________________
૯૪
જિનતત્ત્વ ભક્તિથી એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, (૩) પૂજાથી, (૪) ગુણપ્રશંસાથી અને (૫) પૂજ્યના અવગુણ ઢાંકવાથી તથા આશાતનાના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થયો કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલ સમક્તિ વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ થાય છે. સમક્તિના ૬૭ બોલની સક્ઝાયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે :
અરિહંત તે જિન વિચરતાજી કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઇઅ જિનપ્રતિમા કહીજી, સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ ચતુર નર, સમજો વિનયપ્રકાર જિમ લહીએ સમક્તિ સાર.
XXX
ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. પાંચ ભેદ એ દસ તણોજી વિનય કરે અનુકૂળ, સીંચે તેહ સુધારશેજી,
ધર્મવૃક્ષનું મૂલ. આવશ્યકચૂર્ણમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે :
तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं । आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि ।। असासायणा य भत्ती, बहमाणे तय य वन्नसंजलणा ।
तित्थगराई तेरस चउग्गुणा होंति बावन्ना ।। કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છે :
(૧) અરિહંત અથવા તીર્થંકર, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંઘ, (૯) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org