________________
૨0૧
નમો લોએ સવ્વસાહૂણં અથવા બીજા, ત્રીજા કે કોઈ એક પદમાં “લોએ” અને “સવ' એ બે શબ્દો મૂકવામાં આવે તો બાકીનાં બધાં જ પદોમાં એ મૂકવાની અનિવાર્યતા ઊભી થાય, અન્યથા ગેરસમજ થાય. પરંતુ જો છેલ્લા પદમાં એ શબ્દો મૂકવામાં આવે તો પહેલાં ચાર પદોમાં એ છે જ એમ સમજી શકાય છે.
“લોએ' એટલે લોકમાં. લોક એટલે પંચાસ્તિકાયરૂપ ચૌદ રાજલોક અને લોક' એટલે ચૌદ રાજલોકના ઊર્ધ્વ, તિર્યગુ અને અધો એવા ત્રણ ભાગમાંથી તિર્યગુ લોક. અઢી દ્વીપ પ્રમાણે મધ્યવર્તી ભાગ તે મનુષ્યલોક. સાધુ આ મનુષ્યલોકમાં છે. માટે અહીં “લોએ” એટલે મનુષ્યલોક.
“સવ” એટલે સર્વ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ચાર પ્રકારના સર્વ છે : (૧) નામ સર્વ, (૨) સ્થાપના સર્વ, (૩) દેશ સર્વ અને (૪) નિરવશેષ સર્વ. અહીં નિરવશેષ સર્વનો અર્થ લેવાનો છે. ત્રણ લોકમાં, ત્રણ કાળમાં જે જે સાધુ મહાત્માઓ થયા છે, હાલ વિચરે છે અને ભવિષ્યમાં થશે તે સર્વને, જ્યાં જ્યાં સાધુત્વ છે તે સર્વને વંદન હો.
સાધુ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જુદી જુદી રીતે આપવામાં આવે છે :
(૧) સધતિ નિદ્રિતિ વર્નામિતિ સTg: I – જે ધર્માદિ કાર્યને નિષ્પાદન કરે એટલે કે સાધે તે સાધુ.
(૨) સTધતિ જ્ઞાના િશમિત સીધુ. | જ્ઞાનાદિ શક્તિ વડે જે મોક્ષને સાધે તે સાધુ.
(૩) ચન્દર્શનશાનચારિત્રેશ્ન સાધતીતિ સાધુ. | જે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર વડે મોક્ષને સાથે તે સાધુ.
(૪) પરહિત મોક્ષનુષ્ઠાન વા સાઘતિતિ સાધુ | જે સ્વપર હિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે તે સાધુ.
(૫) જિલ્લા સદન સાધવ: | જે નિર્વાણની સાધના કરે તે સાધુ. (૬) શાન્તિ સઘયર્નતિ સાધવ: |જે શાન્તિની સાધના કરે તે સાધુ.
(૭) રસધતિ પતિ શિયfમરમિતિ સાધુ. | જે વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગ અર્થાત્ મોક્ષનું પોષણ કરે તે સાધુ.
(૮) અમિનીવતમર્થ સાધવતિ સાધુ: I – જે અભિલષિત (ઇચ્છિત) અર્થને સાધે તે સાધુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org