________________
અદત્તાદાન-વિરમણ અત્યંત ગૌરવપૂર્વક જુએ, એને આદરમાન આપે અને તે એટલી હદ સુધી કે ચોરના પગમાં પડીને નમન કરે.
૧૧. આસન – ચોરને બેસવા માટે આસન આપે. જરૂર પડે તો પોતે ઊભા થઈ જાય અને ચોરને બેસવા માટે આસન આપે. આ રીતે ચોરની આગતાસ્વાગતા કરે.
૧૨. ગોપન - ચોરને પોતાને ત્યાં સંતાડવો તે ગોપન. તદુપરાંત ચોર પોતાને ત્યાં હોય અથવા ચોર ક્યાં સંતાયો તેની પોતાને ખબર હોય છતાં એ વાતનું ગોપન કરવું.
૧૩. ખંડખાદન – ચોરને મિષ્ટાન્ન વગેરે ખવડાવવાં. ચોરની મહેમાનગતિ માટે સરસ ભોજન કરાવવાં, ચોરની સાથે જમવા બેસવું, ચોરને સરસ ભાતું બાંધી આપવું, ઇત્યાદિ.
૧૪. માહારાજિક – એટલે રાજાયોગ્ય હોય એટલી હદ સુધીનું એટલે કે રાજ્યને વાંધો ન હોય ત્યાં સુધી ચોરને માનસન્માન આપવું. (પાઠાંતર મોહરાજિક' હોય તો મોહાંધ બનીને ચોરને એવી સલાહસૂચના આપવી એવો અર્થ પણ ઘટાવાય છે.)
૧૫. પટ્ટી – ચોરને હાથપગ ધોવા માટે સાબુ, તેલ, વસ્ત્ર વગેરે આપવાં.
૧૬. અગ્નિ – ચોરને રસોઈ વગેરે કરવા માટે અગ્નિ આપવો અથવા એના શરીરે ક્યાંય દુ:ખતું હોય તો તે માટે શેક કરવા માટે અગ્નિની વ્યવસ્થા કરી આપવી.
૧૭. ઉદક – ચોરને પીવા માટે પાણી આપવું, તે થાકેલો હોય તો સ્નાન વગેરે માટે ઠંડું કે ગરમ પાણી આપવું.
૧૮. રજુ – એટલે દોરડું. ચોરીનો માલ બાંધવા માટે દોરી-દોરડાં આપવાં. માલ મેડા પર ચડાવવો હોય તો તે માટે દોરડાની વ્યવસ્થા કરી આપવી. ચોર ઘોડો, બળદ, બકરી વગેરે ચોરી લાવ્યાં હોય તો તેને બાંધવા માટે દોરડું આપવું.
આમ, ચોરી કરવાના અને ચોરને સહાય કરવાના અનેક પ્રકારો છે. જેઓને સદાચારી જીવન શાંતિપૂર્વક જીવવું હોય તેઓએ પોતાની જાતને આવી હલકી અને પાપરૂપ પ્રવૃત્તિમાં જોડવી ન જોઈએ.
બાર વ્રતની પૂજામાં શ્રી વીરવિજયજી મહારાજે ઉપદેશાત્મક શૈલીએ ચોરી ન કરવા વિશેષ સરસ સમજાવતાં કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org