________________
૨૪
જિનતત્વ હોય છે. કોઈના ઘરનું બારણું ઉઘાડું હોય તો પણ સાધુએ બહારથી “ધર્મલાભ” કે એવા શબ્દો બોલી, પોતાની જાણ કર્યા પછી જ, ગૃહસ્થ પુરુષ કે સ્ત્રી બોલાવે તે પછી જ ઘરમાં પ્રવેશવું જોઈએ. જો પોતાની મેળે દરવાજો ખોલીને દાખલ થાય અથવા ખુલ્લા દરવાજામાં સીધેસીધા દાખલ થઈ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય છે. અહીં કોઈક પ્રશ્ન કરે કે કેટલાંક નગરોને કોટ અને તેનો દરવાજો હોય છે અથવા નગરમાં પોળ કે શેરીના દરવાજા હોય છે. તો એ દરવાજામાંથી સાધુ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય કે નહીં ? એનો ઉત્તર એ છે કે એ દરવાજા સાર્વજનિક હોય છે. ત્યાં કોઈ અટકાવનાર કે રજા આપનાર હોતું નથી. એટલે એવા સાર્વજનિક દરવાજામાં દાખલ થવામાં સાધુને કોઈ દોષ લાગતો નથી.
આમ, અદત્તાદાન વિરમણ વ્રતની ઘણી સૂક્ષ્મ મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. જેઓ આ વ્રતનું સ્થૂલ અને સૂક્ષ્મ એમ ઉભય દષ્ટિએ સરસ પાલન કરે છે તેને વ્યાપારિક જગતમાં તો યશ, અનુકૂળતા, નિર્ભયતા ઇત્યાદિ સાંપડે છે, પણ સાથે સાથે તેવા મહાત્માઓના જીવનમાં લબ્ધિ સિદ્ધિ પણ પ્રગટ થાય છે. જોકે તેઓ તેના તરફ આકર્ષાતા નથી. આવા મહર્ષિઓનો એક શબ્દ નીકળતાં ભક્તો ધનના ઢગલા કરવા તૈયાર થઈ જાય છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે :
अस्तेय प्रतिष्ठायां सर्व रत्नोपस्थानम् ।। અસ્તેય વ્રતની જેના જીવનમાં પ્રતિષ્ઠા થાય છે તે વ્યક્તિને સર્વ રત્નોનાં સ્થાન દેખાય છે. અર્થાત જેઓએ અચૌર્ય વ્રતની ઉત્તમ સાધના કરી હોય છે તેઓને લક્ષ્મી સામેથી આવીને મળે છે.
ચોરી નાની હોય કે મોટી, એ પાપ છે એ નિશ્ચિત છે. જેઓ સદાચારી જીવન જીવવા ઇચ્છતા હોય તેઓએ તો આવી નાની કે મોટી ચોરીથી દૂર જ રહેવું રહ્યું. પરંતુ એથી આગળ વધીને સાધકે તો લોભ, લાલચ, આસક્તિ ઇત્યાદિ ઉપર સંયમ મેળવી અદત્તાદાનથી વિરમવું જોઈએ. તે માટે સંતોષ એ ઉત્તમ માર્ગ છે. જ્યાં સુધી ચિત્તમાં આશા, અપેક્ષા, સ્પૃહા, ઇચ્છા, તૃષ્ણા વગેરે ઉદ્દભવે છે ત્યાં સુધી અસંતોષ રહ્યા કરે છે. ચિત્તમાં સ્પૃહા ઉદભવે તો તેને વાળી લેવી જોઈએ, પરંતુ આત્મશક્તિને સતત અભ્યાસથી એવી ફોરવવી જોઈએ કે એક વખત નિ:સ્પૃહત્વ આવે એટલે જગતના સર્વ પદાર્થો કાંકરા જેવા કે તણખલા જેવા લાગે. નિ:સ્પૃહસ્ય 7 કાન્ ! નિ:સ્પૃહત્વમાંથી જે માનસિક સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org