________________
આર્જવા
૧૦૩ - આર્જવની અન્ય વ્યાખ્યાઓ આ પ્રમાણે છે : મર્નવં માયોનિપ્રદ: | માયાના ઉદયનો નિગ્રહ કરવો તે આર્જવ. મનોવવનવાયર્મ/મૌષ્ટિીમાર્ગવમ્ | – એટલે મન, વચન અને કાયાનાં કાર્યોમાં અકુટિલતા તેનું નામ આર્જવ. કહ્યું છે :
મન મેં હોય તો વચન ઉચરિયે,
વચન હોય તો તનસે કરિયે. જે મનમાં હોય તે પ્રમાણે વચન ઉચ્ચારવું જોઈએ અને વચન પ્રમાણે વર્તન હોવું જોઈએ. અલબત્ત, એ શુભ હોય તો જ આર્જવ કહેવાય. દુષ્ટ વિચાર પ્રમાણે દુષ્ટ વર્તન હોય તો તે આર્જવ ન કહેવાય. કોઈક લેખકે કહ્યું ES : 'Sincerity is to speak as we think, to do as we pretend and profess, to perform what we promise, and really to be what we would seein and appear to be.'
સરળતા ગૃહસ્થોમાં હોય કે ન હોય, મુનિઓમાં તો તે અવશ્ય હોવી જોઈએ. જેટલે અંશે મુનિમાં સરળતાની ન્યૂનતા તેટલે અંશે લક્ષ્મણા સાધ્વીની જેમ તેમના મુનિપણામાં ન્યૂનતા. દસવૈકાલિક સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છે :
पंचासव परिणाया तिगुत्ता छस् संजया ।
पंच निग्गहणा धीरा निग्गंथा उज्जुदंसिणो ।। પિાંચ આશ્રયોને સારી રીતે જાણનાર, ત્રણ ગુપ્તિવાળા, છ આવકાયના રક્ષક, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર, ધીર એવા નિગ્રંથ મુનિ સરળ દૃષ્ટિવાળા હોય છે. ]
શ્રી કુન્દકુન્દ્રાચાર્યે “બારસ અણુવેકખા'માં કહ્યું છે : मोत्तूण कुडिलभावं णिम्मल हिदयेण चरदि जो समणो ।
अज्जव धम्मं तइयो तस्स टु संभवदि णियमेण ।। | [ જે શ્રમણ કુટિલ ભાવોને છોડીને નિર્મળ હૃદયથી ચારિત્રનું પાલન કરે છે, એનો નિયમથી અવશ્ય આર્જવ નામનો ત્રીજો ધર્મ થાય છે. ]
આર્જવ એટલે અવકતા. વક્રતા એટલે કુટિલતા અથવા માયાચાર. મનમાં કંઈક હોવું અને કહેવું કંઈક અથવા કરવું કંઈક તે માયાચાર. પોતાના આશયોને છુપાવવા એ માયાચાર. પોતાની ઇચ્છા પાર પાડવા માટે, પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org