________________
૧૮૩
દસમો ગ્રહ પરિગ્રહ
જ્યાં મોહ ન હોય ત્યાં મૂર્છા ન હોય અને જ્યાં મૂર્છા ન હોય ત્યાં પરિગ્રહ ન હોય. વસ્તુત: પ્રમાદ એ જ પરિગ્રહ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'માં કહ્યું છે :
यस्त्यक्त्वा तृणवद् बाह्यामान्तरं व परिग्रहम् ।
उदास्ते तत्पदाम्भोजं पर्युपास्यते जगत्त्रयी ।। જે બાહ્ય અને આત્યંતર પરિગ્રહને તૃણની જેમ ત્યજી દઈને ઉદાસીન રહે છે અર્થાત્ સમતાભાવ ધારણ કરે છે તેના ચરણરૂપી કમળની પર્યાપાસના ત્રણ જગત કરે છે.
આમ, પરિગ્રહરૂપી દસમા ગ્રહને જે તિલાંજલિ આપે છે એ જ વ્યક્તિ સાધનાના ઉચ્ચ પંથે પ્રગતિ કરવા માટે અધિકારી બને છે. પ્રાચીન લોકકથામાં પોતાના ઘરે પાછા ન જનાર, મહેમાન થઈને પડ્યા રહેનાર જમાઈને-દસમા ગ્રહને જેમ હથેળીના અર્ધચન્દ્ર પ્રકારથી એટલે કે બોચીથી પકડીને ઘરની બહાર હાંકી કાઢવામાં આવે છે તેમ પરિગ્રહરૂપી દસમા ગ્રહને બોચીથી પકડીને જીવનરૂપી ઘરની બહાર કાઢવાની જરૂર છે, કારણ કે આપણા જીવનમાંથી આ ગ્રહ પણ સહેલાઈથી નીકળી જાય એવો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org