________________
૧૪
જિનતત્ત્વ ૩. તર્જા – એટલે હસ્તાદિકની ચેષ્ટા. આંગળીઓના અમુક પ્રકારના સંકેતો ચોરની સાથે નક્કી કરી વખત આવ્યે તેવા ઇશારાથી ચોરને માહિતગાર કરવા કે સાવધાન કરવા.
૪. રાજભોગ્ય – એટલે જે દ્રવ્યના ભોગનો અધિકાર રાજ્યનો હોય અર્થાત્ કરવેરારૂપ હોય તે ભાગ રાજ્યને ન આપવો. ચીજવસ્તુઓના સોદાઓમાં સરકારી કરવેરા બચાવવા માટે ભાવ ઓછા બતાવવા, માલ હલકો બતાવવો વગેરે પ્રકારની કરચોરી કરવી. (રાજભોગ્ય’ શબ્દને બદલે રાજભોગ” શબ્દ પણ પ્રયોજાય છે, પણ અર્થ એનો એ જ રહે છે.)
૫. અવલોકન – અવલોકન કરીને ચોરને ચોરી કરવાનાં ઠેકાણાં બતાવે. ચોરીના માલનું અવલોકન કરે એટલે કે એનું સાવચેતીપૂર્વક ધ્યાન કરે, ચોરને પણ ફસાવવાની દૃષ્ટિએ, તેનો ચોરેલો માલ મફતમાં પડાવી લેવા માટે સૂક્ષ્મ અવલોકન કરી યુક્તિ પ્રયુક્તિઓ વિચારે.
ક. અમાર્ગદર્શન – ચોર ચોરી કરવા માટે જે દિશામાં ગયા હોય અથવા ચોરી કરીને જે માર્ગે ભાગી ગયા હોય તે વખતે પોતાને ખબર હોવા છતાં ચોરને પકડવા નીકળેલાને જાણીજોઈને અવળી દિશા બતાવવી.
૭. શય્યા – ચોર ચોરી કરીને રાતના વખતે આવ્યો હોય અથવા હજુ તેના ચોરી કરવાનો સમય ન થયો હોય ત્યાં સુધી તેને સૂવા માટે પોતાના ઘરમાં, દુકાનમાં, વખારમાં કારખાના વગેરેમાં, સગવડ કરી આપવી.
૮. પદભંગ – પદભંગ એટલે પગલાં ભૂંસવાં અથવા પગ ભાંગવો. ચોર ચોરી કરવા ગયો હોય અને ક્યાંકથી કૂદતાં પગ ભાંગી ગયો હોય અથવા પગે બહુ વાગ્યું હોય અને ચલાતું ન હોય ત્યારે તેને પોતાના મુકામે પહોંચાડવા માટે વાહન વગેરેની વ્યવસ્થા કરી આપવી. વળી, જૂના વખતમાં અને હજુ પણ નાનાં ગામડાંઓમાં ધૂળમાં ચોરના પગલાં પડ્યાં હોય અને સિપાઈઓ કે બીજા તે પગલાંને અનુસરી પગેરું શોધવાનો પ્રયત્ન કરે તે પહેલાં પોતે ચાલીને અથળા ગાય-ભેંસને ચલાવીને એ પગલાં ભૂંસવાનો પ્રયત્ન કરવો કે જેથી ચોર કયા માર્ગે ગયો છે તે પકડાય નહીં.
૯. વિશ્રામ – ચોર ચોરી કરીને આવ્યો હોય અને થાકી ગયો હોય તો તેને આરામ કરવા માટે પોતાને ત્યાં સગવડ કરી આપવી.
૧૦. પાદપતન – એટલે પગમાં પડવું. ચોરીના માલથી પોતાને એટલો બધો લાભ થતો હોય કે પોતે અને સ્વજનો ચોર પ્રત્યે કે ચોરોના સરદાર પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org