________________
૧૮૫
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
નવકારમંત્રમાં આ પાંચ પદ ઉપરાંત છઠ્ઠા પદ “એસો પંચનમુક્કારોમાં પણ “નમો’ પદ ગૂંથી લેવામાં આવ્યું છે.
નવકારમંત્રમાં ‘નમો’ પદ આ રીતે છ વખત બોલાય છે તે પણ સહતુક છે. “નમો' દ્વારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્વારા પાંચે ઈન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મન એ રીતે નમોની છની સંખ્યાને સૂચક રીતે ઘટાવાય છે. સાધકે “નમો' બોલતી વખતે, પ્રત્યેક વેળાએ એક એક ઈન્દ્રિયમાં ચિત્તને કેન્દ્રિત કરી, તેને નિર્મળ કરી, તે તે પરમેષ્ઠિનું ધ્યાન ધરવાનું છે અને પછી છઠ્ઠી વાર “નમો’ આવે ત્યારે પાપના ક્ષય માટે અને મંગળના આર્વિભાવ માટે મનને નિર્મળ કરી શુભ ભાવ ભાવવાનો હોય છે.
સામાન્ય રીતે મંત્રમાં અક્ષરોની રચના સઘન હોવી જોઈએ. પાંચે પરમેષ્ઠિ માટે ફક્ત એક વખત નમો શબ્દ જો પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે. તો પછી પાંચ વખત નો પ્રયોજવાથી મંત્ર શિથિલ ન બની જાય ? એવો પ્રશ્ન થાય.
હા, એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે. મંત્ર સઘન હોવો જોઈએ. પરંતુ નવકાર મંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજાવાથી એ શિથિલ બનતો નથી. એક પદમાંથી બીજા પદમાં જવા માટે વચ્ચે પુન:સ્મરણ તરીકે કે વિરામ તરીકે તે ઉપયોગી છે. બાળજીવો માટે તે જરૂરી છે. એથી લય પણ સચવાય છે. તદુપરાંત નવકારમંત્રની આરાધનાની દૃષ્ટિએ પણ એ પાંચ વખત આવશ્યક છે. અન્ય મંત્રોનો જાપ સીધો સળંગ કરાય છે. મંત્ર સીધો ઉચ્ચારાય છે. પરંતુ નવકારમંત્રમાં એથી કંઈક વધુ છે. નવકાર મંત્રનો જાપ ત્રણ ભિન્ન ભિન્ન પદ્ધતિથી થાય છે. પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વી એટલે સીધો સળંગ જાપ, પહેલા પદથી પાંચમા અથવા નવમા પદ સુધીનો ક્રમથી જાપ. પશ્ચાનુપૂર્વી એટલે ઊંધો નવકાર, છેલ્લા નવમા અથવા પાંચમા પદથી પહેલા પદ સુધીનો ક્રમથી જાપ અને અનાનુપૂર્વી એટલે ક્રમ વગર આડાઅવળી કોઈપણ સંખ્યા અનુસાર તે તે પદનો જાપ. હવે જો ફક્ત પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ચાર પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી નવકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નમો શબ્દ આવશે નહીં. તો રમો વગર એ મંત્રનો જાપ અધુરો ગણાશે. વળી નવકારમંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઈપણ એક જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમ કે નમો સિદ્ધા અથવા નમો મારિચ ઇત્યાદિ. સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org