________________
૨૧૧
નમો લોએ સવ્વસાહૂણે
“ચઉસરણપયન્ના'માં સાધુ ભગવંતના શરણ માટે નીચે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી છે :
જીવલોકના બંધુ, કુગતિરૂપી મહાસમુદ્રને ઓળંગી જનાર, મહાન ભાગ્યશાળી, રત્નત્રયીથી મોક્ષસુખને સાધનારા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. કેવળજ્ઞાની, પરમાવધિજ્ઞાની, વિપુલમતિજ્ઞાની, શ્રતધર એવા જે કોઈ આચાર્યો, ઉપાધ્યયો કે સાધુઓ તે સર્વ સાધુઓ છે, તેઓનું મને શરણ હોજો. ચઉદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, બાર અંગના ધારક, અગિયાર અંગના ધારક, જિનકલ્પી વગેરે સર્વ સાધુ ભગવંતોનું મને શરણ હોજો. વિવિધ પ્રકારની લબ્ધિવાળા અને વૈરવિરોધથી રહિત, ઇચ્છાથી રહિત, પ્રશાંતમુખશોભાવાળા, ગુણોથી ભરેલા, ગુણોનું બહુમાન કરનારા, મોહરહિત, ભવ્યજનોના મનને પ્રિય, આત્મામાં રમતા, વિષયકષાયથી રહિત, ઘર-બાર સ્ત્રી વગેરેથી રહિત, હર્ષ-વિષાદ વિનાના, હિંસા વગેરે દોષોથી વિમુપક્ત, કરુણાવંત, વિશાળ બુદ્ધિવાળા, મોક્ષમાર્ગમાં આગળ વધનારા, સુકૃત અને પુણ્યથી ભરેલા, કામવિડંબણા વિનાના, કલેશ વગેરેથી રહિત અને સાધુપણામાં સુસ્થિર એવા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.”
“પંચસૂત્ર'માં ચાર શરણમાં સાધુ ભગવંતના શરણ માટેની પંક્તિઓ કેટલી બધી અર્થગંભીર છે તે જુઓ ! એમાં કહ્યું છે : મહા પસંતગંભીરાસયા, સાવજ્જજોગવિયા, પંચવિહાયારજાણગા, પરોવવારનિરયા, પઉમાઈનિદંસણા, ઝાણઝઝયણસંગયા, વિસુજઝમાણભાવા સાહૂ સરણે. [ તથા (૧) પ્રશાન્ત ગંભીર ચિત્તવાળા, (૨) સાવદ્યોગથી વિરામ પામેલા, (૩) પાંચ પ્રકારના આચારના જાણકાર, (૪) પરોપકાર કરવામાં લીન, (૫) પધ વગેરેની ઉપમાવાળા, (૬) ધ્યાન અને અધ્યયનથી સંગત તથા (૭) વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. ]
આવા સાધુ ભગવંતનો મહિમા કેટલો બધો છે એ નીચેની થોડીક ઘટનાઓ ઉપરથી સમજાશે.
(૧) સાધુતાના બાહ્યવંશનાં દર્શન માત્રથી ઉદયન મંત્રીને સમાધિ પ્રાપ્ત થઈ હતી, (૨) સાધુનો બાહ્ય વેશ ધારણ કરવામાત્રથી સંપ્રતિ રાજાને સમ્યગુદર્શન પ્રાપ્ત થયું હતું., (૩) સાધુઓનો ઈર્યાસમિતિપૂર્વકનો પાદવિહાર જોઈને તામલી તાપસને સમ્યગુદર્શન થયું હતું. (૪) સાધુને ગોચરી વહોરતાં જોઈને ઈલાચીકુમારને કેવળજ્ઞાન થયું હતું, (૫) મુનિસુવ્રત સ્વામીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org