________________
નમો લોએ સવ્વસાહૂણે
૨૦૯ જનસંપર્કમાં રહેવા છતાં કોઈ સ્થળ, સંઘ કે વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ થતાં નથી. સંયમ માટે, બ્રહ્મચર્યના પાલન માટે પણ જંઘાશ્રમપૂર્વક થતો વિહાર બહુ ઉપયોગી છે. પાદવિહારને લીધે જ, શરીર પર ઊંચકી શકાય એટલી જ વસ્તુઓ રાખવાની હોવાથી, પરિગ્રહ પણ પરિમિત બની જાય છે. દિગંબર મુનિઓને તો અનિવાર્ય એવાં પીંછી અને કમંડલુ સિવાય કશો પરિગ્રહ હોતો નથી. એટલે જ દિગંબર મુનિઓ તત્ક્ષણ વિહાર કરી શકે છે.
નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન એ જૈન સાધુની એક મહાન સિદ્ધિ, ઉપલબ્ધિ છે. એના પાલન માટે દઢ નિયમો બતાવ્યા છે. જૈન સાધુએ રાત્રે પગ વાળીને પડખે જ સૂવું જોઈએ. જૈન સાધુઓનો આટલો કડક સંયમ હોવાથી દિગંબર નગ્ન સાધુઓ પાસે જતાં સ્ત્રીઓ સંકોચ પામતી નથી. જૈન શાસનની આ અપૂર્વ સિદ્ધિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે;
જ્ઞાનવંત જાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષો;
પગ પગ વતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો. જૈન સાધુનું જીવન આચારપ્રધાન છે. જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે સાધુ ભગવંતોએ પોતાના શીલની રક્ષા માટે બહુ સૂક્ષ્મ નિયમોનું પાલન કરવાનું હોય છે. આવા નિયમોનો જો સરવાળો કરવામાં આવે તો તે ઘણો મોટો થાય. શીલના ભેદો ૩૭, ૧૮૦, ૧૮૦૦ છે અને એથી આગળ જતાં અઢાર હજાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવે છે :
૩ યોગ x ૩ કરણ x ૪ સંજ્ઞા x ૫ ઈન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની અવિરાધના x ૧૦ યતિ ધર્મ = ૧૮૦૦૦ શીલના ભેદ થાય છે. આ જ રીતે એમાં બીજા કેટલાક ભેદો ઉમેરીને શીલના ૮૪ લાખ ભેદ બતાવવામાં આવ્યા છે.
શ્રાવક દીક્ષા લેતાંની સાથે છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે :
મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદગુરુ પાસે, દૂષણ કાલે પણ ગુણવતા, વરતે શુભ અધ્યાસે. છઠ્ઠ ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લહિઉં, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org