________________
અદત્તાદાન-વિરમણ
(૫) કાણકથી – આ ચોરીનો માલ છે એ જાણીને તે સસ્તા ભાવે લઈ લેનાર અને તે વેચીને નફો કમાનાર એટલે કે ચોરે ચોરેલી વસ્તુઓનો વેપારધંધો કરનાર.
(૯) અન્નદ – ચોરને ખાવાનું આપનાર.
(૭) સ્થાનદ – ચોરને પોતાને ઘરે આશ્રય આપનાર, ચોરને સંતાવા માટે કોઈ સ્થાને વ્યવસ્થા કરાવી આપનાર.
જાતે ચોરી ન કરવી પણ વિવિધ હેતુ માટે વિવિધ રીતે ચોર લોકોની સાથે સંલગ્ન રહેનાર અને સહાય કરનાર માણસ પણ ચોર જેવો જ ગણાય. શ્રી અભયદેવસૂરિએ એવી જાતના ચોરના ૧૮ પ્રકાર જણાવ્યા છે. અદત્તાદાન વિરમણ વ્રતના જે અતિચારો છે તે અતિચારો પણ શ્રાવકે ત્યજવા જોઈએ. એ અતિચાર પણ પોતાનાથી ન થાય એવી સાવધાની રાખવા માટે ચોરીની જે અઢાર પ્રસૂતિઓ અથવા ચોરીની જનની ગણાવવામાં આવે છે, તેનું સેવન શ્રાવકે ન કરવું જોઈએ. ચોરીના આવા અઢાર પ્રકાર અથવા આ અઢાર પ્રસૂતિ તે નીચે પ્રમાણે છે :
भलनं कुशलं तर्जा राजभोग्याऽवलोकनं । अमार्गदर्शनं राय्या पदभंगस्तथैव च ।। विश्रामपादपतनं चासनं गोपनं तथा । खंडस्य खादनं चैव तथान्य न्महाराजिकं ।। पट्यग्न्युदकरज्जूनां प्रदानं ज्ञानपूर्वकं ।
एताः प्रसूतयोज्ञेया अष्टादश मनीषिभिः ।। ૧. ભલન ૨. કુશલ ૩. તર્જા ૪. રાજભોગ ૫. અવલોકન ક અમાર્ગદર્શન ૭. શયા ૮. પદભંગ ૯. વિશ્રામ ૧૦. પાદપતન ૧૧. આસન ૧૨. ગોપન ૧૩. ખંડખાદન ૧૪. માહારાજિક ૧૫. પટ્ટી ૧૧. અગ્નિ ૧૭. ઉદક ૧૮. રજુ.
૧. ભલન – એટલે ચોરોની સાથે ભળી જવું. ચોરને કહે કે “તું ચિંતા કરીશ નહીં, હું તારી સાથે જ છું. તને કંઈ થાય તો હું બેઠો છું.' આવાં આવાં ગુપ્ત વચનથી ચોરને પ્રોત્સાહિત કરે અને બહારથી પોતે અજાણ હોય તેવો દિખાવ કરે.
૨. કુશલ – એટલે ચોરી કરનારને તેમની ક્ષેમ કુશળતા વિશે પૂછે, તેમનાં સુખદુ:ખની વાતથી પોતાને માહિતગાર રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org