________________
અવધિજ્ઞાન પહેરણો પહેરે એવો હોય છે.
દેવ અને નારકીના અવધિજ્ઞાનના ક્ષેત્રનો આકાર હંમેશાં એવો ને એવો જ રહે છે. એ આકાર બીજા આકારમાં પરિણમતો નથી.
(૮) તિર્યંચ અને મનુષ્યનું અવધિજ્ઞાન, ક્ષેત્રની દૃષ્ટિએ વિવિધ પ્રકારના સંસ્થાનવાળું – આકારવાળું હોય છે. વળી, જે આકાર હોય તે બીજા આકારમાં પરિણમી શકે છે. અલબત્ત, કોઈને એનો એ જ આકાર જીવનપર્યત-કાયમ માટે પણ રહી શકે છે.
ક્ષેત્રમાં કોણ કઈ દિશામાં વધારે જોઈ શકે છે તે વિશે કહેવાયું છે કે ભુવનપતિ અને વ્યંતર દેવોને ઊર્ધ્વ દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે. વૈમાનિક દેવોને અધોદિશામાં તથા નારકી અને જ્યોતિષી દેવોને તિરછી દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે. ઔદારિક શરીરવાળા તિર્યંચ અને મનુષ્યોને વિવિધ પ્રકારે વિવિધ દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે, જેમ કે કોઈને ઊર્ધ્વ દિશામાં વધારે હોય તો કોઈને અધોદિશામાં કે તિરછી દિશામાં વધારે હોય છે. મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન વલયાકારે પણ હોય છે. દેવલોકના દેવો પોતાના અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જોઈ શકે તે નીચે પ્રમાણે છે :
(૧) સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો રત્નપ્રભા નામની પ્રથમ નરકના નીચેના ભાગ સુધી અવધિજ્ઞાન વડે જોઈ શકે છે.
(૨) સનતકુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવો શર્કરામભા નામની બીજી નરક પર્યત જઈ શકે.
(૩) બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવો ત્રીજી વાલુકાપ્રભા નામની નરક સુધી જોઈ શકે.
(૪) શુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવો ચોથી પંકપ્રભા નરક સુધી જોઈ શકે.
(પ) આનત, પ્રાણત, આરણ અને અય્યત એ ચાર દેવલોકના દેવો પાંચમી ધૂમપ્રભા નામની નરક સુધી જોઈ શકે.
(૬) ત્રણ નીચેના અને ત્રણ મધ્યના એમ છ રૈવેયકના દેવો તમઃ પ્રભા નામની છઠ્ઠી નરક સુધી જોઈ શકે.
(૭) ઉપરના ત્રણ નૈવેયકના દેવો તમસ્તમપ્રભા નામની સાતમી નરક સુધી જોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org