________________
૧૩૨
જિનતત્ત્વ આ સૂત્રમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ જોઈએ : “પાણકમણે” એટલે પ્રાણો (જીવોને ચાંપીને ઉપર ચાલતાં.
બીયક્રમણ' એટલે બીજ (બિયાં)ને ચાંપતાં.
હરિય%મણે” એટલે હરિત અથવા લીલી વનસ્પતિને, લીલોતરીને ચાંપતાં.
ઓસા” એટલે ઓસ અથવા ઝાકળ.
ઉનિંગ' એટલે માટીમાં ગોળ છિદ્ર પાડનાર જીવો, જે ગધેયા તરીકે ઓળખાય છે. ઉત્તિગનો બીજો એક અર્થ થાય છે કે કીડીઓનાં દર.
પણગ' એટલે લીલ, ફૂગ, પચરંગી સાધારણ વનસ્પતિ.
દગમટ્ટી' એટલે ઢીલો કાદવ, કીચડ દગ અને મટ્ટી એમ જુદા જુદા શબ્દ લઈએ તો દગ (દફ) એટલે કાચું પાણી અને મટ્ટી એટલે માટી.
મકડા-સંતાણા' એટલે કરોળિયાનાં જાળાં.
સંક્રમણે” એટલે એના ઉપર સંક્રમણ કર્યું હોય, તે ચાંપીને ઉપર ચાલ્યા હોય અને એ રીતે જીવોની જે વિરાધના કરી હોય એટલે કે તેઓને કષ્ટ, દુ:ખ આપ્યું હોય. તે માટે આ પ્રમાણે ક્ષમા માગવામાં આવે છે.
જૈન ધર્મમાં જીવ દ્રવ્ય વિશે (તથા અન્ય દ્રવ્ય વિશે પણ) જેટલી ઊંડી વિચારણા થઈ છે તેટલી દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહીં મળે.
જીવવિચાર” નામના ધર્મગ્રંથમાં જીવોનું બહુ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
જ્યાં ચેતનાશક્તિ છે ત્યાં જીવન છે. જે પોતાની મેળે હરીફરી શકે, હાલી ચાલી શકે એવા ત્રસ જીવો અને પોતાની મેળે હરીફરી ન શકે તેવા સ્થાવર જીવોના પણ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર જીવો છે અને માણસ, ગાય, ભેંસ, બળદ, પોપટ, ચકલી, ઉંદર, સાપ, વીંછી, ભમરો, કીડી, મંકોડો વગેરે ત્રસ જીવો છે. ત્રસ અને સ્થાવર જીવોમાં જે જીવતત્ત્વ છે તે પ્રાણને આધારે છે. જ્યાં પ્રાણ છે ત્યાં જીવ છે અને જ્યાં જીવ છે ત્યાં પ્રાણ છે. આવા દસ પ્રકારના પ્રાણ બતાવવામાં આવે છે. એ દસ તે પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ અથવા યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
પાંચ ઇન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને ક્ષોત્રેન્દ્રિય. આ ઇન્દ્રિયોને રહેવાનાં સ્થળ અથવા ઠેકાણાં તે અનુક્રમે ચામડી જીભ, નાક, આંખ અને કાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org