________________
નિગોદ
૨૨૫ અસંખ્યાત બાદર નિગોદશરીર એકત્ર થાય તો એનો પિંડ સૂક્ષ્મદર્શક કાચથી કે નરી નજરે દેખી શકાય છે, કારણ કે એનામાં દેખાવાની યોગ્યતા હોય છે. ભગવાને કહ્યું છે :
एगस्स दोण्ह तिण्ह व, संखेज्जाण व न पासिक सक्का ।
दीसंति सरीराइं णिओयजीवाणणंताणं ।। [ એક, બે, ત્રણ, સંખ્યાત નિગોદોને (પ્રત્યેકના જુદા જુદા શરીરને) દેખવાનું શક્ય નથી. કેવળ અનંત (બાદર) નિગોદજીવોના નિગોદરૂપ શરીરને દેખી શકાય છે. ].
બટાટા, ગાજર, મૂળા, આદુ વગેરે અનંતકાય છે. તેમાંથી સોયના અગ્રભાગ પર રહે એટલો નાનો ભાગ લઈએ તો તે અસંખ્ય શરીરનો પિંડ છે અને તે નજરે જોઈ શકાય છે.
અસંખ્ય શરીરમાંના પ્રત્યેક શરીરમાં અનંત અનંત જીવો પરસ્પર સંક્રમીને રહેલા છે. આ સામાન્ય માણસને ગળે ઊતરે એવી વાત નથી. જેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રુચિ અને શ્રદ્ધા ધરાવે છે તેમને આ વાત તરત હૈયે બેસી જશે. બાદર નિગોદનું શરીર જ્યાં સુધી જીવોત્પત્તિને અયોગ્ય થતું નથી એટલે કે નષ્ટ પામતું નથી ત્યાં સુધી એમાં કોઈ પણ સમયે અનંત જીવો વિદ્યમાન હોય છે. પરંતુ આ જીવોનું જન્મમરણનું ચક્ર બહુ ત્વરિત ગતિએ ચાલતું હોય છે. એટલે એક નિગોદમાં જે અનંત જીવો કોઈ એક સમયે હોય છે તે જ જીવો સતત તેમાં જ રહ્યા કરે એવું નથી. એ અનંતમાંના કેટલાક (એટલે કે અનંત) જીવો અમુક એક સમયે ઉત્પન્ન થયેલા હોય છે. બીજા કેટલાક અનંત જીવો બીજા કોઈ સમયે ઉત્પન્ન થયેલા હોય છે. વળી પછીના સમયે બીજા કોઈ અનંત જીવો ઉત્પન્ન થયેલા હોય છે. એટલે કોઈ પણ એક નિગોદમાં જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા અનંત અનંત જીવોનો સમૂહ હોય છે.
જે જીવો નિગોદમાંથી નીકળ્યા નથી પણ નીકળશે તેમની કાયસ્થિતિ અનાદિસાન્ત છે. જેઓ ક્યારેય નીકળવાના નથી તેમની કાયસ્થિતિ અનાદિઅનંત છે. જેઓ નિગોદમાંથી નીકળી ફરી પાછા નિગોદમાં આવે છે અને પાછા નીકળશે એમની કાયસ્થિતિ સાદિ-સાત્ત છે.
સાધારણ જીવોમાં સાધારણપણું એટલે સરખાપણું અથવા સામાન્યપણું હોય છે. નિગોદમાં સર્વ જીવો માટે એક જ સામાન્ય શરીર Common body હોવાથી તે સાધારણ શરીર ગણાય છે. વળી તે જીવો સાધારણ નામકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org