________________
જિનતત્વ કેિટલુંક લટકાં-મટકાં કરીને, કેટલુંક કલા વડે (એટલે બીજાને ન દેખાય એવી કુશળતાથી), કેટલુંક માપમાં ઘાલમેલ કરીને, કેટલુંક તોલમાં વધઘટ કરીને, એમ વણિક કંઈક કંઈક હરણ કરી લે છે. માટે વણિક પ્રત્યક્ષ ચોર છે એમ જ સમજવું આવો જ બીજો એક શ્લોક પણ છે :
अधीते यत्किचित्तदपि मुषितं ग्राहकजनं । मृदु ब्रूते यद्धा तदपि विवशीकत्तुमपरं ।। प्रदत्ते यत्किचित्तदपि समुपादातुमधिकं ।
प्रपंचोयं वृत्तेरहह गहनं कोऽपि वणिजां ।। [વણિક જે કંઈ કહે તે ગ્રાહકને છેતરવા માટે જ હોય છે. વણિક મીઠું મીઠું બોલે તે પણ ગ્રાહકને વશ કરવા માટે જ હોય છે. વળી ગ્રાહકને જો થોડું કંઈક મફત આપે તે તેનો વધારે ભાવ લેવા માટે જ છે એમ જાણવું. આમ, વણિકના વેપારનો પ્રપંચ ખરેખર ઘણો ઊંડો હોય છે.]
આમ, વેપારધંધામાં જેમ વણિક લોકો કુશળ ગણાય છે તેમ છેતરપિંડીની બાબતમાં પણ વાણિયા લોકોની શાખ જૂના વખતથી જ બગડેલી છે. આપણામાં જેમ વાણિયા લોકો તેમ દુનિયાના જુદા જુદા દેશોમાં પ્રજાના અમુક વર્ગના લોકો વેપારધંધામાં લુચ્ચાં અને અપ્રમાણિક ગણાતા હોય છે.
જેઓ છેતરપિંડી કરે છે તેઓ બીજાને દુ:ખ પહોંચાડે છે. જેનું ધન ચોરાઈ જાય છે તે આપત્તિમાં આવી પડે છે. આવી રીતે બહુ દુ:ખી થયેલો માણસ ક્યારેક આપઘાત કરી બેસે છે.
અદત્તના ચાર મુખ્ય પ્રકારો આગમોમાં બતાવવામાં આવ્યા છે. પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે :
सामी - जीवादत्तं तित्थयरेणं तहेव य गुरुहिं ।
वमदत्तसरुवं परुवियं आगमधरेहिं ।। (સ્વામી-અદત્ત, જીવ-અદત્ત, દેવ-અદત્ત અને ગુરુ-અદત્ત-ચોરીનાં આ ચાર સ્વરૂપ આગમધર જ્ઞાનીઓએ બતાવ્યાં છે.).
૧. સ્વામી અદત્ત – જેની માલિકીની જે વસ્તુ હોય તે તેના આપ્યા વગર લેવી તે સ્વામી અદત્ત છે. મોટી વસ્તુઓની બાબતની દષ્ટિએ આ ચોરી છે. પરંતુ નાની નાની ચીજવસ્તુઓ પણ તેના માલિકની રજા વગર ન લેવી જોઈએ. સાધુઓએ પણ ઉપાશ્રય કે મકાનનો ઉપયોગ તેના સંઘની, ટ્રસ્ટની કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org