________________
અનર્થદંડ વિરમણ
૨૯૩
પેટા પ્રકારો છે. એમાં જુગાર, ચોરી, શિકાર, પરસ્ત્રીગમન વગેરે સાતે વ્યસનો આવી જાય છે. પ્રમાદનું ક્ષેત્ર ઘણું મોટું છે.
પ્રમાદાચરણને બીજી રીતે પણ બતાવવામાં આવે છે. જ્યાં ઘણાં જંતુઓ હોય તે જીવાકુલ ભૂમિમાં સ્નાન વગેરે કરવું, રસનાં ભાજન, એટલે કે પ્રવાહી પદાર્થવાળાં વાસણ ઢાંકે નહીં, દીવો ઢાંકવો નહીં, રસોડા વગેરેમાં ઉલ્લોચ એટલે કે ચંદરવો ન બાંધવો એ બધાં પ્રમાદનાં આચરણ ગણાય છે.
'
પોતાના ઘરમાં મર્યાદિત પાણીથી સ્નાન કરવું એ ગૃહસ્થો માટે ઉત્તમ સ્નાન કહેવાય છે. (સાધુઓ માટે સ્નાન વર્જિત છે.) ‘વંદિત્તુસૂત્ર'ની ગાથામાં કહ્યું છે :
हाणुवट्ठण वन्नगविलेवणे सदरुवरसगंधे । वत्थासण आभरणे पडिक्कमे देसिअं सव्वं ।।
[ સ્નાન, ઉદ્ઘર્તન (શરીરે ચૂર્ણ (પાવડ૨) વગેરે ચોળવાં), વર્ણક (ચહેરા ઉપર કસ્તૂરી વગેરેનું શોભા વધારવા મંડન કરવું), વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર અને આભરણ વગેરે સર્વ વિશે જે કંઈ પાપ દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) સેવ્યું હોય તેને હું પ્રતિક્રમું છું. ]
એકાદશી પુરાણમાં કહ્યું છે :
पीडयन्ते जन्तवो यत्र जल मध्ये व्यवस्थिताः । स्नान कृते ततः पार्थ ! पुण्यं पापं समं भवेत् ।।
[ જ્યાં જળમાં રહેતાં જંતુઓને આપણા સ્નાનથી પીડા થાય છે એવી જગ્યામાં, તીર્થ વગેરેમાં નદી, તળાવમાં પુણ્ય સમજીને કરેલું સ્નાન પાપ સરખું થાય છે. ]
જિનમંદિરમાં હસવું, થૂંકવું, ઊંધવું, ઝઘડા કરવા, ગાળાગાળી કરવી, અકારણ મોટેથી બોલવું, આહા૨ ક૨વો, સાંસારિક વાતો કરવી, કલેશ કલ્પાંત કરવું, કામક્રીડા કરવી ઇત્યાદિ પણ પ્રમાદ આચરણ છે. ટૂંકમાં જિન મંદિરની ૮૪ પ્રકારની આશાતના કહી તે સર્વ પ્રમાદ આચરણ છે.
પ્રયોજન વગર વૃક્ષોનું છેદન કરવું, ફળફૂલ તોડવાં, પાંદડાં-ડાળખી તોડવાં, ઘાસ ઉખાડવું, જમીન ખોદવી, ખાડા કરવા, પાણી ઢોળવું, બારીબારણાં ઉઘાડવાસ કરવાં ઇત્યાદિ પણ પ્રમાદ આચરણ છે.
માણસ પ્રમાદને કારણે પોતાનાં થૂંક, ગળફો, લીંટ વગેરે જમીન પર ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org