________________
૧૦૦
જિનતત્ત્વ ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે” – એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસગરુઓ પોતાનાં ભક્ત-ભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, સમક્તિની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને “ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે” એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. સંસારમાં વિનયના નામે, આજ્ઞાપાલનના નામે આવો ગંદવાડ પણ વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવા માયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ.
જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરુએ પણ પોતાના શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઈએ. પક્ષપાત, અકારણ શિક્ષા, વધુપડતો દંડ, શિષ્યની સેવાસુશ્રુષાનો વધુપડતો લાભ લેવો, ક્રોધ કરવો, શિષ્યોને બધાંના દેખતાં ટોકવા ઇત્યાદિ પ્રકારનું વર્તન ગુરુભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ કષાયો ઉગ્ર છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે.
આમ, જૈન ધર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે. “ધર્મકલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહ્યું છે :
मूलं धर्मद्रुमस्य युपति नरपतिश्री लतामूलन्दः । सौन्दर्याहवानविधा निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः । सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणादिः समस्ता -
नर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति विनय: किं न किं साधु धत्ते ? અર્થાત્ વિનય ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની લક્ષ્મીરૂપી લતાનો મૂળ કંદ છે, સૌન્દર્યનું આહ્વાન કરવાની વિદ્યા છે, સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે, પોતાની આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મણિઓ, રત્નોનો મોટો રોહણાચલ (પર્વત) છે. અને સમસ્ત અનર્થનો નાશ કરનારું તંત્ર છે. આવો વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org