________________
૨૩
અદત્તાદાન-વિરમણ
જેમ આહાર માટે તેમ પોતાનાં ઉપકરણો માટે પણ અચૌર્ય વ્રતના સૂક્ષ્મ પાલન અર્થે સાધુઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે (૧) સાધુએ પોતાને માટે જરૂરી એવાં ઉપકરણો એના સ્વામીની રજા વગર લેવાં નહીં. (૨) સ્વામીની રજાથી મેળવેલાં ઉપકરણોમાં પણ આસક્તિ રાખવી નહીં. (૩) ઉપકરણો આપનાર ભક્ત ગમે તેટલાં ઉપકરણો આપવાનો આગ્રહ રાખે, પણ પોતાના ખપ કરતાં વધુ ઉપકરણો લેવાં નહીં. લેવા માટે મોઢેથી ના કહેવી પણ મનમાં લાલચ કે આસક્તિ રાખવી એવું પણ ન કરવું. (૪) પોતાને જે ઉપકરણો જોઈતાં હોય તે ઉપકરણો શા માટે જોઈએ છે તે વિશેના પ્રયોજનની આપનાર આગળ સ્પષ્ટતા કરવી અને (૫) પોતાના સંયમની અને જ્ઞાનની આરાધના અર્થે તરત ઉપયોગમાં આવે એવાં જ ઉપકરણો લેવાં. કોઈક ઉપકરણ ભવિષ્યમાં કદાચ ક્યારેક કામ લાગશે એવા આશયથી લેવું નહીં. બિનજરૂરી કે વધારાનાં ઉપકરણો તરીકે કોઈ ઉપકરણ લેવું નહીં.
જેમ આહાર અને ઉપકરણની બાબતમાં તેમ ઉપાશ્રયાદિ સ્થાનની બાબતમાં પણ એવી ઊંચી ભાવના સાધુઓએ સેવવી જોઈએ કે અદત્તાદાનનો સૂક્ષ્મ દોષ પણ લાગે નહીં.
શાસ્ત્રકારોએ તો સાધુઓ માટેના અદત્તાદાન વિરમણ મહાવ્રતની આથી પણ વધુ સૂક્ષ્મ વિચારણા કરી છે. જેમ કે, જીવ કર્મ બાંધે છે ત્યારે કાર્પણ વર્ગણાના પુગલ પરમાણુઓ એના આત્મપ્રદેશોમાં આવીને ચોંટે છે. આ પુદ્ગલ પરમાણુઓ કોઈએ આપ્યા નથી એટલે અદત્ત છે. જીવ એને ગ્રહણ કરે છે. તો જીવને અદત્તાદાનનો દોષ લાગે કે નહીં ? આ શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકારો કહે છે કે ના, જીવને અદત્તાદાનનો દોષ લાગે નહીં, કારણ કે જ્યાં દેવાની અને લેવાની ક્રિયાનો સંભવ હોઈ શકે ત્યાં દોષ લાગે. દેવાની ક્રિયા વગર લેવાની ક્રિયા ન થઈ શકે. પરંતુ કર્મબંધનમાં દેવાની ક્રિયા નથી હોતી એટલે લેવાની ક્રિયા પણ ગણી શકાય નહીં – એટલે ત્યાં અદત્તાદાનનો દોષ લાગે નહીં. એવી જ રીતે આ કર્મબંધનમાં શુભ કર્મ બાંધી કોઈ જીવ પુણ્યોપાર્જન કરે તો તેને “પ્રશસ્ત ચોરી' પણ કહી શકાય નહીં કે અશુભ કર્મ બાંધી પાપોપાર્જન કરે તો તે “અપ્રશસ્ત ચોરી' કહી શકાય નહીં, કારણ કે તે બંનેમાં દેવા-લેવાની ક્રિયાનો સંભવ હોતો નથી.
કોઈના ઘરમાં એની રજા વિના પ્રવેશવું એમાં પણ અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ થાય છે. સાધુઓએ તો આ વ્રતનું વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી પાલન કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org