________________
નમો લોએ સવ્વસાહૂણં
૨૧૭
ધર્મધ્યાનમાં લાગી જઈશ ? ક્યારે મહાન તપશ્ચર્યાઓ કરીશ ? ક્યારે સમભાવવાળો થઈશ ? ક્યારે અંતિમ આરાધના કરી દેહ છોડીશ ?'
હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં શ્રાવકનાં માર્ગાનુસારી ગુણલક્ષણો બતાવ્યાં છે. એમાં શ્રાવક માટે એક શબ્દ પ્રયોજ્યો છે યતિધર્માનુરહાનામ્। એટલે સાચો શ્રાવક એવો હોવો જોઈએ કે જે યતિધર્મનો અનુરાગી હોય. સાધુને જોતાં જ શ્રાવકને હર્ષ થવો જોઈએ. એને મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ, કે અંતે લેવા જેવું તે આ સાધુપણું છે, ભલે વર્તમાન સંજોગોમાં પોતે ન લઈ શકે. સાધુને વંદન કરતી વખતે પણ મનમાં એવો ભાવ થવો જોઈએ કે ‘આવું સાધુપણું મને પોતાને ક્યારે મળશે ?’
કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રે ‘અપૂર્વ અવસર'માં સાધુ થવા માટેની પોતાની ઉત્કટ લાગણી કેટલી હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે :
Jain Education International
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો.
For Private & Personal Use Only
www.jainelibrary.org