________________
અવધિજ્ઞાન
૩૧ આમ, અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેવળજ્ઞાન થવાના અંતમુહૂર્ત પહેલાં પ્રગટ થાય છે. આ અપ્રતિપાતિ અવધિજ્ઞાનને પરમાવધિજ્ઞાન પણ કહેવામાં આવે છે. પરમાવધિજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અવશ્ય થાય છે. તે માટે ઉપમા આપવામાં આવે છે કે પરમાવધિજ્ઞાન પરોઢ જેવું છે અને કેવળજ્ઞાન સૂર્યપ્રકાશ જેવું છે. કેવળજ્ઞાનરૂપી સૂર્યપ્રકાશનો ઉદય થાય તે પહેલાં પરોઢની પ્રભા ફૂટે એના જેવું પરમાવધિજ્ઞાન છે.
તત્ત્વાર્થસૂત્ર'માં વાચક ઉમાસ્વાતિએ (અધ્ય. ૧ સૂત્ર ૨૩માં) અવધિજ્ઞાનના છ ભેદ નીચે પ્રમાણે બતાવ્યા છે :
(૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) હીયમાન, (૪) વર્ધમાન (૫) અનવસ્થિત અને (ક) અવસ્થિત.
પહેલા ચાર ભેદ કર્મગ્રંથ પ્રમાણે છે. અનવસ્થિત એટલે ઉત્પન્ન થાય, વધે ઘટે, ઉત્પન્ન થયેલું ચાલ્યું પણ જાય. અવસ્થિત એટલે જેટલું અવધિજ્ઞાન હોય તેટલું કેવળજ્ઞાન પર્યત કાયમ રહે. અનવસ્થિતમાં પ્રતિપાતિનો સમાવેશ થઈ જાય છે અને અવસ્થિતમાં અપ્રતિપાતિનો સમાવેશ થઈ જાય છે. અનવસ્થિત માટે વાયુથી પાણીમાં ઊઠતા તરંગોની વધઘટનું ઉદાહરણ આપવામાં આવે છે અને અવસ્થિત માટે શરીર ઉપર થયેલા અને કાયમ એટલા અને એકસરખા જ રહેતા મસાનું ઉદાહરણ આપવામાં આવે છે.
, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્ય અને ઉત્કૃષ્ઠ કેટલું દેખે અને જાણે તે નીચે પ્રમાણે છે :
(૧) અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે અનંતારૂપી દ્રવ્ય દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્યને જાણે અને દેખી શકે.
(૨) ક્ષેત્રની દૃષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે અલોકને વિશે લોક જેવડાં અસંખ્યાતા ખંડક દેખે અને જાણે.
(૩) કાળની દૃષ્ટિએ અવધિજ્ઞાનની જઘન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ઉત્સર્પિણી તથા અવસર્પિણી સુધી, અતીત કાળ અને અનાગત કાળ દેખે અને જાણે.
(૪) ભાવની દૃષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યથી અનંતા ભાવ દેખે અને જાણે તથા ઉત્કૃષ્ટપણે પણ અનંતા ભાવ દેખે અને જાણે. (સર્વ ભાવનો અનંતમો ભાગ પણ દેખે અને જાણે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org