________________
૧૨
જિનતત્ત્વ પાંચ અતિચારનું હું પ્રતિક્રમણ કરું છું.)
પ્રતિક્રમણમાં શ્રાવકો માટેના આ વ્રતના અતિચારો કેવા કેવા છે તે વર્ણવતાં કહ્યું છે :
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર. તેનાહડપ્પાઓગે ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી, ચોર-ઝાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યોતિક્રમ કીધો, નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં, ફૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યા, દાણચોરી કીધી, લુણહીને લેખે વરસ્યો, સાટે લાંચ લીધી, કુડો કરતો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી પારંગ કૂડાં કીધાં, દાંડી ચડાવી, લહકે-ત્રહકે, કૂડાંકાટલાં માન-માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણહીને દીધું, જુદી ગાંઠ કીધી, થાપણ ઓળવી, કુણહીને લેખે-પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી.”
ચોરી કરનાર, ચોરી કરાવનાર અને ચોરી કરનારની અનુમોદના કરનાર એ ત્રણે અદત્તાદાન, ચૌર્યકર્મના દોષી છે. આ મુખ્ય ત્રણ પ્રકારનું વિગતવાર પૃથક્કરણ કરીને ચોરના નીચે પ્રમાણે પ્રકાર બતાવવામાં આવે છે. શાસ્ત્રકાર લખે છે :
चौरश्चौरापको मंत्री भेदज्ञः काणकक्रयी ।
अन्नदः स्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः ।। ચોરના આ રીતે સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમ કે : (૧) ચોર – જે ચોરી કરે છે તે ચોર.
(૨) ચૌરાપક – ચોરોની સાથે રહેનારો, ચોરને ચોરી માટે જરૂરી વસ્તુઓ લાવી આપનારો.
(૩) મંત્રી – ચોરની સાથે મંત્રણા કરનાર. તેને રસ્તા અને યુક્તિપ્રયુક્તિ બતાવનાર, અમુક ચોરીમાં રહેલાં લાભાલાભ સમજાવનાર, ચોરને શુકન-અપશુકન કહેનાર, ચોરી કરવા માટે સંમતિ આપનાર, ઇત્યાદિ.
(૪) ભેદજ્ઞ – ચોરી વિશે જરૂરી માહિતી મેળવી આપનારો. અમુક રસ્તામાં, અમુક ઘરમાં આજે કોઈ નથી. અમુક કબાટમાં ઘરેણાં છે. તેની ચાવી અમુક જગ્યાએ રહે છે. અમુક વખતે માલિક આવે છે અને અમુક વખતે બહાર જાય છે. આવી આવી ગુપ્ત માહિતી મેળવીને તે ચોરને જણાવનાર તે ભેદશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org