________________
૩૬
જિનતત્ત્વ (૮) પાંચ અનુત્તર વિમાનના દેવો પોતાના અવધિજ્ઞાન વડે સંપૂર્ણ લોકનાડી જોઈ શકે છે.
બધા દેવલોકમાં જેમ જેમ ઉપર ઉપરના દેવલોકનો વિચાર કરીએ તેમ તેમ તે દેવો નીચેની અને તિરછી દિશામાં ઉત્તરોત્તર વધુ અને વધુ ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જોઈ શકે. અલબત્ત, ઊર્ધ્વ દિશામાં બધા દેવો સ્વકલ્પના તૃપાદિ-ધ્વજાદિ પયંત અવધિજ્ઞાન વડે જોઈ શકે, તેથી ઉપર ન જોઈ શકે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્કૃષ્ઠ અવધિજ્ઞાન મનુષ્યોને જ હોય છે. દેવ, નારકી કે તિર્યંચને તે નથી હોતું. જધન્ય અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય છે. દેવ અને નારકીને તે નથી હોતું.
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના બે પ્રકાર છે : (૧) સંપૂર્ણ લોકને અને લોકમાત્રને જોનાર અવધિજ્ઞાન. (૨) સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં પણ જોનાર અવધિજ્ઞાન. તેમાં સંપૂર્ણ લોકમાત્રને જોનાર અવધિજ્ઞાન પ્રતિપાતિ હોય છે અને સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં એક પ્રદેશ જેટલું વધુ જોનાર અવધિજ્ઞાન અપ્રતિપાતિ હોય છે. વિશેષાવશ્યક ભાષ્યમે કહ્યું છે.
उक्कासो मणुएसुं मणुस्स-तेरिच्छिएसुं य जहण्णो ।
उक्कोस लोगमेत्तो पडिवाइ परं अपडिवाइ । અલબત્ત, અલોકમાં આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્ય નથી એટલે જોવાપણું પણ રહેતું નથી. તો પણ અવધિજ્ઞાનના એ સામર્થ્યને દર્શાવવા એ પ્રમાણે કહેવાય છે.
નારકીના જીવો, ક્ષેત્રની દૃષ્ટિએ પોતપોતાના અવધિજ્ઞાન વડે કેટલું ઉત્કૃષ્ટ અને કેટલું જઘન્ય જોઈ શકે; તે નીચે પ્રમાણે છે : નરકનું નામ
ઉત્કૃષ્ટ ક્ષેત્રપ્રમાણ ૧. રત્નપ્રભા
એક યોજન (ચાર ગાઉ) પર્યત ૨. શર્કરા પ્રભા
સાડા ત્રણ ગાઉ પર્યત ૩. વાલુકાપ્રભા
ત્રણ ગાઉ પયત ૪. પંકપ્રભા
અઢી ગાઉ પર્યત ૫. ધૂમપ્રભા
બે ગાઉ પર્યત ૬. તમઃ પ્રભા
દોઢ ગાઉ પર્વત ૭. તમસ્તમઃ પ્રભા
એક ગાઉ પર્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org