________________
લેશ્યા
૨૮૩ અને કૃષ્ણ લેશ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં દુર્લભબોધિ થાય છે.
ચાર ગતિ અને ચોર્યાસી લાખ યોનિના જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં. એક યોનિમાંથી બીજી યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે તેમની વેશ્યાઓનું પરિણમન કેવું થાય છે એ વિશે બહુ સૂક્ષ્મતાથી ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં દર્શાવવામાં આવ્યું છે. એ આખો વિષય પરિભાષિક અને કઠિન છે, પરંતુ જો રસ પડે તો બહુ ગમે એવો વિષય છે.
આધુનિક વિજ્ઞાને જે કેટલાંક સૂક્ષ્મદર્શન સાધનો બનાવ્યાં છે એમાં કિલિયન ફોટોગ્રાફી પણ છે. આ ફોટોગ્રાફી દ્વારા મનુષ્યના શરીરમાંથી બહાર જે આભા (Aura) નીકળે છે એ આભામંડળનો ફોટો લઈ શકાય છે. આ ફોટોગ્રાફમાં મનુષ્યના મસ્તકની બહાર, એના મનમાં ચાલતા વિચારો, અધ્યવસાયો અનુસાર જે આભામંડળ રચાય છે તે દેખાય છે. દરેકનું આભામંડળ જુદું હોય છે. દ્રવ્ય લેગ્યામાં વર્ણ, રસ, સ્પર્શ અને ગંધ એમ ચાર હોય છે. આ ફોટોગ્રાફમાં માત્ર વર્ણ દેખાય છે. ફોટોગ્રાફનું આ આભામંડળ એ લેશ્યાનું જ સંપૂર્ણ રંગપ્રતિબિંબ છે એમ તરત નિશ્ચિતપણે નહીં કહી શકાય. એમાં હજુ સંશોધનને – અભ્યાસને ઘણો અવકાશ છે. કારણ કે લેગ્યાના છ રંગ છે, જ્યારે આભામંડળના ફોટોગ્રાફમાં વાદળી, રાખોડી વગેરે બે ત્રણ રંગ આછા કે ઘેરા દેખાય છે, પરંતુ મનુષ્યના મનમાં ઊઠતા વિચારો, ભાવો, અધ્યવસાયો અનુસાર શરીરમાં, વિશેષત: મસ્તકમાં સૂક્ષ્મ રંગો ઉદ્દભવે છે અને તે બહાર આવે છે એમ આધુનિક વિજ્ઞાન સ્વીકારતું થયું છે.
લેશ્યાને આભામંડળ, શરીરનાં ચક્રો, જ્યોતિષશાસ્ત્ર, રંગ ચિકિત્સા, રત્નચિકિત્સા વગેરે શાસ્ત્રો સાથે સંબંધ હોવાનું અનુમાન થાય છે. આ વિશે અભ્યાસ થવા લાગ્યો છે અને એ વિશે ભવિષ્યમાં વધુ પ્રકાશ પડવાનો સંભવ છે. (હાલ પ. પૂ. શ્રી નંદીઘોષવિજયજી મહારાજ એ વિષયમાં ઊંડો અભ્યાસ કરી રહ્યા છે.) આપણને આનંદ એ વાતનો હોઈ શકે કે અગાઉ સામાન્ય માણસો જે સૂક્ષ્મ વાતોને માનતા ન હતા અથવા માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારતા હતા તે વાતો હવે તેમને પ્રતીતિકર લાગે છે અને એથી જૈન ધર્મમાં એમની શ્રદ્ધા સવિશેષ દૃઢ થાય છે.
જેઓને ધાર્મિક – આધ્યાત્મિક દૃષ્ટિએ નહીં પણ માત્ર ઐહિક જીવનની દૃષ્ટિએ વિચાર કરવો છે તેઓએ પણ એ જાણવું જોઈએ. અશુભ લેશ્યાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org