________________
૨૧૫
નમો લોએ સવ્વસાહૂણં
શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સાધુ ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહ્યું છે :
साहणं नमक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाओ ।। साहूण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तिआवारणो होइ ।। साहूणं नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति ।। जो मरणंमि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ।। साहुण नमुक्कारो सवपावप्पणासणो ।।
मंगलाणं च सवेसिं पढमं हवइ मंगलं ।। [સાધુ ભગવંતને ભાવથી કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર ધન્ય જીવોના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસ્ત્રોતસિકાનું હરણ કરે છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર મહાન અર્થવાળો છે એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. અને મરણ વખતે તે બહુ વાર કરાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો અનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. ] શ્રી જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસ'માં કહ્યું છે,
અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાયગસૂરિના સહાઈ રે મુનિ વિણ સર્વ ક્રિયા નવિ સૂઝ, તીર્થ સકલ સુખદાઈ રે પંચમ પદ એણી પેરે ધ્યાવતાં પંચમગતિને સાધો રે;
સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે. શાસ્ત્રકાર કહે છે :
विनय सुहनियत्ताणं विसुद्ध चारितनियमजुत्ताणं ।
तच्चगुणसाहगाणं सदा य किच्चुजुयाण नरो ।। [ સાધુઓ વિષયસુખથી નિવર્નેલા હોય છે. વિશુદ્ધ ચારિત્રના નિયમોથી યુક્ત હોય છે. (મૂલ ગુણ અને ઉત્તર ગુણને ધારણ કરવાવાળા હોય છે.) તથા તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે. તથા સદા (મુક્તિમાર્ગમાં) સહાય કરવાના કર્તવ્યમાં ઉદ્યમી હોય છે. તેવા સાધુઓને નમસ્કાર થાઓ !]
असहाये सहायत्तं करंति मे संजमं करिन्तरस । एएण कारणेणं नमाणिऽहं सब साहूणं ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org