SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નમો લોએ સવ્વસાહૂણે અનાદિસિદ્ધ શાશ્વત નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પંચ પરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. નમો લોએ સવ્વસાહૂણં' એમ પાંચમું પદ બોલીને આપણે પાંચમા પરમેષ્ઠિ સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રના નવ પદમાં આ પાંચમું પદ છે એટલે તે બરાબર વચ્ચે આવે છે, અર્થાત્ એ કેન્દ્રસ્થાને છે. એની એક બાજુ ચાર પદ અને બીજી બાજુ પણ ચાર પદ . વળી નવપદની આરાધનમાં પણ તે કેન્દ્રસ્થાને છે. એ પદ પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને નમસ્કાર કરાય છે. સાધુ-પદ કેન્દ્રસ્થાને છે એનો અર્થ એ થયો કે એ સૌથી મહત્ત્વનું પદ છે, કારણ કે સાધુ થયા વિના ઉપાધ્યાય થવાય નહીં, આચાર્ય થવાય નહીં, અરિહંત પણ થવાય નહીં અને સિદ્ધ પરમાત્મા પણ થઈ શકાય નહીં. આ પાંચમું પદ જ પંચમ ગતિ અપાવનારું છે. જૈન ધર્મનો સાર, ચૌદ પૂર્વનો સાર નવકારમંત્ર છે અને નવકાર મંત્રમાં કેન્દ્રસ્થાને સાધુપદ, સાધુત્વ છે. એક દિશામાં સંસાર છે અને એનાથી વિપરીત બીજી દિશામાં મોક્ષમાર્ગ છે. એ તરફ જવું હોય તો પ્રથમ પગલું સાધુત્વથી મંડાય છે. આનંદઘનજીએ કહ્યું છે : સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે. આ પાંચમો નમસ્કાર સાધુ ભગવંતોને કરતાં આપણે બોલીએ છીએ : નમો લોએ સવ્વસાહૂણે. પરંતુ આ પાંચમા પદમાં આગળનાં ચારે પદ કરતાં બે શબ્દ વધારે છે – “લોએ” અને “સવ.” “લોએ” એટલે કે સમસ્ત લોકમાં રહેલા. સવ' એટલે સર્વ. તો શું પહેલાં ચાર પદોમાં “લોએ” અને “સબૂ' એ બે શબ્દોની જરૂર નથી ? વસ્તુત: એમાં એ બે શબ્દો અધ્યાહાર છે. જો પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy