________________
भोगी भमइ संसारे
(ભોગી સંસારમાં ભમે છે.)
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ‘યજ્ઞીય’ નામના અધ્યયનમાં નાની પણ સરસ તત્ત્વબોધક વાત આવે છે.
ભગવાન મહાવીર
વારાણસી નગરીમાં ચાર વેદનો જાણકાર એવો વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે વખતે એ નગરમાં જયઘોષ નામના એક મુનિ પધાર્યા. તેમણે માસખમણની આકરી તપશ્ચર્યા કરી હતી, પારણા માટે તેઓ ગોચરી વહોરવા નીકળ્યા હતા. તેઓ વિજયઘોષ નામના બ્રાહ્મણના યજ્ઞના સ્થળે આવી રહ્યા હતા. મુનિને વચ્ચે જ અટકાવીને વિજયઘોષે કહ્યું, ‘હે મુનિ, યજ્ઞ માટે વિવિધ વાનગીઓ અમે બનાવી છે, પરંતુ અમે તમને ભિક્ષા નહીં આપીએ. માટે બીજા કોઈ સ્થળે જઈ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. અમારી યજ્ઞની વાનગીઓ તો બ્રાહ્મણો માટે જ છે. એ બ્રાહ્મણો પણ એવા હોવા જોઈએ કે જેઓ ચાર વેદના જાણકાર હોય, તેઓ યજ્ઞાર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર વગેરે છ અંગના અભ્યાસી હોય અને જેઓ પોતાના આત્માનો તથા બીજાના આત્માનો ઉદ્ધાર કરનાર હોય.'
Jain Education International
વિજયઘોષનાં આવાં વચનથી જયઘોષ મુનિ નારાજ ન થયા. તેમણે કહ્યું, ‘હે બ્રાહ્મણ ! મારે હવે તમારી ભિક્ષા નથી જોઈતી. એમ કરવામાં મારે કોઈ દ્વેષ નથી કે સ્વાર્થ નથી. મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે વેદોનું, યજ્ઞનું, જ્યોતિષનું અને ધર્મનું મૂળભૂત ગૂઢ રહસ્ય જાણતા નથી.'
જયઘોષ મુનિનો પ્રભાવ એટલો બધો હતો અને એમની નિર્મળ, નિર્દોષ મુખમુદ્રા એટલી તેજસ્વી હતી કે વિજયઘોષ અને ત્યાં યજ્ઞમાં બેઠેલા સભાજનો
For Private & Personal Use Only
www.jainelibrary.org