________________
અથશાન
નરકનું નામ
જઘન્ય ક્ષેત્રપ્રમાણ ૧. રત્નપ્રભા
સાડા ત્રણ ગાઉ પર્યત ૨. શર્કરામભા
ત્રણ ગાઉ પર્યત ૩. વાલુકાપ્રભા
અઢી ગાઉ પર્યત ૪. પંકપ્રભા
બે ગાઉ પર્યત ૫. ધૂમપ્રભા
દોઢ ગાઉ પર્યત ૬. તમ:પ્રભા
એક ગાઉ પર્યત ૭. તમસ્તમઃ પ્રભા અડધો ગાઉ પર્યત મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમ્યક્તસહિત હોઈ શકે છે અને સમ્યક્વરહિત પણ હોઈ શકે છે. મિથ્યાદષ્ટિ જીવને પણ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન હોઈ શકે છે. આમ, આ ત્રણે જ્ઞાનનાં પ્રતિપક્ષી જ્ઞાન પણ હોઈ શકે છે. એટલે કે મિથ્યા-મતિજ્ઞાન, મિથ્યા-શ્રુતજ્ઞાન અને મિથ્યા-અવધિજ્ઞાન પણ હોય છે. મન:પર્યવજ્ઞાન મિથ્યાત્વીને હોઈ શકતું નથી. કેવળજ્ઞાનમાં તો મિથ્યાત્વનો પ્રશ્ન જ હોતો નથી. ફક્ત સમકિતી જીવને જ મન:પર્યવ જ્ઞાન થઈ શકે છે.
મિથ્યાષ્ટિ જીવને અવધિજ્ઞાન થાય જ નહીં એમ કહેવું યથાર્થ નથી. મિથ્યાદષ્ટિ જીવને અવધિજ્ઞાન અવશ્ય થઈ શકે, પરંતુ તે મલિન હોય, ધૂંધળું હોય, અસ્પષ્ટ હોય. ક્યારેક તે અવળું-સવળું પણ દેખે. એટલા માટે મિથ્યાદૃષ્ટિ જીવના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવે છે. એટલે વિર્ભાગજ્ઞાન એ અવધિજ્ઞાનનો જ એક પ્રકાર છે.
મન:પર્યવજ્ઞાનને ક્રમમાં અવધિજ્ઞાન પછી મૂકવામાં આવ્યું છે, કારણ કે અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે. અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી પદાર્થોનો છે. એ દૃષ્ટિએ ચૌદ રાજલોકના સર્વપદાર્થો-દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય બને છે તથા શક્તિની દૃષ્ટિએ તો અલોક પણ અવધિજ્ઞાનીનો વિષય બની શકે છે. એ રીતે સમગ્ર લોકાલોક અવધિજ્ઞાનનો વિષય છે. મન:પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ પૂરતો છે. ચૌદ રાજલોકમાં મનોવર્ગણાના પુદ્ગલ પરમાણુઓનું પ્રમાણ એટલું બધું અલ્પ છે કે સર્વાવધિજ્ઞાનના અનંતમા ભાગ જેટલો વિષય મન:પર્યવજ્ઞાનનો છે. આમ, વિષયની દૃષ્ટિએ અવધિજ્ઞાન મોટું છે, પરંતુ સ્વરૂપની દષ્ટિએ મન:પર્યવજ્ઞાન ચડિયાતું છે કારણ કે મન:પર્યવજ્ઞાન પોતાના વિષયના અનેકગણા પર્યાયોને જાણે છે. આમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org