________________
તિસ્થવરસો સૂરી – આચાર્યપદનો આદર્શ
ચર્ચાવિચારણા કે વાદવિવાદ કરતા હોય ત્યારે પોતાની બુદ્ધિશક્તિ, સભાજનોની કક્ષા, માન્યતા ઇત્યાદિ, તથા વાદ કરનાર વ્યક્તિની યોગ્યતા, ક્ષેત્ર વગેરે વિશે પણ જાણકાર હોવા જોઈએ.
૮. સંગ્રહપરિજ્ઞાસંપદા
આચાર્ય મહારાજ વ્યવહારદક્ષ પણ હોવા જોઈએ. પોતાના શિષ્ય- સમુદાયની વ્યવસ્થા, જરૂરિયાતો ઈત્યાદિની દૃષ્ટિએ ક્યારે ક્યારે કઈ કઈ વસ્તુનો, પોતાનાં વ્રતોની મર્યાદામાં રહીને ઔચિત્યપૂર્વક સંગ્રહ કરવો તેના તેઓ જાણકાર હોવા જોઈએ. એમાં ચાર મુખ્ય મુદ્દા છે; (૧) બહુજનયોગ્ય ક્ષેત્રનો વિચાર કરે એટલે કે વિશાળ શિષ્યપરિવાર સાથે તેઓ વિહાર કરતા હોય ત્યારે એ બધાને માટે આવાસ, ગોચરી, અભ્યાસ, ધ્યાન, વ્યાખ્યાન, વંદનાર્થે લોકોની અવરજવર ઈત્યાદિની કેવી અનુકૂળતા છે તે વિચારી લે. નાનાં ક્ષેત્રોને બોજો ન પડે અને મોટાં ક્ષેત્રો વંચિત ન રહી જાય, તથા લાભાલાભ બરાબર છે કે કેમ તે વિશે વિચાર કરી લેવો જોઈએ. (૨) વસ્ત્ર-પાત્ર ઇત્યાદિ આવશ્યકતા અનુસાર ગ્રહણ કરે. (૩) આવશ્યક ઉપકરણોનો પણ અગાઉથી વિચાર કરી લેવો જોઈએ. (૪) યથા ગુરુપૂજા કરે એટલે કે દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, રત્નાધિક વગેરેની યથાવિધિ પૂજા કરે, આદરબહુમાન કરાવે.
૧૬૩
આચાર્ય મહારાજમાં આ આઠ સંપદા ઉપરાંત ચાર પ્રકારનો વિનય હોવો જોઈએ. (૧) આચાર વિનય – એટલે સ્વયં સંયમનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે. જેઓ સંયમ સારી રીતે પાળતા હોય તેમની અનુમોદના કરે. તપવિનય એટલે આચાર્ય મહારાજ પોતે તપ કરે અને શિષ્યો પાસે તપ કરાવે, તપ માટે પ્રોત્સાહિત કરે અને તપની અનુમોદના કરે. ગણવિહરણ એટલે પોતાના ગણમાં, સમુદાયમાં રહેલા બાલ, વૃદ્ધ, રોગી સાધુઓની ઉચિત વ્યવસ્થા કરાવે; સા૨ણા-વારણાદિ દ્વારા ગણને સુરક્ષિત રાખે. શિષ્યોને સંયમ, તપ, ગોચરી, વિહાર વગેરે વિશે યોગ્ય શિખામણ આપી તૈયાર કરે.
૨. શ્રુતવિનય-આચાર્ય શિષ્યોને સૂત્ર ભણાવે અથવા ભણવાની વ્યવસ્થા કરાવે; સૂત્રોના અર્થ, ઊંડા રહસ્ય નય-નિક્ષેપથી સમજાવે, શિષ્યને માટે જે હિતકર હોય તેવા ગ્રંથો તેને આપે અને ભણાવે, અને નિ:શેષ વાચના આપે એટલે કે ગ્રંથનું અધ્યયન અધવચ્ચેથી ન છોડી દેતાં પૂર્ણ કરાવે.
૩. વિશેપણવિનય – આચાર્ય પોતે મિથ્યાષ્ટિને સમ્યગ્દષ્ટિ બનાવે, એ માટે ઉપદેશ અને પ્રેરણા આપે, સમ્યગ્દષ્ટિ જીવને સાધુપણા સુધી પહોંચાડે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org