગવંતોને લાગુ પડે છે, કેમ કે સચિત્ત વસ્તુનો ત્યાગ તેઓએ કરવાનો હોય છે. કોઈ જીવની હત્યા કરવામાં આવે તો તેમાં હિંસા ઉપરાંત જીવ અદત્તનો દોષ લાગે.
૩. તીર્થકર અદત્ત - એટલે તીર્થકરોએ ન આપેલું એવું ગ્રહણ કરવું તે. વસ્તુત: તીર્થંકર પરમાત્માઓ મોક્ષમાં બિરાજમાન છે અને મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન હોય તો પણ તેઓને કશું આપવા લેવાનો વ્યવહાર રહેતો નથી એટલે અહીં “તીર્થકર અદત્ત” શબ્દ લક્ષણાથી લેવાનો છે અને તેનો મર્મ એ છે કે તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી વિપરીત કાર્ય કરવામાં “તીર્થકર અદત્ત'નો દોષ લાગે છે.
૪. ગુરુ અદત્ત- ગુરુએ ન આપેલી એવી વસ્તુ ગ્રહણ કરવી તે ગુરુ અદત્ત કહેવાય. મુનિઓને પોતાના પંચમહાવ્રતધારી ગુરુએ ગોચરી, ઉપકરણો વગેરેની બાબતમાં જે ન આપ્યું હોય તે ન લેવું એ દોષમાંથી સ્થૂળ વ્યવહારની દૃષ્ટિએ બચવાનું છે. પરંતુ વિશેષાર્થ તરીકે તો મુનિઓએ તેમજ ગૃહસ્થોએ પોતાના પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતોની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ ગુરુ અદત્તનો દોષ ગણાય છે. એવા દોષથી બચવું જોઈએ.
ચોરીના પ્રકારોનું જૈન પારિભાષિક પદ્ધતિએ એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ વર્ગીકરણ કરવામાં આવે છે.
૧. દ્રવ્ય ચોરી – દ્રવ્ય એટલે સ્થૂલ પદાર્થ, દ્રવ્ય ચોરી એટલે રોકડ નાણાં, ઘરેણાં, ચીજ-વસ્તુઓની ચોરી કરવી તે. એમાં ખોટાં તોલમાપથી, ભેળસેળથી, ખોટાં બિલ બનાવી, હિસાબમાં ઘાલમેલ કરી કે ખાનગીમાં પોતાનું કમિશન રખાવી કે સરકારી કરવેરા ન ભરી કે ખોટી રીતે ઓછા ભરી જે નાણાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ થાય છે તે પણ દ્રવ્ય ચોરી છે.
૨. ક્ષેત્ર ચોરી – એટલે જમીન, ખેતર વગેરેના વેચાણમાં અપ્રામાણિકતા આચરવી, કોઈની જમીન દબાવી લેવી, નધણિયાતી જમીન પચાવી પાડવી વગેરે ક્ષેત્ર ચોરી તરીકે ગણાય. તદુપરાંત ગ્રામ, નગર, વન, ઉદ્યાન વગેરેમાં રહીને ચોરી કરવી તે પણ ક્ષેત્ર ચોરી તરીકે ઓળખાય છે.
૩. કાલ ચોરી – એટલે નિશ્ચિત કાલે, દિવસે કે રાત્રે ચોરી કરવી તે કાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org