________________
૩૩૦
જિનતત્ત્વ આ શ્લોકમાં તો પ્રમુખ ધર્મોની વાત થઈ, પરંતુ એની આગળના લોકમાં ભારતમાં તત્કાલીન પ્રચલિત વિવિધ ધર્મધારાઓનો કે વાદોનો સમન્વય કરી લેતાં શ્રી માનતુંગાચાર્યે જે કહ્યું છે તેમાં શુદ્ધાત્માના સ્વરૂપને વિવિધ રીતે ઘટાવી શકાય છે.
त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।। [ હે પ્રભુ ! તમે આદિ, અવ્યય, અચિંત્ય, અસંખ્ય, વિભુ, બ્રહ્મ, ઈશ્વર, અનંત, અનંગકેતુ, યોગીશ્વર, વિદિતયોગ, અનેક, એક, જ્ઞાનસ્વરૂપ, અમલ, સંત છો. ]
શ્રી હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ હતા અને વેદ-વેદાન્તના પ્રકાંડ પંડિત હતા. યાકિની મહત્તરાના સંપર્કમાં આવ્યા પછી એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. આથી એમનામાં સમન્વયની ઉચ્ચ ભાવના અને તટસ્થ તત્ત્વદૃષ્ટિ વિકસી હતી. એટલે જ એમણે લખ્યું છે કે -
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमत् वचनं यस्य तस्य कार्यः परिग्रहः । એટલે જ શ્રી હરિભદ્રસૂરિએ “મહાદેવાષ્ટક' લખ્યું છે અને એમાં શંકર મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બતાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ સાથે સોમનાથના શિવલિંગનાં દર્શન કરી, સ્તુતિ કરનાર શ્રી હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તોત્ર'માં લખ્યું છે :
भवबीजांकुर जनना रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। [ ભવરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગ વગેરે જેમના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેને હું નમસ્કાર કરું છું. ]
શ્રી માનતુંગાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓની ઉચ્ચ, સમુદાર, ગરિમાયુક્ત પરંપરાને શ્રી આનંદઘનજી અનુસર્યા છે.
જે જ્ઞાની મહાત્માઓ પ્રત્યેક જીવમાં રહેલા શુદ્ધ આત્મસ્વરૂપને નિહાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org