________________
અવધિજ્ઞાન
૩૩ વાત કરી. ગૌતમસ્વામીએ કહ્યું, “આનંદ ! ગૃહસ્થને અવધિજ્ઞાન જરૂર થાય, પણ તમે કહો છો તેટલા વ્યાપક ક્ષેત્રનું ન થાય.” આનંદ શ્રાવકે કહ્યું કે, પોતે જે કહ્યું છે તે સાચું છે, એટલે ગૌતમસ્વામીએ કહ્યું, “આનંદ ! તમે અસત્યવચન બોલો છો, માટે મિચ્છામિ દુક્કડ આપવો ઘટે.” આનંદ શ્રાવકે કહ્યું, “મારી સાચી વાતને આપ ખોટી કહો છો તો મિચ્છામિ દુક્કડું આપને દેવો ઘટે.” ગૌતમસ્વામીને થયું કે અમારા બેમાં કોણ સાચું એ તો ભગવાન મહાવીર જ કહી શકે. તેઓ ભગવાન પાસે પહોંચ્યા અને બધી વાત કહી. ભગવાને કહ્યું, ગૌતમ ! આનંદ શ્રાવકની વાત સાચી છે. ગૃહસ્થને એટલું વ્યાપક અવધિજ્ઞાન થઈ શકે માટે મિચ્છામિ દુક્કડં તમારે આપવો ઘટે.' આ સાંભળીને ગૌતમસ્વામી ગોચરી પણ વાપરવા ન બેઠા અને આનંદ શ્રાવક પાસે પહોંચ્યા અને પોતાની ભૂલ માટે મિચ્છામિ દુક્કડું કહી આનંદ શ્રાવકની ક્ષમા માગી.
વર્ધમાન અને હીયમાન પ્રકારના અવધિજ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેમાં વધઘટ થાય છે. પ્રશ્ન એ થાય છે કે શું એ બધાં એકસાથે વધે અને એકસાથે ઘટે કે એમાં કોઈ નિયમ છે ? નિર્યુક્તિકાર કહે છે :
कालो चउण्ह वडढी, कालो भइयव्बो खेत्त वुड्ढीण ।
वुड्ढीय दब्ब पज्जव्व भइयब्बा खेत्त-कालाउ । (કાળની વૃદ્ધિમાં ક્ષેત્રાદિ ચારેની વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થયે કાળની ભજના જાણવી. દ્રવ્યપર્યાયની વૃદ્ધિ થયે ક્ષેત્રકાળની વૃદ્ધિ ભજનાઓ જાણવી.)
सहमो य होइ कालो तत्तो सुहमतरयं इवइ खेत्तं ।
अंगुलसेढीमेत्ते ओसप्पिणीओ असंरवेज्जा ।। (કાળ સૂક્ષ્મ છે અને તેનાથી ક્ષેત્ર વધારે સૂક્ષ્મ છે, કારણ કે અંગુલ પ્રમાણ શ્રેણી માત્રમાં અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા પ્રદેશો છે.)
કાળ પોતે સૂક્ષ્મ છે. કાળથી ક્ષેત્ર વધુ સૂક્ષ્મ છે. ક્ષેત્રથી દ્રવ્ય વધુ સૂક્ષ્મ છે અને દ્રવ્યપર્યાયો એથી વધુ સૂક્ષ્મ છે. ક્ષયોપશમને કારણે અવધિજ્ઞાનીનો જો કાળનો માત્ર એક જ “સમય” વધે તો ક્ષેત્રના ઘણા પ્રદેશો વધે છે અને ક્ષેત્રની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિ અવશ્ય થાય છે કારણ કે દરેક આકાશપ્રદેશે દ્રવ્યની પ્રચુરતા હોય છે અને દ્રવ્યની વૃદ્ધિ થવાથી પર્યાયોની વૃદ્ધિ થાય છે, કારણ કે દરેક દ્રવ્યમાં પર્યાયોની બહુલતા હોય છે.
બીજી બાજુ અવધિજ્ઞાનીના અવધિંગોચર ક્ષેત્રની જો વૃદ્ધિ થાય તો કાળની ભજના જાણવી એટલે કે કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org