________________
અનર્થદંડ વિરમણ
જૈન ધર્મનું અનર્થદંડ – વિરમણ જેવું વ્રત દુનિયાના અન્ય કોઈ ધર્મમાં નહીં હોય !
શ્રાવકનાં બાર વ્રતમાં આ વ્રતને સ્થાન આપીને જૈન ધર્મે આચારનો કેટલો સૂક્ષ્મ અને ઊંડો વિચાર કર્યો છે તે જોઈ શકાશે.
વિરમણ એટલે અટકવું. અનર્થદંડ – વિરમણ એટલે અનર્થ દંડથી અટકવું. અનર્થદંડ એટલે અર્થ ન સરે અને દંડ મળે. દંડ એટલે શિક્ષા, પાપ રૂપી શિક્ષા, કર્મબંધરૂપી શિક્ષા. અનર્થદંડ એટલે વગર લેવેદેવે બંધાતાં અશુભ કર્મ. અનર્થદંડ-વિરમણ એટલે બાહ્ય કે આત્યંતર, દ્રવ્ય કે ભાવથી, સાક્ષાત્ કે પરંપરાએ, ઈહલૌકિક કે પારલૌકિક, સ્વને કે પરને થતા નુકસાનથી અટકવું, સાચા પ્રયોજન વગરની મન, વચન અને કાયાની અમર્યાદિત પ્રવૃત્તિઓથી અટકવું. એટલા માટે અનર્થદંડ વિરમણને વ્રતનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સુદ્ર, નિરર્થક વાતોમાં વેડફાઈ જતી શક્તિને ઉચ્ચતર ધ્યેય માટે પ્રયોજવાની ભલામણ આ વ્રતમાં રહેલી છે.
અર્થ દંડ એટલે કોઈ પ્રયોજન અથવા હેતુને કારણે સ્વેચ્છાએ ભોગવવી પડતી શિક્ષા. અનર્થ દંડ એટલે અર્થ અથવા પ્રયોજન વગર, એજ્ઞાન કે પ્રમાદને કારણે ભોગવવી પડતી શિક્ષા.
અનર્થ દંડ એ ગૃહસ્થ શ્રાવકના વ્રત માટે પ્રયોજાયેલો પારિભાષિક શબ્દ છે. એ વિશે ધર્મ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરીશું.
સંસારનું સ્વરૂપ એવું નથી કે બધું વ્યવસ્થિત રીતે, ક્રમાનુસાર, માપસર ભોગવાય અને કંઈ વધઘટ ન રહે. સંસારમાં અસમાનતા છે અને અસમાન ઘટનાઓ બને છે. કોઈ ગરીબનું બાપદાદાના વખતનું સો વર્ષ જૂનું ખોરડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org