________________
૧૭
જિનતત્વ સ્વામી અદત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરિએ રે. ચિત્ત ચોખે ચોરી નવ કરીએ રે. નવ કરીએ તો ભવજળ તરીએ રે. સાત પ્રકારે ચોર કહ્યા છે. તૃણ, તુષ માત્ર કર ન ધરીએ રે. રાજદંડ ઉપજે તે ચોરી, નાનું પડયું વળી વિસરીએ રે. કૂડે તોલે કૂડે માપે, અતિચારે, નવિ અતિચારીએ રે. આ ભવ પરભવ ચોરી કરતાં વધ બંધન જીવિત હરીએ રે. ચોરીનું ધન ન ઠરે ઘરમાં ચોર સદા ભૂખે મરીએ રે. ચોરનો કોઈ ધણી નવિ હોવે, પાસે બેઠા પણ ડરીએ રે. પરધન લેતાં પ્રાણ જ લીધા
પંચેન્દ્રિય હત્યા વરીએ રે. જગતમાં બધા જ ધર્મોએ ચોરીની નિંદા કરી છે. પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે :
अदत्तादाणं अकिंत्तिकरणं अणज्जं साहुगरणिज्जं पियजणमित्तजण - भेदविप्पीतिकारकं रागदोसबहुलं ।
[અદત્તાદાન (ચોરી) એ અપકીર્તિ કરાવનારું અનાર્ય કાર્ય છે, બધા જ સાધુ-સંતોએ એની નિંદા કરી છે, પ્રિયજનો અને મિત્રોમાં એ અપ્રીતિ અને ભેદભાવ કરાવનાર, ફાટફૂટ પડાવનાર છે અને રાગદ્વેષથી તે ભરપૂર છે.]
ચોરી કરતાં પકડાયેલાને એનાં કડવાં ફળ ભોગવવાં જ પડે છે. આ એક એવું પાપ છે કે જો તે પકડાય તો આ ભવમાં જ તેના ફળ ભોગવવાનાં આવે છે. સામાન્ય જનસમૂહની ખાસિયત એવી છે કે ચોરી કરતાં કોઈને જોતાં કે પકડાઈ જતાં લોકો ચોરને મારવા લાગે છે. ક્યારેક તો લોકો ભેગા મળીને એટલું બધું મારે છે કે ચોર ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે છે. ચોર ચોરી કરીને ભાગી જાય, પરંતુ પાછળથી જ્યારે પકડાય છે અને એની ચોરી પુરવાર થાય છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org