________________
૧૯૨
જિનતત્ત્વ વચનવાળી હોવી જોઈએ. એમની વાણીથી બીજા ભ્રમમાં ન પડવા જોઈએ અથવા બીજાને ભ્રમમાં પાડવાના હેતુથી એવી ગોળ ગોળ વાત ન કરવી જોઈએ.
૫. વાચનાસંપદા – આચાર્ય મહારાજ પોતાના શિષ્યસમુદાયને વાચના આપવામાં કુશળ અને સમર્થ હોવા જોઈએ. આ વાચનાસંપદાનાં ચાર લક્ષણો છે. (૧) વિધિઉદ્દેશ – વિધિપૂર્વક વાચના આપે. વિધિ ભિન્નભિન્ન પ્રકારની છે. શિષ્યોની યોગ્યતા અનુસાર વિધિ અપનાવવી જોઈએ. જે શિષ્યો આગળનું ભણતા જાય અને પાછળનું ભૂલતા જાય તેમને યોગ્ય રીતે ભણાવે. ઉત્સર્ગ અને અપવાદની વાત શિષ્યની યોગ્યતા જોઈને કરવી જોઈએ. પાત્રની યોગ્યયોગ્યતા જોઈને યોગ્ય કાળે યોગ્ય શાસ્ત્રોનું અધ્યયન કરાવવું જોઈએ. (૨) સમુદેશ – એટલે જે અધ્યયન કરાવ્યું હોય તેમાં શિષ્યો બરાબર સ્થિર થયા છે કે નહીં તે ચકાસતા રહેવું જોઈએ. (૩) વાચના વારંવાર આપવી – આચાર્ય મહારાજે વાચના આપવામાં પ્રમાદ ન કરવો જોઈએ. શિષ્યની યોગ્યતા અનુસાર વાચના વખતોવખત આપતા રહેવું જોઈએ. (૪) ગહન અર્થ સમજાવે – શિષ્યોની યોગ્યતા અનુસાર નય પ્રમાણે, નિક્ષેપથી નિયુક્તિ સહિત અર્થના ઊંડાણમાં લઈ જાય. તેઓ સામાન્ય અર્થ સમજવાવાળાને તે પ્રમાણે સમજાવે અને યોગ્ય અધિકારી વર્ગને તલસ્પર્શી અભ્યાસ કરાવે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો ક્રમ જાળવીને શિષ્યોને પદાર્થનું રહસ્ય સમજાવવું જોઈએ. શિષ્યોનું શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામતું રહેવું જોઈએ. વાચના વખતે વંદનવ્યવહાર પણ બરાબર સચવાવો જોઈએ.
૬. મતિસંપદા – આચાર્ય મહારાજ બુદ્ધિમાન હોવા જોઈએ. સામી વ્યક્તિ અડધું વાક્ય બોલે ત્યાં એનો અર્થ અને કહેવા પાછળનો આશય તરત સમજી જાય. તેઓ આગળ પાછળની ઘણી વાતો જાણતા હોય, તેમને યાદ પણ હોય ને પ્રસંગાનુસાર એનું કથન કરતાં તેમને આવડવું જોઈએ. મતિજ્ઞાનના પ્રકારો અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ગુણ તેમનામાં હોવા જોઈએ. એમની મેધા અત્યંત તેજસ્વી હોવી જોઈએ. એમનું ચિંતન એટલું વ્યાપક અને સૂક્ષ્મ હોવું જોઈએ કે ગમે ત્યારે કોઈપણ વિષયમાં તેઓ તરત યથાર્થ જવાબ આપી શકે એવા હોવા જોઈએ.
૭. પ્રયોગસંપદા – પ્રયોગ એટલે પ્રવર્તવું. એના આત્મા, પુરુષ, ક્ષેત્ર અને વસ્તુ એમ ચાર પ્રકાર છે. આચાર્ય મહારાજ અવસરજ્ઞ હોવા જોઈએ. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org