________________
ઇરિયાવહી (એપથિકી)
૧૩૩ ત્રણ બળવાન યોગ આ પ્રમાણે છે : જેના વડે આપણે વિચાર કરી શકીએ તે મનોબળ, જેના વડે બોલી શકીએ, અવાજ ઉચ્ચારી શકીએ તે વચનબળ અને જેના વડે ઊઠવું, બેસવું વગેરે કાર્ય કરી શકીએ તે શરીરબળ.
જે શક્તિ વડે શરીરમાં વાયુ દાખલ કરી શકીએ, રાખી શકીએ અને બહાર કાઢી શકીએ તે શ્વાસોચ્છવાસ અને જે શક્તિ વડે શરીરમાં જીવત્વ અમુક કાળ સુધી ટકી શકે તે આયુષ્ય.
ઈન્દ્રિયની સંખ્યા પ્રમાણે જીવો પાંચ પ્રકારના છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, બેઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, અને ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે. (કેટલી ઇન્દ્રિય અને કઈ કઈ છે એ યાદ રાખવા માટે સહેલો ઉપાય એ છે કે પોતાના ચહેરામાં સૌથી નીચે દાઢી-હડપચી (સ્પર્શ)થી શરૂ કરી ઉપર જતાં જીભ, પછી નાક, પછી આંખો અને પછી કાટખૂણે કાન એમ અનુક્રમે ઉમેરતા જવાથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિયનો ખ્યાલ આવશે.)
ઇરિયાવહી' સૂત્રમાં જીવોને માટે આવતા શબ્દોની સમજ નીચે પ્રમાણે છે :
“એગિદિયા' એટલે એકેન્દ્રિય જીવો. એકેન્દ્રિય જીવોને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે. તેમની ગણના તિર્યંચ ગતિના જીવોમાં થાય છે.
એકેન્દ્રિય જીવો પાંચ પ્રકારના છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય (તેજસકાય), વાયુકાય અને વનસ્પતિકાય.
એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ હોય છે : (૧) શરીર (સ્પર્શેન્દ્રિય), (૨) શરીરબળ (કાયયોગ), (૩) શ્વાસોચ્છવાસ અને (૪) આયુષ્ય.
કાચી માટી, પથ્થર, મીઠું વગેરે પૃથ્વીકાય જીવો છે. પાણી અપકાયના જીવો છે. અગ્નિ તેઉકાયના જીવો છે. હવા, પવન તે વાયુકાયના જીવો છે અને શેવાળ, ઝાડપાન વગેરે વનસ્પતિકાયના જીવો છે.
બેઇદિયા' – એટલે બે ઇન્દ્રિયવાળા જીવો. તેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જીભ) એ બે ઇન્દ્રિયો હોય છે. તે પણ તિર્યંચ કહેવાય છે.
બે ઇન્દ્રિયવાળા જીવોને છ પ્રાણ હોય છે : (૧) શરીર (સ્પર્શેન્દ્રિય),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org