________________
૨૧૨
જિનતત્ત્વ
શાસનકાળ દરમિયાન ધ્યાનસ્થ ગુણસાગર મુનિને જોઈ રાજકુમાર વજ્રબાહુને દીક્ષા લેવાના ભાવ જાગ્યા અને એમની એ વાતથી પ્રભાવિત થઈને એક સાથે ત્રીસેક જણે દીક્ષા લીધી હતી, (૬૦) શ્રીકૃષ્ણે અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને વિધિપૂર્વક વંદન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું.
જૈન ધર્મની દીક્ષા અત્યંત કઠિન છે. વળી તે ગમે તેને આપવાથી શાસનની અવહેલના થવાનો ભય રહે છે. એટલે યોગ્ય પાત્રને જ દીક્ષા આપવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘ધર્મબિંદુ’માં પ્રવજ્યાર્હ એટલે કે દીક્ષા લેવાને યોગ્ય વ્યક્તિનાં લક્ષણો આ પ્રમાણે આપ્યાં છે :
(૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય (આમાં અપવાદ હોઈ શકે) (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળો હોય, (૩) જેનો કર્મમળ લગભગ ક્ષીણ થયો હોય, (૪) નિર્મળ બુદ્ધિવાળો હોય, (૫) મનુષ્ય જન્મની દુર્લભતા, જન્મમરણનાં નિમિત્તો, સંપદાની ચંચળતા, વિષયોની દારુણતા, સંયોગવિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, કર્મના વિપાકો ઇત્યાદિનો વિચાર કરતાં સંસારની નિર્ગુણતા (અસારતા) જાણવાવાળો હોય, (૬) અને એથી વૈરાગ્યવાન હોય, (૭) અલ્પ કષાયવાળો, (૮) અલ્પ નોકષાય (હાસ્યાદિ)વાળો, (૯) કૃતજ્ઞ, (૧૦) વિનંયવંત, (૧૧) બહુમાન ધરાવતો હોય, (૧૨) વિશ્વાસઘાત ન કરનારો, (૧૩) શરીરે ખોડખાંપણવાળો ન હોય, (૧૪) શ્રદ્ધાવંત, (૧૫) ધર્મમાં સ્થિર, (૧૬) અને પોતે પોતાની મેળે સદ્ગુરુ પાસે દીક્ષા લેવા આવેલો હોય.
જેમ દુનિયામાં વિવિધ વ્યવસાયોમાં અયોગ્ય વ્યક્તિઓ હોય છે, અને વિવિધ ધર્મોમાં અયોગ્ય સાધુ-સંન્યાસીઓ હોય છે તેમ જૈન ધર્મમાં પણ રહેવાના. વ્યાવહારિક ઉપાધિ અને કૌટુંબિક જવાબદારીથી મુક્ત એવા સાધુજીવન ત૨ફ કોઈક પ્રમાદી માણસો ખેંચાય છે અને ગમે તેમ કરીને દીક્ષા લઈ લે છે. આવા ઘૂસી જનાર માણસોને જોઈને જે પેલી લોકોકિત પ્રચલિત થઈ હશે કે -
શિરમુંડનમેં તીન ગુણ, મિટ જાએ શિર કી ખાજ; ખાને કો લડુ મિલે, ઓર લોક કહે ‘મહારાજ.’
સાચા ભાવથી દીક્ષા લીધા પછી પણ કેટલાક શિથિલાચારી, સ્વચ્છંદી, પતિત થઈ જાય છે. આવા અયોગ્ય સાધુના મુખ્ય પાંચ પ્રકાર બતાવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org