________________
આર્જવા
૧૦૭. માયાચાર કરે છે તે પોતાનું હિત સાધી શકતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
નયન, વચન, આકારનું, ગોપન માયાવંત;
જેહ કરે અસતી પરે, તે નહીં હિતકર તંત. સરળતા અને વક્તા બંને ઓછાવત્તા પ્રમાણમાં કેટલાકમાં હોય છે. કોઈકમાં સરળતા વધુ અને વક્રતા ઓછી હોય છે, તો કોઈકમાં વક્તા વધુ અને સરળતા ઓછી હોય છે. એને માટે ચૌભંગી બતાવવામાં આવે છે; સરળ, સરળવ, વક્રસરળ અને વક્ર. વક્રતા વાંસની શિંગ જેવી, ઘેટાના શિંગડા જેવી, ગોમૂત્રની ધાર જેવી અને દાતરડા જેવી એમ ચાર પ્રકારની શાસ્ત્રકારો બતાવે છે. એમાં ઉત્તરોત્તર વધુ વક્રતા જોવા મળે છે. વક્રતાને બીજના ચંદ્ર સાથે પણ સરખાવવામાં આવે છે. અને ચંદ્ર જેમ પોતાની વક્રતા રોજ ઓછી કરતો જાય છે તેમ સાધકે વક્રતા દૂર કરી પૂર્ણતા તરફ પહોંચવાનું છે. સાપની ગતિ વક્ર હોય છે, પણ દરમાં દાખલ થવા માટે સીધા થવું જ પડે છે, તેમ ધર્મના ક્ષેત્રે સરળતા અનિવાર્ય છે. પાશ્ચાત્ય ફિલસૂફ કાન્ટે કહ્યું છે : “sincerity is the indispensable ground of all conscientiousness and by consequence of all heartfelty religion.'
મનુષ્ય સ્વાર્થપરાયણ પ્રાણી છે. પોતાનો સ્વાર્થ સંતોષવા માટે એ અસત્ય કે અર્ધસત્યનો આશ્રય લે છે. ક્યારેક તે ઈરાદાપૂર્વક મૌન સેવે છે, ગોળ ગોળ બોલે છે અથવા હોય તેના કરતાં ભિન્ન રજૂઆત કરે છે. તે અતિશયોક્તિ કે અલ્પોક્તિનો ઉપયોગ, પ્રયોગ કરે છે. જ્યાં સ્વાર્થપ્રેરિત કાર્યો કે વાણી હોય ત્યાં સરળતા ન હોય. પોતાના સ્વાર્થને ખાતર માણસ હિંસા, ચોરી કે એવાં મોટાં પાપો કરતાં પણ અચકાતો નથી. તેવા માણસોથી સરળતા યોજનો દૂર હોય છે.
જ્યાં મનમાં સ્વાર્થ નથી હોતો અને જગતના સર્વ જીવોના ભલાની ભાવના રમતી હોય છે ત્યાં કશું છુપાવવાનું હોતું નથી. એટલે આંતરબાહ્ય નિખાલસતા, પ્રામાણિકતા, પારદર્શિતા ત્યાં સ્વયમેવ વિકસે છે. ત્યાં સરળતા સ્વાભાવિક સ્વરૂપે પ્રકાશે છે.
સામાન્ય વ્યક્તિમાં સરળતા અને વક્રતાના પ્રમાણમાં પ્રસંગ અને પરિસ્થિતિ અનુસાર વધઘટ થતી રહે છે. જ્યાં સુધી સ્વાર્થનો ચિત્તમાં ઉદય નથી થતો ત્યાં સુધી સરળ રહેવું અઘરું નથી. સ્વજનો સાથેના વ્યવહારમાં સરળ રહેનાર માણસ અન્ય સાથેના વ્યવહારમાં પાકો બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org