________________
૨૮૪
જિનતત્ત્વ
સતત પરિણમનથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે અને શુભ લેશ્યાઓના સતત પરિણમનથી સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રજ્ઞાપના સૂત્રની મલયગિરિ-વિરચિત ટીકામાં કહ્યું છે :
तथापि शीतरुक्षो स्पर्शो आद्यानां तिसृणां चित्तास्वास्थ्यजनने स्निग्धोष्णस्पर्शो उत्तराणां तिसृणां लेश्यानां परमसंतोषोत्पादने साधकतमौ ।
અર્થાત્ આરંભની ત્રણ અશુભ લેશ્યાથી ચિત્તની અસ્વસ્થતા પેદા થાય છે અને પછીની ત્રણ શુભ લેશ્યાથી પરમ સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે મુહપત્તિના પડિલેહણમાં મસ્તકે મુહપત્તિ રાખી અશુભ લેશ્યા પરિહ૨વાની ક્રિયા કરીએ છીએ.
ભગવાન મહાવીર સ્વામીએ ‘ઉત્તરાધ્યનસૂત્ર'માં કહ્યું છે :
तम्हा एयासि लेसाणं, अणुभावे वियाणिया 1 अपसत्थाओ वज्जिता पसत्थाओ अहिट्ठिए मुणि ।। આમ, આ લેશ્યાઓના અનુભવો જાણીને મુનિએ અપ્રશસ્ત લેશ્યાઓ છોડીને પ્રશસ્ત લેશ્યાઓમાં અવસ્થિત રહેવું.
ભગવાને મુનિઓને જે બોધ આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ ક૨વાયોગ્ય છે. એક વખત લેશ્યા વિશે સમજ પડે અને એ વિશે સભાનતા આવે તો અશુભ લેશ્યામાં સરી ન પડવું અને સરી પડાય તો તરત શુભ લેશ્યામાં આવી જવું જોઈએ. લેશ્યા એ જીવને મોક્ષગતિ સુધી પહોંચાડનાર એક વિશિષ્ટ શક્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org