________________
૨૧૬
જિનતત્ત્વ [સાધુઓ અસહાય એવા મને સંયમના પાલનમાં સહાય કરનારા છે એ કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.]
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતામાં સાધુપદના વર્ણનને અંતે ભાવના વ્યક્ત કરી છે :
નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હવે દુર્ગતિ વાસ,
ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ. વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા;
સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. નવપદની આરાધનામાં સાધુપદની આરાધના પાંચમા દિવસે આવે છે. એ આરાધનામાં “ઊં હ્રીં નમો લોએ સવ્વસાહૂણં' પદની ૨૦ માળા ઉપરાંત સાધુ ભગવંતના ૨૭ ગુણ પ્રમાણે ૨૭ સાથિયા, ૨૭ ખમાસણા, ૨૭ પ્રદક્ષિણા, ૨૭ લોગસ્સનો કાઉસગ્ગ ઈત્યાદિ કરવામાં આવે છે. સાધુપદનો વર્ણ શ્યામ હોવાથી જેઓ એક ધાન્યનું આયંબિલ કરતા હોય તેઓ અડદનું આયંબિલ કરે છે. આ આરાધના વિધિપૂર્વક કરતી વખતે નીચેનો દૂહો બોલાય છે :
અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે, નવિ શોચે રે;
સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. છઠ્ઠી સદીના મહાન આચાર્ય ભઘવંત શ્રી ઉદ્યોતનસૂરિએ “કુવલયમાળા” નામના પોતાના પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથમાં એક સ્થળે “સાધુ ધર્મપરિભાવના' વર્ણવી છે. ગૃહસ્થ જીવનમાં સાચી ધર્મસાધના કરનાર વ્યક્તિ પોતાની પરિભાવના વ્યક્ત કરતાં ત્યાં જે કહે છે તેમાંથી થોડીક પંક્તિઓનો અનુવાદ અહીં ટાંક્યો છે :
હું ક્યારે સાધુપણું પામીશ? ક્યારે રાત્રિએ ધ્યાનમાં હોઈશ ? ક્યારે ચરણકરણાનુયોગનો સ્વાધ્યાય કરીશ ? ક્યારે ઉપશાન્ત મનવાળો થઈને કર્મરૂપી મહાપર્વત ભેદવા માટે વજસમાન એવું પ્રતિક્રમણ કરીશ ? ક્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org