________________
माणं मद्दवया जिणे ।
૩૧૧ સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે, “મારી પાસે નાગદેવતા, ગરૂડદેવતા આવે છે.' અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે” – એવો મદ પણ માણસને થઈ શકે છે. રત્નકરંડક શ્રાવકાચાર'માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું છે :
ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः ।
अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु गतस्मयाः ।। [ જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાન (ગતસ્મય) જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર અને આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને “માન' કહે છે. ]
એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે :
જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુ કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો માણસને અહંકારી બનાવી દે છે.
એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન “હું બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને “હું-હું', “હું – હું – હું કરે છે. ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે.
કુળ, ધન, રૂપ, જ્ઞાન ઇત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપાને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માગે છે એવાં વાક્યો ઉચ્ચારે અથવા કોઈ નિર્ધન માણસ પોતાની નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સુંઘતાં નથી એવાં એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બેપરવાઈનો ભાવ પણ હોય છે. વસ્તુત: ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઈએ.
માણસને ઉચ્ચ કુળ, ધન, રૂપ, જ્ઞાન, ઐશ્વર્યાદિ મળે છે પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી એ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org