________________
જિનતત્વ
૩૪ ક્ષેત્રની ઘણીબધી વૃદ્ધિ હોય તો કાળની વૃદ્ધિ થાય, પણ જો ક્ષેત્રની જરાક જેટલી જ વૃદ્ધિ થાય તો કાળની વૃદ્ધિ ન થાય. કારણ કે અંગુલ જેટલું ક્ષેત્ર જો વધે અને તે પ્રમાણે કાળની વૃદ્ધિ થાય તો અસંખ્યાત ઉત્સર્પિણી જેટલો કાળ વધી જાય. અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા પ્રદેશો છે તેમાંથી દરેક સમયે એક પ્રદેશ અપહરીએ તો અસંખ્યાત અવસર્પિણી જેટલો કાળ વધી જાય. અવધિગોચર ક્ષેત્રવૃદ્ધિ થયે દ્રવ્યપર્યાયો અવશ્ય વધે છે, પરંતુ દ્રવ્યપર્યાયો વધે ત્યારે ક્ષેત્રની વૃદ્ધિ થાય કે ન પણ થાય.
અવધિજ્ઞાનના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે.
ક્ષેત્રની દૃષ્ટિએ દરેકનું અવધિજ્ઞાન એકસરખા માપનું નથી હોતું. વળી જેટલા ક્ષેત્રનું અવધિજ્ઞાન હોય તે ક્ષેત્રનો આકાર દરેકને માટે એકસરખો નથી હોતો.
જઘન્ય અવધિજ્ઞાન સ્તિક (બિન્દુ) આકારે ગોળ હોય છે. મધ્યમ અવધિજ્ઞાનના ક્ષેત્રના અનેક આકાર હોય છે. કેવા કેવા આકારે તે હોય છે તેનાં કેટલાંક ઉદાહરણો આપતાં આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે :
तप्पागारे पल्लग पडहग झल्लरी मुइंग पुष्फ-जये ।
तिरिय मणयाण ओही नाणाविहसंठिओ भणिओ ।। ત્રાપો, પલ્ય, પડહ, ઝલ્લરી, મૃદંગ, પુષ્પગંગેરી અને યવનાલકના આકારે તથા મનુષ્ય અને તિર્યંચને વિવિધ આકારે અવધિજ્ઞાન હોય છે.
(૧) નારકીનું અવધિજ્ઞાન પાણી ઉપર તરવાના ત્રાપા-તરાપાના આકાર જેવું હોય છે.
(૨) ભુવનપતિ દેવોનું અવધિજ્ઞાન પલ્પ (પ્યાલા)ના આકારે હોય છે. (૩) વ્યંતરદેવોનું અવધિજ્ઞાન પડહ (ઢોલ)ના આકારવાળું હોય છે. (૪) જ્યોતિષી દેવોનું અવધિજ્ઞાન ઝલ્લરી (ઝાલર)ના આકાર જેવું હોય
છે.
(૫) બાર દેવલોકના દેવોનું અવધિજ્ઞાન મૃદંગના આકારનું હોય છે.
(૬) નવ રૈવેયકના દેવોનું અવધિજ્ઞાન પુષ્પગંગેરી (ફૂલથી ભરેલી ચંગેરી)ના આકાર જેવું હોય છે.
(૭) અનુત્તર દેવોનું અવધિજ્ઞાન યચનાલકના આકારનું હોય છે. યવનાલક એટલે સરકંચૂઓ અથળા ગલકંચૂઓ. એનો આકાર તુરકણી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org