________________
૩૮
જિનતત્ત્વ મન:પર્યવજ્ઞાનનો વિષય ઘણો નાનો હોવા છતાં તે વધુ સૂક્ષ્મ છે અને વધુ શુદ્ધ છે. માટે મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે. વળી, વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષયની દૃષ્ટિએ પણ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં ભેદ છે.
અવધિજ્ઞાન જન્મથી પણ હોઈ શકે છે, અર્થાત્ ભવપ્રત્યય કે યોનિપ્રત્યય પણ હોઈ શકે છે. દેવો, નરકના જીવો તથા તીર્થકર ભગવાનને જન્મથી અવધિજ્ઞાન હોય છે. વળી, અવધિજ્ઞાન સંયમની વિશુદ્ધિથી કે તેવા પ્રકારના પ્રબળ ક્ષયોપશમથી પણ પ્રગટ થાય છે. મન:પર્યવજ્ઞાન જન્મથી મન:પર્યવજ્ઞાન હોતું નથી. વિશિષ્ટ સંયમની આરાધનાથી અર્થાત્ સંયમની વિશુદ્ધિથી જ તે ઉત્પન્ન થાય છે. તીર્થકર ભગવાનને પણ જન્મથી મન:પર્યવજ્ઞાન હોતું નથી. તેઓ જ્યારે દીક્ષિત થાય છે ત્યારે જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ દૃષ્ટિએ અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કરતાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને વિશેષ શક્તિને કારણે ક્રમમાં ચડિયાતાં બતાવવામાં આવે છે, તો પણ એક અપેક્ષાએ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું જેટલું મહત્ત્વ છે તેટલું અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનું મહત્ત્વ નથી. કેવળજ્ઞાન માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેટલી આવશ્યકતા છે, તેટલી અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની નથી. કોઈ જીવ ક્યારેય મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. કેવળજ્ઞાનની ઉત્પત્તિ પૂર્વવર્તી શ્રુતજ્ઞાનરૂપી કારણથી થાય છે એમ મનાય છે. કોઈક જીવોને સીધું જ કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. શાસ્ત્રોમાં એવાં કેટલાંયે ઉદાહરણો છે. આમ, મોક્ષમાર્ગમાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની કોઈ અનિવાર્ય આવશ્યકતા નથી. અલબત્ત, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનથી જીવને પોતાના આત્માની વિશદ્ધિની પ્રતીતિ થઈ શકે. અવધિજ્ઞાન અને વિશેષત: મન:પર્યવજ્ઞાન આત્માની વિશુદ્ધત્તર સ્થિતિનાં દ્યોતક છે.
શું પંચમ કાળમાં અવધિજ્ઞાન ન થઈ શકે ? આ વિશે કેટલુંક મતાન્તર છે. કેટલાકને મતે હાલ પણ અવધિજ્ઞાનની અત્યંત અલ્પ પ્રમાણમાં પણ શક્યતા છે. કેટલાકને મતે એવી કોઈ શક્યતા નથી. એટલું તો નક્કી છે કે આ કાળમાં આ ક્ષેત્રમાં કેવળજ્ઞાન નથી. જો તેમ છે, તો પરમાવધિજ્ઞાન કે જે અંતે કેવળજ્ઞાનમાં જ પરિણમે છે તે ક્યાંથી હોઈ શકે ? એટલે એટલું તો નિશ્ચિત જ છે કે આ કાળમાં પરમાવધિજ્ઞાન નથી. મન:પર્યવજ્ઞાનનો આ કાળમાં વિચ્છેદ થયો છે તે વિશે પણ સર્વ શાસ્ત્રકારો સંમત છે, કારણ કે તે પ્રાપ્ત થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org