________________
પર
જિનતત્વ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા જ છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવે છે અને જીવોને મોક્ષમાર્ગ બતાવે છે અને એ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા ન હોય તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાતો હોય. સિદ્ધગતિ એટલે શું એની પણ એને ખબર ન હોય. આમ, સિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અરિહંત પરમાત્મા હોવાથી અરિહંત પરમાત્માને આપણે પહેલો નમસ્કાર કરીએ છીએ.
વળી, અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને દેશના આપી, ધર્મબોધ પમાડી મોક્ષમાર્ગ તરફ લઈ જાય છે તેની સાથે તેમનું પોતાનું લક્ષ્ય પણ નિર્વાણપદ, સિદ્ધગતિ પ્રાપ્ત કરવાનું હોય છે. વળી તેઓ પોતે જ્યારે સ્વયંદીક્ષિત થાય છે ત્યારે સિદ્ધ ભગવંતોની સાક્ષીએ થાય છે અને “નમો સિદ્ધાણં' બોલીને સામાયિક વ્રત ઉચ્ચરે છે. સિદ્ધત્વની પ્રાપ્તિ એ જો અરિહંત ભગવાનનું અંતિમ ધ્યેય ન હોય અને જીવોને તેઓ જો મોક્ષમાર્ગ ન બતાવે તો તેમનું અરિહંતપણું રહેતું નથી.
વ્યવહારદૃષ્ટિએ જોઈએ તો અરિહંત પરમાત્મા દેહધારી હોવાથી સાકારી પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી છે અને તેથી અદષ્ટ છે. એ દષ્ટિએ તેઓ નિરાકારી છે (તેમની અવગાહના આકારવાળી હોય છે.) એટલે પ્રથમ ભક્તિ સાકારી પરમાત્માની અને પછી નિરાકારી પરમાત્માની ભક્તિ એ ક્રમ જીવ માટે ગ્રહણ કરવો સરળ છે. એટલે નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર છે તે યોગ્ય છે.
નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ સદેવમાં, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ સદ્ગુરુમાં અને ચૂલિકાનાં ચાર પદનો સમાવેશ સધર્મમાં કરવામાં આવે છે. આમ, અરિહંત અને સિદ્ધ બંનેનો સમાવેશ સદેવમાં થતો હોવાથી દેવત્વની દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધ બંનેને સરખા ગણી શકાય. - પાંચ પરમેષ્ઠિનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે છે : (૧) સિદ્ધ અને (૨) સંયતિ. સિદ્ધમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ કરાય છે અને સંયતિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ કરાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર (૨૦/૧)માં કહ્યું છે :
सिद्धाणं णमो किच्छा, संजयाणं धं भावओ । अत्थषम्णगंड तच्च आणुसहि सुणेह ये ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org